________________
૧૬૬
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ ચોથું પાપ અબ્રહ--
“મૈથુન સેવવામાં મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવ્યા; નવ-વાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહીં, નવ-વાડમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી; પોતે સેવ્યું, બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે ભલું જાણ્યું, તે મન, વચન, કાયાએ કરી મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું નવ વાડ સહિત બ્રહ્મચર્ય-શીલરત્ન આરાધીશ, સર્વથા પ્રકારે કામવિકારોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.” શબ્દાર્થ: (૧) અબ્રહ્મ = સર્વ પ્રકારની મૈથુન ક્રિયા – ઈન્દ્રિયોનો , અસંયમ (૨) નવ વાડ = વસતિ, કથા, આસન, ઈન્દ્રિયનિરીક્ષણ, કુડયાંતર, પૂર્વક્રિડા, પ્રણીત, અતિમાત્રાહાર, વિભૂષણ. આ નવ વાડની વિગત માટે જુઓ મોક્ષમાળાનો શિક્ષાપાઠ ૬૯ (વ. પૃ. ૧૦૮). ભાવાર્થ હે પ્રભુ! મેં મૈથુન સેવવા માટે મન, વચન અને કાયાની ક્રિયાની પ્રવૃત્તિ કરી. નવ વાડથી યુક્ત બ્રહ્મચર્યનું પાલન કર્યું નહીં. પરંતુ તે નવ વાડોમાં અશુદ્ધરૂપથી પ્રવૃત્તિ કરી. આવી મૈથુન ક્રિયા મેં પોતે સેવી, બીજા પાસે સેવરાવી અને સેવન કરવાની આવી પ્રવૃત્તિને ભલી માની. આમ મેં મન, વચન અને કાયાના ત્રણેય યોગોથી ત્રણેય જાતની કરણી કરી. તેથી મને વારંવાર ધિક્કાર છે. મારા આ દુષ્કૃત્યો મિથ્યા થાઓ. હે પરમાત્મા ! જે દિવસે હું નવ વાડ સહિતનું બ્રહ્મચર્ય એટલે કે શીલરત્ન આરાધીશ અને સર્વ પ્રકારના કામ વિકારોથી સર્વથા પ્રકારે નિવર્તીશ; તે દિવસ મારો ધન્ય થશે, અને પરમ કલ્યાણમય થશે. (ખરેખર આ અબ્રહ્મચર્ય તે મહા અનર્થનું મૂળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org