________________
બૃહદ્
આલોચનાદિ પ સંગ્રહ
૧૬૭
તેના સેવનથી મહાપાપનો બંધ થાય છે. આ અબ્રહ્મના સેવનથી જીવના સર્વ ગુણોની ધૂળધાણી થઈ જાય છે.)
પાંચમું પરિગ્રહ પાપસ્થાનક:--
“સચિત પરિગ્રહ તે દાસ, દાસી, દ્વિપદ, ચૌપદ આદિ, મણિ, પત્થર આદિ અનેક પ્રકારે છે અને અચિત પરિગ્રહ સોનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ અનેક વસ્તુ છે. તેની મમતા, મૂર્છા, પોતાપણું કર્યું; ક્ષેત્ર, ઘર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ધાર્યો, ધરાવ્યો, ધરતા પ્રત્યે અનુમોદ્યો તથા રાત્રિભોજન, અભક્ષ્ય આહારાદિ સંબંધી પાપ દોષ સેવ્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પંપચોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.’’ શબ્દાર્થ : (૧) પરિગ્રહ ‘પરિ’= સમસ્ત પ્રકારથી અને ગ્રહ'ગ્રહણ કરવું - પકડવું - ૫૨૫દાર્થોમાં મૂર્છાભાવ કરવો તે. પરિગ્રહ બે પ્રકારના છે. બાહ્ય અને અત્યંતર. બાહ્ય પરિગ્રહ નવ અથવા તો આમ્નાય ભેદે દસ પ્રકારના છે. જેવા કે ખેતર, મકાન, ધન, ધાન્ય, વસ્ત્રાદિ, વાસણાદિ, દાસ-દાસી, પશુ આદિ, વાહન આદિ, શય્યાઆસન આદિ. અત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારે છે. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. આમ આત્મદેવથી ભિન્ન બાહ્ય પદાર્થો અને પ્રવૃત્તિઓની પક્કડ-આસક્તિ-લીનતા-મૂર્છા સાથે તેનો સંગ્રહ કરવો તે પરિગ્રહ છે. એનો સર્વથા અભાવ તો દસમા ગુણસ્થાનને અંતે જ થાય છે.
For Private & Personal Use Only
Jain Education International
=
www.jainelibrary.org