________________
બૃહદ્
આલોચનાદિ પદ્ય સંગ્રહ
૧૪૭
(૫) યોગ : મન, વચન અને કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશોમાં ચંચળતા થવી-સ્પંદનો થવા અને તેથી કર્મોનું ખેંચાણ થવું તેને યોગ કહે છે.
કર્મબંધના ચાર પ્રકારો છેઃ- પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. મન, વચન અને કાયાના યોગથી કર્મોની પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે, જ્યારે કષાયથી સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. વિષયોની આસક્તિથી કષાય જન્મે છે. એટલે અહીં કહે છે કે વિષય અને કષાયનો ઉપશમ અને મન, વચન, કાયાના યોગની સંવરરૂપી ક્રિયાઓ વિવેકપૂર્વક અને યત્નાથી કરવામાં આવે, તો કર્મો આવતાં રોકાય છે, અને પૂર્વ કર્મો ઉદયમાં આવી નિર્જરી જાય છે, પરિણામે કર્મોરૂપી રોગોથી થતા આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ દુઃખો ઘટવા પામે છે. આમ કર્મોની સંવ૨ અને નિર્જરા વધતાં વધતાં, સર્વ કર્મોનો આત્યંતિક ક્ષય થાય છે, જન્મ, જરા મરણના સર્વ દુઃખ દૂર થાય છે અને જીવ અનંત આનંદનું ફળ આગામી અનંત કાળ સુધી ભોગવે છે. સાધક આવી ભાવના ભાવે છે. ૨૩. આરાધના અને નિષ્કર્ષ:--
રોગ મિટે સમતા વધે, સમક્તિ વ્રત આરાધ; નિવૈરી સબ જીવસે, પાવે મુક્તિ સમાધ. ૨૩. અજ્ઞાની જીવને અનાદિ કાળથી દર્શન મોહનીય કર્મના ઉદયને કારણે આત્મસ્રાંતિ નામનો મહારોગ વર્તે છે, જે અનંતાનુબંધી કષાયોનું કારણ બને છે. તેથી જીવને અનંત કાળ સુધી ભવ પરિભ્રમણ કર્યા કરવું પડે છે. આ મહા રોગ મટાડવાનો એક માત્ર ઉપાય તે આત્મજ્ઞાન એટલે કે શુદ્ધ સમક્તિ પ્રાપ્ત કરવું તે છે. આમ સમકિત
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International