________________
૧૩૦
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
જપ, બાહ્યાંતર તપ, સંયમ ઈત્યાદિ કડવા ઔષધ જેવા લાગતા એટલે કે અઘરા લાગતા પારમાર્થિક સાધનોનો પ્રામાણિકપણે આશરો લેવાથી જીવમાં સુવિચાર, વૈરાગ્ય અને ઉપશમની વૃદ્ધિ થવા પામે છે, જેથી ધ્યાન બળ વધે છે પરિણામે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પછી ચારિત્ર મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરતાં, જીવ અરિહંત પદને પામે છે. તેના ફળરૂપે તેને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. અંતે અરિહંતનું આયુષ્ય પૂર્ણ થતાં નિશ્ચયથી નિર્વાણ પદને પામી જીવ શિવ થાય છે, અને શાશ્વત એવું અનંત-અવ્યાબાધ સમાધિ સુખને તે પ્રાપ્ત કરે છે. આમ જપ અને તપ કે જે મુખ્યત્વે યોગની ક્રિયા છે અને સંયમ કે જે મુખ્યત્વે ઉપયોગની ક્રિયા છે તે બન્નેનો આશ્રય લઈને સાધનામાં આગળ વધવા અહીં જણાવે છે. ૬. સંસારનું સ્વરૂપ --
ડાભ અણી જલબિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુઃખજલ ભર્યો, ચહ સંસાર સ્વભાવ. ૬.
જેમ ડાભ એટલે કે એક જાતની વનસ્પતિ, તેના પાંદડાની ધાર ઉપર પાણીના ટીપાંઓ બાઝયા હોય, તે અલ્પ સમય માટે જ તેની ઉપર રહે છે. કારણ કે જરાક હવાનું નિમિત્ત મળતા જ તે ખરી પડે છે અથવા સુકાઈ જાય છે, તેમ ઈન્દ્રિયોના વિષયોથી મળતુ સુખ આવું જ ક્ષણિક છે. કારણ કે તે પરાધીન હોવાથી નિમિત્તનો યોગ પૂર્ણ થતાં જ તે ચાલ્યું જાય છે. ખરેખર તો તે સુખ જ નથી પણ સુખાભાસ માત્ર છે.
અજ્ઞાની જીવ આવા વૈષયિક સુખની પાછળ ખરેખર પાગલ થઈ જાય છે. તેને આ દૈહિક અને ક્ષણિક કામભોગના સુખનું પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org