________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય’(વ.પૃ.૫૩૨). વળી તેઓશ્રીએ પત્રાંક ૮૩૭માં આ દોહરાનું વિવેચન પણ વિસ્તારપૂર્વક આપ્યું છે. (વ.પૃ.૬૨૨) તેવાં સદ્ગુરુદેવથી અપાતા ઉપદેશમાં આવતો ધર્મનો મર્મ.
૭૮
૩) ‘સંવર નિર્જર ધર્મ” - સંવર એટલે પૂર્વ કર્મના ઉદય વખતે સમતા ભાવથી વેદવાનો ઉદ્યમ કરતાં નવા કર્મનાં બંધનનું અટકવું અને નિર્જરા એટલે ઉદયમાં આવેલા કર્મનું ફળ આપી ખરી જવું તે. આ ત્રીજા પ્રકારનો ધર્મનો મર્મ છે.
૪) ‘આગમ શ્રી કેવલી કથિત' કહેતા જિનાગમમાં જે તીર્થંકર દેવ પ્રણિત ધર્મ કે જે ગણધર ભગવંતોએ દેશના ઝીલી - અગિયાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરી જેનાથી આગમો રચાયા. આ દ્રવ્યશ્રુત જ્ઞાન વડે જગતના જીવોને, વીતરાગ ધર્મ જે રીતે સમજાવ્યો છે તે ધર્મનો મર્મ.
એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો કે ‘શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી, મર્મ તો સત્પુરૂષનાં અંતરાત્મામાં રહ્યો છે' (વ. પૃ. ૧૮૪), આમ પરમ કૃપાળુદેવે સાધક માટે પ્રત્યક્ષ સત્પુરૂષની નિશ્રાની અનિવાર્યતા ઉપર ઠેર ઠેર ભાર મૂક્યો છે, જે દરેક સાધકે તેના આશયને યથાર્થ સમજી, હૃદયસ્થ કરી, યોગ્ય રીતે આચરણમાં મૂકવા પ્રયત્ન કરવો જોઈએ.
‘આત્મસિદ્ધિ’ની ૧૧૫મી ગાથામાં પણ ધર્મનો મર્મ બતાવ્યો છે.
“છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ;
નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.” (વ.પૃ. ૫૫૪)
સાધક અહીં બતાવેલા આ જૈન ધર્મના મર્મ-રહસ્યને સમજીને તે પ્રમાણે સાધના કરવાનો દૃઢ સંકલ્પ કરે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org