________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૧૧
હવે આત્મજ્ઞાનીનું ચિંતન કયા પ્રકારનું હોય છે તે અહીં જણાવે છે કે જે જે પુદ્ગલોનો જીવને ભાવિકાળમાં સ્પર્શ થવાનો છે, તે નક્કી થશે. તેમાં મમતાભાવથી તેનો ભોગવટો કરશે તો કર્મબંધ થશે અને સંસાર પરિભ્રમણ ચાલુ રહેશે અને સમતાભાવથી ભોગવશે તો કર્મક્ષય થશે અને જીવ મુક્તિને પામશે. સાધક આમ જ્ઞાનીના ચિંતન મુજબ ઉદયમાં આવનાર સર્વ કર્મોને સમતાભાવથી વેદવાનો સંકલ્પ કરે છે. ૨૫. સમાધિનો ઉપાયઃ
બાંધ્યા સો હી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ; ફલ નિરજરા હોત હૈ, યહ સમાધિ ચિત્ત ચાવ. ૨૫.
પૂર્વે અજ્ઞાન અવસ્થામાં જીવને જે જે કર્મબંધન થયા હોય છે તે તેના અબાધાકાળ પછી ઉદયમાં આવે છે. જો પૂર્વે શુભ ભાવો કર્યા હશે તો પુણ્યકર્મ પ્રકૃતિનો બંધ પડ્યો હશે; અને જો અશુભ ભાવો કર્યા હશે તો પાપકર્મ પ્રકૃતિનો બંધ પડયો હશે. પુણ્યકર્મ પ્રકૃતિના ઉદય વખતે જીવને અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે; અને તેનાં નિમિત્તે તે સુખનો અનુભવ કરે છે. જે ખરેખર તો વૈભાવિક સુખ હોવાને કારણે સુખાભાસ માત્ર છે અને તેથી રાગ કરે છે; અને પાપકર્મ પ્રકૃતિના ઉદયકાળે પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થવાને કારણે તે દુઃખી થતાં દ્વેષના ભાવ કરે છે. આમ, રાગ અને દ્વેષના કારણે જીવ અજ્ઞાનવશ અનંત કર્મ બાંધી દે છે અને કર્મરૂપી ચક્રવ્યુહમાં ફસાય છે, પરિણામે સંસાર પરિભ્રમણ કર્યા કરે છે. હવે જીવ જો ઉદયમાં આવેલા કર્મોને સમતાભાવથી-સાક્ષીભાવથી વેદે તો તેને નવીન કર્મનો બંધ થતો નથી અને ઉદયમાં આવેલા કર્મોની ફળ આપીને નિર્જરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org