________________
ખંડ પહેલો
કુલપતિએ કહેવા માંડ્યું : ‘‘આ સંગપરિતોષ નામના તપોવનની વાત તો આપ જાણતા હશો. અહીં માત્ર તપસ્વીઓ જ વસે છે. તપના પ્રભાવે અહીંનાં પશુ-પંખીઓ પણ પોતાનાં વેર-ઝેર ભૂલી જાય છે.'' કરુણામૂર્તિ જેવા કુલપતિના આ શબ્દો સાંભળી કુંવરને પોતે જાણે કે જુદી જ દિવ્ય દુનિયામાં આવી ચડ્યો હોય એમ થયું.
કુંવરે ફુલપતિની વાતના અનુસંધાનમાં પોતે પહેલી જ વાર આ આશ્રમનું નામ સાંભળે છે એમ કબૂલ કર્યું. પોતે વસંતપુરના અતિથિ જેવા છે, એમ પણ સૂચવ્યું.
વસંતપુરના રાજવીને ગાદીવારસ નથી એમ તો આ કુલપતિ જાણતા હતા. એમને એક જ પુત્રી હતી. કુંવરના વેષ અને હાથે બાંધેલા મીંઢોળ ઉપરથી એમણે અનુમાન કર્યું :
તો તો રાજાના આ જમાઈ જ હોવા જોઈએ.’’
૧૧
એમનું અનુમાન ખરું હતું, એવી મતલબની સાબિતીઓ પણ મળી ગઈ. કુંવર ગમે તે હોય-ક્ષત્રિયપુત્ર છે અને અણધાર્યો આવી ચડ્યો છે, એટલું જ આ કુલપતિ માટે બસ હતું. એમને કોઈ સ્વાર્થ સાધવાનો નહોતો.
થોડીવારે કુલપતિની સાથે ફરતા અને તપસ્વીના દર્શન કરતા, એમનો પરિચય મેળવતા બન્ને જણ, અગ્નિશર્મા પાસે આવી ચડ્યા. કુલપતિએ જ કહેવા માંડ્યું : “આ અમારા મહાન્ તપસ્વી પુરુષ છે. એમનું નામ અગ્નિશર્મા.
"1
Jain Education International
અગ્નિશર્માને દૂરથી જોતાં જ ગુણસેનના અંતરમાં એક ઊંડો ધ્રાસકો પડ્યો. સૌ તપસ્વીને બે હાથ જોડી વંદન કરતો આ ગુણસેન, અહીં અગ્નિશર્માને ભક્તિથી નમ્યો તો ખરો, પણ પોતાના કુતૂહલનું સ્મરણ થતાં એના મોં ઉપર આછી ગ્લાનિ છવાઈ.
For Private & Personal Use Only
www.jainelibrary.org