________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંવાદ
૨૦૧
ભરેલા આ પામરની લાજ રાખજો, એટલે કે સદ્બુદ્ધિ આપજો જેથી હું મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની સમ્યક્સમજણ પામું અને આ પરમાર્થ માર્ગમાં ત્વરાથી પ્રગતિ કરી શકું. ૧૩. અજ્ઞાનીમાંથી સિદ્ધ બનવાની પ્રક્રિયા --
આઠ ર્મ પ્રબળ ક્રી, ભમીઓ જીવ અનાદિ; આઠ ર્મ છેદન કરી, પાવે મુક્તિ સમાધિ. ૧૩.
વિષય અને કષાયને સમયે સમયે આધીન થઈ જવાથી, મિથ્યાદ્રષ્ટિ જીવને, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એવા ચાર ઘાતકર્મ તથા નામ, ગોત્ર, અને વેદનીય એવા ત્રણ અઘાતી કર્મ, આવી સાતેય કર્મ પ્રકૃતિઓનો બંધ નિરંતર પડ્યા કરે છે. તેથી જીવનું અનાદિ કાળનું ભવભ્રમણ ચાલુ રહ્યા કરે છે. આઠમુ આયુષ્ય કર્મ ચાલુ જીવનકાળ દરમિયાન એક જ વખત બંધાય છે. તે વખતે જ તેના આવતા ભવની ગતિ અને આયુષ્ય નિશ્ચિત થઈ જાય છે. આમ આઠેય કર્મોને જીવ અજ્ઞાનવશ સતત પ્રબળ કરતો હોવાથી તેનું ચારેય ગતિની ચોર્યાસી લાખ જીવયોનિમાં નિરંતર અનાદિકાળથી પરિભ્રમણ થયા કરે છે. પરિણામે આધિ, વ્યાધિ અને ઉપાધિ તેમજ જન્મ, જરા અને મરણના મહાદુઃખો તે ભોગવ્યા કરે છે. મોક્ષસુખનો અભિલાષી એવો સાધક જીવ, આ ભવભ્રમણમાંથી બહાર નીકળવાનો દ્રઢ સંકલ્પ કરતો હોવાથી પોતાના પુરુષાર્થની નબળાઈથી બંધાતા આવા આઠે કર્મોનો છેદ કરવા પ્રયત્નશીલ બને છે. પ્રથમ આરંભ અને પરિગ્રહ કે જે વૈરાગ્ય અને ઉપશમના કાળ સમાન છે તેને, પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાનુસાર વર્તીને મંદ કરે છે અને વૈરાગ્ય, ઉપશમ અને ભેદજ્ઞાનનું બળ વધારી, તત્ત્વશ્રદ્ધાન કરવાનો પુરુષાર્થ આદરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org