________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
જેને વિભાવ ભાવો કહે છે અને તેથી પોતાની અવસ્થામાં રાગદ્વેષરૂપી અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. આ વિભાવ ભાવોનું નિમિત્ત પામી કાર્યણ વર્ગણાઓ કે જે જીવ અને દેહ સાથે એક ક્ષેત્રાવગાહમાં ઠાંસી ઠાંસીને રહેલી છે તે જીવના વિભાવ ભાવો અનુરૂપ, કર્મરૂપે પરિણમી જાય છે. આમ બન્ને દ્રવ્યોમાં અન્યોન્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધો ઉત્પન્ન થાય છે અને આ જડ કર્મો અને ચેતન, ક્ષીર અને નીરની માફક સંયોગ સંબંધથી બંધાઈ જાય છે. જેના કારણે જીવ નવા નવા દેહ ધારણ કરી ભવભ્રમણ કર્યા કરે છે.
. પરપદાર્થોમાં પોતાપણું:--
૯૧
જો જો પુદ્ગલકી દશા, તે નિજ માને હંસ; યાહી ભરમ વિભાવનેં બઢે મકો વંશ. 9.
કર્મો ત્રણ પ્રકારના છે. જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, દેહાદિ નોકર્મ અને રાગાદિ ભાવકર્મ. દ્રવ્યકર્મના ઉદય વખતે, અજ્ઞાનને લીધે, જીવને દેહાધ્યાસ વર્તે છે અને ભ્રાંતિથી દેહ અને દેહથી સંબંધિત એવા કુટુંબાદિ ૫૨૫દાર્થોમાં તેને અહંત્વ, મમત્વ, કર્તૃત્ત્વ અને ભોકતૃત્ત્વના ભાવ ઉત્પન્ન થાય છે. જે રાગાદિ ભાવકર્મો છે. પોતે દ્રવ્યથી શુદ્ધ, ચૈતન્યસ્વરૂપ, અવિનાશી એવો આત્મા હોવા છતાં મિથ્યાત્વ દશાને કારણે આ કર્મ પુદ્ગલોની દશા જ પોતાની દશા છે તેમ માને છે. પુદ્ગલ તો પરદ્રવ્ય છે જ, પરંતુ રાગાદિ વિકારો પણ કર્મજન્ય હોવાથી જીવના સ્વભાવરૂપ નથી તેથી તે પણ પરરૂપ જ છે. આ જ જીવની બહિરાત્મ દશા છે. આમ ભ્રાંતિથી એટલે કે કલ્પના માત્રથી જ તે વિભાવ દશામાં રાગાદિ ભાવ કરે છે, પરિણામે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી કર્મબંધનનો વંશ વધારે છે અને સંસાર પરિભ્રમણ કર્યા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org