________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૦૭
(૧) પૃથક્વવિતર્ક વિચાર : આ પ્રથમ પ્રકારનું શુકલધ્યાન આઠમે, નવમે, દસમે અને અગિયારમેં ગુણસ્થાનક હોય છે. (૨) એકત્વવિતર્ક વિચાર ઃ આ બીજા પ્રકારનું શુકલધ્યાન ક્ષીણમોહ નામના બારમાં ગુણસ્થાનમાં હોય છે. (૩) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ : આ ત્રીજા પ્રકારનું શુકલધ્યાન ઉપચારથી સયોગી કેવળી ભગવાનને તેરમા ગુણસ્થાનમાં હોય છે. અને (૪) વ્યુપરતક્રિયાનિવૃત્તિઃ આ ચોથા પ્રકારનું શુકલધ્યાન તે ઉપચારથી અયોગી કેવળી જિનને ચૌદમાં ગુણસ્થાનકમાં હોય છે. આ કાળે આ ક્ષેત્રે શુકલધ્યાન અને ઉચ્ચ પ્રકારના ધર્મધ્યાનની ભાવના જ ભાવી શકાય છે. કારણ કે આ ધ્યાન શ્રી જંબુસ્વામીના નિર્વાણ પછી વિચ્છેદ ગયું છે. એમ સર્વે જ્ઞાની ભગવંતોનું માનવું છે. એટલે જ સાધકે જેટલા પ્રમાણમાં ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થવાય તેમ પ્રવૃત્ત થવાનો પુરુષાર્થ કરવો ઘટે અને ઉચ્ચ પ્રકારનાં ધર્મધ્યાન તથા શુકલધ્યાનની આ કાળે ભાવના જ ભાવી મનથી સંતોષ માનવો યોગ્ય છે. ૨૧. જ્ઞાની કેવા હોય?:--
ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નાંહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંહિ. ૨૧.
અહીં આત્મજ્ઞાનીનું સ્વરૂપ બતાવ્યું છે. જ્ઞાની ભૂતકાળને સ્મૃતિમાં લાવતા નથી એટલે કે પૂર્વે જે કાંઈ ભોગ ભોગવ્યા હોય, વેર કે વિરોધ કર્યા હોય તેને યાદ કરી મનથી, વચનથી કે કાયાથી કર્મબંધન થવા દેતા નથી. આમ જ્ઞાની ભૂતકાળના પ્રસંગોને “ફરી યાદ કરતા નથી કે તે અંગેની કોઈપણ જાતની “ફરિયાદ પણ કરતા નથી. વળી કોઈ ઈષ્ટ પદાર્થોનો વિયોગ થઈ જાય કે અનિષ્ટ પદાર્થોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org