SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ ૧૫. ક્ષમાપના (શિક્ષાપાઠ ૫૬) હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડયોછું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયોછું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહુંછું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચા૨થી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરેછે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છુંછું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Jain Education International ૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy