Page #1
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ
(વિવેચન સહિત)
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર 'કોબા-૩૮૨ ૦૦૯. (જી. ગાંધીનગર)
ગુજરાત.
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીરાય નમઃ
બૃહદ્ - આલોચનાદિ પદ્ય સંમૂહ (વિવેચન સહિત)
શ્રી સદ્ગુરુદેવાય નમઃ
વિવેચન
સંકલન
યત શાહ
શ્રીમદ્ રાજચંદ્ર આર્થાત્મક સાધના કેન્દ્ર
(શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર સંચાલિત) કોબા - ૩૮૨ ૦૦૯. (જી. - ગાંધીનગર), ગુજરાત ફોનઃ (૦૭૯) ૩૨૭૬૨૧૯. ફેક્સ : (૦૭૯) ૩૨૭૬૧૪૨.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
આવૃત્તિ
સેટીંગ્સ
કિંમત
મુદ્રક
પ્રાપ્તિસ્થાન
જયંતભાઈ એમ. શાહ, પ્રમુખ. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર-સંચાલિત) કોબા - ૩૮૨ ૦૦૯, (ગુજરાત)
પ્રત : પ્રથમ - ૧૫૦૦,
રાજ કોમ્પ્યુટર્સ
૪૨, સિદ્ધિચક્ર, વિસત પેટ્રોલ પંપની સામે,
સાબરમતી, અમદાવાદ.
ફોન :
: ૭૫૭ ૪૪ ૭૬.
પડતર કિંમત - રૂા. ૨૦. વેચાણ કિંમત - રૂા. ૧૦.
દ્વિતીય – ૧૫૦૦
-
ભરત ગ્રાફિક્સ
ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ,
અમદાવાદ - ૩૮૦૦૦૧. ફોન : ૨૧૩૪૧૭૬.
SNEHAL & PARESHA SHAH 12 - N, COUNTRY LAKES DR. MARLTON, N.J. 08053. U.S.A. PHONE : 856 - 809 - 9888. FAX
: 856-809-9199
Page #4
--------------------------------------------------------------------------
________________
111
પ્રાસ્તાવિક
સંસ્થાએ તેના સ્થાપનાકાળથી જ નિયમિતપણે સમાજને સત્સાહિત્ય પીરસવાની પોતાની પરંપરા જાળવી રાખી છે. સાત્વિક, સંસ્કારપ્રેરક અને રસપ્રદ સાહિત્ય બહુજનસમાજ માટે તેમજ ભક્તિજ્ઞાન-વૈરાગ્ય-વર્ધક અને અધ્યાત્મ ક્ષેત્રે સાધકોને પ્રેરણા સહિત અધિકૃત માર્ગદર્શન આપતું આધ્યાત્મિક સાહિત્ય-એમ બન્ને પ્રકારનું સાહિત્ય સંસ્થા તરફથી નિરંતર પ્રગટ થતું જ રહે છે.
આ ગ્રંથ સાધકોના કરકમળમાં મૂકતાં અમે સાત્વિક આનંદનો અનુભવ કરીએ છીએ. આ સંસ્થાને વૈવિધ્યપૂર્ણ અને ઉચ્ચકક્ષાની સેવાઓ ઘણાં વર્ષોથી જેઓ આપી રહ્યા છે તેવા બહુમુખી પ્રતિભાસંપન્ન અને સંસ્થાના પ્રમુખ માનનીય મુરબ્બી શ્રી જયંતભાઈ શાહે, પોતાના સાધનામય અધ્યયનના એક ભાગરૂપે આ ગ્રંથ વિવેચન-સંકલનરૂપે તૈયાર કર્યો છે. આ ગ્રંથમાં પ્રસ્તુત કરેલું વિવેચન સંસ્થાના મુખપત્ર દિવ્યધ્વનિમાં, પૂર્વે લેખમાળામાં પ્રગટ થયું હતું; જેમાં યોગ્ય સુધારાવધારા કરીને, તે સાધકોને વધારે ઉપયોગી અને માહિતીસભર બની રહે તેવી રીતે આ ગ્રંથમાં રજૂ કરેલ છે. તેમાં પીરસેલા પાથેયને તેઓએ પોતાના ઉપોદ્ઘાતમાં સારી રીતે રજૂ કરેલ છે; જેથી વાચકવર્ગને તેની વિગત ત્યાંથી અવલોકવાની ભલામણ કરીએ છીએ. અહીં તો મુમુક્ષુ - સાધકોને એટલું જ જણાવવાનું કે ‘બૃહદ્ - આલોચના' પાઠનું આવું સવિસ્તર અને શાસ્ત્રપ્રમાણોથી સુશોભિત વિવેચન પ્રથમ વખત જ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું હોય એમ અમારી જાણમાં છે. આમ હોવાથી, પ્રસ્તુત ગ્રંથ જાગૃત સાધકો માટે આલોચનાપાઠનું અર્થ સહિત ચિંતન કરવામાં તેમને વિશેષપણે ઉપયોગી થશે એમ માનીએ છીએ.
નીતિશાસ્ત્ર, પ્રાર્થના, પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ, દેવ-શાસ્ર-ગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ સહિત શરણાગતિ, કર્મબંધ અને પુણ્ય-પાપની સંક્ષિપ્ત
Page #5
--------------------------------------------------------------------------
________________
iv
સમજણ, ઉત્તમ સાધકના લક્ષણો, આત્માના પરમાર્થસ્વરૂપની) ગુરુગમથી સમજણ અને તે દ્વારા સંવર્ધિત જ્ઞાન-વૈરાગ્યના બળથી ભેદજ્ઞાનનો અભ્યાસ, મોહગ્રંથિનો ભેદ, સુશ્રાવકના મનોરથો અને અઢાર પાપસ્થાનકોનું સંક્ષિપ્ત સ્વરૂપ – એવા વિવિધ વિષયોનું આ પાઠમાં પ્રતિપાદન કર્યું છે. પાઠના અંતમાં શ્રીવર્ધમાનસ્વામી તથા નિર્લોભી સદગુરુને પોતાના અવગુણોનું નિવેદન કરીને, મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે જ્ઞાન-ધ્યાન-નિયમ-સંયમ આદિ આપવાની વિનંતી કરીને, ધીરજપૂર્વકના અભ્યાસથી રત્નત્રયધર્મની પ્રાપ્તિ ભવ્ય
જીવને અવશ્ય થાય છે એમ કહ્યું છે. આમ, સાધકોપયોગી અનેક વિષયોનું પ્રતિપાદન આ કૃતિમાં રૂડી રીતે પ્રતિપાદિત કર્યું છે.
મોક્ષમાર્ગ અનેકાંતમય છે; માટે પોતાની કક્ષા પ્રમાણે અને ગુરુની આજ્ઞાનુસાર આરાધનામાં આગળ વધવા માટે વિભિન્ન સાધનોને, આત્મલક્ષે અંગીકાર કરતાં, અવશ્ય આત્મજ્ઞાનઆત્મસમાધિ પ્રગટે છે. આવા વૈવિધ્યપૂર્ણ ઉપાયો અને પ્રેરણા જેમાં આપ્યા છે, અને વિવેચનમાં જેનો ઠીકઠીક વિસ્તાર વિવેચનકાર કર્યો છે. તેવો આ ગ્રંથ આત્મશ્રેયના ઈચ્છુક એવા સાચા મુમુક્ષુને પ્રેરણારૂપ બનો અને તેનો વિવેકપૂર્વક સદુપયોગ થાઓ તેવી ભાવના ભાવીએ છીએ.
શ્રુતપ્રેમી શ્રી જયંતભાઈએ કરેલો પ્રેમ-પરિશ્રમ તેમજ તેમણે સંસ્થા દ્વારા પ્રકાશિત થતા આ ગ્રંથની, અર્થસહયોગ સહિત બધી જ જવાબદારી સ્વીકારી છે; તે તેમને વિશેષ પુણ્યાર્જનનું અને ધર્મલાભનું કારણ છે. સંસ્થા તેમને આ પ્રશંસનીય કાર્ય કરવા બદલ અભિનંદે છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
સાહિત્ય પ્રકાશક સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા.
Page #6
--------------------------------------------------------------------------
________________
= ઉપોદ્ધાત |
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના નામે ચાલતીદેશ કે વિદેશની લગભગ દરેક સંસ્થાઓમાં આ “શ્રી બૃહદ્ આલોચના'(શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત) પર્યુષણાદિ પર્વોના દિવસોમાં બોલાતી હોય છે. અગાસ, દેવલાલી, કોબા, ધરમપુર વગેરે આશ્રમોથી પ્રકાશિત થયેલા નિત્યક્રમ, દૈનિક - ભક્તિક્રમ આદિ પુસ્તકોમાં આ બૃહદ્ આલોચના પાઠ છપાયેલ છે. “આલોચના પાઠ” કે જે લઘુ આલોચના તરીકે પણ ઓળખાય છે, તેનો ભાવાર્થ પ.પૂ. શ્રી બ્રહ્મચારીજીએ કર્યો છે અને તે અગાસ આશ્રમથી પ્રકાશિત “નિત્યનિયમાદિપાઠ માં છપાયો છે; જયારે આ “શ્રી બૃહદ્ આલોચનાનો ભાવાર્થ હજુ સુધી ગુજરાતી ભાષામાં થયો હોય એમ જાણવામાં આવ્યું નથી. કેટલાક મુમુક્ષોઓની માંગણીથી તેનો સંક્ષિપ્ત ભાવાર્થ અહીં કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વાચકગણને વિનંતી છે કે ભાવાર્થમાં કોઈપણ પ્રકારની ક્ષતિ રહેવા પામી હોય તો આ ભાવાર્થ કરનારની જતે ઉણપ છે, જેને ક્ષમ્ય ગણશો અને વિવેચનકર્તાને જણાવશો, જેથી-ભવિષ્યમાં તે ક્ષતિને યોગ્ય રીતે સુધારી શકાય.
આલોચના એટલે ભાવશુદ્ધિ. પૂર્વે ઉપાર્જિત કરેલાં કર્મો, પ્રતિક્ષણ ઉદયમાં આવતા હોવાથી તેનું નિમિત્ત પામી પોતામાં ઉપજતા અંતરંગ અને બાહ્ય દોષો, સાધકને પ્રતીતિમાં આવે છે. મોક્ષમાર્ગમાં ભાવશુદ્ધિ ખૂબ જરૂરી છે. ભાવશુદ્ધિ કરવા અર્થે આ દોષોને દૂર કરવા અત્યંત આવશ્યક છે. તે માટે સાધકે પોતાની શક્તિ ગોપવ્યા વગર, |પ્રામાણિકપણે પારમાર્થિક પુરુષાર્થ કરવો અનિવાર્ય બને છે. આ પ્રયોજનની સિદ્ધિ માટે આલોચના એ એક ઉત્તમ સાધન છે, તેમ
Page #7
--------------------------------------------------------------------------
________________
(જિનાગમની આજ્ઞા મનાય છે. પોતાના માનેલા ઈષ્ટદેવ અથવા સદ્દગુરુદેવની સમક્ષ પોતાથી થતાં નાનામોટા સર્વદોષોની કબૂલાત કરી, અંતરનું શુદ્ધિકરણ કરવું તે સાચી આલોચના છે.
આમ આલોચના એટલે વર્તમાનમાં થતાં વિભાવ ભાવોને જ્ઞાતાદ્રા ભાવે જાણી, તેનું સ્વામિન્વ-કર્તાપણું છોડી, આત્માનું શુદ્ધિકરણ કરવું; જયારે પ્રતિક્રમણ એટલે ભૂતકાળમાં થયેલા દોષોનું પ્રાયશ્ચિત્ત કરવું અને પ્રત્યાખ્યાન એટલે ભવિષ્યમાં દોષો ન કરવાની પ્રતિજ્ઞા કરવી, તે છે. | આલોચનાતે “પ્રાયશ્ચિત્ત' નામના પ્રથમ અત્યંતરતપનો પહેલો જ વિભાગ છે (તત્ત્વાર્થસૂત્ર ૯/૨૨). તેથી આ પાઠોનું આલોચનાના ભાવરૂપથી પઠન કે પારાયણ થાય તે અતિ મહત્ત્વનું છે; કારણ કે આલોચનાતે સાધના માટેનું એક વિશિષ્ટ અંગ ગણાય છે. આચાર્યશ્રી રત્નાકરજી પોતાની આત્મ-આલોચના કરવાના પ્રારંભમાં જ પરમાત્માના શ્રીચરણોમાં નિવેદન કરે છે કે “હે પ્રભુ! શું બાળ-લીલામાં મગ્ન બાળક, પોતાના પિતાની સમક્ષ કોઈપણ જાતના વિકલ્પ વગર, પોતાની વાત કરતો નથી? હે નાથ! તે જ પ્રમાણે હું પણ વિનય અને પ્રતિભાવથી યુક્ત થઈને આપની સમક્ષ મારા પોતાના હૃદયના ભાવોને યથાર્થરૂપથી હવે કહીશ” (રત્નાકર પચ્ચીસી/૩).
આમ આલોચના કરતી વખતે સાધકનું હૃદય બાળકની માફક ભય, શરમ, સંકોચાદિથી મુક્ત અને વિનય, સરળતાદિથી યુક્ત હોવું જોઈએ. દોષોનું જે પ્રમાણે જાણતા કે અજાણતા સેવન થઈ ગયું હોય તેની યથાર્થપણે પ્રભુ કે ગુરુદેવ સમક્ષ કબૂલાત કરવી જોઈએ અને પ્રત્યક્ષ ગુરુદેવશ્રી જે કાંઈપણ પ્રાયશ્ચિત્ત આપે, તેનો અંતરથી સ્વીકાર કરીને તેનું સમ્યકરૂપે પાલન કરવું જોઈએ.
Page #8
--------------------------------------------------------------------------
________________
vii
બૃહ આલોચના એટલે વિસ્તૃત આલોચના. અહીં ભાવાર્થ કરતી વખતે આ પાઠોના પાંચ વિભાગ કર્યા છે, જેથી અર્થ સમજવામાં સરળતા રહેશે. ચોથો વિભાગ મુખ્યત્વે ગદ્યરૂપે છે અને બાકીના ચારેય પદ્યરૂપે છે. આ પાંચેય વિભાગોને ગ્રંથકારે કોઈ શિર્ષક આપ્યા નથી. પદોની સંખ્યા પણ પહેલા ત્રણ વિભાગ સુધી વિભાગ અનુસાર ક્રમથી આપી છે. ચોથા તથા પાંચમા વિભાગના પદોને ક્રમાંક પણ તેમણે આપ્યા નથી. પરંતુ પદોનાં કરેલાં વિવેચન વાંચવામાં સરળતા રહે તેથી પાંચમા વિભાગના પદોને અત્રે ક્રમાંક આપવામાં આવ્યાં છે.
આ બૃહદ્ આલોચનાની રચના સ્થાનકવાસી જૈન પરંપરા પ્રમાણે કરવામાં આવી છે. કવિએ ભાષા મિશ્ર વાપરી છે. જેથી રાજસ્થાની, ગુજરાતી, હિન્દી વગેરે ભાષી પણ તે સમજી શકે. ગદ્ય વિભાગ કે જે મૂળ હિન્દી ભાષામાં હતો તેનું ગુજરાતી ભાષાંતરરૂપ જ આપણને મળ્યું છે. આ ગદ્ય વિભાગમાં આલોચનાનો સારભૂત સિદ્ધાંત મૂક્યો હોવાથી તેનો ભાવાર્થ પણ અત્રે આપવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે. પદ્ય વિભાગોમાં કવિની મૌલિક રચનાઓ કેટલી છે તે નિશ્ચિતરૂપથી કહી શકાય તેમ નથી કારણ કે આમાં તુલસી, કબીર, કાલુ આદિ અન્ય સંતોની રચનાઓનું પણ સંકલન કર્યું હોય તેમ જણાય છે. પદો મુખ્યત્વે દોહરા રૂપે છે.
આ બૃહ આલોચનાના કર્તા શ્રી લાલાજી રણજીતસિંહજી છે. તેઓશ્રીનો પરિચય મેળવવા ઘણો પ્રયત્ન કરેલો પણ પુરો મેળવી શકાયો નથી. જે કાંઈ મળ્યો છે તે ઈન્દોરથી પ્રકાશિત પુસ્તક “વૃદવાનોય કે જેમાં સ્થાનકવાસી સંપ્રદાયના પ. પૂ.શ્રી ઉમેશમુનીજી મહારાજ સાહેબ (અણ)ના અવલોકન પ્રમાણે છે, જે નીચે પ્રમાણે સંક્ષેપમાં આપ્યો છેઃ તેમના અસ્તિત્ત્વનો કાળ લગભગ વિ. સં. ૧૯૦૬ થી ૧૯૪૦ નો માનવામાં આવે છે. તેઓશ્રી અમૃતસર(પંજાબ)ના વતની હતા અને
-
- -
-
- -
-
-
-
Page #9
--------------------------------------------------------------------------
________________
viii
ઝિવેરાતનો વ્યવસાય કરતા હતા. થોડોક વખત તેઓશ્રી ધંધાર્થે દિલ્હી પણ રહેલા. એમ કહેવાય છે કે તેઓશ્રી જિનાગમના ખૂબ અભ્યાસી, ધર્મનિષ્ઠ અને દીર્ઘદ્રષ્ટા શ્રાવક ગૃહસ્થ હતા. તેઓશ્રીએ અનેક મુનિ મહારાજ સાહેબો, સંતો તથા મુમુક્ષુઓને જિનાગમનો અભ્યાસ કરાવ્યો હતો. આ કૃતિની રચના તેઓશ્રીએ વિ.સં.૧૯૩૬માં કરી હોય તેમ મનાય છે. - ભાવાર્થ લખતી વખતે જ્યાં જયાં જરૂર પડી ત્યાં ત્યાં આ વૃદવાનોયબા' પુસ્તકનો આધાર લીધો છે. તેથી મુનિશ્રીનો હૃદયપૂર્વક અત્રે આભાર માનું છું. સાંવત્સરિકાદિ પ્રતિક્રમણ કરતી વખતે ઘણી જગ્યાએ આ બૃહ આલોચના સાથે અન્ય ગદ્ય તથા પદ્ય રચનાઓનું વાંચન તથા પારાયણ પણ થતું હોય છે, તેને લક્ષમાં રાખી તે ઘણી ખરી રચનાઓનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી સાધકોને એક જ પુસ્તકમાંથી તે ગદ્ય અને પદ્ય પાઠો મળી શકે.
આ પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન કરવામાં શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા, સંસ્થાએ જે સહકાર આપ્યો છે અને સંસ્થાના અધિષ્ઠાતા પ.પૂ. આત્માનંદજી સાહેબે તથા સંસ્થાની પ્રકાશન સમિતિએ જ નિષ્ઠા પ્રાસ્તાવિકમાં પ્રદર્શિત કરી છે, તેથી હું પ્રસન્નતા અનુભવું છું અને તે બદલ તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.
સાધકવર્ગને આ વિવેચનનો સદુપયોગ તેમની આધ્યાત્મિક સાધનામાં સહાયભૂત થશે એવી આશા રાખી વિરમું છું.
- જયંત શાહ કોબા, તા. ૧૭-૨-૨૦૦૨ વસંતપંચમી - ૨૦૫૮. (ભગવાન મહાવીર જન્મ કલ્યાણક વર્ષ)
Page #10
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
9
=
૭
6
=
દ
૦
૦
૦
9
2
નમસ્કાર મંત્ર મંગલ ભાવના મંગળાચરણ શ્રી જિનેશ્વરની વાણી શ્રી સદ્ગુરુભકિત રહસ્ય (વીસ દોહરા) કૈવલ્યબીજ શું?(યમ નિયમ) આલોચના પાઠ (લઘુ) મેરી ભાવના સાયંકાળની સ્તુતિ તથા દેવવંદન ગુણસ્થાન આરોહણ ક્રમ (અપૂર્વ અવસર)
મૂળમાર્ગરહસ્ય ૧૨ આલોચનાનાં પદો (પ્રકીણ) ૧૩ અશુદ્ધાત્માની પ્રાર્થના ૧૪ રત્નાકર પચ્ચીશી ૧૫ ક્ષમાપના ૧૬ વીતરાગનો કહેલો..... ૧૭ હેકામ! હેમાન... ૧૮ દુર્લભ એવો મનુષ્યદેહ..... ૧૯ અંતમંગળ તથા પ્રણિપાતસ્તુતિ ૨૦ ક્ષમાપનાપાઠનું પદ્ય ૨૧ શ્રી બૃહદ્ - આલોચના ૨૨ શ્રી બૃહદ્ - આલોચના - વિવેચન
પ૭
Page #11
--------------------------------------------------------------------------
________________
અહો સપુરુષનાં વચનામૃત,
મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક,
સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ
અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત
છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર!
ત્રિકાળ જયવંતવર્તી ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
- શ્રીમદ્ રાજચંદ્ર
Page #12
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ - આલોચનાદિ પદ્ય સંગ્રહ
(વિવેચન સહિત)
: ખાસ વિનંતીઃ આ પુસ્તકને જમીન ઉપર મુકવા તેમજ કોઈપણ પ્રકારની આશાતના ન કરવા વિનંતી છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મ :
દેહવિલય : કારતક સુદ પૂનમ ૧૯૨૪
ચૈત્ર વદ પાંચમ ૧૯૫૭
Page #15
--------------------------------------------------------------------------
________________
Page #16
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
૧. નમસ્કાર મંત્ર
ણમો અરિહંતાણં ણમો સિધ્ધાણં
ણમો આયરિયાણં ણમો ઉવજ્ઝાયાણં ણમો લોએ સવ્વસાહૂણં.
એસો પંચ ણમુક્કારો, સવ્વ પાવ પણાસણો; મંગલાણં ચ સન્વેસિં, પઢમમ્ હવઈ મંગલમ્
૨. મંગલ ભાવના
અરિહા શરણં સિદ્ધા શરણં, સાહુ શરણં વરીએ રે; ધમ્મો શરણું પામી વિનયે, જિન આણા શિર ધરીએ રે. અરિહા શરણું મુજને હોજો, આત્મ સિદ્ધિ કરવા રે; સિદ્ધા શરણં મુજને હોજો, રાગ-દ્વેષને હણવા રે. સાહુ શરણું મુજને હોજો, સંયમ શૂરા બનવા રે; ધમ્મો શરણું મુજને હોજો, ભવોદધિથી ત૨વા રે. મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા ટાળે રે; આ સેવકની ડૂબતી નૈયા, ભવજળ પાર ઉતારે રે.
૧
Page #17
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંવાદ
શ્રીમદ્ સદ્ગુરવે નમોનમઃ
૩. મંગળાચરણ
(હરિગીત છંદ) અહો શ્રી સતપુરુષકે વચનામૃતમ્ જગહિતકરમું, મુદ્રા અરુ સત્સમાગમ સુતિ ચેતના જાગૃતકર; ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસે નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક સકલ સગુણ કોષ હૈ. સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ્, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતા, કારણમ્; અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનાર હૈ. સહજાત્મ સહજાનંદ આનંદઘન નામ અપાર હૈ, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ; ગુરુભક્તિસે લો તીર્થપતિપદ શાસ્ત્રમ્ વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ. એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપ-પરહિતકારણમ્, જયવંત શ્રી જિનરાજ-વાણી કરું તાસ ઉચ્ચારણમ્; ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સહે, શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે.
Page #18
--------------------------------------------------------------------------
________________
વૃદ્ – આલોચનાદિ ધ સંગ્રહ
૪. શ્રી જિનેશ્વરની વાણી
(મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત ન નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ, મોક્ષચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. (ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે.).
૫. શ્રી ગુરુભક્તિરહસ્ય
(ભક્તિના વીસ દોહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુ જરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ? ૨. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દ્રઢ, ને પરમાદર નાહીં. ૩. જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪.
Page #19
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
હું પામર શું કરી શકું ?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫. અચિંત્ય તુજ માહાસ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬. અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દ્રઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮. કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯. સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦. તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧. અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨. એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩. કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકયું નહિ અભિમાન. ૧૫
Page #20
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ૧૭. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? ૧૮. અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯. પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માંગું એ જ; સદ્દગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે જ.
૬. કેવલ્યબીજ શું?
(તોટક છંદ) યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પ લગાય દિયો. ૧. મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યોંહિ તપે, ઉરસેહિ ઉદાસી લહી સબપે. ૨. સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩. અબ કય ન બિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસેં? બિન સદગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે ?૪.
Page #21
--------------------------------------------------------------------------
________________
น
બૃહદ્
આલોચનાદ વધે સંગ્રહ
કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસેં. ૫. તનસેં, મનસેં, ધનસેં, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાર્વાહ પ્રેમ ઘનો. ૬. વર્ષ સત્ય સુધા દરશાવડિંગે, ચતુરાંગુલ હે દ્રગસે મિલહે; ૨સ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગોજુગ સો જીવહી. ૭. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દીયે. ૮.
૭. આલોચના પાઠ (લઘુ આલોચના) (દોહા)
વંદો પાંચોં પરમગુરુ, ચૌવીસૌ જિનરાજ; કહું શુદ્ધ આલોચના, શુદ્ધ કરનકે કાજ. ૧.
સખી છંદ (૧૪ માત્રા)
સુનિયે જિન અરજ હમારી, હમ દોષ કિયે અતિ ભારી; તિનકી અબ નિવૃત્તિ કાજા, તુમ શરન લહી જિનરાજા. ઈક બે તે ચઉ ઈન્દ્રી વા, મન-રહિત-સહિત જે જીવા; તિનકી નહિ કરુના ધારી, નિરદઈ હૈ ઘાત વિચારી. ૩. સમરંભ સમારંભ આરંભ, મન વચ તન કીને પ્રારંભ; કૃત કારિત મોદન કરિકૈ, ક્રોધાદિ ચતુષ્ટય ધરિૐ. ૪.
૨.
Page #22
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંદ શત આઠ જા ઈમ ભેદનનૈ, અઘ કીને પર છેદનતેં; તિનકી કહું કોલ કહાની, તુમ જાનત કેવલજ્ઞાની. ૫. વિપરીત એકાંત વિનયકે, સંશય અજ્ઞાન કુન કે; વશ હોય ઘોર અઘ કીને, વચૌં નહિ જાત કહીને. ૬. કુગુરુનકી સેવ જુ કીની, કેવલ અદાકર ભીની; યા વિધિ મિથ્યાત ભ્રમાયો, ચહુંગતિમવિ દોષ ઉપાયો. ૭. હિસા પુનિ જાઠ ચોરી, પરવનિતાસો દ્રગ જોરી; આરંભ પરિગ્રહ ભીનો, પનપાપ જુ યા વિધિ કીનો. ૮. સપરસ રસના ધ્રાનનકો, ચખ કાન વિષય સેવનકો; બહુ કરમ કિયે મનમાને, કછુ ન્યાય અન્યાય ન જાને. ૯. ફલ પંચ ઉદંબર ખાયે, મધુ માંસ મધ ચિત્ત ચાહે; નહિ અષ્ટ મૂલગુણધારી, વિસન જા સેયે દુખકારી. ૧૦. દુઈબીસ અભખ જિન ગાયે, સો ભી નિશદિન ભુંજાયે; કછુ ભેદભેદ ન પાયો, જ્યાં ત્યાં કર ઉદર ભરાયો. ૧૧. અનંતાન જા બંધી જાનો, પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાનો; સંજ્વલન ચૌકરી ગુનિયે, સબ ભેદ જા ષોડશ મુનિયે. ૧૨. પરિહાસ અરતિ રતિ શોગ, ભય ગ્લાનિ તિવેદ સંજોગ; પનવીસ જુ ભેદ ભયે ઈમ, ઈનકે વશ પાપ કિયે હમ. ૧૩. નિદ્રાવશ શયન કરાઈ, સુપને મધિ દોષ લગાઈ; ફિર જાગિ વિષય-વન ધાયો, નાનાવિધ વિષફલ ખાયો: ૧૪. કિયે આહાર નિહાર વિહારા, ઈનમેં નહિ જતન વિચારા; બિન દેખી ધરી ઉઠાઈ, બિન શોધી ભોજન ખાઈ. ૧૫.
Page #23
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ વધ સંગ્રહ તબ હી પરમાદ સતાયો, બહુવિધ વિકલપ ઉપજાયો; કછુ સુધિ બુધિ નાહિ રહી હૈ, મિથ્યામતિ છાય ગઈ હૈ. ૧૬. મરજાદા તુમ ઢિગ લીની, તાહૂમેં દોષ જા કીની; બિન ભિન અબ કૈસે કહિયે, તુમ જ્ઞાન વિષે સબ પઈયે. ૧૭. હા! હા! મેં દુઇ અપરાધી, ત્રસજીવનરાશિ વિરાધી; થાવરકી જતન ન કીની, ઉરમેં કરુના નહિ લીની. ૧૮. પૃથિવી બહુ ખોદ કરાઈ, મહિલાદિક જાગાં ચિનાઈ; બિનગાલ્યો પુનિ જલ ઢોલ્યો, પંખાતેં પવન વિલોલ્યો. ૧૯. હા! હા! મેં અદયાચારી, બહુ હરિત જ કાય વિદારી; યા મધિ જીવનકે ખંદા, હમ ખાયે ધરી આનંદા. ૨૦. હા! મેં પરમાદ બસાઈ, બિન દેખે અગનિ જલાઈ; તા મધ્ય જીવ જે આયે, તે હૂ પરલોક સિધાયે. ૨૧. વિંધો અન્ન રાતિ પિસાયો, ઈંધન બિનશોધિ જલાયો; ઝાડૂ લે જાગાં બુહારી, ચિટી આદિક જીવ વિદારી. ૨૨. જલ છાનિ જવાની કીની, સોહૂ પુનિ ડારી જુ દીની; નહિ જલથાનક પહુંચાઈ, કિરિયા બિન પાપ ઉપાઈ. ૨૩. જલ મલ મોરિનમેં ગિરાયો, કૃમિકુલ બહુ ઘાત કરાયો; નદિયનિ બિચ ચીર ધુવા, કોસનકે જીવ મરાયે. ૨૪. અશાદિક શોધ કરાઈ, તામેં જુ જીવ નિસરાઈ; તિનકા નહિ જતન કરાયા, ગરિયારે ધૂપ ડરાયા. ૨૫. પુનિ દ્રવ્ય કમાવન કાજે, બહુ આરંભ હિંસા સાજે; કિયે તિસનાવશ ભારી, કરુના નહિ રંચ વિચારી. ૨૬.
Page #24
--------------------------------------------------------------------------
________________
વૃદ્ – આલોચનાદિ uધ સંવાદ
ઈત્યાદિક પાપ અનંતા, હમ કીને શ્રી ભગવંતા; સંતતિ ચિર કાલ ઉપાઈ, વાનીનેં કહિય ન જાઈ. ૨૭. તાકો જા ઉદય જબ આયો, નાનાવિધ મોહિ સતાયો; ફલ ભુંજત જિય દુઃખ પાવે, વચનૅ કૅમેં કરિ ગાવે. ૨૮. તુમ જાનત કેવલજ્ઞાની, દુઃખ દૂર કરો શિવથાની; હમ તો તુમ શરન લહી હૈ, જિન તારન બિરુદ સહી હૈ. ૨૯. જો ગાંવપતિ ઈક હોવૈ, સો ભી દુ:ખિયા દુઃખ ખોવૈ; તુમ તીન ભુવનકે સ્વામી, દુઃખ મેટો અંતરજામી. ૩૦. દ્રૌપદીકો ચીર બઢાયો, સીતા પ્રતિ કમલ રચાયો; અં જનસે કિયે અકામી, દુઃખ મેટો અંતરજામી. ૩૧. મેરે અવગુણ ન ચિતારો, પ્રભુ અપનો બિરુદ નિહારી; સબ દોષરહિત કરી સ્વામી, દુ:ખ મેટલું અંતરજામી. ૩૨. ઈન્દ્રાદિક પદવી ન ચાહું, વિષયનિમેં નાહિ લુભાઊં; રાગાદિક દોષ હરીજે, પરમાતમ નિજપદ દીજે. ૩૩.
(દોહા) દોષરહિત જિનદેવજી, નિજપદ દાજ્યો મોય; સબ જીવનકૈ સુખ બહૈં, આનંદ મંગલ હોય. ૩૪. અનુભવ માણિક પારખી, જો હરી આપ જિનંદ; યેહિ વર મોહિ દીજિયે, ચરન-શરન આનંદ. ૩૫.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૦
બૃહદ્ – આલોચનાદિ ધ સંગ્રહ
-
૮. મેરી ભાવના
જિસને રાગદ્વેષકામાદિક જીતે, સબ જગ જાન લિયા, સબ જીવોં કો મોક્ષમાર્ગકા નિઃસ્પૃહ હો, ઉપદેશ દિયા; બુધ્ધ વીર જિન હરિ હર બ્રહ્મા, યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિભાવસે પ્રેરિત હો યહ, ચિત્ત ઉસમેં લીન રહો. ૧. વિષયોંકી આશા નહિ જિનકે, સામ્યભાવ ધન રખતે હૈ, નિજ પરકે હિત સાધનમેં જો, નિશદિન તત્પર રહતે હૈ, સ્વાર્થત્યાગકી કઠિન તપસ્યા, બિના ખેદ જો કરતે હૈં, ઐસે જ્ઞાની સાધુ જગતકે, દુઃખસમૂહકો હરતે હૈં. ૨. રહે સદા સત્સંગ ઉન્હીંકા, ધ્યાન ઉન્હેકા નિત્ય રહે, ઉનહી જૈસી ચર્યામેં યહ, ચિત્ત સદા અનુરક્ત રહે; નહીં સતાઊં કિસી જીવકો, ઝૂઠ કભી નહિ કહા કરું, પરધન વનિતા પર ન ઉભાઊં, સંતોષામૃત પિયા કરું. ૩. અહંકારકા ભાવ ન રકખું, નહીં કિસી પર ક્રોધ કરું, દેખ દૂસરોંકી બઢતીકો, કભી ન ઈષ-ભાવ ધરું; રહે ભાવના ઐસી મેરી, સરલ સત્ય વ્યવહાર કરું, બને જહાં તક ઈસ જીવનમેં, ઔરોંકા ઉપકાર કરું. ૪. મૈત્રીભાવ જગતમેં મેરા, સબ જીવસે નિત્ય રહે, દીન દુ:ખી જીવો પર મેરે, ઉરસે કરુણાસ્રોત બહે; દુર્જન-જૂર-કુમાર્ગરત પર, ક્ષોભ નહીં મુઝકો આવે, સામ્યભાવ રખું મેં ઉન પર, ઐસી પરિણતિ હો જાવે. ૫.
Page #26
--------------------------------------------------------------------------
________________
આલોચનાદિ વધે સંગ્રહ
ગુણીજનોંકો દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે, બને જહાં તક ઉનકી સેવા, કરકે યહ મન સુખ પાવે; હોઊં નહીં કૃતઘ્ન કભી મૈ, દ્રોહ ન મેરે ૨ આવે, ગુણ-ગ્રહણકા ભાવ રહે નિત, દ્રષ્ટિ ન દોષોં પર જાવે. કોઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખોં વર્ષો તક જીĒ યા, મૃત્યુ આજ હી આ જાવે; અથવા કોઈ કૈસા હી ભય, યા લાલચ દેને આવે, તો ભી ન્યાય માર્ગસે મે૨ા, કભી ન પગ ગિને પાવે. હોકર સુખમેં મગ્ન ન ફૂલે, દુઃખમેં કભી ન ઘબરાવે, પર્વત નદી સ્મશાન ભયાનક, અટવીસે નહિ ભય ખાવે; રહે અડોલ અકંપ નિરંતર, યહ મન દ્રઢતર બન જાવે, ઈષ્ટવિયોગ-અનિષ્ટયોગમેં, સહનશીલતા દિખલાવે. સુખી રહે સબ જીવ જગતકે, કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ, નિત્ય નયે મંગલ ગાવે; ઘર ઘર ચર્ચા રહે ધર્મકી, દુષ્કૃત દુષ્કર હો જાવે, જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મફલ સબ પાવે. ઈતિ-ભીતિ વ્યાપે નહિ જગમેં, વૃષ્ટિ સમય૫૨ હુઆ કરે, ધર્મનિષ્ઠ હોકર રાજા ભી, ન્યાય પ્રજાકા કિયા કરે; રોગ-મરી-દુર્ભિક્ષ ન ફૈલે, પ્રજા શાંતિસે જિયા કરે, પરમ અહિંસા-ધર્મ જગતમેં, ફૈલ સર્વ હિત કિયા કરે. ફૈલે પ્રેમ પરસ્પર જગમેં, મોહ દૂર ૫૨ રહા કરે, અપ્રિય કટુક કઠોર શબ્દ નહિ, કોઈ મુખસે કહા કરે; બત્તકર સબ ‘યુગ-વીર' હૃદયસે, દેશોન્નતિરત રહા કરે, વસ્તુસ્વરૂપ વિચાર ખુશીસે, સબ દુ:ખ-સંકટ સહા કરે.
બૃહદ્
-
૧૧
E.
૭.
૮.
૯.
૧૦.
૧૧.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨
બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ
www
૯. સાયંકાળની સ્તુતિ તથા દેવવંદન
મહાદેવ્યાઃ કુક્ષિરત્ન, શબ્દજીતવરાત્મજમ્; રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચનદાયકમ્
૧.
.
·
જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. ૐકાર બિંદુસંયુક્ત, નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ, કારાય નમોનમઃ. ૨. મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિત્તૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ૪. મહાત્વ મહનીય મહઃ, મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ. તીન ભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. દર્શનં દેવદેવસ્ય, દર્શનં પાપનાશનમ્; દર્શન સ્વર્ગસોપાનં, દર્શનં મોક્ષસાધનમ્. દર્શનાદ્ દુરિતધ્વસિ, વંદનાદ્ વાંછિતપ્રદઃ; પૂજનાત્ પૂરકઃ શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરક્રમઃ. પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; પ્રભુદર્શનસેં પામીએ, સકલ મનોરથ - સિદ્ધિ. ૯. બ્રહ્માનંદ પરમસુખદ, કેવલ જ્ઞાનમૂર્તિમ્, દ્વન્દાતીત ગગનસદ્રશં, તત્ત્વમસ્યાદિ લક્ષ્યમુ;
૩.
૫.
૬.
૮.
Page #28
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંaas
૧૩
૧૪.
એક નિત્ય વિમલચલ, સર્વદા સાક્ષીભૂતમ્; ભાવાતીત ત્રિગુણરહિત, સદ્ગુરુ ત નમામિ. ૧૦. આનન્દમાનન્દકર પ્રસન્ન, જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્; યોગીન્દ્રમીડ્યું ભવરોગવૈદ્ય, શ્રીમદ્ ગુરુ નિત્યમાં નમામિ. ૧૧. શ્રીમદ્ પરબ્રહ્મગુરુ વદામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું નમામિ; શ્રીમદ્ પરબ્રહ્મગુરુ ભજામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું સ્મરામિ. ૧૨.
ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર, ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મ શ્રી ગુરુવે નમઃ. ૧૩. ધ્યાનમૂલ ગુરુમૂર્તિ , પૂજા મૂલં ગુરુપદમ્; મંત્રમૂલે ગુરુવાક્ય, મોક્ષમૂલં ગુરુકૃપા. અખંડમંડલાકાર, વ્યાપ્ત યેન ચરાચરમ્; તત્પદ દર્શિતં યેન, તસ્મ શ્રી ગુરુવે નમઃ. ૧૫. અજ્ઞાનતિમિરાન્ધાનાં, જ્ઞાનાંજનશલાક્યા; ચક્ષુરુન્મીલિતં યેન, તમૈ શ્રી ગુરુવે નમઃ. ૧૬ . ધ્યાનધૂપ મન:પુષ્પ, પંચેન્દ્રિય હુતાશનમ્;
ક્ષમાજાપ સંતોષપૂજા, પૂજ્યો દેવો નિરંજન. ૧૭. દેવેષ દેવોસ્તુ નિરંજનો મે, ગુરુગુરુધ્વસ્ત દમી શમી મે; ધર્મેષ ધર્મોડસ્તુ દયા પરો મે, ત્રીવ તત્ત્વાનિ ભવે ભવે મે. ૧૮.
પરાત્પર ગુરવે નમઃ, પરંપરાચાર્ય ગુરવે નમઃ; પરમ ગુરવે નમઃ, સાક્ષાત પ્રત્યક્ષ સદ્ગુરવે નમોનમઃ. ૧૯. અહો! અહો! શ્રી સદ્દગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૪
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંયડ
શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. (નમસ્કાર)
જ્ય જ્ય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન, ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસિહિયાએ મર્ત્યએણ વંદામિ.
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. (નમસ્કાર)
મર્ત્યએણ વંદામિ.
જ્ય જ્ય ગુરુદેવ ! દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. (નમસ્કાર)
મર્ત્યએણ વંદામિ.
જ્ય જ્ય ગુરુદેવ ! નમોડસ્તુ નમોડસ્તુ નમોડસ્તુ, શરણં, શરણં, શરણું, ત્રિકાલ શરણે, ભવોભવ શરણં, સદ્ગુરુશરણં, સદા
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૨૫.
૨૬.
Page #30
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંas
૧૫
સર્વદા, ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હો, વિનય વંદન હો, સમયાત્મક વંદન હો; નમોડસ્તુ જય ગુરુદેવ શાંતિ; પરમ તારુ, પરમ સજ્જન, પરમ હેતુ, પરમદયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણી સુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, “મા હણો મા હણો' શબ્દના કરનાર, આપકે ચરણકમળમેં મેરા મસ્તક, આપકે ચરણકમળ મેરે હ્યદયકમળમેં અખંડપણે, સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે, સત્પષકા સસ્વરૂપ, મેરે ચિત્તસ્મૃતિકે પટ પર ટંકોત્કીર્ણવત્ સદોદિત, જયવંત રહે, જયવંત
રહે.
આનંદમાનન્દકર પ્રસન્ન, જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્; યોગીન્દ્રમીયું ભવરોગવૈદ્ય, શ્રીમદ્દગુરુ નિત્યમાં નમામિ.
૧૦. ગુણસ્થાન આરોહણ ક્રમ (અપૂર્વ અવસર)
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરીશું કવ મહત્ પુરુષને પંથ જો ? અપૂર્વ. ૧. સર્વ ભાવથી દાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત મૂછ નવ જોય જો. અપૂર્વ. ૨.
Page #31
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુધ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ. ૩. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વ દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ. ૪. સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆશા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ. ૫. પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્રો ને કાળ, બાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ. ૬. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો . અપૂર્વ. ૭. બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો . અપૂર્વ. ૮.
Page #32
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૭. નગ્નભાવ મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધો વન આદિ પરમ પ્રસિદ્ધ જો ; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ, ૯. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં નાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ, ૧૦. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિહ સંયોગ જો; અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમમિત્રાનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ. ૧૧. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ. ૧૨. એમ પરાજ્ય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વભાવ જો; શ્રેણી ક્ષપકવણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ. ૧૩. મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો . અપૂર્વ. ૧૪.
Page #33
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ ધ સંaas ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવના બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ. ૧૫. વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃત્તિ માત્રા જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ. ૧૬. મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ. ૧૭. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ. ૧૮. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ, ૧૯. જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ, ૨૦.
Page #34
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ
-
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથરૂપ જો ; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ, ૨૧.
૧૯
૧૧. મૂળમાર્ગ રહસ્ય
મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂ. નો’ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ. મૂ.૧, કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત; મૂ. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂ.૨. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ; મૂ. જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યુ સિદ્ધાંતે બુધ. મૂ.૩. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; મૂ. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂ.૪. હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ; મૂ. તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂ.૫. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; મૂ. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂ.૬. તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂ. જેનું બીજું નામ સમકિત. મૂ.૭.
,
જે જ્ઞાને કરીને જાણિયું રે, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂ. તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. રૂ.૮.
Page #35
--------------------------------------------------------------------------
________________
ક્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ; મૂ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ. મૂ.૯. એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; મૂ. ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂ.૧૦. એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષ મારગનું શુદ્ધ સ્વરૂપ; મૂ. ભવ્ય જનોના હિતને કા૨ણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ.મૂ.૧૧.
૨૦
૧૨. આલોચનાનાં પદો (૧)
૧.
વીતરાગ શાસન વિષે, વીતરાગતા હોય; જહાં કષાયકી પોષણા, કષાય શાસન સોય. આત્માર્થે કરીએ ખામના, સબ દોષ પાપ હો જાય ફના; સબ દોષ પાપ હો જાય ફના, આત્માર્થે કરીએ ખામના – એ ટેક.. દવિધ સુધર્મ-કલ્પતરુમેં, ક્ષમાધર્મ આદિ ગના- (૨) આ. ૧. મુનિકો પક્ષ, શ્રાદ્ધ ચૌમાસી, સંવત્સર સમકિતીતના- (૨) આ. ૨. ઈન હદ તક અવિરાધના આખી, અતઃ પરં વિરાધના- (૨) આ. ૩. પ્રત્યક્ષ અરુ પરોક્ષ ઉભયવિધિ, ક્ષમાપનાકી આગના- (૨) આ. ૪. અવલ હી નિજ ઉપકારી પ્રત્યે, કીજે ક્ષમાકી પ્રયાચના- (૨) આ. ૫. અસિઆઉસા-પરમેષ્ઠિ પણ, સાધર્મી અરુ સજ્જના- (૨) આ. ૬. તત્પશ્ચાત્ ચૌરાસીવાસી, સાથે કીજે ક્ષમાપના- (૨) આ. ૭. ભૂતકાલકી ક્ષમા સફલ જબ, હોય ભવિષ્યકી પ્રતિગના- (૨) આ. ૮.
Page #36
--------------------------------------------------------------------------
________________
બઇ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
૨૧
અસમર્થકો રક્ષણ શાંતિ, સમર્થકું ભૂષણ ભના-(૨) આ. ૯. શ્રીમદ્ વીતરાગ શાસનમેં, ઉત્તમ ક્ષમાની સ્થાપના-(૨) આ. ૧૦. તાતે ક્ષમી ક્ષમાવી, ભાવો-રત્નત્રયકી ભાવના-(૨) આ. ૧૧.
(૨)
જગદ્ ભૂષણ જિનવરા, જગદ્ વંદ્ય જગમાંય; યજ્ઞ કર્મના દૂષણને, પાવન કરો પળમાંય.
સ્વધર્મ બંધુ કીધાં હશે કુકર્મ દહે, તમ પ્રતિ આ વરસમાં, છોડ્યાં હશે વળી વાફશસ્ત્રો, તમ પ્રતિ આ વરસમાં; ચિંતવ્યું હશે બૂરું તમારું, મન મહીં આ વરસમાં; દોષ અગણિત મમ થકી, એવા થયા આ વરસમાં. દોષનો દેણદાર હું, દેવું પતાવા મરું મથી, મા મૂડી વિણ લાજ પ્રભુજી, હાથ મુજ રહેવી નથી; બાંધવ બની બંધ વાળજો, હિસાબ એ મૂડી થકી; જંજીર જડેલાં હાલ તોડો, કાલ મૃત્યુ છે નકી.
સ્કૃતિનું સરોવર જોઈએ તેવું નિર્મળ નહીં હોવાથી જન્મ પામેલી હશે” એવી ઉડાઉ કબૂલાત માફીની પરમ જિજ્ઞાસાને લેશ પણ ક્ષીણ કરતી નથી, એમ વિચારશો.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨ ૨
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
દોષના દાવાનલને બુઝાવનાર પરમ શીતલમય પર્વનો અભૂત અનુભવ માત્ર દોષ રહિત વિરલાને જ થાય. મમ જેવા રાંકને શું?
એ જ નામું માંડી વાળવા વિનંતિ.
મિચ્છા મિ દુક્કડ.
આ ભવને ભવોભવ મહીં, થયું વેર વિરોધ; અંધ બની અજ્ઞાનથી, કર્યો અતિશય ક્રોધ,
તે સવિ મિચ્છા મિ દુક્કડં. જીવ ખમાવું છું સવિ, ક્ષમા કરજો સદાય; વેર વિરોધ ટળી જજો, અક્ષય પદ સુખ સોય,
સમભાવી આતમ થશે. ભારે કર્મી જીવડા, પીવે વેરનું ઝેર; ભવ અટવીમાં તે ભમે, પામે નહિ શિવ લહેર,
ધર્મનું મર્મ વિચારજો .
૧૩. અશુદ્ધાત્માની પ્રાર્થના અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે. -
હે પરમેશ્વર! શુદ્ધાત્મા! મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય! મારા હૃદયમાં આવ.
Page #38
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
૨૩
હે શીલના સ્વામી!મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે જેથી હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને ભોગવવાને તે આપ્યું તે હું ના ચાહું.
તું નિષ્પાપ, પૂર્ણ પવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર. મને પાપરહિત કર. જ્ઞાન, વૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારાં પવિત્ર વચનથી મારાં પાપ ધો.
હે આનંદ! મને આનંદથી ભરપૂર કર, મને તારી તરફ ખેંચ. હે દેવ! મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ થશે?
હું પાપમાં બૂડી રહ્યો છું. હરઘડી પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારી કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા મને દર વખતે ચેતવે છે કે આ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર.
તારી સર્વ આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મોહ શત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ, પડવા ન દે. મને તારામાં રાખ, તું મારામાં રહે. જે તારી કૃપા નજર થઈ તે પૂરી કર.
તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક તારી શાંતિના સમુદ્રમાં મને ઝિલાવ. તારો સર્વે મહિમા મને દેખાડ.
તું આનંદ છે, તું પ્રેમ છે, તું દયાછે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તું નિર્ભયછે, તું એક શુદ્ધ અને નિત્ય છે, તું અબાધિત છે. તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર.
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૪
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
દૈહિક કામનાથી અને વિષયની ભીખથી મારા દિલને વાર. કષાયની તપ્તિથી બચાવ. મારા સર્વે વિઘ્નો દૂર કર, કે જેથી સ્થિરતા અને આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું.
મારી સર્વે શુભેચ્છા તારા વચનપસાયથી પૂર. સાચા માર્ગ બતાવનાર ગુરુના પસાયથી પૂર. મને જૂઠા હઠવાદથી અને જૂઠા ધર્મથી છોડાવ. કુગુરુના ફંદથી બચાવ.
તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામ્યો છું તે સર્વે શક્તિ હું ખોટા વા પાપના કામમાં ન વાપરું, અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ.
તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં, કોઈને દુઃખનું કારણ ન થાઉં; માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર, અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હંમેશાં બચાવ.
૧૪. રનાકર પચ્ચીશી
(હરિગીત છંદ) મંદિર છો મુક્તિ તણાં, માંગલ્ય ક્રીડાના પ્રભુ, ને ઈન્દ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ; સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના, જય પામ તું! જય પામ તું! ભંડાર જ્ઞાનકળા તણાં. ૧. ત્રણ જગતના આધારને, અવતાર હો કરુણા તણાં, વળી વૈઘ હો દુર્વાર આ, સંસારના દુઃખો તણાં; વીતરાગ વલ્લભ વિશ્વના, તુજ પાસ અરજી ઉચ્ચરું, જાણો છતાં પણ કહી અને આ, હૃદય હું ખાલી કરું. ૨.
Page #40
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંવાદ
૨૫
શું બાળકો મા બાપ પાસે, બાળક્રીડા નવ કરે? ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ ઉચ્ચરે? તેમજ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું, તેમાં કશું, ખોટું નથી. ૩. મેં દાન તો દીધું નહીં ને, શિયળ પણ પાળ્યું નહીં, તપથી દમી કાયા નહીં, શુભ ભાવ પણ ભાવ્યો નહીં; એ ચાર ભેદ ધર્મમાંથી, કાંઈ પણ પ્રભુ નવ કર્યું, મારું ભ્રમણ ભવસાયરે, નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪. હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે હું, કેમ કરી ધ્યાવું તને; મન મારું માયાજાળમાં, મોહન મહા મુંઝાય છે, ચડી ચાર ચોરો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે. ૫. મેં પરભવે કે આ ભવે, હિત કાંઈ પણ કીધું નહીં, તેથી કરી સંસારમાં, સુખ અલ્પ પણ પામ્યો નહીં; જન્મો અમારા જિનજી, ભવપૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા. ૬. અમૃત ઝરે તુજ મુખ રૂપી, ચંદ્રથી તો પણ વિભુ! ભીંજાય નહીં મુજ મન અરે રે! શું કરું હું તો પ્રભુ! . પથ્થર થકી પણ કઠણ મારું, મન ખરે! ક્યાંથી દ્રવે! મર્કટ સમા આ મન થકી, હું તો પ્રભુ હાર્યો હવે. ૭. ભમતા મહા ભવસાયરે, પામ્યો પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી, રત્નરાય દુષ્કર ઘણાં; તે પણ ગયાં પ્રમાદના, વશથી પ્રભુ કહું છું ખરું,
કોની કને કિરતાર આ, પોકાર જઈને હું કરું. ૮.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૬
બૃહદ્ – આલોચનાદિ ધ સંવાદ
ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું. ૯. મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, ને નેત્રાને નિદિત કર્યા, પરનારીમાં લપટાઈને; વળી ચિત્તને દોષિત કર્યું, ચિતી નઠારું પરતણું, હે નાથ! મારું શું થશે? ચાલાક થઈ ચૂક્યો ઘણું. ૧૦. કરે કાળજાને કતલ પીડા, કામની બિહામણી, તે વિષયમાં બની અંધ હું, વિટંબણા પામ્યો ઘણી; તે પણ પ્રકાશ્ય લાજ લાવી, આજ આપ તણી કને, જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને. ૧૧. નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રના વાક્યો વડે, હણી આગમોની વાણીને; કુદેવની સંગત થકી, કર્મો નકામાં આચર્યા, મતિ ભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ ટુકડા મેં ગ્રહ્યા. ૧૨. આવેલ દ્રષ્ટિમાર્ગમાં, મૂકી મહાવીર આપને, મેં મૂઢધીએ હૃદયમાં, ધ્યાયા મદનના ચાપને; નેટબાણો ને પયોધર, નાભિ ને સુંદર કટિ, શણગાર સુંદરીઓ તણા, છટકેલ થઈ જોયા અતિ. ૧૩. મૃગનયણીસમ નારી તણા, મુખચંદ્રને નીરખાવતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગૂઢો અતિ; તે શ્રતરૂપ સમુદ્રમાં, ધોયા છતાં જાતો નથી, તેનું કહો કારણ તમે, બચું કેમ હું આ પાપથી. ૧૪.
Page #42
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
૨૭
સુંદર નથી આ શરીર કે, સમુદાય ગુણ તણો નથી, ઉત્તમ વિલાસ કળા તણો, દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ, અભિમાનથી અક્કડ ફરું, ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખેલ્યા કરું. ૧૫. આયુષ્ય ઘટતું જાય તોપણ, પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરું યત્ન પણ, હું ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું, પાયા વિનાનાં ઘર ચણું. ૧૬. આ ભવ નથી પરભવ નથી, વળી પાપ પુણ્ય કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં, ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા જ્ઞાને કરી, પ્રભુ આપશ્રી તો પણ અરે, દીવો લઈ કૂવે પડ્ડયો, ધિક્કાર છે મુજને ખરે! ૧૭. મેં ચિત્તથી નહીં દેવની, કે પાત્રની પૂજા ચહી, ને સાધુઓ કે શ્રાવકોનો, ધર્મ પણ પાળ્યો નહીં; પામ્યો પ્રભુ નરભવ છતાં, રણમાં રહ્યા જેવું થયું, ધોબીતણા કુત્તા સમું, મમ જીવન સહું એળે ગયું. ૧૮. હું કામધેનુ કલ્પતરુ, ચિતામણીના પ્યારમાં, ખોટું છતાં ઝંખ્યો ઘણું, બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર તારો, ધર્મ મેં સેવ્યો નહીં, મુજ મૂર્ખ ભાવોને નિહાળી, નાથ કર કરુણા કંઈ. ૧૯. મેં ભોગ સારા ચિંતવ્યા તે, રોગ સમ ચિત્યા નહીં, આગમન ઈયું ધન તણું, પણ મૃત્યુને પ્રીછુયું નહીં; નહીં ચિતવ્યું મેં નર્ક કારાગૃહ, સમી છે નારીઓ, મધુબિંદુની આશામહીં, ભયમારા હું ભૂલી ગયો. ૨૦.
Page #43
--------------------------------------------------------------------------
________________
૨.૮
વૃદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
હું શુદ્ધ આચારો વડે, સાધુ હૃદયમાં નવ રહો, કરી કામ પર ઉપકારનાં, યશ પણ ઉપાર્જન નવ કર્યો; વળી તીર્થના ઉદ્ધાર આદિ, કોઈ કાર્યો નવ કર્યા, ફોગટ અરે! આ લક્ષ ચોરાશી, તણા ફેરા ફર્યા. ૨૧. ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો, રંગ લાગ્યો નહીં અને, દુર્જન તણાં વાક્યો મહીં, શાંતિ મળે ક્યાંથી મને? તરું કેમ હું સંસાર આ, અધ્યાત્મ તો છે નહીં જરી, તૂટેલ તળિયાનો ઘડો, જળથી ભરાયે કયમ કરી. ૨૨. મેં પરભવે નથી પુણ્ય કીધું, ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો, ક્યાંથી થશે હે નાથજી? ભૂત-ભાવી ને સાંપ્રત ત્રણે, ભવ નાથ હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું, આકાશમાં લટકી રહ્યો. ૨૩. અથવા નકામું આપ પાસે, નાથ શું બકવું ઘણું, હે દેવતાના પૂજ્ય! આ, ચારિત્રા મુજ પોતાતણું; જાણો સ્વરૂપ ત્રણ લોકનું, તો મારું શું માત્ર આ, જ્યાં ક્રોડનો હિસાબ નહીં, ત્યાં પાઈની તો વાત ક્યાં? ૨૪.
“શાર્દૂલવિક્રીડિત” તારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ, મારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતાં જડે હે વિભુ! મુક્તિમંગળ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષમી તણી, આપો સમ્યગ્રરત્ન શ્યામજીવને, તો તૃપ્તિ થાયે ઘણી. ૨૫.
-----------
Page #44
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્ય સંગ્રહ
૧૫. ક્ષમાપના (શિક્ષાપાઠ ૫૬)
હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડયોછું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયોછું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહુંછું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચા૨થી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરેછે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છુંછું.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૯
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૦
બૃહદ્ – આલોચનાદિ વધે સંવાદ ૧૬. વીતરાગનો કહેલો .....
(પત્રાંક ૫૦૫)
વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અધિકારીપણાને લીધે તથા પુરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.
આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ!!
હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા!! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સપુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.
- ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૭.
(હાથનોંધ ૨/૧૯) હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ! હે મોહદયા ! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #46
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંવાદ
૩૧ ૧૮. દુર્લભ એવો મનુષ્યદેહ.....
(પત્રાંક – ૬૯૨) દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરૂષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો.
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૨
બૃહદ્ – આલોચનાદિ ધ સંગ્રહ
૧૯. અંતમંગળ તથા પ્રણિપાતસ્તુતિ અહો! અહો! શ્રી સદ્ગર, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતુ, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળમાર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈપણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #48
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ - આલોચનાદિ uધ સંગ્રહ
૩૩
૨૦. ક્ષમાપનાપાઠનું પધ
(શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત) હે નાથ! ભૂલી હું ભવસાગરમાં ભટક્યો; નહિ અધમ કામ કરતાં, હું કદી પણ અટક્યો. તમ વચન અમૂલખ, લક્ષમાંહી નહિ લીધાં; નહિ તત્ત્વ વિચારથી, કહ્યાં તમારાં કીધાં. સેવ્યું નહિ ઉત્તમ, શીલ પ્રણીત તમારું; તજી યાદી આપની, મેં જ બગાડ્યું મારું. પ્રભુ! દયા, શાંતિ ને ક્ષમા આદિ મેં છોડી; વળી પવિત્રતાની, ઓળખાણ પણ તોડી. હું ભૂલ્યો, આથડ્યો, અને રખડ્યો ભારી; આ સંસારે વિભુ, વિટંબના થઈ મારી. હું પાપી મદોન્મત્ત, મલિન કર્મના રજથી; વિણ તત્ત્વ મોક્ષ મેળવાય નહીં, પ્રભુ મુજથી. હે પરમાત્મા! હું પ્રપંચમાંહી પડ્યો છું; હું મૂઢ, નિરાશ્રિત, મહા ખુવાર બન્યો છું. બની અંધ અમિત અજ્ઞાનથી ભૂલ્યો ભક્તિ; નથી નિશ્ચય મુજમાં, નાથ ! વિવેકની શક્તિ. ઓ રાગ રહિત પ્રભુ ! મુજને જાણી અનાથ; આ દીન દાસનો ગ્રહો હેતથી હાથ. હું શરણ હવે તો ગ્રહણ કરું છું તમારું; તુમ ધર્મ સાથ તુમ મુનિનું શરણ સ્વીકારું.
