________________
૨૬
બૃહદ્ – આલોચનાદિ ધ સંવાદ
ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું. ૯. મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, ને નેત્રાને નિદિત કર્યા, પરનારીમાં લપટાઈને; વળી ચિત્તને દોષિત કર્યું, ચિતી નઠારું પરતણું, હે નાથ! મારું શું થશે? ચાલાક થઈ ચૂક્યો ઘણું. ૧૦. કરે કાળજાને કતલ પીડા, કામની બિહામણી, તે વિષયમાં બની અંધ હું, વિટંબણા પામ્યો ઘણી; તે પણ પ્રકાશ્ય લાજ લાવી, આજ આપ તણી કને, જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને. ૧૧. નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રના વાક્યો વડે, હણી આગમોની વાણીને; કુદેવની સંગત થકી, કર્મો નકામાં આચર્યા, મતિ ભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ ટુકડા મેં ગ્રહ્યા. ૧૨. આવેલ દ્રષ્ટિમાર્ગમાં, મૂકી મહાવીર આપને, મેં મૂઢધીએ હૃદયમાં, ધ્યાયા મદનના ચાપને; નેટબાણો ને પયોધર, નાભિ ને સુંદર કટિ, શણગાર સુંદરીઓ તણા, છટકેલ થઈ જોયા અતિ. ૧૩. મૃગનયણીસમ નારી તણા, મુખચંદ્રને નીરખાવતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગૂઢો અતિ; તે શ્રતરૂપ સમુદ્રમાં, ધોયા છતાં જાતો નથી, તેનું કહો કારણ તમે, બચું કેમ હું આ પાપથી. ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org