________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંરાદ
આમ, અહીં સાધક પ્રભુ પાસે યાચના કરે છે કે હે પ્રભુ! મારાથી સતદેવ, સગુરુ કે સતશાસ્ત્રથી પ્રતિપાદિત કોઈપણ પ્રકારના સૂત્રોના કે નવ તત્ત્વાદિ વિશેના અર્થ કરતી વખતે સ્વચ્છેદથી કોઈપણ જાતની અધિકી કે ઓછી વિપરિતતા થઈ ગઈ હોય તો તે સર્વ ભૂલોની હું અંતઃકરણપૂર્વક ક્ષમા માંગું છું. તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ. ૧૧. આત્મભાંતિ રોગનો સ્વીકાર --
મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈધરાજ ગુરુ શરણથી, ઔષધ જ્ઞાન વિરાગ. ૧૧.
જેમ કોઈ દર્દી પોતાનો અસાધ્ય રોગ મટાડવા વૈદ્યરાજ પાસે જઈ, તેમણે આપેલું યોગ્ય ઔષધ લઈ અને બતાવેલી ચરી વગેરે પાળી, રોગથી થતી વેદના મટાડે છે; તેમ અહીં સાધક, વિદ્યમાન પ્રત્યક્ષ સગુરુનું શરણ સ્વીકારી, યાચના કરે છે કે હે ગુરુદેવ! અનાદિ કાળથી, અસાધ્ય એવા આત્મભ્રાંતિ એટલે કે મિથ્યાત્વ – અજ્ઞાન, રાગ અને દ્વેષરૂપી મહારોગથી હું પીડાઈ રહ્યો છું. જેથી મારા સંયોગમાં આવેલા કાયા, કામિની, કુટુંબ, કંચન, કીર્તિ વગેરે પ્રત્યે, અહંતા અને મમતા રૂપી સ્વામીપણાના વિકારી ભાવો કરી, હું અનંત કર્મો બાંધ્યા કરું છું. પરિણામે મારામાં કર્મોના ઉદય અને બંધનું વિષચક્ર ચાલ્યા કરે છે. આ મહારોગમાંથી બચવા માટે મને જ્ઞાન અને વૈરાગ્યરૂપી ઔષધ આપો અને એવી શક્તિ આપો કે જેથી હું તે
ઔષધને યથાર્થપણે ગ્રહણ કરી મારામાં અનાદિ કાળથી રહેલા મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાઆચરણરૂપી મહારોગોમાંથી મુક્તિ પામું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org