SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ -- ૨૨. અનંત સુખ પ્રાપ્ત કરવાનો ઉપાયઃ- ઉપશમ વિષય ક્યાયનો, સંવર તીનું યોગ; કિરિયા જતન વિવેક્યું, મિટે ર્મ દુઃખરોગ. ૨૨. સૌ પ્રથમ આ દોહરામાં વપરાયેલા થોડા પારિભાષિક શબ્દોના અર્થ સમજીએ. (૧) ઉપશમ : “ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે; અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય-કલેશ તેનું મંદ થવું તે ‘ઉપશમ’ છે.” (વ.પૃ. ૪૦૭) Jain Education International (૨) વિષય : આઠ સ્પર્શ, પાંચ રસ, બે ગંધ, પાંચ વર્ણ અને ત્રણ અથવા સાત શબ્દ -આમ પાંચ ઈન્દ્રિયોના ૨૩ અથવા૨૭ વિષયો છે અને એક ભેદ મનનો, જે અનેક વિકલ્પરૂપ વિષય છે. આમ બધા મળીને કુલ ૨૪ અથવા ૨૮ વિષયો છે. (૩) કષાય : ક્રોધ, માન, માયા અને લોભરૂપ આત્માના વિભાવ પરિણામને કષાય કહે છે. તેનાં દરેકનાં ચાર ચાર પ્રકાર છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન આમ, (૪૪૪ = ૧૬) કષાય થયા. વળી નવ નોકષાય છેઃ- હાસ્ય, રિત, અતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુસંકવેદ. આમ કુલ ૨૫ કષાય પ્રકૃતિ થઈ. = (૪) સંવર : આશ્રવોનો નિરોધ તે સંવર. શુભ અને અશુભ ભાવ (ભાવ આશ્રવ)ને આત્માના શુદ્ધભાવ દ્વારા રોકવા તે ભાવ સંવર છે, તદ્નુસાર કર્મોનું આવવું સ્વતઃ અટકવું તે દ્રવ્ય સંવર છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy