________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
સર્વ ઘાતિકર્મરૂપી શત્રુઓને હણીને જેમણે સર્વથા તેમનો નાશ કર્યો છે એવા શ્રી અરિહંતદેવના ચરણકમળમાં પ્રકૃષ્ટ ભાવથી નમન કરીને, તેમની સમક્ષ સાધક હવે કહે છે કે હે પ્રભુ! આ જીવની એટલે કે મારી પોતાની વર્તમાન અવસ્થામાં થતાં બાહ્ય અને અંતરંગ દોષોનું હું યથાશક્તિ કંઈક વૃત્તાંત કહેવાનું હવે ચાલું કરું છું. એટલે કે આલોચના વિધિ ચાલુ કરું છું. આમ અરિહંત પ્રભુને સંબોધન કરી પોતાની આત્મ આલોચનામાં સાધકે તેમને સાક્ષી બનાવ્યા છે. ૯. ભવભ્રમણના કારણની આલોચના:--
આરંભ વિષય ક્લાયવશ, ભમિયો નળ અનંતઃ લાચોરાશી યોનિમેં, અબ તારો ભગવંત. ૯.
સાધક પોતાના દોષોની કબૂલાત કરતાં અહીં કહે છે કે હે ભગવાન! અનાદિ કાળથી અદ્યક્ષણ પર્યત અજ્ઞાનવશ, હું ઈન્દ્રિયોના વિષયોમાં એટલે કે ભોગ-પ્રવૃત્તિમાં અને તેથી ઉત્પન્ન થતાં કષાયોને વશ થઈ આરંભ એટલે હિંસાના કાર્યોમાં જ ભાન વગર ભમી રહ્યો છું. ઉપલક્ષથી સર્વ પાપ સ્થાનકોમાં પ્રવૃત્તિ કરી, મારા આત્માને હું મુંઝવી રહ્યો છું. પરિણામે ચાર ગતિ (દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકોમાં રહેલી ૮૪ લાખ જીવયોનિમાં અનાદિ કાળથી અનંત જન્મો ધારણ કરી હું ભટકી રહ્યો છું. સાધક અહીં પ્રભુ પાસે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! હવે મને મારામાં થતાં આ વિકારી ભાવોથી બચાવો, જેથી હું આ ભયાનક ભવસાગરમાંથી પાર ઉતરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org