________________
૧૪૮
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ
એટલે અવિરત સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાથી તેના મિથ્યાત્વનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે અને જીવ જ્ઞાની બની ચતુર્થ ગુણસ્થાનકે આવ્યો ગણાય છે.
–
જીવ હવે ક્રમશઃ વ્રતોની અને સમતાભાવની આરાધના તથા પાલના વધારતો જાય છે અને ગુણસ્થાન આરોહણ કરે છે. શ્રાવક વ્રતરૂપ-દેશચારિત્ર, જેમાં અણુવ્રતાદિ બાર વ્રત અને અગિયાર પ્રતિમા વિગેરે ધારણ કરી દેશવિરત એટલે કે પંચમ ગુણસ્થાને પહોંચે છે. પછી પંચમહાવ્રતાદિ સકળસંયમ અને ઉત્તમ સમતા ધારણ કરી મુનિ થાય છે. આને પ્રમત્તવિરત અને અપ્રમત્તવિરત એટલે કે અનુક્રમે છઠું અને સાતમું ગુણસ્થાનક કહે છે. આ ગુણસ્થાનકમાં સમ્યક્ત્વ સહિત મહાવ્રતની આરાધના કરવાવાળો સાધક વિશ્વના સર્વ જીવો પ્રત્યે નિર્વેર ભાવ-મૈત્રી ભાવ રાખે છે. પછી ક્ષપક શ્રેણી માંડી, સર્વ ચારિત્રમોહનીયનો ક્ષય કરી ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનકે પહોંચે છે. અને અંતર્મુહૂર્તમાં બાકી રહેલા જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતિ કર્મોનો ક્ષય કરી, તે અરિહંતપદને પ્રાપ્ત કરે છે. અંતે સર્વ અઘાતી કર્મપ્રકૃતિઓનો ક્ષય કરી, જીવ મોક્ષ પદને પામે છે એટલે કે મુક્તિરૂપ સમાધિ-૫૨મ આત્મશાંતિને પામે છે. સાધક આવી ઉત્કૃષ્ટ ભાવના અહીં ભાવે છે.
“ઈતિ ભૂલચૂક મિચ્છા મિ દુક્કડં.’
એટલે કે મારી ભૂલચૂક સર્વે મિથ્યા થાઓ. મેં કોઈ પણ જીવને કોઈપણ પ્રકારે દુભાવ્યાં હોય તો તે દૂર થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org