________________
ખંડ પાંચમો
૧૧૯ કાળચક્રના આરા સાથે માનવીની શરીરરચના અને ક્રમિક ક્ષીણતા સંબંધી પણ કેટલીક વાતો કહીને, પ્રસન્નચંદ્રની અધૂરી સમજણનો અંધાર પડદો તેમણે હળવે હાથે ખસેડી નાખ્યો.
થોડી વારે ઈન્દ્રશર્મા નામે એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યો. વાચક સમરાદિત્ય, જીવ આઠ પ્રકારનાં કર્મો કેમ બાંધે છે, તે તેને સમજાવ્યું.
ઈન્દ્રશર્મા સાથેનો વાર્તાલાપ પૂરો થયો ન થયો, એટલામાં ચિત્રાંગદ નામના એક જિજ્ઞાસુએ, વિશેષમાં, કર્મબંધના અનુસંધાનમાં, એની સ્થિતિ વિશે પ્રશ્ન કર્યો. વાચક સમરાદિત્યે એના મનનું પણ સમાધાન કર્યું.
પોતાના રોજના પર્વ દિવસના વિધિ-વિધાનમાં-ક્રિયાકાંડમાં પણ વાચક સમરાદિત્ય એટલા જ જાગૃત રહેતા. ચર્ચામાં રસ પડે એટલે રોજની ક્રિયા વિસારે પડતી હશે એમ રખે કોઈ માને. ક્રિયા-કલાપમાંથી જે થોડોઘણો સમય બચે તેનો તેઓ આ રીતે શંકા-સમાધાનમાં સદુપયોગ કરી વાળતા. પોતાના આત્મહિતને અવગણનાર, જનતાનું હિત ન સાધી શકે એમ તેઓ વાણીથી નહિ, વ્યવહારથી પ્રબોધતા.
એક દિવસે બે યુવાનો જરા વિચિત્ર પ્રશ્ન કરી બેઠા. એકે પૂછયું : વ્રત-સંયમ પોતે જ દુ:ખદાયક છે. એમાંથી સુખની આશા કેમ રખાય?”
સમરાદિત્ય વાચકની ગંભીર મુખમુદ્રા ઉપર આછી સ્મિતની રશ્મિ રેલાઈ ગઈ. પળવારમાં એમણે એ યુવાન સામે પ્રમોદભાવે નિહાળ્યું: પૂછ્યું
“તમે માંદા પડો છો ત્યારે પણ મિષ્ટાન્ન જ ઉડાવતા હશો, ખરું ને ? માંદા માણસને પથ્ય પાળવું પડે, એ ઓછું દુ:ખદાયક છે ? એ દુ:ખમાંથી સુખનું સર્જન થાય છે કે નહિ ?'
યુવાન નીચે જોઈ રહ્યો. તપ-સંયમ દુ:ખદ લાગે, પણ જેમ જેમ તપસ્વીને, સંયયીને પોતાની અંદરની અનંત શક્તિનું અને સ્વરૂપનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org