________________
બૃહદ્
આલોચનાદિ પ્રધે સંગ્રહ
પ્રસંગોનો સંયોગ તો થાય છે, પરંતુ તે તેને આધીન થતા નથી કે તે સંયોગમાં તે એકરૂપ થઈ તેમાં તાદાત્મ્યપણું કરતા નથી. કારણ કે તેમને મિથ્યાત્વ મોહનીયનો અભાવ થયો હોવાથી દેહમાં આત્મબુદ્ધિ હવે થતી નથી, એટલે કે દેહાધ્યાસ છૂટી ગયો હોવાથી તેઓ સુખ કે દુઃખનાં ઉદયને સમતાભાવથી વેદે છે. જેથી કર્મબંધ થવા પામતા નથી, અથવા ભૂમિકા અનુસાર નહીવત્ બંધ થવા પામે છે.
૧૧૦
“જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય;
શાની વેઠે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય.” - (વ.પૃ.૩૧) ૨૪. જ્ઞાનીનું ચિંતનઃ-
જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચે ફરસે સોય; મમતા સમતા ભાવસે, મ બંધ-ક્ષય હોય. ૨૪.
આ વિશ્વમાં જે કાંઈ ઈન્દ્રિયગમ્ય પદાર્થો છે તે બધાં પુદ્ગલ પરમાણુઓના સ્કંધરૂપે જ રહેલાં છે. એટલે કે આખું જગત જે જડ સ્વરૂપે વર્તાય છે તે પુદ્ગલ પરમાણુઓના સમૂહથી બનેલું છે. આ બધાં જ સ્કંધો અનિત્ય છે. એટલે કે સમયે સમયે તેઓની અવસ્થામાં ફેરફારો થયા કરે છે. દરેક જીવ તેનાં અનાદિકાળનાં સંસાર પરિભ્રમણમાં આ પ્રત્યેક પુદ્ગલ પદાર્થોના સંયોગ સંબંધમાં, પૂર્વે અનંતવાર આવી ગયો છે અને તે સર્વ પરમાણુઓને તેનાં જુદા જુદા રૂપે તેણે અનંતવાર તન્મયપણે સ્પર્શીને ભોગવ્યાં છે અને મૂક્યાં છે. “સકળ જગત તે એંઠવત્', આખું જગત ખરેખર તો દરેક જીવ માટે એંઠવત્ જ છે. આમ જડ પદાર્થોના સંયોગ વખતે કે વિયોગ વખતે જીવે અજ્ઞાનવશ રાગ કે દ્વેષના ભાવ કરી અનંત કર્મબંધન કર્યું છે અને તેથી જન્મ મરણનાં અનંત દુઃખો સહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org