________________
૧૩૪
વૃદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
૧૦. પાપ છુપાવી શકાતા નથી---
પાપ છિપાયાં ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહે, રૂઈ લપેટી આગ. ૧૦.
જેમ આગને રૂમાં લપેટવાથી, દબાવી કે બુઝાવી શકાતી નથી, પણ તેને તો યથાયોગ્ય ઉપાય કરવાથી જ શાંત કરી શકાય છે. તેમ પાપ કર્મને છુપાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ તેને છુપાવી શકાતા નથી, કારણ કે અબાધાકાળ પૂર્ણ થતાં તે કર્મો સત્તામાંથી ઉદયમાં આવી અચૂક ફળ આપે છે. છતાંય કોઈ ભાગ્યશાળી જીવ પોતાના કોઈક મહપુણ્યના યોગથી જો જાગ્રત થાય, અને તપાદિરૂપી યથાયોગ્ય પારમાર્થિક પુરુષાર્થ કરે, તો તે સત્તામાં રહેલાં પાપ કર્મોની સ્થિતિ અને અનુભાગ ઘટાડી શકે છે. અથવા તે કર્મોનું પુણ્યકર્મોમાં સંક્રમણ કરી શકે છે. પણ જો કર્મ ઉદયમાં આવી ગયું, તો તેને સમભાવથી જ વેદવાનો પુરુષાર્થ કરવો, તે જ સાધકનું કર્તવ્ય થઈ પડે છે.
અહીં દોહરાના બીજા ચરણમાં “છીયે તો મહાભાગ’ કહીને કવિનો કહેવાનો આશય એમ સમજાય છે કે ખરેખર પાપ છુપાવી જ શકાતા નથી. છતાં પણ સાધકને જણાવે છે કે હે ભાઈ! તું પ્રત્યક્ષ સદ્દગુરુ સમક્ષ આલોચના કરી તેનું શુદ્ધિકરણ કરવાનો યોગ્ય ઉદ્યમ કર, તો સંક્રમણાદિ ક્રિયાથી તે પરિવર્તિત થઈ શકશે. ૧૧. ચેતન્ય રવરૂપનો લક્ષ કરો --
બહુ વીતી થોડી રહી, અબ તો સુરત સંભાર; પરભવ નિશ્ચય ચાલનો, વૃથા જન્મ મત હાર. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org