________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
આત્મનિંદા કરે છે. આવી આત્મનિંદા જો ગુરુ સમક્ષ કરવામાં આવે તો તેને આત્મગ અથવા ગર્હણા કહે છે. આ આત્મનિંદા અથવા આત્મગર્હણા પોતાની આત્મશુદ્ધતાને લક્ષે કરાતો શુભ ભાવ છે. અજ્ઞાની જીવ પૂર્વ કુસંસ્કારોને વશ થઈ અન્યના ગુણો જોવાને બદલે તેમના દોષો જોઈ નિંદા કરે છે અને તેમાં મિથ્યા આનંદ અનુભવે છે. જેથી પાપ બાંધે છે. જ્યારે અહીં સાધક ગુણાનુરાગી થયો હોવાથી પોતાના અજ્ઞાનને દૂર કરવાના પ્રામાણિક પ્રયત્નમાં છે. એટલે અન્યના દોષો જોવાને બદલે તેમના ગુણોને જોઈ તેમને ભાવથી વંદન કરી, પોતાના ગુણોનો વિકાસ તથા પોતાના દોષોનો વિનાશ કરવાની ભાવના ભાવે છે, અને પ્રભુ પાસે લઘુત્વ ભાવથી પ્રાર્થના કરે છે કે હે દેવાધિદેવ! હું મારા કષાયને એટલે કે મારામાં થતાં અજ્ઞાનવશ રાગ અને દ્વેષના વિકારોને મંદ કરી આપની સાક્ષીએ દરેક જીવોને ક્ષમા આપી તેમની ક્ષમા માગું છું. આમ અહીં આલોચના અને પ્રતિક્રમણ સાથે ક્ષમાદાન અને ક્ષમાયાચના પણ જોડાયેલા છે, જેથી વેરનું વિસર્જન થાય છે અને મૈત્રીભાવની વૃદ્ધિ થવા પામે છે. ૧૯. ગુરુદેવ સમક્ષ આત્મગાં:--
છૂટું પિછલાં પાપસેં, નવાં ન બાંધું કોઈ; શ્રી ગુરુદેવ પ્રસાદસેં, સફલ મનોરથ હોઈ. ૧૯.
૭૩
અહીં સાધક હવે શ્રી ગુરુદેવ સમક્ષ પોતાના પાપોની ગહ કરે છે (નિંદા કરે છે), અને વિનંતી કરે છે કે હે પરમ કૃપાળુ ગુરુદેવ! મારા ઉપર એવી કૃપા કરો કે જેથી હું પાપ કર્મના ઉદયને સમતા ભાવથી વેદું, પરિણામે મને નવા કર્મનો કોઈ બંધ ન થાય અને પૂર્વે ઉપાર્જીત કરેલા સર્વ પાપ કર્મોની હું નિર્જરા કરી, છૂટકારો પામું.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International