SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ આરંભ વિષય કષાયવશ, ભમિયો કાળ અનંત; લક્ષચોરાશી યોનિમેં, અબ તારો ભગવંત. ૯. દેવ ગુરુ ધર્મ સૂકામે, નવ તત્ત્વાદિક જોય; અધિકા ઓછા જે કહ્યા, મિથ્યા દુષ્કૃત મોય. ૧૦. મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈદ્યરાજ ગુરુ શરણથી, ઔષધ જ્ઞાન વિરાગ. ૧૧. જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; પ્રભુ તમારી સાખર્ચો, વારંવાર ધિક્કાર. ૧૨. બુરા બુરા સબકો કહે, બુરા ન દીસે કોઈ ; જો ઘટ શોધે આપનો, મોસું બુરા ન કોઈ. ૧૩. કહેવામાં આવે નહીં, અવગુણ ભર્યા અનંત; લિખવામાં કયું કર લિખું, જાણો શ્રી ભગવંત. ૧૪. કરુણાનિધિ કૃપા કરી, કર્મ કઠિન મુજ છેદ; મિથ્યા મોહ અજ્ઞાનકો, કરજો ગ્રંથિ ભેદ. ૧૫. પતિત ઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર; ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર. ૧૬. માફ કરો સબ માહરા, આજ તલકના દોષ; દીનદયાળુ દો મુઝે, શ્રદ્ધા શીલ સંતોષ. ૧૭. આતમનિંદા શુદ્ધ બની, ગુનવંત વંદન ભાવ; રાગદ્વેષ પતલા કરી, સબસે ખીમત ખીમાવ. ૧૮. ૧. મારાં માઠાં કામ નિષ્ફળ થાઓ. ૨. ક્ષમી ક્ષમાવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy