________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૯૯
આમ જ્યાં સુધી સાધકમાં આવા સગુણો પ્રગટ થવા ન પામે ત્યાં સુધી તે પરમાર્થ માર્ગમાં પ્રથમ ભૂમિકામાં પણ આવ્યો ન ગણાય. અહીં સાધક પારસમણિના રૂપકથી પ્રભુને કહે છે કે હે સ્વામિન્! આપ તો પારસમણિ સમાન છો. જેમ પારસમણિનો લોખંડ સાથે સંગ થતા તે સુવર્ણ બની જાય છે એટલે કે કઠોર અને હીન કિંમતવાળુ લોખંડ પણ સરળ અને કિંમતી એવું સુવર્ણ બની જાય છે તેમ આપના સંગથી એટલે કે આપની આજ્ઞા પ્રમાણે વર્તવાથી, મારા સર્વ અવગુણો અને અજ્ઞાનનો નાશ થઈ જશે. અને હું સગુણોયુક્ત જ્ઞાની થઈ શકીશ. સાધક અહીં પોતાની અવસ્થામાં પ્રભુ જેવા સર્વજ્ઞ થવાની ઉત્તમ ભાવના ભાવે છે. ૧૧. પ્રભુ-શરણાગતિઃ--
જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન; રુણાનિધિ કૃપાળુ હે શરણ રાખ, હું દીન. ૧૧.
જપ એટલે પોતાના ઈષ્ટદેવના નામ મંત્રનું આવર્તન (મૌખિક કે માળાથી). તપ એટલે ઈચ્છાઓના નિરોધ માટે બાહ્ય તથા અત્યંતર રીતે કરવામાં આવતી ક્રિયાઓ. સંવર એટલે આશ્રવનો નિરોધ-અર્થાત નવીન કર્મોનું સમ્યક્તાદિ સદ્દગુણો દ્વારા આગમન રોકવું તે. અને સમતા એટલે મોહ અને ક્ષોભરહિત આત્માનું નિર્મળ પરિણામ. વાસ્તવમાં આને જ ચારિત્ર કહેવાય અને તે જ ખરેખર ધર્મ છે. આમ સાધક અહીં પ્રભુ સમક્ષ પોતાની દીનતાની કબૂલાત કરતા કહે છે કે હે પ્રભુ! હું જપ, તપ, સંવર કે સમતા આદિ જેવા ચારિત્ર ધર્મથી હીન છું એટલે કે આના અનેક અનુષ્ઠાનો હું કરું તો હું પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org