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪
બૃહદ્ આલોચનાદિ વધે સંગ્રહ
-
હું માંગુ છું પ્રભુ ! મુજ અપરાધની માફી; કરી દીઓ પાપથી મુક્ત, કહું પછી કાંહી. એ અભિલાષા અવિનાશી, પૂરણ કરજો; મુજ દોષ દયાનિધિ, દેવ, દિલે નવિ ધરજો. હું પાપનો પશ્ચાતાપ હવે કરું છું; વળી સૂક્ષ્મ વિચારથી, સદા ઊંડો ઊતરું છું. તુમ તત્ત્વ ચમત્કૃતિ, નજરે તૂર્ત તરે છે; એ મુજ સ્વરૂપનો, વિકાસ નાથ કરે છે. છો આપ નીરાગી, અનંત ને અવિકારી; વળી સ્વરૂપ સત્ ચિદાનંદ ગણું સુખકારી, છો સહજાનંદી અનંતદર્શી જ્ઞાની; ત્રૈલોક્ય પ્રકાશક, નાથ! શું આપું નિશાની ? મુજ હિત અર્થે દઉં, સાક્ષી માત્ર તમારી; હું ક્ષમા ચાહું, મતિ સદા આપજો સારી. તુમ પ્રણીત તત્ત્વમાં, શંકાશીલ ન થાઉં; જે આપ બતાવો, માર્ગ ત્યાં જ હું જાઉં. મુજ આકાંક્ષા ને, વૃત્તિ એવી નિત્ય થાજો; લઈ શકું જેથી હું, મહદ્ મુક્તિનો લાવો. હે સર્વજ્ઞ પ્રભુ! શું વિશેષ કહું હું તમને; નથી લેશ અજાણ્યું, આપથી નિશ્ચય મુજને હું કેવળ પશ્ચાતાપથી દિલ દહું છું; મુજ કર્મજન્ય પાપની ક્ષમા ચાહું છું . ૐ શાંતિ શાંતિ, કરો કૃપાળુ શાંતિ; ગુરુ રાજચંદ્ર જિન વચન, હરો મમ ભ્રાંતિ.
Page #50
--------------------------------------------------------------------------
________________
વૃદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
૩પ
૨૧. શ્રી બૃહદ્ - આલોચના (શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત)
દોહા સિદ્ધ શ્રી પરમાતમા, અરિગંજન અરિહંત; ઈષ્ટ દેવ વંદુ સદા, ભયભંજન ભગવંત. ૧. અરિહા સિદ્ધ સમરું સદા, આચારજ ઉવઝાય; સાધુ સકળકે ચરનકું, વંદું શિષ નમાય. ૨. શાસન નાયક સમરિયે, ભગવંત વીર જિનંદ; અલિયલ વિઘન દૂરે હરે, આપે પરમાનંદ. ૩. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; શ્રીગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર. ૪. શ્રી ગુરુદેવ પ્રસાદસે, હોત મનોરથ સિદ્ધ; ઘન વરસત વેલી તરુ, ફૂલ ફલનકી વૃદ્ધ. ૫. પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર પહિચાન; કર્મ અરિ ભાજે સબી, હવે પરમ કલ્યાન. ૬. શ્રી જિનયુગ પદકમળમેં, મુજ મન ભ્રમર વસાય; કબ ઊગે વો દિનકર, શ્રીમુખ દરિસન પાય. ૭. પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત; કથન કરી અબ જીવકો, કિંચિત મુજ રવિરતંત. ૮.
૧ અનિષ્ટ. ૨ વૃત્તાંત, વર્તન
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૬
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
આરંભ વિષય કષાયવશ, ભમિયો કાળ અનંત; લક્ષચોરાશી યોનિમેં, અબ તારો ભગવંત. ૯. દેવ ગુરુ ધર્મ સૂકામે, નવ તત્ત્વાદિક જોય;
અધિકા ઓછા જે કહ્યા, મિથ્યા દુષ્કૃત મોય. ૧૦. મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈદ્યરાજ ગુરુ શરણથી, ઔષધ જ્ઞાન વિરાગ. ૧૧. જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; પ્રભુ તમારી સાખર્ચો, વારંવાર ધિક્કાર. ૧૨. બુરા બુરા સબકો કહે, બુરા ન દીસે કોઈ ; જો ઘટ શોધે આપનો, મોસું બુરા ન કોઈ. ૧૩. કહેવામાં આવે નહીં, અવગુણ ભર્યા અનંત; લિખવામાં કયું કર લિખું, જાણો શ્રી ભગવંત. ૧૪. કરુણાનિધિ કૃપા કરી, કર્મ કઠિન મુજ છેદ; મિથ્યા મોહ અજ્ઞાનકો, કરજો ગ્રંથિ ભેદ. ૧૫. પતિત ઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર; ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર. ૧૬. માફ કરો સબ માહરા, આજ તલકના દોષ; દીનદયાળુ દો મુઝે, શ્રદ્ધા શીલ સંતોષ. ૧૭. આતમનિંદા શુદ્ધ બની, ગુનવંત વંદન ભાવ; રાગદ્વેષ પતલા કરી, સબસે ખીમત ખીમાવ. ૧૮.
૧. મારાં માઠાં કામ નિષ્ફળ થાઓ. ૨. ક્ષમી ક્ષમાવો.
Page #52
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ
-
છૂટું પિછલાં પાપસે, નવાં ન બાંધું કોઈ; શ્રી ગુરુદેવ પ્રસાદસેં, સફલ મનોરથ હોઈ. પરિગ્રહ મમતા તજી કરી, પંચમહાવ્રત ધાર; અંત સમય આલોચના, કરૂં સંથારો સાર. તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન્ન; શક્તિ સાર૧ વર્તે સહી, પાવે શિવસુખ ધન્ન. અરિહા દેવ, નિગ્રંથ ગુરુ, સંવર નિર્જર ધર્મ; આગમ શ્રી વલી કથિત, એહિ જૈન મત મર્મ. આરંભ વિષયકષાય તજ, શુદ્ધ સમકિત વ્રત ધાર; જિન આજ્ઞા પરમાન કર, નિશ્ચય ખેવો પાર. ક્ષણ નિકમો રહનો નહીં, કરનો આતમ કામ; ભણનો ગુણનો શીખનો, રમનો જ્ઞાનારામ. અરિહા સિદ્ધ સબ સાધુજી, જિનાજ્ઞા ધર્મસાર; માંગલિક ઉત્તમ સદા, નિશ્ચય શરણાં ચાર. ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણકો ચાવ; નરભવ સફલો, જો કરે, દાન શીલ તપ ભાવ. દોહા
સિદ્ધો જૈસો જીવ હૈ, જીવ સોઈ સિદ્ધ હોય; કર્મ મેલકા અંતરા, બૂઝે વિરલા કોય. કર્મ પુદ્ગલ રૂપ હૈ, જીવરૂપ હૈ જ્ઞાન; દો મિલકર બહુ રૂપ હૈ, જવિછડ્યાં પદ નિરવાન. ૧. અનુસાર, પ્રમાણે. ૨. ઊતરો. ૩. ઉત્સાહ. ૪. છૂટાં થયે.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૨૫.
૨૬.
૧.
૨.
૩૭
Page #53
--------------------------------------------------------------------------
________________
-
૩૮
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ જીવ કરમ ભિન્ન ભિન્ન કરો, મનુષ જનમકું પાય; આત્મજ્ઞાન વૈરાગ્યસું, ધીરજ ધ્યાન જગાય. ૩. દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન; કાળ થકી રહે સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. ૪. ગર્ભિત પુદ્ગલ પિંડમેં, અલખ અમૂરતિ દેવ; ફિરે સહજ ભવચક્રમેં, યહ અનાદિકી ટેવ. ૫. ફૂલ અત્તર, ઘી દૂધમેં, તિલમેં તૈલ છિપાય; યું ચેતન જડ કરમ સંગ, બંધ્યો મમતા પાય. ૬. જો જો પુદ્ગલકી દશા, તે નિજમાને વહંસ; યાહી ભરમ વિભાવતે, બઢે કરમકો વંશ. ૭. રતન બંધ્યો ગઠડી વિષે, સૂર્ય છિપ્યો ઘનમાંહિ, સિંહ પિંજરામેં દિયો, જોર ચલે કછુ નહિ. ૮.
બંદર મદિરા પિયા, વિષ્ણુ પંકિત ગાત; ભૂત લગ્યો કૌતુક કરે, કમ કા ઉત્પાત. ૯. કર્મ સંગ જીવ મૂઢ હૈ, પાવે નાના રૂપ; કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ. ૧૦. શુદ્ધચેતન ઉજ્જવલ દરવ, રહ્યો કર્મમલ છાય; તપ સંયમસે ધોવતાં, જ્ઞાનજ્યોતિ ૩બઢ જાય. ૧૧. જ્ઞાન થકી જાને સકલ, દર્શન શ્રદ્ધા રૂપ; ચારિત્રથી આવત કે, તપસ્યા ક્ષપન સરૂપ. ૧૨.
૧. જીવ. ૨. દ્રવ્ય. ૩. વધી જાય.
Page #54
--------------------------------------------------------------------------
________________
૧૫.
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૩૯ કર્મ રૂપ મલકે શુધે, ચેતન ચાંદી રૂપ; નિર્મળ જ્યોતિ પ્રગટ ભયાં, કેવળજ્ઞાન અનૂપ. ૧૩. મૂસીન પાવક સોહગી, ફૂકાંતનો ઉપાય; રામચરણ ચારુ મિલ્યા, મૈલ કનકકી જાય. ૧૪. કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ; જ્ઞાન રૂપ ગુણ ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ. રાગદ્વેષ દો બીજમેં, કર્મબંધકી ૨વ્યાધ; આત્મજ્ઞાન વૈરાગ્યસે, પાવે મુક્તિ સમાધ. અવસર વીત્યો જાત હૈ, અપને વશ કછુ હોત; પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દીપક દીપકજ્યોત. કલ્પવૃક્ષ, ચિંતામણી, ઈન ભવમ્ સુખકાર; જ્ઞાન વૃદ્ધિ ઈનસે અધિક, ભવદુઃખ ભંજનહાર. રાઈમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન; યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમપ ધ્યાન. દૂજા કુછ ભી ન ચિંતીએ, કર્મબંધ બહુ દોષ; ત્રીજા ચોથા ધ્યાયકે, કરીએ મન સંતોષ. ૨૦. ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માંહિ. ૨૧.
-
--
---
૧. સોનું ગાળવાની કુલડી. ૨. વ્યાધિ, રોગ. ૩. સમાધિ, સુખ, ૪. પોતાના હાથમાં અવસર હોય ત્યારે કંઈ બને છે. ૫. આર્ત-દુઃખરૂપ પરિણામ. ૬. રૌદ્રપાપરૂપ પરિણામ. ૭. ધર્મ - શુભ ભાવરૂપ પરિણામ. ૮. શુક્લ - શુધ્ધ પરિણામ.
Page #55
--------------------------------------------------------------------------
________________
૪
)
ઇન્દ્ર – આલોચનાદિ ધ સંગ્રહ અહો ! સમદ્રષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જ્યુ) ધાવ ખિલાવે બાળ. ૨૨. સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાનીકે ઘટ માંહિ; ગિરિ સરર દીસે મુકરમેં, ભાર ભીંજવો નહિ. ૨૩. જો૪ જો પુદ્ગલ ફરસના, નિશ્ચ ફરસે સોય; મમતા સમતા ભાવસૅ, કરમ બંધ-ક્ષય હોય. ૨૪. બાંધ્યા સોહી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ; ફલ નિરજરા હોત હૈ, યહ સમાધિ ચિત્ત ચાવ. ૨૫. બાંધ્યાં બિન ભગતે નહીં, બિનભુગત્યાં ન છુટાય; આપ હી કરતા ભોગતા, આપ હી દૂર કરાય. પથ કુપથ ઘટવધ કરી, રોગ હાનિ વૃદ્ધિ થાય; પુણ્ય પાપ કિરિયા કરી, સુખ દુઃખ જગમેં પાય. ૨૭. સુખ દીધે સુખ હોત હૈ, દુઃખ દીધાં દુઃખ હોય; આપ હણે નહિ અવરકું, (તો) અપને હણે ન કોય. ૨૮. જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઈનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ. ૨૯. સત મત છોડો હો નરા! લક્ષ્મી ચૌગુની હોય; સુખ દુ:ખ રેખા કર્મકી, ટાલી ટલે ન કોય. ૩૦.
૨૬.
૧. પર્વત. ૨. સરોવર. ૩, દર્પણમાં. ૪, જે જે પુદ્ગલોનો સ્પર્શ થવાનો છે, તે નક્કી થશે. તેમાં મમતાભાવથી કર્મબંધ અને સમતાભાવથી કર્મક્ષય થાય છે. ૫. બાંધેલા કર્મ ભોગવતાં શુભાશુભ ભાવથી ફળ થાય છે. સમભાવમાં ચિત્ત હોય તો નિર્જરા થાય છે. ૬. ભોગવ્યા વિના.
Page #56
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
ગોધન ગજધન રતનધન, કંચન ખાન સુખાન; જબ આવે સંતોષધન, સબ ધન ધૂલ સમાન. ૩૧. શીલ રતન મહોટો રતન, સબ રતનાંકી ખાન; તીન લોકકી સંપદા, રહી શીલમેં આન. ૩૨. શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય જાવે સબ ભાગ. ૩૩. શીલ રતનકે પારખું, મીઠા બોલે બેન; સબ જગસે ઊંચા રહે, (જો) નીચાં રાખે નૈન. ૩૪. તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રોગ પાતિક ઝરે, દેખત વાકા મુખ. ૩૫.
દોહા
في
نه
પાન ખરંતાં ઈમ કહે, સુન તરુવર વનરાય; અબકે વિધુરે કબ મિલે, દૂર પડેંગે જાય. તબ તરુવર ઉત્તર દિયો, સુનો પત્ર એક બાત; ઇસ ઘર ઐસી રીત હૈ, એક આવત એક જાત. વરસ૪ દિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય; મૂરખ નર સમજે નહીં, વરસ ગાંઠકો જાય.
સોરઠો પવનપ તણો વિશ્વાસ, કિસ કારણ તે દ્રઢ કિયો?
ઈનકી એવી રીત, આવે કે આવે નહીં. ૪. ૧. આવીને. ૨. અથડાય. ૩. હમણાં છૂટાં પડેલા ક્યારે મળીશું? ૪. વર્ષગાંઠનો દિવસ ઊજવે છે. ૫. વા, શ્વાસોશ્વાસ.
به
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૨
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
દોહા કરજ૧ બિરાના કાઢકે, ખરચ કિયા બહુ નામ; * જબ મુદત પૂરી હુવે, દેના પડશે દામ. ૧. બિનું દિયા છૂટે નહીં, યહ નિશ્ચય કર માન; હસ હસકે ક્યું ખરચીએ, દામ બિરાના જાન. ૨. જીવ હિંસા કરતાં થક, લાગે મિષ્ટ અજ્ઞાન; જ્ઞાની ઈમ જાને સહી, વિષ મિલિયો પકવાન. ૩. કામ ભોગ પ્યારા લગે, ફલ કિંપાક સમાન; મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુઃખકી ખાન. ૪. જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન; સુખકારના પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. ૫. ડાભ અણી જલબિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુઃખજલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. ૬. ચઢ ઉત્તમ જહાંએ પતન, શિખર નહીં વો કૂપ; જિસસુખ અંદર દુઃખ વસે, સો સુખ ભી દુઃખરૂપ. ૭. જબ લગ જિનકે પુણ્યકા, પહોચે નહીં ૪કરાર; તબ લગ ઉસકો માફ હૈ, અવગુન કરે હજાર. ૮. પુણ્ય ખીન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ; દાજે વનકી લાકરી, પ્રજલે આપોઆપ. ૯.
૧. પારકા વ્યાજે લાવી. ૨. અજ્ઞાનીને. ૩. ઝેરી ઝાડનું નામ. ૪. મુદત પૂરી થઈ નથી.
Page #58
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદ પ્રદ્યે સંગ્રહ
પાપ છિપાયાં ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહે, રૂઈ લપેટી આગ. બહુ વીતી થોડી રહી, અબ તો સુરત૧ સંભાર; પરભવ નિશ્ચય ચાલનો, વૃથા જન્મ મત હાર. ચાર કોશ ગ્રામાંતરે, ખરચી બાંધે લાર; પરભવ નિશ્ચય જાવણો, કરીએ ધર્મ વિચાર. ૨જ વિરજ ઊંચી ગઈ, નરમાઈકે પાન; પત્થર ઠોકર ખાત હૈ, કરડાઈકે જતાન. અવગુન ઉર ધરીએ નહીં, જો હવે વિરખ બબૂલ; ગુન લીજે કાલુ કહે, નહીં છાયામેં સૂલ. જૈસી જાપે વસ્તુ હૈ, વૈસી દે દિખલાય; વાકા બુરા ન માનીએ, કહાં લેને વો જાય ? ગુરુ કારીગર સારિખા, ટાંકી૬ વચન વિચાર; પત્થરસે પ્રતિમા કરે, પૂજા લહે અપાર. સંતનકી સેવા કિયાં પ્રભુ રીઝત હૈં આપ; જાકા બાલ ખિલાઈએ, તાકા રીઝત બાપ. ભવસાગર સંસારમેં, દીપા શ્રી જિનરાજ; ઉદ્યમ કરી પ્હોંચે તીરે, બેઠી ધર્મ જહાજ. નિજ આતમકું દમન કર, પર આતમકું ચીન; પરમાતમકો ભજન કર, સોઈ મત પરવીન.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૧. લક્ષ. ૨. સાથે. ૩. નરમાશપણાથી. ૪. તન્મયપણું. ૫. બાવળનું વૃક્ષ.
૬.
ટાંકણારૂપ વચન ગણ.
૪૩
Page #59
--------------------------------------------------------------------------
________________
xx
બૃહદ્ – આલોચનાદિ પદે સંગ્રહ
અંત :
સમજુ શંકે૧ પાપસે, અણસમજુ હરખંત; વે લૂખાં વે ચીકણાં, ઈણ વિધ કર્મ બધંત. ૨૦. સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દોષ; સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મોક્ષ. ૨૧. ઉપશમ વિષય કષાયનો, સંવર તીનું યોગ; કિરિયા જતન વિવેકર્સે, મિટે કર્મ દુઃખરોગ. ૨૨ રોગ મિટે સમતા વધે, સમકિત વ્રત આરાધ; નિવૈરી સબ જીવસે, પાવે મુક્તિ સમાધ. ૨૩.
ઈતિ ભૂલચૂક મિચ્છા મિ દુક્કડ
* શ્રી પંચપરમેષ્ઠિભગવદ્ભ્યો નમ:
દોહા
અનંત ચૌવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; વર્તમાન જિનવર સવે, કેવલી દો નવ ક્રોડ. ગણધરાદિ સબ સાધુજી, સમકિત વ્રત ગુણધાર; યથાયોગ્ય વંદન કરું, જીનઆજ્ઞા અનુસાર.
એક નવકાર ગણવો. પ્રણમી પદપંકજ ભની, અરિગંજન અરિહંત; કથન કરું હવે જીવનું, કિંચિત્ મુજ વિરતંત.
૧. ડરે.
Page #60
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંas
૪૫
અંજનાની દેશી હું અપરાધી અનાદિકો, જનમ જનમ ગુના કિયા ભરપૂર છે; લૂંટીઆ પ્રાણ છ કાયના, સેવ્યાં પાપ અઢારાં કરૂર કે. (હવેનું ગદ્ય મૂળ હિંદી ભાષામાં છે તેનું ગુર્જર ભાષાંતર મૂક્યું છે.)
આજ સુધી આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં કુગુરુ, કુદેવ અને કુધર્મની સદ્હણા, પ્રરૂપણા, ફરસના, સેવનાદિક સંબંધી પાપદોષ લાગ્યા તે સર્વે મિચ્છા મિ દુક્કડ.
અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કષાયપણે, અશુભયોગે કરી, પ્રમાદે કરી અપછંદ-અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છા મિ દુક્કડં.
શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવલજ્ઞાની મહારાજની, શ્રી ગણધરદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી ઉપાધ્યાયની અને શ્રી સાધુ-સાધ્વીની, શ્રાવક-શ્રાવિકાની, સમદ્રષ્ટિ સાધર્મી ઉત્તમ પુરુષોની, શાસ્ત્રસૂત્રપાઠની, અર્થ પરમાર્થની, ધર્મ સંબંધી અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, આશાતનાદિક કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી સમ્યફપ્રકારે વિનય, ભક્તિ, આરાધના, પાલન, સ્પર્શના, સેવનાદિક યથાયોગ્ય અનુક્રમે નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો, ક્ષમા કરો; હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું.
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૬
બૃહદ્
આલોચનાદિ પદ્ય સંગ્રહ
દોહા
અપરાધી ગુરુ દેવકો, તીન ભુવનકો ચોર; ઠગું વિરાણા માલમેં, હા હા કર્મ કઠોર. કામી કપટી લાલચી, અપછંદા અવિનીત; અવિવેકી ક્રોધી કઠિન, મહાપાપી ભયભીત. જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; નાથ તુમ્હારી સાખસે, વારંવાર ધિક્કાર. પહેલું પાપ પ્રાણાતિપાતઃ-
છકાયપણે મેં છકાય જીવની વિરાધના કરી; પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી, ગર્ભજ ચૌદે પ્રકારે સંમૂર્ણિમ આદિ ત્રસ-સ્થાવર જીવોની વિરાધના કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી, ઊઠતાં, બેસતાં, સૂતાં, હાલતાં, ચાલતાં, શસ્ત્ર, વસ્ત્ર, મકાનાદિક ઉપકરણો ઉઠાવતાં, મૂકતાં, લેતાં, દેતાં, વર્તતાં વર્તાવતાં, અપડિલેહણા, દુપડિલેહણા સંબંધી, અપ્રમાર્જના, દુઃપ્રમાર્જના સંબંધી, અધિકી, ઓછી, વિપરીત પૂંજના પડિલેહણા સંબંધી અને આહાર વિહારાદિક નાના પ્રકારના ઘણા ઘણા કર્તવ્યોમાં સંખ્યાતા, અસંખ્યાતા અને નિગોદ આશ્રયી અનંતા જીવના જેટલા પ્રાણ લૂટ્યાં, તે સર્વ જીવોનો હું પાપી, અપરાધી છું, નિશ્ચય કરી બદલાનો દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો. દેવસીય, રાઈય, પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક સંબંધી વારંવાર મિચ્છા મિ દુક્કડં, વારંવાર ક્ષમાવું છું. તમે સર્વે ક્ષમજો .
Page #62
--------------------------------------------------------------------------
________________
વૃદ્ - આલોચનાદિ પદ્ય સંગ્રહ
૪૦
૪૭
खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सब भूएसु, वेर मज्झ न केणइ ॥
તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું એ કાયના જીવોના વૈર બદલાથી નિવૃત્તિ પામીશ. સર્વ ચૌરાસી લાખ જીવયોનિને અભયદાન દઈશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. બીજું પાપ મૃષાવાદ:--
ક્રોધવશે, માનવશે, માયાવશે, લોભવશે, હાસ્ય કરી, ભયવશે ઈત્યાદિક કરી મૃષા વચન બોલ્યો, નિંદા-વિકથા કરી, કર્કશ, કઠોર, માર્મિક ભાષા બોલી ઈત્યાદિક અનેક પ્રકારે મૃષા, જૂઠું બોલ્યો, બોલાવ્યું, બોલતા પ્રત્યે અનુમોઘું તે સર્વે મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે મૃષાવાદનો ત્યાગ કરીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. ત્રીજું પાપ અદત્તાદાન --
અણદીધી વસ્તુ ચોરી કરીને લીધી, વિશ્વાસઘાત કરી થાપણ ઓળવી, પરસ્ત્રી, પરધન હરણ કર્યા તે મોટી ચોરી લૌકિક વિરુદ્ધની, તથા અલ્પ ચોરી તે ઘર સંબંધી નાના પ્રકારના કર્તવ્યોમાં ઉપયોગ સહિતે ને ઉપયોગ રહિતે ચોરી કરી, કરાવી, કરતા પ્રત્યે અનુમોદી, મન-વચન-કાયાએ કરી; તથા ધર્મ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા વગર ક્ય, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે મારો પરમ કલ્યાણમય દિન થશે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૮
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
ચોથું પાપ અબ્રહ્મ --
મૈથુન સેવવામાં મન, વચન, અને કાયાના યોગ પ્રવર્તાવ્યા; નવ-વાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહીં; નવ-વાડમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી; પોતે સેવ્યું, બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે ભલું જાણું, તે મન, વચન, કાયાએ કરી મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું નવ વાડ સહિત બ્રહ્મચર્ય-શીલરત્ન આરાધીશ, સર્વથા પ્રકારે કામવિકારોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. પાંચમું પરિગ્રહ પાપસ્થાનક:--
સચિત પરિગ્રહ તે દાસ, દાસી, દ્વિપદ, ચૌપદ આદિ, મણિ, પત્થર આદિ અનેક પ્રકારે છે અને અચિત પરિગ્રહ સોનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ અનેક વસ્તુ છે. તેની મમતા, મૂછ, પોતાપણું કર્યું; ક્ષેત્ર, ઘર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ધાર્યો, ધરાવ્યો, ધરતા પ્રત્યે અનુમોદ્યો તથા રાત્રિભોજન, અભક્ષ્ય આહારાદિ સંબંધી પાપ દોષ સેવ્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પ્રપોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. છઠ્ઠ ક્રોધ પાપસ્થાનક:--
ક્રોધ કરીને પોતાના આત્માને અને પરના આત્માને તસાયમાન કર્યા, દુઃખિત ક્ય, કષાયી કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ.
Page #64
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૪૯
સાતમું માન પાપસ્થાનક:--
માન એટલે અહંભાવ સહિત ત્રણ ગારવ અને આઠ મદ આદિ કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. આઠમું માયા પાપસ્થાનક:--
સંસાર સંબંધી તથા ધર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. નવમું લોભ પાપસ્થાનક --
મૂછભાવ કર્યો, આશા, તૃષ્ણા વાંચ્છાદિક કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. દશમું રાગ પાપસ્થાનક:--
મનગમતી વસ્તુઓમાં સ્નેહ કીધો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. અગિયારમું ઠેષ પાપસ્થાનક --
અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. બારમું કલહ પાપસ્થાનકઃ
અપ્રશસ્ત વચન બોલી કલેશ ઉપજાવ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ. તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક:--
અછતાં આળ દીધાં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦
બૃહદ્
આલોચનાદિ ધૈ સંગ્રહ
ચૌદમું પૈશુન્ય પાપસ્થાનકઃ-
પરની ચુગલી ચાડી કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
પંદરમું પરપરિવાદ પાપસ્થાનકઃ-
બીજાના અવગુણ, અવર્ણવાદ બોલ્યો, બોલાવ્યા, અનુમોદા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
સોળમું રિત-અરિત પાપસ્થાનકઃ-
પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયો, ૨૪૦ વિકારો છે તેમાં મનગમતામાં રાગ કર્યો, અણગમતામાં દ્વેષ કર્યો; સંયમ, તપ આદિમાં અરિત કરી, કરાવી, અનુમોદી તથા આરંભાદિ અસંયમ પ્રમાદમાં રતિભાવ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
સત્તરમું માયામૃષાવાદ પાપસ્થાનકઃ-
કપટ સહિત જૂઠું બોલ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર વારંવાર મિચ્છા મિ દુક્કડં.
અઢારમું મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનકઃ-
શ્રી જિનેશ્વર દેવના માર્ગમાં શંકા, કાંક્ષાદિક વિપરીત પ્રરૂપણા કરી, કરાવી, અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર વારંવાર મિચ્છા મિ દુક્કડં.
એવં અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી સેવ્યાં,
Page #66
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ
સેવરાવ્યાં, અનુમોઘાં; અર્થે, અનર્થે, ધર્મ અર્થે, કામવશે, મોહવશે, સ્વવશે, ૫૨વશે કર્યાં; દિવસે, રાત્રે, એકલા કે સમૂહમાં, સૂતાં વા જાગતાં, આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભવોમાં પરિભ્રમણ કરતાં આજ દિન અઘક્ષણ પર્યત રાગ-દ્વેષ, વિષય-કષાય, આળસ, પ્રમાદાદિક પૌદ્ગલિક પ્રપંચ, પરગુણ પર્યાયને પોતાના માનવારૂપ વિકલ્પે કરી ભૂલ કરી; જ્ઞાનની વિરાધના કરી, દર્શનની વિરાધના કરી, ચારિત્રની વિરાધના કરી, દેશચારિત્રની વિરાધના કરી, તપની વિરાધના કરી; શુદ્ધ શ્રદ્ધા-શીલ, સંતોષ, ક્ષમાદિક નિજ સ્વરૂપની વિરાધના કરી; ઉપશમ, વિવેક, સંવર, સામાયિક, પોસહ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત, પચખાણ, દાન, શીલ, તપાદિની વિરાધના કરી; પરમ કલ્યાણકારી આ બોલોની આરાધના, પાલના, આદિક મન, વચન અને કાયાએ કરી નહીં, કરાવી નહીં, અનુમોદી નહીં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
છયે આવશ્યક સમ્યક્ પ્રકારે વિધિ-ઉપયોગ સહિત આરાધ્યા નહીં, પાળ્યા નહીં, સ્પર્મા નહીં, વિધિ ઉપયોગ રહિત-નિરાદ૨૫ણે કર્યાં, પરંતુ આદર-સત્કાર, ભાવ-ભક્તિ સહિત નહીં કર્યા; જ્ઞાનના ચૌદ, સમકિતના પાંચ, બાર વ્રતના સાઠ, કર્માદાનના પંદર, સંલેખનાનાં પાંચ એવં નવ્વાણું અતિચારમાં તથા ૧૨૪ અતિચાર મધ્યે તથા સાધુના ૧૨૫ અતિચાર મધ્યે તથા બાવન અનાચરણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિ જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારાદિ સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોઘાં, જાણતાં અજાણતાં મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
wwww
૫૧
Page #67
--------------------------------------------------------------------------
________________
પર
બૃહદ્ – આલોચનાદિ પદે સંas
મેં જીવને અજીવ સહ્યા, પ્રરૂપ્યા; અજીવને જીવ સહ્યા, પ્રરૂપ્યા; ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સહ્યા, પ્રરૂપ્યા; સાધુને અસાધુ અને અસાધુને સાધુ સહ્યા, પરૂપ્યા; તથા ઉત્તમ પુરુષ, સાધુ, મુનિરાજ, સાધ્વીજીની સેવા ભક્તિ યથાવિધિ માનતાદિ નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી તથા અસાધુઓની સેવા ભક્તિ આદિ માનતા, પક્ષ કર્યો; મુક્તિના માર્ગમાં સંસારનો માર્ગ યાવતું પચીસ મિથ્યાત્વમાંના મિથ્યાત્વ સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યો, મને કરી, વચને કરી, કાયાએ કરી; પચીસ કષાય સંબંધી, પચીસ ક્રિયા સંબંધી, તેત્રીશ આશાતના સંબંધી, ધ્યાનના ઓગણીસ દોષ, વંદનાના બત્રીસ દોષ, સામાયિકના બત્રીસ દોષ અને પોસહના અઢાર દોષ સંબંધી મને, વચન, કાયાએ કરી જે કાંઈ પાપ દોષ લાગ્યાં, લગાવ્યાં, અનુમોદ્યાં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
મહામોહનીય કર્મબંધનાં ત્રીસ સ્થાનકને મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં અનુમોદ્યાં; શીલની નવ વાડ, આઠ પ્રવચન માતાની વિરાધનાદિ તથા શ્રાવકના એકવીસ ગુણ અને બાર વ્રતની વિરાધનાદિ મન, વચન, અને કાયાએ કરી, કરાવી, અનુમોદી; તથા ત્રણ અશુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોનો સેવના કરી અને ત્રણ શુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની વિરાધના કરી; ચર્ચા, વાર્તા, વ્યાખ્યાનમાં શ્રી જિનેશ્વર દેવનો માર્ગ લોપ્યો, ગોપવ્યો, નહીં માન્યો, અછતાની સ્થાપના કરી–પ્રવર્તાવ્યો, છતાની સ્થાપના કરી નહીં અને અછતાની નિષેધના કરી નહીં, છતાની સ્થાપના અને અછતાનો નિષેધ કરવાનો નિયમ કર્યો નહીં, કલુષતા કરી તથા છ પ્રકારે જ્ઞાનાવરણીય બંધના બોલ તેમજ છ પ્રકારના દર્શનાવરણીય બંધના બોલ યાવત્
Page #68
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
પ૩
આઠ કર્મની અશુભ પ્રકૃતિ બંધના પંચાવન કારણે કરી, વ્યાસી પ્રકૃતિ પાપોની બાંધી, બંધાવી, અનુમોદી, મને કરી, વચને કરી, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
એક એક બોલથી માંડી કોડાકોડી યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અનંતાનંત બોલ પર્યત મેં જાણવા યોગ્ય બોલને સમ્યપ્રકારે જાણ્યા નહીં, સહ્યા-પ્રરૂપ્યા નહીં તથા વિપરીતપણે શ્રદ્ધાન આદિ કરી, કરાવી, અનુમોદી, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
એક એક બોલથી માંડી વાવ અનંતા બોલમાં છાંડવા યોગ્ય બોલને છાંડ્યા નહીં અને તે મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યાં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ.
એક એક બોલથી માંડી યાવત અનંતાનંત બોલમાં આદરવા યોગ્ય બોલ આદર્યા નહીં, આરાધ્યા-પાળ્યા-સ્પશ્ય નહીં, વિરાધના ખંડનાદિક કરી, કરાવી, અનુમોદી , મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
હે જિનેશ્વર વીતરાગ! આપની આજ્ઞા આરાધવામાં જે જે પ્રમાદ કર્યો, સમ્યક્ પ્રકારે ઉદ્યમ નહીં કર્યો, નહીં કરાવ્યો, નહીં અનુમોદ્યો; મન, વચન, કાયાએ કરી અથવા અનાજ્ઞા વિશે ઉદ્યમ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો; એક અક્ષરના અનંતમા ભાગ માત્ર-કોઈ સ્વપ્રમાત્રમાં પણ આપની આજ્ઞાથી ન્યૂન-અધિક, વિપરીતપણે પ્રવર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
તે મારો દિવસ ધન્ય હશે કે જે દિવસે હું આપની આજ્ઞામાં સર્વથા પ્રકારે સમ્યકુપણે પ્રવર્તીશ.
Jail Education International
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
દોહા શ્રદ્ધા અશુદ્ધ પ્રરૂપણા, કરી ફરસના સોય; અનજાને પક્ષપાતમેં, મિચ્છા દુક્કડ મોય. ૧. સૂત્ર અર્થ જાનું નહીં, અલ્પબુદ્ધિ અનજાન; જિનભાષિત સબ શાસ્ત્રકા, અર્થ પાઠ પરમાન. દેવગુરુ ધર્મ સૂટાકું, નવ તત્ત્વાદિક જોય; અધિકા ઓછા જે કહ્યા, મિચ્છા દુક્કડ મોય. હું મગસેલીઓ હો રહ્યો, નહી જ્ઞાન રસભીંજ; ગુરુસેવા ન કરી શકું, કિમ મુજ કારજ સીઝ. જાને દેખે જે સુને, દેવે સેવે મોય; અપરાધી ઉન સબનકો, બદલા દેશું સોય. જૈન ધર્મ શુદ્ધ પાયકે, વરતું વિષય કષાય; એહ અચંબા હો રહ્યા, જલમે લાગી લાય. એક કનક અરુ કામિની, દો મોટી તરવાર; ઊઠ્યો થો જિન ભજનકું, બિચમે લિયો માર. ૭.
સવૈયા સંસાર છાર તજી ફરી, છારનો વેપાર કરું, પહેલાંનો લાગેલો કીચ, ધોઈ કીચ બીચ ફરું; તેમ મહાપાપી હું તો, માનું સુખ વિષયથી, કરી છે ફકીરી એવી, અમીરીના આશયથી.
Page #70
--------------------------------------------------------------------------
________________
આલોચનાદિ uધે સંગ્રહ
દોહા
ત્યાગ ન કર સંગ્રહ કરું, વિષય વચન જિમ આહાર; તુલસી એ મુજ પતિતકું, વારંવાર ધિક્કાર. કામી કપટી લાલચી, કઠણ લોહકો દામ; તુમ પારસ પરસંગથી, સુવ૨ન થાશું સ્વામ. જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન; કરુણાનિધિ કૃપાળ હે! શરણ રાખ, હું દીન. નહિ વિદ્યા નહિ વચનબળ, નહિ ધી૨જ ગુણ જ્ઞાન; તુલસીદાસ ગરીબકી, પત રાખો ભગવાન. આઠ કર્મ પ્રબળ કરી, ભમીઓ જીવ અનાદિ; આઠ કર્મ છેદન કરી, પાવે મુક્તિ સમાધિ. સુસા જૈસે અવિવેક હું, આંખ મીચ અંધિયાર; મકડી૧ જાલ બિછાયકે, ફરું આપ ધિક્કાર. સબ ભક્ષી જિમ અગ્નિ હું, તપીઓ વિષય કષાય; અવછંદા અવિનીત મેં, ધર્મી ઠગ દુઃખદાય. કહા ભયો ઘર છાંડકે, તજ્જો ન માયા સંગ; નાગ ત્યજી જિમ કાંચલી, વિષ નહિ તજિયો અંગ. પુત્ર કુપાત્ર જ મેં હુઓ, અવગુણ ભર્યો અનંત; યાહિત વૃદ્ધ વિચારકે, માફ કરો ભગવંત. શાસનપતિ વર્ધમાનજી, તુમ લગ મેરી દોડ; જૈસે૨ સમુદ્ર જહાજ વિણ, સૂઝત ઔર ન ઠોર.
૧. કરોળિયો. ૨. સમુદ્રમાં વહાણના પક્ષીને બીજે ઊડીને જવાનું સ્થળ નથીતેમ.
બૃહદ્
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૫૫
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૬
બૃહદ્ – આલોચનાદિ ધ સંગ્રહ
ભવભ્રમણ સંસાર દુઃખ, તાકા વાર ન પાર; નિર્લોભી સદ્ગુરુ બિના, કવણ ઉતારે પાર. ૧૯.
શ્રી પંચપરમેષ્ઠી ભગવંત ગુરુદેવ મહારાજ, આપની સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યફચારિત્ર, તપ, સંયમ, સંવર, નિર્જરા આદિ મુક્તિમાર્ગ યથાશક્તિએ શુદ્ધ ઉપયોગ સહિત આરાધન, પાલન, સ્પર્શન કરવાની આજ્ઞા છે. વારંવાર શુભ ઉપયોગ સંબંધી સઝાય, ધ્યાનાદિક અભિગ્રહ-નિયમ પચખાણાદિ કરવા, કરાવવાની, સમિતિગુપ્તિ આદિ સર્વ પ્રકારે આજ્ઞા છે.
નિશે ચિત શુધ મુખ પઢત, તીન યોગ થિર થાય; દુર્લભ દીસે કાયરા, હલુ કર્મી ચિત ભાય. ૧. અક્ષર પદ હીણો અધિક, ભૂલચૂક કહી હોય; અરિહા સિદ્ધ નિજ સખસે, મિચ્છા દુક્કડ મોય. ૨.
ભૂલચૂક મિચ્છા મિ દુક્કડં. બૃહદ્ - આલોચના સમાપ્ત
Page #72
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ - આલોચનાદિ uધ સંaas
પ૭
8. શ્રી બૃહદ્ - આલોચના - વિવેચન
(શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત) લિાત્મા = ૧
મંગળાચરણ ૧. ઈષ્ટદેવ વંદના:
સિદ્ધ શ્રી પરમાતમા, અરિગંજન અરિહંત; " ઈષ્ટ દેવ વંદું સદા, ભયભંજન ભગવંત. ૧.
આ દોહરામાં સિદ્ધ ભગવાનને પ્રથમ નમસ્કાર કર્યા છે અને પછી અરિહંત ભગવાનને નમસ્કાર કર્યા છે. કારણ કે સાધકનું ચરમ ગંતવ્ય સ્થાન તે પંચમ ગતિ-સિદ્ધ ગતિ છે. કેવું છે તે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ?
જેઓ ધ્રુવ, અચળ અને અનુપમ ગતિને પામ્યા છે; જેમનો સર્વ દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મનો સર્વથા નાશ થયો છે, જેથી તેઓ અશરીરી થયા છે; જેઓ લોકાગ્રે સ્થિત છે; ચરમ શરીરથી કિંચિત્ જૂન પુરુષ આકારવત્ જેમના આત્મપ્રદેશનો આકાર છે; ચાર મુખ્ય ઘાતિ કર્મો-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયનો અત્યંત નાશ થવાથી જેમનામાં અનુક્રમે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય નામના આત્મિક ગુણો તથા ચાર મુખ્ય અઘાતિ કર્મો- નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીયનો સંબંધ સર્વથા દૂર થવાથી જેમનામાં અનુક્રમે અમૂર્તિકત્ત્વ(સૂક્ષ્મત્વ), અગુરુલઘુત્ત્વ, અવગાહનત્ત્વ અને અવ્યાબાધત્ત્વ નામના આત્મિક ગુણો
પ્રગટ્યાં છે. આમ સિદ્ધ ભગવાનના મૂળ આઠ ગુણો છે. એવા શ્રી
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૮
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
સિદ્ધ પરમાત્માને પ્રથમ નમસ્કાર કર્યા પછી બીજા નમસ્કાર શ્રીઅરિહંત દેવને કર્યા છે. કેવા છે શ્રી અરિહંત દેવ?
જેમણે મુખ્ય ઘાતિ કર્મોરૂપી શત્રુઓ ઉપર સંપૂર્ણ વિજ્ય મેળવ્યો હોવાથી તેમને સયોગી કેવળી નામનું તેરમું ગુણસ્થાન પ્રગટ્ય છે; જેમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય એવા ચાર અભ્યતર ગુણો જે અનંત ચતુષ્ટય કહેવાય છે તે પ્રગટ થયા છે; જેમને ૩૪ અતિશય અને ૮ પ્રાતિહાર્ય એમ ૪૨ બાહ્ય ગુણો પ્રગટ થયા છે અને જે ૧૮ દોષ રહિત હોય છે; એવા શ્રી અરિહંત દેવ છે.
આમ સાધક અહીં સર્વ જીવોના સર્વ ભયને ટાળનારા એવા આ બંન્ને ઈષ્ટદેવોને અત્યંત ભક્તિભાવપૂર્વક નિરંતર વંદન કરવાનો સંકલ્પ કરે છે. ૨. પંચપરમેષ્ઠિ વંદના:
અરિહા સિદ્ધ સમરું સદા, આચારજ ઉવઝાય; સાધુ સકળકે ચરનકું, વંદું શિષ નમાય. ૨.
આ બીજા દોહરામાં શ્રી પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કર્યા છે. અરિહંત કહેતા મુખ્યત્વે તીર્થકર દેવ, જે પરમપદને બતાવનાર હોવાથી તેમને અહીં પ્રથમ સ્મરણ કર્યા છે. નમસ્કાર મહામંત્રમાં પણ આ જ ક્રમ મૂક્યો છે. તેઓ વીતરાગી, સર્વજ્ઞ અને હિતોપદેશી હોવાથી સર્વ પ્રકારે પૂજ્ય છે. તેમના વચનાતિશય વડે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે તેથી જ તેમને અહીં પ્રથમ સ્મરણમાં લીધા છે. ત્યારપછી સિદ્ધ પરમાત્માને ભક્તિભાવથી સંભાર્યા છે. સ્મરણ
Page #74
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ
એટલે ચિંતવન. એ ભક્તિનો એક પ્રકાર છે. વંદન તો પહેલા દોહરામાં કરી લીધા છે. આમ સન્દેવોને વારંવાર સ્મરણમાં લીધા પછી આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ ભગવંતોને વંદન કર્યા છે. આ ત્રણેય ગુરુપદ કહેવાય છે.
કેવા છે શ્રી આચાર્ય ભગવાન ?
૫૯
જે મુનિ સમ્યજ્ઞાનાદિના ધારક છે; જે મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણમાં જ મગ્ન રહેવાનો સતત ઉદ્યમ કરે છે; પોતાના શિષ્યોને યોગ્ય ઉપદેશ આપી તે પાળવા પ્રવૃત્ત કરે છે; દીક્ષા લેનારને તેની યોગ્યતા જાણી દીક્ષા આપે છે; મુનિસંઘના જે નાયક છે અને જે ધીર અને ગુણોમાં ગંભીર છે તેમને આચાર્ય કહે છે. આચાર્ય ૩૬ ગુણોના ધારક હોય છે જેવા કે: (૧) ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મ, (૨) બાર પ્રકારના અનશનાદિ તપ, (૩) જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચાર, (૪) સામાયિકાદિ છ પ્રકારના આવશ્યક અને (૫) મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ.
શ્રી ઉપાધ્યાય કેવા હોય?
જે મુનિ, શાસ્રના ઘણાં જાણકાર હોય; પોતે ભણે અને પાસે૨હેનાર જિજ્ઞાસુ ભવ્ય જીવોને ભણાવે છે; ઉપાધ્યાય =(ઉપ+આધિ+આય) ઉપ=ઉપહત્ અર્થાત દૂર કરવાવાળા, આધિ=મનની વ્યથા અને આય=પ્રાપ્તિ, એટલે કે મનની વ્યથાની પ્રાપ્તિને દૂર કરવાવાળા, એવો ઉપાધ્યાયનો અર્થ પણ થાય છે. તેઓ મુખ્યપણે અગિયાર અંગ અને ચૌદ પૂર્વનાપાઠી હોય છે તેથી ઉપાધ્યાયના મૂળ ગુણ ૨૫ હોય છે. આમ શ્રી ઉપાધ્યાય ભગવંતો સમ્યગ્દર્શનાદિથી યુક્ત હોવાથી તથા શાસ્ત્રો અને સૂત્રોનો અભ્યાસ કરાવતા હોવાથી ખૂબ ઉપકારી ગણાય છે.
શ્રી સાધુ(મુનિ - શ્રમણ) કેવા હોય?
ઉપરોક્ત બે પદવીધા૨ક સિવાય અન્ય સર્વ મુનિધર્મધા૨ક સાધુ કહેવાય છે. પોતે આત્મસ્વભાવને નિરંતર સાધે છે અને પોતાનો
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૦
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
ઉપયોગ પરદ્રવ્યમાં કે પરભાવોમાં જોડાય નહીં તેનું સતત ધ્યાન રાખે છે. બાહ્યમાં તેના સાધનભૂત તપશ્ચર્યાદિ ક્રિયામાં પ્રવર્તે છે અને ૨૮ મૂળ ગુણ પાળે છે, જેવા કે, (૧) પાંચ અહિંસાદિ મહાવ્રત, (૨) પાંચ સમિતિ, (૩) પાંચ ઈન્દ્રિય નિરોધ,(૪) છ સામાયિકાદિ આવશ્યક અને (૫) સાત કેશલોચ આદિ અન્ય ગુણ (આ દિંગંબર સંપ્રદાયના મુનિનું વર્ણન છે.)
આ ત્રણેય પ્રકારના ભાવલિંગી સાધુ ભગવંતો છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનમાં નિરંતર ઝૂલતા હોય છે. તે નિશ્ચય રત્નત્રયના ધારક શુદ્ધોપયોગી મુનિધર્મ પાળે છે.
આ પ્રમાણે શ્રી પંચપરમેષ્ઠિમાં અરિહંત અને સિદ્ધ ભગવંતોનું સ્મરણ કરીને આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ ભગવંતોના ચરણકમળમાં મસ્તક નમાવીને અત્યંત શુભ ભાવથી સાધક આલોચના કરતાં તે સર્વને વંદન કરે છે. ૩. શાસન-નાયક વંદના:-- *
શાસન નાયક સમરિયે, ભગવંત વીર નિંદ; અલિય વિઘન દૂર હરે, આપે પરમાનંદ. ૩.
વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનું ધર્મતીર્થ આ ભરતક્ષેત્રમાં અત્યારે પ્રવર્તે છે. તેમનું શાસન તેમના નિર્વાણ પછી ર૧૦૦૦ વર્ષ સુધી એટલે કે આ અવસર્પિણી કાળના પાંચમા આરાની પૂર્ણતા સુધી પ્રવર્તશે, એમ શાસ્ત્રકારોનું મંતવ્ય છે. હાલમાં તે શાસનના ૨૫૨૭ વર્ષ પુરા થયા છે. અજ્ઞાની જીવોને તેમની પારમાર્થિક પુરુષાર્થની નબળાઈને લીધે અને ઉતરતો કાળ હોવાથી, તેના પ્રભાવને લીધે, તેમને બાહ્યાંતર અનેક અનિષ્ટ સંયોગો તથા વિપ્નો જીવનમાં સહન કરવો પડે છે એવું પ્રત્યક્ષ દેખાય છે. આ વિપત્તિઓને દૂર કરવા અર્થે શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીનું ભક્તિભાવપૂર્વક સ્મરણ કરવાથી સર્વ વિઘ્નો દૂર થાય છે અને સર્વ પ્રકારનાં ઈષ્ટ સંયોગોનો ઉદય થાય છે. પછી જીવના વિશેષ
Page #76
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ વધ સંગ્રહ
૬૧
યોગ્ય પુરુષાર્થથી તેને રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. આમ મોક્ષમાર્ગમાં તે આગળ વધે છે, અંતે ક્રમે કરીને તે પરમાનંદને પ્રાપ્ત કરે છે. અહીં ભક્તિમાર્ગની મુખ્યતાથી આ કથન કર્યું છે. વાસ્તવમાં શું થાય છે તે આગળની ગાથામાં જણાવ્યું છે.) ૪. ગણધર વંદના:--
અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; શ્રીગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર. ૪.
આ દોહરામાં સદૈવ એવા વર્તમાન શાસનપતિ ભગવાન મહાવીરનું સ્મરણ કર્યા પછી હવે આ કાળની અપેક્ષાએ ઉત્તમ નિગ્રંથ ગુરુ ગૌતમસ્વામી (ઈન્દ્રભૂતિ) જે મહાવીર ભગવાનના પ્રથમ નંબરના ગણધર એટલે કે મુખ્ય શિષ્ય હતા, કે જેમના માટે કથાનુયોગ અનુસાર કહેવાય છે કે તેમના અંગૂઠે અમૃત વસતું હતું અને તેઓ અનેક લબ્ધિઓના સ્વામી હતાં. તે શ્રી ગૌતમસ્વામીને ભાવપૂર્વક સ્મરણ કરવાથી એટલેકે તેમની સ્તુતિ કરવાથી ભક્તજનોને પોતાના ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આ એક વ્યાવહારિક કથન થયું. ખરેખર શું થાય છે તે સમજીએ.
દરેક જીવ સુખ ઈચ્છે છે. અહીં સાધક જીવ પારમાર્થિક સુખની ઈચ્છા રાખતો હોવાથી જયારે આવા ઉત્તમ નિગ્રંથ ગુરુદેવની નિષ્કામ ભાવથી ઉપયોગપૂર્વક ભક્તિ કરે છે ત્યારે તેનામાં ક્ષમા, વિનય, સરળતા, સંતોષાદિ સદગુણો પ્રગટે છે. તેથી કષાયો મંદ થવા પામે છે. આ પ્રકારના શુભ ભાવોથી, વિશિષ્ટ પુણ્યકર્મ પ્રકૃત્તિનો બંધ થાય છે તથા સત્તામાં રહેલા કર્મોમાં યોગ્ય સંક્રમણાદિ ફેરફાર થઈ પુણ્ય પ્રકૃત્તિનો ઉદય થવા પામે છે, જેથી ઉદયમાં ઈચ્છિત
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૨
હર્
આલોચનાદિ પદ્ય સંગ્રહ
શાતા એટલે કે અનુકૂળ સંયોગો, ચિત્તની પ્રસન્નતા અને મોક્ષમાર્ગમાં આગળ વધવા માટેના યોગ્ય નિમિત્તો પ્રાપ્ત થાય છે. જ્યારે અજ્ઞાની ભવાભિનંદી જીવ ભક્તિ કરતી વખતે, અભિપ્રાયમાં સાંસારિક સુખની મુખ્યતાથી ઈચ્છાઓ રાખતો હોવાથી તેને તે તે પ્રકારની કહેવાતી ઔપચારિક અનુકૂળતાઓ પાપાનુંબંધી પુણ્યના ઉદયના પ્રતાપે, થોડા વખત માટે પ્રાપ્ત થાય છે અને તેમાં જ તે સંતોષ માને છે. તેમની યોગ્યતા જ એવી હોય છે. આમ શુભ ભાવથી ભક્તિ કરનાર દરેકને પોતાની ઈચ્છિત ફળની પ્રાપ્તિ પોતાના પુણ્યકર્મોદયના કારણે જ થાય છે.
૫. ગુરુદેવને વંદનાઃ-
શ્રી ગુરુદેવ પ્રસાદસેં, હોત મનોરથ સિદ્ધ; ઘન વરસત વેલી તરુ, ફૂલ ફલનકી વૃદ્ધ. ૫.
(નોંધ આ દોહરાની બીજી લીટીનો એટલે કે ચોથા ચરણનો છેલ્લો શબ્દ ‘વૃદ્ધ’ નો હિન્દી ભાષા પ્રમાણે ‘વિદ્ધ’ જેવો ઉચ્ચાર થાય છે. માટે બોલતી વખતે ‘વિશ્વ' ઉચ્ચાર કરવો જેથી દોહરાના ઉપરના બીજા ચરણના છેલ્લા શબ્દ ‘સિદ્ધ’ સાથેનો પ્રાસ જળવાશે.)
અહીં દ્રષ્ટાંતથી સમજાવે છે કે જેમ ઘનઘોર વાદળથી પડેલા સારા વરસાદના કારણે વેલીઓ અને વૃક્ષો ઉપર ફૂલ અને ફળ ઉત્પન્ન થાય છે અને વૃદ્ધિ પામે છે, જેથી વેલીઓ અને વૃક્ષોના મનોરથની એટલે કે ઈચ્છાઓની તૃપ્તિ જોવામાં આવે છે તેમ સાધકના જીવનમાં પણ બને છે. એટલે કે જ્યારે તે પોતાના માનેલા પ્રત્યક્ષ સદ્ગુરુદેવની આજ્ઞા સર્વ પ્રકારે પ્રામાણિકપણે પાળે છે ત્યારે તેઓશ્રીની કૃપાદ્રષ્ટિ સાધક ઉપર વરસે છે અને પરિણામે તેના સર્વ પારમાર્થિક મનોરથ
Page #78
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૬૩
સિદ્ધિ પામે છે. આમ શ્રી ગુરુદેવ વાદળ સમાન છે અને તેમની કૃપા વર્ષા સમાન છે. ૬. મંગળાચરણ - ઉપસંહાર --
પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર પહિચાન; કર્મ અરિ ભાજે સબી, હોવે પરમ લ્યાન. ૬.
અજ્ઞાની જીવ અનાદિ કાળથી અનંત કર્મોથી બંધાયેલો છે. કર્મના ઉદય વખતે પોતે અસાવધાનપણે વર્તતો હોવાથી, કર્મોદયનું નિમિત્ત પામીને પોતે વિકારી ભાવો કરે છે. પરિણામે નવીન કર્મો ઉપાર્જન કરે છે. આમ કર્મનો ઉદય, તેથી થતા વિભાવ ભાવો, અને તેના નિમિત્તથી નવીન કર્મોનો બંધ – આમ કર્મનું વિષચક્ર ચાલ્યા કરે છે, જે અનાદિ કાળથી અજ્ઞાનવશ આજ પર્યત સુધી ચાલુ જ છે. જેનું મુખ્ય કારણ, પરપદાર્થો અને પરભાવોના સંયોગમાં એકત્વ , મમત્વ, કર્તૃત્વ અને ભાતૃત્વરૂપે થતી બુદ્ધિ છે. પણ આત્માર્થી સાધક હવે પંચ પરમેષ્ઠિ ભગવંતની ભક્તિમાં સમજીને ઉપયોગપૂર્વક અને પૂરજોશથી પોતાના ભાવમનને જોડે છે. આ પ્રકારના શુભ ભાવોમાં રહેવાથી કષાયોની મંદતા થાય છે અને સાધક ક્રમે કરીને છેક પ્રાયોગ્ય લબ્ધિ સુધી પહોંચે છે. પછી વારંવાર વિવેકપૂર્વક તત્ત્વ વિચારમાં ઉપયોગને જોડતા, ઉત્કૃષ્ટપણે સ્વ-પરનું ભેદ વિજ્ઞાન આરાધતા અને પરિણામોની વિશેષપણે વિશુદ્ધિ થતાં, કોઈ એક ધન્ય પળે તે કરણલબ્ધિમાં પ્રવેશે છે અને શુદ્ધ સમકિત પ્રાપ્ત કરે છે. આ જ મોક્ષમાર્ગનું પહેલું પગથિયું છે. પછી ચારિત્રમોહનીય કર્મનો ક્રમે ક્રમે સંપૂર્ણ ક્ષય કરીને, સર્વ કર્મશત્રુઓનો નાશ કરે છે અને અંતે પરમ પદને પામે છે. આમ જ્ઞાયકના લક્ષે કરેલી પંચપરમેષ્ઠિ ભગવંતની
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૪
બ્રહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
ભાવપૂર્વકની ભક્તિ પરમ કલ્યાણનું કારણ બને છે. ૭. જિનદેવ દર્શન ભાવના --
શ્રી જિનયુગ પદક્ષ્મળમેં, મુજ મન ભ્રમર વસાય; બ્ધ ઊગે વો દિન, શ્રી મુખ દરિસન પાય. ૭.
અહીં મોક્ષાભિલાષી સાધક ખૂબ વિનયપૂર્વક જિનેશ્વરદેવના ચરણારવિંદમાં વંદન કરી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! મારું મન ભ્રમર જેવું ચંચળ હોવાને કારણે હું પાંચેય ઈન્દ્રિયોના વિષયોને સમયે સમયે વશ થઈ જાઉં છું અને તેમાં જ મગ્ન રહું છું. પરિણામે રાગ અને દ્વેષના ભાવો કરી, કર્મો ઉપાર્જન કરી, સંસાર પરિભ્રમણ કર્યા કરું છું. તેથી, હે જિનેશ્વર વીતરાગ! મારા માટે એવો દિવસ હવે ક્યારે ઊગશે કે જ્યારે હું આપના મુખારવિંદના પવિત્ર દર્શન અંતરથી પામી શકું અને વિષય અને કષાયોમાંથી મુક્તિ પામી શાંતિનો અનુભવ કરી શકું. શરૂઆતની ભૂમિકામાં સાધક પરપદાર્થોની આસક્તિમાંથી આમ ખસવાનો ઉદ્યમ કરવાના અર્થે દેવ શાસ્ત્ર અને ગુરુની પૂજા તથા ભક્તિમાં અંતરથી લીન થવાનો પ્રયત્ન કરે છે, અને પછી જ તે પોતાના જ્ઞાયકનો અનુભવ કરવાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ ઉપાડી શુદ્ધ સમ્યગ્દર્શન પામી રત્નત્રય પ્રાપ્ત કરે છે. આમ અહીં મંગળાચરણના સાત દોહરા પૂર્ણ થાય છે. ૮. આલોચના વિધિ નિર્દેશ --
પ્રણમી પદપકંજ ભણી, અરિગંજન અરિહંત;
ક્શન કરી અબ જીવકો, િિચત્ મુજ વિરતંત. ૮. આ દોહરાથી સાધક આલોચનાનું વૃત્તાંત ચાલુ કરે છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
સર્વ ઘાતિકર્મરૂપી શત્રુઓને હણીને જેમણે સર્વથા તેમનો નાશ કર્યો છે એવા શ્રી અરિહંતદેવના ચરણકમળમાં પ્રકૃષ્ટ ભાવથી નમન કરીને, તેમની સમક્ષ સાધક હવે કહે છે કે હે પ્રભુ! આ જીવની એટલે કે મારી પોતાની વર્તમાન અવસ્થામાં થતાં બાહ્ય અને અંતરંગ દોષોનું હું યથાશક્તિ કંઈક વૃત્તાંત કહેવાનું હવે ચાલું કરું છું. એટલે કે આલોચના વિધિ ચાલુ કરું છું. આમ અરિહંત પ્રભુને સંબોધન કરી પોતાની આત્મ આલોચનામાં સાધકે તેમને સાક્ષી બનાવ્યા છે. ૯. ભવભ્રમણના કારણની આલોચના:--
આરંભ વિષય ક્લાયવશ, ભમિયો નળ અનંતઃ લાચોરાશી યોનિમેં, અબ તારો ભગવંત. ૯.
