________________
૯૦.
બૃહદ્ - આલોચનાદિ uધ સંગ્રહ
બ્રહ્મસ્વરૂપ એટલે કે સ્પર્શ, રસ, ગંધ કે વર્ણથી રહિત એવો અમૂર્તિક એવો ભગવાન આત્મા, જે શક્તિ અપેક્ષાએ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ જ હોય છે તે, કર્મના ઉદયકાળે, પોતાનાં સહજાત્મસ્વરુપમાં ન રહી શકવાના કારણે વિકારી ભાવો કરે છે; જે ભાવકર્મ કહેવાય છે. તેના નિમિત્તથી તેને નવા દ્રવ્યકર્મનું બંધન થાય છે અને કર્મ પ્રમાણે નવા નવા શરીરો તેને ધારણ કરવા પડે છે. જેથી ભાવકર્મ અને દ્રવ્યકર્મનું વિષચક્ર ચાલ્યા કરે છે. આમ દેહરૂપી પીંજરામાં પુરાઈને, અનાદિકાળથી અમૂર્તિક એવા આત્મદેવને ભવચક્રમાં આંટા મારવાની જાણે કે સહજ ટેવ પડી ગઈ છે. સાધક અહીં ભવચક્રરુપી વિષચક્રમાંથી યોગ્ય પુરુષાર્થ કરી છૂટવાની ભાવના ભાવે છે. ૬. જીવ - પુગલનો સંયોગ સંબંધ:-- ફૂલ અત્તર, ઘી દૂધમેં, તિલમેં તૈલ છિપાય; ચું ચેતન જડ ક્રમ સંગ, વંધ્યો - મમતા પાય. ૬.
પુલ પરમાણુઓમાંથી બનેલાં દ્રવ્યકર્મો અને નોકર્મો એટલે કે દેહ સાથે જીવદ્રવ્ય અનાદિકાળથી એકત્રાવગાહરૂપે બંધાયેલો છે. એટલે કે જીવ ગર્ભિતપણે દેહમાં છુપાયેલો છે. અને જેમ ફૂલમાં અત્તર, દૂધમાં ઘી અને તલમાં તેલ જે દેખાતા નથી છતાં પણ તે સર્વનું અસ્તિત્ત્વ તો તેમાં છે જ. પરંતુ તે બધા એવી રીતે મળી ગયા છે કે આપણને તેના અસ્તિત્વનો બોધ જ થતો નથી. તે જ પ્રમાણે જીવનો દેહ સાથેનો સંબંધ થઈ ગયો છે. આને દેહાત્મદ્રષ્ટિ કહેવાય છે.
જીવ ચેતન દ્રવ્ય છે જ્યારે કર્મો અચેતન-જડ છે. બંને દ્રવ્યો તત્ત્વથી તદન ભિન્ન છે પણ મોહનીય કર્મના ઉદયના નિમિત્તથી જીવ આ પરપદાર્થોમાં મમત્વ કરે છે, અને સ્વામીપણાનો ભાવ કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org