________________
૮૦
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૪=૧૬ કષાય થયા. નવ પ્રકારે નોકષાય છે જેવા કે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક , જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. આમ ૧૬ + ૯=૨૫ કષાય થયા.
સાધક પહેલાં આરંભ ઘટાડે છે. તેથી પરિગ્રહ પણ ઘટવા પામે છે. જેથી હિંસાદિની પ્રવૃત્તિ ઢીલી પડે છે. તેની સાથે વિષય અને કષાયને પણ તે અંશતઃ ત્યાગે છે. આમ કરવાથી તેના પ્રતિપક્ષી વૈરાગ્ય અને ઉપશમાદિ ગુણોનો ઉદય થવા પામે છે. અને સમ્યક્ત્વની ભૂમિકા તૈયાર થાય છે. આત્મહિત માટે સાચા દેવ-જિનદેવ, ઉપલક્ષથી સદ્દગુરુ અને સધર્મમાં તેને અપૂર્વ રુચિ ઉત્પન્ન થાય છે. જિનદેવ પ્રણિત આજ્ઞા પ્રમાણે સાધકમાં પછી જીવાદિ સાત તત્ત્વની યથાર્થ પ્રતીતિ પ્રગટ થવા પામે છે. પછી સ્વ-પરના સ્વરુપની યથાર્થ શ્રદ્ધા થતાં તેનામાં નિજ શુદ્ધાત્માના પ્રતિભાસરુપ આત્માની શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. એટલે કે સાધકમાં નિશ્ચય સમ્યગદર્શન પ્રગટ થવા પામે છે. અને સાધક જ્ઞાની બને છે.
ત્યાર પછી ક્રમથી દેશસંયમ અને સકળસંયમાદિ ધારણ કરી, ગુણસ્થાન આરોહણ કરી અંતે પરમપદની પ્રાપ્તિ કરે છે. આમ અહીં બહિરાત્મામાંથી અંતરાત્મા અને પછી પરમાત્મા થવાનો ઉપાય બતાવ્યો છે. અંતે ગ્રંથકાર સાધકને જણાવે છે કે જિનેશ્વર ભગવાનની આ આજ્ઞા છે, અને તે પરમ પ્રમાણ છે – યથાર્થ છે તેમ તું માનજે, અને જે ઉપર ઉપાય કહ્યાં છે તેને પ્રમાણિકપણે જો આચરણમાં મૂકીશ તો તારા અનાદિકાળના ભવસાગરથી નિશ્ચિત તું પાર ઉતરી શકીશ. ૨૪. ધર્મશાસ્ત્રનો અભ્યાસ --
ક્ષણ નિક્યો રહનો નહીં, ક્રનો આતમ કામ; ભણનો ગુણનો શીખનો, રમનો જ્ઞાનારામ. ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org