________________
– આલોચનાદિ uધ સંગ્રહ
૧૧૭
આખી જીંદગી અજ્ઞાનવશ, ધન મેળવવામાં રાગ કે દ્વેષ ના ભાવો કર્યા કરે છે. પરિણામે અનંત કર્મો ઉપાર્જિત કરી અનંત જન્મ, જરા, મરણાદિનાં અનંત દુઃખો વેક્યા કરે છે, પણ જ્યારે તેને તત્ત્વની સમ્યક સમજણ આવે છે ત્યારે તેનામાં સંતોષરૂપી ધન ઉત્પન્ન થાય છે. તેથી પરપદાર્થોમાંથી આસક્તિ હઠી જાય છે અને આ બધા કહેવાતા ધન તેને ધૂળ સમાન એટલે કે તુચ્છ લાગે છે. આમ આ દોહરાથી બધા જ પરપદાર્થોમાંથી સાધકને આસક્તિ હઠાવવાનો કવિએ ઉપદેશ આપ્યો છે અને તાત્ત્વિક સંતોષ ગુણની અગત્યતા બતાવી છે કે જે વાસ્તવિક સુખ પ્રાપ્તિનું કારણ છે. ૩૨. શીલનો વૈભવ --
શીલ રતન મહોતો રતન, સબ રતનાંકી ખાન; તીન લોકકી સંપદા, રહી શીલમેં આન. ૩૨.
પરમાર્થ સાધનામાં સૈદ્ધાંતિક દ્રષ્ટિએ ચારિત્રપાલનની આવશ્યકતાને ઘણું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. મીર: પ્રથમ ધર્મ એટલે કે આચરણ તે જ પ્રથમ પ્રકારનો ધર્મ છે, તેમ સિદ્ધાંતનું સૂત્રરૂપે પ્રતિપાદન થયું છે. “ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે.” (પ્રવચનસાર- ૭).
ચારિત્ર એટલે કે શીલ – આચરણ – વર્તણૂક એ જ ખરેખર ધર્મ છે, કારણ કે ધર્મ એટલે જ સામ્યભાવ અને આ સમતાભાવથી જ સર્વ મોહનો ક્ષય થાય છે અને તેના ફળસ્વરૂપે વીતરાગતા અને કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી પ્રગટ થાય છે.
Jalf Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org