SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ શબ્દાર્થ : (૧) ૫૨પરિવાદ = પર નિંદા - અન્યની નિંદા કરવી. ભાવાર્થ : અહીં ‘પર’ શબ્દ વાપર્યો છે. જીવ પોતાની નિંદા કદી કરતો નથી, પણ તેને અન્યની નિંદામાંજ મઝા આવે છે. આત્મનિંદા પાપ નથી તે તો ખરેખર આલોચના જ છે. આત્મનિંદા પોતાના દોષો ઉપરની અરુચિના કારણે થતી હોય છે. જ્યારે પરનિંદા અન્યના ગુણોમાં અફ્રેંચ,ઈર્ષા આદિના ભાવ થવાથી થાય છે. જે અપ્રશસ્ત હોવાથી પાપના જ ભાવ છે. પરનિંદા એ એવું પાપ છે કે જેમાં બહુ જોર કરવું પડતું નથી, અને તેને કરવા, કરાવવા કે અનુમોદન કરવામાં જીવને મનોરંજન થાય છે. આથી જીવે પરનિંદાના ભાવ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી આવશ્યક બને છે. હે પ્રભુ! મેં અન્યના અવગુણ અવર્ણવાદ બોલ્યા, બોલાવ્યા અને અનુમોદ્યા છે, તેથી મને વારંવાર ધિક્કાર છે. મારા તે સર્વ પાપ મિથ્યા થાઓ. સોળમું રતિ-અરતિ પાપસ્થાનક:-- ૧૭૪ May “પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયો, ૨૪૦ વિકારો છે તેમાં મનગમતામાં રાગ કર્યો, અણગમતામાં દ્વેષ કર્યો; સંયમ તપ આદિમાં અરિત કરી, કરાવી, અનુમોદી તથા આરંભાદિ અસંયમ, પ્રમાદમાં રતિભાવ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.’” શબ્દાર્થ : (૧) રતિ = વિષયોમાં થતાં વિકારોમાં રમણતા કરવી, (૨) અરતિ = વૈરાગ્યના અભાવમાં - વિષયોમાં ગ્લાનિ થવી તે અતિ છે. (૩) પાંચ ઈન્દ્રિયોના ૨૩ વિષયો - સ્પર્શેન્દ્રિયના આઠ = શીત, ઉષ્ણ, લૂખો, ચીકણો, કોમળ, કઠોર, હલકો અને ભારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy