________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૯૩
બંધ દશાને પામે છે, પરિણામે અનાદિ કાળથી જુદા જુદા દેહ ધારણ કરી ભવસાગરમાં ભટક્યા કરે છે. સાધક આ બંધનમાંથી મુક્ત થવાની ભાવના ભાવે છે. ૯. જીવને વિકાર થવામાં કર્મના નિમિત્તની અપેક્ષા --
ન્યું બંદર મદિરા પિયા, વિષ્ણુ ઠંક્તિ ગાત; ભૂત લગ્યો કૌતુક કરે, કમા ઉત્પાત. ૯.
જેમ કોઈ બંદરે દારૂ પીધો હોય અને તે જ વખતે તેને વીછીએ ડંખ માર્યો હોય ત્યારે દારૂના નશામાં અને ડંખના દર્દમાં પોતાનું સહજ ભાન ભૂલી જવાથી તે ભૂત વળગ્યું હોય તેમ નવાઈ પમાડે તેવા તોફાન અને ધાંધલ મચાવે છે, અને વાણી તથા કાયાની વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. અને ખૂબ દુઃખી થાય છે. તેમ અજ્ઞાની જીવે પણ મોહરૂપી મદિરા પીધો હોવાથી અને અશાતા વેદનીય કર્મના ઉદયથી થતાં દુઃખોના વેદનથી કેમ જાણે તેને ભૂત વળગ્યું હોય તેવું કૌતુક કરે છે અને મન, વચન અને કાયાની વિચિત્ર અને વિપરીત પ્રકારની નવાઈ પમાડે એવી ચેષ્ટાઓ કરી ઉત્પાત મચાવે છે અને વધુ દુઃખી થાય છે. એટલે કે અજ્ઞાની જીવ આશાતા વેદનીય કર્મના ઉદય વખતે આવી વૈભાવિક પરિણતિ કરે છે અને અનંત નવા કર્મો ઉપાર્જન કરી અનંત સંસાર વધારી દે છે. આમ અજ્ઞાની જીવની બંદરના ચંચળ સ્વભાવ સાથે સરખામણી કરી છે. સાધક અહીં સમતાભાવને યથાર્થ સમજી, ચંચળતાને દૂર કરવાની ભાવના ભાવે છે. ૧૦. જીવ અને કર્મનું નાટક --
કર્મ સંગ જીવ મૂઢ હૈ, પાવે નાના રૂપ; - ર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ. ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org