સાધક પોતાના દોષોની કબૂલાત કરતાં અહીં કહે છે કે હે ભગવાન! અનાદિ કાળથી અદ્યક્ષણ પર્યત અજ્ઞાનવશ, હું ઈન્દ્રિયોના વિષયોમાં એટલે કે ભોગ-પ્રવૃત્તિમાં અને તેથી ઉત્પન્ન થતાં કષાયોને વશ થઈ આરંભ એટલે હિંસાના કાર્યોમાં જ ભાન વગર ભમી રહ્યો છું. ઉપલક્ષથી સર્વ પાપ સ્થાનકોમાં પ્રવૃત્તિ કરી, મારા આત્માને હું મુંઝવી રહ્યો છું. પરિણામે ચાર ગતિ (દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકોમાં રહેલી ૮૪ લાખ જીવયોનિમાં અનાદિ કાળથી અનંત જન્મો ધારણ કરી હું ભટકી રહ્યો છું. સાધક અહીં પ્રભુ પાસે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! હવે મને મારામાં થતાં આ વિકારી ભાવોથી બચાવો, જેથી હું આ ભયાનક ભવસાગરમાંથી પાર ઉતરું.
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૬
બૃહદ્ – આલોચનાદિ વધ સંગ્રહ
૧૦. મિથ્યા શ્રદ્ધાની આલોચના --
દેવ ગુરુ ધર્મ સૂત્રમે, નવ તત્ત્વાદિક જોય; અધિક ઓછા જે સ્થા, મિથ્યા દુક્ત મોય. ૧૦.
સાધક અહીં સદૈવ, ગુરુ, સધર્મ કે સત્ શાસ્ત્રથી પ્રતિપાદિત નવ તત્ત્વાદિ સૂત્રોમાં કોઈપણ પ્રકારની ઉત્સુત્ર પ્રરૂપણા જાણતા કે અજાણતા પોતાથી થઈ ગઈ હોય તો તેની ભગવાન સમક્ષ અંતરના ઉગારથી આલોચના કરે છે. કારણ કે આ અનંતાનુબંધી કષાય છે, જે અનંત સંસારનું કારણ બને છે.
સત્યેવ, સદ્ગુરુ અને સતધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદેવ, અસદ્દગુરુ, તથા અસતધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી કષાય” સંભવે છે,” (વ. પૃ. ૪૭૨). ઘણીવાર જીવ મતિની ન્યૂનતાથી અને મોહનીય કર્મના ઉદયથી એકાંત મતાગ્રહમાં તણાઈ જાય છે. તેથી સદૈવ, સદ્ગુરુ અને સત્શાસ્ત્રથી પ્રતિપાદિત સૂત્રો કે જેમાં ઘણો સૂક્ષ્મ સાર ગર્ભિત હોય; અક્ષર થોડા હોય અને અર્થ સર્વવ્યાપક હોય જેવાકે, નવ તત્ત્વ, છ દ્રવ્ય, છ પદ આદિ વિષયોના સૂત્રોનું, પોતાની મતિ કલ્પનાથી અર્થઘટન કરે છે અને અન્ય સાથે ખોટા વાદવિવાદ અને ખંડન-મંડનમાં પડી જાય છે. પરિણામે સંઘર્ષ થતાં કષાય જન્મે છે, અને પોતાના જ આત્માને અનર્થદંડ કરે છે. ખરેખર તો સૂત્રાદિના અર્થો ગુરુગમથી જ સમજવા જોઈએ.
Page #82
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંરાદ
આમ, અહીં સાધક પ્રભુ પાસે યાચના કરે છે કે હે પ્રભુ! મારાથી સતદેવ, સગુરુ કે સતશાસ્ત્રથી પ્રતિપાદિત કોઈપણ પ્રકારના સૂત્રોના કે નવ તત્ત્વાદિ વિશેના અર્થ કરતી વખતે સ્વચ્છેદથી કોઈપણ જાતની અધિકી કે ઓછી વિપરિતતા થઈ ગઈ હોય તો તે સર્વ ભૂલોની હું અંતઃકરણપૂર્વક ક્ષમા માંગું છું. તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ. ૧૧. આત્મભાંતિ રોગનો સ્વીકાર --
મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈધરાજ ગુરુ શરણથી, ઔષધ જ્ઞાન વિરાગ. ૧૧.
જેમ કોઈ દર્દી પોતાનો અસાધ્ય રોગ મટાડવા વૈદ્યરાજ પાસે જઈ, તેમણે આપેલું યોગ્ય ઔષધ લઈ અને બતાવેલી ચરી વગેરે પાળી, રોગથી થતી વેદના મટાડે છે; તેમ અહીં સાધક, વિદ્યમાન પ્રત્યક્ષ સગુરુનું શરણ સ્વીકારી, યાચના કરે છે કે હે ગુરુદેવ! અનાદિ કાળથી, અસાધ્ય એવા આત્મભ્રાંતિ એટલે કે મિથ્યાત્વ – અજ્ઞાન, રાગ અને દ્વેષરૂપી મહારોગથી હું પીડાઈ રહ્યો છું. જેથી મારા સંયોગમાં આવેલા કાયા, કામિની, કુટુંબ, કંચન, કીર્તિ વગેરે પ્રત્યે, અહંતા અને મમતા રૂપી સ્વામીપણાના વિકારી ભાવો કરી, હું અનંત કર્મો બાંધ્યા કરું છું. પરિણામે મારામાં કર્મોના ઉદય અને બંધનું વિષચક્ર ચાલ્યા કરે છે. આ મહારોગમાંથી બચવા માટે મને જ્ઞાન અને વૈરાગ્યરૂપી ઔષધ આપો અને એવી શક્તિ આપો કે જેથી હું તે
ઔષધને યથાર્થપણે ગ્રહણ કરી મારામાં અનાદિ કાળથી રહેલા મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાઆચરણરૂપી મહારોગોમાંથી મુક્તિ પામું.
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૮
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૨. મિથ્યા પ્રવૃત્તિની આલોચના:--
જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; પ્રભુ તમારી સામસેં, વારંવાર ધિક્કાર. ૧૨.
સાધક પોતાના દોષોની કબૂલાત કરતાં અહીં કહે છે કે હે પ્રભુ! મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ જેવા કર્મબંધના કારણોની હયાતી મારામાં નિરંતર અનાદિ કાળથી ચાલુ રહેલી હોવાથી શાસ્ત્રોમાં વર્ણવેલાં અઢારેય પ્રકારના પાપો મે સેવ્યાં છે.(આ અઢાર પાપનું વર્ણન આગળ ગદ્ય વિભાગમાં આવે છે.) અને તેમ કરતાં જે જીવોની મેં વિરાધના કરી છે એટલે કે જે જીવોને મેં દુઃખી કર્યા છે તે સર્વેનો હું અપરાધી છું. તે સર્વ અપરાધોનો હું હવે અંત:કરણપૂર્વક પશ્ચાતાપ કરું છું અને આપની સાક્ષીએ તે પાપોને હું અંતરથી વારંવાર ધિક્કારું છું-નિંદું છું. આમ વારંવાર આવા પાપોને અંતઃકરણપૂર્વક ધિક્કારવાના ભાવ કરવાથી જીવ પાપ કરતા ધીરે ધીરે અટકે છે. પરિણામે જીવ આધ્યાત્મિક સાધનામાં આગળ વધવાનો ઉદ્યમી બને છે. ૧૩. પોતાની બુરાઈઓની આલોચના --
બુરા બુરા સબકો કહે, બુરા ન દીસે કોઈ; જો ઘટ શોધે આપનો, મોસું બુરા ન કોઈ. ૧૩.
અજ્ઞાની જીવ તત્ત્વને યથાર્થ રીતે ન સમજી શકતો હોવાથી પોતાને તથા અન્યને પર્યાય દ્રષ્ટિથી જુએ છે. તેથી પોતાને મહાન અને ગુણવાન માને છે અને અન્ય જીવોને હલકા તથા બુરા માને છે અને કહે છે. ઘણીવાર પ્રસંગાનુસાર ઉપદેશ કે વણમાગી સલાહ
Page #84
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્ય સંગ્રહ
પણ આપવા લાગે છે. પોતામાં રહેલા અમુક કોઈક ગુણને લીધે તેને અભિમાન પણ વર્તે છે. શાસ્ત્રકારોએ આઠ પ્રકારના અભિમાન વર્ણવ્યા છે. જાતિ, કુળ, રૂપ, બળ, જ્ઞાન, તપ, ધન અને પૂજા. આ બધું તો પૂર્વે કરેલાં પુણ્ય કર્મના ફળરૂપે જ છે. જીવ તત્ત્વ ભૂલી જાય છે અને અજ્ઞાનથી આવા અહંકારમાં રાચી તથા માચી, રાગ અને દ્વેષના પરિણામ કરે છે. “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે ોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.' (વ. પૃ. ૩૦૭)
સાધક અહીં આલોચના કરવા બેઠો છે અને અજ્ઞાનવશ જાણતા કે અજાણતા થતાં પોતાના આવા અહંકારના દોષો ઉપર તેની નજર પડે છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરી કબૂલાત કરે છે કે હે પ્રભુ! હું હવે મારા અંતરનું નિરીક્ષણ કરું છું ત્યારે સમજાય છે કે અન્ય કોઈ પણ જીવો બુરા એટલે કે ખરાબ નથી. પરંતુ હું પોતે જ હજુ અનંત દોષોથી ભરેલો હોવાથી મારા જેવું આ વિશ્વમાં કોઈ જ બુરું નથી.
WARN
૬૯
“અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય?’(વ.પૃ. ૨૯૫.) આમ સ્વદોષ દર્શનની દ્રષ્ટિ કરવાથી ધીરે ધીરે પોતાના દોષો ઘટે છે અને યોગ્ય પુરુષાર્થથી અંતે મટે છે. ૧૪. અવગુણોની આલોચના:--
હેવામાં આવે નહીં, અવગુણ ભર્યા અનંત; લિખવામાં ક્યું ર લિખું, જાણો શ્રી ભગવંત.
૧૪.
Page #85
--------------------------------------------------------------------------
________________
આલોચનાદિ પ્રદ્યે સંગ્રહ
‘ભક્તિના વીસ દોહરા'ના પહેલાં જ દોહરામાં
પરમકૃપાળુદેવ લખે છે કે,
બૃહદ્
“હે પ્રભુ! હે પ્રભુ!” શું કહું, દીનાનાથ દયાળ;
હું તો દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ.” (વ.પૃ. ૨૯૫)
અને ત્યાર પછીના દોહરાઓમાં જીવોના ઘણા પારમાર્થિક દોષોનું દર્શન કરાવે છે. આમ જ્ઞાની પુરુષોએ અજ્ઞાની જીવોને તેમનાથી થતાં આવાં અનંત દોષો ઉપર કરૂણાભાવથી દ્રષ્ટિ કરાવી છે. સાધક પણ અહીં પોતાથી થતાં રહેતાં અનંત દોષોની કબૂલાત કરે છે અને કહે છે કે હે પ્રભુ! જે વચનથી કહેવાય નહીં, તે શબ્દોથી કેવી રીતે લખું ? કારણકે લખ્યાં લખાય નહીં એટલે કે ગણ્યાં ગણાય નહીં એટલા બધા અનંત અવગુણોથી હું ભરેલો છું. આપ તો સર્વજ્ઞ છો, તેથી મારામાં રહેલા સર્વે દુર્ગુણો આપ જાણો જ છો. આમ સાધક અંતઃકરણપૂર્વક પોતાથી થતા દોષોની ક્ષમા માંગવાનો ભાવ કરે છે. ‘ક્ષમાપના’ પાઠમાં પણ છેલ્લે પરમ કૃપાળુ દેવ લખે છે કે “હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.”(વ. પૃ. ૯૯)
૧૫. ગ્રન્થિભેદની પ્રાર્થનાઃ-
ણાનિધિ કૃપા કરી, ક્મ કઠિન મુજ છેદ; મિથ્યા મોહ અજ્ઞાનકો, જો ગ્રંથિ ભેદ. ૧૫. જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મ, અને રાગાદિ
Page #86
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ ધ સંગ્રહ
૭૧
ભાવકર્મના ચક્રમાં ફસાયેલો સાધક, અહીં પ્રભુ સમક્ષ પ્રાર્થના કરે છે કે, હે કરુણાના ભંડાર સર્વજ્ઞ દેવ! કૃપા કરીને મને આ કર્મબંધનના કઠણ ચક્રમાંથી છોડાવો. મને એવી પ્રજ્ઞા છીણી આપો કે જેથી મારામાં અનાદિ કાળથી રહેલી આ મિથ્યાત્વ મોહનીય કર્મની નિબિડ ગ્રંથિ હું ભેદજ્ઞાન દ્વારા તોડી, મારા સ્વરૂપ વિશેની ભ્રાંતિ દૂર કરી, યથાયોગ્ય ચારિત્ર ગ્રહણ કરી, મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને પામું. સાધકને હવે વીતરાગ દેવ પ્રત્યે નિશ્ચલ પ્રીતિ અને પ્રતીતિ ઉત્પન્ન થઈ છે, જે સંવેગનો એક અંશ છે. આમ તે પોતામાં રહેલી મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ચતુષ્કરૂપી ચારિત્ર મોહનીયની ગ્રંથીઓનો અત્યંત નાશ કરવાની ભાવના ભાવે છે. “આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે.” (વ.પૃ. ૫૭૦) આ વ્યવહાર સમકિત અંતે નિર્વિકલ્પ પરમાર્થ અનુભવરૂપ શુદ્ધ સમક્તિનું કારણ બને છે. ૧૬. સાધકની પ્રાર્થના અને ક્ષમાયાચના:--
પતિત ઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર; ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર, ૧૬.
હે પતિતોના ઉદ્ધારક કૃપાનાથ ભગવાન! આપ તો એવી ખ્યાતિ ધરાવો છે કે આપના સાચા ભક્તને ભ્રષ્ટ થયેલાં માર્ગમાંથી પાછો વાળી સન્માર્ગે ચઢાવી, તેનો પારમાર્થિક ઉદ્ધાર કરો છો. અત્યારે હું આપને શરણે આવ્યો છું અને પ્રાર્થના કરું છું કે આપના તે યશ-ગૌરવ-પદનો ખ્યાલ કરી મને તે સત્ય માર્ગે ચઢાવો. મેં અજ્ઞાનવશ પૂર્વે અનેક પારમાર્થિક ભૂલો કરી છે અને અત્યારે પણ
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૨
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
મારાથી ભૂલો થઈ રહી છે તે સર્વ ભૂલ-ચૂકની હું અંતઃકરણપૂર્વક વારંવાર ક્ષમા માંગું છું. મારા તે દરેક દોષોને આપ માફ કરો. ૧૦. સાધકની પારમાર્થિક માંગણીઓ --
માફ ક્રો સબ માહરા, આજ તલના દોષ; દીનદયાળુ દો મુઝે, શ્રદ્ધા શીલ સંતોષ. ૧૭.
અહીં સાધક પરમાત્માને શરણે બેસીને આગળ કરેલાં પાપોનો પશ્ચાત્તાપ કરે છે અને પ્રાર્થના કરે છે કે હે દીનદયાળુ દેવ! મેં મારા પૂર્વ જન્મોમાં અને આ જન્મમાં અદ્યક્ષણ પર્યત, જાણતાં કે અજાણતાં મોહવશ, અનંતા દોષો કરી અનંત પાપ કર્મ બાંધ્યા છે. તે સર્વ દોષોની હું હૃદયપૂર્વક મારી માંગું છું. મને સમ્યફશ્રદ્ધા, તદનુસાર સમ્યકઆચરણ અને તાત્ત્વિક સંતોષ આપો, જેથી હું મોક્ષમાર્ગમાં આગળ વધી શકું. શ્રદ્ધા સમ્યફ થતાં, પ્રયોજનભૂત જ્ઞાન પણ સમ્યફ થઈ જાય છે. એટલે કે સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાનનું પ્રગટવું યુગપદ હોય છે. આમ સાધક સમ્યગદર્શન સમ્યગ જ્ઞાન-સમ્યફચારિત્ર કે જે ખેરખર મોક્ષમાર્ગ છે તેની અને સંતોષરૂપ ગુણોની પ્રભુ સમક્ષ વિનયપૂર્વક યાચના કરે છે. ૧૮.. આલોચનાના ભાવની અભિવ્યક્તિ --
આતમનિંદા શુદ્ધ બની, ગુનવંત વંદન ભાવ; રાગદ્વેષ પતલા ક્રી, સબસે ખીમત ખીમાવ. ૧૮.
સાધક અહીં પોતાના દોષોની પ્રભુ સમક્ષ કબૂલાત કરી
Page #88
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
આત્મનિંદા કરે છે. આવી આત્મનિંદા જો ગુરુ સમક્ષ કરવામાં આવે તો તેને આત્મગ અથવા ગર્હણા કહે છે. આ આત્મનિંદા અથવા આત્મગર્હણા પોતાની આત્મશુદ્ધતાને લક્ષે કરાતો શુભ ભાવ છે. અજ્ઞાની જીવ પૂર્વ કુસંસ્કારોને વશ થઈ અન્યના ગુણો જોવાને બદલે તેમના દોષો જોઈ નિંદા કરે છે અને તેમાં મિથ્યા આનંદ અનુભવે છે. જેથી પાપ બાંધે છે. જ્યારે અહીં સાધક ગુણાનુરાગી થયો હોવાથી પોતાના અજ્ઞાનને દૂર કરવાના પ્રામાણિક પ્રયત્નમાં છે. એટલે અન્યના દોષો જોવાને બદલે તેમના ગુણોને જોઈ તેમને ભાવથી વંદન કરી, પોતાના ગુણોનો વિકાસ તથા પોતાના દોષોનો વિનાશ કરવાની ભાવના ભાવે છે, અને પ્રભુ પાસે લઘુત્વ ભાવથી પ્રાર્થના કરે છે કે હે દેવાધિદેવ! હું મારા કષાયને એટલે કે મારામાં થતાં અજ્ઞાનવશ રાગ અને દ્વેષના વિકારોને મંદ કરી આપની સાક્ષીએ દરેક જીવોને ક્ષમા આપી તેમની ક્ષમા માગું છું. આમ અહીં આલોચના અને પ્રતિક્રમણ સાથે ક્ષમાદાન અને ક્ષમાયાચના પણ જોડાયેલા છે, જેથી વેરનું વિસર્જન થાય છે અને મૈત્રીભાવની વૃદ્ધિ થવા પામે છે. ૧૯. ગુરુદેવ સમક્ષ આત્મગાં:--
છૂટું પિછલાં પાપસેં, નવાં ન બાંધું કોઈ; શ્રી ગુરુદેવ પ્રસાદસેં, સફલ મનોરથ હોઈ. ૧૯.
૭૩
અહીં સાધક હવે શ્રી ગુરુદેવ સમક્ષ પોતાના પાપોની ગહ કરે છે (નિંદા કરે છે), અને વિનંતી કરે છે કે હે પરમ કૃપાળુ ગુરુદેવ! મારા ઉપર એવી કૃપા કરો કે જેથી હું પાપ કર્મના ઉદયને સમતા ભાવથી વેદું, પરિણામે મને નવા કર્મનો કોઈ બંધ ન થાય અને પૂર્વે ઉપાર્જીત કરેલા સર્વ પાપ કર્મોની હું નિર્જરા કરી, છૂટકારો પામું.
Page #89
--------------------------------------------------------------------------
________________
७४
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ આમ સાધક સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈ એક મોક્ષનો જ અભિલાષી થયો હોવાથી અપક્ષપાતપણે પોતાના દોષો તરફ દ્રષ્ટિ કરી, તેને ટાળવાનો પ્રામાણિક પુરુષાર્થ કરે છે, અને નીચેના દોહરામાં બતાવેલા મનોરથો સફલ થાય તેવી અંતરથી ભાવના ભાવે છે. ૨૦. સાધકના ત્રણ મનોરથ --
પરિગ્રહ મમતા તજી રી, પંચમહાવ્રત ધાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. ૨૦.
ઉત્તમ સાધકનું લક્ષ નિરંતર નીચે જણાવેલ મુખ્ય ત્રણ મનોરથની ઉપાસના કરી, તેને પ્રાપ્ત કરવાનું હોય છે, તેમ અહીં બતાવે છે. (૧) પરિગ્રહની મમતાનો ત્યાગ (૨) પંચ મહાવ્રતનું ગ્રહણ અને (૩) મૃત્યુ વખતે આલોચના કરી સંથારો એટલે સલ્લેખનાપૂર્વકનો દેહત્યાગ કરવો. આ ત્રણેય મનોરથને સંક્ષેપમાં સમજીએ. (૧) પરિગ્રહ ત્યાગ : “પરિ” એટલે ચારેય બાજુથી (સમસ્ત પ્રકારથી) અને “ગ્રહ એટલે ગ્રહણ કરવું (પકડવું). આમ પરિગ્રહનો અર્થ ચારેય બાજુથી ગ્રહણ કરવું તે. પાતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્ય સિવાય વિશ્વનાં અન્ય પદાર્થોને અને વિભાવ ભાવોને ગ્રહણ કરવાની આસક્તિ થવી, જેથી તેમાં થતો મમત્ત્વભાવ એટલે કે મમતા-મૂછ ભાવ - તે પરિગ્રહ છે. અંતરંગ પરિગ્રહ ચૌદ પ્રકારના છેઃ- એક મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય. બાહ્ય પરિગ્રહ દસ પ્રકારના હોય છે (આમ્નાય ભેદે નવ પ્રકારના પણ ગણાય છે) - ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસ, દાસી, કપડાં, અને વાસણ. જીવોમાં રહેલી ચાર સંજ્ઞાઓ જેવી કે આહાર, ભય, મૈથુન,
Page #90
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
અને પરિગ્રહ તેમાંની આ પરિગ્રહ સંજ્ઞા ક્રમથી સૌથી છેલ્લી સંજ્ઞા છે. તે જ સર્વ પાપનું મૂળ છે, અને પાપનો બાપ છે. મૂછ પરિપ્રદ્દ (તત્વાર્થ સૂત્ર ૭/૧૭) આને લોભ કષાય પણ કહેવાય છે. જે છેક દસમાં ગુણસ્થાનને અંતે ક્ષય પામે છે. આ કષાયનો અંત થતાં જ જીવ પૂર્ણ વીતરાગી બને છે. (૨) પંચ મહાવ્રતઃ મુનિ દશામાં પળાતાં પાંચ મહાવ્રતો એટલે કે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આમાં અહિંસા મુખ્ય મહાવ્રત છે, બાકીના ચાર મહાવ્રતો તેના પોષક છે. એટલે જ વીતરાગ દર્શનમાં “મદિ પરમો ધર્મઃ” એટલે કે અહિંસા તે મુખ્ય ધર્મ છે એમ મનાય છે. વીતરાગ દર્શન ત્રણ પાયા ઉપર મુખ્યત્વે આધારિત છે. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. (૩) સંથારો : આ વ્રતને શ્રાવકનું તેરમું વ્રત પણ કહે છે. આને સલ્લેખના વ્રત પણ કહેવાય છે. શ્રાવક કે મુનિને પોતાના જીવનમાં પ્રતિકારરહિત એવા ઉપસર્ગ આવી પડતાં, અસહ્ય દુષ્કાળ પડતાં, વૃધ્ધત્ત્વ આવતાં અથવા અસાધ્ય રોગ આવી પડતા ઈત્યાદિ, જેવાં કોઈ ખાસ કારણોને લીધે એમ લાગે કે જિંદગી હવે લાંબી ટકી શકે એમ નથી અને મૃત્યુ એકદમ નજીક હોય એવું લાગે છે ત્યારે, સમાધિપૂર્વક એટલે કે શાંતભાવથી પ્રાણ છૂટે તેવો તે સંકલ્પ કરે છે, અને સંથારા વ્રતને વિધિપૂર્વક અંગીકાર કરે છે. આ વ્રત દરમ્યાન તે જીવની યોગ્ય દ્રઢતા અને સ્થિરતા જળવાય તે માટે વિદ્યમાન પ્રત્યક્ષ સત્પરુષ કે જ્ઞાની સાધુની નિશ્રા અનિવાર્ય રહે છે. સાધક, જીવનના અંત સુધી દ્રષ્ટિમાં ભાવોની શુદ્ધિ રાખી, દેહ અને પરિવારાદિ ઉપરથી મમતાનો ત્યાગ કરી, અનુક્રમે ઔષધ, આહાર તથા જળાદિનો ત્યાગ કરી આલોચના કરતાં કરતાં શાંતિથી દેહનો
Page #91
--------------------------------------------------------------------------
________________
૭
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
પરિત્યાગ કરે છે. આ પ્રમાણેના દેહવિલયને અપેક્ષાએ સમાધિમરણ અથવા સુગતિમરણ પણ કહે છે.
આમ સાધક પરપદાર્થો ઉપરના મમત્વનો અંતરથી ત્યાગ કરી, આત્મજ્ઞાન ઉપાર્જન કરી, ભાવલિંગી મુનિપણું ગ્રહણ કરી, જીવનના અંત સમયે આલોચના કરતા કરતા સલ્લેખનાનું તપ ગ્રહણ કરી, સમાધિપૂર્વક દેહત્યાગ કરવાની ભાવના ભાવે છે. આ કાળે આ ક્ષેત્રે આટલી જ સાધના શક્ય છે કારણ કે સાતમા ગુણસ્થાનથી આગળ જઈ શકાતું નથી. ખરેખર આજ ધર્મનો સાર છે. ૨૧. ગણ મનોરથનું ફળ:--
તીન મનોરથ એ કહ્યાં, જો ધ્યાવે નિત મન્ન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ધન્ન. ૨૧.
સાધક અનંત અવ્યાબાધ સુખની ઈચ્છા રાખતો હોવાથી ઉપર જણાવેલ ત્રણ પારમાર્થિક મનોરથ સેવવાની નિરંતર ભાવના ભાવે છે. તદનુસાર તે મનની એકાગ્રતા વધારી ધ્યાનયોગની ઉપાસના કરવાનો ઉપયોગપૂર્વક પ્રયત્ન કરે છે. અને પોતાના આશયની પૂર્ણતાને લક્ષ ઉપર જણાવેલ ત્રણ મનોરથને ધ્યાવવાનો નિરંતર ઉદ્યમ કરે છે.
પહેલા મનોરથમાં સાધક એમ ચિતવે છે કે હે જિનેશ્વર! આ બાહ્ય અને અત્યંતર પરિગ્રહ તે વિષય અને કષાયને વધારનારા, જ્ઞાન, દર્શન અને ચારિત્રનો નાશ કરનારા, અઢાર પાપને વધારનારા, દુર્ગતિને દેનારા અને અનંત સંસાર પરિભ્રમણ કરાવનારા છે. તેથી હું પરિગ્રહનો ઉપલક્ષથી તેના આરંભનો પણ ત્યાગવાનો સંકલ્પ કરું છું.
બીજા મનોરથમાં સાધક એમ ચિતવે છે કે, હે જિનેશ્વર દેવ! ગૃહવાસનો, સંસારનો અને અઢારેય પાપસ્થાનકોનો ત્યાગ કરી દ્રવ્ય
Page #92
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ - આલોચનાદિ uધ સંગ્રહ
૭૭
અને ભાવથી મુનિદીક્ષા અંગીકાર કરી તે વીતરાગ પ્રભુની આજ્ઞાનુસાર સકળ સંયમ પામવાનો સંકલ્પ કરું છું.
ત્રીજા મનોરથમાં સાધક એમ ચિંતવે છે કે, હે જિનેશ્વર પ્રભુ! હું ચારેય પ્રકારના આહાર એટલે કે ખાદ્ય, સ્વાદ્ય, લેહ્ય અને પેયનો ત્યાગ કરી, અઢારેય પાપસ્થાનકોનો ત્યાગ કરી, ભૂતકાળની ભૂલોનું પ્રતિક્રમણ કરી, વર્તમાનમાં થતાં દોષોની આલોચના કરી, નિઃશલ્ય થઈ, સર્વ જીવોને ખમાવી, અતિ પ્રેમપૂર્વક પાલન પોષણ કરેલા આ મારા દેહના મમત્ત્વનો પરિત્યાગ કરી એટલે કે સંથારા વ્રતને ગ્રહણ કરી, જ્ઞાયકનું શરણ લઈ, સમાધિમરણ કરવાનો હું સંકલ્પ એવું છું.
આમ સાધક યથાશક્તિ એટલે કે પોતાની શક્તિ અનુસાર આવો પ્રામાણિક પારમાર્થિક પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરે છે. જેથી ક્રમ કરીને અંતે મોક્ષસુખરૂપી લક્ષ્મીને તે પ્રાપ્ત કરી શકે. ૨૨. જૈન ધર્મનો સાર --
અરિહા દેવ, નિગ્રંથ ગુરુ, સંવર નિર્ભર ધર્મ; આગમ શ્રી કેવલી કથિત, એહિ જેન મત મર્મ. ૨૨.
અહીં જૈન ધર્મના મર્મને નીચે જણાવ્યા પ્રમાણે બતાવ્યો છે. ૧) “અરિહા દેવ” કહેતાં અહીં તીર્થકર દેવ, કે જેમની દિવ્યતાસભર ૐકાર ધ્વનિ ચોથા આરામાં આપણા આ ભરતક્ષેત્રમાં ખરતી હતી અને મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે પણ ખરી રહી છે. તેનાથી પ્રણિત થતો ધર્મનો મર્મ; ૨)નિગ્રંથ ગુરુ' કહેતાં, મુખ્યત્વે મુનિધર્મ પાળતા નિગ્રંથ આત્મજ્ઞાની ગુરુદેવ, જેમનું વર્ણન પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિશાસ્ત્રની દશમી ગાથામાં બતાવ્યું છે: આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ,
Page #93
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય’(વ.પૃ.૫૩૨). વળી તેઓશ્રીએ પત્રાંક ૮૩૭માં આ દોહરાનું વિવેચન પણ વિસ્તારપૂર્વક આપ્યું છે. (વ.પૃ.૬૨૨) તેવાં સદ્ગુરુદેવથી અપાતા ઉપદેશમાં આવતો ધર્મનો મર્મ.
૭૮
૩) ‘સંવર નિર્જર ધર્મ” - સંવર એટલે પૂર્વ કર્મના ઉદય વખતે સમતા ભાવથી વેદવાનો ઉદ્યમ કરતાં નવા કર્મનાં બંધનનું અટકવું અને નિર્જરા એટલે ઉદયમાં આવેલા કર્મનું ફળ આપી ખરી જવું તે. આ ત્રીજા પ્રકારનો ધર્મનો મર્મ છે.
૪) ‘આગમ શ્રી કેવલી કથિત' કહેતા જિનાગમમાં જે તીર્થંકર દેવ પ્રણિત ધર્મ કે જે ગણધર ભગવંતોએ દેશના ઝીલી - અગિયાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરી જેનાથી આગમો રચાયા. આ દ્રવ્યશ્રુત જ્ઞાન વડે જગતના જીવોને, વીતરાગ ધર્મ જે રીતે સમજાવ્યો છે તે ધર્મનો મર્મ.
એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો કે ‘શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી, મર્મ તો સત્પુરૂષનાં અંતરાત્મામાં રહ્યો છે' (વ. પૃ. ૧૮૪), આમ પરમ કૃપાળુદેવે સાધક માટે પ્રત્યક્ષ સત્પુરૂષની નિશ્રાની અનિવાર્યતા ઉપર ઠેર ઠેર ભાર મૂક્યો છે, જે દરેક સાધકે તેના આશયને યથાર્થ સમજી, હૃદયસ્થ કરી, યોગ્ય રીતે આચરણમાં મૂકવા પ્રયત્ન કરવો જોઈએ.
‘આત્મસિદ્ધિ’ની ૧૧૫મી ગાથામાં પણ ધર્મનો મર્મ બતાવ્યો છે.
“છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ;
નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.” (વ.પૃ. ૫૫૪)
સાધક અહીં બતાવેલા આ જૈન ધર્મના મર્મ-રહસ્યને સમજીને તે પ્રમાણે સાધના કરવાનો દૃઢ સંકલ્પ કરે છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૨૩. ભવસાગર પાર ઉતરવાનો ઉપાય --
આરંભ વિષય-ક્યાય તજ, શુદ્ધ સમક્તિ વ્રત ધાર; જિન આજ્ઞા પરમાન કર, નિશ્ચય ખેવો પાર. ૨૩.
આ દોહરામાં ગ્રંથકારે સાધના – પ્રક્રિયાની સારભૂત વિધિ કહી છે. સાધક જો આ વિધિને અનુસરીને ચાલે તો તેને કોઈ ઠેકાણે ભટકવાનું રહે નહીં, અને મોક્ષમાર્ગમાં તે ગંતવ્યસ્થાને અચૂક પહોંચી શકે. અહીં જે પારિભાષિક શબ્દો વપરાયા છે તેને પહેલાં સંક્ષેપમાં સમજીએ. (૧) આરંભઃ આરંભ એટલે હિંસાદિ કાર્યો કરવા તે. આરંભ પહેલા સમારંભ અને સમારંભ હોય છે. સમારંભ એટલે જીવોને પ્રમાદવશે મારવાનો સંકલ્પ કરવો; પછી તે માટે સાધનો એકઠા કરવા તે સમારંભ છે. આમ સમરંભ, સમારંભ અને આરંભ એ ત્રણેય મન, વચન અને કાયા વડે પોતે કરવા, બીજા પાસે કરાવવા અથવા કરનારને અનુમોદન કરવું, તેથી તે ૩ X ૩ X ૩=૨૭ પ્રકારે થયા. આ બધા ક્રોધ, માન, માયા અને લોભને વશ થઈને કરતાં ૨૭ X ૪=૧૦૮ પ્રકારે થયાં. આમ આરંભના પ્રકાર ૧૦૮ થયાં. (૨) વિષય : પાંચ ઈન્દ્રિયોના વિષયો જેવા કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ. મન પણ નોઈન્દ્રિય તરીકે ગણાય છે. આમ મન જ વિષયોમાં મુખ્ય ભાગ ભજવતું હોવાથી તે ઈન્દ્રિયોનો અધિષ્ઠાતા ગણાય છે. (૩) કષાય ? તેની કુલ ૨૫ પ્રકૃત્તિ છે. ક્રોધ, માન, માયા અને લોભ = ૪. તેના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન – તેના પ્રકાર =૪ એટલે ૪ x
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૦
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૪=૧૬ કષાય થયા. નવ પ્રકારે નોકષાય છે જેવા કે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક , જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. આમ ૧૬ + ૯=૨૫ કષાય થયા.
સાધક પહેલાં આરંભ ઘટાડે છે. તેથી પરિગ્રહ પણ ઘટવા પામે છે. જેથી હિંસાદિની પ્રવૃત્તિ ઢીલી પડે છે. તેની સાથે વિષય અને કષાયને પણ તે અંશતઃ ત્યાગે છે. આમ કરવાથી તેના પ્રતિપક્ષી વૈરાગ્ય અને ઉપશમાદિ ગુણોનો ઉદય થવા પામે છે. અને સમ્યક્ત્વની ભૂમિકા તૈયાર થાય છે. આત્મહિત માટે સાચા દેવ-જિનદેવ, ઉપલક્ષથી સદ્દગુરુ અને સધર્મમાં તેને અપૂર્વ રુચિ ઉત્પન્ન થાય છે. જિનદેવ પ્રણિત આજ્ઞા પ્રમાણે સાધકમાં પછી જીવાદિ સાત તત્ત્વની યથાર્થ પ્રતીતિ પ્રગટ થવા પામે છે. પછી સ્વ-પરના સ્વરુપની યથાર્થ શ્રદ્ધા થતાં તેનામાં નિજ શુદ્ધાત્માના પ્રતિભાસરુપ આત્માની શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. એટલે કે સાધકમાં નિશ્ચય સમ્યગદર્શન પ્રગટ થવા પામે છે. અને સાધક જ્ઞાની બને છે.
ત્યાર પછી ક્રમથી દેશસંયમ અને સકળસંયમાદિ ધારણ કરી, ગુણસ્થાન આરોહણ કરી અંતે પરમપદની પ્રાપ્તિ કરે છે. આમ અહીં બહિરાત્મામાંથી અંતરાત્મા અને પછી પરમાત્મા થવાનો ઉપાય બતાવ્યો છે. અંતે ગ્રંથકાર સાધકને જણાવે છે કે જિનેશ્વર ભગવાનની આ આજ્ઞા છે, અને તે પરમ પ્રમાણ છે – યથાર્થ છે તેમ તું માનજે, અને જે ઉપર ઉપાય કહ્યાં છે તેને પ્રમાણિકપણે જો આચરણમાં મૂકીશ તો તારા અનાદિકાળના ભવસાગરથી નિશ્ચિત તું પાર ઉતરી શકીશ. ૨૪. ધર્મશાસ્ત્રનો અભ્યાસ --
ક્ષણ નિક્યો રહનો નહીં, ક્રનો આતમ કામ; ભણનો ગુણનો શીખનો, રમનો જ્ઞાનારામ. ૨૪.
Page #96
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંવાદ
૮૧
બિંદુ જેવું છે. જેનાથી એ બોધન
જ ના જ
આગળના દોહરામાં ગ્રંથકારે જિનાજ્ઞાનુસાર સાધકે પોતાના જીવનવ્યવહારને બનાવવાની વાત કરી હતી. હવે આ દોહરામાં જિનાજ્ઞાને જાણવા માટે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ વગેરે સતત કરવો પરમ આવશ્યક છે તેમ જણાવી તેની વિધિનો અહીં નિર્દેશ કર્યો છે.
આ દોહરાના પહેલા ચરણ પ્રમાણે સાધકે ભાવના કરવાની છે કે પરમાર્થ સાધના સિવાય એક ક્ષણ પણ પ્રમાદવશ નકામો હું ગાળીશ નહીં. “ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળા પ્રમાદનાં લક્ષણ છે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ મનુષ્યાય જતાં વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. “સમયે પોયમ ની પમા” – એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો અને બીજો એ કે મેષાનમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઊભો છે. લીધો કે લેશે એમ જંજાળ થઈ રહી છે; ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે.”(વ. પૃ. ૯૪). - પછીના ચરણોમાં સાધકે શુદ્ધ આત્મસ્વરૂપ પામવા માટે શું આતમ કામ-સાધના કરવાની છે તેની વિગત જણાવી છે. ૧) ભણનો એટલે પુસ્તકના માધ્યમથી ગુરુગમપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ. ૨) ગુણનો એટલે શાસ્ત્રના અર્થ અને તત્ત્વને જે સમજ્યા હોઈએ તેનું મનન અને ચિંતવન કરવું જોઈએ.
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૨
બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ
૩) શીખનો એટલે કે મૂળ સૂત્રોને કંઠસ્થ કરી હૃદયસ્થ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અને છેલ્લે જણાવે છે કે રમનો જ્ઞાનારામ -(જ્ઞાન+આરામ) એટલે કે જેમ બગીચામાં ફ૨વાથી મન પ્રસન્નતા-આનંદ અનુભવે છે તેમ જ્ઞાન અને ચારિત્રરૂપી બગીચામાં રમણતા કરવાથી સચ્ચિદાનંદનો અનુભવ થાય છે. આ પ્રમાણે સતતરૂપથી સ્વાધ્યાય કરતા કરતા જ સાધકના વ્યક્તિત્વમાં વિશિષ્ટ પ્રકારનું પરિવર્તન આવે છે જે તેને મોક્ષમાર્ગમાં અચૂક લઈ જાય છે.
૨૫. ચાર શરણ-ગ્રહણ
માંગલિક-
અરિહા સિદ્ધ સબ સાધુજી, જિનાજ્ઞા ધર્મસાર; માંગલિક ઉત્તમ સદા, નિશ્ચય શરણાં ચાર. ૨૫.
--
=
જૈન દર્શનમાં માનતા સર્વ સાધુ અને સાધ્વીઓ નીચે જણાવ્યા પ્રમાણેનું માંગલિક ગૃહસ્થોને સંભળાવતા હોય છે. આ પ્રચલિત માંગલિકમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞ પ્રણિત ધર્મ તે ચારેયને સર્વથા મંગળ રૂપ, આ લોકમાં સર્વદા ઉત્તમરુપ અને નિશ્ચયથી શરણરુપ બતાવ્યા છે, જે નીચે મુજબ છે.
ચત્તારિ મંગલમ – અરિહંતા મંગલમ્ – સિદ્ધા મંગલમ્-સાહ્ મંગલમ્-કેવલી પન્નતો ધમ્મો મંગલમ્
ચત્તારિ લોગુત્તમા-અરિહંતા લોગુત્તમા-સિદ્ધા લોગુત્તમા-સાહ્ લોગુત્તમા – કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો.
ચત્તારિ શરણં પવજ્જામિ – અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ - સાહૂ શરણં ૫વામિ - કેવલી પત્રતં ધમ્મ શરણં પવજ્જામિ.
Page #98
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંaas
એ ચાર માંગલિક, ચાર ઉત્તમ ને ચાર શરણ કરે જે, ભવસાગરથી તરે તે, સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં આ શરણાં ચાર, અવર ન શરણે કોય, જે નરનારી આદરે, તેને અક્ષય અવિચળ પદ હોય, અંગુઠે અમૃત વસે, લબ્ધિતણાં ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ, મન વાંછિત ફળ દાતાર.
સાધક હવે નિર્ણય કરે છે કે જિન-આજ્ઞા- અનુસાર ધર્મ આરાધના કરવાથી જ ધર્મ સારરૂપ થાય છે. જીવે પૂર્વે ધર્મ આરાધના તો ઉગ્રરૂપે ઘણી વાર કરી છે, પણ જિન-આજ્ઞા પ્રમાણે ન કરવાથી તેના ભવચક્રના આંટા ટળ્યા નહીં.
આમ સાધક અહીં આલોચના કરતા કરતા વ્યાવહારિક મંગલ ભાવનાઓ ખૂબ ભક્તિભાવપૂર્વક ભાવે છે, અને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળજ્ઞાનીથી પ્રકાશેલો ધર્મ, એમ ચારેયનું નિશ્ચયપૂર્વક શરણ ગ્રહણ કરવાનો સંકલ્પ કરે છે. ૨૬. પ્રભુ સ્મરણ - વ્યવહાર ધર્મ --
ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણને ચાવ; નરભવ સફલો, જો રે દાન શીલ તપ ભાવ. ૨૬.
જેમ જેમ ક્ષણે ક્ષણે અને નિરંતર પ્રભુ તરફનો ઉપલક્ષથી સદગુરુ તથા ધર્મ પ્રત્યે પ્રેમ અને ભક્તિભાવ ઉત્સાહપૂર્વકનો વર્ધમાન થાય તેમ તેમ જીવની પરમાર્થ યોગ્યતા પ્રગટતી જાય છે. ક્ષમા,
Page #99
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
વિનય, સરળતા, સંતોષાદિ ગુણો વૃદ્ધિ પામે છે. સંસાર, શરીર અને ભોગો પરની આસક્તિ ક્રમશઃ ઘટતી જાય છે અને આત્માનો ઉપયોગ પરપદાર્થો અને પરભાવો તરફથી હઠી સ્વ-તરફ ધીરે ધીરે વળતો જાય છે. આવો નિરંતર પુરુષાર્થ કરવાથી વિષયો અને કષાયોમાં વિકલ્પોની મંદતા આવે છે. દયા અને દાન કરવાના ભાવ જાગે છે, સ્વાધ્યાય, ધ્યાન, સંયમ, તપ આદિ કરવાની રુચિ પ્રગટે છે અને અંતે પરિણામોની શુદ્ધિ થતાં કોઈક એક અપૂર્વ ધન્ય પળે આત્મસ્વરૂપનું દર્શન થવા પામે છે. પછી યથાયોગ્ય ચારિત્ર ગ્રહણ કરી મનુષ્યભવને સફળ કરી ક્રમશઃ પૂર્ણાનંદની પ્રાપ્તિ કરે છે. આમ અહીં ભક્તિમાર્ગનો એટલે કે વ્યવહાર ધર્મનો મહિમા બતાવ્યો છે.
ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે, આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે”.(વ.પૂ. ૬૮૭).
લિબાગ = ૨
૧. જીવ - વરૂપનું ચિંતન---
સિદ્ધો જેસો જીવ હૈ, જીવ સોઈ સિદ્ધ હોય; કર્મ મેલકા અંતરા, બૂઝે વિરલા કોય. ૧.
વિશ્વના ત્રણ લોકમાં રહેતા સર્વ જીવ શક્તિ અપેક્ષાએ સિદ્ધ સમાન જ છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ૧૩૫મી ગાથામાં કહ્યું છે,
Page #100
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
“સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સશુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કરણમાંય.”
(વ. પૃ. - પપ૬) પરંતુ તે સિદ્ધ દશા પર્યાયમાં વ્યક્ત થવા માટે યોગ્ય પુરુષાર્થ, ઉપાદાનની તૈયારી અને ઉપરના પદમાં બતાવ્યા પ્રમાણે યથાયોગ્ય નિમિત્તની હાજરી અનિવાર્ય છે.
આમ સિદ્ધ ભગવાન અને સંસારી જીવમાં જે કાંઈ અંતર છે તે અનુક્રમે કર્મમલ રહિતપણાનું અને કર્મમલ સહિતપણાનું જ છે એટલે કે જીવ પોતે જ કર્મથી રહિત થવાથી સિદ્ધદશાને પ્રાપ્ત કરી શકે છે. જડ દ્રવ્ય કદી સિદ્ધ થઈ ન શકે. આવો સંસારીમાંથી સિદ્ધ થવાનો પુરુષાર્થ કોઈક વીરલા જીવો જ કરી શકે છે, કારણ કે મોહરાજાનું સામ્રાજ્ય ખૂબ બળવાન હોય છે અને અજ્ઞાની સંસારી જીવો તેમાં ગળાડૂબ ફસાયેલાં રહે છે, જેથી કર્મનું વિષચક્ર અનંત સંસાર પરિભ્રમણ કરાવે છે. સાધક અહીં સર્વ કર્મમલથી મુક્ત થવાની ઉત્તમ ભાવના ભાવે છે. ૨. દ્રવ્યના વિભિન્ન ભેદ શા માટે?--
ર્મ પુદ્ગલ રૂપ હૈ, જીવરૂપ હૈ જ્ઞાન; દો મિલક્ય બહુ રૂપ હૈ, વિછક્યાં પદ નિરવાન. ૨.
અતિ સૂક્ષ્મ એવી કાર્મણ વર્ગણા જે પુદ્ગલ પરમાણુઓના સ્કંધરુપે હોય છે, તે આખા વિશ્વમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. જીવદ્રવ્યની સાથે એક ક્ષેત્રાવગાહે રહેલી આ કાર્મણ વર્ગણાઓ, જીવના વિભાવભાવનું નિમિત્ત પામી તે તે પ્રકારે કર્મરૂપે પરિણમે
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૬
બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ
છે. આ એક વ્યવહારનયનું કથન થયું પણ નિશ્ચયનયથી ખરેખર તો તે કાર્મણ વર્ગણાઓની તે કાળે યોગ્યતા જ એવી હોય છે કે તે તેવા કર્મરૂપે પરિણમે છે. આમ કર્મો અતિ સૂક્ષ્મ એવા પુદ્ગલ પરમાણુઓના બનેલા હોવાથી તે જડસ્વરૂપે છે.
તેના વિશેષ ગુણો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે, જ્યારે જીવ જ્ઞાન સ્વરૂપે હોવાથી તે ચેતનરૂપ છે. જ્ઞાન જીવનો અસાધારણ ગુણ હોવાથી અને વળી તે એક જ ગુણ વડે જીવ દ્રવ્ય મુખ્યતાએ ઓળખાતું હોવાથી તેને “જ્ઞાન માત્ર’” પણ કોઈ અપેક્ષાએ કહેવામાં આવે છે. આમ, જડ અને ચેતન દ્રવ્યોના વિશેષ ગુણો અત્યંત જુદા છે. છતાં પણ સંસારી જીવ અને કર્મ (જડ) બન્ને તત્ત્વો ક્ષીર અને નીરની માફક અનાદિ કાળથી સંયોગ સંબંધે જોડાયેલા છે. નિશ્ચયનયની અપેક્ષાએ, જીવદ્રવ્યનું સ્વરુપ શુદ્ધ ચૈતન્યસ્વરુપ છે. એટલે કે જ્ઞાન અને દર્શન સ્વરૂપ છે પણ મોહનીય કર્મના ઉદયનું નિમિત્ત પામી, અને યોગ્ય સમતાના અભાવમાં, જીવ અજ્ઞાનવશ વિકા૨ીભાવ કરવાથી તેના નિમિત્તે કર્મબંધન તેને થાય છે. પરિણામે ચાર ગતિ અને ૮૪ લાખ જીવ યોનિમાં તે દેહ ધારણ કરી પરિભ્રમણ કરે છે. આમ કર્મનો સંયોગ પામી જીવ બહુરૂપી સંસારમાં અનેક રૂપો ધારણ કરે છે અને ભવસાગરમાં અનાદિ કાળથી ભટક્યા કરે છે. આ બન્ને એટલે કે જીવ અને કર્મને છૂટા પાડવાનો એક માત્ર તાત્ત્વિક ઉપાય એ ભેદવિજ્ઞાન છે. જેને પ્રજ્ઞાછીણી પણ કહેવાય છે.
arde
આ પ્રજ્ઞાછીણીથી જડ અને ચેતન બંન્ને જુદા પાડી શકાય છે અને પ્રજ્ઞા વડે જીવને-ચેતનને પોતાની માન્યતામાં ગ્રહણ કરી, અજ્ઞાનનો નાશ કરી, જીવ શુદ્ધ સમકિત પામે છે. પછી સંયમાદિકમાં યોગ્ય રીતે પ્રવર્તન કરી, સર્વ કર્મમલથી છુટા થઈ, નિર્વાણ પદ પ્રાપ્ત કરે છે, એટલે કે તે હવે દેહરહિત પરમાત્મપદ-સિદ્ધપદ પ્રાપ્ત કરે છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૩. જીવ અને કર્મ ભિન્ન કરવાનો ઉપાય --
જીવ ક્રમ ભિન્ન ભિન્ન ક્રો, મનુષ જનમકું પાય; આત્મજ્ઞાન વૈરાગ્યસે, ધીરજ દયાન જણાય. ૩.
ઉત્તરાધ્યયન સૂત્રમાં મનુષ્યપણુ ચાર પ્રકારે દુર્લભ કહ્યું છે(૧) મનુષ્યપણું પ્રાપ્ત થવું, (૨) સતપુરુષના વચનનું શ્રવણ મળવું, (૩) તેની શ્રદ્ધા થવી અને (૪) સંયમમાં વીર્યનું હુરવું. “અમૂલ્ય તત્ત્વ વિચાર'ની પહેલી જ કડીમાં પરમ કૃપાળુદેવ જણાવે છે કે “બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો; તોયે અરે ભવચક્રનો, આંટો નહીં એક્કે ટળ્યો” (વ. પૃ. ૧૦૭) આમ પૂર્વે ઘણું પુણ્ય ભેગું કર્યુ હોય ત્યારે જ જીવને માનવનો શુભ ભવ પ્રાપ્ત થાય છે. આ મનુષ્યભવ જ એક એવો ભવ છે જ્યાંથી પાંચેય ગતિ (દેવ, નરક, મનુષ્ય, તિર્યંચ અને મોક્ષ)ના દરવાજા ખુલ્લા મળે છે. હવે ક્યા દરવાજામાં દાખલ થવું છે તે આપણે જ નક્કી કરવાનું રહે છે.
અહીં સાધક ભાવશુદ્ધિ કરવા બેઠો છે. મોક્ષલક્ષ્મીને સુપ્રાપ્ત કરવાની ભાવના ભાવી રહ્યો છે; તેથી તે દેહ, ગૃહ, કુટુંબાદિમાં અનાસક્ત થઈ વૈરાગ્ય, ઉપશમ અને જ્ઞાનબળ વધારવાનો પુરુષાર્થ કરે છે. જેથી યોગ્ય ભેદ વિજ્ઞાનનો ઉપયોગ કરી, સમકિત પામી, ઉદયમાં આવતા કર્મોને સમતાભાવથી વેદી સર્વ કર્મોની સંવર અને નિર્જરા કરવાની ભાવના ભાવે છે. આમ જીવ દ્રવ્યકર્મ અને ભાવકર્મથી ક્રમશઃ નિર્મળ બનતો જાય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્યના બળથી સંયમ ધારણ કરી ધીરજ અને ધ્યાનબળને વિશેષરૂપે જાગૃત કરી, ગુણસ્થાન આરોહણ કરે છે અને છેવટે અરિહંત થઈ સિદ્ધપદની પ્રાપ્તિ કરે છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
८८
બૃહદ્ – આલોચનાદિ ઘધ સંગ્રહ
આ દોહરામાં જીવ અને કર્મને ભિન્ન ભિન્ન કરવાનો એટલે કે દ્રવ્યથી અને ભાવથી ભિન્ન કરવાનો ઉપાય બતાવ્યો છે. સંસારમાં અરુચિ અને મોક્ષમાં રુચિ તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહે છે. બાકી મોહગતિ કે દુઃખગર્ભિત વૈરાગ્યની તો અહીં વાત જ નથી. આત્મજ્ઞાન એટલે સમ્યક્ત્વ, અને ધ્યાન એટલે કર્મક્ષય કરવા માટેની થતી એકાગ્ર સુવિચારધારા. આવી વિચારધારા પ્રગટ કરવામાં અને તેમાં સ્થિરતા અને દ્રઢતા લાવવા માટે અત્યંત ધીરજની જરૂર રહે છે. અહીં ધ્યાનને મુખ્ય સાધન માન્યું છે. ૪. જીવનો પરિચય:--
દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન; કાળ થકી રહૈ સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. ૪.
દરેક વસ્તુ પોતાના જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અસ્તિત્વ ધરાવે છે, એટલે કે તે સ્વચતુષ્ટય લક્ષણવાળી હોય છે અને પરથી તે રૂપ નથી. તે અપેક્ષાએ પ્રત્યેક જીવદ્રવ્ય પણ સ્વચતુષ્ટય અસ્તિત્વ ધરાવે છે. માટે તે દ્રવ્યથી એક છે. એટલે જ “સમયસારાદિ પરમાગમોમાં જીવદ્રવ્ય માટે “એક” શબ્દને અનેક વાર વાપર્યો છે. ક્ષેત્રથી તે અસંખ્ય પ્રદેશ છે. આ પ્રદેશો સંકોચ અને વિસ્તાર પામવાના ગુણોવાળા હોય છે. એટલે કે નિગોદના જીવોમાં આત્મપ્રદેશો અતિ સંકોચ પામે છે, જ્યારે હાથી કે મોટા મગરમચ્છ જેવા જીવોમાં તે પ્રદેશો ઘણો વિસ્તાર પામે છે. વળી કેવળી સમુદ્યાત વખતે જીવના પ્રદેશો ૧૪ રાજુલોકમાં લોકાકાશ પ્રમાણ પણ વિસ્તાર પામે છે. આમ છતાં પ્રદેશોની સંખ્યામાં કદી ઘટાડો કે વધારો થતો નથી. કાળ અપેક્ષાથી જીવ અવિનાશી હોવાથી તે અનાદિ કાળથી પૂર્વે હતો,
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૯
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
વર્તમાનમાં વિદ્યમાન છે અને ભાવિ અનંત કાળ સુધી રહેશે. એટલે કે તે નિત્ય છે-શાશ્વત છે-ત્રિકાળી ધ્રુવ છે. ભાવ(ગુણ)થી તે અનંત ગુણોથી યુક્ત છે. તેનો મુખ્ય ગુણ તે ચૈતન્ય ગુણ છે. એટલે કે તે દર્શન અને જ્ઞાન સ્વરૂપી છે. દર્શનગુણમાં પદાર્થનો બોધ થતો નથી કારણ કે તે સામાન્ય અને નિરાકાર જ્ઞાનગુણ છે. જ્યારે જ્ઞાનગુણથી પદાર્થનો બોધ થાય છે, કારણ કે તે વિશેષ અને સાકાર જ્ઞાન ગુણ છે. આ ચૈતન્ય ગુણની પરિણતિને ચેતના અથવા ઉપયોગ પણ કહે છે. ૫. ભવ ચક્રમાં ભ્રમણઃ-
-
ગર્ભિત પુદ્ગલ પિંડમેં, અલખ અમૂરતિ દેવ;
ફિરે સહજ ભવચક્રમેં, યહ અનાદિકી ટેવ. ૫.
આઠ મુખ્ય દ્રવ્યકર્મમાંનું અઘાતિ એવું નામ કર્મ જેના ફળરૂપે જીવને શરીર મળે છે. શરીરના પાચ પ્રકાર છે. (૧) ઔદારિક,(૨) વૈક્રિયિક, (૩) આહારક, (૪) તૈજસ અને (૫) કાર્મણ. દરેક સંસારી જીવને ત્રણ જાતના એટલે કે ઔદારિક અથવા વૈક્રિયિક, તૈજસ અને કાર્મણ શરીરની પ્રાપ્તિ નિયમથી હોય છે. વિગ્રહગતિ એટલે કે જ્યારે જીવના દેહવિલય પછી બીજા શરીરમાં પ્રવેશ પામતાં પહેલાં જે ત્રણથી ચાર સમયનો ગાળો હોય છે ત્યારે તૈજસ અને કાર્યણ એમ બે પ્રકારના શરીર તેની સાથે હોય છે. મનુષ્ય અને તિર્યંચ ગતિમાં ઔદારિક, તૈજસ અને કાર્યણ એમ ત્રણ શરીર હોય છે. કોઈક ઋદ્ધિધારી મુનિને કોઈકવાર આહા૨ક શરીરનો પણ યોગ હોય છે. જયારે દેવ અને નરક ગતિમાં વૈક્રિયિક, તૈજસ અને કાર્મણ શરીરો હોય છે. આ બધા શરી૨ પુદ્ગલ વર્ગણા એટલે કે પુદ્ગલના બનેલા હોય છે. અલખ એટલે કોઈપણ ઈન્દ્રિયોના લક્ષમાં આવી ન શકે એવો
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૦.
બૃહદ્ - આલોચનાદિ uધ સંગ્રહ
બ્રહ્મસ્વરૂપ એટલે કે સ્પર્શ, રસ, ગંધ કે વર્ણથી રહિત એવો અમૂર્તિક એવો ભગવાન આત્મા, જે શક્તિ અપેક્ષાએ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ જ હોય છે તે, કર્મના ઉદયકાળે, પોતાનાં સહજાત્મસ્વરુપમાં ન રહી શકવાના કારણે વિકારી ભાવો કરે છે; જે ભાવકર્મ કહેવાય છે. તેના નિમિત્તથી તેને નવા દ્રવ્યકર્મનું બંધન થાય છે અને કર્મ પ્રમાણે નવા નવા શરીરો તેને ધારણ કરવા પડે છે. જેથી ભાવકર્મ અને દ્રવ્યકર્મનું વિષચક્ર ચાલ્યા કરે છે. આમ દેહરૂપી પીંજરામાં પુરાઈને, અનાદિકાળથી અમૂર્તિક એવા આત્મદેવને ભવચક્રમાં આંટા મારવાની જાણે કે સહજ ટેવ પડી ગઈ છે. સાધક અહીં ભવચક્રરુપી વિષચક્રમાંથી યોગ્ય પુરુષાર્થ કરી છૂટવાની ભાવના ભાવે છે. ૬. જીવ - પુગલનો સંયોગ સંબંધ:-- ફૂલ અત્તર, ઘી દૂધમેં, તિલમેં તૈલ છિપાય; ચું ચેતન જડ ક્રમ સંગ, વંધ્યો - મમતા પાય. ૬.
