________________
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ
બનાવે છે અને પોતે જ તેમાં ફસાય છે અને તરફડિયા મારી બહાર નીકળવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે, પણ અંતે મરણને શરણ થાય છે. તેમ અજ્ઞાની જીવ પોતે જ પોતાની અસાવધાનીપણાને કારણે, મોહને વશ થઈ કર્મોરૂપી જાળ બાંધે છે અને તેમાં ફસાય છે. ઉદય વખતે તેમાંથી નીકળવા તરફડીયા મારે છે અને અશાતાના દુ:ખો ભોગવી મરણને શરણ થાય છે. આમ ભવોભવ ચાલ્યા કરે છે. સાધક અહીં આલોચના કરતા કહે છે કે હે પ્રભો! હું પોતે જ વિવેકથી શૂન્ય છું. આંખો બંધ કરીને અજ્ઞાનરૂપી અંધકારમાં દોડી રહ્યો છું અને શાહમૃગ અને કરોળિયા જેવું જીવન જીવી રહ્યો છું. મારી આ પ્રકારની કુબુદ્ધિ માટે મને વારંવાર ધિક્કાર હો.
--
૧૫.
વિષય-કષાય અગ્નિ સમાનઃ-
સબ ભક્ષી જિમ અગ્નિ હું, તપીઓ વિષય ાય; અવછંદા અવિનીત મેં, ધર્મી ઠગ દુઃખદાય. ૧૫.
૨૦૩
જેમ અગ્નિના તાપમાં જે કાંઈ વસ્તુ હોમાય તે સર્વનું તે ભક્ષણ કરી દે છે. અથવા તે વસ્તુ અન્ય વસ્તુમાં રૂપાંતર પામી જાય છે. જેમ કે પાણી વરાળ રૂપે, લાકડું કોલસા રૂપે થઈ જાય છે ઈત્યાદિ. તેમ હું પણ વિષય અને કષાયરૂપી અગ્નિથી નિરંતર બળ્યા કરું છું. તેથી મારામાં રહેલા સદ્દગુણો નાશ પામે છે અને તે તેના પ્રતિપક્ષી દુર્ગુણોમાં રૂપાંતર થઈ જાય છે. જેમ કે મારામાં રહેલો ક્ષમા ગુણ તે ક્રોધમાં પરિણમી જાય છે. સંતોષગુણ તે લોભ કે પરિગ્રહ રૂપે પરિણમે છે ઈત્યાદિ. આમ મારામાં થતાં વિષય અને કષાયરૂપી વિકારી ભાવોના નિમિત્તથી મારા સ્વાભાવિકગુણો વૈભાવિકગુણોમાં પરિણમી જાય છે. તેથી સાધક અહીં આલોચના કરતાં પ્રભુને કહે છે કે હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org