SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ ૬૩ સિદ્ધિ પામે છે. આમ શ્રી ગુરુદેવ વાદળ સમાન છે અને તેમની કૃપા વર્ષા સમાન છે. ૬. મંગળાચરણ - ઉપસંહાર -- પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર પહિચાન; કર્મ અરિ ભાજે સબી, હોવે પરમ લ્યાન. ૬. અજ્ઞાની જીવ અનાદિ કાળથી અનંત કર્મોથી બંધાયેલો છે. કર્મના ઉદય વખતે પોતે અસાવધાનપણે વર્તતો હોવાથી, કર્મોદયનું નિમિત્ત પામીને પોતે વિકારી ભાવો કરે છે. પરિણામે નવીન કર્મો ઉપાર્જન કરે છે. આમ કર્મનો ઉદય, તેથી થતા વિભાવ ભાવો, અને તેના નિમિત્તથી નવીન કર્મોનો બંધ – આમ કર્મનું વિષચક્ર ચાલ્યા કરે છે, જે અનાદિ કાળથી અજ્ઞાનવશ આજ પર્યત સુધી ચાલુ જ છે. જેનું મુખ્ય કારણ, પરપદાર્થો અને પરભાવોના સંયોગમાં એકત્વ , મમત્વ, કર્તૃત્વ અને ભાતૃત્વરૂપે થતી બુદ્ધિ છે. પણ આત્માર્થી સાધક હવે પંચ પરમેષ્ઠિ ભગવંતની ભક્તિમાં સમજીને ઉપયોગપૂર્વક અને પૂરજોશથી પોતાના ભાવમનને જોડે છે. આ પ્રકારના શુભ ભાવોમાં રહેવાથી કષાયોની મંદતા થાય છે અને સાધક ક્રમે કરીને છેક પ્રાયોગ્ય લબ્ધિ સુધી પહોંચે છે. પછી વારંવાર વિવેકપૂર્વક તત્ત્વ વિચારમાં ઉપયોગને જોડતા, ઉત્કૃષ્ટપણે સ્વ-પરનું ભેદ વિજ્ઞાન આરાધતા અને પરિણામોની વિશેષપણે વિશુદ્ધિ થતાં, કોઈ એક ધન્ય પળે તે કરણલબ્ધિમાં પ્રવેશે છે અને શુદ્ધ સમકિત પ્રાપ્ત કરે છે. આ જ મોક્ષમાર્ગનું પહેલું પગથિયું છે. પછી ચારિત્રમોહનીય કર્મનો ક્રમે ક્રમે સંપૂર્ણ ક્ષય કરીને, સર્વ કર્મશત્રુઓનો નાશ કરે છે અને અંતે પરમ પદને પામે છે. આમ જ્ઞાયકના લક્ષે કરેલી પંચપરમેષ્ઠિ ભગવંતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy