________________
બાર તેલની કડાઈમાં તળી નાખવાનો નિર્ધાર કરી રાખ્યો હતો. એમના ક્રોધની પરિસીમા જ નહોતી રહી. એટલામાં એમના ગુરુદેવશ્રી જિનભટ્ટનો સંદેશો આવ્યો. એ સંદેશામાં શું હતું, તે આ પુસ્તકના વાચકો ઉપસંહારમાં જોશે.
પાંડિત્ય, પ્રતિભા, તેજસ્વિતા અને શક્તિના ઝરારૂપ હોવા છતાં હરિભદ્રસૂરિ શિથિલાચાર સાંખી શકતા નહિ. એમના જમાનામાં જૈન શ્રમણો આચાર-પરંપરામાં થોડા થોડા ઢીલા પડેલા દેખાય છે. હરિભદ્રસૂરિએ એમની ઝાટકણી કાઢવામાં બાકી નથી રાખી. એમના અષ્ટકો, ષોડશક, પંચાશક વગેરે ગ્રંથોમાં એ વખતે પ્રવર્તતી શિથિલતાનો અને સૂરિજીના પુણ્યપ્રકોપનો આભાસ મળે છે.
એ સર્વ ઉપરાંત હરિભદ્રસૂરિજીની મધ્યસ્થતા અને વિનમ્રતા તો સૂરિજીના જીવનમાં, સુવર્ણ કળશ જેવી દેદીપ્યમાન લાગે છે. “મને વીરને વિશે પક્ષપાત નથી, તેમ કપિલાદિને વિશે દ્વેષ નથી – હું તો જેના કથનમાં યુક્તિ અથવા યથાર્થતા હોય તે જ સ્વીકારનારો છું.” એમ નિર્ભયપણે વિશ્વના સર્વ દર્શનીઓ વચ્ચે ઉચ્ચારવાની તાકાત તો હરિભદ્રસૂરિ જેવા પુરુષમાં જ હોઈ શકે. ઊંડી શ્રદ્ધા સાથે વિનયનમ્રતાનો કેવો મધુર રણકાર એ ઉતારોમાં સંભળાય છે ?
ક્રમે ક્રમે સૂરિજીએ વિદ્વત્તાની સાથે સહૃદયતાનો પણ ખૂબ વિકાસ સાધ્યો હોય-સહેજે એ પ્રકારની મનોવૃત્તિ કેળવાઈ હોય એમ લાગે છે. બીજા તર્ક-ન્યાયના શાસ્ત્રીઓ જ્યારે વિરોધીને અવગણે છે – તિરસ્કારે છે - તરણાની તોલે માને છે, ત્યારે હરિભદ્રસૂરિ વિરોધી પ્રત્યે પણ સન્માન દાખવે છે : વિપક્ષી પોતાનો બંધુ હોય એમ માની એનો દૃષ્ટિકોણ સમજવા-સમજાવવા મથે છે.
પ્રકૃતિવાદના પુરસ્કર્તા મહર્ષિ કપિલના દૃષ્ટિકોણનો પરિચય કરાવતાં સૂરિજી, શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં, પૂરેપૂરું સૌહાર્દ દાખવે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org