________________
બૃહદ્ – આલોચનાદિ વધ સંગ્રહ
૬૧
યોગ્ય પુરુષાર્થથી તેને રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. આમ મોક્ષમાર્ગમાં તે આગળ વધે છે, અંતે ક્રમે કરીને તે પરમાનંદને પ્રાપ્ત કરે છે. અહીં ભક્તિમાર્ગની મુખ્યતાથી આ કથન કર્યું છે. વાસ્તવમાં શું થાય છે તે આગળની ગાથામાં જણાવ્યું છે.) ૪. ગણધર વંદના:--
અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; શ્રીગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર. ૪.
આ દોહરામાં સદૈવ એવા વર્તમાન શાસનપતિ ભગવાન મહાવીરનું સ્મરણ કર્યા પછી હવે આ કાળની અપેક્ષાએ ઉત્તમ નિગ્રંથ ગુરુ ગૌતમસ્વામી (ઈન્દ્રભૂતિ) જે મહાવીર ભગવાનના પ્રથમ નંબરના ગણધર એટલે કે મુખ્ય શિષ્ય હતા, કે જેમના માટે કથાનુયોગ અનુસાર કહેવાય છે કે તેમના અંગૂઠે અમૃત વસતું હતું અને તેઓ અનેક લબ્ધિઓના સ્વામી હતાં. તે શ્રી ગૌતમસ્વામીને ભાવપૂર્વક સ્મરણ કરવાથી એટલેકે તેમની સ્તુતિ કરવાથી ભક્તજનોને પોતાના ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આ એક વ્યાવહારિક કથન થયું. ખરેખર શું થાય છે તે સમજીએ.
દરેક જીવ સુખ ઈચ્છે છે. અહીં સાધક જીવ પારમાર્થિક સુખની ઈચ્છા રાખતો હોવાથી જયારે આવા ઉત્તમ નિગ્રંથ ગુરુદેવની નિષ્કામ ભાવથી ઉપયોગપૂર્વક ભક્તિ કરે છે ત્યારે તેનામાં ક્ષમા, વિનય, સરળતા, સંતોષાદિ સદગુણો પ્રગટે છે. તેથી કષાયો મંદ થવા પામે છે. આ પ્રકારના શુભ ભાવોથી, વિશિષ્ટ પુણ્યકર્મ પ્રકૃત્તિનો બંધ થાય છે તથા સત્તામાં રહેલા કર્મોમાં યોગ્ય સંક્રમણાદિ ફેરફાર થઈ પુણ્ય પ્રકૃત્તિનો ઉદય થવા પામે છે, જેથી ઉદયમાં ઈચ્છિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org