________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
વિષે પૂર્ણ વિશ્વાસ થઈ ગયો હોય તો રાગ કે દ્વેષ મંદ થવા પામે છે અથવા થતાં જ નથી. કારણ કે જીવના અભિપ્રાયમાં જ આ નિર્ણય થઈ જવા પામ્યો હોય છે કે જે કાંઈ ઘટના જીવનમાં બને છે તે તેમ બનવાની હતી માટે જ બની છે. તેમાં રાઈમાત્ર પણ વધઘટ થવા પામી શકે નહીં. “સ્યાત્પદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મપ્રયત્નમાં, આધ્યાત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો? આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જોવાં જોઈએ’ (વ. પૃ. ૧૭૯). “જે થાય છે તે યોગ્ય જ માનવામાં આવે' (વ. પૃ. ૩૦૭) આમ સાધક અહીં પ્રથમ પ્રકારનું ધ્યાન એટલે કે આર્તધ્યાનનો ત્યાગ કરવાનો નિર્ણય કરે છે અને સમતાભાવને અંગીકાર કરે છે.
૨૦. રૌદ્રધ્યાન ત્યાગો-ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં પ્રવૃત્ત થાઓઃ-
દૂજા કુછ ભી નચિંતીએ, ક્ર્મબંધ બહુ દોષ; ત્રીજા ચોથા ધ્યાયકે, કરીએ મન સંતોષ.
૧૦૫
૨૦.
બીજા પ્રકારના ધ્યાનને રૌદ્રધ્યાન કહે છે. રૌદ્રધ્યાન એટલે દુષ્ટ આશયવાળું ધ્યાન. તેથી તીવ્ર પાપરૂપ પરિણામો થાય છે. આ રૌદ્રધ્યાન ચાર પ્રકારનું હોય છે. (૧) હિંસાનંદી એટલે હિંસા કરીને આનંદ પામવો, (૨) મૃષાનંદી એટલે જૂઠું બોલીને આનંદીત થવું, (૩) ચૌર્યાનંદી એટલે ચોરી કરીને આનંદીત થવું, (૪) પરિગ્રહાનંદી એટલે ૫૨૫દાર્થોમાં મૂર્છાના ભાવો ક૨વા અને તેમાં આનંદ માનવો. આ ધ્યાન અતિ દુષ્ટ પરિણામોની એકાગ્રતા કરાવે છે, કારણ કે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org