________________
ખંડ પહેલો
૨૭
નિંદા ન થાય, એવી છાપ લોકમાનસ ઉપર પડી હતી. એ રીતે કૃત્રિમ મર્યાદાઓ – સંકુચિતતાઓ તૂટતી હતી.
હિંદી સંસ્કૃતિના વિસ્તાર અને વિકાસમાં આવી અનેક ઘટનાઓ છૂપી પડી છે.
ગુણસેન આજ સવારથી સાવચેત હતો. શર્માના બીજા મહિનાના ઉપવાસ પૂરા થતાં હોવાથી આજે ભિક્ષા માટે આવવા જ જોઈએ - બીજીવાર ભૂલ ન થાય તે માટે પ્રથમથી જ સાવધ બનીને બેઠો હતો.
શર્માજીને ભિક્ષામાં ધરવા માટે શું શું તૈયાર કરાવવું એનો વિચાર કરતો હતો, પરિચારકને સૂચના આપવા જતો હતો, એટલામાં મહામાત્યે પ્રવેશ કર્યો.
મહામાત્ય ગભરાયેલા જેવા દેખાતા હતા. રોજની એમની ગંભીર મુખમુદ્રા ઉપર ચિંતાગ્રસ્તતાની છાયા છવાઈ હતી. સ્વચ્છતાનો દેખાવ કરવા છતાં ગુણસને એમની વ્યાકુળતા પરખી લીધી.
પધારો, મહામાત્યજી ” ગુણસેને પોતાની હંમેશની વિનય, નમ્ર શૈલીએ મહામાત્યનું સ્વાગત કર્યું. પ્રસ્તાવના કે ભૂમિકા રચવાની પણ મહામાત્યને જરૂર ન જણાઈ:
આ સીમાડાના રાજાઓ હવે વકર્યા છે.” એટલું બોલીને એમણે એક નિ:શ્વાસ નાખ્યો.
ગુણસેન પોતાના શ્વસુરની રાજનીતિ જાણતો હતો. મહારાજાના ઔદાર્યનો કેટલીકવાર દુરુપયોગ થતો અને છતાં મહારાજા મોટા મને સાંખી લેતા, એ હકીકત પણ એના ધ્યાન બહાર નહોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org