________________
૧૩૮
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
આપણને અન્યના દોષો દેખી નિંદા કરવાની, અને પોતાના ગુણોના ગાણાં ગાવાની, કુસંસ્કારવશ કુટેવ પડી ગઈ હોય છે, જે પાપકર્મ બંધનું કારણ બને છે. જીવ ભૂલી જાય છે કે તે કોઈ તરફ એક આંગળી ચીંધે છે, ત્યારે બાકીની ત્રણ આંગળી પોતાના તરફ પણ ચીંધાય છે. માટે કોઈનાયે અવગુણોને મનમાં લાવવા ન જોઈએ અને ગુણાનુરાગી થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ “કાલુ' નામના સંતની શિખામણ સાધકે હૃદયસ્થ કરવી ઘટે છે. “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરનાં દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.' (વ.પૃ.૩૦૭) વળી પત્રાંક ૪૪૨૧માં પરમ કૃપાળુદેવ જણાવે છે કે “કોઈનો દોષ જોવો ઘટતો નથી. સર્વ પ્રકારે જીવના દોષનો જ વિચાર કરવો ઘટે છે; આવી ભાવના અત્યંતપણે દઢ કરવા યોગ્ય છે. જગતદ્રષ્ટિએ કલ્યાણ અસંભવિત જાણી આ કહેલી વાત ધ્યાનમાં લેવા જોગ છે એ વિચાર રાખવો. (વ.પૃ.૬૬૦) ૧૫. કોઈને બુરા ન માનોઃ--
જૈસી જાપે વસ્તુ હૈ, વૈસી દે દિખલાય; વાક બુરા ન માનીએ, ક્યાં લેને વો જાય? ૧૫.
જે વસ્તુનો જે સ્વભાવ હોય છે તે જ તેનો ગુણધર્મ હોય છે, અને તેના વર્તનમાં દેખાઈ જાય છે. લૌકિક વ્યવહારમાં પણ જોવા મળે છે કે સાકરમાં મિઠાશ, લીમડામાં કડવાશ, લીંબુમાં ખટાશ આદિ વસ્તુઓમાં તેમના ગુણધર્મો દેખવામાં આવે છે; જે બદલાવી શકાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org