પુલ પરમાણુઓમાંથી બનેલાં દ્રવ્યકર્મો અને નોકર્મો એટલે કે દેહ સાથે જીવદ્રવ્ય અનાદિકાળથી એકત્રાવગાહરૂપે બંધાયેલો છે. એટલે કે જીવ ગર્ભિતપણે દેહમાં છુપાયેલો છે. અને જેમ ફૂલમાં અત્તર, દૂધમાં ઘી અને તલમાં તેલ જે દેખાતા નથી છતાં પણ તે સર્વનું અસ્તિત્ત્વ તો તેમાં છે જ. પરંતુ તે બધા એવી રીતે મળી ગયા છે કે આપણને તેના અસ્તિત્વનો બોધ જ થતો નથી. તે જ પ્રમાણે જીવનો દેહ સાથેનો સંબંધ થઈ ગયો છે. આને દેહાત્મદ્રષ્ટિ કહેવાય છે.
જીવ ચેતન દ્રવ્ય છે જ્યારે કર્મો અચેતન-જડ છે. બંને દ્રવ્યો તત્ત્વથી તદન ભિન્ન છે પણ મોહનીય કર્મના ઉદયના નિમિત્તથી જીવ આ પરપદાર્થોમાં મમત્વ કરે છે, અને સ્વામીપણાનો ભાવ કરે છે,
Page #106
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
જેને વિભાવ ભાવો કહે છે અને તેથી પોતાની અવસ્થામાં રાગદ્વેષરૂપી અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. આ વિભાવ ભાવોનું નિમિત્ત પામી કાર્યણ વર્ગણાઓ કે જે જીવ અને દેહ સાથે એક ક્ષેત્રાવગાહમાં ઠાંસી ઠાંસીને રહેલી છે તે જીવના વિભાવ ભાવો અનુરૂપ, કર્મરૂપે પરિણમી જાય છે. આમ બન્ને દ્રવ્યોમાં અન્યોન્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધો ઉત્પન્ન થાય છે અને આ જડ કર્મો અને ચેતન, ક્ષીર અને નીરની માફક સંયોગ સંબંધથી બંધાઈ જાય છે. જેના કારણે જીવ નવા નવા દેહ ધારણ કરી ભવભ્રમણ કર્યા કરે છે.
. પરપદાર્થોમાં પોતાપણું:--
૯૧
જો જો પુદ્ગલકી દશા, તે નિજ માને હંસ; યાહી ભરમ વિભાવનેં બઢે મકો વંશ. 9.
કર્મો ત્રણ પ્રકારના છે. જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, દેહાદિ નોકર્મ અને રાગાદિ ભાવકર્મ. દ્રવ્યકર્મના ઉદય વખતે, અજ્ઞાનને લીધે, જીવને દેહાધ્યાસ વર્તે છે અને ભ્રાંતિથી દેહ અને દેહથી સંબંધિત એવા કુટુંબાદિ ૫૨૫દાર્થોમાં તેને અહંત્વ, મમત્વ, કર્તૃત્ત્વ અને ભોકતૃત્ત્વના ભાવ ઉત્પન્ન થાય છે. જે રાગાદિ ભાવકર્મો છે. પોતે દ્રવ્યથી શુદ્ધ, ચૈતન્યસ્વરૂપ, અવિનાશી એવો આત્મા હોવા છતાં મિથ્યાત્વ દશાને કારણે આ કર્મ પુદ્ગલોની દશા જ પોતાની દશા છે તેમ માને છે. પુદ્ગલ તો પરદ્રવ્ય છે જ, પરંતુ રાગાદિ વિકારો પણ કર્મજન્ય હોવાથી જીવના સ્વભાવરૂપ નથી તેથી તે પણ પરરૂપ જ છે. આ જ જીવની બહિરાત્મ દશા છે. આમ ભ્રાંતિથી એટલે કે કલ્પના માત્રથી જ તે વિભાવ દશામાં રાગાદિ ભાવ કરે છે, પરિણામે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી કર્મબંધનનો વંશ વધારે છે અને સંસાર પરિભ્રમણ કર્યા કરે છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંચ
આ દોહરામાં ‘હંસ’ અને ‘વંશ’ શબ્દોથી સુંદર પ્રાસ અને ભાવ વ્યક્ત થયા છે. જેમ હંસમાં દૂધ અને પાણી અલગ કરવાની શક્તિ છે તે જ પ્રમાણે આ જીવરૂપી હંસમાં પણ જડ-કર્મથી પોતાને ભિન્ન કરવાની શક્તિ છે. વંશ અર્થાત્ વંશપરંપરા. જેમ પુત્રથી પુત્ર ઉત્પન્ન થવાથી ક્રમથી વંશ-પરંપરા ચાલે છે તેમ કર્મથી કર્મબંધન અને તેથી કર્મના વંશની વૃદ્ધિ થાય છે. જેને કર્મ પરંપરા કહી શકાય. ૮. જીવની પામરતાનો સ્વીકારઃ-
૯૨
રતન બંધ્યો ગઠડી વિષે, સૂર્ય છિપ્યો ઘનમાંહિ, સિંહ પિજરામેં દિયો, જોર ચલે ક્યુ નાંહિ. ૮.
અહીં ત્રણ રૂપકથી સંસારી જીવની વર્તમાન કર્મબંધ અવસ્થાનું ભાન કરાવે છે. (૧) જેમ રૂની કે કપડાની ગાંસડીમાં રત્નને બંધ ક૨વામાં આવ્યો હોય તો તેનાં પ્રકાશ ઉપર રૂ કે કપડાંનું આવરણ આવતાં તે રત્ન સાવ ઝાંખો દૃષ્ટિમાં આવે છે, (૨) જેમ વર્ષાકાળ વખતે ઘનઘોર કાળા વાદળા, સૂર્યની આગળ આવી જતાં, વાદળાંના આવરણથી તેનો પ્રકાશ ઢંકાઈ જતા, તે ખૂબ ઝાંખો દ્રશ્યમાન થાય છે અને (૩) જેમ સિંહને પાંજરામાં પુરવામાં આવતાં તેની પ્રચંડ શક્તિ તે વખતે ક્ષીણતાને પામી ગઈ હોવાથી તે સાવ ઘેંટા જેવો ગરીબ અને શક્તિહીન દશા અનુભવી રહ્યો હોય તેમ નજરમાં આવે છે, કારણ કે તે વખતે તેનું જોર કાંઈ ચાલતું નથી. તેમ અજ્ઞાની જીવ શક્તિ અપેક્ષાએ શુદ્ધ ચૈતન્યસ્વરુપ, અનંત આનંદનો પિંડ, અનંત પ્રભાવવાળો અને સિદ્ધ સમાન હોવા છતાં કર્મોના આવરણોને વશ થઈ, હીનસત્વ થયો હોવાથી પર્યાયમાં પામરતા અનુભવે છે. આમ પોતાના જ દોષે વિકારી ભાવો કરી
Page #108
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૯૩
બંધ દશાને પામે છે, પરિણામે અનાદિ કાળથી જુદા જુદા દેહ ધારણ કરી ભવસાગરમાં ભટક્યા કરે છે. સાધક આ બંધનમાંથી મુક્ત થવાની ભાવના ભાવે છે. ૯. જીવને વિકાર થવામાં કર્મના નિમિત્તની અપેક્ષા --
ન્યું બંદર મદિરા પિયા, વિષ્ણુ ઠંક્તિ ગાત; ભૂત લગ્યો કૌતુક કરે, કમા ઉત્પાત. ૯.
જેમ કોઈ બંદરે દારૂ પીધો હોય અને તે જ વખતે તેને વીછીએ ડંખ માર્યો હોય ત્યારે દારૂના નશામાં અને ડંખના દર્દમાં પોતાનું સહજ ભાન ભૂલી જવાથી તે ભૂત વળગ્યું હોય તેમ નવાઈ પમાડે તેવા તોફાન અને ધાંધલ મચાવે છે, અને વાણી તથા કાયાની વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. અને ખૂબ દુઃખી થાય છે. તેમ અજ્ઞાની જીવે પણ મોહરૂપી મદિરા પીધો હોવાથી અને અશાતા વેદનીય કર્મના ઉદયથી થતાં દુઃખોના વેદનથી કેમ જાણે તેને ભૂત વળગ્યું હોય તેવું કૌતુક કરે છે અને મન, વચન અને કાયાની વિચિત્ર અને વિપરીત પ્રકારની નવાઈ પમાડે એવી ચેષ્ટાઓ કરી ઉત્પાત મચાવે છે અને વધુ દુઃખી થાય છે. એટલે કે અજ્ઞાની જીવ આશાતા વેદનીય કર્મના ઉદય વખતે આવી વૈભાવિક પરિણતિ કરે છે અને અનંત નવા કર્મો ઉપાર્જન કરી અનંત સંસાર વધારી દે છે. આમ અજ્ઞાની જીવની બંદરના ચંચળ સ્વભાવ સાથે સરખામણી કરી છે. સાધક અહીં સમતાભાવને યથાર્થ સમજી, ચંચળતાને દૂર કરવાની ભાવના ભાવે છે. ૧૦. જીવ અને કર્મનું નાટક --
કર્મ સંગ જીવ મૂઢ હૈ, પાવે નાના રૂપ; - ર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ. ૧૦.
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૪
બૃહદ આલોચનાદિ પદ્ય સંગ્રહ
કર્મોના અને તેમાંય મુખ્યત્વે દર્શન મોહનીય કર્મના ઉદયના નિમિત્તથી અજ્ઞાની જીવ દિશામૂઢ એટલે કે વિવેકહીન થઈ જાય છે. આમ દિશા ભૂલેલો જીવ કર્મોનાં ઉદયને સમતાભાવથી ભોગવવાને બદલે અજ્ઞાનવશ રાગ અને દ્વેષના પરિણામ કરે છે અને અનંત નવા કર્મ ઉપાર્જન કરે છે, તેથી તેના અનુરૂપ દેવ, મનુષ્ય, તિર્યંચ કે નારક ગતિમાંની કોઈક ગતિ અને ૮૪ લાખ યોનિમાંની કોઈક યોનિમાં નિરંતર તે જુદા જુદા રૂપે દેહ ધારણ કર્યા કરે છે. જ્યારે આ જીવ સાધક બને છે ત્યારે સત્પુરુષને શરણે જાય છે. સત્સંગના યોગે કરી, તત્ત્વનું રુચિપૂર્વક ચિંતન કરી, વિવેકબળ વધારે છે. આમ કરતા તેની પરિણતિમાં પારમાર્થિક પલટો આવે છે. પરિણામે ક્રમે કરી તેનું મિથ્યાત્વ ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય પામે છે અને તે જ્ઞાની થાય છે. પછી યથાયોગ્ય સંયમના બળથી તાત્ત્વિક સમતાભાવ વધારી કર્મોની સંવર અને નિર્જરા કરી, ક્રમશઃ સર્વ કર્મનો છેદ કરે છે. અંતે જીવ સિદ્ધદશાને પામે છે. આ જ સર્વ સાધકનું ધ્યેય હોય છે. ૧૧. જીવનો સ્વભાવ પ્રગટાવવાનો ઉપાયઃ-
GMAN
શુદ્ધ ચેતન ઉજ્જવલ દરવ, રહ્યો ર્મ મલ છાય; તપ સંયમસેં ધોવતાં, જ્ઞાનજ્યોતિ બઢ જાય. ૧૧.
જેમ સોનાની ખાણમાંથી નીકળેલી સોનાયુક્ત માટીમાં, સોનું તો દ્રવ્યથી ચોવીસ કેરેટ એટલે કે સો ટકા શુદ્ધ સ્વરૂપે જ હોય છે. તેની વર્તમાન અવસ્થામાં જ મલિનતા છે. તેને અગ્નિથી તપાવતા અને રસાયણોથી ધોતાં, તે સોનાયુક્ત માટીમાંથી શુદ્ધ સોનુ મેળવી શકાય છે. તેમ દ્રવ્યથી તો દરેક જીવ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન,
Page #110
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૯૫
સ્વયંજ્યોતિ અને સુખના ધામ સ્વરૂપે જ છે. પણ વિષય અને કષાયરુપ વિકારી પરિણામોના નિમિત્તથી ઉત્પન્ન થયેલી કર્મમલરુપી મલિનતા તેની અવસ્થામાં છવાઈ ગયેલી રહે છે. જેથી તેની શુદ્ધતા, ચૈતન્યતા, ઉજ્જવલતાદિ ગુણોની અવસ્થાઓ મલિન થઈ જવા પામી છે. પરંતુ તપરુપી અગ્નિથી તપાવતાં અને સંયમરુપી સાબુથી તેને ધોતાં તે કર્મોની નિર્જરા કરી શુદ્ધતા પ્રાપ્ત કરી શકાય છે, અને ક્રમે કરીને વીતરાગતા, જ્ઞાનજ્યોતિ એટલે સર્વજ્ઞતા આદિ ગુણો પ્રગટાવી શકાય છે. સાધક યોગ્ય તપ અને સંયમનાં બળથી પોતાની જ્ઞાનજ્યોતિની શુદ્ધિની વૃદ્ધિ કરવાનો અને ક્રમે કરીને પૂર્ણ વિતરાગી થઈ સર્વજ્ઞ દશાને પામવાનો સંકલ્પ કરે છે. ૧૨. મોક્ષમાર્ગ માટેના ચાર કારણ:--
જ્ઞાન થકી જાને સક્લ, દર્શન શ્રદ્ધા રૂપ; ચારિત્રથી આવત કે, તપસ્યા ક્ષપન સરૂપ. ૧૨.
જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણે આત્માના ગુણો છે અને તપ તે આત્માને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. આ ચારેય શબ્દોને પ્રથમ સંક્ષેપમાં સમજીએ - (૧) જ્ઞાનઃ જે સર્વ શેયોને જાણે તે જ્ઞાન છે. એટલે કે જે ગુણ વડે પદાર્થો જણાય તેને જ્ઞાન કહે છે. જ્ઞાન પાંચ પ્રકારનાં છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ. કુમતિ, કુશ્રુત અને કુઅવધિ આ ત્રણ મિથ્યાજ્ઞાન મળીને આઠ પ્રકારનાં પણ કહેવાય છે. પરંતુ સમ્યગદર્શન સહિતના જ્ઞાનને સમ્યજ્ઞાન કહે છે. નિશ્ચયથી જ્ઞાન પોતે તો સમ્યફ જ છે પણ મિથ્યાત્વને આધીન રહેલા જીવનું જ્ઞાન
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૬
બૃહદ્ – આલોચનાદિ વધ સંગ્રહ
મિથ્યાજ્ઞાન કહેવાય છે, જેને અજ્ઞાન પણ કહે છે. સિદ્ધનું, કેવળજ્ઞાનીનું, મુનિનું, શ્રાવકનું અને અવિરત સમ્યગૃષ્ટિનું જ્ઞાન મિથ્યાત્વરહિત હોય છે. ખરેખર મિથ્યાત્વ તે તો જીવની આત્મભ્રાંતિ જ માત્ર છે. (૨) દર્શન : અહીં દર્શનનો અર્થ શ્રદ્ધા થાય છે. અજ્ઞાની જીવને પ્રયોજનભૂત તત્ત્વોમાં મિથ્યા શ્રદ્ધા હોય છે, જ્યારે જ્ઞાનીને સમ્યફ શ્રદ્ધા હોય છે, જેને સમ્યગદર્શન કહેવાય છે. સમ્યગદર્શન થતાં જ પ્રયોજનભૂત જ્ઞાન પણ તે જ સમયે સમ્યફ થઈ જાય છે. અને અનંતાનુબંધી કષાયોનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે. શુદ્ધ સમ્યગ્દર્શન પામવા માટે નીચે પ્રમાણેનો ક્રમ શાસ્ત્રોમાં બતાવ્યો છે. (૧) સતદેવ, સદ્ગુરુ અને સતધર્મમાં યથાર્થ શ્રદ્ધા, (૨) જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ પ્રતીતિ, (૩) સ્વ-પરના સ્વરૂપનું યથાર્થ ભેદજ્ઞાન અને, (૪) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ. શાસ્ત્રોમાં સમ્યગ્દર્શનના મુખ્ય ત્રણ પ્રકારો કહ્યા છે.(૧) ઔપથમિક, (૨) ક્ષાયોપથમિક, (૩) ક્ષાયિક. વળી અન્ય નિમિત્તાદિની અપેક્ષાએ તેના દશ પ્રકારે પણ ભેદ જણાવ્યા છે. (૧) આજ્ઞા, (૨) માર્ગ, (૩) ઉપદેશ, (૪) અર્થ, (૫) બીજ, (૬) સંક્ષેપ, (૭) સૂત્ર, (૮) વિસ્તાર, (૯) અવગાઢ, અને (૧૦) પરમ અવગાઢ. સમ્યગદર્શનને શાસ્ત્રકારોએ ધર્મનું મૂળ કહ્યું છે, અથવા મોક્ષમાર્ગરુપી ચઢાણનું પહેલું પગથિયું કહ્યું છે. સર્વ ગુણાંશ તે સમ્યકત્વ' (વ. પૃ. ૨૦૭) (૩) ચારિત્રઃ અશુભ ક્રિયાથી નિવૃત્તિ અને શુભ ક્રિયામાં પ્રવૃત્તિ થવાને અર્થે પ્રતિમા(પડીમા), વ્રત, સમિતિ, ગુપ્તિ આદિરૂપ પ્રવૃત્તિ તેને ચારિત્ર કહે છે. આ વ્યવહાર ચારિત્ર છે. જ્યારે રાગ, દ્વેષ અને અજ્ઞાનથી રહિત થઈ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવી
Page #112
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
એટલે કે સામ્યભાવમાં રહેવું તે નિશ્ચય સમ્યફચારિત્ર છે. જ્યાં સુધી આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી નિશ્ચય સમ્યક્રચારિત્રનો ઉદય થતો નથી. એટલે કે સમકિત વિનાનું ચારિત્ર તે એકડા વિનાના મીંડા સમાન છે, એટલે જ સમ્યકૂચારિત્રને જ ખરો ધર્મ કહ્યો છે. ચારિત્રના પાંચ પ્રકાર છે. (૧) સામાયિક = સમતારૂપ(સમાધિરૂપ) પરિણામ, (૨) છેદોપસ્થાપના = સામાયિકમાંથી પડી જવાય ત્યારે ફરી સામાયિકમાં સ્થિર થવું, (૩) પરિહારવિશુદ્ધિ = આત્માની વિશેષપણે શુદ્ધિ, અને (૪) સૂક્ષ્મ સાંપરાય = દશમા ગુણસ્થાનવર્તિ મુનિનું ચારિત્ર અને (૫) યથાખ્યાત = પૂર્ણ વીતરાગ દશા. ૪. તપ : તપ બાર પ્રકારના છે. (૧) અનશન, (૨) ઉણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસપરિત્યાગ, (પ) વિવિક્ત શય્યાસન અને (૬) કાયકલેશ આ છ બાહ્ય તપ છે. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) કાયોત્સર્ગ અથવા વ્યુત્સર્ગ. આ છ અત્યંતર તપ છે. ઈચ્છાઓને રોકવી તેનું નામ તપ છે, આમ શુભાશુભ ઈચ્છાઓને રોકતાં જ્ઞાનોપયોગ શુદ્ધ થાય છે, જીવ સામ્યભાવમાં રહે છે તેથી કર્મોની નિર્જરા થાય છે. “તપસી નિની ર” (તત્વાર્થ સૂત્ર ૯૩). અજ્ઞાનીનું તપ તે બાલતપ કહેવાય છે અને તેથી કર્મોની માત્ર સ્થિતિ અને અનુભાગ ઘટે છે. નિશ્ચયથી તો તરંગ વિનાના ચૈતન્યનું પ્રતપન તે તપ છે. જેથી સ્વરૂપમાં સ્થિરતા થાય.
આમ સમ્યજ્ઞાનનું સ્વરૂપ પદાર્થોને યથાર્થરૂપથી જાણવું, સમ્યગદર્શનનું સ્વરૂપ યથાર્થ શ્રદ્ધા કરવી, સમ્મચારિત્રનું સ્વરૂપ કર્મોને રોકવા અને તપનું સ્વરૂપ કર્મોનો ક્ષય કરવો તે છે. આ ચારેય કારણોથી મોક્ષમાર્ગમાં ગતિ મળે છે. મોક્ષમાર્ગમાં મુસાફરી કરતો
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૮
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
સાધક રત્નત્રયની અને તપસ્યાની યોગ્ય આરાધના કરી ક્રમે કરી યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરી મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરવાની અહીં ભાવના ભાવે છે. ૧૩. શુદ્ધતાનું સ્વરૂપ:--
કર્મ રૂપ મલકે શુધે, ચેતન ચાંદી રૂપ; નિર્મળ જ્યોતિ પ્રગટ ભયાં, કેવલજ્ઞાન અનૂપ. ૧૩.
જેમ કોઈ સફેદ વસ્ત્ર ધૂળરૂપી મેલના રજકણોથી મલિનતાને પામે છે. ખરેખર જોઈએ તો મેલ તે વસ્ત્ર નથી અને વસ્ત્ર તે મેલ નથી. બન્ને પદાર્થોનો માત્ર સંયોગસંબંધ જ છે. વસ્ત્ર વર્તમાનમાં પણ સ્વભાવે કરીને તો દ્રવ્યથી સ્વચ્છ જ છે. તે વસ્ત્રની વર્તમાન અવસ્થા જ મેલનાં નિમિત્તથી મલિન થવા પામી છે. જ્યારે તેને સ્વચ્છ કરવાનો યથાર્થ ઉપાય કરવામાં આવે છે ત્યારે મેલનો નાશ થવાથી તેની અવસ્થા શુદ્ધ થવા પામે છે. તે જ પ્રમાણે દ્રવ્યથી શુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ એવો ભગવાન આત્મા પણ કમરજનાં નિમિત્તથી તેની અવસ્થામાં મલિન થવા પામે છે. સાચા ઉપશમ અને વૈરાગ્યની સાથે ધ્યાન અને જ્ઞાનબળથી કર્મરજનો નાશ થાય છે અને જીવ ચાંદી જેવો તેની અવસ્થામાં પણ ચોખ્ખો થાય છે, એટલે કે શુદ્ધતાને પામે છે. પરિણામે અત્યંત નિર્મળ જ્યોતિ સ્વરૂપ અનુપમ એવું કેવળજ્ઞાન પ્રગટ થવા પામે છે. અહીં નિર્મળ જ્યોતિ સ્વરૂપ એવા કેવળજ્ઞાનની ચાંદીની ચોખ્ખાઈ સાથે સરખામણી કરી છે. ખરેખર તો કેવળજ્ઞાન માટે આ લોકમાં કોઈ ઉપમા જ નથી.
Page #114
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ
૧૪. કર્મ-મલ કાઢવાનો ઉપાયઃ-
૧૪.
મૂસી પાવક સોહગી, ફૂકાંતનો ઉપાય; રામચરણ ચારુ મિલ્યા, મૈલ ક્લક્કો જાય. જેમ સોનાની અંદર રહેલી મલિનતાને દૂર કરવા સુવર્ણકા૨, સોનું ગાળવાની મુસમાં-પાત્રમાં મલિન સોનાને રાખી તેમાં અમુક સોહગી એટલે કે ક્ષાર વિગેરે રસાયણો નાખી અગ્નિ ઉપર રાખે છે. પછી અગ્નિને વારંવાર ભૂંગળીથી ફૂંક મારી પ્રજ્જવલિત કરે છે, જેથી સોનું પીગળે છે અને તેમાં રહેલી મલિનતા ઉપર તરી આવે છે અને દૂર કરાય છે. આમ સોનું શુદ્ધ કરવાનો આ એક સરળ ઉપાય છે, જેમાં સુવર્ણકા૨ ચાર સાધન વાપરે છે - ૧. પાત્ર, ૨. અગ્નિ, ૩. રસાયણ અને ૪. ફૂંક મારવા માટેની ભૂંગળી. તેમ, આત્મા ઉપર લાગેલી કર્મમલરૂપી મલિનતાને દૂર કરવાનો સરળ ઉપાય તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને બાહ્યાતંર તપ એવા ચાર સાધન છે. આમ આ દોહરામાં સોનાની મલિનતા સાથે જીવની કર્મમેલરૂપી મલિનતાની સરખામણી કરી છે. અને બન્નેને શુદ્ધ કરવાના ઉપાય બતાવ્યા છે. અહીં પાત્ર એટલે ચારિત્ર. સમ્યક્ચારિત્ર જ એવું પાત્ર છે કે જેમાં આત્માને સ્થિત કરીને કર્મમલને દૂર કરવાની પ્રક્રિયા કરાય છે. અગ્નિ એટલે તપ. તપરૂપી અગ્નિમાં તપાવ્યા વિના કર્મમલ દૂર કરી શકાતો નથી. રસાયણ એટલે દર્શન. સમ્યગ્દર્શન વગર કર્મ અને જીવની ભિન્નતાની પ્રતીતિ થઈ શકતી નથી તેથી સમ્યગ્દર્શન જ કર્મ અને જીવને ભિન્ન કરવાનું મુખ્ય કારણ બને છે. ફૂકાંતનો ઉપાય ભૂંગળી એટલે કે સમ્યજ્ઞાન. જેમ ભૂંગળીથી ફૂંક મારી અગ્નિને અને તેથી પાત્રને તપાવી શકાય છે. તેમ સમ્યજ્ઞાન, તપરૂપી અગ્નિને અને ચારિત્રરૂપી પાત્રને પ્રજ્વલિત ક૨વાનો હેતુ બને છે.
AMON
૯૯
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૦
વૃદ્ – આલોચનાદિ uધ સંગ્રહ સાધક, આ ચાર સંસાધનનો ઉપયોગ કરી શિવરૂપ થવાનો સંકલ્પ કરે છે. આ દોહરાનો કોઈક “રામચરણ' નામના આધ્યાત્મિક સંત કવિની રચનામાંથી ઉતારો કર્યો હોય એમ લાગે છે.
આ દોહરાનો પાઠાંતરે બીજો પણ અર્થ નીકળી શકે છે. રામચરણ” એટલે કે સગુરુનું શરણ પામીને, યોગ્ય પુરુષાર્થ દ્વારા જીવ પોતે જીવમાંથી શિવ બની જાય છે. ૧૫. ચેતનને ચંદ્રની ઉપમા --
કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ; જ્ઞાન રૂપ ગુણ ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ. ૧૫.
જેમ સ્વચ્છ ચાંદની તે ચંદ્રની નિર્મળતાનું લક્ષણ છે, પણ તેની આગળ વાદળોનું આવરણ આવી જવાથી તેની નિર્મળતામાં ઝાંખપ વર્તાય છે. ખરેખર ચંદ્ર પોતે ઝાંખો થયો જ નથી કારણકે ચંદ્રની પોતાની નિર્મળતા તો તે વખતે પણ જેવી હતી તેવી જ છે, પરંતુ તે વાદળોનું આવરણ જ્યારે ખસી જવા પામે છે ત્યારે ચંદ્ર અને ચાંદની નિર્મળ દેખાય છે. તેમ આત્મા સ્વભાવે કરીને તો પોતે સિદ્ધ સમાન શુદ્ધ અને અનંતજ્ઞાન અને અનંતદર્શનનો સ્વામી છે. પણ તેની અવસ્થામાં જ અશુદ્ધતા વર્તાય છે, જે અજ્ઞાન અવસ્થામાં ઉપાર્જિત કરેલાં કર્મરૂપી આવરણના નિમિત્તથી ઉત્પન્ન થઈ છે. હવે
જ્યારે જીવ ઉપરનું આ કર્મરૂપી આવરણ યથાયોગ્ય પુરુષાર્થથી સર્વથા હઠી જાય છે, ત્યારે તેનું અત્યંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રગટ થાય છે. આમ ચેતન એટલે કે આત્મદ્રવ્ય, તેને ચંદ્રની ઉપમા આપી છે. ચૈતન્ય એટલે દર્શન અને જ્ઞાન – જ્ઞાનજ્યોતિ. તે ચાંદની સમાન છે. જેમ વાદળ હટી જવાથી ચાંદની વિશ્વમાં ફેલાઈ જાય છે તેમ કર્મરૂપી
Page #116
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
૧૦૧
વાદળો હઠી જવાથી જ્ઞાનજ્યોતિ ફ્લાઈને લોકાલોકમાં વ્યાપ્ત થઈ જાય છે. પછી તે સદાયને માટે નિર્મળ એટલે કે કર્મમલથી રહિત જ રહે છે અને તે જ્યોતિ કોઈકાળે પણ ઝાંખી-મંદ થતી નથી. સદૈવ તેવી જ રહે છે. આ જ કેવળજ્ઞાનનું સ્વરૂપ છે. ૧૬. કર્મબંધનું કારણ અને સમાધિ માટેનો ઉપાય --
રાગદ્વેષ દો બીજાઁ, કર્મબંધની વ્યાધ; આત્મજ્ઞાન વૈરાગ્યસે, પાવે મુક્તિ સમાધ. ૧૬.
મોહનીય કર્મના ઉદયના કારણે, અજ્ઞાનવશ જીવ પરપદાર્થોમાં આસક્ત થાય છે અને તે પદાર્થોને ગ્રહણ કરવા ઉદ્યમી બને છે. તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ વખતે તે રાગ કે દ્વેષના વિકારી ભાવ કરે છે. આ રાગ-દ્વેષ જ સંસાર વૃક્ષના બે બીજ છે, જેને ભાવકર્મ કહે છે. આ ભાવકર્મનું નિમિત્ત પામીને તેને દ્રવ્યકર્મનો બંધ થાય છે. આમ કર્મબંધરૂપી વિષચક્રના રોગથી થતી જન્મ, મરણાદિ વ્યાધિનો નાશ કરવાનો ઉપાય એક માત્ર આત્મજ્ઞાન છે, અને તે સાચા જ્ઞાન અને વૈરાગ્યથી જ ઉત્પન્ન થાય છે. વૈરાગ્યથી કષાયો ઉપશમ પામે છે અને કર્મબંધ અટકે છે. પરિણામે જીવ બોધિ અને સમાધિસુખ પામી, ક્રમે કરીને સર્વ કર્મબંધનથી મુક્ત થઈ શિવ થાય છે. આમ સાધક મુક્ત થવાની ભાવના ભાવે છે. ૧૭. સમય વીતી રહ્યો છે - ચેતો --
અવસર વીત્યો જાત હૈ, અપને વશ છુ હોત; પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દીપક દીપજ્યોત. ૧૭.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦ર
૧૦૨
બૃહદ્ – આલોચનાદિ ધ સંગ્રહ
અહીં દષ્ટાંતથી સમજાવે છે કે જેમ એક દીપકની જ્યોત બીજા દીપકને સ્પર્શવાથી તેમાં જ્યોતિ પ્રજ્વલિત થાય છે તેમ પુણ્યકર્મના ઉદય વખતે આત્મલક્ષે અને ગુરૂગમે વ્રત, સંયમ, તપ, ભક્તિ આદિ સાધના કરવાથી વિશિષ્ટ પ્રકારનું પુણ્યકર્મ ઉપાર્જિત થાય છે. એટલે કે જેમ દીપકથી દીપક પ્રગટે છે તેમ પુણ્યકર્મના ઉદયનાં નિમિત્તે ઉપયોગપૂર્વકના આત્મલક્ષી શુભ ભાવમાં વર્તવાથી નવીન વિશિષ્ટ પુણ્યકર્મ બંધાય છે. પરિણામે ભાવોની વિશેષ વિશુદ્ધિ થતાં તત્ત્વની સમ્યક્ શ્રદ્ધા થાય છે અને શુદ્ધ સમકિત પ્રગટે છે. આમ ઘણાં પુણ્યથી મળેલો આ મનુષ્યભવ અને પ્રાપ્ત થયેલાં સર્વ પ્રકારનાં પારમાર્થિક અનુકૂળ સંયોગોનો તત્ત્વ પામવા માટે ઉપયોગ કરી લેવો તે ઉત્તમ સાધકનું કર્તવ્ય છે, નહીં તો આ સુઅવસર અંજલિ-નીરની જેમ વહી રહ્યો છે, તે ખતમ થઈ જશે અને આ માનવભવ નિષ્ફળ જશે. સાધક વિચારે છે કે હજુ પણ કંઈક બાજી આપણાં હાથમાં છે એટલે કે યોગ્ય પુરુષાર્થ કરવાથી ધારેલી પારમાર્થિક સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એમ છે. ૧૮. મુખ્ય પુરુષાર્થ - જ્ઞાનવૃદ્ધિ --
કલ્પવૃક્ષ, ચિંતામણી, ઈન ભવમેં સુખકાર; જ્ઞાન વૃદ્ધિ ઈનસે અધિક, ભવદુઃખ ભંજનહાર. ૧૮.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે એક જાતનું વૃક્ષ એવું છે કે તેની નીચે બેસી કોઈપણ ભૌતિક વસ્તુ મેળવવાની ઈચ્છા કરનારને પોતાની ઈચ્છિત વસ્તુઓ વિના પ્રયત્ન પ્રાપ્ત થાય છે. આ વૃક્ષને કલ્પવૃક્ષ, કલ્પતરુ અથવા કલ્પદ્રુમ કહે છે અને એક એવું રત્ન પણ
Page #118
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદ પ સંય
છે કે, તે જેની પાસે હોય તેને પોતાની ઈચ્છિત સર્વ ભૌતિક પદાર્થોની આપોઆપ પ્રાપ્તિ થાય છે. આ રત્નને ચિંતામણી રત્ન કહે છે. આ બંનેનો સંયોગ તો જીવને તદ્ભવ પૂરતો જ સુખકારી નીવડે છે. કારણ કે તે પુણ્યકર્મના ઉદયને કારણે જ હોય છે. શાસ્ત્રો પ્રમાણે ભોગભૂમિમાં અવતાર પામેલા યુગલિયા મનુષ્યોને આવા કહેવાતા ભૌતિક સુખની પ્રાપ્તિ હોય છે. અને તે સુખ પણ તે ભવ પૂરતું જ મર્યાદિત હોય છે. પૂર્વ પુણ્ય પૂરું થતાં પાપકર્મનો ઉદય થાય છે. અને ફરી દુઃખકારી અવસ્થા પ્રાપ્ત થાય છે. “પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં”. આમ જે સુખની પાછળ દુઃખ આવતું હોય તે સુખ કહેવાય નહીં. કારણ કે આ સુખ, સહજ સુખ નથી પણ નિમિત્તાધીનઈન્દ્રિયજન્ય સુખ જ હોય છે. જ્યારે નિમિત્તોનો અભાવ થાય છે ત્યારે સુખ પણ ચાલ્યું જાય છે. માટે જ આવા સુખને સુખાભાસ કહે છે. પરંતુ જ્યારે જીવ કષાયોને ઉપશાંત કરી તત્ત્વથી અંતર્મુખ થાય છે એટલેકે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, પછી વૈરાગ્ય, ઉપશમ અને સંયમના બળથી જ્ઞાનની વૃદ્ધિ કરી ક્રમે કરીને કેવળજ્ઞાની થાય છે, ત્યારે તેને અતીન્દ્રિય અનંત સુખની પ્રાપ્તિ થાય છે, જે પૂર્વે ઉપાર્જિત કરેલાં પુણ્યના યોગથી પ્રાપ્ત થયેલાં ઈન્દ્રિયસુખથી અનંતગણું વધારે અને જુદા જ પ્રકારનું સ્વાભાવિક અપૂર્વ સુખ અનુભવમાં આવે છે. આ અનુપમ પ્રકારનું સુખ કે જે સચ્ચિદાનંદ સ્વરૂપ હોય છે, તે ભવોભવનાં દુઃખોને ભાંગનારું છે કે જે આગળ વધીને આગામી અનંતકાળ સુધી અનંત અવ્યાબાધ આનંદનો અનુભવ કરાવનારું નીવડે છે. સાધકને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, આવો જ અવ્યાબાધ સહજાનંદ મેળવવાનો લક્ષ હોય છે.
૧૦૩
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૪
બૃહદ્
૧૯. આર્તધ્યાનનો ત્યાગ કરોઃ-
રાઈમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન; યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ ધ્યાન. ૧૯.
આલોચનાદિ પદ્ય સંગ્રહ
વિશ્વમાં અસ્તિત્ત્વ ધરાવતા પ્રત્યેક જીવ કે અજીવ દ્રવ્યોની અવસ્થાઓ સમયે સમયે સહજ રીતે પલટાયા કરે છે. તેથી જ સત્ ની વ્યાખ્યા “ઉત્પાત્વ્યયમ્રૌવ્યયુ સત્” (તત્વાર્થ સૂત્ર ૫/૩૦)માં કરી છે. એટલે કે પ્રત્યેક પદાર્થ પોતે દ્રવ્યથી કાયમ ટકીને પોતાની પર્યાયમાં વ્યવસ્થિતરૂપે પ્રત્યેક સમયે પલટાયા કરે છે. સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન ત્રણ લોક, ત્રણ કાળનું યુગપદૂષણે પ્રવર્તે છે. એટલે કે ભાવિ અનંત કાળમાં કોઈપણ પદાર્થની અવસ્થામાં થનારા બધા જ ફેરફારો વર્તમાનકાળમાં પણ તેમના જ્ઞાનમાં વ્યવસ્થિતપણે વર્તમાનવત્ ઝળકે છે. એનો અર્થ એ થયો કે જીવનમાં અત્યારે થતા દરેક જાતના સારા કે નરસા ફેરફારો સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જે પૂર્વે જણાયા હતા તે પ્રમાણેના જ થયા કરે છે. તેમાં અંશ માત્ર પણ વધારો કે ઘટાડો થતો નથી. કેવળજ્ઞાનનું વ્યાવહારિક સ્વરૂપ જ આવું હોય છે. આવો દૃઢ નિશ્ચય થવાથી જીવને સમતાભાવ વર્તે છે. જેથી પહેલાં પ્રકારનું ધ્યાન કે જેને આર્તધ્યાન કહે છે, તે થવા પામતું નથી. આ આર્તધ્યાન ઘણું દુઃખરૂપ હોય છે. જેનાં શાસ્ત્રમાં ચાર પ્રકાર કહ્યા છે. (૧) ઈષ્ટ વસ્તુનો વિયોગ, (૨) અનિષ્ટ વસ્તુનો સંયોગ, (૩) શરી૨માં રોગ થવાથી દુઃખથી થતાં ક્લેશિત પરિણામ અને (૪) નિદાન એટલે કે ભવિષ્ય કાળના ભોગોની તૃષ્ણાથી થતાં માઠા પરિણામ. આમ જ્યારે જીવનમાં કોઈપણ જાતનાં ઈષ્ટ કે અનિષ્ટ બનાવો બને ત્યારે જો ઉપર બતાવ્યો છે તેવો સર્વજ્ઞ ભગવાનના જ્ઞાન
Page #120
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
વિષે પૂર્ણ વિશ્વાસ થઈ ગયો હોય તો રાગ કે દ્વેષ મંદ થવા પામે છે અથવા થતાં જ નથી. કારણ કે જીવના અભિપ્રાયમાં જ આ નિર્ણય થઈ જવા પામ્યો હોય છે કે જે કાંઈ ઘટના જીવનમાં બને છે તે તેમ બનવાની હતી માટે જ બની છે. તેમાં રાઈમાત્ર પણ વધઘટ થવા પામી શકે નહીં. “સ્યાત્પદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મપ્રયત્નમાં, આધ્યાત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો? આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જોવાં જોઈએ’ (વ. પૃ. ૧૭૯). “જે થાય છે તે યોગ્ય જ માનવામાં આવે' (વ. પૃ. ૩૦૭) આમ સાધક અહીં પ્રથમ પ્રકારનું ધ્યાન એટલે કે આર્તધ્યાનનો ત્યાગ કરવાનો નિર્ણય કરે છે અને સમતાભાવને અંગીકાર કરે છે.
૨૦. રૌદ્રધ્યાન ત્યાગો-ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં પ્રવૃત્ત થાઓઃ-
દૂજા કુછ ભી નચિંતીએ, ક્ર્મબંધ બહુ દોષ; ત્રીજા ચોથા ધ્યાયકે, કરીએ મન સંતોષ.
૧૦૫
૨૦.
બીજા પ્રકારના ધ્યાનને રૌદ્રધ્યાન કહે છે. રૌદ્રધ્યાન એટલે દુષ્ટ આશયવાળું ધ્યાન. તેથી તીવ્ર પાપરૂપ પરિણામો થાય છે. આ રૌદ્રધ્યાન ચાર પ્રકારનું હોય છે. (૧) હિંસાનંદી એટલે હિંસા કરીને આનંદ પામવો, (૨) મૃષાનંદી એટલે જૂઠું બોલીને આનંદીત થવું, (૩) ચૌર્યાનંદી એટલે ચોરી કરીને આનંદીત થવું, (૪) પરિગ્રહાનંદી એટલે ૫૨૫દાર્થોમાં મૂર્છાના ભાવો ક૨વા અને તેમાં આનંદ માનવો. આ ધ્યાન અતિ દુષ્ટ પરિણામોની એકાગ્રતા કરાવે છે, કારણ કે તે
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬
બૃહદ્ – આલોચનાદિ ધ સંગ્રહ
પરઘાતક અને સ્વાર્થસાધક હિંસક વૃત્તિઓ જન્માવે છે. તેથી પાપ કર્મોનો ઘણો બંધ પડે છે. પરિણામે તે સ્વ-ઘાતક જ બને છે. આ પ્રકારના ધ્યાનથી પ્રાયઃ જીવને નરક ગતિ પ્રાપ્ત થાય છે. એટલે જ આ ધ્યાનને એકાંતે ત્યાજ્ય ગયું છે.
ત્રીજા પ્રકારના ધ્યાનને ધર્મધ્યાન કહે છે. સાધક માટે આ ધ્યાન ઉપાદેય છે. ધર્મધ્યાન એટલે ધર્મમાં ચિત્તની લીનતા થવી તે. આ ધ્યાનથી જીવને શુભ અથવા શુદ્ધ પરિણામો થાય છે. પ.કૃ.દેવે ધર્મધ્યાન ઉપર મોક્ષમાળામાં ત્રણ શિક્ષા પાઠ નં. ૭૪, ૭૫ અને ૭૬ લખ્યા છે તે અત્રે સાધકને વાંચવા વિનંતી છે. તેમાં તેઓશ્રી લખે છે કે “શ્રુતજ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્રવિચારમાં કુશળ થવા માટે, નિગ્રંથ પ્રવચનનું તત્ત્વ પામવા માટે, સત્ પુરુષોએ સેવવા યોગ્ય, વિચારવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ધર્મધ્યાનના મુખ્ય સોળ ભેદ છે.” (વ. પૃ. ૧૧૨) આ બધા ભેદ તે વ્યવહાર ધર્મધ્યાન છે. કારણ કે તે સર્વ સવિકલ્પ દશામાં હોય છે, જ્યારે નિશ્ચય ધર્મધ્યાન તો નિર્વિકલ્પ દશામાં એટલે કે આત્માના અનુભવ વખતે હોય છે, જે અલ્પ સમયનું હોય છે. જેની માત્રા ગુણસ્થાન અનુસાર ક્રમથી ધીમે ધીમે વધતી જાય છે અને અંતે તે શુકલધ્યાન તરફ લઈ જાય છે કે જે સાધકનું અંતિમ ધ્યેય હોય છે.
ચોથા પ્રકારનાં ધ્યાનને શુક્લધ્યાન કહે છે. આ ધ્યાન જીવના શુદ્ધ પરિણામોથી જ થાય છે. આ ધ્યાનમાં ચૈતન્ય આનંદના અનુભવમાં લીનતાની ધારા વહે છે. અહી શુકલને સફેદ રંગ સાથે કોઈ સંબંધ નથી. પરંતુ રાગ-દ્વેષની મલિનતાના રહિતપણાઉજ્જવલતા અને પવિત્રતા સાથે સંબંધ છે. ધ્યાતા જ્યારે ધ્યાન અને ધ્યેયનાં વિકલ્પ રહિત શુદ્ધ આત્મતત્ત્વમાં વિશેષ ધ્યાન કરે છે ત્યારે તે ધ્યાનને શુકલધ્યાન કહે છે. શુકલ ધ્યાનના પણ ચાર પ્રકાર છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૦૭
(૧) પૃથક્વવિતર્ક વિચાર : આ પ્રથમ પ્રકારનું શુકલધ્યાન આઠમે, નવમે, દસમે અને અગિયારમેં ગુણસ્થાનક હોય છે. (૨) એકત્વવિતર્ક વિચાર ઃ આ બીજા પ્રકારનું શુકલધ્યાન ક્ષીણમોહ નામના બારમાં ગુણસ્થાનમાં હોય છે. (૩) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ : આ ત્રીજા પ્રકારનું શુકલધ્યાન ઉપચારથી સયોગી કેવળી ભગવાનને તેરમા ગુણસ્થાનમાં હોય છે. અને (૪) વ્યુપરતક્રિયાનિવૃત્તિઃ આ ચોથા પ્રકારનું શુકલધ્યાન તે ઉપચારથી અયોગી કેવળી જિનને ચૌદમાં ગુણસ્થાનકમાં હોય છે. આ કાળે આ ક્ષેત્રે શુકલધ્યાન અને ઉચ્ચ પ્રકારના ધર્મધ્યાનની ભાવના જ ભાવી શકાય છે. કારણ કે આ ધ્યાન શ્રી જંબુસ્વામીના નિર્વાણ પછી વિચ્છેદ ગયું છે. એમ સર્વે જ્ઞાની ભગવંતોનું માનવું છે. એટલે જ સાધકે જેટલા પ્રમાણમાં ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થવાય તેમ પ્રવૃત્ત થવાનો પુરુષાર્થ કરવો ઘટે અને ઉચ્ચ પ્રકારનાં ધર્મધ્યાન તથા શુકલધ્યાનની આ કાળે ભાવના જ ભાવી મનથી સંતોષ માનવો યોગ્ય છે. ૨૧. જ્ઞાની કેવા હોય?:--
ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નાંહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંહિ. ૨૧.
અહીં આત્મજ્ઞાનીનું સ્વરૂપ બતાવ્યું છે. જ્ઞાની ભૂતકાળને સ્મૃતિમાં લાવતા નથી એટલે કે પૂર્વે જે કાંઈ ભોગ ભોગવ્યા હોય, વેર કે વિરોધ કર્યા હોય તેને યાદ કરી મનથી, વચનથી કે કાયાથી કર્મબંધન થવા દેતા નથી. આમ જ્ઞાની ભૂતકાળના પ્રસંગોને “ફરી યાદ કરતા નથી કે તે અંગેની કોઈપણ જાતની “ફરિયાદ પણ કરતા નથી. વળી કોઈ ઈષ્ટ પદાર્થોનો વિયોગ થઈ જાય કે અનિષ્ટ પદાર્થોનો
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૮
બૃહદ્
આલોચનાદિ પદ્ય સંગ્રહ
સંયોગ થઈ જાય તો શોક કે આર્તધ્યાન કરતા નથી. કર્મના ઉદયને સહજતાથી સ્વીકાર કરી સમતા ભાવે ભોગવી લે છે. ભવિષ્ય માટે મોક્ષપ્રાપ્તિ સિવાય બીજી કોઈપણ પ્રકારની વસ્તુ, વ્યકિત કે પરિસ્થિતિને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરતા નથી. તેથી તેઓ નિશ્ચિત હોય છે, કારણ કે તેઓ અતંરથી માને છે કે પ૨પદાર્થોને મેળવવાની ઈચ્છા જ સર્વ દુઃખનું મૂળ છે. “હે જીવ ! ક્યા ઈચ્છત હવે? હૈ ઈચ્છા દુ:ખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.’(વ.પૃ. ૭૯૬) છતાં પણ કોઈકવા૨ ચારિત્ર મોહનીય કર્મના ઉદયના કારણે જ્ઞાની, બાહ્યથી કંઈક ઈચ્છા કરતાં હોય તેમ દેખાતા હોય છે. તે વખતે પણ તેઓને તેમાં અંતરંગ રુચિ નથી. તેમના અભિપ્રાયમાં તે ઈચ્છાઓથી થતાં કહેવાતા રાગમાં તેમનો બિલકુલ ઝુકાવ નથી કારણકે અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વનો એટલે કે દર્શનમોહનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થયો હોવાના કારણે અંતરથી તો તે સદૈવ છૂટા જ રહે છે. તેથી જ્ઞાની ભૂતકાળની સ્મૃતિમાં કે ભવિષ્યકાળની કલ્પનામાં રાચતા નથી, પણ હંમેશા તેઓ “વિચરે ઉદય પ્રયોગ'ની જેમ અનાસક્ત ભાવે, જ્ઞાતા-દ્રષ્ટાભાવે નિરંતર વર્તમાનમાં વર્ત્યા કરે છે. આમ, જ્ઞાનીનું સ્વરૂપ જગતનાં અન્ય જીવો કરતાં જુદું જ તરી આવે છે. ૨૨. સમ્યદ્રષ્ટિનો કુટુંબ પ્રત્યેનો વ્યવહાર:--
અહો ! સમદ્રષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જ્યું) ધાવ ખિલાવે બાળ.
૨૨.
અહીં ગૃહસ્થ દશામાં રહેતા સમ્યદ્રષ્ટિ ધર્માત્માનો કુટુંબ સાથેનો વ્યવહાર કેવો હોય છે તે દ્રષ્ટાંતથી બતાવ્યો છે. જેમ કોઈ
Page #124
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૯
પોષણ કરતા
બુદ્ધિ કરી યારીઓમાં
ધાવમાતા એટલે કે પાલક માતા અન્યના બાળકનું પાલનપોષણ કરતી વખતે તે માતૃત્ત્વની લાગણીથી અલિપ્ત જ રહેતી હોય છે. કારણ કે તેને બાળક તરફનો સહજ મમતાભાવ અંતરથી થતો નથી. તેની માન્યતામાં ચોખવટ છે કે હું આ બાળકની જનેતા નથી. તેમ ગૃહસ્થાવસ્થામાં વર્તતા ચતુર્થ અને પંચમ ગુણસ્થાનવર્તી જ્ઞાની મહાત્માઓ પોતાનાં કુટુંબનું, ધંધો-રોજગાર કરીને પાલનપોષણ કરતાં હોય ત્યારે, કે અન્ય વ્યાવહારિક જવાબદારીઓમાં પ્રવૃત્તિ કરતાં હોય ત્યારે, તે ક્રિયાઓમાં એ–બુદ્ધિ કરી લેવાતાં નથી. એટલે કે અંતરથી સદાય જુદા – જલકમલવત્ રહે છે. હર્ષ કે શોકાદિ પ્રસંગોમાં એકાકાર થઈ જતા નથી; તેમને નિર્ધ્વસ પરિણામો થતાં નથી. ખૂબ જ જાગૃતિપૂર્વક જીવન જીવતા હોય છે, આમ તેમની દશા બહુ જ અદ્ભુત હોય છે. એટલે જ અહીં “અહો!' શબ્દનો પ્રયોગ કરી, આશ્ચર્ય વ્યકત કરી, તેમની આવી અલૌકિક મહાનતાને બિરદાવી છે. સાધક અહીં આવી દશા સંપન્ન કરવાનો પુરુષાર્થ કરવાની ભાવના કરે છે. ૨૩. સુખ અને દુઃખમાં જ્ઞાનીની સમતા --
સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાનીકે ઘટ માંહિ; ગિરિ સર દીસે મુક્રમેં, ભાર ભીંજવો નાંહિ. ૨૩.
અહીં દર્પણનું દ્રષ્ટાંત આપીને જ્ઞાનીનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. જેમ દર્પણમાં પર્વત કે સરોવરનું પ્રતિબિંબ જ્યારે પડે છે ત્યારે તે બેમાંથી કોઈ દર્પણમાં ઘૂસતા નથી, જેથી દર્પણને પર્વતનો ભાર લાગતો નથી કે સરોવરના પાણીથી તે ભીંજાતું નથી, તેમ જ્ઞાનીને શાતા કે અશાતારૂપ વેદનીય કર્મનાં ઉદય વખતે સુખ કે દુઃખના
Page #125
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પ્રધે સંગ્રહ
પ્રસંગોનો સંયોગ તો થાય છે, પરંતુ તે તેને આધીન થતા નથી કે તે સંયોગમાં તે એકરૂપ થઈ તેમાં તાદાત્મ્યપણું કરતા નથી. કારણ કે તેમને મિથ્યાત્વ મોહનીયનો અભાવ થયો હોવાથી દેહમાં આત્મબુદ્ધિ હવે થતી નથી, એટલે કે દેહાધ્યાસ છૂટી ગયો હોવાથી તેઓ સુખ કે દુઃખનાં ઉદયને સમતાભાવથી વેદે છે. જેથી કર્મબંધ થવા પામતા નથી, અથવા ભૂમિકા અનુસાર નહીવત્ બંધ થવા પામે છે.
૧૧૦
“જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય;
શાની વેઠે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય.” - (વ.પૃ.૩૧) ૨૪. જ્ઞાનીનું ચિંતનઃ-
જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચે ફરસે સોય; મમતા સમતા ભાવસે, મ બંધ-ક્ષય હોય. ૨૪.
આ વિશ્વમાં જે કાંઈ ઈન્દ્રિયગમ્ય પદાર્થો છે તે બધાં પુદ્ગલ પરમાણુઓના સ્કંધરૂપે જ રહેલાં છે. એટલે કે આખું જગત જે જડ સ્વરૂપે વર્તાય છે તે પુદ્ગલ પરમાણુઓના સમૂહથી બનેલું છે. આ બધાં જ સ્કંધો અનિત્ય છે. એટલે કે સમયે સમયે તેઓની અવસ્થામાં ફેરફારો થયા કરે છે. દરેક જીવ તેનાં અનાદિકાળનાં સંસાર પરિભ્રમણમાં આ પ્રત્યેક પુદ્ગલ પદાર્થોના સંયોગ સંબંધમાં, પૂર્વે અનંતવાર આવી ગયો છે અને તે સર્વ પરમાણુઓને તેનાં જુદા જુદા રૂપે તેણે અનંતવાર તન્મયપણે સ્પર્શીને ભોગવ્યાં છે અને મૂક્યાં છે. “સકળ જગત તે એંઠવત્', આખું જગત ખરેખર તો દરેક જીવ માટે એંઠવત્ જ છે. આમ જડ પદાર્થોના સંયોગ વખતે કે વિયોગ વખતે જીવે અજ્ઞાનવશ રાગ કે દ્વેષના ભાવ કરી અનંત કર્મબંધન કર્યું છે અને તેથી જન્મ મરણનાં અનંત દુઃખો સહ્યાં છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૧૧
હવે આત્મજ્ઞાનીનું ચિંતન કયા પ્રકારનું હોય છે તે અહીં જણાવે છે કે જે જે પુદ્ગલોનો જીવને ભાવિકાળમાં સ્પર્શ થવાનો છે, તે નક્કી થશે. તેમાં મમતાભાવથી તેનો ભોગવટો કરશે તો કર્મબંધ થશે અને સંસાર પરિભ્રમણ ચાલુ રહેશે અને સમતાભાવથી ભોગવશે તો કર્મક્ષય થશે અને જીવ મુક્તિને પામશે. સાધક આમ જ્ઞાનીના ચિંતન મુજબ ઉદયમાં આવનાર સર્વ કર્મોને સમતાભાવથી વેદવાનો સંકલ્પ કરે છે. ૨૫. સમાધિનો ઉપાયઃ
બાંધ્યા સો હી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ; ફલ નિરજરા હોત હૈ, યહ સમાધિ ચિત્ત ચાવ. ૨૫.
પૂર્વે અજ્ઞાન અવસ્થામાં જીવને જે જે કર્મબંધન થયા હોય છે તે તેના અબાધાકાળ પછી ઉદયમાં આવે છે. જો પૂર્વે શુભ ભાવો કર્યા હશે તો પુણ્યકર્મ પ્રકૃતિનો બંધ પડ્યો હશે; અને જો અશુભ ભાવો કર્યા હશે તો પાપકર્મ પ્રકૃતિનો બંધ પડયો હશે. પુણ્યકર્મ પ્રકૃતિના ઉદય વખતે જીવને અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે; અને તેનાં નિમિત્તે તે સુખનો અનુભવ કરે છે. જે ખરેખર તો વૈભાવિક સુખ હોવાને કારણે સુખાભાસ માત્ર છે અને તેથી રાગ કરે છે; અને પાપકર્મ પ્રકૃતિના ઉદયકાળે પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થવાને કારણે તે દુઃખી થતાં દ્વેષના ભાવ કરે છે. આમ, રાગ અને દ્વેષના કારણે જીવ અજ્ઞાનવશ અનંત કર્મ બાંધી દે છે અને કર્મરૂપી ચક્રવ્યુહમાં ફસાય છે, પરિણામે સંસાર પરિભ્રમણ કર્યા કરે છે. હવે જીવ જો ઉદયમાં આવેલા કર્મોને સમતાભાવથી-સાક્ષીભાવથી વેદે તો તેને નવીન કર્મનો બંધ થતો નથી અને ઉદયમાં આવેલા કર્મોની ફળ આપીને નિર્જરા
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૨
બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ
થાય છે. કર્મના ઉદયને સમતાભાવથી વેદવા કે મમતાભાવથી વેદવા તેનો નિર્ણય કરવાને જીવ સ્વતંત્ર છે અને તે પોતાની પારમાર્થિક સમજણ, પુરુષાર્થ અને આચરણ ઉપર આધારિત છે. આમ જો તે તાત્ત્વિક સમતા ભાવથી કર્મોને વેદે તો તે ક્રમશઃ સમાધિપૂર્વકનું જીવન જીવી શિવપદને પામી, અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે. સાધક આવા સહજાનંદનો અભિલાષી હોવાથી સર્વે કર્મોદયને સમતા ભાવથી વેદવાની ભાવના ભાવે છે.
૨૬. કરણી તેવી
WALAN
ભરણી:--
બાંધ્યાં બિન ભુગતે નહીં, બિનભગત્યાં ન છુટાય; આપ હી કરતા ભોગતા, આપ હી દૂર કરાય. ૨૬.
જીવે જો પૂર્વે કર્મ બાંધ્યા જ ન હોય તો તે ભોગવવાનો પ્રશ્ન જ રહેતો નથી, પણ અજ્ઞાન દશામાં અનાદિ કાળના આ સંસાર પરિભ્રમણમાં અનંત કર્મો બંધાઈ ચૂક્યા હોય છે, તે ઉદયમાં આવતાં તેને ભોગવ્યા વિના તેમાંથી ઈન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ છૂટી શકતા નથી. એવો જ એક કર્મ સિદ્ધાંતનો અફર નિયમ છે. જેવી કરણી તેવી ભરણી'. જીવ પોતે જ પોતાના દોષે વિભાવ ભાવ કરે છે, જેથી કર્મ બંધન થાય છે અને તેનો ભોક્તા પણ પોતે જ બને છે અને પોતે જ તે કર્મોને સમતાભાવથી ભોગવીને દૂર કરી શકે છે. આવી જ કર્મ વિષેની એક વિશ્વ વ્યવસ્થા છે. માટે ઉદયમાં આવતાં કર્મોને સાવધાનીપૂર્વક સમતા ભાવથી ભોગવીને તેની નિર્જરા કરવાનો ઉદ્યમ કરવો એ જ સાધકનું કર્તવ્ય બને છે, જેથી નવીન કર્મોનું ઉપાર્જન ન થાય. યોગ્ય તપ કરવાથી પણ સત્તામાં રહેલાં કર્મોની નિર્જરા થાય છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંaas
૧૧૩
૨૦. પુણ્યથી સુખ અને પાપથી દુઃખની પ્રાપ્તિ --
પથ પથ ઘટવધ ક્રી, રોગ હાનિ વૃદ્ધિ થાય; પુણ્ય પાપ કિરિયા ક્રી, સુખ દુઃખ જગમેં પાય. ૨૭.
અહીં રોગીના આહારાદિ વપરાશનાં દ્રષ્ટાંતથી ગ્રંથકાર સમજાવે છે કે જેમ રોગમાં યોગ્ય ચરી પાળતા, એટલે કે હિતકારી અને જરૂરી આહાર-પાણી લેતાં રોગ હાનિ પામે છે અને અહિતકારી કે અજરૂરી આહાર-પાણી લેતાં રોગની વૃદ્ધિ થાય છે. તેમ ભક્તિ, દયા, દાન, સંયમ, સ્વાધ્યાય, તપ આદિ શુભ સાધનો કરવાથી જીવને શુભભાવરૂપ પરિણામો થતાં પુણ્યકર્મ પ્રકૃતિનો બંધ થાય છે. આવા ભક્તિ અને અનુકંપાના ભાવો જીવ માટે હિતકારી અને જરૂરી છે, કારણ કે આ પુણ્યકર્મના ઉદય વખતે જીવને અનેક પ્રકારની જગતમાં ગણાતી અનુકૂળતા પ્રાપ્ત થાય છે, જેથી તે સુખનો અનુભવ કરે છે. તેથી ઊલટું, વિષય, કષાય અને હિંસાદિના અશુભ ભાવો કે જે, જીવ માટે એકાંતે અહિતકારી છે, તે કરવાથી તેને પાપકર્મ પ્રકૃતિનો બંધ થાય છે અને તેના ઉદય વખતે આધિ, વ્યાધિ, ઉપાધિ અને જન્મ, જરા મરણાદિ સર્વ પ્રકારની જગતમાં ગણાતી પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય છે, અને ઘણાં દુઃખોનો તે અનુભવ કરે છે. સાધક, અહીં આત્મલક્ષે થતાં સર્વે શુભભાવોમાં રહેવાનો ઉદ્યમ કરે છે, જેથી તેને પારમાર્થિક અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. ૨૮. કરે તેવું ભરે -- સુખ દીધે સુખ હોત હૈ, દુઃખ દીધાં દુઃખ હોય; આપ હણે નહિ અવરકું (તો) અપને હણે ન કોય. ૨૮.
ગ્રંથકાર અહીં કર્મનો અફર એવો એક સિદ્ધાંત પ્રતિપાદિત
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૪
બૃહદ્ –– આલોચનાદિ પદ્ય સંગ્રહ
કરે છે, કે જીવ પોતે જો શુભભાવપૂર્વક અન્યને સહાયક થઈ સુખી કરવા નિમિત્ત બને તો તેને પુણ્યકર્મનો બંધ પડે છે અને તેનો ઉદય થતાં તેવા જ સુખી થવાનાં સંયોગો તેને સંપ્રાપ્ત થાય છે, અને કોઈને દુ:ખી કરવાના અશુભ ભાવ કરવાથી તેને પાપકર્મનો બંધ પડે છે અને, તેના ઉદય વખતે દુઃખ ઉત્પન્ન થાય તેવા સંયોગો પ્રાપ્ત થાય છે. એટલે કે જીવના પોતાના જ શુભ કે અશુભ ભાવો તેને સુખ કે દુઃખરૂપ સંયોગો મેળવવા નિમિત્ત બને છે. આમ જીવ જો અન્યને હણવાનું કાર્ય ન કરે, એટલે કે અન્યને કોઈ પણ પ્રકારે દુઃખી ન કરે તો તેને કોઈ હણી શકે નહીં એટલે કે તેને જગતમાં કોઈ દુઃખ આપી શકે નહીં. “કરે તેવું પામે અને વાવે તેવું લણે” એમ લૌકિક વ્યવહારમાં પણ કહેવાય છે. ૨૯. આટલી વાત કદી છોડશો નહીં --
જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઈનકું ભી ન છાંડિચે, શ્રદ્ધા શીલ સંતોષ. ૨૯.
ગ્રંથકાર અહીં સાધકને સાવધાન કરતાં કહે છે કે તે સાધક! કોઈપણ પરિસ્થિતિમાં, સાધનાથી પ્રાપ્ત સદ્ગણોને કદી છોડીશ નહીં. જેવા કે (૧) જ્ઞાન અર્થાત્ વિવવેકથી યુક્ત સમજ, (૨) ગરીબી અર્થાત્ અહંકારથી રહિત મનોવૃત્તિ, (૩) ગુરુવચન અર્થાત ગુરુદેવના વચનનું ઉલ્લંઘન ન કરવું એટલે કે આજ્ઞાનું પાલન કરવું, (૪) નરમ વચન નિર્દોષ અર્થાત્ દોષ રહિત નમ્ર વચન એટલે કે વિનયયુક્ત નિર્દોષ વચન બોલવા, (પ) શ્રદ્ધા અર્થાત સદૈવ-ગુરુ-ધર્મ ઉપર વિશ્વાસ, નવ તત્ત્વની શ્રદ્ધા, સ્વ-પરના ભેદરૂપ અભિપ્રાય આદિ, (૬) શીલ અર્થાત્ સદાચાર અને (૭) સંતોષ અર્થાત્ જીવનમાં જે
Page #130
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ વધે સંગ્રહ
-
કાંઈ મળે તેમાં પ્રસન્નતા રાખવી - તૃપ્ત થયું. આમ આ સદ્ગુણોની વૃદ્ધિ થાય તેવી વૃત્તિ અને પ્રવૃત્તિ સાધકે નિરંતર કરવા યોગ્ય છે. ૩૦. દુઃખમાં સ ન છોડો:--
--
સત મત છોડો હો નરા! લક્ષ્મી ચૌગુની હોય; સુખ દુઃખ રેખા મંકી, ટાલી ટલે ન કોય. 30.
૧૧૫
હે સાધકો ! જીવનમાં જ્યારે લક્ષ્મી કહેતાં જાહોજલાલી તમારી ચાર ગણી થઈ જાય; એટલે કે લક્ષ્મી, અધિકાર, પરિવાર, કીર્તિ આદિ ખૂબ વધી જાય અથવા જીવનમાં દુઃખના પ્રસંગો આવી પડે ત્યારે, સત્ મત કહેતાં પ્રામાણિક વ્યવહારને કદી છોડશો નહીં. કારણ કે સુખ કે દુઃખ આવવું તે તો પૂર્વ કર્મના ઉદયની જ લીલા છે. અને તે TM પણ પૂર્વે કરેલા સત્ કે અત્ વ્યવહારથી જ બંધાયા હતા, તે જ ઉદયમાં આવ્યા છે, તેમ સમજો. હવે વર્તમાનમાં પણ એવો પ્રામાણિક વ્યવહાર કરો કે જેથી પુણ્યપ્રકૃતિનો જ બંધ થાય, પરિણામે ભાવિકાળમાં સર્વ જાતની ઈચ્છિત અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. આમ સુખ કે દુઃખ તો કર્મના ઉદય અનુસાર જ આવે છે. આ બન્ને કર્મની રેખાઓ ટાળવાનો પ્રયત્ન ગમે તેટલો કરશો તોપણ, એક વખત કર્મ ઉદયમાં આવી ગયું એટલે તે ભોગવ્યે જ છુટકારો થાય છે. માટે તે ભોગવતી વખતે સર્વ્યવહાર ચૂકશો નહીં. આ દોહરાથી કવિ એ કહેવા માંગે છે કે સુખ અથવા દુઃખમાં સાધકે તેની સાધનામાં દોષ ન આવી જાય તેની સતત સાવધાની રાખવી જરૂરી બને છે. આમ શ્રદ્ધાને દઢ બનાવવી જોઈએ.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૬
બૃહદ્
૩૧. સંતોષ એ ખરું ધન છેઃ-
ગોધન ગજધન રતનધન, કંચન ખાન સુખાન; જબ આવે સંતોષધન, સબ ધન ધૂલ સમાન. ૩૧.
આલોચનાદિ ધે સંગ્રહ
સંતોષ એ આત્માના મુખ્ય દસ ધર્મોમાંનો એક ધર્મ છે. જીવનો તે સહજ સ્વભાવ છે. આ ગુણ જેનામાં સમ્યક્ પ્રકારે પ્રગટ થયો હોય તેને વર્તમાનમાં જ શાંતિ અને નિશ્ચિતતાનો અનુભવ થાય છે. કારણ કે તેને પરપદાર્થો પ્રાપ્ત કરવાની અને પછી તેને ભોગવવાની અંતરથી તાલાવેલી થતી નથી. કોઈપણ પ્રકારની વાસનાઓ કે ઈચ્છાઓમાં તેને હવે રુચિ રહેતી નથી. જેની ચાહ ગઈ તેની ચિંતા ગઈ” એટલે જ કહેવાય છે કે “સંતોષી નર સદાય સુખી’. સંતોષ ગુણનો પ્રતિપક્ષી દોષ લોભ કષાય છે. આ લોભ કષાયને જીતવો ખૂબ જ અઘરો છે. શાસ્ત્રો પ્રમાણે સૂક્ષ્મ લોભ તો છેક દસમા ગુણસ્થાનને અંતે જાય છે. એટલે જ તેને ‘પાપનો બાપ' પણ કહ્યો છે. તૃષ્ણારૂપી ખાડો અસીમ, અપાર અને અનંત છે જે કદી ભરાતો નથી.
આ દોહરામાં કવિએ પ્રાચીન યુગને અનુલક્ષીને વાત લખી છે. જેમ કે ગાયરૂપી ધન, હાથીઓની સેના, રત્નોનો ભંડાર, સોનાની ખાણ તથા અન્ય તેવા ઉચ્ચકોટિના ધાતુઓના મોટા ભંડાર તો દુનિયામાં ધન તરીકે પ્રસિદ્ધ છે. આ બધું ધન તો પરપદાર્થરૂપે છે. તેની પ્રાપ્તિ થયા પછી પણ તેને શાંતિ પ્રાપ્ત થતી નથી કારણ કે વધુ અને વધુ પ્રાપ્ત કરવાની તેને ઈચ્છા રહ્યા કરે છે. આમ તેમાં આસક્ત થયેલો જીવ સાચું સુખ પામી શકતો નથી. ૫૨૫દાર્થો મળે કે ન મળે તે તો પૂર્વ કર્મને જ આધીન છે. પણ જીવ તત્ત્વાર્થ સમજતો ન હોવાથી
Page #132
--------------------------------------------------------------------------
________________
– આલોચનાદિ uધ સંગ્રહ
૧૧૭
આખી જીંદગી અજ્ઞાનવશ, ધન મેળવવામાં રાગ કે દ્વેષ ના ભાવો કર્યા કરે છે. પરિણામે અનંત કર્મો ઉપાર્જિત કરી અનંત જન્મ, જરા, મરણાદિનાં અનંત દુઃખો વેક્યા કરે છે, પણ જ્યારે તેને તત્ત્વની સમ્યક સમજણ આવે છે ત્યારે તેનામાં સંતોષરૂપી ધન ઉત્પન્ન થાય છે. તેથી પરપદાર્થોમાંથી આસક્તિ હઠી જાય છે અને આ બધા કહેવાતા ધન તેને ધૂળ સમાન એટલે કે તુચ્છ લાગે છે. આમ આ દોહરાથી બધા જ પરપદાર્થોમાંથી સાધકને આસક્તિ હઠાવવાનો કવિએ ઉપદેશ આપ્યો છે અને તાત્ત્વિક સંતોષ ગુણની અગત્યતા બતાવી છે કે જે વાસ્તવિક સુખ પ્રાપ્તિનું કારણ છે. ૩૨. શીલનો વૈભવ --
શીલ રતન મહોતો રતન, સબ રતનાંકી ખાન; તીન લોકકી સંપદા, રહી શીલમેં આન. ૩૨.
પરમાર્થ સાધનામાં સૈદ્ધાંતિક દ્રષ્ટિએ ચારિત્રપાલનની આવશ્યકતાને ઘણું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. મીર: પ્રથમ ધર્મ એટલે કે આચરણ તે જ પ્રથમ પ્રકારનો ધર્મ છે, તેમ સિદ્ધાંતનું સૂત્રરૂપે પ્રતિપાદન થયું છે. “ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે.” (પ્રવચનસાર- ૭).
ચારિત્ર એટલે કે શીલ – આચરણ – વર્તણૂક એ જ ખરેખર ધર્મ છે, કારણ કે ધર્મ એટલે જ સામ્યભાવ અને આ સમતાભાવથી જ સર્વ મોહનો ક્ષય થાય છે અને તેના ફળસ્વરૂપે વીતરાગતા અને કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી પ્રગટ થાય છે.
Jalf Education International
Page #133
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંચ
અહીં, આ દોહરામાં કવિ કહે છે કે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એટલે કે રત્નત્રયમાં સમ્યક્ ચારિત્રરૂપી રત્ન - શીલ ગુણ તે સર્વ ગુણોમાં સૌથી મહાન અને અમૂલ્ય રત્ન છે, કારણ કે તે તો સર્વ રત્નોની ખાણ સમાન છે. જેમ રત્નચિંતામણીની ખાણ તે વિશ્વની બધી જ રત્નોની ખાણ કરતાં ઉત્તમ ખાણ મનાય છે, કારણ કે આ રત્ન જેની પાસે હોય તેને બધી જ લૌકિક ઈચ્છિત વસ્તુઓ આપોઆપ પ્રાપ્ત થાય છે એવી એક પૌરાણિક માન્યતા છે. તેમ ચારિત્રગુણ, કે જે ભાવરત્ન છે તેની સમ્યપણે યથાર્થ પૂર્ણતા થતાં પૂર્ણ વીતરાગતા પ્રગટ થાય છે, જેથી આત્માના, અન્ય ગુણોની અવસ્થાઓ પણ પૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે. આમ ત્રણ લોકની સંપદા એટલે કે કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી, અનંતદર્શન, અનંતઆનંદ અને અનંતવીર્ય તેને ઉત્પન્ન થાય છે; પરમ શાંતિને અનુભવે છે અને ત્રણે લોકનો વ્યવહારથી તે નાથ બને છે. સાધક આવી શુદ્ધ પૂર્ણ ચારિત્રદશાને પ્રાપ્ત કરવાની અહીં ભાવના ભાવે છે.
૩૩. શીલનું મહાત્મ્યઃ-
૧૧૮
શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય જાવે સબ ભાગ. 33.
યથાખ્યાત ચારિત્રદશા પ્રાપ્ત થતાં જીવ અંતર્મુહૂર્તમાં અરિહંતપદ પ્રાપ્ત કરે છે. અહીં મુખ્યતાએ તીર્થંકર ભગવાનના ચારિત્રધર્મના પ્રભાવે થોડા રૂપક આપી સમજાવે છે કે, તીર્થંકર પ્રભુના અતિ શાંત અને સ્થિર ચારિત્રના પ્રભાવથી તેમના સાન્નિધ્યમાં આવતા ઝેરી સર્પ પણ કોઈ જોડે અથડાતા નથી એટલે કે તેમનામાં રહેલી જન્મજાત તીવ્ર ક્રોધરૂપ પ્રકૃતિ પણ શાંત થવા પામે છે અને કોઈને
Page #134
--------------------------------------------------------------------------
________________
વૃદ્ - આલોચનાદિ uદ્ય સંગ્રહ
૧૧૯
ડિંખ દેવાનું કાર્ય કરતા નથી. બીજા રૂપકમાં કહે છે કે અગ્નિની ગરમી, જેમ જળના સંયોગમાં આવતા જળના શીતળતારૂપ સ્વભાવના પ્રભાવથી શાંત થવા પામે છે તેમ આવા પૂર્ણચારિત્રધર્મના ધારક એવા પરમાત્માના સાન્નિધ્યમાં આવતાં બધાં પ્રાણીઓ, પોતાની જન્મજાત કાષાયિક પ્રકૃતિ પ્રમાણે ન વર્તતાં તેમના પ્રભાવથી અનુપમ શાંતિનો અનુભવ કરે છે. વળી કરિ એટલે હાથી અને કેસરી એટલે સિંહ જેવા મોટા પ્રાણીઓ પણ તેમની જન્મજાત દુશ્મનાવટ ભુલી જઈ એક બીજાની પાસે બેસે છે અને સમવસરણમાં પ્રભુની વાણી શાંત ચિત્તથી પોતાની ભાષામાં સાંભળે છે. આમ આવા મહાન ચારિત્રધારી યોગીશ્વરની ઉપસ્થિતિમાં દરેક પ્રાણીઓનો સર્વ પ્રકારનો ભય દૂર થઈ જાય છે એટલે કે તે ભયરહિત થઈ જાય છે અને શાંતિનો અને પ્રસન્નતાનો અનુભવ કરે છે. આમ ખરેખર શીલનો પ્રભાવ અકથ્ય છે. ૩૪. શીલનો મહિમા --
શીલ રતનકે પારખું, મીઠા બોલે બૅન; સબ જગસે ઊંચા રહે, (જો) નીચાં રાખે નૈન. ૩૪.
શીલના પરીક્ષક કોઈ વિરલા જ હોય છે. શીલવાન જ શીલરત્નને પારખી શકે છે. અહીં ઉત્તમ શીલવાન ચારિત્રવાન જ્ઞાનીના વિનય ગુણનો મહિમા દર્શાવ્યો છે. વિનય એટલે નમ્રતા, જે આત્માનો સ્વાભાવિક ગુણ છે. અંતરંગ તપમાંનું આ બીજા નંબરનું ખૂબ જ અગત્યનું તપ પણ છે. વિનય ગુણથી વિશાળ દ્રષ્ટિ અને માધ્યસ્થતા જેવા ગુણો સંપ્રાપ્ત થાય છે અને સર્વ પ્રાણીમાં પોતાના જ જેવો આત્મા છે તેવી માન્યતામાં દ્રઢતા આવે છે. જેથી આવા જ્ઞાની મહાત્મા પોતાનો
For Private & Pers
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૦
બૃહદ્
આલોચનાદિ પદ્ય સંગ્રહ
અહંભાવ કે મોટાઈ સ્થાપવામાં રસ ધરાવતા નથી. તેમની વાણી કટુતા રહિત, હિત, મિત અને પ્રિય સ્વભાવવાળી હોય છે, જેથી કોઈનું મન દુ:ભાય નહીં. પોતાના નેણ એટલે કે ચક્ષુઓને પણ ઉત્તમ નમ્રતા ગુણના પ્રભાવને લીધે નીચે ઢાળેલા રાખી સર્વ ક્રિયા કરે છે, કારણ કે તેમને બહારમાં કોઈ પ૨પદાર્થ ઉપર હવે રુચિ રહી નથી. આવા ઉત્તમ શીલવાન એટલે ચારિત્રધારી જ્ઞાની ભગવંતો પોતાનાં ચારિત્રની કસોટી નિરંતર કર્યા કરે છે, જેથી તેમાં કદી ઉણપ ન આવે અને નિરંતર પ્રગતિ થયા કરે. આમ ઉદાસીન રહેવાથી આખાયે વિશ્વમાં તેઓ પૂછ્યતાને પાત્ર બને છે, અને યથાયોગ્ય સંયમ સાધી, શ્રેણી માંડી, પૂર્ણજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી, અંતે લોકાગ્રે આગામી અનંત કાળ માટે અવ્યાબાધ સુખમાં બિરાજમાન થાય છે.
૩૫. સત્પુરુષ જ દર્શનીય છેઃ-
તનર મન વચન, દેત ન કાહુ દુઃખ; ક્ર્મ રોગ પાતિક ઝરે, દેખત વાકા મુખ. ૩૫.
આ દોહરામાં “વાકા મુખ” શબ્દો વાપરીને નિગ્રંથસદ્ગુરુદેવની વાત કરી છે. એટલે કે આવા જ્ઞાની મહાત્મા પોતાના મન, વચન કે કાયાના નિમિત્તથી કોઈપણ જીવને કોઈપણ પ્રકારનું દુઃખ ઉત્પન્ન થાય તેવો વ્યવહાર કે વર્તન કદી કરતા નથી, કે જેથી તે કર્મબંધનનું કોઈને કારણ બને. તેઓ સ્વ-પરની અહિંસા ધર્મના મહાન ઉપાસક, શીલવાન, મહાવ્રતી, ભાવલિંગી મુનિ હોય છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતા જેવા ઉત્તમ ગુણોની નિરંતર ભાવના ભાવતા હોવાથી, અને રત્નત્રયના ધા૨ક હોવાથી તેમનો આત્મા તેમની ભૂમિકા પ્રમાણે શુદ્ધતાને પામ્યો હોય છે. આવા પવિત્ર
Page #136
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંચદ
૧૨૧
મહાત્માના મુખારવિંદના ભાવપૂર્વક દર્શન કરવાથી પણ અજ્ઞાની જીવોના કર્મરૂપી રોગો ઝરી જાય છે, જીવ કર્મોથી હલકો બને છે અને તે પ્રાયોગ્ય લબ્ધિમાં આવે છે. પછી પરિણામોની યોગ્ય નિર્મળતા વધારતા, કરણલબ્ધિમાં આવી આત્મજ્ઞાન સંપ્રાપ્ત કરી મોક્ષમાર્ગમાં આગળ વધે છે. પરમકૃપાળુદેવ કહે છેઃ- “બીજું કાંઈ શોધ માટે માત્ર એક સત્પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્તો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” (વ.પૃ. ૧૯૪). સાધક આવી રીતે આત્મોન્નતિ કરવાનો સંકલ્પ કરે છે. આમ અહીં આલોચનાનો બીજો વિભાગ પૂર્ણ થાય છે.
HAN
વિભાગ
૧, ૨. પાન અને વૃક્ષનો સંવાદઃ-
-
3
પાન ખરંતાં ઈમ ક્યે, સુન તરુવર વનરાય; અબકે વિછુરે ક્બ મિલે, દૂર પડેંગે જાય. તબ તરુવર ઉત્તર દિયો, સુનો પત્ર એક બાત; ઈસ ઘર ઐસી રીત હૈ, એક આવત એક જાત. ૨.
આ બંને દોહરાઓમાં જીવની અનાદિકાળની સંસાર સંતતિ કેવી રીતે ચાલુ રહ્યા કરી છે તેને વૃક્ષ અને તેનાં પાનનાં કલ્પિત સંવાદરૂપી રૂપકના માધ્યમથી કવિ સમજાવે છે. જેમ પરિપક્વ થયેલું વૃક્ષનું પાંદડું ડાળીથી જ્યારે છૂટું પડીને નીચે ખરી પડે છે ત્યારે તે
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૨
વૃદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
કેમ જાણે વૃક્ષને શોકાતુર થઈને પૂછતું હોય છે કે તે આ વનના વૃક્ષોમાં શ્રેષ્ઠ એવા વૃક્ષરાજ! મને તમે સાંભળો અને જવાબ આપો કે તમારી ઉપર જન્મેલું અને તમારાથી જ પોષણ પામેલું આ તમારું સંતાન અત્યારે છૂટું પડી રહેલું છે, તો આપણે હવે ક્યારે ફરી મળીશું? ત્યારે તરુવર જવાબ આપે છે કે હે વત્સ! પત્ર! મારી આ અગત્યની વાત કે જે તને કડવી લાગશે, પણ સત્ય છે, માટે તને કહું છું તે તું ધ્યાનપૂર્વક સાંભળ. આ વિશ્વમાં એવી જ એક વ્યવસ્થા છે કે કાળલબ્ધિ પાકતાં દરેકને એકબીજાથી છૂટા પડવાનું અવશ્ય થાય છે. એટલે કે જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ પણ નિશ્ચિત છે. આ નિયમ અનુસાર તારે પણ અત્યારે આમ અમારાથી દૂર જવું પડે છે. એકનું ગમન થાય છે તો બીજાનું આગમન થાય છે. આમ જગતનો સર્વ વ્યવહાર આવા ક્રમથી, અનાદિકાળથી ચાલ્યા કરે છે. આવી જ રીતે આ સંસારમાં કુટુંબરૂપી મેળામાં રહેલા અનેક દેહધારી સભ્યોને પોતપોતાનાં આયુષ્ય કર્મ પૂર્ણ થતાં પોતાના દેહ છોડીને પોતે બાંધેલા કર્મો અનુસાર અન્ય ઠેકાણે આ ચોર્યાશી લાખ જીવયોનીમાંથી કોઈપણ એક યોનીમાં દેહ ધારણ કરવો પડે છે, અને કુટુંબથી દૂર જવું પડે છે. વળી તે કુટુંબમાં કોઈક બીજો જીવ, દેહ ધારણ કરીને ઉત્પન્ન પણ થાય છે અને આમ સંસાર સંતતિ સતત ચાલુ રહ્યા કરે છે. અનાદિ કાળથી આમ જ ચાલ્યું આવ્યું છે અને આગામી અનંત કાળ સુધી તેમજ ચાલશે. અજ્ઞાની જીવને તત્ત્વ ઉપર સમ્યફ શ્રદ્ધા નહીં હોવાથી તે એમજ માને છે કે જે કુટુંબમાં તે જન્મ્યો છે અને પાલનપોષણ પામ્યો છે, ત્યાં તે કાયમ માટે રહેવાનો છે. પણ કાળ પાકતાં અચાનક જ્યારે વિયોગનો પ્રસંગ આવે છે ત્યારે જીવ પોતે અને અન્ય કુટુંબીજનો વગેરે મોહને વશ થઈ જવાને કારણે શોકગ્રસ્ત
Page #138
--------------------------------------------------------------------------
________________
વૃદ્ - આલોચનાદિ uધ સંવાદ
૧૨૩
થઈ જાય છે, અને આર્તધ્યાન કરી અનંત સંસાર વધારી દે છે. આ જ જીવનું અજ્ઞાન છે. આ સંવાદથી બીજો અર્થ પણ ફલિત થાય છે કે હે જીવ! તારી આ વર્તમાન પર્યાયનો અહંકાર છોડ કારણ કે આ દેહનો વિલય અવશ્ય થવાનો છે, તે ભૂલીશ નહીં. ૩. વર્ષગાંઠ ઉજવવાની મૂખમિ --
વરસ દિનાકી ગાંઠો, ઉત્સવ ગાય બજાય; મૂરખ નર સમજે નહીં, વરસ ગાંઠકો જાય. ૩.
ઘણાં મનુષ્યો પોતાની વર્ષગાંઠના દિવસે ગીતો ગાઈને અને બેન્ડવાજા વગેરે વગાડીને ઉત્સવ મનાવે છે. આજ કાલ તો ઘણાં - બર્થ ડે પાર્ટી માં કુટુંબીજનો અને મિત્રમંડળને આમત્રણ આપી કેઈક' વિગેરે કાપે છે, મોટા મોટા જમણવાર યોજે છે અને ખુશી મનાવે છે. પણ તે મૂર્ખ માનવી સમજતો નથી કે જે દિવસે તેની જિંદગીનું નવું વરસ બેસે છે, ત્યારે તેના આયુષ્યમાંથી એક વર્ષનો ઘટાડો થયો ગણાય. એટલે કે તે મૃત્યુની નજીક ગયો ગણાય. તેમાં ખુશ થવા જેવું કાંઈ નથી, પણ ખરેખર તો અંતરમાં દુઃખ થવું જોઈએ કે અરેરે! મારા આ અનાદિ કાળનાં પરિભ્રમણમાં આવા અનંત જન્મો ધારણ કર્યા અને આવી કેટલીય વર્ષગાંઠો ઊજવી ! ખરેખર તો જન્મ ધારણ કરવો પડે છે એ જ ખેદજનક બીના ગણાય અને આવા પ્રસંગનો ઉત્સવ મનાવવો તે એક શરમજનક કાર્ય કહેવાય. આવા તત્ત્વનું સ્વરૂપ જીવ જો સમજે તો તે આવી મૂર્ખતાભરી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ સાચી પ્રવૃત્તિમાં જોડાય અને જિંદગીના બાકી રહેલા વર્ષોને પરમાર્થથી સાર્થક કરે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૪
બૃહદ્ - આલોચનાદિ uધ સંગ્રહ
૪. શ્વાસોશ્વાસનો વિશ્વાસ કરાય?:--
પવન તણો વિશ્વાસ, ણિ શરણ તે દ્રઢ ક્યિો? ઈનકી એહી રીત, આવે કે આવે નહીં. ૪.
દરેક સંસારી જીવ વ્યવહારથી નીચે પ્રમાણેનાં દશ દ્રવ્ય પ્રાણોથી જીવે છે. ત્રણ પ્રકારના બળ (મન, વચન અને કાયા), પાંચ ઈન્દ્રિયો (સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શ્રવણ), શ્વાસોશ્વાસ અને આયુષ્ય. એકેન્દ્રિય જીવો કુલ ચાર દ્રવ્ય પ્રાણોથી જીવે છે, (૧) કાયા, (૨) સ્પર્શેન્દ્રિય, (૩) શ્વાસોશ્વાસ અને (૪) આયુષ્ય. ઉત્તરોતર જેમ જેમ જીવોની ઈન્દ્રિયો વધારે, તેમ તેમ તેની પ્રાણોની સંખ્યા પણ વધવા પામે છે. સંજ્ઞી પંચેન્દ્રિય એટલે કે મનુષ્ય વગેરેને આ દ્રવ્યપ્રાણોની સંખ્યા દસ હોય છે. જેમ કે ઉપર દર્શાવ્યા તે ત્રણ બળ, પાંચ ઈન્દ્રિયો, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ બધી પુગલ દ્રવ્યની જ અવસ્થાઓ છે. આ દ્રવ્ય પ્રાણોના સંયોગ અને વિયોગથી જીવોની જીવન અને મરણરૂપ અવસ્થાઓ વ્યવહારથી માનવામાં આવે છે. ખરેખર, જીવ નિશ્ચયથી તો પોતાના ચૈતન્ય એટલે કે ભાવપ્રાણથી જ જીવે છે.
આમ શ્વાસોશ્વાસ, દેહાશ્રિત હોવાથી અને દેહ તે પગલાશ્રિત હોવાથી તેની પરિણતિ જીવના હાથમાં બિલકુલ નથી. આ શ્વાસોશ્વાસ તો આયુષ્ય હોય ત્યાં સુધી જ સહજ પ્રમાણે ચાલુ રહે છે અને જીવનું આયુષ્યકર્મ પૂર્ણ થતાં તેની ક્રિયા પણ બંધ પડી જાય છે. ત્યારે જીવનું મરણ થયું તેમ વ્યવહારથી કહેવાય છે. માટે અહીં કહે છે કે હે જીવ! તું પવન તણો અર્થાત્ શ્વાસોચ્છવાસનો વિશ્વાસ આટલી દ્રઢતાપૂર્વક કેમ કરે છે? તે તો આવે કે ન પણ
Page #140
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદ uધે સંગ્રહ
આવે. તે તો તેની પોતાની યોગ્યતાને આધારિત છે. જીવનું એમાં કાંઈ ચાલતું નથી. ખરેખર તો જીવના હાથમાં પોતાનાં ભાવપ્રાણ જ છે; તેનો જ દ્રઢ નિર્ણય કરવો જોઈએ, પણ જીવને અજ્ઞાનવશ “દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે.'' એવી વિપરીત માન્યતા તેને થઈ ગઈ હોય છે. તત્ત્વની શ્રદ્ધા, સમ્યક્ પ્રમાણે તે કરી શકતો નથી અને મરણના ભયથી અત્યંત દુ:ખી થાય છે અને આર્તધ્યાન કરી અનંત સંસાર વધારી દે છે. તેથી સાધકે આરાધનામાં હવે વિલંબ ન કરવો જોઈએ. આમ આ ઉપરના ચાર પદોમાં જીવનની નશ્વરતાનું વર્ણન કર્યું છે.
૧. દેવું ન કરો, ચુકવવું જ પડશેઃ-
૧૨૫
જ બિરાના કાઢકે, ખસ્ય ક્યિા બહુ નામ; જબ મુદત પૂરી હુવે, દેના પડશે દામ.
૧.
જેમ કોઈ મનુષ્ય પારકું ધન દેવું કરીને લાવે છે અને સમાજમાં પોતાની કીર્તિ અને પ્રતિષ્ઠા જમાવવામાં તથા ભોગવિલાસમાં તે ધનને ખર્ચી નાંખે છે. પણ તેને ખ્યાલ રહેતો નથી કે જ્યારે તે દેવું ભરવાની મુદત પાકશે ત્યારે વ્યાજ સાથે તે રકમ ચૂકવવી પડશે. તેની યોગ્ય જોગવાઈ કરી નહીં હોય તો તેને બહુ ભારે પડી જશે. તેમ અહીં કવિ કહે છે કે હે આત્મ! હે સાધક! તારું પુણ્ય અલ્પ છે, અને સમાજમાં તારી પ્રતિષ્ઠા જમાવવામાં તથા ઈન્દ્રિયોનાં ભોગવિલાસમાં તે પુણ્ય ખર્ચી નાંખે છે. તેમ કરતાં તું પાપરૂપી દેવું જ ઉપાર્જન કરે છે. પણ તને ખ્યાલ રહેતો નથી કે જ્યારે તે પાપકર્મની કાલાવવિધ પૂરી થશે ત્યારે તે દેવું તારે વ્યાજ સાથે ચૂકવવું પડશે, એટલે કે તે પાપકર્મના માઠા ફળને તારે ભોગવવા પડશે, અને યોગ્ય
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૬
બૃહદ્ – આલોચનાદિ uધ સંશs જોગવાઈ એટલે કે સાથે સાથે યોગ્ય પુણ્યકર્મ ઉપાર્જન નહીં કર્યું હોય તો તેને તે પાપકર્મના ઉદયને ભોગવતાં ઘણું દુઃખ થશે. આમ ગ્રંથકાર બોધ આપે છે કે કર્મરૂપી કરજ ન કરો. તે અચૂક ચૂકવવું જ પડશે, માટે ખૂબ સાવધાનીપૂર્વક જીવન જીવો. ૨. કર્મનો અફર નિયમ:--
બિનું દિયા છૂટે નહીં, યહ નિશ્ચય જ માન; હસ હસકે ક્યું ખરચીએ, દામ બિરાના જાન. ૨.
ગ્રંથકાર અહીં કહે છે કે, વ્યાજે લાવેલા પારકા ધનને હે જીવ! તું હરખઘેલો થઈને સુખોપભોગમાં ખર્ચી ન નાંખ. કારણ કે તે દેવું ચૂકવ્યા સિવાય તારો કોઈ છૂટકારો નથી, તેમ તું નિશ્ચયથી માન. માટે તે ધનનો તુ એવી રીતે વિચારપૂર્વક સદુપયોગ કર, કે જેથી મુદત પાતા, તે દેવું ભરપાઈ કરતી વખતે તને મુશ્કેલી ન પડે. આમ આ દોહરો બોધ આપે છે કે, પૂર્વે ઉપાર્જિત કરેલાં પુણ્ય કર્મને તે જીવ તું ફોગટ હસી હસીને એટલે કે મોજ શોખ અને બિરાના દામ એટલે કે વિષય ભોગ આદિમાં વાપરી ન નાંખ, પણ સમજીને, વિચારપૂર્વક, ભક્તિ, દયા, દાનાદિ પરમાર્થ કામ માટે તેનો સદુપયોગ કર; નહીં તો યાદ રાખજે કે કર્મનો કાયદો અટલ અને નિશ્ચિત છે કે, ઋણ અદા કર્યા વિના તેના પંજામાંથી કોઈ છટકી શકતું નથી. મુદત પાકતાં, ઉપાર્જિત કરેલાં તેવા કર્મો ઉદયમાં આવશે ત્યારે તેને ભોગવતી વખતે ખૂબ મુશ્કેલી પડશે, તેમ તું નિશ્ચયથી જાણ, માન, અને માનીને યોગ્ય સમ્યક્રપ્રવૃતિ કર.
Page #142
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ ધ સંવાદ
૧૨૭
૩. જ્ઞાની અને અજ્ઞાનીનો હિંસા પ્રત્યેનો ભાવ --
જીવ હિંસા રતાં થi, લાગે મિષ્ટ અજ્ઞાન; જ્ઞાની ઈમ જાને સહી, વિષ મિલિયો પક્વાન. ૩.
પોતાના અથવા અન્ય જીવોના દ્રવ્યપ્રાણ કોઈ પણ પ્રકારે હણવા તેને પરહિંસા કહેવાય છે અને પોતાના રાગાદિ ભાવો થવા તેને સ્વહિંસા કહેવાય છે. ખરેખર તો પરહિંસા પણ અપેક્ષાએ તો સ્વહિંસા જ છે. કારણ કે રાગાદિ ભાવો થયા વગર પરહિંસા થઈ શકતી નથી.
હિંસાના ચાર પ્રકાર છે (૧) “સંકલ્પી” એટલે પ્રમાદને કારણે થતી હિંસા અર્થાત જાણી જોઈને કોઈનાં પ્રાણ હણવા તે, (૨) “ઉદ્યોગી' એટલે ધન કમાવવા અર્થે વેપાર ધંધામાં થતી હિંસા, (૩) વિરોધી' એટલે પોતાની જાતની, પોતાના આશ્રિતોની અથવા દેશની રક્ષા માટે યુદ્ધ આદિ કરવું પડે ત્યારે થતી હિંસા અને (૪) “આરંભી એટલે ઘરમાં રસોઈ કરતાં કે સફાઈ કામ વગેરે કરતાં થતી હિંસા. ગૃહસ્થ જીવનમાં સંકલ્પી હિંસા સિવાયની ત્રણ હિંસા – અપેક્ષાએ ક્ષમ્ય છે. જ્યારે સંકલ્પી હિંસા અક્ષમ્ય છે. અજ્ઞાની જીવ મોહનીય કર્મના ઉદયને વશ થઈ સુખી થવાની આશામાં, સુખ ભોગવતી વખતે, સુખની સુરક્ષા અને સુખભોગના બાધક કારણો પ્રતિ કાષાયિક પરિણામ કરી જીવ હિંસા આદિના ભાવ કરી પાપ કરે છે, અને અજ્ઞાનના કારણે આ પાપમાં તે મિઠાશ અનુભવે છે. આ સંકલ્પી હિંસા છે. જે ઉદયમાં આવતાં, તેને ખૂબ દુ:ખ સહન કરવું પડે છે. જ્યારે જ્ઞાનીને કોઈપણ ઉદયના પ્રસંગમાં અંતરથી હિંસાના ભાવ થતા નથી. તે તત્ત્વથી જાણે છે કે જેમ ઝેર મિશ્રિત
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૮
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
પકવાન ખાતી વખતે તે સ્વાદિષ્ટ તો લાગે છે, પણ પાછળથી ઝેરની અસરથી તે મહાદુઃખ પમાડે છે. આમ હિંસાના ભાવો પરિણામે દુઃખ પમાડે છે. તેથી જ્ઞાની તેનો વિવેકપૂર્વક સહજ ભાવથી જ ત્યાગ કરે છે. જ્યારે અજ્ઞાની તેમાં મિઠાશ વેદતો હોવાથી અનંત પાપ કર્મોનો બંધ પામી અનંત સંસાર વધારે છે, અને ખૂબ દુઃખી થાય છે. આમ અજ્ઞાનનું ફળ વિષય-ભોગ અને તેથી દુઃખ છે, જ્યારે જ્ઞાનનું ફળ ત્યાગ – વૈરાગ્ય અને તેથી સુખ છે. ૪. “પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં.”:--
કામ ભોગ પ્યારા લગે, ફલ કિંપાક સમાન; મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુખકી ખાન. ૪.
અજ્ઞાની જીવ જ્યારે કામ વાસનાઓનાં ભોગવટામાં જે સુખનો અનુભવ કરે છે તે ખરેખર સુખ નથી પણ માત્ર સુખાભાસ જ છે. વાસ્તવમાં તો તે પરપદાર્થોમાં આસક્ત થઈ તેમાં તે રાગબુદ્ધિ જ કરે છે અને પોતાનો રાગ જ ભોગવે છે. ભ્રાંતિથી ઉત્પન્ન થયેલો આ રાગનો ભાવ તે વિકારીભાવ માત્ર છે, જેથી પાપકર્મનો બંધ પડે છે, જેનાં ફળરૂપે આગામી કાળમાં ઘણી અશાતા એટલે કે દુઃખ તેને ભોગવવું પડે છે. ખરેખર તો આ કામવાસના ઝેરી વૃક્ષનાં ફળ જેવું જ કામ કરે છે. આ ફળને કિંપાકફળ કહે છે. તે પાંચેય ઈન્દ્રિયોને અનુકૂળ હોય છે. પણ તેનું પરિણામ અતિ ભયંકર હોય છે. એટલે કે તે ખાતી વખતે ઘણું રમણીય અને સ્વાદિષ્ટ લાગે છે, જેથી જીવ તલ્લીન થઈને તેનું સેવન કરે છે. પછી જ્યારે તેનું ઝેર ચઢે છે ત્યારે તેને ઘણી વેદના અનુભવવી પડે છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
આલોચનાદિ પદ્યે સંગ્રહ
કવિ અહીં બીજું દ્રષ્ટાંત પણ આપે છે. જેમ કોઈને ખસ કે ખરજવાનું દર્દ થયું હોય ત્યારે તેને તે ખંજવાળવામાં ખૂબ જ મઝા આવે છે. પણ પાછળથી તે મહાદુઃખરૂપ નીવડે છે. એટલે જ અહીં કહે છે કે પરપદાર્થોમાં આસક્ત થઈ મોહના નશામાં લાગતું ઈન્દ્રિયજન્ય સુખ તે સુખ નથી પણ સુખાભાસ જ છે; જે પાછળથી દુઃખની ખાણરૂપે જ પરિણમે છે. ‘પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં.' સુખ કહેતા અહીં આનંદ છે તે તો આત્માનો સહજ ગુણ છે. તે પ૨પદાર્થોમાંથી કદી મળી શકતો નથી. કારણ કે જડ પદાર્થોમાં સુખ નામનાં ગુણનું અસ્તિત્વ જ નથી. જ્ઞાનીઓ તો કહે છે કે “સુખ અંતરમાં છે; તે બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ.’’ (વ.પૃ.૨૧૩). આમ કામ-ભોગોનું આકર્ષણ અતિ ભયંકર છે. ઘણીવાર મોક્ષમાર્ગે ચડેલો જીવ પણ તેનાથી વશીભૂત થઈ પતીત થઈ જાય છે. સાધકે આની નિરંતર સાવધાની રાખવી જોઈએ.
૫. જય
બૃહદ્
VOAST
તપ
સંયમનું ફળ:--
જપ તપ સંયમ દોહિલો, ઔષધ વી જાન; સુખકારન પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન.
M
૧૨૯
.
૫.
જેમ શારીરિક રોગ મટાડવા માટે યોગ્ય કડવા ઔષધાદિનું સેવન કરવું પડે છે અને વૈદ્ય કહે તેમ પરેજી પણ પાળવી પડે છે. ત્યારે જીવને આ બધું બહુ કઠણ લાગે છે. પણ તેમ કરવાથી રોગ મટે છે. અને આરોગ્યમાં સુખદ પરિણામ આવે છે. તેમ કામ-ભોગોના અનાદિ કાળના અભ્યાસના કારણે ઉત્પન્ન થતાં આ સંસાર પરિભ્રમણના રોગને મટાડવા માટે સદ્ગુરુ બતાવે તેવા યથાયોગ્ય
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૦
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
જપ, બાહ્યાંતર તપ, સંયમ ઈત્યાદિ કડવા ઔષધ જેવા લાગતા એટલે કે અઘરા લાગતા પારમાર્થિક સાધનોનો પ્રામાણિકપણે આશરો લેવાથી જીવમાં સુવિચાર, વૈરાગ્ય અને ઉપશમની વૃદ્ધિ થવા પામે છે, જેથી ધ્યાન બળ વધે છે પરિણામે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પછી ચારિત્ર મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરતાં, જીવ અરિહંત પદને પામે છે. તેના ફળરૂપે તેને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. અંતે અરિહંતનું આયુષ્ય પૂર્ણ થતાં નિશ્ચયથી નિર્વાણ પદને પામી જીવ શિવ થાય છે, અને શાશ્વત એવું અનંત-અવ્યાબાધ સમાધિ સુખને તે પ્રાપ્ત કરે છે. આમ જપ અને તપ કે જે મુખ્યત્વે યોગની ક્રિયા છે અને સંયમ કે જે મુખ્યત્વે ઉપયોગની ક્રિયા છે તે બન્નેનો આશ્રય લઈને સાધનામાં આગળ વધવા અહીં જણાવે છે. ૬. સંસારનું સ્વરૂપ --
ડાભ અણી જલબિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુઃખજલ ભર્યો, ચહ સંસાર સ્વભાવ. ૬.
જેમ ડાભ એટલે કે એક જાતની વનસ્પતિ, તેના પાંદડાની ધાર ઉપર પાણીના ટીપાંઓ બાઝયા હોય, તે અલ્પ સમય માટે જ તેની ઉપર રહે છે. કારણ કે જરાક હવાનું નિમિત્ત મળતા જ તે ખરી પડે છે અથવા સુકાઈ જાય છે, તેમ ઈન્દ્રિયોના વિષયોથી મળતુ સુખ આવું જ ક્ષણિક છે. કારણ કે તે પરાધીન હોવાથી નિમિત્તનો યોગ પૂર્ણ થતાં જ તે ચાલ્યું જાય છે. ખરેખર તો તે સુખ જ નથી પણ સુખાભાસ માત્ર છે.
અજ્ઞાની જીવ આવા વૈષયિક સુખની પાછળ ખરેખર પાગલ થઈ જાય છે. તેને આ દૈહિક અને ક્ષણિક કામભોગના સુખનું પરિણામ
Page #146
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૩૧
કેવું ભયંકર આવે છે તેનું ભાન હોતું નથી. આ ઈન્દ્રિયોના ભોગવિલાસ પાછળ દુઃખરૂપી જળથી પુરો ભરેલો ભવસાગર ગરજી રહ્યો છે, તેની તરફ તેનું ધ્યાન જ જતું નથી. ખરેખર આ સંસારનું સ્વરૂપ જ એવું છે કે ક્ષણિક સુખ ભોગવવાના બદલામાં જીવ ભવસાગરના અતિ દુઃખદાયક પાણીમાં ડુબવા તૈયાર હોય છે. સાધક આમ સંસારમાં કંસાર મળશે તેવી હવે આશા રાખતો નથી. તેથી વિષયોમાં લાલચ ન કરવાનો દઢ સંકલ્પ કરે છે. ૭. વૈષયિક સુખ તે સુખ નથી:--
ચઢ ઉનંગ જહાંએ પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ અંદર દુખ વસે, સો સુખ ભી દુ:ખરૂપ. ૭.
અજ્ઞાની જીવ જ્યારે પૂર્વે ઉપાર્જિત કરેલાં પાપાનુબંધી પુણ્યકર્મના ઉદયથી ખૂબ ધન, કીર્તિ, અધિકાર આદિ સંપત્તિ પ્રાપ્ત કરે છે અને કામ ભોગ વિલાસમાં મસ્ત રહે છે, ત્યારે પોતે સમૃદ્ધિનાં ઘણાં ઊંચા શિખર ઉપર ચઢ્યો છે તેવી કલ્પના કરે છે, અને અજ્ઞાનવશ કર્તુત્વપણાની બુદ્ધિથી મિથ્યા અભિમાન, માયાચાર, પરિગ્રહ આદિ તીવ્ર કષાયો કરી ખૂબ પાપકર્મનો અનુબંધ કરે છે. આમ આવી સંપદા પ્રાપ્ત કરતી વખતે અને તેને ભોગવતી વખતે તે રાગ અને દ્વેષના ભાવ કરી, અનંત કર્મો ઉપાર્જિત કરે છે. આ વિકારી ભાવોથી જીવનું પતન થાય છે અને હલકી ગતિ પ્રાપ્ત કરી અતિ દુઃખને પામે છે. કહેવાય છે કે “રાજેશ્વરી તે નરકેશ્વરી” એટલે આવી કહેવાતી સમૃદ્ધિથી ચઢેલો જીવ ખરેખર સમૃદ્ધિની શિખર ઉપર ચઢયો ન કહેવાય, પણ વાસ્તવમાં તો તે દુઃખરૂપી કૂવામાં જ એટલે કે ખાઈમાં જ પડયો કહેવાય. કારણ કે આવા સમૃદ્ધિના મનાતા સુખની
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૨
બૃહદ્ – આલોચનાદિ પદે સંવાદ
પાછળ અનંત દુઃખ રહેલું છે, એટલે કે આવું ઈન્દ્રિય જનિત સુખ પણ પરિણામે દુઃખરૂપ જ હોય છે, જે ઘણાં લાંબો કાળ સુધી જીવને ભોગવવું પડે છે. સાધક અહીં વિચાર કરે છે કે બિંદુસમાન આ વૈષયિક સુખની પાછળ દુ:ખનો મોટો સમુદ્ર હિલોળા મારી રહ્યો છે તે સુખાભાસને સુખ કેમ મનાય? આવી સુવિચારણાથી સાધકમાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની વૃદ્ધિ થવા પામે છે. ૮. પુણ્ય કર્મના ચમત્કાર --
જબ લગ જિનકે પુણ્યા, પહોંચે નહીં કાર; તબ લગ ઉનકો માફ હૈ, અવગુન કરે હજાર. ૮.
જીવને જ્યાં સુધી પુણ્ય કર્મનો ઉદય ચાલતો હોય છે ત્યાં સુધી તે ગમે તેટલા અવગુણોથી ભરેલાં કૃત્યો કરે, એટલે કે પાપ ક્રિયાનું સેવન કરે-એક નહીં પણ હજારો પાપોનું સેવન કરે તો પણ તેના તે બધા જ દોષો ક્ષમ્ય ગણાઈ રહ્યા હોય તેવું દેખાય છે. તેને તત્કાલ તે દોષોની સજા પણ મળતી નથી. તેને એમ જ લાગે છે કે, મારાથી કોઈ દોષ થઈ જ રહ્યા નથી પણ તે વખતે તેનાં પૂર્વે કરેલાં પુણ્યકર્મનો જ પ્રભાવ ચાલી રહ્યો છે, અને પાપનો જે બંધ થઈ રહ્યો છે તે કંઇક લાંબી સ્થિતિનો બંધાઈ રહ્યો હોય છે, જેથી તેનો બધો વૈભવ તે વખતે ઠાઠ-માઠરૂપે ચાલ્યા કરે છે. પણ આ બધું કરતાં કેટલો બધો પાપનો અનુબંધ કરી નાંખ્યો હોય છે તે તેને ભાન રહેતું નથી. હવે જ્યારે તે પુણ્યકર્મના ઉદયની મુદત પૂરી થાય છે અને પાપકર્મોનો ઉદય શરૂ થાય છે ત્યારે આ બધું જ અવળું પડે છે. રાઈ જેટલા અવગુણો પણ લોકોને પર્વત જેવા મોટા દેખાય છે. અને જીવ બધેથી અપકીર્તિ પામે છે. કોઈ દોષોને માફ કરતું નથી અને ભૂલતું
Page #148
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uથે સંવાદ
૧૩૩ પણ નથી. લાંબા સમય સુધી લોકો તેને યાદ કરી કરીને ધિક્કારે છે. આમ પુણ્યના ઉદય વખતે જીવને ફૂલોના હાર લોકો પહેરાવે છે, અને પાપના ઉદય વખતે જૂતાના હાર પહેરાવે છે. સાધક જાણે છે કે પૂર્વે અજ્ઞાનદશામાં બાંધેલું પુણ્ય પણ પાપાનુબંધી પુણ્ય હોય છે. અને તેનો ઉદય કાળે નવું પાપકર્મ બંધાઈ ન જાય તેની યત્નાપૂર્વકની જાગૃતિ રાખે છે. ૯. પુણ્ય ક્ષીણ થતાં પાપનો ઉદય --
પુણ્ય ખીન જબ હોતે હૈ, ઉદય હોત હૈ પાપ; દાજે વનકી લારી, પ્રજલે આપોઆપ. ૯.
અહીં કવિ પુષ્ય અને પાપના ઉદયને રૂપકથી સમજાવે છે, કે હે જીવ! તું યાદ રાખજે કે પુણ્યનો ઉદય અહીં કાયમ માટે રહેતો નથી. પુણ્યકર્મની ગમે તેટલી લાંબી અવધિ હોય તો પણ છેવટે તેનો અંત તો નિશ્ચિત છે. તે અવધિ પૂર્ણ થતાં જ પાપકર્મ પોતાનો પ્રભાવ બતાવવાનું ચાલુ કરી દે છે. જેમ જંગલમાં કોઈ આગ લગાડવા જતું નથી પણ ગ્રીષ્મ ઋતુમાં અતિશય પવનને કારણે વૃક્ષોના થડ અને ડાળીઓ ખૂબ ઘર્ષણ પામે છે. અને ઘણી ગરમીને કારણે તેમાં આપોઆપ આગ લાગતાં વૃક્ષો ભસ્મિભૂત થઈ જાય છે. તેમ પાપકર્મના ઉદય વખતે બધી જ બાજુઓથી માઠા પ્રસંગો આપોઆપ જ ઊભા થાય છે. જેના નિમિત્તે જીવ અતિ દુઃખ અનુભવે છે. આવી જ કર્મની વિચિત્રતા છે. આમ પુણ્ય કે પાપકર્મના ઉદય વખતે હરખ કે શોક ન કરતાં, તત્ત્વને યયાર્થ સમજી, તેને સમતાભાવથી જ વેદવા તે સાધકનું કર્તવ્ય થઈ જાય છે.
Jan Education International
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૪
વૃદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
૧૦. પાપ છુપાવી શકાતા નથી---
પાપ છિપાયાં ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહે, રૂઈ લપેટી આગ. ૧૦.
જેમ આગને રૂમાં લપેટવાથી, દબાવી કે બુઝાવી શકાતી નથી, પણ તેને તો યથાયોગ્ય ઉપાય કરવાથી જ શાંત કરી શકાય છે. તેમ પાપ કર્મને છુપાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ તેને છુપાવી શકાતા નથી, કારણ કે અબાધાકાળ પૂર્ણ થતાં તે કર્મો સત્તામાંથી ઉદયમાં આવી અચૂક ફળ આપે છે. છતાંય કોઈ ભાગ્યશાળી જીવ પોતાના કોઈક મહપુણ્યના યોગથી જો જાગ્રત થાય, અને તપાદિરૂપી યથાયોગ્ય પારમાર્થિક પુરુષાર્થ કરે, તો તે સત્તામાં રહેલાં પાપ કર્મોની સ્થિતિ અને અનુભાગ ઘટાડી શકે છે. અથવા તે કર્મોનું પુણ્યકર્મોમાં સંક્રમણ કરી શકે છે. પણ જો કર્મ ઉદયમાં આવી ગયું, તો તેને સમભાવથી જ વેદવાનો પુરુષાર્થ કરવો, તે જ સાધકનું કર્તવ્ય થઈ પડે છે.
અહીં દોહરાના બીજા ચરણમાં “છીયે તો મહાભાગ’ કહીને કવિનો કહેવાનો આશય એમ સમજાય છે કે ખરેખર પાપ છુપાવી જ શકાતા નથી. છતાં પણ સાધકને જણાવે છે કે હે ભાઈ! તું પ્રત્યક્ષ સદ્દગુરુ સમક્ષ આલોચના કરી તેનું શુદ્ધિકરણ કરવાનો યોગ્ય ઉદ્યમ કર, તો સંક્રમણાદિ ક્રિયાથી તે પરિવર્તિત થઈ શકશે. ૧૧. ચેતન્ય રવરૂપનો લક્ષ કરો --
બહુ વીતી થોડી રહી, અબ તો સુરત સંભાર; પરભવ નિશ્ચય ચાલનો, વૃથા જન્મ મત હાર. ૧૧.
Page #150
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
હે જીવ ! આયુષ્યનો ઘણો ખરો કાળ તો અજ્ઞાન અવસ્થામાં જ વીતી ગયો છે. ખૂબ જ ઓછો કાળ બાકી રહ્યો છે, માટે તારા સ્વરૂપનો લક્ષ તો હવે કર, અને જ્ઞાતા-દ્રષ્ટા ભાવરૂપ શેષ જીવન વિતાવ. ઉંમરના કેટલાં વર્ષો ગયાં તેની તો તને ખબર છે પણ કેટલાં બાકી રહ્યાં તેની ખબર નથી. મૃત્યુ નિશ્ચિત જ છે. ક્યારે આવશે તેનો કોઈ ભરોસો નથી. આવતો ભવ પણ નિશ્ચિત જ છે. જે જે કર્મ પરમાણુઓ એકઠાં કર્યાં છે તે ભોગવવા પડશે તેમાં કોઈ છૂટકો જ નથી. માટે આ મોંઘો મનુષ્યભવ જે મળ્યો છે તેને ફોગટમાં વેડફી ન નાંખ; અને હવે ભવ ન ક૨વા પડે તેવો દૃઢ નિશ્ચય કરી યોગ્ય ધર્મકરણી કર. “જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.” (વ.પૃ.૫૦૪) સાધક જાણે છે કે મૃત્યુથી કોઈ ભાગી શકતું નથી. તેથી જ હવે મૃત્યુને હરઘડી યાદ રાખીને ધર્મ આરાધનામાં તે ઉદ્યમી બને છે.
૧૨. ધર્મ આરાધના કરો:--
૧૩૫
ચાર કોશ ગ્રામાંતરે, ખરચી બાંધે લાર; પરભવ નિશ્ચય જાવણો, રીએ ધર્મ વિચાર. ૧૨.
જેમ કોઈને એક ગામથી ચારેક કોશ એટલે કે થોડા દૂરના અંતરે બીજે ગામે જવાનું થાય છે ત્યારે પણ ત્યાં ખર્ચ કરવા જોગ થોડી રોકડ રકમ અને ભોજન માટે યોગ્ય ભાથું વગેરે સાધન તે સાથે રાખે છે. જેથી સફર બાધારહિત અને પ્રસન્નતામય રહે. તેમ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૬
બૃહદ્ - આલોચનાદિ uધ સંગ્રહ અહીં કવિ કહે છે કે તે આત્મ! પરભવમાં તો નિશ્ચિત જ જવું પડશે. જવાની ઈચ્છા નહીં હોય તો પણ જવું જ પડશે. અતીત કાળથી આજ સુધી મૃત્યુથી કોણ બચી શક્યું છે? કયાં જવાનું થશે? કઈ ગતિમાં જવાનું થશે? તે આપણને ખબર નથી પણ જવું જ પડશે તે દરેકને ખબર છે, તો સુસંસ્કારૂપી મૂડી અને પુણ્યકર્મરૂપી ભાથું બાંધી સાથે લઈ જવાનો દઢ સંકલ્પ કરી તે પ્રમાણેનો ધર્મ-વિચાર તું કરજે. સાધક, અહીં મોક્ષમાર્ગમાં મુસાફરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, જેથી તેણે તો ઉચ્ચ પ્રકારનાં આવા તાત્ત્વિક સંસ્કાર અને વિશિષ્ટ પ્રકારના પુણ્ય સાથે જ બીજા ભવમાં જવું જોઈએ કે જેથી ત્યાં પારમાર્થિક યોગ્ય નિમિત્તો મળે અને મોક્ષમાર્ગ ક્રમશઃ બાધારહિતપણે અને શાંતિથી થોડા જ વખતમાં પૂર્ણ કરી, આ ભવસાગર તરી મુક્ત થઈ શકે તે માટેનો એક માત્ર ઉપાયઃ- સગુરુ આજ્ઞાએ ચાલી, અસત્સંગ તથા અસતપ્રસંગનો ત્યાગ કરી, યથાયોગ્ય ધર્મવિચાર અને આચાર કરવા તે છે. ૧૩. વિનયવાન બનો --
રજ વિરજ ઊંચી ગઈ, નરમાઈકે પાન; પત્થર ઠોક્ર ખાત હૈ, ક્રડાઈકે તાન. ૧૩.
