________________
બુ – આલોચનાદિ ધ સંવાદ
૧૫૩
કરવો. (૭) સેવના = સેવા કરવી – આજ્ઞાપાલન કરવું. (૮) મિચ્છા મિ દુક્કડ = મારા તે દુષ્કૃત નિષ્ફળ થાવ – મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ. ભાવાર્થ : સાધક પ્રથમ, વ્યવહાર સમ્યક્ત પ્રગટ થવામાં થતાં દોષોની આલોચના કરે છે અને કહે છે કે, હે પ્રભુ! આજ સુધી આ ભવમાં કે પહેલાંના સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભવમાં મેં કુગુરુ અર્થાત્ આત્મજ્ઞાન વિનાના-અજ્ઞાની–બાહ્યત્યાગ કદાચ થોડો ઘણો હોય પણ અંતરંગ પરિણતિ પરમાર્થમાર્ગથી વિપરીત હોય તેવા ગુરુ; કુદેવ અર્થાત્ રાગી, શસ્ત્રધારી, કુળધર્મના કહેવાતા માત્ર આરાધ્યદેવ - ઉપલક્ષથી અદેવ અર્થાત્ ગાય, નંદિ, નાગ, પીપળાનું વૃક્ષ, નદી વગેરે પ્રકારના અદેવ; કુધર્મ અર્થાત હિંસાયુક્ત ધર્મ – આ સર્વેની મેં શ્રદ્ધા કરી હોય, તેમના ઉપદેશ પ્રમાણે અન્યને સમજાવ્યા હોય, તેમણે પ્રતિપાદન કરેલા તત્ત્વોનો સ્વીકાર કર્યો હોય, તેમની સેવા કરી હોય એટલે કે તેમની આજ્ઞા પ્રમાણે વર્તન કર્યુ હોય તો તે સર્વે મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ.
“અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કષાયપણે, અશુભયોગે કરી, પ્રમાદે કરી અપછંદ-અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છા મિ દુક્કડં.” શબ્દાર્થ: (૧) અજ્ઞાન = મિથ્યાત્વ સહિતનું જ્ઞાન (૨) મિથ્યાત્વ = કલ્પના માત્રથી અહંત, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્ત્વાદિના ભાવ કરવા (૩) અવ્રત = શ્રાવકના બાર વ્રત (પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત) તથા મુનિના પાંચ મહાવ્રતાદિ વિનાના વ્રત (૪) કષાય = પચ્ચીસ કષાય જેવા કે : ક્રોધ, માન, માયા અને
લોભ, તેના ૪ પ્રકાર = અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org