________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૩૯
નથી. જેમ વીંછીંમાં ડંખ મારવાનો અવગુણ હોવાને લીધે તેને કોઈ પાણીમાંથી ડૂબતો બચાવવા જાય તો પણ તેને ડંખે છે. તેમ કોઈ વ્યક્તિ કર્મોદયને કારણે, અજ્ઞાનવશ સાધક પ્રત્યે જુઠાં દોષારોપણ કરે, ત્યારે તે વિચારે છે કે અત્યારે પોતાના અશુભ કર્મોનો ઉદય ચાલી રહ્યો છે, અને સામેના વ્યક્તિની યોગ્યતા જ એવી છે કે તે તેની અનાદિકાળના કુસંસ્કારવશ પડેલી પ્રકૃતિને આધિન થયો છે. જેથી આવી ગેરવર્તણુક તે કરે છે. આમ સવળો વિચાર કરવાથી એટલે કે તેની તરફ બુરુ ન માનવાથી સાધક, સમતાભાવથી પોતાના કર્મોદયને વેદી શકે છે. કારણ કે જેનામાં સારા સંસ્કાર નથી તે પોતાની પ્રકૃતિને એકદમ સુધારે પણ કેવી રીતે? એટલે કે સુસંસ્કાર ક્યાંથી લાવી શકે? આમ કષાયને આધીન ન થવાથી, અને માધ્યસ્થભાવ રાખવાથી, ઉદયમાં આવેલાં પૂર્વ કર્મ નિર્જરી જાય છે; અને નવિન કર્મનો બંધ પડતો નથી. પરિણામે જીવ ક્રમશઃ મુક્ત દશાને પામે છે. આમ સાધક કોઈને બુરા ન માનવાનો દઢ નિશ્ચય કરે છે. ૧૬. ગુરુદેવનો ઉપકાર માનો --
ગુરુ કરીગર સારિખા, ટાંકી વચન વિચાર; પત્થરસે પ્રતિમા રે, પૂજા લહે અપાર. ૧૬.
અહીં શ્રી ગુરુદેવને, મૂર્તિ બનાવનાર શિલ્પી સાથે સરખાવવામાં આવ્યા છે. જેમ મૂર્તિ બનાવનાર કારીગર યોગ્ય પથ્થરમાંથી, તેમાં રહેલા પૌગલિક રજકણોરૂપી આવરણોને છીણી વતી દૂર કરી, તે પથ્થરમાંથી ઈચ્છિત પ્રતિમા બનાવે છે, એટલે કે પ્રતિમાને ઘડે છે; તેમ શ્રી ગુરુદેવ તેમના ટાંકણારૂપ વચનથી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org