અહીં નમ્રતા અને કોમળતા આદિ સગુણોથી થતા ફાયદા અને કઠોરતારૂપ અવગુણોથી થતાં નુકશાનને, રૂપકથી સમજાવ્યા છે. જેમ જમીન ઉપર રહેલા ઘણાં બારીક રજકણો, વજનમાં અતિ હલકા હોવાથી, એટલે કે તેમનામાં રહેલી નમ્રતા નરમાશપણાના ગુણોને
Page #152
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uદ્ય સંગ્રહ
૧૩૭ કારણે, હવામાં ઊંચે ચઢે છે અને ઉચ્ચસ્થાનો પર બિરાજમાન થાય છે. જ્યારે જમીન પર પડેલા પથ્થરો તેમનામાં રહેલી કઠોરતા અને અક્કડપણાના અવગુણને કારણે અપમાનિત થઈ લોકોની ઠોકરે ચઢે છે. તેમ વિનય ગુણ એટલે કે કોમળ સ્વભાવવાળા સજ્જનો, ઉપલક્ષથી સરળ આદિ સ્વભાવવાળા જીવો, હળુકર્મી હોવાને કારણે, રત્નત્રયની પ્રાપ્તિ કરી, ઊર્ધ્વગતિને પામે છે. જ્યારે મિથ્યાભિમાની અને માયાચારી આદિ સ્વભાવવાળા ભારેકર્મી જીવોમાં આવા કઠોરતારૂપ અવગુણોમા તન્મયપણું હોવાને કારણે, જીવનમાં અનેક પ્રકારની ઠોકરો ખાય છે. પરિણામે તીવ્ર રાગ અને દ્વેષ કરી, અનંત પાપકર્મ પ્રકૃતિઓનો બંધ બાંધી, અધોગતિ પામે છે. સાધક અહીં ઉત્તમ નમ્રતા, સરળતા, સંતોષાદિ સદ્દગુણોને પ્રાપ્ત કરી, પારમાર્થિક ઉન્નતિ કરવાનો દઢ સંકલ્પ કરે છે. ૧૪. સગુણો ગ્રહણ કરો --
અવગુન ઉર ધરીએ નહીં, જો હુવે વિરખ બબૂલ; ગુન લીજે કાલુ કહે, નહીં છાયામેં સૂલ. ૧૪.
આ દોહરો કોઈ “કાલ” નામના સંતની રચનામાંથી લીધો હોય તેમ લાગે છે. જેમ બાવળના વૃક્ષ ઉપર મોટા મોટા કાંટા હોવા છતાં તે વૃક્ષ અને શૂલની છાયામાં તો કોઈ પ્રકારના કાંટા નથી, પણ તેમાં ઠંડક આપવાનો જ ગુણ છે; એટલે કે આવા શૂલરૂપી દૂષણથી ભરેલા વૃક્ષમાં પણ પથિકને છાંયો આપવાનો સગુણ જોવામાં આવે છે. તેમ સંસારી જીવો કે જે અજ્ઞાન અને અનંત દોષોથી ભરેલાં હોવા છતાં, તેમનામાં અમુક સગુણો તો અવશ્ય હોય છે. પણ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૮
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
આપણને અન્યના દોષો દેખી નિંદા કરવાની, અને પોતાના ગુણોના ગાણાં ગાવાની, કુસંસ્કારવશ કુટેવ પડી ગઈ હોય છે, જે પાપકર્મ બંધનું કારણ બને છે. જીવ ભૂલી જાય છે કે તે કોઈ તરફ એક આંગળી ચીંધે છે, ત્યારે બાકીની ત્રણ આંગળી પોતાના તરફ પણ ચીંધાય છે. માટે કોઈનાયે અવગુણોને મનમાં લાવવા ન જોઈએ અને ગુણાનુરાગી થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ “કાલુ' નામના સંતની શિખામણ સાધકે હૃદયસ્થ કરવી ઘટે છે. “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરનાં દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.' (વ.પૃ.૩૦૭) વળી પત્રાંક ૪૪૨૧માં પરમ કૃપાળુદેવ જણાવે છે કે “કોઈનો દોષ જોવો ઘટતો નથી. સર્વ પ્રકારે જીવના દોષનો જ વિચાર કરવો ઘટે છે; આવી ભાવના અત્યંતપણે દઢ કરવા યોગ્ય છે. જગતદ્રષ્ટિએ કલ્યાણ અસંભવિત જાણી આ કહેલી વાત ધ્યાનમાં લેવા જોગ છે એ વિચાર રાખવો. (વ.પૃ.૬૬૦) ૧૫. કોઈને બુરા ન માનોઃ--
જૈસી જાપે વસ્તુ હૈ, વૈસી દે દિખલાય; વાક બુરા ન માનીએ, ક્યાં લેને વો જાય? ૧૫.
જે વસ્તુનો જે સ્વભાવ હોય છે તે જ તેનો ગુણધર્મ હોય છે, અને તેના વર્તનમાં દેખાઈ જાય છે. લૌકિક વ્યવહારમાં પણ જોવા મળે છે કે સાકરમાં મિઠાશ, લીમડામાં કડવાશ, લીંબુમાં ખટાશ આદિ વસ્તુઓમાં તેમના ગુણધર્મો દેખવામાં આવે છે; જે બદલાવી શકાતા
Page #154
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૩૯
નથી. જેમ વીંછીંમાં ડંખ મારવાનો અવગુણ હોવાને લીધે તેને કોઈ પાણીમાંથી ડૂબતો બચાવવા જાય તો પણ તેને ડંખે છે. તેમ કોઈ વ્યક્તિ કર્મોદયને કારણે, અજ્ઞાનવશ સાધક પ્રત્યે જુઠાં દોષારોપણ કરે, ત્યારે તે વિચારે છે કે અત્યારે પોતાના અશુભ કર્મોનો ઉદય ચાલી રહ્યો છે, અને સામેના વ્યક્તિની યોગ્યતા જ એવી છે કે તે તેની અનાદિકાળના કુસંસ્કારવશ પડેલી પ્રકૃતિને આધિન થયો છે. જેથી આવી ગેરવર્તણુક તે કરે છે. આમ સવળો વિચાર કરવાથી એટલે કે તેની તરફ બુરુ ન માનવાથી સાધક, સમતાભાવથી પોતાના કર્મોદયને વેદી શકે છે. કારણ કે જેનામાં સારા સંસ્કાર નથી તે પોતાની પ્રકૃતિને એકદમ સુધારે પણ કેવી રીતે? એટલે કે સુસંસ્કાર ક્યાંથી લાવી શકે? આમ કષાયને આધીન ન થવાથી, અને માધ્યસ્થભાવ રાખવાથી, ઉદયમાં આવેલાં પૂર્વ કર્મ નિર્જરી જાય છે; અને નવિન કર્મનો બંધ પડતો નથી. પરિણામે જીવ ક્રમશઃ મુક્ત દશાને પામે છે. આમ સાધક કોઈને બુરા ન માનવાનો દઢ નિશ્ચય કરે છે. ૧૬. ગુરુદેવનો ઉપકાર માનો --
ગુરુ કરીગર સારિખા, ટાંકી વચન વિચાર; પત્થરસે પ્રતિમા રે, પૂજા લહે અપાર. ૧૬.
અહીં શ્રી ગુરુદેવને, મૂર્તિ બનાવનાર શિલ્પી સાથે સરખાવવામાં આવ્યા છે. જેમ મૂર્તિ બનાવનાર કારીગર યોગ્ય પથ્થરમાંથી, તેમાં રહેલા પૌગલિક રજકણોરૂપી આવરણોને છીણી વતી દૂર કરી, તે પથ્થરમાંથી ઈચ્છિત પ્રતિમા બનાવે છે, એટલે કે પ્રતિમાને ઘડે છે; તેમ શ્રી ગુરુદેવ તેમના ટાંકણારૂપ વચનથી –
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૦
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
ઉપદેશથી યોગ્ય શિષ્યમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારના આવરણો દુર કરે છે, અને તેને જ્ઞાની બનાવે છે. આમ સગુરુદેવનાં વિચાર તથા વચનબળથી સાધકના આત્મામાં રહેલી આનાદિકાળની આત્મબ્રાતિ દૂર થાય છે. જેથી સાધકનો સંસાર સિમીત થાય છે. આવી રીતે ગુરુદેવ શિષ્યને ઘડે છે. તેથી ગુરુદેવ ખૂબ જ પૂજાને પાત્ર બને છે. જો કે આ એક વ્યાવહારિક કથન હોવા છતાં પણ પ્રામાણિક સાધકને, સગુરુદેવ પ્રત્યે આવો પૂજાનો-ભક્તિનો અહોભાવ આવ્યા વિના રહે નહીં. ૧૦. સંતની સેવા કરો --
સંતનકી સેવા ક્યિાં પ્રભુ રીઝત હૈ આપ; જાન્ન બાલ ખિલાઈએ, તાા રીઝત બાપ. ૧૭.
જેમ દુન્યવી વ્યવહારમાં, કોઈના બાળકને પ્રેમથી રમાડીએ અથવા ખવડાવીએ તો તેના પિતા, ઉપલક્ષથી તેનાં માતા પણ પ્રસન્નતા અનુભવે છે. તેમ સંતજનોની ભક્તિભાવપૂર્વક સેવા, ચાકરી આદિ કરવાથી અને યોગ્ય આહાર-પાણી આદિ આપવાથી પરમાત્મા ખુશ થાય છે. કારણ કે સંત તો પ્રભુના બાળક સમાન છે. વૈયાવૃત્તને, જૈન દર્શનમાં અંતરંગ તપમાં મુક્યું છે. માટે ખરા અંતઃકરણપૂર્વક સંત, સાધુ કે તપસ્વીની તેમની જરૂરત પ્રમાણે સેવા ચાકરી કરવાથી, સાધકમાં સરળતા, નમ્રતા આદિ ગુણો પ્રગટ થાય છે. આમ ભક્તિ અને અનુકંપાના ભાવો સાચા સાધકને આવ્યા વગર રહે નહીં.
આ દોહરામાં ઈશ્વરવાદની થોડી છાયા દેખાય છે. સંભવ છે કે કોઈ અન્ય સંતની આ રચના હોય. જૈન દર્શન પ્રમાણે તો
Page #156
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૪૧
પ્રભુ વીતરાગ છે, અને વિતરાગ કોઈથી પ્રસન્ન કે અપ્રસન્ન થતાં નથી. એટલે જ એમ લાગે છે કે આ દોહરો ભક્તિ માર્ગની મુખ્યતા બતાવવા અહીં સંકલિત કર્યો હોય. ૧૮. ભવસાગર તરવાનો ઉપાય --
ભવસાગર સંસારમેં, દીપા શ્રી જિનરાજ; ઉધમ ફ્રી હોંચે તીરે, બેઠી ધર્મ જહાજ. ૧૮.
જેમ મહાસાગરમાં જહાજને ચલાવનાર નાવિક, દ્વીપને દૂરથી જોઈને નક્કી કરે છે કે હવે કિનારો નજીક જ છે. જેથી તે દિશા તરફ પોતાના જહાજને યોગ્ય ગતિ આપી પહોંચાડવા સાવધાનીપૂર્વક પ્રયત્નશીલ થાય છે. અને અંતે તે દ્વીપના કિનારે પહોંચે છે. તેમ આ ભવસાગર તે ખરેખર મહાસાગર જ છે. તેમાં કર્મરૂપી ખારું પાણી ભર્યું છે, જેથી જીવ તેમાં ઉપજતાં તરંગોમાં જયાં ત્યાં અથડાયા કરે છે. એટલે કે જન્મ મરણ કર્યા કરે છે. તેથી જ સંસારને ભવસાગર કહ્યો છે. આ સંસારરૂપી મહાસાગરમાં જિનેશ્વરદેવ દ્વીપ સમાન છે. ધર્મ તે જહાજ સમાન છે. અને સદ્ગુરુસંત તે નાવિક છે. આમ આ દોહરામાં કવિ, રૂપકથી જણાવે છે કે હે ભાઈ! તુ ધર્મરૂપી જહાજમાં બેસી સદ્ગુરુ કે સંતરૂપી નાવિકની આજ્ઞા પ્રમાણે, આ સંસારરૂપી મહાસાગરને તરવાનો ઉદ્યમ કર. જેથી તું જિનત્વરૂપી મહાદ્વીપમાં પહોંચી જઈશ એટલે કે સિધ્ધ ક્ષેત્રમાં પહોંચી જઈશ, અને ત્યાં સ્થિર થઈ અનંત-અવ્યાબાધ સુખ પામીશ.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૨
બૃહદ્ - આલોચનાદિ uધ સંવાદ
૧૯. કુશળ સાધકનું કર્તવ્ય --
નિજ આતમકું દમન ક્ર, પર આતમકું ચીન; પરમાતમકો ભજન ક્ર, સોઈ મત પરવીન. ૧૯.
અહીં સાધનામાં પ્રવીણ એટલે કે કુશળ એવા સાધકને ગ્રંથકારે ત્રણ કર્તવ્યો કરવાની આજ્ઞા કરી છે, જેથી તે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. (૧) પહેલા ચરણમાં ઈન્દ્રિયોને દમન કરવાનું કહે છે. જીવને અજ્ઞાન દશામાં એવી ભ્રાંતિ વર્તતી હોય છે કે ઈન્દ્રિયોના ભોગો ભોગવવાથી સુખ અને શાંતિ મળે છે. તેથી તે પાંચેય ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહ્યા કરે છે. ખરેખર તો આ બધા ભોગો મૃગજળ સમાન જ છે. કારણ કે તે વખતે જે કાંઈ ક્ષણિક સુખ કે શાતાનો અનુભવ થાય છે તે વાસ્તવમાં સુખ નથી પણ સુખાભાસ – વૈભાવિક સુખ માત્ર છે, એટલે કે તે વખતે ખરેખર તો પોતામાં ઉત્પન્ન થયેલો પોતાનો રાગ જ તે ભોગવે છે કે જે, પાપ કર્મબંધનું કારણ બને છે. તેથી અહીં કહે છે કે હે જીવ! તું આત્માને સંયમમાં રાખ અને ઈન્દ્રિયોનું દમન કરી અતીન્દ્રિય આનંદ કે જે આત્માનો સ્વાભાવિક ગુણ છે તે પામવાનો નિર્ધાર કર. કારણ કે આત્મામાં ઊઠતી વિષયવાસનાઓ તો કષાયોને જ જન્મ આપે છે. જે કર્મબંધનું કારણ બની સંસાર પરિભ્રમણ વધારે છે. (૨) બીજા ચરણમાં અન્યના આત્માને ચીન અર્થાત ઓળખવાનું કહે છે. તે ભાઈ! અન્ય જીવોને ઓળખી, તેમના પ્રત્યે પ્રેમભર્યો નિઃસ્વાર્થ મૈત્રીનો વ્યવહાર કર. કારણ કે દરેક જીવ દ્રવ્યદૃષ્ટિથી સિદ્ધ સમાન જ છે. આવો સદ્દગુણ કેળવવાથી તેને કોઈ પ્રત્યે રાગ કે દ્વેષના ભાવ નહીં
Page #158
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ - આલોચનાદિ uધ સંદ
૧૪૩
થાય અને પરિણામે તું ક્રમશઃ કમરહિત થઈ શકીશ. (૩) ત્રીજા ચરણમાં પરમાત્માનું ભજન અર્થાત્ ભક્તિ કરવાનું કહે છે. પરમાત્માની ભાવપૂર્વકની ભક્તિ કરવાથી પારમાર્થિક પાત્રતા આવે છે. જેથી પરિણામો સમભાવી થતા ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ સદગુણો સાધકમાં પ્રગટે છે. જે ક્રમશઃ પરાભક્તિમાં પરિણમે છે એટલે કે તાત્ત્વિક સમતા અને એકતારૂપ ભક્તિ પ્રગટે છે. વિચક્ષણ સાધક આવો જ મત ધરાવતો હોય છે, જેથી પૂર્ણ જ્ઞાનદશા પામી ક્રમશઃ શિવરૂપ થઈ શકે છે. અહીં મત એટલે કે નય પણ થઈ શકે છે. એટલે અહીં સાધકને કહે છે કે હે વત્સ! તું નિશ્ચય અને વ્યવહાર નય બંનેને જેમ છે તેમ સમજી તુ સાધનામાં નિપુણ થા, જેથી તું તારા ગંતવ્યસ્થાને જલ્દી જલ્દી પહોંચી શકે. ૨૦. જ્ઞાની અને અજ્ઞાનીના કર્મબંધનનું વિજ્ઞાન --
સમજી શકે પાપસૅ, અણસમજુ હરખંત; વે લૂખાં વે ચીકણાં, ઈણ વિધ કર્મ બધંત. ૨૦.
આ દોહરામાં સમજુ એટલે કે જ્ઞાની અને અણસમજુ એટલે કે અજ્ઞાનીના કર્મબંધનના સિદ્ધાંત બતાવ્યા છે. જ્ઞાનીને મોહનીય કર્મની સાતેય પ્રકૃતિઓ (ત્રણ દર્શન મોહનીયની અને ચાર ચારિત્ર મોહનીયની એટલે કે અનંતાનુબંધી કષાય) નો ઉપશમ, ક્ષયોપક્ષમ કે ક્ષય થઈ ગયો હોવાથી, તેમને બાકીના ત્રણ ચારિત્ર મોહનીયના કષાયોના ઉદયથી જે વિભાવ ભાવો થાય છે તે લુખા પ્રકારના એટલે કે રુચિપૂર્વકના થતાં નથી, પરંતુ કર્મોદય વખતે યોગ્ય પુરુષાર્થની નબળાઈને કારણે જ થઈ જતા હોય છે. જેથી તેમને અતિ મંદ કર્મ
Page #159
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પ્રદ્યે સંગ્રહ
પ્રકૃતિઓનો બંધ પડે છે. જે નહિવત જેવો હોય છે જ્યારે અજ્ઞાનીને મિથ્યાત્વ મોહનીયના સદ્ભાવમાં અનંતાનુબંધથી કાષાયિક પરિણામો થાય છે, જે ચીકણા એટલે કે રુચિપૂર્વકનાં અને મમત્વ, કર્તુત્વબુદ્ધિ આદિથી થતાં હોવાથી, તેમને તીવ્ર કર્મ પ્રકૃતિઓનો બંધ પડે છે. જ્ઞાની વિકારી ભાવોથી ડરે છે. તેમની જ્ઞાન ચેતના સજાગ હોવાને કારણે યોગ્ય સમયે તેનો અંતરથી પશ્ચાતાપ પણ કરે છે, કારણ કે તેમને તો કર્મબંધનથી છુટવું છે. જ્યારે અજ્ઞાની હિંસા, જુઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ આદિ વિકારી ભાવો કરતાં ડરતો નથી. તેમાં તલ્લીન થઈ હરખાય છે. પરિણામે અનંત કર્મ બાંધી અનંત સંસાર વધારી નાંખે છે.
૧૪૪
-
જૈન દર્શનના અધ્યાત્મ શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે વાંચવા મળે છે કે “જ્ઞાનીને બંધ નથી’” આ એક અપેક્ષિત કથન છે. તેનો અર્થ એ થાય કે જ્ઞાનીનું સંસા૨પરિભ્રમણ હવે સિમિત થઈ ગયું છે. એટલે કે તેમને ગુણસ્થાનની ભૂમિકા અનુસાર અલ્પ કર્મ બંધન થાય છે. “છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.” (આત્મસિદ્ધિ - ૧૧૫)
૨૧.
જ્ઞાન વગર મોક્ષ નથી:--
સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દોષ;
સમજ સમજ કરિ જીવ હી, ગયા અનંતા મોક્ષ. ૨૧.
સમ્યક્ પ્રકારે પદાર્થના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થવું એટલે કે પદાર્થોનો તત્ત્વથી નિર્ણય થવો, તેને સમજણનો સાર કહેવાય. આ બધું જેનામાં પ્રાપ્ત થાય તે જ ખરેખર સમજુ એટલે કે જ્ઞાની કહેવાય.
Page #160
--------------------------------------------------------------------------
________________
બુ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૪૫
આવા જ્ઞાની મહાત્માઓ સંસારમાં રહેતા હોવા છતાં નિયમિત રીતે સ્વ-દોષ દર્શન કરે છે અને પોતાના દોષોને યથાર્થપણે સમજી સમજીને, તેને ટાળે છે અને ભાવોની શુદ્ધિ કરે છે. આમ ભેદ જ્ઞાન કરતાં કરતાં અને યથાર્થ પ્રામાણિક પારમાર્થિક પુરુષાર્થ કરતાં કરતાં તેમનાં કર્મોની અનંત ગુણશ્રેણી નિર્જરા થવા પામે છે અને ક્રમશઃ તે જ્ઞાની પુરુષ મોક્ષની પ્રાપ્તિ કરે છે. આવી જ રીતે અનંત જીવો મોક્ષે ગયા છે, અને ભાવિ કાળમાં આમ જ જશે. ત્રીજા ચરણમાં “જીવટી શબ્દો વાપર્યા છે. એટલે કે જે અનંતા જીવો મોક્ષે ગયા તે જીવ જ છે. આપણે પણ જીવ જ છીએ, અજીવ નથી. તો પછી આપણે પણ આત્મજ્ઞાન પામી યથાયોગ્ય પુરુષાર્થ કરી ક્રમશઃ મોક્ષે જઈ શકીએ છીએ. પરમકૃપાળુદેવ પત્રાંક ૫૩૭માં જણાવે છે : શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને (વ.પૃ.૪૩૬). વળી પત્રાંક ૬૫૧માં તેઓશ્રી લખે છે “જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બંને એક જ છે (વ.પૃ.૪૮૭).” “સમજ્યા તે સમાઈ ગયા” (વ.પૃ.૪૮૫). આત્માર્થીને આત્મસ્વરૂપ સમજવા માટે, પરમ કૃપાળુદેવે “આત્મસિદ્ધિ શાસ્ત્રની મહાન રચના કરી, જગત ઉપર પરમ ઉપકાર કર્યો છે. તે અત્યંત પ્રસંશનિય છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૬
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ
--
૨૨. અનંત સુખ પ્રાપ્ત કરવાનો ઉપાયઃ-
ઉપશમ વિષય ક્યાયનો, સંવર તીનું યોગ; કિરિયા જતન વિવેક્યું, મિટે ર્મ દુઃખરોગ.
૨૨.
સૌ પ્રથમ આ દોહરામાં વપરાયેલા થોડા પારિભાષિક શબ્દોના અર્થ સમજીએ.
(૧) ઉપશમ : “ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે; અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય-કલેશ તેનું મંદ થવું તે ‘ઉપશમ’ છે.” (વ.પૃ. ૪૦૭)
(૨) વિષય : આઠ સ્પર્શ, પાંચ રસ, બે ગંધ, પાંચ વર્ણ અને ત્રણ અથવા સાત શબ્દ -આમ પાંચ ઈન્દ્રિયોના ૨૩ અથવા૨૭ વિષયો છે અને એક ભેદ મનનો, જે અનેક વિકલ્પરૂપ વિષય છે. આમ બધા મળીને કુલ ૨૪ અથવા ૨૮ વિષયો છે.
(૩) કષાય : ક્રોધ, માન, માયા અને લોભરૂપ આત્માના વિભાવ પરિણામને કષાય કહે છે. તેનાં દરેકનાં ચાર ચાર પ્રકાર છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન આમ, (૪૪૪ = ૧૬) કષાય થયા. વળી નવ નોકષાય છેઃ- હાસ્ય, રિત, અતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુસંકવેદ. આમ કુલ ૨૫ કષાય પ્રકૃતિ થઈ.
=
(૪) સંવર : આશ્રવોનો નિરોધ તે સંવર. શુભ અને અશુભ ભાવ (ભાવ આશ્રવ)ને આત્માના શુદ્ધભાવ દ્વારા રોકવા તે ભાવ સંવર છે, તદ્નુસાર કર્મોનું આવવું સ્વતઃ અટકવું તે દ્રવ્ય સંવર છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્ય સંગ્રહ
૧૪૭
(૫) યોગ : મન, વચન અને કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશોમાં ચંચળતા થવી-સ્પંદનો થવા અને તેથી કર્મોનું ખેંચાણ થવું તેને યોગ કહે છે.
કર્મબંધના ચાર પ્રકારો છેઃ- પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. મન, વચન અને કાયાના યોગથી કર્મોની પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે, જ્યારે કષાયથી સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. વિષયોની આસક્તિથી કષાય જન્મે છે. એટલે અહીં કહે છે કે વિષય અને કષાયનો ઉપશમ અને મન, વચન, કાયાના યોગની સંવરરૂપી ક્રિયાઓ વિવેકપૂર્વક અને યત્નાથી કરવામાં આવે, તો કર્મો આવતાં રોકાય છે, અને પૂર્વ કર્મો ઉદયમાં આવી નિર્જરી જાય છે, પરિણામે કર્મોરૂપી રોગોથી થતા આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ દુઃખો ઘટવા પામે છે. આમ કર્મોની સંવ૨ અને નિર્જરા વધતાં વધતાં, સર્વ કર્મોનો આત્યંતિક ક્ષય થાય છે, જન્મ, જરા મરણના સર્વ દુઃખ દૂર થાય છે અને જીવ અનંત આનંદનું ફળ આગામી અનંત કાળ સુધી ભોગવે છે. સાધક આવી ભાવના ભાવે છે. ૨૩. આરાધના અને નિષ્કર્ષ:--
રોગ મિટે સમતા વધે, સમક્તિ વ્રત આરાધ; નિવૈરી સબ જીવસે, પાવે મુક્તિ સમાધ. ૨૩. અજ્ઞાની જીવને અનાદિ કાળથી દર્શન મોહનીય કર્મના ઉદયને કારણે આત્મસ્રાંતિ નામનો મહારોગ વર્તે છે, જે અનંતાનુબંધી કષાયોનું કારણ બને છે. તેથી જીવને અનંત કાળ સુધી ભવ પરિભ્રમણ કર્યા કરવું પડે છે. આ મહા રોગ મટાડવાનો એક માત્ર ઉપાય તે આત્મજ્ઞાન એટલે કે શુદ્ધ સમક્તિ પ્રાપ્ત કરવું તે છે. આમ સમકિત
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૮
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ
એટલે અવિરત સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાથી તેના મિથ્યાત્વનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે અને જીવ જ્ઞાની બની ચતુર્થ ગુણસ્થાનકે આવ્યો ગણાય છે.
–
જીવ હવે ક્રમશઃ વ્રતોની અને સમતાભાવની આરાધના તથા પાલના વધારતો જાય છે અને ગુણસ્થાન આરોહણ કરે છે. શ્રાવક વ્રતરૂપ-દેશચારિત્ર, જેમાં અણુવ્રતાદિ બાર વ્રત અને અગિયાર પ્રતિમા વિગેરે ધારણ કરી દેશવિરત એટલે કે પંચમ ગુણસ્થાને પહોંચે છે. પછી પંચમહાવ્રતાદિ સકળસંયમ અને ઉત્તમ સમતા ધારણ કરી મુનિ થાય છે. આને પ્રમત્તવિરત અને અપ્રમત્તવિરત એટલે કે અનુક્રમે છઠું અને સાતમું ગુણસ્થાનક કહે છે. આ ગુણસ્થાનકમાં સમ્યક્ત્વ સહિત મહાવ્રતની આરાધના કરવાવાળો સાધક વિશ્વના સર્વ જીવો પ્રત્યે નિર્વેર ભાવ-મૈત્રી ભાવ રાખે છે. પછી ક્ષપક શ્રેણી માંડી, સર્વ ચારિત્રમોહનીયનો ક્ષય કરી ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનકે પહોંચે છે. અને અંતર્મુહૂર્તમાં બાકી રહેલા જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતિ કર્મોનો ક્ષય કરી, તે અરિહંતપદને પ્રાપ્ત કરે છે. અંતે સર્વ અઘાતી કર્મપ્રકૃતિઓનો ક્ષય કરી, જીવ મોક્ષ પદને પામે છે એટલે કે મુક્તિરૂપ સમાધિ-૫૨મ આત્મશાંતિને પામે છે. સાધક આવી ઉત્કૃષ્ટ ભાવના અહીં ભાવે છે.
“ઈતિ ભૂલચૂક મિચ્છા મિ દુક્કડં.’
એટલે કે મારી ભૂલચૂક સર્વે મિથ્યા થાઓ. મેં કોઈ પણ જીવને કોઈપણ પ્રકારે દુભાવ્યાં હોય તો તે દૂર થાઓ.
Page #164
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ - આલોચનાદિ uધ સંગ્રહ
૧૪૯
૧૪૯
વિભાગ = ૪
ગધ વિભાગ
શ્રી પંચપરમેષ્ઠિ ભગવભ્યો નમઃ એટલે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ ભગવંતોને મારા નમસ્કાર હો. સર્વ અરિહંત - સિદ્ધ ભગવંતોને નમસ્કાર --
અનંત ચૌવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; વર્તમાન જિનવર સવે, કેવલી દો નવ ક્રોડ.
જૈન દર્શન પ્રમાણે વીસ ક્રોડાક્રોડી સાગરોપમનું એક કાળચક્ર હોય છે. તેમાં દસ ક્રોડાકોડી સાગરોપમનો અવસર્પિણી કાળ અને દસ ક્રોડાક્રોડી સાગરોપમનો ઉત્સર્પિણી કાળ હોય છે. અવસર્પિણી કાળ એટલે ઊતરતો કાળ. જેમાં જીવોની ધર્મ પ્રત્યેની ઘટતી દશા હોય છે અને ઉત્સર્પિણી કાળ એટલે ચઢતો કાળ, જેમાં જીવોની ધર્મ પ્રત્યેની વધતી દશા હોય છે. બન્ને કાળમાં છ છ આરા હોય છે. અવસર્પિણીનો પહેલો આરો ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો, જે સુખમા સુખમા દશાનો હોય છે એટલે જીવોને સર્વ પ્રકારની શાતા હોય છે. બીજો આરો ત્રણ ક્રોડાક્રોડી સાગરોપમનો, જે સુખમા દશાનો હોય છે; ત્રીજો આરો બે ક્રોડાક્રોડી સાગરોપમનો, જે સુખમા દુઃખમાં દશાનો હોય છે; ચોથો આરો એક ક્રોડાક્રોડી સાગરોપમમાં બેતાલીસ હજાર વર્ષ ઓછા, જે દુઃખમાં સુખમા દશાનો હોય છે; પાંચમો આરો
૨૧૦૦૦ વર્ષનો, જે દુઃખમા દશાનો હોય છે અને છઠ્ઠો આરો પણ Jail'£ducation International
Page #165
--------------------------------------------------------------------------
________________
૧પ૦
બૃહદ્ – આલોચનાદિ uધ સંસાદ
૨૧000 વર્ષનો, જે દુઃખમા દુઃખમા દશાનો હોય છે એટલે કે અત્યંત અશાતામય હોય છે. ઉત્સર્પિણી કાળમાં આનાથી ઊલટી વ્યવસ્થા હોય છે. આપણા આ ભરતક્ષેત્રમાં બંને કાળમાં ચોવીસ ચોવીસ તીર્થકર ભગવંતો થાય છે. આવા અનંત કાળચક્રો પૂર્વે થઈ ગયા. એટલે અનંત ચોવીસીઓ થઈ ગઈ. તે દરેક તીર્થકરને સાધક નમસ્કાર કરે છે. આ સર્વ તીર્થકરો અને બીજા અનંત અરિહંતો જે આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ થઈ ગયા તે સર્વને પણ નમસ્કાર કરે છે. વળી પાંચ મહાવિદેહ ક્ષેત્રો, જ્યાં શાશ્વતો ચોથો આરો જ પ્રવર્તે છે. ત્યાંના વર્તમાનમાં વિહરમાન વીસ જિનેશ્વર ભગવંતો તથા જઘન્ય બે કરોડ અને ઉત્કૃષ્ટ નવ કરોડ કેવળી ભગવંતો, તે સર્વેને સાધક અહીં ભાવથી નમસ્કાર કરે છે. ગણધરાદિ જ્ઞાની ધર્માત્માઓને વંદન --
ગણધરાદિ સબ સાધુજી, સમક્તિ વત ગુણધાર; યથાયોગ્ય વંદન કરું, જીનઆજ્ઞા અનુસાર,
સર્વ શ્રી ગણધર ભગવંતો, સકળ સંયમધારી સર્વ આચાર્ય, ઉપાધ્યાય તથા મુનિ મહારાજ સાહેબો, દેશવ્રતધારી સર્વ શ્રાવકગણ, અવિરત સમ્યદ્રષ્ટિ સર્વ જ્ઞાની મહાત્માઓ તથા ગુણોમાં મારાથી જે આગળ વધેલા છે તે સર્વે સાધકોને, જિનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે અને તેમનાથી પ્રણીત કરાયેલા સર્વ વિધિવિધાન અનુસાર, યથાયોગ્ય ભાવપૂર્વક, સાધક અહીં વંદન કરે છે.
એક નવકાર મંત્ર ગણવો. ણમો અરિહંતાણં ણમો સિધ્ધાણં, ણમો આયરિયાણં, ણમો ઉવજ્ઝાયાણં, ણમો લોએ સવ્વસાહૂણં. એસો પંચ ણમુક્કારો, સવ પાવ પણાસણો; મંગલાણં ચ સવ્વસિં, પઢમમ્ હવઈ મંગલમ્.
Page #166
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૫૧
આલોચના વિધિ નિર્દેશ --
પ્રણમી પદપકંજ ભણી, અરિગંજન અરિહંત;
ક્શન ફ્રી અબ જીવો, કિંચિત્ મુજ વિરતંત. (નોંધ:- આ દોહરો પહેલા વિભાગમાં આઠમા નંબરના દોહરાની પુનરાવૃત્તિરૂપે લખાયો છે, જુઓ પૃષ્ઠ – ૬૪.)
આ દોહરાથી સાધક હવે આલોચનાનું ગદ્યરૂપે વૃત્તાંત ચાલુ કરે છે.?
સર્વ ઘાતિકર્મરૂપી શત્રુઓને હણીને જેમણે સર્વથા તેમનો નાશ કર્યો છે એવા શ્રી અરિહંતદેવના ચરણકમળમાં પ્રકૃષ્ટ ભાવથી નમન કરીને, તેમની સમક્ષ સાધક હવે કહે છે કે હે પ્રભુ! આ જીવની એટલે કે મારી પોતાની વર્તમાન અવસ્થામાં થતાં બાહ્ય અને અંતરંગ દોષોનું હું યથાશક્તિ કંઈક વૃત્તાંત કહેવાનું હવે ચાલું કરું છું. એટલે કે આલોચના વિધિ ચાલુ કરું છું. આમ અરિહંત પ્રભુને સંબોધન કરી પોતાની આત્મ આલોચનામાં સાધકે તેમને સાક્ષી બનાવ્યા છે. હું અપરાધી અનાદિકે, જનમ જનમ ગુના ક્યિા ભરપૂર છે; લૂંટીઆ પ્રાણ છ કાયના, સેવ્યાં પાપ અઢારાં કરૂર કે.
હે નાથ! મારી ધૃષ્ટતાની વાત આપને હું ક્યા મુખથી કહું? અનંત દોષોથી ભરેલો એવો અજ્ઞાની હું, અનાદિ કાળથી અપરાધ કરતો જ આવ્યો છું. ચારેય ગતિની આ ચોર્યાસી લાખ ભવ યોનિમાં મેં જ્યાં જ્યાં જન્મો ધારણ કર્યા ત્યાં ત્યાં તે દરેક ભવમાં, ભરપૂર એટલે કે ઘણાં ઘણાં ગુનાઓ કર્યા છે. વળી પૃથ્વીકાય, જળકાય, વાયુકાય, અગ્નિકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, આમ આ વિશ્વમાં
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫ર
બૃહદ્ – આલોચનાદિ પદે સંવાદ
રહેલા છએ કાય જીવોનાં દ્રવ્યપ્રાણ મેં અતિ નિર્દય રીતે અનંતવાર હણ્યા છે; અને અઢારેય પ્રકારનાં પાપસ્થાનકોમાં મેં પ્રવૃત્તિઓનું અને વૃત્તિઓનું વિના વિચાર કર્યો, સેવન કર્યું છે. આમ મેં, મારા આત્માને અનાદિ કાળથી અનંત પ્રકારે અનર્થદંડ કરી, અનંતપાપ પ્રકૃતિઓ બાંધી, અનંતસંસાર પરિભ્રમણ કરી, અનંતદુ:ખો ભોગવ્યા છે. હવે આ ભવભ્રમણમાંથી છૂટવાનો ઈચ્છક એવો સાધક અહીં, પોતાથી થઈ ગયેલા પાપોનું પ્રાયશ્ચિત્ત અને વર્તમાનકાળમાં પણ જાણતાં કે અજાણતાં થઈ જતા દોષોની પ્રભુ અને ગુરુ સમક્ષ કબૂલાત કરી, અંતરથી આલોચના કરે છે અને ભાવિકાળમાં એવા અપરાધો નહીં કરવાનો દઢ સંકલ્પ કરે છે. હવે ગદ્યમાં લખેલી આલોચના જે મૂળ હિન્દી ભાષામાં છે તેનું ગુર્જર ભાષાંતર મૂક્યું છે તેને સંક્ષેપમાં સમજીએઃ (નોંધઃ- આ વિભાગમાં ઘણાં પારિભાષિક શબ્દોનો ઉપયોગ થયો હોવાથી, ભાવાર્થ લખતાં પહેલાં શક્ય બન્યા છે એટલા શબ્દોના અર્થ જણાવ્યા છે, જેથી ભાવાર્થ સમજવામાં સરળતા રહેશે.)
આજ સુધી આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં કુગુરુ, કુદેવ અને કુધર્મની સહણા, પ્રરૂપણા, ફરસના, સેવનાદિક સંબંધી પાપદોષ લાગ્યા તે સર્વે મિચ્છા મિ દુક્કડં.” શબ્દાર્થ: (૧) કુગુરુ = જિનાગમથી વિપરીત વર્તનારા ગુરુ - અજ્ઞાની ગુરુ (૨) કુદેવ = વીતરાગ-અરિહંત દેવથી વિપરીત સ્વરૂપવાળા દેવ. (૩) કુધર્મ = કેવળી પ્રણિત દયામય ધર્મથી વિપરીત સ્વરૂપવાળો હિંસાદિયુક્ત ધર્મ. (૪) સહણા = શ્રદ્ધા (૫) પ્રરૂપણા = ઉપદેશ આપવો – પ્રતિપાદન કરવું – સમજાવવું (૬) ફરસના = સ્વીકાર
Page #168
--------------------------------------------------------------------------
________________
બુ – આલોચનાદિ ધ સંવાદ
૧૫૩
કરવો. (૭) સેવના = સેવા કરવી – આજ્ઞાપાલન કરવું. (૮) મિચ્છા મિ દુક્કડ = મારા તે દુષ્કૃત નિષ્ફળ થાવ – મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ. ભાવાર્થ : સાધક પ્રથમ, વ્યવહાર સમ્યક્ત પ્રગટ થવામાં થતાં દોષોની આલોચના કરે છે અને કહે છે કે, હે પ્રભુ! આજ સુધી આ ભવમાં કે પહેલાંના સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભવમાં મેં કુગુરુ અર્થાત્ આત્મજ્ઞાન વિનાના-અજ્ઞાની–બાહ્યત્યાગ કદાચ થોડો ઘણો હોય પણ અંતરંગ પરિણતિ પરમાર્થમાર્ગથી વિપરીત હોય તેવા ગુરુ; કુદેવ અર્થાત્ રાગી, શસ્ત્રધારી, કુળધર્મના કહેવાતા માત્ર આરાધ્યદેવ - ઉપલક્ષથી અદેવ અર્થાત્ ગાય, નંદિ, નાગ, પીપળાનું વૃક્ષ, નદી વગેરે પ્રકારના અદેવ; કુધર્મ અર્થાત હિંસાયુક્ત ધર્મ – આ સર્વેની મેં શ્રદ્ધા કરી હોય, તેમના ઉપદેશ પ્રમાણે અન્યને સમજાવ્યા હોય, તેમણે પ્રતિપાદન કરેલા તત્ત્વોનો સ્વીકાર કર્યો હોય, તેમની સેવા કરી હોય એટલે કે તેમની આજ્ઞા પ્રમાણે વર્તન કર્યુ હોય તો તે સર્વે મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ.
“અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કષાયપણે, અશુભયોગે કરી, પ્રમાદે કરી અપછંદ-અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છા મિ દુક્કડં.” શબ્દાર્થ: (૧) અજ્ઞાન = મિથ્યાત્વ સહિતનું જ્ઞાન (૨) મિથ્યાત્વ = કલ્પના માત્રથી અહંત, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્ત્વાદિના ભાવ કરવા (૩) અવ્રત = શ્રાવકના બાર વ્રત (પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત) તથા મુનિના પાંચ મહાવ્રતાદિ વિનાના વ્રત (૪) કષાય = પચ્ચીસ કષાય જેવા કે : ક્રોધ, માન, માયા અને
લોભ, તેના ૪ પ્રકાર = અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ,
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૪
બૃહદ્ – આલોચનાદિ uધ સંવાદ
પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન = ૪ એટલે કે ૪ x ૪=૧૬; હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ = ૯ નોકષાય. આમ ૧૬+૯=૨૫. (પ) યોગ – ૩ યોગ (મન, વચન અને કાયા)તેના કંપન (૬) પ્રમાદ = ૧૫ ભેદ છે : ૪ વિકથા (સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા અને રાજસ્થા), ૪ કષાય (ક્રોધ, માન, માયા, અને લોભ), ૫ ઈન્દ્રિયના વિષયો, ૧ સ્નેહ અને ૧ નિદ્રા = ૧૫. ભાવાર્થ: હે પ્રભો! મેં અજ્ઞાનપણે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભયોગથી વશીભૂત થઈને સતદેવ, સદ્ગુરુ અને સધર્મ તરફ સ્વચ્છંદતા અને અવિનયનો વ્યવહાર કર્યો છે, તો તે સર્વે મારા દોષ મિથ્યા થાઓ.
શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવલજ્ઞાની મહારાજની, શ્રી ગણધરદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી.ઉપાધ્યાયની અને શ્રી સાધુ-સાધ્વીની, શ્રાવકશ્રાવિકાની, સમદ્રષ્ટિ સાંધર્મી ઉત્તમ પુરુષોની, શાસ્ત્રસૂત્રપાઠની, અર્થ પરમાર્થની, ધર્મ સંબંધી અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, આશાતનાદિ કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી સમ્યક પ્રકારે વિનય, ભક્તિ, આરાધના, પાલન, સ્પર્શના, સેવનાદિક યથાયોગ્ય અનુક્રમે નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો, ક્ષમા કરો, હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું.” શબ્દાર્થ: (૧) ધર્માચાર્ય = ધર્મનો પ્રચાર-પ્રસાર કરનાર આચાર્ય. (૨) શાસ્ત્ર = વીતરાગી પુરુષોના પવિત્ર વચનો - ધર્મગ્રંથ. (૩)
Page #170
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧પપ
સૂત્ર = જેમાં શબ્દો થોડા હોય પણ અર્થની ગંભીરતા ઘણી હોય. (૪) અર્થ = શાસ્ત્રનો આશય. (૫) પરમાર્થ = શાસ્ત્રોનું સર્વોત્તમ પ્રયોજન. ભાવાર્થ : અહીં, પરમાર્થના જ્ઞાતાઓનો અને પરમાર્થરૂપ સામગ્રીઓનો અવિનય, અભક્તિ અથવા આશાતનાદિને આરાધનાના દોષ માની, સાધક તે સર્વેની ક્ષમાયાચના કરે છે અને કહે છે કે હે પ્રભુ ! મેં શ્રી અરિહંત-વીતરાગ-કેવળી ભગવંત, શ્રી ગણધરદેવ, શ્રી આચાર્ય ભગવાન, શ્રી ધર્માચાર્ય, શ્રી ઉપાધ્યાય મહારાજ, શ્રી સાધુજી, સાધ્વીજી, શ્રાવક, શ્રાવિકા, સમ્યદ્રષ્ટિ મહાશયો, સાધર્મી ઉત્તમ પુરુષો, શાસ્ત્રો, સૂત્રપાઠો, શાસ્ત્રના આશયો, શાસ્ત્રોનું સર્વોત્તમ પ્રયોજન, ધર્મ સંબંધી સર્વ ભાવો અને સકલ પદાર્થો એટલે કે ધર્મ આરાધના માટેની સર્વ સામગ્રી-ઉપકરણો વગેરેની વિનયરહિતપણે અભક્તિ, આશાતનાદિ કરી, અન્ય પાસે કરાવી, અથવા આવું કરનારને અનુમોદના કરી, મન, વચન અને કાયાના યોગથી કરી; દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી (સ્વચતુષ્ટય), સમ્યફપ્રકારેરૂડી રીતે, વિનયપૂર્વક ભક્તિ, આરાધના, પાલન, સ્પર્શના એટલે સ્વીકાર, સેવા વગેરે યથાયોગ્ય પ્રમાણે અનુક્રમે કરી નહીં, કરાવી નહીં અને અનુમોદી નહીં તેથી તે સર્વ પ્રકારની વિરાધના માટે મને વારંવાર ધિક્કાર છે. વારંવાર ભાવના કરું છું કે મારા તે સર્વે દુષ્કૃત્યો મિથ્યા થાઓ. હે પ્રભુ! મારી તે સર્વે ભૂલચૂક, અવગુણ, અપરાધ વગેરે માફ કરો, મને ક્ષમા કરો, હું મન, વચન અને કાયાના યોગથી ક્ષમા માંગુ છું.
અપરાધી ગુરુ દેવકો, તીન ભુવનકો ચોર; ઠનું વિરાણાં માલમેં, હા હા ર્મ કઠોર.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧પ૬
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ દેવ, ગુરુ અને ઉપલક્ષથી ધર્મની વિરાધનાદિ મેં ઘણી કરી છે તેથી હું તે સર્વેનો અપરાધી છું. વળી અનંત ઈચ્છાઓ તથા વાસનાઓથી ભરેલો હોવાથી હું ત્રણેય લોકની સઘળી સંપદા અન્યને ઠગીને પણ એકઠી કરવાની આસક્તિ ધરાવું છું. માટે હું તે ત્રણ ભુવનનો ચોર છું. હે પ્રભુ! મારા કર્મો એટલા બધા કઠોર છે કે આપ સર્વેની કૃપા મળી હોવા છતાં પણ ધર્મ તરફની વફાદારી માટેના પાળવાના નિયમો હું પાળતો નથી. ભાવાર્થ સાધક અહીં પોતાની અનાદિ કાળની અજ્ઞાનદશાને કારણે સદૈવ, સદ્ગુરુ અને ઉપલક્ષથી સધર્મની વિરાધનાથી કરેલા અપરાધોનો પ્રભુ સમક્ષ એકરાર કરતા કહે છે કે, હે વીતરાગ સર્વજ્ઞા દેવ! આપને સર્વ પ્રકારે ન ઓળખવાથી આપની પૂજા અને ભક્તિ આદિ યથાયોગ્ય રીતે મેં કરી નથી. હે ગુરુદેવ! આપને સમ્યક્ પ્રકારે ન જાણવાથી આપની આજ્ઞાનું પાલન, યથાયોગ્ય રીતે આજ સુધી મેં કર્યું નથી, વળી શાસ્ત્રોમાં વર્ણવેલા સૂત્રો તથા પાઠોને આજ સુધી સમ્યક્ પ્રકારે ન સમજવાથી જીવાદિ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા મને થઈ નથી, જેથી મારો દેહાધ્યાસ છૂટ્યો નથી. તેથી ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક એટલે કે ત્રણેય લોકની બધી જ સંપદા બીજાને ઠગીને પણ મેળવવાની આસક્તિ અને તેને ભોગવવાની તૃષ્ણા આજ સુધી મારામાં નિરંતર ચાલુ રહી છે. આમ હું ભાવથી ત્રણેય લોકનો ચોર છું. વળી હું મિથ્યાત્વ મોહનીય કર્મોને આધીન થઈ અનંતાનુબંધી જેવા કષાયો કરી તીવ્ર અને કઠોર કર્મોનો બંધ પામ્યા કરું છું, અને અનંત સંસાર વધાર્યા કરું છું. સાધક અહીં પોતાની જાતને ધિક્કારતા કરૂણાના સાગર એવા પ્રભુને અને ગુરુદેવને કહે છે કે હે દેવાધિદેવ! હે ગુરુદેવ! મેં કેવા કઠોર કર્મો બાંધી દીધા છે? અરેરે! મારો હવે શું હવાલ થશે? તેથી હે પ્રભુ! મને હવે એવી સદ્દબુદ્ધિ આપો કે હું
Page #172
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧પ૭ સમ્યફ પ્રકારે આરાધના કરી, સામ્યભાવ વધારું. જેથી આવા કઠોર કર્મો કરતાં અટકું.
કામી ક્યુટી લાલચી, અપજીંદા અવિનીત; અવિવેકી ક્રોધી કઠિન, મહાપાપી ભયભીત.
હે પ્રભુ! હું કામી, કપટી, લાલચુ, સ્વછંદી, વિનયરહિત, અવિવેકી, ક્રોધી અને કઠોર સ્વભાવવાળો થઈ રહ્યો છું. આમ હું મહાપાપી અને ભયભીત જીવન જીવી રહ્યો છું. આ સર્વ દોષોથી મને બચાવો. ભાવાર્થ: હે પ્રભુ ! હું વિષય વાસનાઓથી ભરેલો હોવાથી અનંત ઈચ્છાઓ કર્યા કરું છું માટે બહુ કામી છું. મારા વિચાર, વાણી અને વર્તનમાં સુમેળ ન હોવાથી હું માયાચારી એટલે કે કપટી છું. હું તૃષ્ણાથી ખૂબ ભરેલો હોવાથી લાલચી છું. મારી પ્રતિકલ્પનાથી જ સર્વ વર્તન કરતો હોવાથી હું મહાસ્વચ્છંદી છું. મારામાં વિનય નામના સગુણનો અભાવ હોવાથી હું અવિનીત છું. મારામાં યથાર્થપણે ખરું કે ખોટું સમજવાની શક્તિ ન હોવાથી હું અવિવેકી છું. મારામાં તત્ત્વની અંતરંગ શ્રદ્ધા ન હોવાને કારણે હું વાતવાતમાં તીવ્ર ક્રોધ કરું છું, તેથી હું મહા ક્રોધી છું. વળી સાતેય ભય જેવા કે આલોક ભય, પરલોક ભય, મરણ ભય, વેદના ભય, અરક્ષા ભય, અગુમિ ભય, અને અકસ્માત ભયથી નિરંતર ભયભીત રહું છું. આમ અનાદિ કાળની મારી આવી અજ્ઞાન અને હીન દશાને કારણે હું મહાપાપી અને અપરાધી છું. સાધક આવી પોતાની પામર દશાની કબૂલાત કરતાં અહીં પ્રભુ સમક્ષ પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા! મારા આ સર્વ અવગુણો દૂર કરો, જેથી હું તેનાથી થતાં અપરાધોથી મુક્ત થવું અને મોક્ષમાર્ગમાં યથાયોગ્ય જલ્દી જલ્દી પ્રગતિ કરી શકું.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૮
બૃહદ્ – આલોચનાદિ uધ સંવાદ જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; નાથ તુમારી સામસેં, વારંવાર ધિક્કાર.
અહીં સાધક પ્રભુ સમક્ષ પોતોના દોષોનો એકરાર કરતાં કહે છે કે હે પ્રભો! મેં અજ્ઞાનવશ, અનેક જીવોની હિંસાદિ કરી, અઢારેય પાપસ્થાનકોમાં પ્રવૃત્તિ કરી, અનંત પાપો સેવ્યાં છે. તેથી આપની સાક્ષીએ તે સર્વ પાપને વારંવાર ધિક્કારું છું. ભાવાર્થ : સાધક અહીં પ્રભુ સમક્ષ ક્ષમાયાચના બોલતાં બોલતાં ભાવવિભોર થઈ જાય છે, અને આ દોહરાથી ભાવરૂપી કળશ ચઢાવતા તે કહે છે કે હે નાથ! મેં જે જે જીવો પ્રત્યે અપરાધ કરવાની ક્રિયા કરી હોય, એટલે કે મેં જે જે જીવોના પ્રાણો હણીને તેમને કોઈપણ પ્રકારનું દુઃખ પહોંચાડયું હોય અથવા મેં જે અઢારેય પાપસ્થાનકો, (જે હવે પછીના ગદ્ય વિભાગમાં બતાવ્યાં છે.) તેમાંનાં કોઈપણ સેવ્યાં હોય, કે ઉપલક્ષથી સેવરાવ્યાં હોય કે સેવનાર પ્રત્યે ભલું માન્યું હોય તો તે સર્વે પાપોનો હું અપરાધી છું. તેથી હું આપની સાક્ષીએ તે સર્વ પાપોને વારંવાર ધિક્કારું છું – નિંદું છું.
હવે અજ્ઞાની જીવોને પ્રમાદવશ જીવન જીવતાં જે અઢાર પ્રકારના પાપો થઈ જતાં હોય છે, તે સર્વ પાપસ્થાનકોની સાધક અહીં આલોચના કરે છે. પાપ શબ્દનો પ્રયોગ ત્રણ અર્થોમાં થાય છે. (૧) બંધાઈ ગયેલી પાપ પ્રકૃતિઓ કે જે સત્તામાં પડી છે; (૨) તેમની ઉદય અવસ્થા અને (૩) નવિન પાપોના બંધના કારણો-વિભાવભાવો. અહીં આ અઢારેય પાપસ્થાનકોની આલોચનામાં મુખ્યતાએ પાપોના બાંધવાના કારણોને જ લીધા છે એટલે કે જીવોના વિકારી ભાવોને જ લક્ષમાં રાખી પ્રરૂપણા કરી છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૫૯
પહેલું પાપ પ્રાણાતિપાત --
“છકાયપણે મેં છકાય જીવની વિરાધના કરી; પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રીય, તેઈન્દ્રીય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી, ગર્ભજ ચૌદે પ્રકારે સંમૂર્ણિમ આદિ ત્ર-સ્થાવર જીવોની વિરાધના કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી,......” શબ્દાર્થ: (૧) છ કાયના જીવો = પૃથ્વીકાય, જળકાય,અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયિક જીવો. આ પાંચ સ્થાવર જીવો કહેવાય છે અને છઠ્ઠા સર્વ ત્રસકાય જીવો. (૨) સંજ્ઞી = મનવાળા (૩) સંમૂર્ણિમ્ = નર માદાના સંયોગ સંબંધ વગર ઉત્પન્ન થતાં જીવો. આ એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો કે જે ગર્ભજ હોતા નથી. (૪) ત્રસ = ભય કે ત્રાસ પામતાં ગમનાગમન કરે તેવા. એટલે કે બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો. (૫) સ્થાવર = પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય. (૬) વિરાધના = જીવના પ્રાણોને પીડા આપવી અથવા નષ્ટ કરવા. ભાવાર્થ: હે પ્રભુ! મેં મારા વિતેલા કાળમાં એ કાયમાં અનંતવાર જન્મ ધારણ કરી , છએ કાયના જીવોની વિરાધના કરી છે, કરાવી છે અને અનુમોદના કરી છે. વળી આ સર્વે વિરાધના મારા મન, વચન અને કાયાના યોગ દ્વારા, વિકારી ભાવો પૂર્વક કરી છે, કરાવી છે અને કરનાર પ્રત્યે ભલી સમજી છે. (અહીં જોઈ શકાય છે કે જિનેશ્વર ભગવતોએ વિશ્વના સર્વ જીવોને સંક્ષેપમાં ત્રસ અને સ્થાવર, આ બે વિભાગોમાં વિભાજીત કર્યા છે.).
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૦
બૃહદ્ - આલોચનાદિ સંગ્રહ
- “ઊઠતાં, બેસતાં, સૂતાં, હાલતાં-ચાલતાં, શસ્ત્ર, વસ્ત્ર, મકાનાદિક ઉપકરણો ઉઠાવતાં, મૂકતાં, લેતાં, દેતાં, વર્તતાં વર્તાવતાં, અપડિલેહણા-દુપડિલેહણા સંબંધી, અપ્રમાર્જના-દુઃપ્રમાર્જના સંબંધી, અધિકી-ઓછી, વિપરીત પૂંજના પડિલેહણા સંબંધી અને આહાર વિહારાદિક નાના પ્રકારના ઘણા ઘણા કર્તવ્યોમાં સંખ્યાતા, અસંખ્યાતા અને નિગોદ આશ્રયી અનંતા જીવના જેટલા પ્રાણ લૂટ્યાં, તે સર્વ જીવોનો હું પાપી, અપરાધી છું. નિશ્ચય કરી બદલાનો દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો.....” શબ્દાર્થ: (૧) ઉપકરણો = સાધન સામગ્રી, (૨) અપડિલેહણા = ધ્યાનપૂર્વક બરાબર ન જોવું - ન તપાસવું, (૩) દુપડિલેહણા = જ્યાં જોવાની – તપાસવાની જરૂર ન હોય ત્યાં જોવું અને જ્યાં જોવાની જરૂર હોય ત્યાં ન જોવું, (૪) અપ્રમાર્જના = યત્નાપૂર્વક સાફસફાઈ કરવી જ નહીં, (૫) દુ:પ્રમાર્જના = અયત્નાપૂર્વક સાફ સફાઈ કરવી, (૬) પાડેલેહણા = ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવું. ભાવાર્થ : હે પ્રભુ ! મારી પ્રત્યેક શારીરિક ક્રિયાઓ કરતી વખતે અને વસ્ત્રાદિ વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે, જોઈએ એવી યત્ના મેં પાળી નથી, અથવા બિલકુલ અયત્નાપૂર્વક જ હું વર્યો છું. અને અન્ય પાસે એવું જ વર્તન મેં કરાવ્યું છે.વળી આહાર, વિહારાદિ અનેક કાર્યો કરતી વખતે અનંત જીવોના મેં પ્રાણ હણ્યા છે. તે સર્વ જીવોનો હું અપરાધી છું. તે સર્વ જીવો મારા આ દુષ્કૃત્યોનો બદલો લઈ શકે છે; પરંતુ તે સર્વ જીવોની અત્યારે હું માફી માંગું છું. હે કરુણાના સાગર! તે સર્વ અપરાધોની મને માફ આપજો. (અહીં જોઈ શકાય છે કે અમુક પ્રાણીવધ, મુખ્યતાએ એકેન્દ્રિય જીવોનો
Page #176
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૬૧
જીવનનિર્વાહ માટે દરેકને કરવો પડે છે. જેમ કે આહાર માટેની સામગ્રીમાં થતી વનસ્પતિકાયની હિંસા, શ્વાસોશ્વાસ ઈત્યાદિમાં થતી વાયુકાયની હિંસા. તે સર્વ નિશ્ચયથી તો હિંસાજ છે. તેમાં તરતમતા હોઈ શકે. તે સર્વ કર્મબંધના કારણો તો અનાયાસે બને જ છે. તે સર્વ દોષોની, સાધક અહીં આલોચના કરે છે.)
દેવસીય, રાઈય, પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક સંબંધી વારંવાર મિચ્છા મિ દુક્કડં. વારંવાર ક્ષમાવું . તમે સર્વે ક્ષમજો.” શબ્દાર્થ: (૧) દેવસીય = દિવસ દરમ્યાન જે પાપ થયા હોય તેનો પશ્ચાત્તાપ કરવો, (૨) રાઈય = રાત્રી દરમ્યાન જે પાપ થયા હોય તેનો પશ્ચાત્તાપ કરવો, (૩) પાક્ષિક = પખવાડિયે કરવાનું પ્રતિક્રમણ, (૪) ચૌમાસી = ચાતુર્માસ દરમ્યાન પાપ થયા હોય તે માટેનું પ્રતિક્રમણ, (૫) સાંવત્સરિક = પયુર્ષણ મહાપર્વના છેલ્લે દિવસે એટલે કે સંવત્સરીના દિવસે કરાતું પ્રતિક્રમણ. ભાવાર્થ : હે પ્રભુ! મારાથી જે દિવસ દરમ્યાન, રાત્રિ દરમ્યાન, પખવાડિયા દરમ્યાન, ચાતુર્માસ દરમ્યાન અને આખાયે વર્ષ દરમ્યાન જે કાંઈ પાપ દોષ થયા હોય તે સર્વ દોષોની હું ક્ષમા માંગું છું, દરેક જીવો મને ક્ષમા આપજો. તે સર્વ પાપ તથારૂપ ફળ દેવામાં નિષ્ફળ થાઓ – વારંવાર ક્ષમા માંગું છું. તમે સર્વે મને ક્ષમા આપજો. આમ સાધક વારંવાર આવી ભાવના ભાવે છે.
