________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંવાદ
૧૮૭
વળી તે મન-વચન અને કાયાના યોગથી કરી. તે સર્વે દોષોને હું વારંવાર ધિક્કારું છું. તે મારા સર્વ દોષો મિથ્યા થાઓ.
એક એક બોલથી માંડી યાવતુ અનંતા બોલમાં છાંડવા યોગ્ય બોલને છાંડ્યા નહીં અને તે મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યાં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” ભાવાર્થ અહીં છાંડવા યોગ્ય બોલ એટલે હેય કરવા યોગ્ય બોલ – પદાર્થ (તત્ત્વ). આશ્રવ, બંધ, પાપ અને પુણ્ય આ ચાર તત્ત્વ હેય છે. અહીં સાધક કહે છે કે હે પ્રભુ! મેં મારામાં થતાં શુભાશુભ - વિકારી ભાવો કે જે આશ્રવ છે અને બંધના કારણ છે, તે સર્વે હેય કરવા યોગ્ય તત્ત્વ છે. એટલે કે છાંડવા યોગ્ય બોલ છે. તે એક એક બોલથી માંડી, યાવત અનંતા બોલમાં છાંડવા યોગ્ય બોલને મેં છાંડ્યા નહીં. એટલે કે તે બોલોનો મેં ત્યાગ કર્યો નહીં અને તે સર્વે મન, વચન અને કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં અને અનુમોઘાં તે સર્વ દોષોને હું વારંવાર ધિક્કારું છું. તે સર્વ દોષો મારા મિથ્યા થાઓ.
“એક એક બોલથી માંડી યાવતુ અનંતાનંત બોલમાં આદરવા યોગ્ય બોલ આદર્યા નહીં, આરાધ્યા-પાળ્યા-સ્પર્યા નહીં, વિરાધના ખંડનાદિક કરી, કરાવી, અનુમોદી, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” ભાવાર્થ: હવે અહીં ઉપાદેય બોલની વાત કરી છે. ઉપાદેય તત્ત્વો સંવર, નિર્જરા અને મોક્ષ છે. આ ત્રણેય સ્વભાવ અને સ્વભાવઉપલબ્ધિના હેતુ છે. માટે આદરવા યોગ્ય તત્ત્વો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org