________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંવાદ
૨૫
શું બાળકો મા બાપ પાસે, બાળક્રીડા નવ કરે? ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ ઉચ્ચરે? તેમજ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું, તેમાં કશું, ખોટું નથી. ૩. મેં દાન તો દીધું નહીં ને, શિયળ પણ પાળ્યું નહીં, તપથી દમી કાયા નહીં, શુભ ભાવ પણ ભાવ્યો નહીં; એ ચાર ભેદ ધર્મમાંથી, કાંઈ પણ પ્રભુ નવ કર્યું, મારું ભ્રમણ ભવસાયરે, નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪. હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે હું, કેમ કરી ધ્યાવું તને; મન મારું માયાજાળમાં, મોહન મહા મુંઝાય છે, ચડી ચાર ચોરો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે. ૫. મેં પરભવે કે આ ભવે, હિત કાંઈ પણ કીધું નહીં, તેથી કરી સંસારમાં, સુખ અલ્પ પણ પામ્યો નહીં; જન્મો અમારા જિનજી, ભવપૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા. ૬. અમૃત ઝરે તુજ મુખ રૂપી, ચંદ્રથી તો પણ વિભુ! ભીંજાય નહીં મુજ મન અરે રે! શું કરું હું તો પ્રભુ! . પથ્થર થકી પણ કઠણ મારું, મન ખરે! ક્યાંથી દ્રવે! મર્કટ સમા આ મન થકી, હું તો પ્રભુ હાર્યો હવે. ૭. ભમતા મહા ભવસાયરે, પામ્યો પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી, રત્નરાય દુષ્કર ઘણાં; તે પણ ગયાં પ્રમાદના, વશથી પ્રભુ કહું છું ખરું,
કોની કને કિરતાર આ, પોકાર જઈને હું કરું. ૮. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org