________________
૨૦૮
બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ
શબ્દાર્થ : (૧) શુદ્ધ ઉ૫યોગ = રાગ-દ્વેષના વિકારોથી રહિત – જ્ઞાતાદ્રષ્ટારૂપ સ્થિતિ અથવા નિજ આત્મ સ્વરૂપમાં સ્વાભાવિક રમણતા. (૨) શુભ ઉપયોગ = પ્રશસ્ત ભાવ - (જે પુણ્ય કર્મબંધનું કારણ છે.) આ આલોચના અધ્યાત્મ પધ્ધતિથી રચાયેલી છે. તેથી અહીં ઉપયોગ શબ્દ વાપર્યો છે. ઉપયોગના ત્રણ ભેદ છે. શુદ્ધ, શુભ અને અશુભ. જ્યારે આગમપધ્ધતિ અનુસાર યોગ અને કષાયને કર્મબંધના કારણો કહ્યાં છે. મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદને કષાયમાં ગર્ભિત કરેલ છે. યોગના પણ બે પ્રકાર છે ઃ શુભ અને અશુભ. (૩) સજ્ઝાય = સ્વાધ્યાય (૪) અભિગ્રહ અમુક પ્રકારના નિયમો. ભાવાર્થ : અહીં પંચેપરમેષ્ઠિ ભગવંતોની આજ્ઞા પ્રથમ ચાહી છે. પરંતુ આ બધા તો પરોક્ષ રૂપે હોવાને કારણે પ્રત્યક્ષ ગુરુદેવ મહારાજની પણ આજ્ઞા માંગી છે. સાધકની કક્ષા પ્રમાણે પ્રત્યક્ષ ગુરુદેવ સમ્યરૂપથી આજ્ઞા પ્રદાન કરે છે. અહીં તપ, સંયમ આદિ શબ્દો વાપરી ચારિત્રની મુખ્યતાથી મોક્ષમાર્ગ કહ્યો છે, જે સંયમી મહાત્માઓને મુખ્યતાએ લાગુ પડે છે. અને આધ્યાત્મિક સાધકોને તેમની ભૂમિકા અનુસાર લાગુ પડે છે. સાધક હવે આલોચના વિધિને અંતે પ્રાર્થના કરે છે કે હે પંચપરમેષ્ઠિ ભગવંત! હે ગુરુદેવ મહારાજ! આપની હું નીચે મુજબની આજ્ઞા માંગું છું. આપ અનુગ્રહ કરીને તે આપો એવી મારી નમ્ર વિનંતી છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર, તપ, સંયમ, સંવર, નિર્જરા આદિ મોક્ષમાર્ગને અર્થે મારી યથાશક્તિ પ્રમાણે, શુદ્ધ ઉપયોગ સહિત, આરાધન, પાલન, સ્વીકાર કરવાની આજ્ઞા આપો. વારંવાર શુભ ઉપયોગ સંબંધી સ્વાધ્યાય, ધ્યાનાદિક નિયમો, પચ્ચખાણાદિ કરવા, કરાવવાની તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આદિ સર્વ પ્રકારે પ્રવર્તવાની આજ્ઞા આપો.
Jain Education International
=
-
For Private & Personal Use Only
www.jainelibrary.org