सामेमि सा जीने, सो जीना सामंतु मे । मित्ति मे सन भूएसु, मेरं मज्झं न केणई ।।
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬ ૨
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
સાધક અહીં સર્વ જીવોની ક્ષમા માંગે છે, અને કહે છે કે સર્વ જીવો મને ક્ષમા આપો. સર્વ જીવો સાથે મારી મૈત્રી રહે. આ વિશ્વના કોઈપણ જીવ પ્રત્યે મને વેર ભાવ ન રહો. ભાવાર્થ ઃ આ ગાથા શ્રી વટ્ટકેરસ્વામી કૃત “મૂલાચારબૃહપ્રત્યાખ્યાન” નામના શાસ્ત્રમાંથી લીધી છે(ગાથા ૪૩). અહીં સાધક કહે છે કે હું સર્વ જીવોની ક્ષમા માંગું છું, સર્વ જીવો મને ક્ષમા આપો. સર્વ જીવ સાથે મારી મૈત્રી રહો અને આ વિશ્વના કોઈપણ જીવ પ્રત્યે મને વેરભાવ ન રહો. સાધક સર્વ જીવોની પ્રથમ ક્ષમા માંગીને પોતાના ક્રોધ-કષાયને ત્યાગવાનો, પોતાના માનકષાયનો અભાવ કરવાનો; તથા વિશ્વના સર્વ જીવો સાથે મૈત્રીભાવની ભાવના ભાવવાથી માયાચારનો પણ ત્યાગ કરી, સરળતા ગુણ પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરે છે. આમ આ ગાથા ભણવાથી ક્ષમા, વિનય, સરળતા આદિ, આત્માના દસેય ધર્મોને પ્રાપ્ત કરવાની સાધક ભાવના ભાવે છે. એટલે કે આ ક્ષમાવાણી માત્ર ક્રોધકષાયના ત્યાગ પૂરતી મર્યાદિત ન ગણતાં આનો વાસ્તવિક અર્થ ક્ષમાદિવાણી ગણવો જોઈએ. એટલે કે આમાં ઉપલક્ષથી આત્માના દસેય ઉત્તમ ધર્મોની આરાધના જેવા કે, (૧) ક્ષમા, (૨) વિનય, (૩) સરળતા, (૪) સંતોષ, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિંચન્ય તથા (૧૦) બ્રહ્મચર્ય અને તે સર્વ ધર્મો પ્રાપ્ત કરવાની ભાવના આમાં ગર્ભિત છે.
જ્યાં સુધી ભૂમિકાનુસાર આ દસેય ધર્મો સાધકની પરિણતિમાં પ્રગટતા નથી ત્યાં સુધી આવી ક્ષમા દિવાણીનો યથાર્થ લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. સાધક આ અર્થ ગંભીર સમાદિવાણી ભણીને આત્માના દસેય ઉત્તમ ગુણધર્મ પ્રાપ્ત કરવાની અંતરની ઈચ્છા વ્યક્ત કરે છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ ઘધ સંગ્રહ
૧૬૩
તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું એ કાયના જીવોના વૈર બદલાથી નિવૃત્તિ પામીશ. સર્વ ચૌરાસી લાખ જીવયોનિને અભયદાન દઈશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.” શબ્દાર્થ: (૧) ચૌરાસી લાખ જીવયોનિ = પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, ઈતર નિગોદ અને નિત્ય નિગોદ - દરેકની સાત લાખ યોનિઓ છે. = ૬ X ૭=૪૨ લાખ, વનસ્પતિકાય (પ્રત્યેક)ની ૧૦ લાખ, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય અને ચાર ઈન્દ્રિય - દરેકની બે લાખ – ૩ X ૨ – લાખ, દેવ, નારકી અને તિર્યંચ (પંચેન્દ્રિય), દરેકની ચાર લાખ = ૩ x ૪ = ૧૨ લાખ અને મનુષ્યની ૧૪ લાખ આમ ૪૨ + ૧૦ + ૬ + ૧૨ + ૧૪ =૮૪ લાખ જીવ યોનિમાં વિશ્વના સર્વ જીવો છે. ભાવાર્થ : હે પ્રભો! જે દિવસ હું એ કાયના જીવોની વિરાધના કરવાથી થયેલા વેરના બદલાથી નિવૃત્તિ પામીશ એટલે કે મોહનીયરૂપ કર્મોથી નિવૃત્તિ પામી તેવા નવા કર્મો કદી ન બાંધું, તેવો દિવસ જ મારા માટે ધન્ય હશે. હે પરમાત્મા! જ્યારે ૮૪ લાખ જીવયોનિમાં ઉત્પન્ન થનારા સર્વ જીવોને અભયદાન દઈશ. તે દિવસ મારો કલ્યાણમય થશે. (અહીં વેર એટલે તથારૂપ કર્મબંધનનો આશય છે. કર્મબંધનના કારણોમાં છેલ્લું કારણ તે યોગ છે. આ યોગોનો સૂકમ વ્યાપારનો નિરોધ તો ચૌદમા ગુણસ્થાને શૈલેશીકરણ અવસ્થામાં જ થઈ શકે છે. સાધક આવી ઉચ્ચ ભાવના અહીં ભાવે છે.) બીજું પાપ મૃષાવાદ--
“ક્રોધવશે, માનવશે, માયાવશે, લોભવશે, હાસ્ય કરી, ભયવશે ઈત્યાદિક કરી મૃષા વચન બોલ્યો, નિંદા-વિકથા કરી, કર્કશ,
Page #179
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્ય સંગ્રહ
કઠોર, માર્મિક ભાષા બોલી ઈત્યાદિક અનેક પ્રકારે સૃષા, જૂઠું બોલ્યો, બોલાવ્યું, બોલતા પ્રત્યે અનુમોદ્યું તે સર્વે મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે મૃષાવાદનો ત્યાગ કરીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.”
૧૬૪
શબ્દાર્થ : (૧) મૃષાવાદ = જુઠું બોલવું, (૨) વિકથા = ચાર પ્રકારે છે - ભોજન કથા, સ્ત્રીકથા, દેશકથા અને રાજકથા. આ ચારેય કથા પાપબંધના કારણ બને છે, (૩) કર્કશ = ઘાતકી - ક્રુર, (૪) કઠોર = નિર્દય – પ્રહારરૂપ લાગે તેવું વચન, (૫) માર્મિક = કોઈની ગુપ્ત વાત ખોલી દુઃખ પહોંચાડવું.
ભાવાર્થ : અહીં બીજા પ્રકારના પાપસ્થાનક તરીકે બહુ જાણીતું એવું મૃષાવાદ એટલે કે અસત્ય બોલવું તે છે, તેની આલોચના અહીં સાધક કરે છે. ચારેય પ્રકારના કષાય અને નવ નોકષાય કરી હું અસત્ય બોલ્યો, નિંદાના ભાવો કર્યાં, વિકથા કરી, કર્કશ, કઠોર, માર્મિક વચન બોલી તે અનેક પ્રકારે, મન-વચન-કાયાથી કરી, જુઠું બોલ્યો, અન્ય પાસે બોલાવ્યું અને બોલતા હોય તેમની અનુમોદના કરી; હે પ્રભો! તે સર્વે મારા અપરાધો નિષ્ફળ થાઓ. મારો તે દિવસ ધન્ય હશે કે જ્યારે આવા મૃષાવાદનો સર્વથા પ્રકારે હું ત્યાગ કરીશ. તે દિવસ મારા માટે પરમ કલ્યાણમય થશે.
ત્રીજું પાપ અદત્તાદાનઃ-
“અણદીધી વસ્તુ ચોરી કરીને લીધી, વિશ્વાસઘાત કરી થાપણ ઓળવી, પરસ્ત્રી, પરધન હરણ કર્યા તે મોટી ચોરી લૌકિક વિરુદ્ધની તથા અલ્પ ચોરી તે ઘર સંબંધી નાના પ્રકારના કર્તવ્યોમાં ઉપયોગ
Page #180
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
સહિતે ને ઉપયોગ રહિતે ચોરી કરી, કરાવી, કરતા પ્રત્યે અનુમોદી, મન-વચન-કાયાએ કરી; તથા ધર્મ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા વગર કર્યો તે મને ધિક્કાર, ધિક્કાર વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે મારો પરમ કલ્યાણમય દિન થશે.’’
–
શબ્દાર્થ : (૧) અદત્તાદાન = કોઈએ આપી ન હોય તેવી વસ્તુને ચોરી કરી લઈ લેવી, (૨) થાપણ = કોઈને ત્યાં મૂકેલી અનામત મૂડી, રકમ કે વસ્તુ, (૩) ઓળવી = પચાવી પાડી.
૧૬૫
ભાવાર્થ : ચોરી બે પ્રકારની હોય છે. નાની ચોરી એટલે કે પૂછયા વગર કોઈની પેન કે પેન્સિલ વાપરવી ઈત્યાદિ અને મોટી ચોરી એટલે કે રાજ્યના કાયદામાં જેને ગુનો ગણાય, જેથી સરકારના દંડને પાત્ર થવાય. આ ચોરી લૌકિક વિરુદ્ધની ગણાય છે. આમ અહીં સાધક આલોચના કરતાં કહે છે કે હે પ્રભુ! મેં મોટી ચોરી તથા નાની ગણાતી ચોરી ઉપયોગ સાથે કે ઉપયોગ વગર (જાણતાં કે અજાણતાં), મન, વચન, અને કાયાના યોગે કરી, કરાવી અને કરતાં પ્રત્યે અનુમોદના કરી; તથા ધર્મ સંબંધી ચોરી, જે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપની છે તે, ગુરુદેવ ભગવંતની આજ્ઞા વગર કરી. તેથી તે સર્વ અપરાધ બદલ મને વારંવાર ધિક્કાર હો. મારા તે બધા દુષ્કૃત્યો નિષ્ફળ થાઓ. મારા માટે તે દિવસ ધન્ય થશે કે જે દિવસે હું સર્વ પ્રકારના અદત્તાદાનનો સર્વથા પ્રકારે ત્યાગ કરીશ. તે દિવસ મારા માટે પરમ કલ્યાણમય થશે.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૬
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ ચોથું પાપ અબ્રહ--
“મૈથુન સેવવામાં મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવ્યા; નવ-વાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહીં, નવ-વાડમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી; પોતે સેવ્યું, બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે ભલું જાણ્યું, તે મન, વચન, કાયાએ કરી મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું નવ વાડ સહિત બ્રહ્મચર્ય-શીલરત્ન આરાધીશ, સર્વથા પ્રકારે કામવિકારોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.” શબ્દાર્થ: (૧) અબ્રહ્મ = સર્વ પ્રકારની મૈથુન ક્રિયા – ઈન્દ્રિયોનો , અસંયમ (૨) નવ વાડ = વસતિ, કથા, આસન, ઈન્દ્રિયનિરીક્ષણ, કુડયાંતર, પૂર્વક્રિડા, પ્રણીત, અતિમાત્રાહાર, વિભૂષણ. આ નવ વાડની વિગત માટે જુઓ મોક્ષમાળાનો શિક્ષાપાઠ ૬૯ (વ. પૃ. ૧૦૮). ભાવાર્થ હે પ્રભુ! મેં મૈથુન સેવવા માટે મન, વચન અને કાયાની ક્રિયાની પ્રવૃત્તિ કરી. નવ વાડથી યુક્ત બ્રહ્મચર્યનું પાલન કર્યું નહીં. પરંતુ તે નવ વાડોમાં અશુદ્ધરૂપથી પ્રવૃત્તિ કરી. આવી મૈથુન ક્રિયા મેં પોતે સેવી, બીજા પાસે સેવરાવી અને સેવન કરવાની આવી પ્રવૃત્તિને ભલી માની. આમ મેં મન, વચન અને કાયાના ત્રણેય યોગોથી ત્રણેય જાતની કરણી કરી. તેથી મને વારંવાર ધિક્કાર છે. મારા આ દુષ્કૃત્યો મિથ્યા થાઓ. હે પરમાત્મા ! જે દિવસે હું નવ વાડ સહિતનું બ્રહ્મચર્ય એટલે કે શીલરત્ન આરાધીશ અને સર્વ પ્રકારના કામ વિકારોથી સર્વથા પ્રકારે નિવર્તીશ; તે દિવસ મારો ધન્ય થશે, અને પરમ કલ્યાણમય થશે. (ખરેખર આ અબ્રહ્મચર્ય તે મહા અનર્થનું મૂળ છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પ સંગ્રહ
૧૬૭
તેના સેવનથી મહાપાપનો બંધ થાય છે. આ અબ્રહ્મના સેવનથી જીવના સર્વ ગુણોની ધૂળધાણી થઈ જાય છે.)
પાંચમું પરિગ્રહ પાપસ્થાનક:--
“સચિત પરિગ્રહ તે દાસ, દાસી, દ્વિપદ, ચૌપદ આદિ, મણિ, પત્થર આદિ અનેક પ્રકારે છે અને અચિત પરિગ્રહ સોનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ અનેક વસ્તુ છે. તેની મમતા, મૂર્છા, પોતાપણું કર્યું; ક્ષેત્ર, ઘર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ધાર્યો, ધરાવ્યો, ધરતા પ્રત્યે અનુમોદ્યો તથા રાત્રિભોજન, અભક્ષ્ય આહારાદિ સંબંધી પાપ દોષ સેવ્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પંપચોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.’’ શબ્દાર્થ : (૧) પરિગ્રહ ‘પરિ’= સમસ્ત પ્રકારથી અને ગ્રહ'ગ્રહણ કરવું - પકડવું - ૫૨૫દાર્થોમાં મૂર્છાભાવ કરવો તે. પરિગ્રહ બે પ્રકારના છે. બાહ્ય અને અત્યંતર. બાહ્ય પરિગ્રહ નવ અથવા તો આમ્નાય ભેદે દસ પ્રકારના છે. જેવા કે ખેતર, મકાન, ધન, ધાન્ય, વસ્ત્રાદિ, વાસણાદિ, દાસ-દાસી, પશુ આદિ, વાહન આદિ, શય્યાઆસન આદિ. અત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારે છે. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. આમ આત્મદેવથી ભિન્ન બાહ્ય પદાર્થો અને પ્રવૃત્તિઓની પક્કડ-આસક્તિ-લીનતા-મૂર્છા સાથે તેનો સંગ્રહ કરવો તે પરિગ્રહ છે. એનો સર્વથા અભાવ તો દસમા ગુણસ્થાનને અંતે જ થાય છે.
=
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૮
વૃદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
ભાવાર્થ : બાહ્ય પરિગ્રહ સચિત અને અચિત એમ બે પ્રકારે હોય છે. ગૃહસ્થની અપેક્ષાએ સચિત, અચિત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે પણ હોય છે. જેમ કે હાથી, ઘોડા, ગાય વગેરે સચિત પરિગ્રહ છે. સોનું, ચાંદી, મકાન વગેરે અચિત પરિગ્રહ છે, અને વસ્ત્રાભૂષણથી સજ્જિત એવા દાસ, દાસી, પુત્ર, સ્ત્રી આદિ તે મિશ્ર પરિગ્રહ છે. સાધુ-સાધ્વીઓના વસ્ત્ર, પાત્ર, પુસ્તક, પીંછી, કમંડળ આદિને પણ કોઈ અપેક્ષાએ પરિગ્રહમાં લેવાય છે. અહીં ગ્રંથકારે રાત્રિભોજન અને અભક્ષ્ય આહારને પણ પરિગ્રહમાં લઈ લીધાં છે. આ બંને ક્રિયાઓ શ્રાવકના “અહિંસાદિ અણુવત’ અને ‘ભોગપભોગપરિમાણ નામના શિક્ષાવ્રતમાં આવે છે. વળી રાત્રિભોજનત્યાગ તે છઠ્ઠી પ્રતિમામાં પણ આવે છે. તેથી જ આ બંન્ને પાપોની આલોચના અહીં પાંચમા પાપસ્થાનકમાં ગર્ભિત કરી દીધી છે. તેના બે કારણો હોઈ શકે. એક તો આ આલોચનાઓ પાપના ક્રમ અનુસાર છે. વ્રતના ક્રમ અનુસાર નથી. અને બીજું પરિગ્રહ ત્યાગમાં, દૈહિક ભોગોપભોગના પદાર્થોની અને વૈષયિક પદાર્થોમાં થતી મમતા - આસક્તિનો ત્યાગ પણ આવશ્યક છે. રાત્રિભોજન અને અભક્ષ્ય પદાર્થોનું સેવન તે દેહાદિની મમતાના કારણે જ થતાં હોય છે. આમ અહીં આલોચના કરતાં સાધક કહે છે કે હે પ્રભો ! મેં બાહ્યાંતર પરિગ્રહ, રાત્રિભોજન, અભક્ષ્ય આહાર વગેરે કર્યા, કરાવ્યાં અને કરતાં પ્રત્યે અનુમોઘાં છે. તેથી મને જે પાપ-દોષ લાગ્યાં તે સર્વને હું વારંવાર ધિક્કારું છું. તે સર્વે મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું આ સર્વ પરિગ્રહનો સર્વથા પ્રકારે ત્યાગ કરી, સંસારના સર્વ પ્રપંચોથી નિવર્તીશ, તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
Page #184
--------------------------------------------------------------------------
________________
આલોચનાદિ પદ્યે સંગ્રહ
-
બૃહદ્
છઠ્ઠું ક્રોધ પાપસ્થાનક.
ક્રોધ કરીને પોતાના આત્માને અને પરના આત્માને તખ઼ાયમાન કર્યા, દુ:ખિત કર્યાં, કષાયી કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.’’
-
--
શબ્દાર્થ : (૧) ક્રોધ = મનથી જલન થવું – સંતાપ કરવો - આંખો લાલ થઈ જવી - હાથ, પગ વગેરે પછાડવાં - માથુ, છાતી પીટવા - અન્યને કડવા વચન કહેવા - ગાળો આપવી - શાપ દેવા - ડરાવવા - ધમકાવવા મારપીટ કરવી - મારી નાંખવાં વગેરે જેવા કુકૃત્યો
૧૬૯
કરવા.
ભાવાર્થ : હે પ્રભુ ! મેં ક્રોધ કરીને મારા આત્માને અને પરના આત્માને તમાયમાન કર્યાં, દુ:ખિત કર્યાં, કષાયી કર્યાં છે. તેથી મને તે બદલ વારંવાર ધિક્કાર હો, તે સર્વ પાપો મારા મિથ્યા થાઓ.
સાતમું માન પાપસ્થાનકઃ-
માન એટલે અહંભાવ સહિત ત્રણ ગારવ અને આઠ મદ આદિ કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” શબ્દાર્થ : (૧) ગારવ = ત્રણ પ્રકારે છે. ઋધ્ધિ, રસ અને શાતા. આ ત્રણેયની અપેક્ષાથી પોતાની મહત્તા સમજવી અને તેના અભાવમાં પોતાને હીન સમજવો. ખરેખર તો આ ત્રણેય પૂર્વપુણ્યજનિત જ છે. (૨) મદ = પોતાના પૂર્વ પુણ્યના યોગથી પ્રાપ્ત થયેલી વિશેષતાઓથી ઉન્મત્ત થઈ જવું. મદના આઠ પ્રકાર છે. લાભ, ઐશ્વર્ય, (આ બંને પોતાથી ભિન્ન પદાર્થોની ઉપલબ્ધિથી છે), જાતિ, કુળ (આ બંને પોતાના જન્મસ્થાનથી સંબંધિત વિશેષતાઓ છે) રૂપ,
13
Page #185
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પ્રદ્યે સંગ્રહ
બળ, (આ બંને પોતાના શરી૨ સબંધિત વિશેષતાઓથી છે), જ્ઞાન, તપ (આ બંને પોતાના આત્મા સંબંધિત વિશેષતાઓથી છે.). જીવ અજ્ઞાનવશ, અહંત્વ અને કર્તૃત્વબુદ્ધિને કારણે તે આઠેય વિશેષતાઓના નશામાં ચકચૂર થઈ જાય છે.
૧૭૦
ભાવાર્થ : હે પ્રભો! મારામાં પૂર્વ પુણ્યના ઉદયથી ઉત્પન્ન થયેલી વિશેષતાઓ જેવી કે ત્રણ ગારવ અને આઠ મદ આદિમાં મેં અહંભાવ આદિ કર્યાં છે. તેથી મને વારંવાર ધિક્કાર છે. તે સર્વે મારા દુષ્કૃત્યો નિષ્ફળ થાઓ.
આઠમું માયા
પાપસ્થાનક:--
“સંસાર સંબંધી તથા ધર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” શબ્દાર્થ : (૧) માયા = કપટ – વિચાર, વાણી અને વર્તનમાં જુદાપણું ખોટો દેખાડો કરવો - પોતાની અજ્ઞાનતાનો સ્વીકાર ન કરવો અને પોતે મહાન છે તેવો અભિનય કરવો. માયાના બે પ્રકાર છે. લૌકિક માયા અને લોકોત્તર માયા. લૌકિક માયામાં ખાન, પાન, વાહન, નિવાસ, ધન આદિમાં પોતાની પાસે હોય તેનાથી અધિક દેખાડો કરી, અન્યને પ્રભાવિત કરી પોતાનો સ્વાર્થ સાધવો અને લોકોત્તર માયામાં ધર્મમાં અંતરથી શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધાનો ઢોંગ કરવો - વન્દનાદિ કર્તવ્યોમાં કપટ કરવું - શાસ્ત્રો અને તેના વિવિધ વિષયોનું જ્ઞાન ન હોય તો પણ પોતે બધું જાણે છે તેવો સ્વાંગ કરવો, ક્રિયામાં – બાહ્યમાં દેખાડો કરવા ક્રિયા કરવી - અસરળતા વગેરે તેનો અર્થ થાય છે. ભાવાર્થ : હે પ્રભુ ! સંસાર સંબંધી એટલે કે લૌકિક અને ધર્મ સંબંધી એટલે કે લોકોત્તર અનેક કર્તવ્યોમાં મેં માયાચાર કર્યો છે. તે મને
Page #186
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
ધિક્કાર, ધિક્કાર - વારંવાર ધિક્કાર હો. તે મારા સર્વ પાપ નિષ્ફળ
-
થાઓ.
Addy
નવમું લોભ પાપસ્થાનકઃ-
“મૂર્છાભાવ કર્યો, આશા, તૃષ્ણા વાંચ્છાદિક કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.”
***
શબ્દાર્થ : (૧) મૂર્છા = મોહાસક્તિ, બેહોશપણું (૨) વાંચ્છા = કામના, ઈચ્છા.
ભાવાર્થ : પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં રસના ઈન્દ્રિય માટે આહાર સંબંધિત પદાર્થો હોય છે. અને બાકીની ચાર ઈન્દ્રિયો માટેના જીવનનિર્વાહ સંબંધિત અન્ય પદાર્થો હોય છે. આ દરેક પદાર્થોમાં મોહાસક્તિ, આશા, તૃષ્ણા, કામના આદિ મેં કર્યાં છે. તો હે પ્રભુ! તે સર્વ ભાવોને હું વારંવાર ધિક્કારું છું. તે સર્વ મારા દોષો મિથ્યા થાઓ.
દશમું રાગ પાપસ્થાનકઃ-
૧૭૧
“મનગમતી વસ્તુઓમાં સ્નેહ કીધો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.”
શબ્દાર્થ : (૧) રાગ = ચાર મુખ્ય કષાયોમાં માયા અને લોભને રાગ કહે છે. અને નોકષાયમાં હાસ્ય, રતિ, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ આમ પાંચ નોકષાય રાગમાં આવે છે. તેથી રાગના પ્રકાર સાત છે. (૨) સ્નેહ પ્રીતિ – રૂચિ રોચક ભાવ.
=
–
ભાવાર્થ : હે પ્રભુ! મેં મારા મનોજ્ઞ વિષયોમાં પ્રીતિ કરી છે, તેને હું વારંવાર ધિક્કાર કરું છું તે સર્વ મારા પાપો મિથ્યા થાઓ.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૨
બૃહદ્ - આલોચનાદિ ધ સંગ્રહ અગિયારમું હે પાપરસ્થાનકર --
“અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” શબ્દાર્થ (૧) દ્વેષ = મુખ્ય કષાયોમાં ક્રોધ અને માન અને નોકષાયોમાં અરતિ, શોક, ભય અને જુગુપ્સા આમ દ્વેષ છ પ્રકારના છે. ભાવાર્થ અહીં ‘અણગમતી વસ્તુ જોઈ”માં “જોઈ” શબ્દ વાપરી ચક્ષુ ઈન્દ્રિય માટેના વિષયની વાત કરી છે. પણ બાકીની ચાર ઈન્દ્રિયો અને મન, જેને નોઈન્દ્રિય કહેવાય છે – તેના વ્યાપારથી પણ દ્વેષ થઈ શકે છે – એટલે “જોઈ શબ્દનો અર્થ “જાણી” કરવો યોગ્ય લાગે છે, જેથી પાંચેય ઈન્દ્રિયોના અને મનથી જણાતા સર્વ વિષયો લઈ શકાશે. રાગ અને દ્વેષ તે ઈન્દ્રિયો તથા મનોગમ્ય વિષયો પર થતાં હોય છે.
હે પ્રભુ! જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ મને અણગમતી લાગે છે તે સર્વે ઉપર હું દ્વેષ કરું છું તેથી તેને હું વારંવાર ધિક્કારુ છું. તે મારા સર્વ દોષો નિષ્ફળ થાઓ. બારમું કલહ પાપસ્થાનક:--
અપ્રશસ્ત વચન બોલી ફ્લેશ ઉપજાવ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” શબ્દાર્થ: (૧) કલહ = લડાઈ – ઝગડો, (૨) અપ્રશસ્ત = અપવિત્ર - પાપયુક્ત. ભાવાર્થ: લડાઈ - ઝગડાનું મૂળ મુખ્યતાથી વચનયોગ હોય છે. ગાળ આપવી, કઠોર વચન વાપરવા, અપમાન કરવું, જોરશોરથી બોલવું વગેરેથી કલહ ઉપજે છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
આલોચનાદિ પ સંગ્રહ
૧૭૩
હે પ્રભુ! મેં પાપ બંધાય તેવા અપ્રશસ્ત વચન બોલી ઝગડા કર્યા છે. તેને હું વારંવાર ધિક્કારું છું. તે સર્વ મારા પાપ મિથ્યા થાઓ.
બૃહદ્
તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનકઃ
“અછતાં આળ દીધાં તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.”
--
w
શબ્દાર્થ : (૧) અભ્યાખ્યાન = મિથ્યા દોષારોપણ, (૨) અછતાં = જેણે કર્યું ન હોય તેવા ઉ૫૨ દોષ આપવો, (૩) આળ = ખોટો આરોપ - આક્ષેપ કરવો.
ભાવાર્થ : હે પ્રભુ! મેં નિર્દોષ ઉપર જુઠા આરોપ મૂકી કલેશ ઉપજાવ્યા, તેથી મને વારંવાર ધિક્કાર છે. તે સર્વ મારા દોષો મિથ્યા થાઓ.
ચૌદમું પૈશુન્ય પાપસ્થાનકઃ-
“પરની ચુગલી ચાડી કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.’’
શબ્દાર્થ : (૧) વૈશુન્ય = કોઈને હલકો પાડવા માટે અથવા શિક્ષા આપવા માટે તેના દોષો અન્યને કહેવા.
ભાવાર્થ : હે પ્રભુ! મેં અન્યના દોષોની ચાડી, ચુગલી કરી, જેથી તે સમાજમાં હલકો ગણાય, અથવા તેને શિક્ષા આદિ થાય. તેથી મને વારંવાર ધિક્કાર છે. તે સર્વ પાપ મારા મિથ્યા થાઓ.
પંદરમું પરપરિવાદ પાપસ્થાનકઃ-
“બીજાના અવગુણ, અવર્ણવાદ બોલ્યો, બોલાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.”...
Page #189
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ
શબ્દાર્થ : (૧) ૫૨પરિવાદ = પર નિંદા - અન્યની નિંદા કરવી. ભાવાર્થ : અહીં ‘પર’ શબ્દ વાપર્યો છે. જીવ પોતાની નિંદા કદી કરતો નથી, પણ તેને અન્યની નિંદામાંજ મઝા આવે છે. આત્મનિંદા પાપ નથી તે તો ખરેખર આલોચના જ છે. આત્મનિંદા પોતાના દોષો ઉપરની અરુચિના કારણે થતી હોય છે. જ્યારે પરનિંદા અન્યના ગુણોમાં અફ્રેંચ,ઈર્ષા આદિના ભાવ થવાથી થાય છે. જે અપ્રશસ્ત હોવાથી પાપના જ ભાવ છે. પરનિંદા એ એવું પાપ છે કે જેમાં બહુ જોર કરવું પડતું નથી, અને તેને કરવા, કરાવવા કે અનુમોદન કરવામાં જીવને મનોરંજન થાય છે. આથી જીવે પરનિંદાના ભાવ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી આવશ્યક બને છે.
હે પ્રભુ! મેં અન્યના અવગુણ અવર્ણવાદ બોલ્યા, બોલાવ્યા અને અનુમોદ્યા છે, તેથી મને વારંવાર ધિક્કાર છે. મારા તે સર્વ પાપ મિથ્યા થાઓ.
સોળમું રતિ-અરતિ પાપસ્થાનક:--
૧૭૪
May
“પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયો, ૨૪૦ વિકારો છે તેમાં મનગમતામાં રાગ કર્યો, અણગમતામાં દ્વેષ કર્યો; સંયમ તપ આદિમાં અરિત કરી, કરાવી, અનુમોદી તથા આરંભાદિ અસંયમ, પ્રમાદમાં રતિભાવ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.’”
શબ્દાર્થ : (૧) રતિ = વિષયોમાં થતાં વિકારોમાં રમણતા કરવી, (૨) અરતિ = વૈરાગ્યના અભાવમાં - વિષયોમાં ગ્લાનિ થવી તે અતિ છે. (૩) પાંચ ઈન્દ્રિયોના ૨૩ વિષયો - સ્પર્શેન્દ્રિયના આઠ = શીત, ઉષ્ણ, લૂખો, ચીકણો, કોમળ, કઠોર, હલકો અને ભારે
Page #190
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ - આલોચનાદિ uધ સંગ્રહ
૧૭૫
= ૮, રસના ઈન્દ્રિયના પાંચ = મીઠો, કડવો, તીખો, ખાટો અને તુરો = ૫, ધ્રાણેન્દ્રિયના બે = સુંગધ અને દુર્ગધ = ૨, ચક્ષુ ઈન્દ્રિયના પાંચ = ધોળો, કાળો, લાલ, પીળો અને વાદળી = ૫, શ્રવણેન્દ્રિયના ત્રણ = જીવ શબ્દ, અજીવ શબ્દ અને મિશ્ર શબ્દ = ૩. આમ ૮+૫+૨+૫+૩ = ૨૩ વિષયો થયા. (આમ્નાય ભેદે શ્રવણેન્દ્રિયન સાત વિષયો પણ ગણાય છે), (૪) ૨૪૦ વિકારો – (૧) સ્પર્શના વિકારો – ૯૬ = સ્પર્શના વિષયો ૮, તેમાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર = ૩; આ શુભ અને અશુભ હોય = ૨; તેમાં રાગ અને દ્વેષ થવા = ર - એટલે કે ૮ x ૩ x ૨ x ૨ = ૯૬ વિકસિ ઈન્દ્રિયના થયા. સ્વી જ રીત ગણતરી કરવાથી(૨) રસના વિકારો – ૬૦, (૩) ગંધના વિકારો - ૧૨; (૪) રૂપના વિકારો – ૬૦. (પ) શબ્દના વિકારો – ૧૨, આમ પાંચેય ઈન્દ્રિયોના કુલ વિકારો = ૯૬ + ૬૦ + ૧૨ + ૬૦ + ૧૨ = ૨૪૦ વિકારો થયા. (૫) સંયમ = બાર પ્રકારના છે. - પાંચ ઈન્દ્રિયો અને મનને કાબુમાં રાખવા અને છકાયના જીવોની રક્ષા કરવી. (૬) તપ - બાર પ્રકારના છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, વિવકત શઠાશન, કાયક્લેશ – આમ છ બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન આમ છ અંતરંગ તપ છે. ભાવાર્થ : હે પ્રભુ! પાંચ ઈન્દ્રિયોના ૨૩ વિષયો અને તેમાં થતાં ૨૪૦ પ્રકારના વિકારો છે. તેમાં મનપસંદ વિષયો ઉપર મેં રાગ કર્યો છે અને મનને અપસંદ હોય તેમાં દ્વેષ કર્યો છે. તથા આરંભાદિ બારેય પ્રકારના સંયમ અને બારેય પ્રકારના તપ આદિમાં અરતિ કરી, કરાવી અને અનુમોદી છે. આરંભાદિ એટલે કે હિંસાના કામોમાં
મેં સંયમ રાખ્યો નથી. પંદરેય પ્રકારના પ્રમાદમાં મેં રમણતા કરી,
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૬
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
કરાવી અને અનુમોદી છે, તે સર્વને હું વારંવાર ધિક્કારું છું તે સર્વે મારા દુષ્કૃત્યો નિષ્ફળ થાઓ.
સત્તરમું માયામૃષાવાદ પાપસ્થાનકઃ-
t
‘કપટ સહિત જૂઠું બોલ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર વારંવાર મિચ્છા મિ દુક્કડં.’’
શબ્દાર્થ : (૧) માયામૃષાવાદ = વિશ્વાસઘાત કરવો. આ પાપમાં માયાચાર એટલે કે કપટ અને મૃષાવાદ એટલે કે જૂઠું બોલવું, તે બંનેના મિશ્રણથી થતું આ પાપ છે. આમાં કપટ કરી કોઈને વિશ્વાસમાં લઈ પછી જૂઠું બોલી, ચાલબાજીથી દગો દેવો તે.
ભાવાર્થ : હે પ્રભુ! મેં કપટ સહિત જૂઠું બોલી અન્યનો વિશ્વાસઘાત કર્યો છે, તેથી મને વારંવાર ધિક્કાર હો. તે સર્વે મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ.
અઢારમું મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનક:--
“શ્રી જિનેશ્વર દેવના માર્ગમાં શંકા, કાંક્ષાદિક વિપરીત પ્રરૂપણા કરી, કરાવી, અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર વારંવાર મિચ્છા મિ દુક્કડં.”
શબ્દાર્થ : (૧) મિથ્યાદર્શનશલ્ય = મિથ્યાદર્શન એટલે તત્ત્વની વિપરીત શ્રદ્ધા - અજ્ઞાન- આત્મસ્રાંતિ (મુખ્યત્વે આત્મતત્ત્વની વિપરીત શ્રદ્ધા) અને શલ્ય = કાંટો.
ભાવાર્થ : જેમ કાંટો પગમાં વાગતાં, ચાલવામાં અવરોધ આવે છે તેમ મિથ્યાદર્શન, જીવને મોક્ષમાર્ગમાં અત્યંત અવરોધરૂપ કાંટા સમાન હોય છે. તે હોય ત્યાં સુધી જીવ મોક્ષમાર્ગમાં ગતિ કરી
Page #192
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૭૭
શકતો નથી, તેથી આના જેવું ભયંકર ભાવશલ્ય આ વિશ્વમાં એકેય નથી. ભવ્ય જીવોનું મિથ્યાદર્શન અનાદિસાંત અથવા સાદિસાંત હોય છે, જ્યારે અભવ્ય જીવોનું મિથ્યાત્વ અનાદિઅનંત હોય છે. શંકા, કાંક્ષાદિક તે સમ્યત્વના અતિચાર છે. અને વિપરીત પ્રરૂપણા કરવી તે અનાચાર છે. આ અનંતાનુબંધી કષાયરૂપ છે, જે અનંત સંસારનું કારણ બને છે.
! શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં એટલે કે મોક્ષમાર્ગમાં મેં શંકા –કાંક્ષા (ઈચ્છાઓ) વગેરે કર્યા છે. વળી મોક્ષમાર્ગની વિપરીત પ્રરૂપણા કરી, કરાવી અને અનુમોદી છે, તેથી મેં મિથ્યાત્વ મોહનીયરૂપી મહાપાપ કર્યું છે. તે સર્વને હું ભાવપૂર્વક વારંવાર ધિક્કારું છું. મારા તે સર્વ દુષ્કૃત્યો મિથ્યા થાઓ.
એવું અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યો; શબ્દાર્થ ઃ ૧. એવું = આમ અઢાર પાપમાંથી કોઈપણ પાપ. ૨. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ = જૈન દર્શનમાં કોઈપણ પદાર્થનું સ્વરૂપ સમજાવવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ – આ ચાર શબ્દોનો પ્રયોગ કરાય છે. તેને સ્વ-ચતુષ્ટય કહે છે.
દ્રવ્યથી એટલે તે પાપોનું સ્વરૂપ, સંખ્યા, સંજ્ઞા આદિ; ક્ષેત્રથી એટલે તે કેટલા ક્ષેત્રમાં વ્યાપક છે? કાળથી એટલે તે પાપો કયારથી કર્યા છે? અને ક્યાં સુધી રહેશે? અને ભાવથી એટલે તેના ગુણ, પરિણતિ, અવસ્થા વગેરે બતાવે છે. આમ તેના અર્થ થાય છે. અહીં પ્રત્યેક પાપનું આ ચારેય દ્રષ્ટિબિંદુથી સાધકે સેવન કર્યું છે, તેમ જણાવી
તેની આલોચના કરે છે. જેમ કે પહેલું પાપ તે પ્રાણાતિપાત છે. તે
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૮
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રદ દ્રવ્યથી એટલે કે છ કાયના જીવોની હિંસા મેં કરી છે. ક્ષેત્રથી એટલે વિશ્વના ચૌદેય રાજુલોકમાં ભવભ્રમણ કરતાં આ પાપ મેં કર્યા છે. કાળથી એટલે અનાદિ કાળથી આજ પર્યત આ પાપ મેં કર્યા છે. અને ભાવથી એટલે મન, વચન અને કાયાથી આ પાપનું સેવન કર્યું, કરાવ્યું અને અનુમોધું છે. આમ અઢારેય પાપસ્થાનકોમાં આ સ્વ-ચતુષ્ટય લગાડવું જોઈએ (૩) જાણતાં – જાણી જોઈને – મારી જાણકારીમાં કર્યા છે. (૪) અજાણતાં - જાણકારી ન હોવાથી અથવા અજ્ઞાનવશ કર્યા છે. જ્યારે જીવનો ઉપયોગ ન રહે અને હિંસા થઈ જાય ત્યારે જાણકારી ન હોવાથી પ્રમાદવશ પાપ થઈ ગયું તેમ ગણાય અને જે વ્યક્તિને હિંસાનું સ્વરૂપ જ શું છે, તેનું જ્ઞાન ન હોય ત્યારે થતી હિંસા તે અજ્ઞાનથી થઈ છે તેમ ગણાય. ભાવાર્થ: હે પ્રભુ ! આ અઢારેય પાપસ્થાનક તે મેં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી મારી જાણકારીમાં એટલે કે જાણીબુઝીને મેં કર્યા છે. અથવા અજાણતાં કર્યા છે. વળી તે સર્વ પાપ મારા મન, વચન અને કાયાના યોગે કરીને મેં તેનું સેવન કર્યું છે, સેવરાવ્યું છે અને સેવન કરનાર પ્રત્યે અનુમોદન કર્યું છે.
અર્થે, અનર્થે, ધર્મ અર્થ, કામવશે, મોહવશે, સ્વવશે, પરવશે કર્યા; દિવસે, રાત્રે, એકલા કે સમૂહમાં, સૂતાં વા જાગતાં, આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભવોમાં પરિભ્રમણ કરતાં આજ દિન અદ્યક્ષણ પર્યત રાગ-દ્વેષ, વિષય-કષાય, આળસ, પ્રમાદાદિક પૌગલિક પ્રપંચ, પરગુણ પર્યાયને પોતાના માનવારૂપ વિકલ્પ કરી ભૂલ કરી; જ્ઞાનની વિરાધના કરી, દર્શનની વિરાધના કરી, ચારિત્રની વિરાધના કરી, દેશચારિત્રની વિરાધના કરી, તપની વિરાધના કરી; શુદ્ધ શ્રદ્ધા-શીલ, સંતોષ, ક્ષમાદિક નિજ
Page #194
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૭૯
સ્વરૂપની વિરાધના કરી; ઉપશમ, વિવેક, સંવર, સામાયિક, પોસહ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત, પચ્ચખાણ, દાન, શીલ, તપાદિની વિરાધના કરી; પરમ કલ્યાણકારી આ બોલોની આરાધના, પાલના આદિક મન, વચન અને કાયાએ કરી નહીં, કરાવી નહીં, અનુમોદી નહીં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ
દુક્કડં.”
શબ્દાર્થ: (૧) અર્થે = પ્રયોજનથી (૨) અનર્થે = અપ્રયોજનપૂર્વક - કારણ વગર (૩) કામવશે = ઈચ્છા થઈ માટે કર્યું. અહીં વિષયો અને વાસનાની મુખ્યતા છે. (૪) મોહવશે = શ્રદ્ધા અને ચારિત્રની વિકૃતિને કારણે અથવા અવિવેકના કારણે (૫) સ્વવશે = સ્વાધીનતાથી (૬) પરવશે = પરાધીનતાથી (૭) પૌગલિક પ્રપંચ = જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ; દેહાદિ નોકર્મ અને અઢારેય પ્રકારના પાપભાવો તે ભાવકર્મ. આમાં લેશ્યા પણ આવી જાય – લેગ્યા એટલે કષાયથી અનુરંજિત યોગ. વેશ્યા છ પ્રકારની છે – કૃષ્ણ, નીલ, કાપો, પીત, પદ્મ અને શુકલ – આ બધોય પુદ્ગલનો વિસ્તાર ગણાય છે. (૮) પરગુણ પર્યાયમાં ભૂલ = પરપદાર્થોના ગુણો અને તેની પર્યાયોમાં વગુણ અને સ્વપર્યાયોના વિકલ્પ થવા તથા સ્વગુણ અને સ્વપર્યાયોમાં પરગુણ અને પરપર્યાયોના વિકલ્પ થવા. આવી ભૂલોને કારણે વિરાધના થાય છે. - તત્ત્વની વિપરીત શ્રદ્ધાન. ભાવાર્થ: હે પ્રભુ! મેં આ અઢારેય પાપસ્થાનક તે મારા સ્વચતુષ્ટયથી પ્રયોજન સહિત કે પ્રયોજન રહિત, મન, વચન અને કાયાના યોગે કરી, સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યો. વળી તે સર્વ પાપો જાણતાં કે અજાણતાં ધર્મઅર્થે , કામવશે, મોહવશે, સ્વવશે, પરવશે કર્યા. આ સર્વ પાપો મેં દિવસે કે રાત્રિ દરમ્યાન કર્યા, એકલા હાથે કર્યા કે
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૦
- બ્રહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ સમૂહમાં કર્યા, નિદ્રામાં કે જાગૃતિમાં કર્યા, આ ભવમાં આગળના ભવોમાં – સંખ્યાત – અસંખ્યાત અને અનંતાભવોમાં પરિભ્રમણ કરતાં આજ દિવસ, અદ્યક્ષણ પર્યત, રાગ-દ્વેષના ભાવ, વિષય-કષાયના ભાવ, આળસ અને પ્રમાદાદિક પૌગલિક પ્રપંચ, અન્ય વસ્તુઓની પર્યાયો અને ગુણોને પોતાના માન્યા, તેથી આવા વિકલ્પો રૂપી ભૂલો કરી, તેમ કરતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, દેશ ચારિત્ર, તપાદિની વિરાધના કરી. વળી શુદ્ધ શ્રદ્ધા-શીલ, વિવેક, સંવર, સામાયિક, પોસહ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત, પચ્ચખાણ, દાન, શીલ, ક્ષમાદિક, મારા ચૈતન્યસ્વરૂપની વિરાધના કરી. ઉપશમ, વિવેક, સંવર, સામાયિક, પોસહ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત, પચખાણ, દાન, શીલ, તપાદિની વિરાધના કરી; પરમ કલ્યાણકારી આ સર્વ બોલોની આરાધના, પાલન, આદિક મન, વચન અને કાયાના યોગથી કરી નહીં, કરાવી નહી, કરતાં પ્રત્યે અનુમોદના કરી નહી, તેથી મને વારંવાર ધિક્કાર હો. તે મારા સર્વ પાપો મિથ્યા થાઓ.
“છએ આવશ્યક સમ્યક પ્રકારે વિધિ-ઉપયોગ સહિત આરાધ્યા નહીં, પાળ્યા નહીં, સ્પર્ચો નહીં, વિધિ-ઉપયોગ રહિતનિરાદરપણે કર્યા, પરંતુ આદર-સત્કાર-ભાવ-ભક્તિ સહિત નહીં કર્યા; જ્ઞાનના ચૌદ, સમકિતના પાંચ, બાર વ્રતના સાઠ, કર્માદાનના પંદર, સંખનાનાં પાંચ એવં નવ્વાણું અતિચારમાં તથા ૧૨૪ અતિચાર મધ્યે તથા સાધુના ૧૨૫ અતિચાર મળે તથા બાવન અનાચરણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિ જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારાદિ સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા, જાણતાં અજાણતાં મન, વચન, કાયાએ કરી તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.”
Page #196
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
૧૮૧ શબ્દાર્થ: (૧) છ આવશ્યક = પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક, સ્તવન, વંદના અને કાયોત્સર્ગ (૨) અતિક્રમ = વ્રતના ઉલ્લંઘન કરવાનો વિચાર આવવો (૩) વ્યતિક્રમ = વ્રતના ઉલ્લંઘન માટેના સાધનોમાં પ્રવૃત્ત થવું, એટલે કે સદાચારનો ભંગ કરવો. (૪) અતિચાર = વ્રત ભંગ કરવાની પૂરી તૈયારી કરી લેવી અને વિષયસુખમાં મહાલવાનું શરૂ કરવું (૫) અનાચાર = વ્રતોનો ભંગ કરી દેવો – વિષય સુખમાં અતિશય આસક્ત થઈને રાચવું. - નોંધ : અતિચારાદિની સંખ્યા ઘણી હોવાને કારણે તેની વિગત અહીં આપી નથી, તે માટે “સ્થાનકવાસી થોક સંગ્રહ જોઈ લેવા વિનંતિ છે. પ્રતિક્રમણાદિ એ આવશ્યક કર્મ, મોક્ષમાર્ગની આરાધનામાં અનિવાર્ય છે. આ આવશ્યક વિધિપૂર્વક અને ઉપયોગ સહિત દરેક સાધકે કરવાં જોઈએ. ભાવાર્થ: હે પ્રભુ! મેં પ્રતિક્રમણાદિ એ આવશ્યક સમ્યક પ્રકારે એટલે કે રૂડી રીતે, વિધિ-ઉપયોગપૂર્વક એટલે કે શાસ્ત્રોમાં જે વિધિ બતાવી છે તે વિધિથી (જીવ ઘણીવાર વિધિની ઉપેક્ષા કરે છે અને જ્ઞાનોપયોગની સાવધાની રાખવાનું ચૂકી જાય છે, આમ કરવાથી આવશ્યક ક્રિયાઓનો અનાદર થઈ જાય છે. જે કર્મબંધનનું કારણ બની જાય છે). મેં આરાધ્યા નહીં, પાળ્યા નહીં, સ્વીકાર્યા નહીં અને વિધિ-ઉપયોગ રહિત, નિરાદરપણે કર્યા. તે આવશ્યકો આદરસત્કારપૂર્વક અને ભાવ-ભક્તિપૂર્વક કરવાં જોઈતાં હતાં, તેમ ન કર્યો. જ્ઞાનના ચૌદ, સમક્તિના પાંચ, બાર વ્રતના સાઠ, કર્માદાનના પંદર, સલ્લેખનાના પાંચ વગેરેના અતિચારો, તથા સાધુના ૧૨૫ અતિચારમાં તથા અનાચારણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિ કરી. આમ જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર વગેરે મેં સેવ્યાં,
Janeducation International
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૨
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ સેવરાવ્યાં અથવા અનુમોઘાં અને તે બધાં જાણતાં કે અજાણતાં, મનવચન-કાયાના યોગથી કર્યા તે માટે મને વારંવાર ધિક્કાર હો. તે સર્વે પાપકર્મો મારા મિથ્યા થાઓ.
“મેં જીવને અજીવ સહ્યા, પ્રરૂપ્યા; અજીવને જીવ સહ્યા, પ્રરૂપ્યા; ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સહ્યા, પ્રરૂપ્યા; સાધુને અસાધુ અને અસાધુને સાધુ સહ્યા, પરૂપ્યા; તથા ઉત્તમ પુરુષ, સાધુ મુનિરાજ, સાધ્વીજીની સેવા ભક્તિ યથાવિધિ માનતાદિ નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી તથા અસાધુઓની સેવા ભક્તિ આદિ માનતા, પક્ષ કર્યો; મુક્તિના માર્ગમાં સંસારનો માર્ગ યાવત્ પચ્ચીસ મિથ્યાત્ત્વમાંના મિથ્યાત્વ સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યાં, મને કરી, વચને કરી, કાયાએ કરી; પચ્ચીસ કષાય સંબંધી, પચીસ ક્રિયા સંબંધી, તેત્રીશ આશાતના સંબંધી, ધ્યાનના ઓગણીસ દોષ, વંદનાના બત્રીસ દોષ, સામાયિકના બત્રીસ દોષ અને પોસહના અઢાર દોષ સંબંધી મને, વચન, કાયાએ કરી જે કાંઈ પાપ દોષ લાગ્યા, લગાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” શબ્દાર્થ (૧) માનતાદિ = ઉપાસ્ય વ્યક્તિઓના વ્યક્તિત્વ, કર્તૃત્વ, ચારિત્ર આદિમાં આસ્થા કરવી અને તેમની પ્રતિષ્ઠા વધારવી. (૨) પક્ષ કરવો = તરફદારી કરવી. નોંધ : દોષોની સંખ્યા ઘણી હોવાને કારણે તેની વિગત અહીં આપી નથી. સ્થાનકવાસી થોકડામાંથી જોઈ લેવા વિનંતિ છે. ભાવાર્થ: હે પ્રભુ ! મેં જીવને અજીવ અને અજીવને જીવ, ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ, સાધુને અસાધુ અને અસાધુને સાધુ તરીકેની શ્રદ્ધા તથા પ્રરૂપણા કરી. ઉત્તમ પુરુષ સાધુ, મુનિરાજ, સાધ્વીજીની સેવા ભક્તિ યથાર્થ વિધિપૂર્વક તેમની માન્યતાદિ કરી નહીં, કરાવી
Page #198
--------------------------------------------------------------------------
________________
બૂદ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૮૩
નહીં અને અનુમોદી નહીં, તથા અસાધુઓની સેવા ભક્તિ વગેરેમાં માન્યતા કરીને તેમની તરફેણ કરી. મોક્ષમાર્ગમાં સંસારનો માર્ગ આદર્યો, તેથી પચ્ચીસ જાતના મિથ્યાત્વ સેવ્યાં, સેવરાવ્યાં તથા અનુમોદ્યો અને મન-વચન-કાયાથી કર્યા. પચ્ચીસ જાતના કષાયના દોષ, પચ્ચીસ પ્રકારનાં ક્રિયાનાં દોષ, તેત્રીસ આશાતનાના દોષ, ઓગણીસ ધ્યાનના દોષ, બત્રીસ વદંનાના દોષ, બત્રીસ સામાયિકના દોષ અને અઢાર પોષહના દોષ, તે સર્વે મનથી, વચનથી અને કાયાથી કરતા જે કાંઈ પાપ દોષ લાગ્યાં, લગાવ્યાં, અનુમોઘાં, તેથી મને વારંવાર ધિક્કાર હો. તે સર્વ પાપ મારા મિથ્યા થાઓ - મિથ્યા થાઓ.
મહામોહનીય કર્મબંધનાં ત્રીસ સ્થાનકને મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યો; શીલની નવ વાડ, આઠ પ્રવચન માતાની વિરાધનાદિ તથા શ્રાવકના એકવીસ ગુણ અને બાર વ્રતની વિરાધનાદિ મન, વચન, અને કાયાએ કરી, કરાવી, અનુમોદી; તથા ત્રણ અશુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની સેવના કરી અને ત્રણ શુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની વિરાધના કરી; ચર્ચા, વાર્તા, વ્યાખ્યાનમાં શ્રી જિનેશ્વરદેવનો માર્ગ લોપ્યો, ગોપવ્યો, નહીં માન્યો, અછતાની સ્થાપના કરી-પ્રવર્તાવ્યો, છતાની સ્થાપના કરી નહીં અને અછતાની નિષેધના કરી નહીં, છતાની સ્થાપના અને અછતાને નિષેધ કરવાનો નિયમ કર્યો નહીં, કલુષતા કરી તથા છ પ્રકારે જ્ઞાનાવરણીય બંધના બોલ તેમજ છ પ્રકારના દર્શનાવરણીય બંધના બોલ યાવત્ આઠ કર્મની અશુભ પ્રકૃતિ બંધના પંચાવન કારણે કરી, વ્યાસી પ્રકૃતિ પાપોની બાંધી, બંધાવી, અનુમોદી, મને કરી, વચને કરી, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.”
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૪
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
શબ્દાર્થ: (૧) મહામોહનીય = ઉત્કૃષ્ટ સ્થિતિવાળું મોહનીય કર્મ – અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ માટે ઉત્કૃષ્ટ આ મોહનીય તે સીત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ છે. અને સાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને અંત:કોડાકોડી સાગરોપમવાળુ આ મોહનીય કર્મ હોય છે. (૨) શીલની નવ વાડ = બ્રહ્મચર્યની નવ વાડ (આગળ આવી ગઈ છે.) (૩) આઠ પ્રવચનમાતા = જેના નિમિત્તથી જિન પ્રવચન ઉદ્ભવે છે, જિનવાણીનો વિસ્તાર થાય છે અને જેના પાલનથી સાધક દશાનો પ્રારંભ, સંવર્ધન અને સંરક્ષણ થાય છે. તેને પ્રવચનમાતા કહે છે. તે પાંચ સમિતિ અને ત્રણ ગતિ રૂપ છે. સમિતિ એટલે પાંચ મહાવ્રતોની રક્ષા માટે કરાતી પ્રવૃત્તિ. તે ઈર્યા, ભાષા, એષણા, આદાન નિક્ષેપણા અને પ્રતિષ્ઠાપના – આમ પાંચ પ્રકારો છે. એટલે કે પ્રમાદ ત્યજી યત્નાપૂર્વક પ્રવર્તવું તે સમિતિ છે. અને શુભાશુભ પ્રવૃત્તિઓનો નિરોધ તે ગુપ્તિ છે. તે ત્રણ પ્રકારે છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. આમ આત્મસ્વરૂપમાં જ લીનતા થવી તે ગુપ્તિ છે. (૪) શ્રાવકના એકવીસ ગુણ = લજ્જાવંત, દયાવંત, પ્રશાંત, પ્રતીતવંત, પરના દોષ ઢાંકનાર, પરોપકારી, સૌમ્યદ્રષ્ટિવંત, ગુણગ્રાહી, સહનશીલતાવાન, સૌને પ્રિય, સત્ય અને સદાચારનો પક્ષ કરનાર, મિષ્ટભાષી, દીર્ઘદ્રષ્ટા, વિશેષજ્ઞ, શાસ્ત્રજ્ઞાનનો મર્મજ્ઞ, કૃતજ્ઞ, તત્ત્વજ્ઞ, ધર્મજ્ઞ, મધ્યસ્થ વ્યવહારી, સહજ વિનયવંત અને પાપક્રિયાઓથી રહિત.( આ ગુણો સમયસાર નાટકના આધારે લીધા છે.) (૫) ત્રણ અશુભ લેશ્યા = કૃષ્ણ, નીલ અને કાપોત (૬) ત્રણ શુભ લેશ્યા = પીત, પદ્ધ અને શુકલ (૭) કલુષતા = કુરતા – દુષ્ટપણું. ભાવાર્થ : હે પ્રભુ! મેં મહામોહનીયના કહેવાતાં ત્રીસ સ્થાનકોને મન-વચન-કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં અને અનુમોદ્યો. બ્રહ્મચર્યની
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૫
J
બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ
નવ વાડ, આઠ પ્રવચનમાતા એટલે કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની વિરાધનાદિક કરી. શ્રાવકના એકવીસ ગુણ અને બાર વ્રતોની મનવચન અને કાયાથી વિરાધનાદિ કરી, કરાવી અને અનુમોદી તથા ત્રણ અશુભ લેશ્યાના લક્ષણોની અને બોલોની સેવના કરી અને ત્રણ શુભ લેશ્યાના લક્ષણોની અને બોલોની વિરાધના કરી. ચર્ચા, વાર્તા આદિ કરવામાં અને વ્યાખ્યાનોમાં શ્રી જિનેશ્વર ભગવંત પ્રણીત સન્માર્ગનું પ્રતિપાદન ન કર્યું. તે સન્માર્ગને છુપાવીને અન્યથા પ્રમાણે પ્રતિપાદન કર્યું. વળી તેને યથાર્થપણે માન્યો પણ નહીં. જે સિદ્ધાંતો જિનદેવે પ્રતિપાદન કર્યાં નથી તેને મેં પ્રતિપાદન કર્યાં અને જે સિદ્ધાંતો પ્રતિપાદન કરવાના હતાં તેને ન કર્યાં. આમ છતાંની સ્થાપના મેં ન કરી અને અછતાંની નિષેધના મેં ન કરી. છતાંની સ્થાપના અને અછતાંનો નિષેધ કરવાનો નિયમ કર્યો નહીં. વળી કલુષતા કરી તથા જ્ઞાનાવરણીય બંધના અને દર્શનાવરણીય બંધના પ્રત્યેકના છ છ બોલ અને આઠેય દ્રવ્યકર્મોની પાપ પ્રકૃતિઓ, બંધના પંચાવન કારણે કરી, બ્યાસી પ્રકૃતિઓ પાપોની બાંધી, બંધાવી અને અનુમોદી. તે સર્વ પ્રકૃતિઓ મન-વચન અને કાયાએ કરી, બાંધી, તેથી મને વારંવાર ધિક્કાર હો. તે સર્વ દુષ્કૃત્યો મા૨ા મિથ્યા થાઓ.
“એક એક બોલથી માંડી કોડાકોડી યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અનંતાનંત બોલ પર્યંત મેં જાણવા યોગ્ય બોલને સમ્યક્ પ્રકારે જાણ્યા નહીં, સા-પ્રરૂપ્યા નહીં તથા વિપરીતપણે શ્રદ્ધાન આદિ કરી, કરાવી, અનુમોદી, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.”
શબ્દાર્થ : બોલ = તત્ત્વ-પદાર્થ.
નોંધ : જૈન દર્શન પ્રમાણે પ્રયોજનભૂત તત્ત્વ કુલ સાત છે. જીવ,
:
Page #201
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્ય સંગ્રહ
અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. તેમાં પુણ્ય અને પાપ ઉમેરાતાં તત્ત્વ નવ પણ થાય છે. આ નવ તત્ત્વને નવ પદાર્થ પણ કહે છે. આ તત્ત્વોને શેય, હેય અને ઉપાદેય આમ ત્રણ વિભાગોમાં શાસ્ત્રકારોએ વિવેકપૂર્વક વિભાજીત કર્યાં છે. જ્ઞેય તત્ત્વ એટલે કે જાણવા યોગ્ય તત્ત્વો - સામાન્યપણે સાતેય છે, પણ વિશેષપણે માત્ર અજીવ તત્ત્વ છે. આ અજીવ તત્ત્વમાં મુખ્યતાએ પુદ્દગલ દ્રવ્ય છે. તે એક જ દ્રવ્ય રૂપી છે. માટે તે ઈન્દ્રિયગમ્ય બને છે. આ પુદ્ગલ દ્રવ્ય પોતે વિકાર કરે છે અને જીવદ્રવ્યને વિકાર થવામાં નિમિત્ત પણ બને છે. બાકીના ચાર દ્રવ્ય - ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તે સર્વ અરૂપી દ્રવ્ય છે અને પોતાના સ્વભાવમાં જ રહે છે. કદી વિકારી થતાં નથી અને અન્યને વિકારી કરવામાં કદી નિમિત્ત પણ બનતા નથી. આશ્રવ અને બંધ (પુણ્ય અને પાપ સાથે) હેય તત્ત્વો છે એટલે કે ત્યાગવા યોગ્ય તત્ત્વ છે, કારણ કે તે જીવના વિકા૨ અને વિકારના કારણ છે. જેથી જીવને સંસાર પરિભ્રમણ કરવું પડે છે. સંવર, નિર્જરા અને મોક્ષ તે ત્રણેય તત્ત્વો સ્વભાવ અને સ્વભાવ પ્રાપ્તિના કારણ છે. જેથી જીવ સિદ્ધ થાય છે. માટે તે ત્રણેય તત્ત્વો ઉપાદેય એટલે કે ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વ છે. આ બધાય તત્ત્વો જીવના આશ્રયે જ છે. માટે જીવ તત્ત્વ આશ્રય કરવા યોગ્ય ઉપાદેય છે. આમ હવે આ તત્ત્વોનું જ્ઞેય, હેય અને ઉપાદેયનું કથન આવે છે. સાધક અહીં પહેલા જ્ઞેય તત્ત્વની વાત કરે છે.
