________________
વૃદ્ - આલોચનાદિ uદ્ય સંગ્રહ
૧૧૯
ડિંખ દેવાનું કાર્ય કરતા નથી. બીજા રૂપકમાં કહે છે કે અગ્નિની ગરમી, જેમ જળના સંયોગમાં આવતા જળના શીતળતારૂપ સ્વભાવના પ્રભાવથી શાંત થવા પામે છે તેમ આવા પૂર્ણચારિત્રધર્મના ધારક એવા પરમાત્માના સાન્નિધ્યમાં આવતાં બધાં પ્રાણીઓ, પોતાની જન્મજાત કાષાયિક પ્રકૃતિ પ્રમાણે ન વર્તતાં તેમના પ્રભાવથી અનુપમ શાંતિનો અનુભવ કરે છે. વળી કરિ એટલે હાથી અને કેસરી એટલે સિંહ જેવા મોટા પ્રાણીઓ પણ તેમની જન્મજાત દુશ્મનાવટ ભુલી જઈ એક બીજાની પાસે બેસે છે અને સમવસરણમાં પ્રભુની વાણી શાંત ચિત્તથી પોતાની ભાષામાં સાંભળે છે. આમ આવા મહાન ચારિત્રધારી યોગીશ્વરની ઉપસ્થિતિમાં દરેક પ્રાણીઓનો સર્વ પ્રકારનો ભય દૂર થઈ જાય છે એટલે કે તે ભયરહિત થઈ જાય છે અને શાંતિનો અને પ્રસન્નતાનો અનુભવ કરે છે. આમ ખરેખર શીલનો પ્રભાવ અકથ્ય છે. ૩૪. શીલનો મહિમા --
શીલ રતનકે પારખું, મીઠા બોલે બૅન; સબ જગસે ઊંચા રહે, (જો) નીચાં રાખે નૈન. ૩૪.
શીલના પરીક્ષક કોઈ વિરલા જ હોય છે. શીલવાન જ શીલરત્નને પારખી શકે છે. અહીં ઉત્તમ શીલવાન ચારિત્રવાન જ્ઞાનીના વિનય ગુણનો મહિમા દર્શાવ્યો છે. વિનય એટલે નમ્રતા, જે આત્માનો સ્વાભાવિક ગુણ છે. અંતરંગ તપમાંનું આ બીજા નંબરનું ખૂબ જ અગત્યનું તપ પણ છે. વિનય ગુણથી વિશાળ દ્રષ્ટિ અને માધ્યસ્થતા જેવા ગુણો સંપ્રાપ્ત થાય છે અને સર્વ પ્રાણીમાં પોતાના જ જેવો આત્મા છે તેવી માન્યતામાં દ્રઢતા આવે છે. જેથી આવા જ્ઞાની મહાત્મા પોતાનો
Jain Education International
For Private & Personal Use Only For Private & Pers
www.jainelibrary.org