________________
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
૧૦૧
વાદળો હઠી જવાથી જ્ઞાનજ્યોતિ ફ્લાઈને લોકાલોકમાં વ્યાપ્ત થઈ જાય છે. પછી તે સદાયને માટે નિર્મળ એટલે કે કર્મમલથી રહિત જ રહે છે અને તે જ્યોતિ કોઈકાળે પણ ઝાંખી-મંદ થતી નથી. સદૈવ તેવી જ રહે છે. આ જ કેવળજ્ઞાનનું સ્વરૂપ છે. ૧૬. કર્મબંધનું કારણ અને સમાધિ માટેનો ઉપાય --
રાગદ્વેષ દો બીજાઁ, કર્મબંધની વ્યાધ; આત્મજ્ઞાન વૈરાગ્યસે, પાવે મુક્તિ સમાધ. ૧૬.
મોહનીય કર્મના ઉદયના કારણે, અજ્ઞાનવશ જીવ પરપદાર્થોમાં આસક્ત થાય છે અને તે પદાર્થોને ગ્રહણ કરવા ઉદ્યમી બને છે. તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ વખતે તે રાગ કે દ્વેષના વિકારી ભાવ કરે છે. આ રાગ-દ્વેષ જ સંસાર વૃક્ષના બે બીજ છે, જેને ભાવકર્મ કહે છે. આ ભાવકર્મનું નિમિત્ત પામીને તેને દ્રવ્યકર્મનો બંધ થાય છે. આમ કર્મબંધરૂપી વિષચક્રના રોગથી થતી જન્મ, મરણાદિ વ્યાધિનો નાશ કરવાનો ઉપાય એક માત્ર આત્મજ્ઞાન છે, અને તે સાચા જ્ઞાન અને વૈરાગ્યથી જ ઉત્પન્ન થાય છે. વૈરાગ્યથી કષાયો ઉપશમ પામે છે અને કર્મબંધ અટકે છે. પરિણામે જીવ બોધિ અને સમાધિસુખ પામી, ક્રમે કરીને સર્વ કર્મબંધનથી મુક્ત થઈ શિવ થાય છે. આમ સાધક મુક્ત થવાની ભાવના ભાવે છે. ૧૭. સમય વીતી રહ્યો છે - ચેતો --
અવસર વીત્યો જાત હૈ, અપને વશ છુ હોત; પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દીપક દીપજ્યોત. ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org