"
૧૮૬
ભાવાર્થ : હે પ્રભુ ! એક એક પદાર્થથી લઈ, સંખ્યાત, અસંખ્યાત, અનંતાનંત પદાર્થોમાં જે જાણવા યોગ્ય પદાર્થો છે તેને સમ્યક્ પ્રમાણે મેં જાણ્યાં નહીં, તેની શ્રદ્ધા કરી નહીં, અને પ્રરૂપણા કરી નહીં, તથા તે સર્વમાં વિપરીતપણે શ્રદ્ધાન વગેરે કરી, કરાવી અને અનુમોદી.
Page #202
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંવાદ
૧૮૭
વળી તે મન-વચન અને કાયાના યોગથી કરી. તે સર્વે દોષોને હું વારંવાર ધિક્કારું છું. તે મારા સર્વ દોષો મિથ્યા થાઓ.
એક એક બોલથી માંડી યાવતુ અનંતા બોલમાં છાંડવા યોગ્ય બોલને છાંડ્યા નહીં અને તે મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યાં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” ભાવાર્થ અહીં છાંડવા યોગ્ય બોલ એટલે હેય કરવા યોગ્ય બોલ – પદાર્થ (તત્ત્વ). આશ્રવ, બંધ, પાપ અને પુણ્ય આ ચાર તત્ત્વ હેય છે. અહીં સાધક કહે છે કે હે પ્રભુ! મેં મારામાં થતાં શુભાશુભ - વિકારી ભાવો કે જે આશ્રવ છે અને બંધના કારણ છે, તે સર્વે હેય કરવા યોગ્ય તત્ત્વ છે. એટલે કે છાંડવા યોગ્ય બોલ છે. તે એક એક બોલથી માંડી, યાવત અનંતા બોલમાં છાંડવા યોગ્ય બોલને મેં છાંડ્યા નહીં. એટલે કે તે બોલોનો મેં ત્યાગ કર્યો નહીં અને તે સર્વે મન, વચન અને કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં અને અનુમોઘાં તે સર્વ દોષોને હું વારંવાર ધિક્કારું છું. તે સર્વ દોષો મારા મિથ્યા થાઓ.
“એક એક બોલથી માંડી યાવતુ અનંતાનંત બોલમાં આદરવા યોગ્ય બોલ આદર્યા નહીં, આરાધ્યા-પાળ્યા-સ્પર્યા નહીં, વિરાધના ખંડનાદિક કરી, કરાવી, અનુમોદી, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” ભાવાર્થ: હવે અહીં ઉપાદેય બોલની વાત કરી છે. ઉપાદેય તત્ત્વો સંવર, નિર્જરા અને મોક્ષ છે. આ ત્રણેય સ્વભાવ અને સ્વભાવઉપલબ્ધિના હેતુ છે. માટે આદરવા યોગ્ય તત્ત્વો છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૮
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
સાધક હવે કહે છે કે હે પ્રભુ! એક એક બોલથી માંડી અનંતાનંત બોલમાં આદરવા યોગ્ય એટલે કે આચરણમાં મુકવા જેવા બોલને મેં આદર્યા નહી – આરાધ્યાં નહીં – પાલન કર્યું નહીં – સ્વીકાર કર્યો નહીં - પણ વિરાધના અને ખંડન આદિક કર્યું, કરાવ્યું અને અનુમોડ્યું. તે બધુંય મનથી – વચનથી અને કાયાથી કર્યું. તેથી મને વારંવાર ધિક્કાર હો. તે સર્વ મારા દોષો નિષ્ફળ થાઓ.
“હે જિનેશ્વર વીતરાગ! આપની આજ્ઞા આરાધવામાં જે જે પ્રમાદ કર્યો, સમ્યક પ્રકારે ઉદ્યમ નહીં કર્યો, નહીં કરાવ્યો, નહીં અનુમોદ્યો; મન, વચન, કાયાએ કરી અથવા અનાજ્ઞા વિશે ઉદ્યમ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો; એક અક્ષરના અનંતમા ભાગ માત્ર-કોઈ સ્વપ્રમાત્રમાં પણ આપની આજ્ઞાથી ન્યૂન-અધિક, વિપરીતપણે પ્રવર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
તે મારો દિવસ ધન્ય હશે કે જે દિવસે હું આપની આજ્ઞામાં સર્વથા પ્રકારે સમ્યપણે પ્રવર્તીશ.” ભાવાર્થ : અહીં જિનેશ્વર વીતરાગની – ઉપલક્ષથી ગુરુદેવની આજ્ઞાનું આરાધન કહેતાં, આજ્ઞાપાલનનું મહત્ત્વ દર્શાવ્યું છે. વચનામૃત પત્રક ૧૯૪માં ૫.કુ.દેવ જણાવે છે કે “સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે, ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા....”
એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.
સTIE ધખો મા III તળો |
Page #204
--------------------------------------------------------------------------
________________
આલોચનાદિ પ સંગ્રહ
૧૮૯
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર)” (વ. પૃ. ૨૬૦). વળી આચારાંગ સૂત્રમાં અન્ય જગ્યાએ પણ આવે છે કે,
બૃહદ્
-
आणाए मामगं धम्मं ।
અર્થાત્ મારો ધર્મ આજ્ઞામાં છે.
જીવ આજ્ઞાની બહાર જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે સ્વચ્છંદ પ્રવૃત્તિ છે. સ્વચ્છંદી વ્યક્તિ વિષય અને કષાયોથી ભરેલો હોય છે. પોતાનો અહમ્ છોડી શકતો નથી અને આવા અહંકારી વ્યક્તિની સર્વ સાધના દોષિત હોય છે. તેથી જિનેશ્વરદેવની અને ઉપલક્ષથી સદ્ગુરુદેવની આજ્ઞાની બહાર અંશમાત્ર પણ પ્રવૃત્તિ સાધકથી થઈ જાય ત્યારે અંતઃકરણપૂર્વક આલોચના કરીને જ ભાવશુદ્ધિ કરવી જોઈએ.
હવે અહીં સાધક કહે છે કે હે જિનેશ્વર વીતરાગ ! આપની આજ્ઞાના પાલનમાં મેં જે પ્રકારનો પ્રમાદ કર્યો - સાવધાન ન રહ્યો અને મન-વચન-કાયાએ કરી રૂડી રીતે - સમ્યક્ પ્રકારે ઉદ્યમ કર્યો નહીં, કરાવ્યો નહીં અને અનુમોદ્યો નહીં અથવા આજ્ઞાની વિરુદ્ધ ઉદ્યમ કર્યો, કરાવ્યો, અનુમોઘો તથા એક અક્ષરના અનંતમા ભાગ માત્ર એટલે કે અતિ સૂક્ષ્મપણે, કોઈ સ્વપ્ર માત્રમાં પણ આપની આજ્ઞાથી ન્યૂન અથવા અધિક વિપરીતપણે પ્રવર્તના મેં કરી હોય તો તેને હું વારંવાર ધિક્કારું છું. તે મારા સર્વ દોષો મિથ્યા થાઓ. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું આપની આજ્ઞામાં ઉપલક્ષથી સદ્ગુરુદેવની આજ્ઞામાં સર્વથા પ્રકારે રૂડી રીતે અર્થાત્ સમ્યક્ પ્રકારે પ્રવર્તીશ.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૦.
બૃહદ્ - આલોચનાદિ uધ સંગ્રહ
લિબાઘા = |
૧. અશુદ્ધ પ્રપણાની આલોચના:--
શ્રદ્ધા અશુદ્ધ પ્રરૂપણા, ક્રી કરસના સોય; અનજાને પક્ષપાતમેં, મિચ્છા દુક્કડ મોય. ૧.
સાધક અહીં પોતાના દોષોની કબૂલાત કરતા કહે છે કે, હે પ્રભુ! મેં કોઈ પણ વખતે કુદેવોને અગર અદેવોને, જેવા કે ગાય, નાગ, વૃક્ષ, નદી ઈત્યાદિને સત્યેવ તરીકે માનવાની શ્રદ્ધા કરી હોય, કુગુરુમાં સદ્ગુરુ તરીકેની અને અધર્મમાં ધર્મ તરીકેની શ્રદ્ધા કરી હોય. ઉપલક્ષથી પ્રયોજનભૂત તત્ત્વની વિપરીતપણે શ્રદ્ધા કરી હોય અને સર્વેની અશુધ્ધિપણે એટલે કે વિપરીતપણે કોઈપણ વખતે પ્રરૂપણા કરી હોય અથવા પરપદાર્થોમાં સ્પર્ધાદિ વિષયોથી કરી તેમાં આસક્તિ ઉપજાવી, ગ્રહણ કરવાના વિકારી ભાવો કર્યા હોય અથવા જાણતાં કે અજાણતાં આ બધાને માનવાનો પક્ષપાત કર્યો હોય તો તે મારા સર્વે દોષો મિથ્યા થાઓ – તે સર્વે મારા માઠા કૃત્યો નિષ્ફળ થાઓ. ૨. વિનયગુણનું પ્રદર્શન --
સૂત્ર અર્થ જાનું નહીં, અલ્પબુદ્ધિ અનજાન; જિનાભાષિત સબ શાસ્ત્રક, અર્થ પાઠ પરમાન. ૨.
અહીં સાધક પોતાનો લઘુતાગુણ દર્શાવી, પ્રભુને શરણે જઈ, મોક્ષમાર્ગમાં આગળ ધપાવવાની બધી જવાબદારી ભક્તિભાવપૂર્વક પ્રભુને ચરણે સોંપી દે છે, અને કહે છે કે હે જિનેશ્વર દેવ! હું તો આ પરમાર્થ માર્ગમાં અલ્પ બુદ્ધિવાળો અને અજ્ઞાની બાળક છું.
Page #206
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૯૧
આપની દિવ્ય વાણીના આધારે ગૂંથાયેલા શાસ્ત્રો અને સૂત્રોની સૂક્ષ્મતા જાણવાની મારામાં શક્તિ નથી. આપ તો આપ્તપુરુષ છો. આપની વિતરાગ વિજ્ઞાનરૂપ જિનવાણીથી બનેલા સર્વ શાસ્ત્રો તથા સૂત્રોના અર્થો અને પાઠો મારા માટે તો અતિ હિતકારી અને પરમ પ્રમાણ છે એમ જ હું માનું છું. કારણ કે તે આપના આત્માની શુધ્ધતાને સ્પર્શીને નીકળેલી અનુભવવાણી છે. માટે મને સમ્યશ્રધ્ધા અને સમ્યજ્ઞાન આપો કે જેથી હું તે સર્વને સમ્યક્ પ્રમાણે જાણી સમજીને મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવા આત્માનો અનુભવ કરી શકું. આવો ઉત્તમ વિનય ગુણ સાધકમાં જ્યાં સુધી ન પ્રગટે ત્યાં સુધી તેનો મોક્ષમાર્ગ ખુલ્લો થઈ શક્તો નથી. ૩. મિથ્યા શ્રદ્ધાની આલોચના --
દેવગુરુ ધર્મ સૂકું, નવ તત્ત્વાદિક જોય;
અધિક ઓછા જે કહ્યા, મિચ્છા દુક્કડ મોય. ૩. (આ દોહરો તે પહેલા વિભાગના દસમા દોહરાનું પુનરાવર્તન છે, જુઓ પૃષ્ઠ ૬૬)
- સાધક અહીં સદૈવ, સગુરુ, સધર્મ કે સત્શાસ્ત્રથી પ્રતિપાદિત નવ તત્ત્વાદિ સૂત્રોમાં કોઈપણ પ્રકારની ઉત્સુત્ર પ્રરૂપણા જાણતા કે અજાણતા પોતાથી થઈ ગઈ હોય તો તેની ભગવાન સમક્ષ અંતરના ઉદ્ગારથી આલોચના કરે છે. કારણ કે આ અનંતાનુબંધી કષાય છે, જે અનંત સંસારનું કારણ બને છે.
સદેવ, સદગુરુ અને સંધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદેવ, અસગુરુ, તથા અસધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં અનંતાનુબંધી કષાય” સંભવે છે,” (વ. પૃ. ૪૭૨) ઘણીવાર જીવ
Page #207
--------------------------------------------------------------------------
________________
હર્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
મતિની ન્યૂનતાથી અને મોહનીય કર્મના ઉદયથી એકાંત મતાગ્રહમાં તણાઈ જાય છે. તેથી સદેવ, સદ્ગુરુ અને સત્શાસ્ત્રથી પ્રતિપાદિત સૂત્રો કે જેમાં ઘણો સૂક્ષ્મ સા૨ ગર્ભિત હોય,; અક્ષર થોડા હોય અને અર્થ સર્વવ્યાપક હોય જેવાકે, નવ તત્ત્વ, છ દ્રવ્ય, છ પદ આદિ વિષયોના સૂત્રોનું, પોતાની મતિ કલ્પનાથી અર્થઘટન કરે છે અને અન્ય સાથે ખોટા વાદવિવાદ અને ખંડન-મંડનમાં પડી જાય છે. પરિણામે સંઘર્ષ થતાં કષાય જન્મે છે, અને પોતાના જ આત્માને અનર્થદંડ કરે છે. ખરેખર તો સૂત્રાદિના અર્થો ગુરુગમથી જ સમજવા જોઈએ.
૧૯૨
આમ, અહીં સાધક પ્રભુ પાસે યાચના કરે છે કે હે પ્રભુ! મારાથી સન્દેવ, સદ્ગુરુ કે સત્શાસ્રથી પ્રતિપાદિત કોઈપણ પ્રકારના સૂત્રોના કે નવ તત્ત્વાદિ વિશેના અર્થ કરતી વખતે સ્વચ્છંદથી કોઈપણ જાતની અધિકી કે ઓછી વિપરિતતા થઈ ગઈ હોય તો તે સર્વ ભૂલોની હું અંતઃકરણપૂર્વક ક્ષમા માંગું છું. તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ. ૪. મગસેલીઆ પત્થર જેવી દશાઃ-
હું મગસેલીઓ હો રહ્યો, નહીં જ્ઞાન રસભીંજ; ગુરુસેવા ન કરી શકું, ક્મિ મુજ કારજ સીઝ. ૪. મગસેલીઓ એક એવો વિશિષ્ટ પ્રકારનો તેલિયો પત્થર છે કે તેની ઉપર ગમે તેટલો મેઘ વ૨સે તો પણ તે ભીંજાય નહીં, એટલે કે કોરો અને કોરો જ રહે છે. વળી તેનો બીજો અર્થ એવો પણ થઈ શકે છે કે મગમાં રહેલા કોરડુ મગને ગમે તેટલી વાર બાફવા મુકીએ તો પણ તે નરમ પડતા નથી એટલે કે કડક જ રહે છે. અહીં સાધક કહે છે કે હે જિનેશ્વર દેવ! અનાદિકાળના કુસંસ્કારોને કારણે હું
Page #208
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
૧૯૩
મગસેલીઆ પથ્થર જેવો કે મગમાં રહેલા કોરડુ મગ જેવો થઈ રહ્યો છું. કારણ કે ગુરુદેવ તરફથી સસંગરૂપી જે આગમજ્ઞાનની વર્ષા વરસે છે તેની મને જોઈએ તેવી અસર થતી નથી, એટલે કે હું જ્ઞાનરસથી ભીંજાતો નથી કે નરમ થતો નથી. મારામાં જ્ઞાનબળ અને ઉપલક્ષથી વૈરાગ્યબળ કે ઉપશમબળ વર્ધમાન થવા પામતા નથી. વળી ગુરુદેવની ચરણોપાસના પણ કરી શકતો નથી એટલે કે તેમની આજ્ઞા પ્રમાણે હું વર્તતો નથી, તો હવે મારું પારમાર્થિક કાર્ય કેવી રીતે સિદ્ધ થઈ શકે? આમ મને વારંવાર વિચાર આવે છે કે આવી સ્થિતિમાં હું મોક્ષમાર્ગમાં આગળ પ્રગતિ કેવી રીતે કરી શકીશ? સાધક અહીં પોતાની જાતને પોતામાં ઉત્પન્ન થતાં મિથ્યાત્વ મોહનીય ભાવકર્મને ‘ ધિક્કારે છે. ૫. વિષયોથી થતાં કષાયો --
જાને દેખે જે સુને, દેવે સેવે મોય; અપરાધી ઉન સબનને, બદલા દેશું સોય. ૫.
જીવ મુખ્યત્વે ચૈતન્યસ્વરૂપ હોવાને લીધે, જાણવું અને દેખવું તે તેનો સહજ અને મુખ્ય સ્વભાવ છે. પણ અજ્ઞાની જીવ જ્યારે શેય પદાર્થોને ઈન્દ્રિયો દ્વારા જાણવાની ક્રિયા કરે છે ત્યારે તેનું જ્ઞાન તે પદાર્થો સાથે તલ્લીન થઈ જવાથી પોતે જ્ઞાનાકાર રહેવાને બદલે જોયાકાર થઈ જાય છે અને સારા નરસાના ભાવો કરી રાગ અથવા વૈષ કરે છે. જેથી તેને અનંત કર્મબંધન થાય છે. પરમ કૃપાળુ દેવ ઉપદેશ છાયા પાંચમાં જણાવે છે કે “ભાવજીવ એટલે આત્માનો ઉપયોગ જે પદાર્થમાં તાદાભ્યરૂપે પરિણમે તે રુપ આત્મા કહીએ. જેમ ટોપી જોઈ, તેમાં ભાવજીવની બુદ્ધિ તાદાભ્યપણે પરિણમે તો
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૪
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
ટોપીઆત્મા કહીએ. જેમ નદીનું પાણી, તે દ્રવ્ય આત્મા છે, તેમાં ક્ષાર, ગંધક નાંખીએ તો ગંધકનું પાણી કહેવાય. લૂણ નાંખીએ તો લૂણનું પાણી કહેવાય. જે પદાર્થનો સંજોગ થાય તે પદાર્થરૂપ પાણી કહેવાય. તેમ આત્માને જે સંજોગ મળે તેમાં તાદાભ્યપણું થયે, તે જ આત્મા તે પદાર્થરૂપ થાય. તેને કર્મબંધની અનંત વર્ગણા બંધાય છે, અને અનંત સંસાર રઝળે છે. પોતાના ઉપયોગમાં, સ્વભાવમાં આત્મા રહે તો કર્મબંધ થતો નથી.” (વ.પૃ.૬૯૮) સાધક આવા દોષોની કબૂલાત કરતા કહે છે કે હે પ્રભુ! જે જે પદાર્થોને હું દેખીને, સાંભળીને, ઉપલક્ષથી બીજી અન્ય ઈન્દ્રિયોથી અને મનથી જાણીને, અથવા કોઈને દાનાદિ દેતી વખતે, મારી સેવાચાકરી થતી હોય તે વખતે ઉપયોગની અસાવધાનીથી મારાથી કાષાયિક ભાવ થઈ ગયા હોય તો, તે સર્વનો હું અપરાધી હોવાને લીધે તે બદલાનો દેણદાર છું. કારણ કે હિસાબ મારે ચૂકવવો પડશે તે નિશ્ચિત જ છે. આમ સાધક પોતામાં થતા દોષોનું હૃદયથી પ્રભુ સમક્ષ આલોચના કરે છે, અને ભાવિકાળમાં ન કરવાનો સંકલ્પ કરે છે. ૬. પાણીમાં આગ લાગે તે આશ્ચર્ય --
જૈન ધર્મ શુદ્ધ પાયકે, વરતું વિષય ક્યાય; એહ અચંબા હો રહ્યા, જલમેં લાગી લાય. ૬.
જૈન દર્શનમાં ધર્મની મુખ્ય ચાર પ્રકારે વ્યાખ્યા કરી છેઃ (૧) વસ્તુનો જે સ્વભાવ, તે જ તેનો ધર્મ, (૨) ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણ ધર્મ, (૩) સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર એટલે કે રત્નત્રય એ ધર્મ અને (૪) અહિંસા એ જ પરમ ધર્મ. આમ અહીં સાધક આલોચના કરતા કહે છે કે હે જિનેશ્વર ભગવાન! આપથી પ્રણિત એવા આ ઉત્તમ
-
Page #210
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૯૫ અને શુદ્ધ જૈન ધર્મને પામ્યો હોવા છતાં પણ જો હું, વિષય અને કષાયમાં મોહવશ વર્તન કરું, એટલે કે પર પદાર્થોમાં અહંતા અને મમતાના વિકારી ભાવો કરી અને તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિના પ્રસંગમાં રાગદ્વેષ કરું, તો જેમ જે પાણી આગ બુઝાવવામાં કામ લાગે તેમાં જ જો આગ લાગે તો તે આશ્ચર્યકારક જ ઘટના ગણાય, તેમ મારા જેવા આત્માર્થી સાધક માટે આવું અપરાધી વર્તન થાય તે ખૂબ અચંબો પમાડનારી બીના ગણાય. આમ સાધક પોતાની આવી અયોગ્ય દશાની કબૂલાત કરી તેમાંથી છૂટવા માટે આલોચના કરે છે, જેથી તે વિષય અને કષાયમાંથી નિવૃત્તિ પામી, જલ્દીથી આત્મશુદ્ધિ પામે, અને અંતિમ લક્ષ્યને સિદ્ધ કરે. ૭. મોહના કારણો --
એક ક્નક અરુ ામિની, દો મોટી તરવાર; ઊડ્યો થો જિન ભજનકું, બિચમેં લિયો માર. ૭.
સાધક અહીં પોતાની વર્તમાન પરિણતિની દશાનો ઉલ્લેખ કરતાં કહે છે કે હે પ્રભુ! એક બાજુ કનક - સોનું, અર્થાત્ પરિગ્રહ અને બીજી બાજુ કામિની – સ્ત્રી અર્થાત્ ભોગસામગ્રી; આ બંને મોટી જોરદાર તરવારો મારા માથે ભમી રહી છે. જે મારા આધ્યાત્મિક જીવનનો નાશ કરવાવાળી નીવડી રહી છે. જ્યારે હું, જિનદેવની આજ્ઞા પ્રમાણે ભજન કરવા એટલે કે ભાવપૂર્વક ભક્તિ અને આરાધના કરવા માટે તત્પર થાઉં છું ત્યાં તે તરવારો એટલે કે તેનાથી થતાં અશુભ વિકલ્પો મારા સાધક જીવનમાં વચ્ચે આવી અને વિક્ષેપ પમાડી, મને સાધનામાં મારે છે એટલે કે અસાવધાન કરી દે છે.
..
.
.W
A _jainelibrary.org
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૬
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ આમ અનાદિકાળથી થતી પરિગ્રહની મૂછનો અને અસત્ વાસનાના કારણે, સાધકના ચિત્તમાં તથારૂપ અધ્યાત્મ રુચિ લાંબો સમય ટકી શકતી નથી. જેથી સાધના જોઈએ તેવી પરિણામ પામતી નથી. બીજી દ્રષ્ટિથી જોતા ભોગસામગ્રી એટલે મુખ્યત્વે મૈથુન અને પરપદાર્થોમાં મૂછભાવ એટલે પરિગ્રહ. આ બંને સંજ્ઞાઓ છે. સંજ્ઞા એટલે કંઈ પણ આગળ પાછળની ચિતવન શક્તિવિશેષ અથવા સ્મૃતિ. એ જ્ઞાન ગુણનો જ એક વિભાગ છે. સંજ્ઞા કુલ ચાર છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ ચારેય સંજ્ઞાઓ એકેન્દ્રિયથી માંડી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના દરેક સરાગી જીવોમાં અનાદિકાળથી અચૂક રહેલી છે. સૂક્ષ્મ મૈથુન સંજ્ઞા નવમા અને પરિગ્રહ સંજ્ઞા દશમા ગુણસ્થાનને અંતે જાય છે, ત્યારે જ જીવ વીતરાગ થાય છે. આમ શાસ્ત્રકારોનું કથન છે. આ દોહરો જૈનેતરોમાં પણ પ્રસિધ્ધ છે. તેમાં “જિન ભજનકુંના સ્થાને હરિ ભજનકું આવે છે. ૮. ત્યાગનો સ્વાંગ અને અમીરીની આશા --
સંસાર છાર તજી ફરી, છારનો વેપાર કરું, પહેલાંનો લાગેલો કચ, ધોઈ કીય બીચ ફરું; તેમ મહાપાપી હું તો, માનું સુખ વિષયથી,
રી છે ફકીરી એવી, અમીરીના આશયથી. ૮.
સાધક આ સવૈયામાં અજ્ઞાનવશ પોતાથી થતા અપરાધોની કબૂલાત કરતા કહે છે કે હે પ્રભુ! સંસાર છાર એટલે રાખ કહેતા, સંસારની કર્મમલરૂપ મલીનતાને સમજીને તજું તો છું, પણ ફરી પાછો કોઈ ને કોઈ બહાને તેવી જ મલીનતા વધુ ઉત્પન્ન થાય તેવો ઉદ્યમ પણ કરું છું. જેથી પહેલાંનો લાગેલો કર્મરૂપી કિચડનો ઘટાડો થવાને
Page #212
--------------------------------------------------------------------------
________________
છંદ – આલોચનાદિ વધે સંગ્રહ
૧૯૭
બદલે તે વધવા પામે છે. જેમ શરીર કાદવથી ગંદું થયું હોય ત્યારે, નાહી ધોઈને તેને સાફ તો કરું છું પણ પાછો તેવા જ કાદવવાળા માર્ગમાં ભ્રમણ કરવા લાગું છું, જેથી ફરી કાદવથી વધુ મલીન થવા પામું છું. આમ હે નાથ! ગજસ્નાન જેવી મારી સંસારી સર્વ ક્રિયાઓ થયા કરે છે. જેમ હાથી પોતાના મલીન શરીરને સ્નાન કરી, સ્વચ્છ તો કરે છે પણ ફરી પોતે જ પોતાની ઉપર ધૂળ અને માટી ઉડાડી પોતાના શરીરને વધુ ગંદું કરી નાંખે છે. અહીં સાધક દ્રવ્ય કર્મનો ઉદય, તેના નિમિત્તથી અજ્ઞાનવશ ભાવકર્મનું ઊપજવું, અને તેથી નવા દ્રવ્ય કર્મનો બંધ થવો – આ વિષચક્રનો સ્વીકાર કરતા કહે છે કે મારી કર્મોદય વખતે થતી નિર્જરા તે હાથીના સ્નાન સમાન નિરર્થક બને છે. વળી હે પ્રભુ! પરમાર્થને અંતરના અભિપ્રાયથી યથાર્થ રીતે ન સમજતો હોવાથી, વ્રતાદિ સર્વ અનુષ્ઠાનો - ધાર્મિક ક્રિયાઓ જે હું કરું છું, તે પણ મારા વિષયસુખ અને સાંસારિક વૈભવ વધે તે અર્થે, નિદાનયુક્ત આશયથી કરું છું. આમ હું ફકીરીનો અર્થાત્ ત્યાગનો સ્વાંગ રચીને, અમીરીની આશા સેવું છે. આ પ્રકારનો માયાચાર કરીને, મારો અનંત સંસાર વધારી દઉં છું. એટલે જ હું ખરેખર મહાપાપી છું. મને વારંવાર ધિક્કાર છે. ૯. અજ્ઞાનીની અંતરંગ મુંઝવણઃ
ત્યાગ ન જ સંગ્રહ , વિષય વચન જિમ આહાર; તુલસી એ મુજ પતિતડું, વારંવાર ધિક્કાર. ૯.
આ દેહરાનું, કોઈક તુલસીદાસ નામના અધ્યાત્મ કવિની રચનામાંથી લઈ, અહીં સંકલન કર્યું હોય તેમ લાગે છે. તુલસી નામના સાધક પોતે પ્રભુ સમક્ષ ભક્તિ કરતાં કહે છે કે હે પ્રભુ!
Page #213
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ
અનાદિકાળથી હું વિષય કહેતાં પંચેન્દ્રિયના સર્વ વિષયોમાં, વચન કહેતાં મન, વચન અને કાયાના ત્રણેય યોગથી અને આહાર કહેતાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચારેય સંજ્ઞાઓમાં, તન્મયપણે વર્તતો હોવાથી, મને પરપદાર્થોમાં પરિગ્રહ અને મમતાભાવ રહ્યા કરે છે. તેથી હું તે તે પદાર્થોનો અંતરથી ત્યાગ કરી શકતો નથી. અજ્ઞાની જીવ, પરપદાર્થોમાંથી સુખ મળશે તેવી વિપરીત માન્યતાથી પીડાતો હોવાથી તેમાં મુંઝાયા કરે છે અને સંગ્રહ કરવાના વ્યર્થ પ્રયત્નો કર્યા કરે છે, પરિણામે રાગ-દ્વેષના વિકારી ભાવો કરી અનંત સંસાર વધારે છે. સાધક અહીં કહે છે કે મારા જેવા આ પતિતને એટલે કે મારામાં ઉદય પામતા આવા પાપને હું વારંવાર ધિક્કારું છું . આમ સાધક પણ અહીં પોતાની મલિન અવસ્થાનો સ્વીકાર કરે છે અને ... નિરંતર થતાં આવા દોષોને નિંદે છે.
સર્વોત્તમ
ભાવનાઃ-
કામી પટી લાલચી, ઋણ લોહકો દામ; તુમ પારસ પરસંગથી, સુવરન થાશું સ્વામ.
૧૯૮
૧૦.
હે પ્રભુ! હું કામી કહેતા અત્યંત વિષયાભિલાષી, કપટી કહેતા માયાચારી-દગાબાજ, લાલચી કહેતા સ્વાર્થી એટલે કે કંઈક ને કંઈક ખોટી રીતે મેળવી લેવાની ઈંતેજારી રાખ્યા કરવાવાળો અને વળી લોખંડ જેવો અતિ કઠોર, અવગુણોવાળો જીવ છું. એટલે કે મારામાં વૈરાગ્ય, સરળતા, કોમળતા, કરુણાદિ જેવા ગુણોનો અંત૨થી અભાવ વર્તે છે. પરમ કૃપાળુ દેવ ‘અંતિમ સંદેશ’ની નવમી કડીમાં કહે છે કે,
“મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર;
કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.” (વ.પૃ.૬૫૯)
૧૦.
Page #214
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૯૯
આમ જ્યાં સુધી સાધકમાં આવા સગુણો પ્રગટ થવા ન પામે ત્યાં સુધી તે પરમાર્થ માર્ગમાં પ્રથમ ભૂમિકામાં પણ આવ્યો ન ગણાય. અહીં સાધક પારસમણિના રૂપકથી પ્રભુને કહે છે કે હે સ્વામિન્! આપ તો પારસમણિ સમાન છો. જેમ પારસમણિનો લોખંડ સાથે સંગ થતા તે સુવર્ણ બની જાય છે એટલે કે કઠોર અને હીન કિંમતવાળુ લોખંડ પણ સરળ અને કિંમતી એવું સુવર્ણ બની જાય છે તેમ આપના સંગથી એટલે કે આપની આજ્ઞા પ્રમાણે વર્તવાથી, મારા સર્વ અવગુણો અને અજ્ઞાનનો નાશ થઈ જશે. અને હું સગુણોયુક્ત જ્ઞાની થઈ શકીશ. સાધક અહીં પોતાની અવસ્થામાં પ્રભુ જેવા સર્વજ્ઞ થવાની ઉત્તમ ભાવના ભાવે છે. ૧૧. પ્રભુ-શરણાગતિઃ--
જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન; રુણાનિધિ કૃપાળુ હે શરણ રાખ, હું દીન. ૧૧.
જપ એટલે પોતાના ઈષ્ટદેવના નામ મંત્રનું આવર્તન (મૌખિક કે માળાથી). તપ એટલે ઈચ્છાઓના નિરોધ માટે બાહ્ય તથા અત્યંતર રીતે કરવામાં આવતી ક્રિયાઓ. સંવર એટલે આશ્રવનો નિરોધ-અર્થાત નવીન કર્મોનું સમ્યક્તાદિ સદ્દગુણો દ્વારા આગમન રોકવું તે. અને સમતા એટલે મોહ અને ક્ષોભરહિત આત્માનું નિર્મળ પરિણામ. વાસ્તવમાં આને જ ચારિત્ર કહેવાય અને તે જ ખરેખર ધર્મ છે. આમ સાધક અહીં પ્રભુ સમક્ષ પોતાની દીનતાની કબૂલાત કરતા કહે છે કે હે પ્રભુ! હું જપ, તપ, સંવર કે સમતા આદિ જેવા ચારિત્ર ધર્મથી હીન છું એટલે કે આના અનેક અનુષ્ઠાનો હું કરું તો હું પણ
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૦
. બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
તે અંતરના ઉપયોગપૂર્વક સ્વરૂપલક્ષે થતા નથી. માટે, હે કરૂણાના ભંડાર કૃપાળુ ભગવાન! હું આપનું શરણ સ્વીકારું છું. મારા જેવા ગુણ-હીન સાધક માટે આપનું શરણ એ જ એક આધાર છે. તેથી તે દયાળુ! આ ગરીબને શરણું આપજો, જેથી મારી સર્વ પારમાર્થિક ક્રિયાઓ સફળ થાય અને હું મોક્ષમાર્ગમાં જલ્દીથી યોગ્ય પ્રગતિ કરી શકું. ૧૨. મારી લાજ રાખજો, હે પ્રભુ -- નહિ વિધા નહિ વચનબળ, નહિ ધીરજ ગુણ જ્ઞાન; તુલસીદાસ ગરીબકી, પત રાખો ભગવાન. ૧૨.
આ દોહરો પણ ઉપરના નવ નંબરના દોહરાના રચયિતા તુલસીદાસ કવિની રચનામાંથી લીધો હોય તેમ લાગે છે. અહીં તુલસીદાસ એટલે કે સાધક પોતે પરમાર્થ માર્ગમાં પોતાની લઘુતા બતાવતા કહે છે કે હે દીનદયાળુ પ્રભુ! મારામાં, વિદ્વત્તા નથી એટલે કે ઊંડી સમજણનો અભાવ છે; વાચા શક્તિ નથી, જેથી સ્વાધ્યાયનું બીજું અંગ જે “પૃચ્છના છે તે મારામાં વચનબળના અભાવના કારણે, ઉપયોગી થતું નથી, જેથી મારી પારમાર્થિક આશંકાઓ દૂર થતી નથી, પરિણામે શાસ્ત્ર-અધ્યયનરૂપ સ્વાધ્યાય નામનું ઉત્તમ તપ હું યોગ્ય રીતે કરી શકતો નથી; મારામાં ધીરજ નો અભાવ છે – એટલે કે મને ચારિત્રમાં સ્થિરતા આવતી નથી અને વળી જ્ઞાનગુણ કહેતા સમ્યજ્ઞાનનો પણ અભાવ હોવાને કારણે અને ઉપલક્ષથી સમ્મશ્રદ્ધા ગુણના અભાવને કારણે મારી આત્મભ્રાંતિ દૂર થતી નથી. સાધક અહીં પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! આમ આત્મવિકાસ કરવા માટેના કોઈ વિશિષ્ટ ગુણ મારામાં નથી. તેથી આવા મહાદોષોથી
Page #216
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંવાદ
૨૦૧
ભરેલા આ પામરની લાજ રાખજો, એટલે કે સદ્બુદ્ધિ આપજો જેથી હું મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની સમ્યક્સમજણ પામું અને આ પરમાર્થ માર્ગમાં ત્વરાથી પ્રગતિ કરી શકું. ૧૩. અજ્ઞાનીમાંથી સિદ્ધ બનવાની પ્રક્રિયા --
આઠ ર્મ પ્રબળ ક્રી, ભમીઓ જીવ અનાદિ; આઠ ર્મ છેદન કરી, પાવે મુક્તિ સમાધિ. ૧૩.
વિષય અને કષાયને સમયે સમયે આધીન થઈ જવાથી, મિથ્યાદ્રષ્ટિ જીવને, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એવા ચાર ઘાતકર્મ તથા નામ, ગોત્ર, અને વેદનીય એવા ત્રણ અઘાતી કર્મ, આવી સાતેય કર્મ પ્રકૃતિઓનો બંધ નિરંતર પડ્યા કરે છે. તેથી જીવનું અનાદિ કાળનું ભવભ્રમણ ચાલુ રહ્યા કરે છે. આઠમુ આયુષ્ય કર્મ ચાલુ જીવનકાળ દરમિયાન એક જ વખત બંધાય છે. તે વખતે જ તેના આવતા ભવની ગતિ અને આયુષ્ય નિશ્ચિત થઈ જાય છે. આમ આઠેય કર્મોને જીવ અજ્ઞાનવશ સતત પ્રબળ કરતો હોવાથી તેનું ચારેય ગતિની ચોર્યાસી લાખ જીવયોનિમાં નિરંતર અનાદિકાળથી પરિભ્રમણ થયા કરે છે. પરિણામે આધિ, વ્યાધિ અને ઉપાધિ તેમજ જન્મ, જરા અને મરણના મહાદુઃખો તે ભોગવ્યા કરે છે. મોક્ષસુખનો અભિલાષી એવો સાધક જીવ, આ ભવભ્રમણમાંથી બહાર નીકળવાનો દ્રઢ સંકલ્પ કરતો હોવાથી પોતાના પુરુષાર્થની નબળાઈથી બંધાતા આવા આઠે કર્મોનો છેદ કરવા પ્રયત્નશીલ બને છે. પ્રથમ આરંભ અને પરિગ્રહ કે જે વૈરાગ્ય અને ઉપશમના કાળ સમાન છે તેને, પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાનુસાર વર્તીને મંદ કરે છે અને વૈરાગ્ય, ઉપશમ અને ભેદજ્ઞાનનું બળ વધારી, તત્ત્વશ્રદ્ધાન કરવાનો પુરુષાર્થ આદરે છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૨ '
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ જેથી તેના ફળ સ્વરૂપે, સાધકને શુદ્ધ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે જે ક્રમશઃ આગળ વધીને, પૂર્ણ સમાધિદશા-મોક્ષદશા સુધી પહોંચાડે છે. સાધક આવી સમાધિ પામી મુક્તિસુખ પામવાની અંતરથી ભાવના ભાવે
છે.
૧૪. અવિવેક એ જ અજ્ઞાન --
સુસા જૈસે અવિવેક હું, આંખ મીચ અંધિયાર; મડી જાલ બિછાયકે, કશું આપ ધિક્કાર. ૧૪.
સાધક અહીં પોતામાં થતાં દોષોને નીચે પ્રમાણેના બે રૂપક સાથે સરખાવી, તેને ધિક્કારે છે. પહેલા રૂપકમાં, સુસા કહેતા સહરાના રણમાં થતું, ઊડી ન શકે તેવું, શરીરથી ખૂબ મોટુ અને વજનમાં ખૂબ ભારે એવું પક્ષી, જેને શાહમૃગ કહે છે. (આ “સુસા' શબ્દ સ્પષ્ટ રીતે સમજી શકાયો નથી પણ “શાહમૃગ જેવો અર્થ અહીં બેસે છે). તેને માટે એમ કહેવાય છે કે જ્યારે દિવસે કોઈક શિકારી તેને મારવા માટે તેની પાછળ પડે, ત્યારે તે પોતાની આંખ બંધ કરીને રેતીમાં માથું નાંખી દે છે અને અંધારુ વહોરી લે છે. જાણે પોતે કાંઈ ન જોઈ શકે તેથી શિકારી પણ તેને ન જોઈ શકે તેવી ખોટી કલ્પના કરે છે. આમ પોતાના જ વિવેકપણાના અભાવને કારણે, તે શિકારીના હાથમાં ફસાય છે અને મરણને શરણ થઈ જાય છે. તેવી જ રીતે અજ્ઞાની જીવો અનાદિકાળથી, મોહનીય કર્મના ઉદયમાં અંધ બની, અવિવેકપણાને લીધે, વ્યર્થ કલ્પનાઓ કરી, વિભાવ ભાવોમાં ફસાય છે. પેલું પક્ષી તો એક જ વાર મરણને શરણ થાય છે પણ અજ્ઞાની જીવો તો ભવોભવ આમ ભાવમરણને શરણ થયા કરે છે. બીજું રૂપક મકડી એટલે કે કરોળિયાનું આપે છે. જેમ કરોળિયો પોતે જ પોતાની લાળથી જાળ
Page #218
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ
બનાવે છે અને પોતે જ તેમાં ફસાય છે અને તરફડિયા મારી બહાર નીકળવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે, પણ અંતે મરણને શરણ થાય છે. તેમ અજ્ઞાની જીવ પોતે જ પોતાની અસાવધાનીપણાને કારણે, મોહને વશ થઈ કર્મોરૂપી જાળ બાંધે છે અને તેમાં ફસાય છે. ઉદય વખતે તેમાંથી નીકળવા તરફડીયા મારે છે અને અશાતાના દુ:ખો ભોગવી મરણને શરણ થાય છે. આમ ભવોભવ ચાલ્યા કરે છે. સાધક અહીં આલોચના કરતા કહે છે કે હે પ્રભો! હું પોતે જ વિવેકથી શૂન્ય છું. આંખો બંધ કરીને અજ્ઞાનરૂપી અંધકારમાં દોડી રહ્યો છું અને શાહમૃગ અને કરોળિયા જેવું જીવન જીવી રહ્યો છું. મારી આ પ્રકારની કુબુદ્ધિ માટે મને વારંવાર ધિક્કાર હો.
--
૧૫.
વિષય-કષાય અગ્નિ સમાનઃ-
સબ ભક્ષી જિમ અગ્નિ હું, તપીઓ વિષય ાય; અવછંદા અવિનીત મેં, ધર્મી ઠગ દુઃખદાય. ૧૫.
૨૦૩
જેમ અગ્નિના તાપમાં જે કાંઈ વસ્તુ હોમાય તે સર્વનું તે ભક્ષણ કરી દે છે. અથવા તે વસ્તુ અન્ય વસ્તુમાં રૂપાંતર પામી જાય છે. જેમ કે પાણી વરાળ રૂપે, લાકડું કોલસા રૂપે થઈ જાય છે ઈત્યાદિ. તેમ હું પણ વિષય અને કષાયરૂપી અગ્નિથી નિરંતર બળ્યા કરું છું. તેથી મારામાં રહેલા સદ્દગુણો નાશ પામે છે અને તે તેના પ્રતિપક્ષી દુર્ગુણોમાં રૂપાંતર થઈ જાય છે. જેમ કે મારામાં રહેલો ક્ષમા ગુણ તે ક્રોધમાં પરિણમી જાય છે. સંતોષગુણ તે લોભ કે પરિગ્રહ રૂપે પરિણમે છે ઈત્યાદિ. આમ મારામાં થતાં વિષય અને કષાયરૂપી વિકારી ભાવોના નિમિત્તથી મારા સ્વાભાવિકગુણો વૈભાવિકગુણોમાં પરિણમી જાય છે. તેથી સાધક અહીં આલોચના કરતાં પ્રભુને કહે છે કે હે
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૪
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ
પ્રભો! મારી ભોગવૃત્તિ ભયંકર છે. હું સર્વભક્ષી અગ્નિ સમાન બની ગયો છું. બસ, ભોગ જ મારું લક્ષ્ય બની રહ્યું છે. હું અપછંદઈચ્છાનુસા૨, ખોટા વ્યવહાર કરવાવાળો અવિનીત છું. હું મને ધાર્મિક કહેવડાવું છું. પરંતુ મારામાં રહેલી ઠગારી વૃત્તિઓ હજુ ક્યાં બંધ થઈ છે? હું મને પોતાને અને અન્યને પણ ઠગ્યા કરું છું. આવો મારો દોષિત વ્યવહાર મને સુખકારી કેવી રીતે થઈ શકે? તે તો મને દુ:ખદાયી જ નીવડે, તે હું સમજુ તો છું પણ મોહથી લાચાર છું. હે નાથ! મને આ અપરાધોથી બચાવો.
૧૬. ઘર છોડ્યું તો બીજે વળગ્યો:--
હા ભયો ઘર છાંડકે, તજ્યો ન માયા સંગ; નાગ ત્યજી જિમ કાંચલી, વિષ નહિ તજિયો અંગ. ૧૬. આ દોહરામાં મુખ્યતાથી આશ્રમોમાં અથવા નિવૃત્તિક્ષેત્રમાં રહેતા સાધકો માટેનું ચિંતન છે. અહીં સાધક પ્રભુને કહે છે કે હે પ્રભો! મને મારી સ્થિતિનો વિચાર આવે છે કે, મેં મારું ઘરબાર, કુટુંબ-પરિવાર આદિ બાહ્ય વૈભવ તો છોડ્યા પણ તેથી શું થયુ? જે છોડ્યા વગર આત્મશુદ્ધિ થઈ જ ન શકે તે તો મેં હજુ છોડ્યા જ નથી. એટલે કે મેં હજુ માયા-છળકપટ તો છોડ્યા નથી અને સંગ કહેતા પરપદાર્થોમાં આસક્તિનો ભાવ પણ ક્યાં છોડ્યા છે? અથવા માયાસંગ શબ્દોને સંધિ રૂપે સાથે લઈએ તો અર્થ થશે - પરિગ્રહના ભાવ મેં હજુ ક્યાં છોડ્યા છે? મારી તો પ્રભુ નાગ જેવી સ્થિતિ છે કે જેમ નાગ પોતાની ઉપરથી કાંચલી એટલે કે ચામડીનો ત્યાગ તો કરે છે પણ પોતામાં રહેલું ઝેર તો અંશ માત્ર પણ છોડતો નથી. સાધક, આમ માયાના સંગમાંથી છૂટવાની અને પરમાર્થમાં યોગ્યતા વધા૨વાની ઉત્તમ ભાવના ભાવે છે.
WAR
Page #220
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૨૦૫ ૧૦. અજ્ઞાની - પર્યાયથી પામર --
પુત્ર કુપાત્ર જ મેં હુઓ, અવગુણ ભર્યો અનંત; સાહિત વૃદ્ધ વિચારકે, માફ ક્રો ભગવંત. ૧૭.
જેમ કોઈ કુટુંબમાં કોઈ એક પુત્ર કપૂત તરીકે જન્મે કે જે અવિનીત, લાલચી, મહાક્રોધી, માયાચારી, સપ્તવ્યસનલંપટાદિ અનેક દુર્ગુણથી ભરેલો હોય તો તે કુટુંબના વૈભવનો સર્વનાશ કરી નાંખે છે. તેમ, સાધક અહીં પ્રભુ સમક્ષ કહે છે કે હે પ્રભુ! હું પણ એવો જ પરમાર્થ દ્રષ્ટિથી કુપાત્ર છું, જેથી મારા આત્માના સ્વાભાવિક વૈભવનો મેં સર્વનાશ કરી નાંખ્યો છે. કારણ કે હું અનંત દુર્ગુણોથી ભરેલો છું કે જેનું મૂળ તો મિથ્યાત્ત્વ જ છે. આપ તો સર્વ જીવોના હિતચિંતક છો તથા વૃદ્ધ વિચારવાનું કહેતા ઉત્કૃષ્ટ પાકટ એવા સુવિચારવાન છો. માટે મારા તે સર્વ અવગુણોને માફ કરો. મારી આ વિપર્યાસ બુદ્ધિને સુબુદ્ધિમાં ફેરવી આપો. સાધક અહીં પોતાની પર્યાયમાં આવી પામરતા છે તેની કબૂલાત કરતાં, પ્રભુ સમક્ષ ભક્તિભાવથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેની પ્રાર્થના કરે છે. પરમકૃપાળુદેવ પણ ભક્તિના વીસ દોહરામાં , પ્રભુ સમક્ષ આવી જ અજ્ઞાની જીવની પર્યાયમાં પામરતા બતાવે છે અને કહે છે :
“અધમાધમ અધિકો પતિતે, સકલ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું?”(વ.પૃ. ૨૯૬) ૧૮. વીર પ્રભુને નિવેદન --
શાસનપતિ વર્ધમાનજી, તુમ લગ મેરી દોડ; જેસે સમુદ્ધ જહાજ વિણ, સૂઝત ઓર ન ઠોર. ૧૮.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૬
બૃહદ્ - આલોચનાદિ વધ સંગ્રહ
જેમ સમુદ્રને પાર કરવા માટે જહાજના આશ્રયની જરૂર પડે છે તેમ સાધકને સંસારરૂપી રત્નાકર પાર કરવા માટે વીતરાગદેવરૂપી જહાજના આશ્રયની જરૂર પડે છે. ભગવાનનો આશ્રય કરવો એટલે ભગવાનના દ્રવ્ય, ગુણો અને પર્યાયને જાણી તેમના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરવી. જેથી પોતાની શુદ્ધ સ્વરૂપ દશા પ્રગટ થાય. સાધક અહીં પ્રાર્થના કરે છે કે હે ભરતક્ષેત્રના આ કાળના શાસનનાયક મહાવીર પ્રભુજી! મારી પણ આ સાધનારૂપી પારમાર્થિક દોડ આપ સુધી પહોંચવા માટેની જ છે. એટલે કે આપના જેવા થવા માટેની છે. જેમ સમુદ્રમાં જહાજ ચાલી રહ્યું હોય અને તેની ઉપર કોઈ એક પક્ષી બેઠું હોય; ત્યારે મધદરિયે, તે પક્ષી ઉડી ઉડીને બીજે ક્યાં જાય? તેનું આશ્રયસ્થાન હવે તે જહાજ જ છે. તેમ હે પ્રભો! હું માનવભવ પામ્યો છું. અને વળી ભવસાગરમાં ભટકી રહ્યો છું. આપનો મને આશરો મળ્યો છે. તો હવે આપનું અને આપના શાસન એટલે કે આપે પ્રણીત કરેલો વીતરાગ ધર્મ સિવાય મારે માટે સુરક્ષિત સ્થાન બીજું કોઈ મને દેખાતું નથી. ૧૯. ગુરુદેવને નિવેદન --
ભવભ્રમણ સંસાર દુઃખ, તાા વાર ન પાર; નિલભી સદ્ગુરુ બિના, કવણ ઉતારે પાર. ૧૯.
આગળના દોહરામાં વર્ધમાનસ્વામી ઉપલક્ષથી સર્વ અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન શરણરૂપ છે તેમ બતાવ્યું હતું. હવે અહીં સગુરુ ભગવંત ઉત્તમ શરણરુપ છે તેમ બતાવ્યું છે. પંચપરમેષ્ઠિમાં પહેલાં બે પદ ભગવાનના છે અને છેલ્લા ત્રણ પદ
Page #222
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચનાદિ uધે સંગ્રહ
મુનિ ભગવંતોના છે એટલે કે નિગ્રંથગુરુના છે. સાધક અહીં કહે છે કે હે પરમકૃપાળુ સદ્ગુરુદેવ! અનાદિકાળના મારા સંસાર પરિભ્રમણમાં અજ્ઞાનવશ મેં આધિ, વ્યાધિ, ઉપાધિ અને જન્મ, જરા, મરણ જેવા પારાવાર - પાર વગરના એટલે કે અનંત અસહ્ય દુઃખો સહન કર્યો છે. આ દુઃખોમાંથી આપ જેવા નિઃસ્પૃહી અને નિર્મોહી સદ્ગુરુદેવ સિવાય બીજુ કોણ પાર ઉતારી શકે? આ સર્વ દુઃખોનું મુખ્ય કારણ માત્ર, મારામાં રહેલું અગૃહિત મિથ્યાદર્શન છે. જ્યાં સુધી શુદ્ધ સમકિત પ્રગટે નહીં ત્યાં સુધી અંશ માત્ર પણ સાચું સુખ ન પ્રગટે. ખરેખર તો ધર્મની શરૂઆત જ સમ્યગ્દર્શનથી થાય છે. ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ના બારમા દોહરાના અર્થમાં ૫૨મકૃપાળુદેવ જણાવે છે કે “સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહિ અને સ્વરૂપ સમજયા વિના ઉપકાર શો થાય? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે’(વ.પૃ.૫૩૩). આમ સદ્ગુરુના અવલંબનથી જીવને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, અને મોક્ષમાર્ગ ખુલ્લો થાય છે. સાધક અહીં સદગુરુનું અંતરથી શરણ ગ્રહણ કરે છે. વ્યવહારથી સન્દેવ તથા સદ્ગુરુ ઉત્તમ શરણરૂપ છે અને નિશ્ચયથી પોતાનો જ્ઞાયકદેવ જ શરણરૂપ છે.
―
“શ્રી પંચપરમેષ્ઠી ભગવંત ગુરુદેવ મહારાજ, આપની સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર, તપ, સંયમ, સંવર, નિર્જરા આદિ મુક્તિમાર્ગ યથાશક્તિએ શુદ્ધ ઉપયોગ સહિત આરાધન, પાલન, સ્પર્શન કરવાની આજ્ઞા છે. વારંવાર શુભ ઉપયોગ સંબંધી સજ્ઝાય, ધ્યાનાદિક અભિગ્રહ-નિયમ પચખાણાદિ કરવા, કરાવવાની, સમિતિ-ગુપ્તિ આદિ સર્વ પ્રકારે આજ્ઞા છે.”
૨૦૭
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૮
બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ
શબ્દાર્થ : (૧) શુદ્ધ ઉ૫યોગ = રાગ-દ્વેષના વિકારોથી રહિત – જ્ઞાતાદ્રષ્ટારૂપ સ્થિતિ અથવા નિજ આત્મ સ્વરૂપમાં સ્વાભાવિક રમણતા. (૨) શુભ ઉપયોગ = પ્રશસ્ત ભાવ - (જે પુણ્ય કર્મબંધનું કારણ છે.) આ આલોચના અધ્યાત્મ પધ્ધતિથી રચાયેલી છે. તેથી અહીં ઉપયોગ શબ્દ વાપર્યો છે. ઉપયોગના ત્રણ ભેદ છે. શુદ્ધ, શુભ અને અશુભ. જ્યારે આગમપધ્ધતિ અનુસાર યોગ અને કષાયને કર્મબંધના કારણો કહ્યાં છે. મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદને કષાયમાં ગર્ભિત કરેલ છે. યોગના પણ બે પ્રકાર છે ઃ શુભ અને અશુભ. (૩) સજ્ઝાય = સ્વાધ્યાય (૪) અભિગ્રહ અમુક પ્રકારના નિયમો. ભાવાર્થ : અહીં પંચેપરમેષ્ઠિ ભગવંતોની આજ્ઞા પ્રથમ ચાહી છે. પરંતુ આ બધા તો પરોક્ષ રૂપે હોવાને કારણે પ્રત્યક્ષ ગુરુદેવ મહારાજની પણ આજ્ઞા માંગી છે. સાધકની કક્ષા પ્રમાણે પ્રત્યક્ષ ગુરુદેવ સમ્યરૂપથી આજ્ઞા પ્રદાન કરે છે. અહીં તપ, સંયમ આદિ શબ્દો વાપરી ચારિત્રની મુખ્યતાથી મોક્ષમાર્ગ કહ્યો છે, જે સંયમી મહાત્માઓને મુખ્યતાએ લાગુ પડે છે. અને આધ્યાત્મિક સાધકોને તેમની ભૂમિકા અનુસાર લાગુ પડે છે. સાધક હવે આલોચના વિધિને અંતે પ્રાર્થના કરે છે કે હે પંચપરમેષ્ઠિ ભગવંત! હે ગુરુદેવ મહારાજ! આપની હું નીચે મુજબની આજ્ઞા માંગું છું. આપ અનુગ્રહ કરીને તે આપો એવી મારી નમ્ર વિનંતી છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર, તપ, સંયમ, સંવર, નિર્જરા આદિ મોક્ષમાર્ગને અર્થે મારી યથાશક્તિ પ્રમાણે, શુદ્ધ ઉપયોગ સહિત, આરાધન, પાલન, સ્વીકાર કરવાની આજ્ઞા આપો. વારંવાર શુભ ઉપયોગ સંબંધી સ્વાધ્યાય, ધ્યાનાદિક નિયમો, પચ્ચખાણાદિ કરવા, કરાવવાની તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આદિ સર્વ પ્રકારે પ્રવર્તવાની આજ્ઞા આપો.
=
-
Page #224
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૨૦૯
૧. અંતિમ નિવેદન -- નિશે ચિત શુધ મુખ પઢત, તીન યોગ થિર થાય; દુર્લભ દીસે કાયરા, હલુ કમ ચિત ભાય. ૧.
આ બૃહદ્ આલોચનાને જે જીવ નિચે ચિત એટલે કે એકાગ્ર ચિત્તથી અર્થાત્ ચિત્તની ચંચળતા દૂર કરી, શુદ્ધ મુખ અર્થાત્ શુદ્ધ ઉચ્ચારણ અને યત્નાપૂર્વક, સ્વમુખે ભણશે અથવા પારાયણ કરશે, તો તેના મન, વચન અને કાયાના ત્રણેય યોગ સ્થિરતાને પામશે, એટલે કે તેને શાંતિનો અનુભવ થશે. વળી જે હળુકર્મી અને સાધનામાં યોગ્ય રુચિવાળા જીવો હશે તો તેમના હૃદયમાં આ આલોચના પાઠ બરાબર વસી જશે. અને જે કાયર અર્થાત્ ભારેકર્મી જીવો કે જેને આલોચના કરતાં કંટાળો આવતો હશે અથવા આને અરુચિપૂર્વક ગણશે તો તેને લાભદાયી થશે નહીં; અર્થાત્ તેમને આનું ફળ દુર્લભ નીવડશે.
આમ અહીં ગ્રંથકર્તા આ દોહરાથી સાધકને શુદ્ધભાવ અર્થે આલોચના કરવાની સત્ પ્રેરણા આપે છે, અને જણાવે છે કે આત્મશુદ્ધિ માટે આલોચના એ એક ઉચ્ચ કોટિનું સાધન છે. જેના મોહનીય કર્મો મંદ પડ્યા હશે તેવા જીવો જ ભાવપૂર્વક આલોચના ભણી શકશે. ૨. અંતિમ ક્ષમા-વાચના:--
અક્ષર પદ હીણો અધિક, ભૂલચૂક જ્હી હોય; અરિહા સિદ્ધ નિજ સાખસેં, મિચ્છા દુક્કડ મોય. ૨. આ બૃહદ્ આલોચનાનો છેલ્લો દોહરો છે. અહીં સાધક
Page #225
--------------------------------------------------------------------------
________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
આલોચના ભણતા કોઈપણ જાતના, જાણતાં કે અજાણતાં અતિચાર થઈ ગયા હોય તો તેની પ્રભુ સમક્ષ અંતરથી ક્ષમા માંગે છે. અને કહે છે કે હે પ્રભુ! આ બૃહદ્ આલોચના કરતા શ્રી જિનેશ્વરદેવના માર્ગથી કોઈપણ પદમાં એક અક્ષર માત્રની પણ મેં ભૂલચૂક કરી હોય અથવા એકેય અક્ષર ઓછો કે વધારે ભણ્યો હોય, એટલે કે ઉપલક્ષથી આગમ અને તેમાં રહેલાં સૂત્રોના અર્થ કરતાં મારાથી કોઈ દોષ થઈ ગયો હોય, ધ્યાન વિના શૂન્ય ઉપયોગે કરી સૂત્ર ભણ્યા હોય, કોઈ પદ ઓછું ભણાયું હોય, વિનયરહિત ભણાયું હોય, મન, વચન અને કાયાના યોગ સ્થિર રહ્યા વગર ભણાયું હોય, शुद्ध ઉચ્ચાર રહિત ભણાયું હોય, તો તે સર્વ દોષોની હું અરિહંત અને સિદ્ધ ભગવાન તથા મારામાં રહેલા શુદ્ધ આત્મદેવ - જ્ઞાયકની સાક્ષીએ, અંતઃકરણપૂર્વક ક્ષમા માંગું છું. તે સર્વે મારા દુષ્કૃત્યો નિષ્ફળ થાઓ.
૨૧૦
ભૂલચૂક મિચ્છામિ દુક્કડં.
-
બૃહદ્ – આલોચના સમાપ્ત
卐 海事
Page #226
--------------------------------------------------------------------------
________________