________________
૧૫ર
બૃહદ્ – આલોચનાદિ પદે સંવાદ
રહેલા છએ કાય જીવોનાં દ્રવ્યપ્રાણ મેં અતિ નિર્દય રીતે અનંતવાર હણ્યા છે; અને અઢારેય પ્રકારનાં પાપસ્થાનકોમાં મેં પ્રવૃત્તિઓનું અને વૃત્તિઓનું વિના વિચાર કર્યો, સેવન કર્યું છે. આમ મેં, મારા આત્માને અનાદિ કાળથી અનંત પ્રકારે અનર્થદંડ કરી, અનંતપાપ પ્રકૃતિઓ બાંધી, અનંતસંસાર પરિભ્રમણ કરી, અનંતદુ:ખો ભોગવ્યા છે. હવે આ ભવભ્રમણમાંથી છૂટવાનો ઈચ્છક એવો સાધક અહીં, પોતાથી થઈ ગયેલા પાપોનું પ્રાયશ્ચિત્ત અને વર્તમાનકાળમાં પણ જાણતાં કે અજાણતાં થઈ જતા દોષોની પ્રભુ અને ગુરુ સમક્ષ કબૂલાત કરી, અંતરથી આલોચના કરે છે અને ભાવિકાળમાં એવા અપરાધો નહીં કરવાનો દઢ સંકલ્પ કરે છે. હવે ગદ્યમાં લખેલી આલોચના જે મૂળ હિન્દી ભાષામાં છે તેનું ગુર્જર ભાષાંતર મૂક્યું છે તેને સંક્ષેપમાં સમજીએઃ (નોંધઃ- આ વિભાગમાં ઘણાં પારિભાષિક શબ્દોનો ઉપયોગ થયો હોવાથી, ભાવાર્થ લખતાં પહેલાં શક્ય બન્યા છે એટલા શબ્દોના અર્થ જણાવ્યા છે, જેથી ભાવાર્થ સમજવામાં સરળતા રહેશે.)
આજ સુધી આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં કુગુરુ, કુદેવ અને કુધર્મની સહણા, પ્રરૂપણા, ફરસના, સેવનાદિક સંબંધી પાપદોષ લાગ્યા તે સર્વે મિચ્છા મિ દુક્કડં.” શબ્દાર્થ: (૧) કુગુરુ = જિનાગમથી વિપરીત વર્તનારા ગુરુ - અજ્ઞાની ગુરુ (૨) કુદેવ = વીતરાગ-અરિહંત દેવથી વિપરીત સ્વરૂપવાળા દેવ. (૩) કુધર્મ = કેવળી પ્રણિત દયામય ધર્મથી વિપરીત સ્વરૂપવાળો હિંસાદિયુક્ત ધર્મ. (૪) સહણા = શ્રદ્ધા (૫) પ્રરૂપણા = ઉપદેશ આપવો – પ્રતિપાદન કરવું – સમજાવવું (૬) ફરસના = સ્વીકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org