________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
સહિતે ને ઉપયોગ રહિતે ચોરી કરી, કરાવી, કરતા પ્રત્યે અનુમોદી, મન-વચન-કાયાએ કરી; તથા ધર્મ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા વગર કર્યો તે મને ધિક્કાર, ધિક્કાર વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે મારો પરમ કલ્યાણમય દિન થશે.’’
–
શબ્દાર્થ : (૧) અદત્તાદાન = કોઈએ આપી ન હોય તેવી વસ્તુને ચોરી કરી લઈ લેવી, (૨) થાપણ = કોઈને ત્યાં મૂકેલી અનામત મૂડી, રકમ કે વસ્તુ, (૩) ઓળવી = પચાવી પાડી.
૧૬૫
ભાવાર્થ : ચોરી બે પ્રકારની હોય છે. નાની ચોરી એટલે કે પૂછયા વગર કોઈની પેન કે પેન્સિલ વાપરવી ઈત્યાદિ અને મોટી ચોરી એટલે કે રાજ્યના કાયદામાં જેને ગુનો ગણાય, જેથી સરકારના દંડને પાત્ર થવાય. આ ચોરી લૌકિક વિરુદ્ધની ગણાય છે. આમ અહીં સાધક આલોચના કરતાં કહે છે કે હે પ્રભુ! મેં મોટી ચોરી તથા નાની ગણાતી ચોરી ઉપયોગ સાથે કે ઉપયોગ વગર (જાણતાં કે અજાણતાં), મન, વચન, અને કાયાના યોગે કરી, કરાવી અને કરતાં પ્રત્યે અનુમોદના કરી; તથા ધર્મ સંબંધી ચોરી, જે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપની છે તે, ગુરુદેવ ભગવંતની આજ્ઞા વગર કરી. તેથી તે સર્વ અપરાધ બદલ મને વારંવાર ધિક્કાર હો. મારા તે બધા દુષ્કૃત્યો નિષ્ફળ થાઓ. મારા માટે તે દિવસ ધન્ય થશે કે જે દિવસે હું સર્વ પ્રકારના અદત્તાદાનનો સર્વથા પ્રકારે ત્યાગ કરીશ. તે દિવસ મારા માટે પરમ કલ્યાણમય થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org