SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ - આલોચનાદિ uધ સંગ્રહ ૩૩ ૨૦. ક્ષમાપનાપાઠનું પધ (શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત) હે નાથ! ભૂલી હું ભવસાગરમાં ભટક્યો; નહિ અધમ કામ કરતાં, હું કદી પણ અટક્યો. તમ વચન અમૂલખ, લક્ષમાંહી નહિ લીધાં; નહિ તત્ત્વ વિચારથી, કહ્યાં તમારાં કીધાં. સેવ્યું નહિ ઉત્તમ, શીલ પ્રણીત તમારું; તજી યાદી આપની, મેં જ બગાડ્યું મારું. પ્રભુ! દયા, શાંતિ ને ક્ષમા આદિ મેં છોડી; વળી પવિત્રતાની, ઓળખાણ પણ તોડી. હું ભૂલ્યો, આથડ્યો, અને રખડ્યો ભારી; આ સંસારે વિભુ, વિટંબના થઈ મારી. હું પાપી મદોન્મત્ત, મલિન કર્મના રજથી; વિણ તત્ત્વ મોક્ષ મેળવાય નહીં, પ્રભુ મુજથી. હે પરમાત્મા! હું પ્રપંચમાંહી પડ્યો છું; હું મૂઢ, નિરાશ્રિત, મહા ખુવાર બન્યો છું. બની અંધ અમિત અજ્ઞાનથી ભૂલ્યો ભક્તિ; નથી નિશ્ચય મુજમાં, નાથ ! વિવેકની શક્તિ. ઓ રાગ રહિત પ્રભુ ! મુજને જાણી અનાથ; આ દીન દાસનો ગ્રહો હેતથી હાથ. હું શરણ હવે તો ગ્રહણ કરું છું તમારું; તુમ ધર્મ સાથ તુમ મુનિનું શરણ સ્વીકારું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy