SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ ૧૪૧ પ્રભુ વીતરાગ છે, અને વિતરાગ કોઈથી પ્રસન્ન કે અપ્રસન્ન થતાં નથી. એટલે જ એમ લાગે છે કે આ દોહરો ભક્તિ માર્ગની મુખ્યતા બતાવવા અહીં સંકલિત કર્યો હોય. ૧૮. ભવસાગર તરવાનો ઉપાય -- ભવસાગર સંસારમેં, દીપા શ્રી જિનરાજ; ઉધમ ફ્રી હોંચે તીરે, બેઠી ધર્મ જહાજ. ૧૮. જેમ મહાસાગરમાં જહાજને ચલાવનાર નાવિક, દ્વીપને દૂરથી જોઈને નક્કી કરે છે કે હવે કિનારો નજીક જ છે. જેથી તે દિશા તરફ પોતાના જહાજને યોગ્ય ગતિ આપી પહોંચાડવા સાવધાનીપૂર્વક પ્રયત્નશીલ થાય છે. અને અંતે તે દ્વીપના કિનારે પહોંચે છે. તેમ આ ભવસાગર તે ખરેખર મહાસાગર જ છે. તેમાં કર્મરૂપી ખારું પાણી ભર્યું છે, જેથી જીવ તેમાં ઉપજતાં તરંગોમાં જયાં ત્યાં અથડાયા કરે છે. એટલે કે જન્મ મરણ કર્યા કરે છે. તેથી જ સંસારને ભવસાગર કહ્યો છે. આ સંસારરૂપી મહાસાગરમાં જિનેશ્વરદેવ દ્વીપ સમાન છે. ધર્મ તે જહાજ સમાન છે. અને સદ્ગુરુસંત તે નાવિક છે. આમ આ દોહરામાં કવિ, રૂપકથી જણાવે છે કે હે ભાઈ! તુ ધર્મરૂપી જહાજમાં બેસી સદ્ગુરુ કે સંતરૂપી નાવિકની આજ્ઞા પ્રમાણે, આ સંસારરૂપી મહાસાગરને તરવાનો ઉદ્યમ કર. જેથી તું જિનત્વરૂપી મહાદ્વીપમાં પહોંચી જઈશ એટલે કે સિધ્ધ ક્ષેત્રમાં પહોંચી જઈશ, અને ત્યાં સ્થિર થઈ અનંત-અવ્યાબાધ સુખ પામીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy