Book Title: Bramhacharyana Nava Mulyo
Author(s): Nemichandra Muni, Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/034784/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ allbjildk le Nિ જૈન ગ્રંથમાળા, દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ 5A2A૦૦૬ [[T]લઝક | મકશ્રી નમિચન્દ્રજી | સંશોધક અને પે૨૭ મુને સંતબાલજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ વાત્સલ્ય પ્રેરક : મુનિશ્રી સંતબાલજી સંપાદક : નવલભાઈ શાહ આધ્યામિક એકતાના તથા ધર્મદષ્ટિયુક્ત સમા જ રચનાનાવિચારોને તથા સમાજ જીવનને સ્પર્શતા વિવિધ પ્રશ્નોને મનનીય લેખો રૂપે રજૂ કરતું અદ્વિતીય પાક્ષિક. વાર્ષિક લવાજમ : રૂા. ૬-૦૦ (ભેટ પુસ્તક સાથે) : કાર્યાલય : હઠીભાઈની વાડી, Shree Sudharmaswam aanbhandar-Umara, Surat કો www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ » મૈયા બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યો વિશ્વસમાજમાં વ્યાપ્ત કરવા બ્રહ્મચર્યને, નવા રૂપે હવે મૂલ્ય તેનાં સ્વીકારવાં ઘટે; દ્રવ્ય, ક્ષેત્ર અને ક્યળ–ભાવ કસોટીએ કસી, સિદ્ધાંત સાથેનો નાળા, મેળવો વ્યવહારથી. લેખક : મુનિ નેમિચન્દ્ર પ્રેરક અને સંશોધકઃ મુનિશ્રી સંતબાલજી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, અમદાવાદ-૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી _મંત્રી, મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર અમદાવાદ–૧. આવૃત્તિઃ પ્રથમ] પ્રતઃ ૧૨૫૦ [સં. ૨૦૧૭ આસો સુદ ૧ ૧૦મી ઓકટોબરઃ ૧૯૬૧ મુદ્રક: ચંદુભાઈ ચતુરભાઈ શાહ શૌર્ય પ્રિન્ટરી તિલકરોડ, પાદશાહની પોળ સામે, અમદાવાદ–૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ પિતાના હૃદયની વાત્સલ્ય ભાવના અને પુરુષાર્થના પ્રકાશે અમારા જીવનમાં પણ શ્રદ્ધાનાં બીજ રોપી - સદાય સ્મિત રેલાવનાર વ. પૂ. પિતાશ્રી પૂ, શ્રી ચંદુલાલ કેશવલાલ શાહ mcorporation Docippinewcomers crcconcrete povertype=crocxxxxxxxxxxxxic .ca પુણ્ય સ્મૃતિમાં જીવનમાં આચરવા યોગ્ય “બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યો” ની શ્રદ્ધાંજલિ સાદર સમર્પણ સંવત ૨૦૧૭ આસો સુદ ૮ અજમેર. અરવિંદકુમાર ચંદુલાલ શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકના બે મેાલ ભારતમાં બ્રહ્મચર્યની સાધના ઉપર યુગેયુગોથી મહત્ત્વ આપવામાં આવ્યુ છે. એના અનેક પ્રયોગા થયા છે. પણ પાશ્ચાત્ય દેશોમાં પહેલેથી જ આ ઉપર વ્યક્તિગત રીતે બહુ જ એછું વજન આપવામાં આવ્યું છે. પાછળથી તે રૂપ અને સૌંદર્યની હરીફાઈ પાશ્ચાત્ય દેશોમાં થવા લાગી, જેને પરિણામે ત્યાંની પ્રજાને માટે બ્રહ્મચર્ય આજે અસ્વાભાવિક થ પડયુ છે. ભારતમાં પણ આવી બીજી સંસ્કૃતિની અસરથી આજે બ્રહ્મચર્યની મહત્તા ધીમે-ધીમે ઓછી થતી જાય છે. અને ભારતીય જનતા ભોગ વિલાસ અને પપૂજા તરફ વધારે ઢળતી ાય છે. એનું કારણ બ્રહ્મચર્યના સાધકાનુ એકાંગી અને વ્યક્તિગત સાધના કરવી, એ છે; પરિણામે બ્રહ્મચર્ય માત્ર ઊંચ સાધકા માટેની વસ્તુ બની ગઈ છે. કીથી બ્રહ્મચર્યાંનાં નવાં મૂલ્યો ઊભાં કરવાં માટે સર્વાંગી દષ્ટિએ વિચારવું પડશે. આ દૃષ્ટિએ બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યા’ પુસ્તિકા લખાઈ છે, જે વાંચકાને બ્રહ્મચર્ય વિષે નવું ભાતુ આપશે. આ પુસ્તિકાના વિચારો સાંભળીને સવિતાબહેન પારેખને આ પુસ્તિકા છપાવવાની પ્રેરણા થઈ. તેમણે પેતાના પતિ શ્રી નંદલાલભાદ પારેખને આ વિષે લખ્યું. શ્રી નંદલાલભાઇએ બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યા’ના પ્રકાશન માટે અજમેરમાં રહેતાં પેાતાનાં બહેન શ્રી. કાંતાબહેનને પેાતાના સ્વ. પતિની સ્મૃતિ અર્થે ખ કરવા ધારેલ રકમમાંથી મદદ કરવા લખ્યું. બહેનની સ્વીકૃતિ આવી ગઈ. અને આ પુસ્તિકાને પ્રકાશિત કરવાનું નક્કી થયું. આમ આ પુસ્તિકા પ્રકાશન માટે કાંતાબહેન, શ્રી. ન દલાલ પારેખ અને તેમના પત્ની ધન્યવાદને પાત્ર છે. લગભગ બે વર્ષ પહેલાં સૌ. સવિતાબહેન અને શ્રી નંદલાલભાઇ પારેખ સોડે બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું છે, એટલે પેાતાના બ્રહ્મચર્ય વ્રતને સમાજ વ્યાપી અને સર્વાંગી બનાવવામાં આ પુસ્તિકાનું પ્રકાશન તેમના જીવનમાં સંસ્મરણીય અને પ્રેરણાદાયક બની રહેશે. - આ પુસ્તિકા બ્રહ્મચર્ય પ્રેમી ભાઇ બહેને અને ક્રાંતિપ્રિય બ્રહ્મચારી સાધુ સાધ્વીને એક નવી દૃષ્ટિ આપશે એવી આશા છે. લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકની પરિક્રમા બ્રહ્મચર્યનાં નવાં મૂલ્ય” એ મુનિશ્રી નેમિચંદ્રજીની રસમય કૃતિ છે. આમ તો તેઓ પાંચેક વર્ષ પહેલાં ભાલનળકાંઠામાં એમના વડીલ ગુરુભ્રાતા સદ્દગત મુનિ મહારાજ શ્રી ડુંગરશીમુનિ સાથે આવ્યા, ત્યારથી આ વિષય પરત્વે ઠીક ઠીક છણાવટ થઈ હતી. તેઓ શ્રદ્ધાને તર્કની આંખથી જોઈ–તપાસીને ચાલનારા છે. તેથી તેમણે અનુબંધ વિચારધારાને એક પ્રાચીન કાળથી ચાલી આવેલી જેનપરંપરા તેમજ વર્તમાનકાળનાં યુગવલણ સાથેની સમતુલાની દૃષ્ટિએ ખૂબ ખૂબ ચાખી લીધી છે. એટલે જ એમની આ નાની પુસ્તિકામાં કેટલીક પ્રાચીન પરિભાષા દેખાય છે, તે કેટલીક નવીન આધુનિકતા પણ દેખાય છે. તેમણે આ નાની પુસ્તિકામાં જે વિષય છો છે, તે એક દૃષ્ટિએ સનાતન છે, બીજી દષ્ટિએ સાવ નો છે. સનાતન એટલા માટે કે એમાં કૃત્રિમ સાધન દ્વારા સંતતિધનો ધોધ ભારતમાંય ચાલે છે, તેવે વખતે બ્રહ્મચર્ય—સાધનાની મૌલિક્તા સુંદર રીતે રજૂ કરી છે. ને એટલા માટે કે સ્ત્રી પુરુષની અલગતાને આખેય ખ્યાલ એમણે સાવ નવી ઢબે રજૂ કર્યો છે. અનબંધ વિચારધારામાં એકી સાથે બે વાતો દેખાય છે – (૧). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ તદાત્મતા અને છતાંય (૨) તટસ્થતા. તેવી જ રીતે (૧) અનાયાસ (સહજપણું) અને છતાંય (૨) આયાસ. (એટલે કે અખંડ પુરુષાર્થ). અનુબંધ વિચારધારામાં જે ચાર સંગઠનની વાત આવે છે તે જુદાં જુદાં નાનાં મોટાં પુસ્તકો દ્વારા અને ખાસ તે વિધવાત્સલ્ય અને નવાં માનવી' છાપાંઓ દ્વારા ઠીક ઠીક છણાઈને વાચક પાસે પહોંચી ગઈ છે. પરંતુ સ્ત્રી અને પુરુષની અને તેમાંય પુખ્ત વયના સાધુ અને સાધ્વીની પરસ્પર પૂરતાની વાત “બ્રહ્મચર્ય સાધના'માં ઈશારારૂપે છણાઈ હતી. પણ આ નાની પુસ્તિકામાં એની છણાવટ ટૂંકમાં છતાં વિશદતાથી અનાયાસે થઈ ગઈ છે. સ્ત્રી સાથે અવિરતપણે પુરપ રહે, એટલું જ નહીં, તેની પાસે માધ્યમ તરીકેનું કાર્ય લે અને તેને પોતે કાર્ય આપે; છતાં સ્ત્રી પુરુષ વચ્ચેની બ્રહ્મચર્યલક્ષી બધી જ મર્યાદાઓ કડક રીતે પાળે. આ વાત જૈન ધર્મ અને જૈન આગમ માટે નવી નથી. છતાં છેલ્લાં અમુક વર્ષોના ચાલુ વ્યવહારની દષ્ટિએ નવી છે. તે જે સાધુ સાવીને આજના માનવ જગતને સત્ય, અહિંસા અને સંયમને પુટ લગાડો હશે. અથવા તપત્યાગનો ઉપયોગ માનવજાતને માટે અને પ્રાણુજાત માટે પણ જે માનવજાત પાસેથી કરાવો હશે, તે એવું કર્યા વિના છૂટકે નથી. માનવ–નર અને માનવ–નારી બંને પરસ્પરમાં તદાત્મતા અનુભવી શક્યાં નથી, ત્યાં લગી બંનેને બંનેના સાચા ગુણોનું દર્શન થઈ શક્યું નથી. આથી જ શારીરિક વાસનામાં પારસ્પરિક બ્રહ્મચર્યને હાસ તે બંને નેતરી બેસે છે. પરિણામે તટસ્થતાને બદલે બંને પરસ્પર આસક્ત થઈ દુનિયાથી સાવ અતડાં પડી જાય છે. તેને બદલે જે બંને ઊંડાં ઊતરીને તાદામ્ય અનુભવે તો એમાંથી આપોઆપ તટસ્થતા જન્મે છે. પછી એ બંને એકરૂપ મળીને અગિયાર જ નહીં, બલકે અનંત જગતની સાથે તાદામ્યપૂર્વકની તટસ્થતા અનુભવી અનંત સુખ જાતે ભોગવે છે. અને જગતને ભગવાવે છે. આ કલ્પનાને જ વિષય નથી અનુભવને વિષય છે. એ જ રીતે આ પુસ્તિકાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ વાંચનરૂપે નહીં, પણ જાત અનુભવરૂપે જેઓ રસ માણશે, તેઓ જ તેમાંનું તથ્ય સમજી શકશે. ચારે આશ્રમે પાયે બ્રહ્મચર્યથી આ પુસ્તિકા શરૂ થઈને બ્રહ્મચર્યને યુગદષ્ટિએ વિચાર એમ બાર પ્રકરણમાં એ પૂર્ણ થાય છે. વાત્સલ્ય” અને “વિકાર બને એવી વૃદ્ધિઓ છે કે ઘણીવાર તેનું મૂળ એક જ લાગે છે, પણ ખરેખર તેવું નથી. વાત્સલ્યનું મૂળ ચિતન્યમાં છે. જ્યારે વિકારનું મૂળ જડતામાં છે. એકમાં સ્વભાવ છે, બીજામાં વિભાવ છે. છતાંય શરૂઆત એની એવી રીતે થાય છે, એટલું જ નહીં ઠેઠ વચગાળાના કાળ લગી જાણે બંને વૃત્તિઓનું મૂળ એકરૂપ લાગે છે, છતાં છેવટે એ બંને વૃત્તિઓ સાવ જ ભિન્ન છે. એટલે વિકારના જોખમે જે વાત્સલ્યને પણ છેક છેડી દેવામાં આવે તે પ્રગતિ છેક અટકી પડે છે. સમાજની પ્રગતિ વાત્સલ્ય વિના અટકી પડે છે, એટલું જ નહીં બલકે વ્યક્તિની પ્રગતિ પણ વાત્સલ્ય વિના અટકી પડે છે. આ વાત અનેકાનેક ઉદાહરણ આપી આ નાની પુસ્તિકા સ્પષ્ટ કરી દે છે. એકવાર જે આ “વાત્સલ્યની વાત સ્વીકારી કે તુરત સ્ત્રી–પ્રતિષ્ઠા આપોઆપ આગળ આવી રહે છે. જેને આગ મેએ નારીઓમાં “માયા' ઘણું એ વાક્ય વાપર્યું છે. સામાન્ય નીતિકારે “સ્ત્રી ચરિત્ર” વગેરે શબદોથી નારી ઘડી–ઘડી અનેક રંગ બદલે છે, ઘડીકમાં ચાહે છે, ને ઘડીકમાં ધિક્કારે છે, એમ કહે છે. કેટલાક સમાજશાસ્ત્રીઓ એમનામાં અદેખાઈને દુર્ગુણ વિશેષ વર્ણવે છે. પરંતુ આ બધાને સાર એટલે જ છે કે જેમ સ્ત્રી જાતે સમપ ણને સગુણ ધરાવે છે, તેમ એ “પુરુષમાં વળતે તે સગુણ અપેક્ષે છે. તે ન દેખાતાં (૧) માયા, (૨) સ્ત્રીચરિત્ર અને (૩) અદેખાઈ જેવા દુર્ગણે ઊભા થાય છે એટલે જે એના વાત્સલ્યને દૂફ અને યોગ્ય વળાંક મળે તો સ્ત્રીને અંગત વિકાસ થાય તથા સ્ત્રી પાત્ર દ્વારા જગતને મહાન લાભ થાય. તે જ રીતે જે સ્ત્રીની પૂર્તિ પુરુષને સાંપડે તો જ પુરુષ પણ અંગત વિકાસ સંપૂર્ણ સાધી શકે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ જગતને દોરી શકે. જૈનધર્મને એકેએક તીર્થકરે આ રીતે જ ચાર પ્રકારના સંધની રચને યુગે યુગે કરી છે. જૈન ધર્મનું કોઈપણ પદ એવું નથી કે જે નર અને નારી બંને માટે ન હોય. સાથે સાથ કોઈપણ સંઘ કે સમાજ પણ જૈન ધર્મને એવો નથી, જેમાં સ્ત્રી અને પુરુષનું સમાન સ્થાન ન હોય. જેનધર્મના ચોવીસ તીર્થકરે પૈકી એક જ નારીજાતિના છે. એનો અર્થ એ કે સંઘરચનાનું કાર્ય આરંભવામાં પુરુષ શરીરની જરૂર વિશેષ પડે છે, પણ એ કાર્યમાં તરત સ્ત્રી શરીરની જરૂર પ્રથમ ઊભી થાય છે. પચ્ચીસસો વર્ષ પહેલાં ભ. મહાવીરને ચંદનબાળા જેવી નૈષ્ઠિક બ્રહ્મચારિણી સ્ત્રી મળી જતાં ચાર પ્રકારના સંઘની રચના થઈ હતી. આજે વિશ્વની માનવજાત સાવ નજીક આવી ગઈ છે. છતાં સ્થૂળ રીતે તે નજીક આવી છે તેટલી સુક્ષ્મ રીતે આવી નથી. એને સૂક્ષ્મ રીતે નજીક લાવવાની છે. બીજું પશ્ચિમમાં સ્ત્રી-પુરુષ શિક્ષણમાં જ નહીં; ધંધામાં પણ સાથે રહેતાં આવ્યાં છે. રાજકાજમાં અને યુદ્ધમાં પણ નારીનું સ્થાન પુરુષની જેમ છે. જ્યારે પૂર્વમાં સ્ત્રી માટે ભાગે ઘરમાં અને કુટુંબમાં પરેવાયેલી રહી છે. આવા સંજોગોમાં પૂર્વ અને પશ્ચિમની સ્ત્રીઓનો પણ સમન્વય કરવો પડશે. અતિ છૂટછાટ નહીં, તેમ અતિ બંધન નહીં, તે મધ્યમમાર્ગ નક્કી કરી લેવો પડશે. એટલું જ નહીં બલકે ભૌતિક સંસ્કૃતિ ઉપર આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રભુત્વ લાવવું પડશે. અન્યાય, શેષણ, ખાટાં મૂલ્યો વગેરેની સામે સામુદાયિક અહિંસાના પ્રયોગો કરવા પડશે. સ્ત્રી જે ભાગ પુતળી મટીને સંયમમૂતિ બને તો જ તે કાર્ય પાર પડી શકે. આ માટે ચારિત્ર્ય-સંપન્ન અને નિર્લેપ રહી શકે તેવા તથા વિશાળ દષ્ટિવાળા સાધુ પુરષોએ આગેવાની લેવી પડશે. આને પરિણામે શરૂઆતમાં ખાનપાન, માનપાન છોડવા પડશે. એટલું જ નહીં અનેક કડવા આક્ષેપ વેંઢારવા પડશે. માણસને પરિગ્રહ છોડવો સહેલે છે, પ્રાણ છોડવા સહેલા નથી. કદાચ પ્રાણ છોડવા પણ છેવટે સહેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પરંતુ નમેલી પ્રતિષ્ઠા છોડી દેવી એ સૌથી પણ મુશ્કેલ કામ છે. આટલી હદે સાધુ સાધ્વીઓ આગળ આવ્યા બાદ પણ એમને એવાં જ મરજીવારૂપ ગૃહસ્થાશ્રમી સાધક–સાધિકાઓને સાથ ન હોય, તો આજની દુનિયાનું આ ભગીરથ કામ પાર પાડવું અશક્ય છે. વળી જે વણઘડાયેલું જૂથ જામી જાય તો એમાંથી પાછો ન વાડે જન્મવાની ભીતિ છે. આ દિશામાં ગાંધીજી ગૃહસ્થાશ્રમી અને પછી વાનપ્રસ્થાશ્રમી બન્યા હતા. છતાં એમણે સંન્યાસીઓને પણ માર્ગદર્શક બને તેવું જીવન અંગત અને સામાજિક બંને રીતે જીવી બતાવ્યું. તેમના ગયા પછી ભારતનું ક્ષેત્ર વિશ્વ વ્યાપક રીતે વધુ છતું થયું હોવાથી દુનિયાભરનાં સુસંગઠનોને સાંકળવાનું ભગીરથ કામ નવાયુગના ચારેય વર્ણ તથા ગૃહસ્થ અને સંન્યાસ બંને આશ્રમના સંપૂર્ણ સહયોગ વિના પાર નહીં પડે. આથી જ આ મહાન કાર્યના પાયારૂપ બ્રહ્મચર્ય અને સત્યનિકા કડક અને છતાંય ઉદાર જોઈશે. પિતાપક્ષે સત્યનો કડકમાં કડક આગ્રહ અને છતાંય બીજાઓ પાસે એ જ આગ્રહ પકડાવવામાં હાર્દિક સંપર્ક વધારવો પડશે. આવા હાર્દિક સંપર્ક માટે કોમળતા, વાત્સલ્ય વગેરેની જરૂરતમાં સ્ત્રી પાત્રો ઉપયોગી થશે. એમાં મર્યાદાઓ (બ્રહ્મચર્યની) કડક પાળવા છતાં ઉદાર રહેવું પડશે. સામાન્ય રીતે જૈનધર્મનાં આગમ અને ઈતિહાસમાં આવી સામગ્રી પુષ્કળ છે. આમ તો શ્રી રામકૃષ્ણ પરમહંસ, શ્રી અરવિદે વૈદિક ધર્મના પુરુષો છે, જેમણે વિશ્વવિશાળ ભાવના સાથે સ્ત્રી પુરુષની પરસ્પર પૂરતા આજના યુગને અનુરૂપ જેટલી સિદ્ધિ કરી છે, તેટલી આજના યુગનાં જૈન સાધુ સાધ્વીઓએ સિદ્ધ નથી કરી, તેનો એકરાર કરવો જોઈએ. પરંતુ પ્રિય નેમિમુનિએ જેમ ઉલ્લેખ કર્યો છે, તેમ જૈન સાધુ સંસ્થાના એક અદના સભ્ય તરીકે મેં પૂ. ગાંધીજીએ બનાવેલી સડક પર ભારતીય સુસંગઠનોના અનુસંધાનમાં જે આરંભ કર્યો છે, તેમાં પ્રિય નેમિમુનિનો સાગ નેંધપાત્ર બને છે. મને શ્રદ્ધા છે કે જેમ એમાં સાધક સાધિકાઓની પૂર્તિ વર્ષોથી મળી રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ છે, તેમ સમૈયાને પ્રતાપે સાધુ સાધ્વી શિબિર–નિમિત્ત દ્વારા એવા ક્રાંતિપ્રિય અને પરસ્પરપૂરક સાધુ સાધ્વીઓ મળી રહેશે કે જેઓ ભારતભરમાં ભાલનલકાંઠા–પ્રયોગથી શરૂ થયેલા આ મહાન કાર્યને આગળ ચલાવશે. પ્રિય નેમિમુનિએ અનુબંધ વિચારધારા” અને “સાધુ સાધ્વીઓને એમ બે પુસ્તક સાધુ સાધ્વી શિબિર–નિમિત્ત જેમ લખ્યાં, તેમ આ પુસ્તિકા પણ તેમાં સુંદર ઉમેરે કરશે. અને આશા છે કે વાચકો આ પુસ્તિકાની પાછળ જે સૂક્ષ્મ પરિશ્રમ મુનિશ્રીએ લિધે છે, તેને પૂરેપૂરો લાભ ઉઠાવશે. બેરીવલી તા. ૬-૫-૬૧ સંતબાલ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ચારે આશ્રમનો પાય-બ્રહ્મચર્ય સૌ આશ્રમ નદી રૂપ, ને બ્રહ્મચર્ય સાગર; બ્રહ્મચર્યથી સિંચાજે, વિશ્વે સમગ્ર જીવન. (૧) ભારતીય સંસ્કૃતિમાં બ્રહ્મચર્યને એક મુખ્ય વિષય માનવામાં આવ્યું છે. આમ તો દુનિયાના બધા ધર્મોમાં બ્રહ્મચર્યને વિચાર અને પ્રયોગ કરવામાં આવ્યું છે, પણ ભારતના ધર્મો, ધર્મ અને સાહિત્યમાં બ્રહ્મચર્યને જે વ્યવસ્થિત અને ઊંડાણથી વિચાર કરવામાં આવ્યો છે, અને જેટલા પ્રોગે ભારતમાં થયા છે, તેટલા વિચાર અને પ્રયોગો બીજા દેશે કે પૌર્વાત્ય ધર્મોમાં ભાગ્યે જ કરવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં બ્રહ્મચર્યને મહત્ત્વપૂર્ણ સ્થાન એટલા માટે મળ્યું છે કે એ ચારેય આશ્રમને પામે છે. ત્યારે આશ્રમની ગઠવણ કરીને ભારતીય સંસ્કૃતિનાં તત્વચિંતકેએ બ્રહ્મચર્યને સમગ્ર સમાજ વ્યાપી બનાવવાનો પુwાર્થ કર્યો છે. ભારતના ધર્મ વિચારમાં એનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. માનવજીવનમાં સૌથી પહેલે કાળ અધ્યયન કાળ હોય છે; એમાં ગુરુનિખા, અધ્યયન નિષ્ઠા અને સંસ્કાર નિષ્ઠા હેવી જરૂરી છે. એ ત્રણેય નિષ્ઠાઓ માટે બ્રહ્મચર્ય જરૂરી માનવામાં આવ્યું છે. બાલ્યકાળથી જ ગળથુથીમાં બ્રહ્મચર્યની તાલીમ બાળકને મળી જાય તો એના ભાવિ જીવનનું ઘડતર સારી પેઠે થઈ શકે એ દૃષ્ટિએ બ્રહ્મચર્યાશ્રમ સૌથી પહેલે અને આવશ્યક માનવામાં આવ્યો છે. બ્રહ્મચર્યાશ્રમને હેતુ એ છે કે મનુષ્યના જીવનને આરંભમાં સારું ખાતર મળે. જ્યારે વૃક્ષ નાનું હોય છે, ત્યારે તેને ખાતરની વધારે જરૂર હોય છે. મોટું થયા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ખાતર આપવાથી જેટલું ફાયદો થાય છે, તેના કરતાં તે નાનું હોય રે વધારે ફાયદો થાય છે. મનુષ્ય–જીવનનું પણ એમ જ છે. એ ખાતર મનુષ્યજીવનને છેવટ સુધી મળતું રહે તે સારું જ છે; પરંતુ જીવનના આરંભકાળમાં તો એ બહુ જ આવશ્યક છે. બાળકોને દૂધ અપાય છે, તેમને એ છેવટ સુધી મળતું રહે તો સારું જ છે, પણ ન મળે તે, નાનપણમાં તો તેમને એ સારી પેઠે મળવું જ જોઈએ. શરીરની પેઠે આત્મા અને બુદ્ધિ માટે પણ જીવનના આરંભકાળમાં સારે ખેરાક મળવો જોઈએ. એટલા જ માટે બ્રહ્મચર્યાશ્રમની કપના છે. બ્રહ્મચર્ય આમ પણ સૌથી મોટો ગુણ છે. એ ગુણ જેનામાં હોય એને જીવનના બધાં જ ભય–સ્થળોમાં મોટી મદદ મળે છે. એટલે બાળકમાં અધ્યયન કાળ સુધી બ્રહ્મચર્યની બુનિયાદી નિષ્ઠા માટે બ્રહ્મચર્યાશ્રમ રાખવામાં આવેલ છે. બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ આવે છે. એમાં પતિપત્ની બંનેની પરસ્પર–નિષ્ઠા અને વિકાસ થાય એ રીતે સંયમિત રહેવાનું સૂચવ્યું છે. માત્ર સંતાન–પ્રાપ્તિના હેતુથી જ સ્ત્રી સહવાસ કરવો, બાકી બ્રહ્મચર્યનું લક્ષ્ય રાખવું. આ પરથી સ્પષ્ટ જણાશે કે ગૃહસ્થાશ્રમનો આધાર પણ બ્રહ્મચર્ય બને છે. ગૃહસ્થાશ્રમમાં સંતાનની વાસના સાથે સાથે સંતાન–સેવા, કુટુંબ–સેવા અને ક્રમે–ક્રમે સમાજસેવાની વાત પણ આવે છે, એટલે ગૃહસ્થાશ્રમી પણ બ્રહ્મચર્યલક્ષી હોવો જોઈએ વાસના–લક્ષી નહીં. સ્વપની સિવાય બીજી બધી સ્ત્રીઓ માતા, બહેન કે પુત્રી સમાન છે, સ્વપત્નીની સાથે પણ મર્યાદિત વાસના સેવન જ કરી શકાય. આ રીતે ગૃહસ્થાશ્રમમાં પણ થોડીક વાસના સિવાય, બાકી બ્રહ્મચર્યને જ બહોળો ભાગ છે. થોડી જે વાસના છે, તેના ઉપર પણ નિયંત્રણ રાખવા માટે ગૃહસ્થની સાથે આશ્રમ શબ્દ જોડવામાં આવ્યું છે. મહાત્મા ટોલસ્ટેય (જેઓ મ. ગાંધીજીના ત્રણ પ્રેરકે પૈકીના એક હતા, તેઓ) એમ માને છે કે ગૃહસ્થાશ્રમણ અન્ય આદર્શ બ્રહ્મચર્ય છે. તેને જ સાધવા સારુ મર્યાદા દંપતીતણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ એટલે કે બ્રહ્મચર્ય પંથે ચાલતાં થાક લાગે ત્યાં ગૃહસ્થાશ્રમ વિસામારૂપ છે. આથી જ જિસસ બ્રહ્મચારી જ રહ્યા હતા કે જેને લાગે પણ માન્ય રાખ્યા છે. તો સવાલ થશે કે માનસશાત્રે કહ્યું છે કે – જાતીયતાની વૃત્તિ પ્રાણી માત્રમાં હોય છે.” ફ્રોઈડ નામના પાશ્ચિમાય તત્વચિંતકે “આ જાતીયતા સ્વાભાવિક છે” એમ બતાવ્યું છે તેનું શું ? આનો અર્થ એટલે જ કે સ્ત્રી પુરુષનું સાહચર્ય અનિવાર્ય છે, પણ મિથુનપણું અથવા સંતાન સર્જનક્રિયા અનિવાર્ય નથી. આથી જ બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધા સંન્યાસમાર્ગે પણ ઘણું સાધસાધિકાઓ ગયાં છે. જેમાં જગદ્ગુરુ શંકરાચાર્ય, ગુજરાતના હેમચંદ્રાચાર્ય ઈતિહાસનાં જાણીતાં રનો છે. મીરાંબાઈ પરણવા છતાંય કુમારીવત રહ્યાં હતાં. ગાંધીયુગમાં આવાં ઘણું ભાઈ બહેન છે. દા. ત. સંત વિનોબાજી. તેઓ ત્રણેય ભાઈઓ નૈષ્ઠિક બ્રહ્મચારી જ રહ્યા છે. તે જ રીતે બહેન વિમલાતાઈ જેવાં બહેનને પણ લેખાવી શકાય. રામચંદ્રજી ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા પણ જ્યારે તેમણે વનવાસ સ્વીકાર્યો ત્યારે સીતાજી સાથે હોવા છતાં બ્રહ્મચર્યમય જીવન રાખ્યું. સીતાજીને જ્યારે રાવણ અપહરણ કરીને લઈ જાય છે, ત્યારે સીતાજી રસ્તામાં ઘરેણું નાખતાં જાય છે, જેથી રામચંદ્રજીને પત્તો લાગી જાય કે સીતાને આ રસ્તે લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે જ્યારે રામચંદ્રજી સીતાજીની શોધમાં નીકળે છે, ત્યારે તેમને સીતાજીના નાખેલાં ઘરેણું મળે છે. અને પિતે લઘુભ્રાતા લક્ષ્મણજીને એ ઘરેણું બતાવીને પૂછે છે કે “ભાઈ! આ ઘરેણું તું ઓળખે છે, એ કોનાં છે ?” ત્યારે શ્રી લક્ષ્મણજી કહે છે: 'नाऽहं जानामि केयुरं, नाऽह जानामि कुंडले नपूरे त्वभि जानामि, नित्य पादाभि वन्दनात्' કેયુર અને કુંડલ જે ઉપરના ભાગના ઘરેણાં છે, તે તે હું ઓળખતા નથી. પણ હું દરરોજ સીતામાતાના ચરણમાં વંદન કરતા હતો, તેથી નૂપુરે ( ઝાંઝર) ને જરૂર ઓળખું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨. અહીં પ્રશ્ન એ થાય છે કે વનવાસમાં લક્ષ્મણની ઝૂંપડી જુદી હતી, પણ રામ અને સીતા બને તો એક જ મોટી ઝૂંપડીમાં સાથે રહેતાં હતાં. શ્રી રામચંદ્રજી પોતે સીતાના પતિ હોવા છતાં તે ઘરેણુને ઓળખી શક્યા નહિ. એમાંથી એ જ અર્થ તારવી શકાય છે કે વનવાસમાં શ્રી રામચંદ્રજી અને સીતાજી બંને સહજ-સહજ બ્રહ્મચર્ય પાલના પૂરી રીતે કરતાં હતાં, અને બંને એક બીજાને બ્રહ્મરૂપે જ જોતાં હતાં. આ જોતા સેંકડો વર્ષ પહેલાંના ભારતીય ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્યને કેવું અને કેટલું ઊંચું સ્થાન હતું ? તે સ્પષ્ટ જણાઈ રહે છે. આ પછી વાનપ્રસ્થાશ્રમ આવે છે, એમાં પણ સમાજ નિષ્ઠાની સાથે બ્રહ્મચર્ય જોડવામાં આવ્યું છે. સમાજ નિષ્ઠાની સાથે–સાથે પિતાના કુટુંબ પ્રત્યે પણ આસકિત રહે, એમાં વૃદ્ધિ થતી રહે, સંતાન પેદા થતાં રહે, એ વસ્તુ ચાલી શકે નહીં. માટે તો સમાજ નિષ્ઠા ખાતર બ્રહ્મચર્યનું પાલન જરૂરી બની જ રહે છે. દા. ત. મહાત્મા ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા, ત્યારે તેમના મનમાં એક વિચાર ઊ, કે “સંતાન વૃદ્ધિની સાથે સમાજ સેવાનું કાર્ય કરવાનું બહુ મુશ્કેલ છે.” એટલે તેમણે નિર્ણય કર્યો કે સમાજસેવા માટે બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. અને તેમણે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશીને રાષ્ટ્રસેવા માટે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. છેવટે વાનપ્રસ્થાશ્રમ પછી સંન્યાસાશ્રમ આવે છે. એમાં તે મુખ્યત્વે બ્રહ્મચર્ય નિષ્ઠા હોય જ છે. બ્રહ્મનિષ્ઠા વગર સંન્યાસાશ્રમ સિદ્ધ જ ન થઈ શકે. એટલે સંન્યાસાશ્રમમાં તે બ્રહ્મચર્ય પર સર્વોચ્ચ વજન મુકાયું. આ રીતે સર્વપ્રથમ બ્રહ્મચર્યાશ્રમ, ત્યાર પછી થોડાં માટે વાસના પર અંકુશ લાવનારે ગૃહસ્થાશ્રમ, ત્યારપછી વાનપ્રસ્થાશ્રમ અને છેલે સંન્યાસાશ્રમ, આ યાજના પ્રમાણે દરેક આશ્રમમાં માર્યાને ચારેય આશ્રમના પાયામાં મૂકવામાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ અત્યાર સુધી પ્રાયઃ નિષેધાત્મક અર્થ પર જોર બ્રહ્મચર્ય તણું અર્થો, સંકીર્ણ ન કદી કરે; વિશાળ અર્થથી એને, સાધી સૌને સધાવજે. (૨). આમ તે બ્રહ્મની શોધમાં કે પ્રાપ્તિ માટે જ પોતાની જીવનચર્યા રાખવી એવો બ્રહ્મચર્યને અર્થ થાય છે. અને એ અર્થમાં આપણી સામે કોઈ નિષેધાત્મક (નેગેટિવ) વાત મૂકવામાં આવી નથી. બલ્ક વિધેયાત્મક (પોઝિટિવ) વસ્તુ જ બતાવવામાં આવી છે. પણ મેટા ભાગના ધર્મોમાં અત્યાર સુધી નિષેધાત્મક અર્થ ઉપર જ વધારે જોર આપવામાં આવ્યું છે. તેને પરિણામે બ્રહ્મચારી સાધકે સ્ત્રીથી છેટા રહેવું, ડરતા રહેવું, ભાગવું અને પિતાના સ્થાને સ્ત્રીને આવવા દેવી નહીં, તેનું મેટું પણ નહિ જેવું. જે કદાચ આવી જાય તે બ્રહ્મચારીએ મેં ઉપર કપડું ઢાંકી લેવું એ એકાંતિક વિધાન વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું તેથી વ્યકિતગત ફાયદો થડે વખત દેખાયે પણ એને લીધે સામાજિક રીતે તે સ્પષ્ટ નુકસાન જ થયું. સ્ત્રીપુરુષનું અતડાપણું, ભેદભાવ, સ્ત્રી પ્રયે ધૃણાભાવ અને દેપ દર્શન જ વધ્યાં. કેટલાક ધર્મગ્રના રચયિતા પુરુષોએ બ્રહ્મચારીઓમાં બ્રહ્મચર્ય સાધના માટે સ્ત્રીઓ પ્રત્યે ધૃણ અને પરહેજી પેદા કરવા સારુ “નારી નરકની ખાણ,” નારી રાક્ષસી, નારી વિષની વેલડી, શતરંવાર ઠેર, પશુ, નારી, એ સબ તાડન કે અધિકારી” આવાં વાક્ય દ્વારા સ્ત્રી નિંદાને અનિવાર્ય ગણી હોય એમ (જાણે) લાગે છે! આવાં વિધાનને લીધે ઘણું ચિંતક ભાઈબહેને તે ગ્રામને બીજો સુંદર ભાગ પણ તજી દે છે. તેથી ઘણું નુકસાન થાય છે. જૈનધર્મ વિશ્વધર્મ છે. છતાં તેમાંના ત્રતોને પણ યુગાનુરૂપ ગઠવવાં પડશે. જૂના વ્રતોમાં મુખ્યત્વે જૈનધર્મમાં બ્રહ્મચર્યને સ્થાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ “મૈથુન વિરમણ અને ગૃહસ્થ માટે પરદાર વિરમણ” એવા નિષેધાત્મક શબ્દો જ મૂક્વામાં આવ્યા છે. જેથી કેટલીક વાર સામાન્ય માણસને મન એ જ શંકા ઉપજે કે બ્રહ્મચર્ય એ અભાવાત્મક વસ્તુ જ છે. પણ એની પાછળ જે રહસ્ય છે તે ઉપર વિચાર કરવાથી એ ભ્રાંતિ દૂર થઈ શકે છે. જૈનધર્મમાં બ્રહ્મચર્ય વ્રત જ શા માટે, બીજાં બધાં વ્રતો માટે પણ નિષેધાત્મક શબ્દો મૂકવામાં આવ્યા છે. એની પાછળ જેમ યુગ કારણરૂપ છે તેમ જૈન સિદ્ધાંતનું રહસ્ય એ પણું કારણ છે. કોઈ ગૃહસ્થ સાધક હોય કે સાધુ, દરેકને પહેલે ધાર્મિક પ્રયત્ન દેથી નિવૃત્ત થવાને હોવો જોઈએ. જ્યારે કોઈ પણ સાધક અપ્રમાદી બનીને આ વ્રતોને નિષેધાત્મક રીતે પોતે વ્યકિતગત જીવનમાં સારી પેઠે અભ્યાસ કરી લે છે ત્યારે એને માટે વિધેયાત્મક રીતે વ્રતસાધના કરવી સહેલી થઈ પડે છે. કેમકે વિધેયાત્મક રીતે વ્રત પાલનમાં સમાજ જીવનની સાથે વધારે સંપર્ક થાય છે. તે વખતે જાગૃતિ કે અપ્રમાદને વ્યક્તિગત જીવનમાં કરેલે અભ્યાસ તેને ખપ લાગે છે. પણ જ્યારે તેવા નિષેધાત્મક વ્રતનો અભ્યાસ થઈ જાય. પછી જે તે સાધક એનાં વિધેયાત્મક અર્થને ન અનુસરે તો સમાજની તેની સર્વાગી સાધનામાં કચાશ રહી જાય છે; તે દેખીતું છે. આજે સ્પષ્ટ દેખાય છે કે જે સાધકે બ્રહ્મચર્ય નિષેધાત્મક અર્થ પકડીને નારી પ્રત્યે ઘણું ભાવ રાખી તેને નિંદા ભાવે તિરસ્કાર કરવા ગયા છે, અને માતૃ જાતિથી અતડા કે છેટા રહેવા તથા ભાગવા ગયા છે, તેમની સર્વાગી સાધનામાં ઊણપ રહી ગઈ; એવા દાખલાઓ ભારતીય ઇતિહાસમાં ઘણાં બન્યા છે. સંન્યાસધર્મના આદ્યપ્રવર્તક જગદગુરુ શંકરાચાર્ય જેવા સમર્થ પુરષ બ્રહ્મચર્યને આવી રીતે અભાવાત્મક અર્થ ધારીને જ પ્રથમ પ્રથમ માતૃજાતિથી અતડા રહ્યા. સ્ત્રી સાધિકાઓસંન્યાસિઓની સંસ્થા પ્રત્યે ઉદાસીન રહ્યા. તેથી સમાજની સર્વાગી સાધનામાં અંતરાય ઊભે થે. મંડનમિશ્રની પત્ની ઉભય ભારતી સાથેના શાસ્ત્રાર્થમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ નારીજાતિ વિષયક પ્રશ્નોમાં તેઓને અનુભવ ન હોઈ તેઓને પોતાની તે પ્રસંગ પૂરતી હાર સ્વીકારવી પડી. અને આ રીતે શ્રી શંકરાચાર્યની સર્વાગી સાધનામાં જે ઊણપ હતી તથા નારીજાતિ વિષે જે અંગત વિકાસ અપૂર્ણ રહ્યો તેને સ્વા માટે ઉભય ભારતી નિમિત્ત બન્યાં. એ જ રીતે પાશ્ચાત્ય દેશમાં પણ કે બ્રહ્મચર્ય સાધનાને નિષેધાત્મક અર્થ પકડીને નારીજાતિથી તદ્દન અતડા રહ્યા તેમને સર્વાગી વિકાસ કાચે જ રહી ગયું. તેમને બીજા સમાજ, રાજ્ય કે દેશ સાથે સંબંધ તૂટી જ ગયો. યૂનાનને એક કાંઠે એજિયન સમુદ્રની અંદર એક પ્રાયદ્વીપ છે. તેનું નામ છે માઉન્ટ એથાન. આ પ્રાયદ્વીપ ૩૦ માઈલ લાંબો અને છા માઈલ પહોળો છે. આ પ્રાયદ્વીપમાં એથાનની પોતાની સરકાર છે. એનો શાસનકાળ દુનિયાની બધી સરકારોથી જૂનો છે. આ દેશની પિતાની ફેજ છે. પોલિસ છે. એનું એક માત્ર મેટું કામ છે. કોઈ પણ માદા (સ્ત્રી જાતિ)ને પ્રવેશ નહિ થવા દે. અહીં લગભગ છે હજાર ખ્રિસ્તી પાદરીઓ જટાધારી અને લાંબા પહેરણ પહેરીને ફરતા મળશે. તદ્દન નિર્વાક અને હાસ્ય વિદથી સાવ વેગળા. અહીં દશમા સૈકામાં ખ્રિસ્તી સાધુઓએ આવીને મઠ બાંધ્યા. અત્યારે વસ મઠ છે. દરેક મઠને શાસન મઠાધીશ છે. અને દરેક મઠના પ્રતિનિધિઓમાંથી ચૂંટાએલી એસેમ્બલી છે. જે આ આખા પ્રદેશ ઉપર શાસન કરે છે. સર્વોપરી શાસક પાદરી છે. તેનું નામ છે, જેરોમીન. અહીં કોઈપણ સ્ત્રી કે પશુ પક્ષી જાતિની માદા પ્રવેશ કરી શકતી નથી. શુષ્ક લાંબી પહેળી ધાર્મિક ક્રિયાઓમાં જ લીન રહે છે, આમોદ પ્રમોદ નામની કોઈ વસ્તુ અહીં નથી. આ સાધુઓ નહાતા પણ નથી. કેમકે નહાતી વખતે પિતાનું નગ્ન શરીર જોવામાં આવે તો મન વિચલિત થઈ જાય માટે. - હવે તમે કપી શકશે કે આવા સાધુઓનો સર્વાગી વિકાસ કે સામાજિક સાધના થઈ જ કેમ શકે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૬ છે. એટલે આજના યુગમાં જ્યારે ભૌતિક વિજ્ઞાને દુનિયાને અત્યંત નજીક લાવી મૂકી છે ત્યારે કોઈપણ પ્રદેશ કે સાધુસંત, બ્રાહ્મણ, શ્રમણ, અતડે રહી જ ન શકે. માટે હવે વિશ્વની સર્વાગી સાધના માટે બ્રહ્મચર્યની નિષેધાત્મક અર્થ ઉપર નહિ પણ વિધેયાત્મક અર્થ પર વધારે ઝોક આપવો પડશે. આ જીવન પવિત્ર ગાળવાની દૃષ્ટિએ કોઈ બ્રહ્મચર્યનું પાલન કરવા ઈચ્છે તો તેને માટે બ્રહ્મચર્યની અભાવાત્મક વિધિ કામ આવવાની નથી. એનો સાચો નિષેધાત્મક અર્થ પણ સ્ત્રીઓથી અતડા રહેવું એ નથી થતો. વિષય વાસના ન રાખે એટલું જ માત્ર એનું રહસ્ય છે. બ્રહ્મચર્યની વિધેયાત્મક બાજુ એ છે કે અગાઉ ઉલેખ્યું તેમ બ્રહ્મ–એટલે વિશ્વના આત્માઓ અને ચર્ય એટલે વિચરણ કરવું મતલબ કે સૂક્ષ્મ સ્થળ બધી ઈન્દ્રિયોની શક્તિ અને હૃદય–બુદ્ધિની શક્તિ વિશ્વાત્માઓની સેવામાં વાપરવી, ધર્મ દૃષ્ટિએ સમાજ રચના કરવા માટે વિશ્વવાત્સલ્યમય પુરુષાર્થ કરવો. આ અર્થ આજના યુગની દષ્ટિએ પણ બંધબેસતા છે. અને કોઈપણ ધર્મગ્રંથ સાથે એને બાધ પણ આવતું નથી. હવે આપણે એ વિષે જરા ઊંડાણમાં જઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સર્વાગી સાધનામાં પરસ્પર પૂરતાની જરૂર જગે નર અને નારી, છે પરસ્પર પૂરક સર્વાગી સાધના –ણુએ બેય ભૂલક. (૩) પૂર્ણ બ્રહ્મચર્ય માટે જે વિશ્વની સર્વાગી સાધના અનિવાર્યપણે જરૂરી છે તે એવી વિશ્વની સર્વાગી સાધના માટે સ્ત્રી અને પુરુષ એ બનેની પરસ્પર પૂરતાની પણ અનિવાર્ય જરૂર છે. સ્ત્રી અને પુરૂષ બંને પરસ્પર પૂરક બને છે, ત્યારે જ વિશ્વની સર્વાગી સાધના વ્યવસ્થિત રીતે ચાલી શકે છે. બ્રહ્મચર્ય માટે જ્યારથી સ્ત્રીથી પુરુષનું અતડાપણું અને અલગતા તેમજ પુરવાથી સ્ત્રીનું અતડાપણું અને અલગતા સેવવામાં આવી ત્યારથી એકાંગી સાધના ભલે થઈ હાય, પણ સર્વાગી સાધનામાં ગાબડું પડયું છે. કેટલાક ગુણ નારીમાં મુખ્ય હોય છે. કેટલાક ગુણે પુરુષમાં મુખ્ય હોય છે. જે ગુણમય સૃષ્ટિ રચવી હોય છે જે જે ગુણોની ન્યૂનતા સ્ત્રી અને પુરુષ બંનેમાંથી જેનામાં હોય તે-તે ગુણો અરસપરસ પૂરવા પડશે. જો આ રીતે અરસપરસ ગુણની પૂર્તિ કરવી હોય તો બ્રહ્મચારી સાધક-સાધિકાઓએ નિર્વિકારભાવે એકબીજાની નજીક આવવું જ પડશે, અને બ્રહ્મચર્યને વિધેયામક અર્થ ઉપર વધારે ભાર મૂકવો પડશે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી અને પુરુષ બંનેની પરસ્પર પૂરકતા બતાવવા માટે મહાદેવજીને અર્ધનારીશ્વરનું રૂપ આપવામાં આવ્યું છે. તેની પાછળ એ જ તત્ત્વ છે કે, આ વિશ્વની સર્વાગી સાધના નર અને નારીના બનેના સહયોગથી જ થઈ શકે છે. સર્વાગી સાધનાની જેમણે જવાબદારી લીધી હોય તેમણે (સ્ત્રી) સાધિકાએ પુરષથી અને પુરુષ સાધકે સ્ત્રીથી નિર્દોષ ભાવે પણ દૂર રહેવાથી હવે કામ ચાલવાનું નથી. જેઓ આવી જવાબદારી લઈને તદ્દન અતડા રહેવા ગયા, એવા એક જૈન મુનિનું ઉદાહરણ જાણીતું છે. તેમણે ઘેર જંગલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જઈ ધ્યાન ધર્યું; તે ઉત્કટ સાધના કરવા લાગ્યા. સમાજથી અતડા રહીને અને સ્ત્રી સપથી તદ્દન છેટા થઇને તેઓ આ સાધના કરે છે. પણ ભગવાન ઋભદેવ બાહુબલિ મુનિની આવી સાધનામાં સર્વાંગીપણું જોતા નથી, અને તેને લીધે બાહુબલિને પૂર્ણ આત્મજ્ઞાન થતું નથી, “ટે તે બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વીઓને (જે ગૃહસ્થાશ્રમી પક્ષે પેાતાની પુત્રીઓ હતી.) બાહુબલિ મુનિને પ્રતિમેષ આપવા અને તેમનામાં જે કચાસ હતી તે દૂર કરવા મેકલે છે. જેવી અને સાધ્વી બાહુબલિમુનિને પ્રેરણાત્મક વાકયા કહે છે, તેવા જ તે નગૃત થઇ જાય છે, તેમને પેાતાની સાધનાની ઊણપનું ભાન થઇ જાય છે. અને તે તેને દૂર કરવા માટે પગલાં ભરે છે કે તરત જ પૂર્ણ આત્મજ્ઞાન મેળવી લે છે. અહીં પ્રશ્ન એ જ થાય છે કે જો ઋભદેવ સ્વામી પુરુષ સાધકને સ્ત્રી સાધિકાઓથી તદ્ન અતડા રાખવા માગત અને એમાં જ વિશ્વની સર્વાંગી સાધના જોત તા પછી બ્રાહ્મી અને સુંદરી નામની એ સાધ્વીઓને બાહુબલિ મુનિને પ્રેરણા આપવા શા માટે મેાકલત? શા માટે કાઇ પુરુષ સાધકને ન મેાકલાવત ? એટલે આમાંથી એ વસ્તુ સિદ્ધ થઈ જાય છે કે બ્રહ્મચારી સાધક–સાધિકાઓ માટે નિર્દોષપણે પણ અતડા રહેવું, એકબીજાના પૂરક ન બનવું એ વિશ્વની અને સમાજની સર્વાંગી સાધનામાં કચાસ રાખવા જેવુ છે. આ રીતે સાધિકાએ પણ બ્રહ્મચર્ય સાધના માટે પુરુષ સાધકથી તદ્દન અતડા રહેવાની અને સંપર્ક નહિ રાખવાની જરૂર નથી. જો કે સદ્ભાગ્યે સ્ત્રીએ તે પ્રાયઃ પુરુષની વાંચ્છે જ છે. મીરાંબાઈ એ પતિના દેહભાવે ત્યાગ કર્યો. પણ આત્મ ભાવે તેા ત્યાગ કર્યો જ નથી. અને અનેક ટીકા થવા છતાં તેમણે પુરુષોની પૂરકતા હરહ ંમેશ સ્વીકારી જ હતી. એને જ પરિણામે તે જમાનાના શ્રેષ્ઠ સાધુ જીવા ગેાંસાપ્નું સ્ત્રીથી અતડાપણું હતું, તેને પણ ટકારવાનાં નિમિત્ત ભૂત બની ગયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી અને પુરુષના મુખ્ય ગુણો સ્ત્રી જાતને પુરુષોના–સગુણો સંધિ પામતાં; ખંડે સંધાઈ બંને એ–પામે આમા–અખંડતા. (૪) હવે આપણે એ જોવાનું છે કે સ્ત્રીઓમાં મુખ્યત્વે ક્યા-કયા ગુણ છે ? અને પુરુષોમાં મુખ્યત્વે કયા ગુણે છે ? નારીના ગુણમાં મુખ્ય ગુણે ગીતામાં આ રીતે વર્ણવેલ છે – જોતિ રીવા પિ તિઃ સામા નારીઓના મુખ્ય ગુણે કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, વૃતિ અને ક્ષમા છે. આમ તો કીર્તિ, એ કઈ ગુણ નથી, પણ ગુણનું ફળ છે. સારાં કામ કરવાથી માણસને કીર્તિ મળે છે. પુરુષ કરતાં સ્ત્રીઓમાં સારાં કામે નિઃસ્વાર્થ ભાવે કરવાની વૃત્તિ હોય છે, એટલે કીર્તિ સહેજે મળે છે. શ્રી પણ ગુણનું ફળ છે. શારીરિક અને માનસિક આરેથી શ્રી એટલે શોભામાં વૃદ્ધિ થાય છે. શારીરિક અને માનસિક આરોગ્ય સાચવવાની કળા નારીમાં નર કરતાં વધારે છે. વાણીની કમળતા અને પ્રિયતા પણ સ્ત્રીને એક ગુણ છે. સ્મૃતિને આધાર મનની પવિત્રતા છે. નારીમાં મનની પવિત્રતા પુરુષ કરતાં સ્વાભાવિક રીતે વધારે હોય છે, એટલે સ્મૃતિ પણ એના જીવનને એક ગુણ છે. સ્કૂરણ શક્તિ પણ બુદ્ધિની પવિત્રતા ઉપર આધારિત છે. પુરુષો અનેક વ્યાપારમાં પરેવાઈ રહેલા છે અને સ્વાર્થ ભાવનાનું આવરણ એના ઉપર હાઈ બૌદ્ધિક પવિત્રતા ઓછી હોય છે. અને બૌદ્ધિક પવિત્રતા જેનામાં વધારે હોય તેનામાં મેધા એટલે ફરક્ષાશક્તિ વધારે હોય જ. આ દૃષ્ટિએ પુરષ કરતાં નારીમાં મેધાને ગુણ પણ વધારે હોય છે. સ્ત્રી વળી સહિષ્ણુતાની મૂર્તિ હેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ છે. અનેક સંકટો વચ્ચે એ સ્થિર રહી શકે છે, એટલે વૃતિને ગુણ પુરુષ કરતાં નારીઓમાં વધારે હોય છે. એવી જ રીતે છેલ્લે ગુણ ક્ષમા છે. નારીની કમળતા ક્ષમામાં પરિણત થઈ ગઈ છે. એટલે પુરા કરતાં નારીમાં ક્ષમાશીલતા વિશેષ હોય જ છે. પુરુષોના મુખ્ય ગુણેમાં શૌર્ય, બુદ્ધિ, સાહસ, કરતા અને દઢતા છે. પુમાં ખેતલપણું અને નિર્ભયતા સ્ત્રીઓ કરતાં વધારે હેવાથી શૌર્ય ગુણ હોવો સ્વાભાવિક છે. એ બંને ગુણોની સાથે કઠોરતા અને દઢતાને મેળ પણ સહેજે મળી જાય છે. એટલે જેમ નારીમાં કમળતાનું પ્રાધાન્ય છે, તેમ નરમાં કઠોરતાનું પ્રાધાન્ય છે. નારીમાં કેમળતા હોવાથી દરેક બાબતમાં શિથિલતા, ટીલાશ કે બાંધછોડપણું, નબળાઈએ બધાં દોષો કોમળતાનું રૂપ ધરીને આવતા હોય છે, જ્યારે પુરુષમાં કઠેરતાનો ગુણ હોવાથી કોધ, હિંસા, લડાઈ, પકડ વગેરે દેષ કઠોરતાને નામે લલતા કૂલતા હોય છે. પુરુષ અને સ્ત્રી બનેમાં જે-જે મુખ્ય ગુણોની ખામી છે, તેની પૂર્તિ એકબીજાને પરસ્પરપૂરક થવાથી જ થઈ શકે છે. જે બંનેના ગુણેનો વિકાસ અરસપરસ થાય તો જ સમાજનો સર્વાગી વિકાસ થઈ શકે. અને એક બીજામાં જે ગુણોની ખામી છે, તેને પૂરવા માટે નિર્દોષ સાહચર્ય વધારવું પડશે. તો જ બ્રહ્મચર્યની વિધેયાત્મક અને સંપૂર્ણ સાધના થઈ શકશે. દા. ત. જૈન ગ્રંથોમાંના વિજય શેઠ અને વિજ્યા શેઠાણી આદર્શ દંપતી હતી. બંને પૈકીને વિવાહિત થયાં પહેલાં એકે કૃણપામાં બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરેલી હતી, એકે શુકલ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધેલી હતી. એટલે બંનેએ ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની તરીકે જોડાયા પછી એમણે પોતપોતાની પ્રતિજ્ઞાની વાત કરી. વિજયાએ શેઠાણીએ પોતાના પતિને બીજા લગ્ન કરવાની પ્રાર્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ પણ કરી પણ વિજય શેઠે જોયું કે દાંપત્ય સાહચર્યથી (સાથે) રહીને મારે જે બ્રહ્મચર્યનાં નવાં મૂલ્ય ઊભાં કરવાનાં હોય તે બીજે લગ્ન કરવાં મારે માટે યોગ્ય નથી. બંને દંપતી નિર્દોષ સાહચર્યથી ગૃહસ્થીશ્રમમાં રહેવા લાગ્યાં. તેમની પરિપકવતા તે એટલે હદ સુધી હતી કે બંને એક જ શયા પર સૂતાં, અને આ અસિધારાવ્રતને પૂર્ણ રીતે પાળ્યું હતું, અને એક બીજાને ગુણેમાં જે ઊણપ હતી, તેની પૂર્તિ તેમણે અરસપરસ કરી. આ છે ગૃહસ્થાશ્રમમાં બ્રહ્મચર્યની વિધેયાત્મક સાધનાને દાખલે. એ જ બીજો દાખલો બૌદ્ધ સંઘને છે. મગધ દેશના મહાતીર્થ નામના ગામમાં એક અત્યંત શ્રીમંત બ્રાહ્મણ કુટુંબમાં મહાકાશ્યપને જન્મ થયો. મેટ થશે ત્યારે એને વિચાર આજીવન બ્રહ્મચર્ય પાળવાને હોવા છતાં એની માએ પરણાવવાને આગ્રહ કર્યો. તેથી એણે માતૃપ્રેમવશ થઈ એક સનીને હજાર મહોરો આપી સેનાની એક સ્ત્રી પ્રતિમા બનાવરાવી અને ઘરેણું વસ્ત્રો વગેરેથી શણગારી માને કહ્યું : “જે આવી સુંદર સ્ત્રી મળે તો હું પરણું” કાશ્યપે ધાર્યું કે “આવી સુંદર સ્ત્રી મળશે જ નહીં અને આ રીતે હું અવિવાહિત રહી શકીસ.” પણ એની મા ઘણું ખટપટી હતી. તેણીએ આઠ હોંશિયાર બ્રાહ્મણને દેશ વિદેશ એવી સુંદર સ્ત્રીની શોધ માટે મોકલી આપ્યા. છેવટે ભદ્રદેશમાં કૌશિક બ્રાહ્મણની પુત્રી ભદ્રા સાથે સગપણ નકકી થયું. ભદ્રા પણ બ્રહ્મચર્ય પાળવા ઈછતી હતી. પણ મા-બાપની ઈચ્છાને કારણે પરણવું પડયું. તે વખતના રિવાજ પ્રમાણે બંનેને એક જ શયનગૃહમાં અને એક જ પલંગ ઉપર સૂવું પડતું. પરંતુ બંનેની વચમાં બે ફૂલને હાર મૂકી ભદ્રા કાશ્યપને કહેતી “જેના પુષ્પનો હાર કરમાઈ જાય તેના મનમાં કામવિકાર ઉત્પન્ન થયો એમ સમજવું.” જ્યાં સુધી મહાકાશ્યપના પિતા જીવતા હતા, ત્યાં સુધી એ (કા૫) કે ભદ્રા ઘર છેડી શકે તેમ નહોતું. પણ તે ઘરમાં રહેવાથી એમના અખંડ બ્રહ્મચર્યમાં અને ઉદાત્ત ગુણોની વૃદ્ધિમાં, સ્નેહમાં કશી ખલેલ ન પડી. જ્યારે મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ કાશ્યપના મા બાપ મરણ પામ્યાં, ત્યારે તેણે ભદ્રાને કહ્યું: “તે પિતાના ઘેરથી આણેલું દ્રવ્ય તથા આ ઘરમાં જે છે તે બધું દ્રવ્ય આજથી તારું છે.” ભદ્રા કહે :–“આપ કયાં જાઓ છો?” કાશ્યપ :–“હવે હું પ્રવજ્યા લેવાને છું. ભદ્રા -આપને વિચાર મને પણ પસંદ છે. હું પણ આપની પાછી આવું છું. મહાકાશ્યપ બૌદ્ધ પરિવ્રાજક થયો. તેમ ભદ્રા પણ પરિત્રાજિકા થઈ. બંને બૌદ્ધ સંધ દીપાવે છે. આ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં વિધેયાત્મક બ્રહ્મચર્ય દ્વારા પરસ્પર વિકાસને નમૂને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ કોનામાં ક્યા ગુણની પૂર્તિ કરવી પડશે? પુષ્પસમી કુણી બુદ્ધિ હૈયું વજ સમું યદા, ત્યારે થશે જગે સૌની, સર્વાગપૂર્ણ સાધના. (૫) આપણે બ્રહ્મચર્યને વિધેયાત્મક અર્થ સ્વીકાર્યો. હવે સવાલ એ થાય છે કે નિર્દોષ સાહચર્યથી પરસ્પર સ્ત્રી પુરુષ સાધકેમાં કયા ગુણની પૂર્તિ કરવી પડશે ? સવાલ બહુ જ મહવને છે. એના જવાબમાં આપણે આજના યુગનું સારી પેઠે અવલોકન કરવું પડશે. કારણ કે યુગે યુગે મૂલ્ય પલટાય છે, તે પ્રમાણે સમાજના ગુણેમાં પણ ફેરફાર કરવા પડે છે. નારી જાતિમાં પહેલાં વર્ણવેલ મુખ્ય ગુણ હોવા છતાં; તે ગુણેને ઉપગ, નિરપયોગ કે દુરપયોગ કેટલે થાય છે ? તે પણ જેવું જરૂરી છે. આજે નારી જાતિમાં જેમ-જેમ આધુનિક શિક્ષણ વધતું જાય છે તેમ-તેમ સંયમનાં પ્રાચીન મૂલ્ય ખેવાતાં જાય છે. શ્રી વૃદ્ધિ માટે ટાપટીપ, ફેશન અને વિલાસ દિવસે દિવસે વધતાં જાય છે; બીજી બાજુ સાચી શ્રી વૃદ્ધિ માટે ખાનપાન અને રહેણી-કરણીમાં જે સંયમની જરૂર છે, આરોગ્ય સાચવવાની જરૂર છે, તે ગુણે આજની શિક્ષિત નારીમાં મેટે ભાગે નથી દેખાતા. ગૃહસ્થાશ્રમી નારીમાં જેમ ધીમે-ધીમે બ્રહ્મચર્યને આદર્શને લોપ થતો જાય છે, સ્વછંદતા અને અસંયમ પેસતાં જાય છે, તેમ સાધક જીવન ગાળનારી નારીમાં પણ એ બધાં દેષો એક યા બીજા પ્રકારે પેસતા દેખાય છે. એટલે શ્રી ગુણને ઉપયોગ નથી થતું, અને જે દુરપયોગ થાય છે, તેને સ્થાને એને સદુપયોગ થવો જરૂરી છે. જે આ ઊણપની પૂર્તિ ગુહસ્થાશ્રમી નારીમાં થાય તે તે સ્વસ્થ અને આરોગ્યપ્રદ ખાનપાન અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૪ રહેણી કરણીથી પોતાના કુટુંબને સભર બનાવી શકે. અને પરંપરાએ સમાજને અને નારી સાધિકાઓને પણ શ્રી ગુણ સંપન્ન સાચા અર્થમાં બનાવી શકે. સાચી કીતિને ગુણ પરોપકાર અને દાન-દયાથી ખીલે છે. પણ નારી જાતિમાં આજે પરોપકાર અને ધર્મને નામે કેટલાક અંધવિશ્વાસ અને ધાર્મિક કૃતિઓમાં ઘણા પૈસા ખર્ચાય છે. નારીમાં સહજ સુલભ ભાવુકતા હોય છે. એટલે રૂઢિચુસ્ત ધર્મગુરુઓ અથવા ધર્મધુરંધની અસર એના ઉપર તરત થઈ જાય છે, અને આ રીતે ભાવુક બહેનનો દાન પ્રવાહ આજે વહે છે. એથી અમુક વર્તુલમાં એની કીર્તિ પણ વધે છે. પણ એ કીતિ ચિર સ્થાપી નથી હોતી, વ્યાપક પણ નથી હોતી. જ્યારે આ જ ગુણને સાચા અર્થમાં ખીલવવા માટે નિવાર્થ ભાવે સમાજમાં નવાં મૂલ્ય સ્થાપવા માટે પિતાને દાનપ્રવાહ વહેવડાવે તે સાચી કીતિ પણ મળે અને તે ચિર સ્થાયી પણ થાય, સાથે સાથે અંધવિશ્વાસથી પોતાને બચાવીને સત્યનાં દર્શન પણ કરી શકે. આ ગુણની પૂર્તિ નારીજાતિમાં ખાસ કરવાની જરૂર લાગે છે. સ્મૃતિને ગુણ નારી જાતિમાં છે, પણ એને સાચે ઉપગ કરવાને વિવેક ન હોય તે સ્મૃતિ પણ દેવરૂપ બની જાય છે. એટલા માટે ક્યાં સ્મૃતિ અને ક્યાં વિસ્મૃતિ રાખવી જોઈએ, એને વિવેક કરવાની જરૂર છે. યુગને જોતાં પ્રાચીન સાચાં મૂલ્યની સ્મૃતિ રહેવી જોઈએ, જેથી ભારતની આગવી સંસ્કૃતિના સારા તો ન ખેવાય. એવી જ રીતે પ્રાચીન રૂઢિઓની વિસ્મૃતિ હેવી જોઈએ નારીજાતિમાં પુરો કરતાં રૂઢિઓ વધારે હોય છે, તે દૂર થઈ જાય. વાણીને ગુણ નારીજાતિને માટે વરદાનરૂપ છે. પણ જે વાણીને દુરપયોગ થાય; સ્વાર્થ, મેહ કે ક્રોધવશ વાણીને ઉપયોગ કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વિવેક ન હોય તો તેવી વાણી અનર્થકારિણી બને છે. કેટલીક વખત સાંકડી દૃષ્ટિથી વિચાર કરવાને લીધે માત્ર વાણીથી મેટાં મહાભારત ઉભા થઈ જાય છે; પુરુષ કરતાં ગૃહસ્થાશ્રમી નારાઓમાં વાણીને વિવેક ઓછો દેખાય છે. એટલે વાણીને પગ થાય. સાધિકાનારીમાં વાણિદ્વારા માત્ર પોતાના અનુયાયીઓનું આકર્ષવાનું કે મુખમંગળિયાપણું કરવાનું જ ન થાય, પણ નમ્ર ભાષામાં સાચું કહેવાની હિમ્મત, સત્ય સંભળાવવાની શક્તિ હોય એ જરૂરી છે. નારીજાતિમાં મેધાશક્તિ કુદરતી રીતે છે. કેમકે તેને કોમળ હૃદય અને પવિત્રતાનું આધિકય બન્યું છે. પણ જો એ મેધાશક્તિથી તાત્કાલિક અને ટૂંક લાભ જ વિચારાય તો અનર્થો પોષવામાં જ એનો ઉપયોગ થાય. પણ એને ઠેકાણે જે લાંબા અને દૂરનો લાભ જેનારી મેધા અને બુદ્ધિ હોય તે કુટુંબ અને સમાજને ઘણે લાભ થાય. સાધકનારી જે પોતાનો અંગત કે સંપ્રદાયગત લાભ જ બુદ્ધિથી વિચારે તે સ્વપર કલ્યાણ ન કરી શકે, જ્યારે વિશ્વવિશાળ અનુબંધ દષ્ટિથી વિચારે તો સ્વ–પ–કલ્યાણમાં તે મેધાશક્તિ ઘણું સાધક નીવડે. આ ગુણ આજની ગૃહસ્થાશ્રમી નારીઓ અને સાધિકા નારીઓ બંનેમાં ઉમેરવાની જરૂર છે. જેમ યાજ્ઞવક્ય ઋષિની પત્ની મૈત્રેયી અને ગાર્ગેથી બંનેએ તાત્કાલિક ધન, સંપત્તિ કે ઐહિક સ્વાર્થ નહિ જોતાં દીર્ધદષ્ટિથી આત્મજ્ઞાન પ્રાપ્તિને લાંબે લાભ જ વિચાર્યો હતો. તેમજ આજે ગૃહસ્થાશ્રમી નારી અને સાધિકાનારી બંનેમાં દૂર દેશી દૃષ્ટિથી લાંબું વિચારવાની બુદ્ધિની જરૂર છે. ધતિ, એ નારી જાતનો વિશેષ ગુણ છે. એ ગુણને લીધે જ નારી કષ્ટસહિષ્ણુ હોઈ શકે છે. અનેક સંકટ અને આફતો વચ્ચે પણ તે પિતાનો શીલ ધર્મ સાચવી શકે છે. સંતાનને ઉછેર સારી પેઠે કરી શકે છે. પુરૂને સંતાનો ઉછેરવાનું કામ સોંપવામાં આવે તો કદાચ એ થોડાક સમયમાં કંટાળી જાય! વળી ધૃતિનો એક અર્થ ધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કરનારી વૃત્તિ હોય છે, એટલે જેમ કચ્છમાં ટકી રહેવું. એ ગુણ લેખાય છે, તેમજ સ્ત્રીમાં ધર્મને નામે, કુટુંબ, જ્ઞાતિ અને કમને નામે અનેક રૂઢિઓ અને બેટી પરંપરાઓની વૃતિ એટલે પકડ પણ હેય છે. તે કુટુંબ, ધર્મ, જ્ઞાતિ અને પ્રેમની બેરી પ્રથાઓ, પરંપરાઓની પકડને કારણે પિતાને વિકાસ સારી પેઠે સાધી શકતી નથી. જ્યારે પુરુષમાં સ્ત્રીની અપેક્ષાએ પકડ ઓછી હોય છે, તેથી લાભ પણ છે, કેમકે પુરુષને સમાજમાં સભા સંસાયટીઓમાં, વ્યાપારધંધામાં, વ્યવહારમાં અનેક જ્ઞાતિ, ધર્મ, કુટુંબ અને દેશના લોકોના સંપર્કમાં આવવાનું થાય છે, એટલે સ્વાભાવિક રીતે જ તેમાં સ્ત્રીઓ કરતાં રૂઢિઓની પકડ ઓછી હોય છે. એટલે પુરપમાં જે સાતત્યરક્ષાની સાથે પરિવર્તન શીલતાનો ગુણ વધારે પ્રમાણમાં છે, તે સ્ત્રીમાં લાવ પડશે. આ રીતે જ સ્ત્રી સાધિકાઓમાં પણ પુરુષ સાધકો પાસેથી એ ગુણ દાખલ કરવો પડશે. ક્ષમા. એ તો નારીને સહજ ગુણ છે. ક્ષમાની સાથે સાથે કમળતા, દયા, નમ્રતા, લાગણી, સેવાભાવ, વાત્સલ્ય વગેરે ગુણે પણ પુરુષ કરતાં નારીમાં વધારે પ્રમાણમાં હોવા સ્વાભાવિક છે. દ્રૌપદી મહાભારતના ઈતિહાસમાં એક પતિવ્રતા અને વીરાંગના તરીકે પ્રખ્યાત છે. દ્રૌપદી પાંડવ અને કૌરવોની સભામાં દુઃશાસન દ્વારા વસ્ત્રહરણ સમયે નિર્બળ બની ગઈ હતી. અને પ્રભુ-પ્રાર્થના દ્વારા પિતાનું શીલ સાચવી શકી હતી, પણ એના અતઃકરણમાં દુર્યોધન પ્રત્યે ડંખ રહી ગયો હતો. અને તેણીએ દુર્યોધનને બદલે લીધા વગર ચોટલાને નહીં બાંધવાની પ્રતિજ્ઞા કરી હતી. અને જ્યારે શ્રીકૃષ્ણ શાંતિદૂત બનીને દુર્યોધન પાસે વિષ્ટિ કરવા જવાના હતા, ત્યારે તેણએ પિતાનો ખુલ્લે રાખેલે ચાટલે બતાવીને કહ્યું કે “શ્રીકૃષ્ણ! યાદ રાખજે, સંધિ કરવા જાઓ છે, પણ આ ચેટલાને હું ત્યારે જ બાંધીશ જ્યારે ધન સાથે વૈરને બદલે વાળીશ.” એટલી ઉગ્ર અને તેજસ્વી નારી દ્રૌપદી મહાભારત યુદ્ધ સમયે કેટલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ - ૨૭ તમાશીલ બની જાય છે. દ્રોણાચાર્યના મૃત્યુ પછી તેમનો પુત્ર અશ્વથાએ પાંડવોને મારવા માટે રાત્રે પાંડવોની છાવણીમાં આવે છે. છાવણીમાં બધા સૂતા છે. એક બાજુ દ્રૌપદી અને તેના પાંચ પુત્રા સૂતા છે. અશ્વત્થામાં પાંડવોના પાંચ પુત્રોને પાંડવ સમજીને ત્યાંને ત્યાં ખતમ કરી દે છે. અને ત્યાંથી ભાગે છે. પણ દ્રૌપદી ચીસાચીસ પાડતી ઊઠે છે, આખો છાવણી શોકથી ઘેરાઈ જાય છે. પાંડવો તરત જ શત્રને પકડવા માટે દોડે છે. અશ્વત્થામાને જીવતા પકડી લાવે છે. ૌપદી આગળ હાજર કરે છે. કહે છે કે – “એ તમારો શત્રુ તમારી સામે ઊભે છે, તમારે જે દંડ એને આપ હોય તે તમે કહે, અમે એને દંડ કરવા તૈયાર છીએ. કારણ કે તમારા કમળ પુત્રોને મારી તમારા હૃદય ઉપર ખૂબ જ કારમો ઘા કર્યો છે. માટે, બેલો તમે શું ઈચ્છે છે ? દ્રૌપદીનું વાત્સલ્ય-હૃદય તરત જ દયા દૃષ્ટિથી પીગળી ઊઠે છે. તે કહે છે - એણે મારા પાંચ પુત્રોને મારીને મારા માતૃહૃદયને ખૂબ આઘાત પહોંચાડે છે, એટલે મારે ઘેર અપરાધ કર્યો છે, માટે પ્રાણદંડને પાત્ર છે. પણ હવે એને મારવાથી તો મારા પુત્રે પાછા આવવાના નથી. એને પણ મા હશે, અને એને મારવાથી એની માને કેટલે કારમે આઘાત પહોંચશે. એટલે છેડી દ્યો.” આ હતું દ્રૌપદીનું ક્ષમાશીલ અને કમળ હૃદય. સીતા જ્યારે અશોકવાટિકામાં રાવણના પહેરેદારની અને ત્રિજટા વગેરે રાક્ષસિનીઓની ચોકી નીચે હતી, ત્યારે હનુમાનજી આવ્યા. અને તેમણે કહ્યું – “માતા ! તમને ખૂબ જ તક્લીફ અને રાક્ષસને ત્રાસ સહેવો પડે છે આજ્ઞા કરે તો હું આ બધાને પકડીને મારી નાખ્યું અગર તો બાંધીને તમારી આગળ હાજર કરું.” પણ કમળતાની મૂર્તિ સીતાએ કહ્યું – “તાત! આ બધાને મારવું મને ક્ય લાગતું નથી. આમાં આ બધાને વાંક નથી. વાંક રાવણને છે. અથવા તેની દૃષ્ટિના છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આ દષ્ટિએ નારીમાં કોમળતા, વત્સલતા અને ક્ષમાશીલતા પુરુષ કરતાં વધારે પ્રમાણમાં છે; એ હકીકત છે. પણ ઘણી વખત કોમળતાને કારણે લાગણીવશ થઈ નારી પુરુષોના ખરા અત્યાચારોને ભોગ બની જતી હોય છે. ઘણીવાર એના યોગ્ય અધિકારો ઉપર પુરષ તરાપ મારીને એને સ્વત્વથી વંચિત કરી દે છે; કષ્ટના વંટેળિયામાં મૂકી દે છે. જૈન ગ્રંથમાં એક વાત આવે છે. પવનકુમાર સાથે અંજનાના લગ્ન થઈ ગયાં હતાં. પણ પવનકુમારજીના મનમાં અંજના પ્રત્યે અનાદર ભાવના પેદા થઈ અને તેમને જ્યારે એક યુદ્ધમાં જવાનું થયું તે વખતે અંજના વિદાયનું મંગળાચરણ કરવા આવી પણ તેમણે નહોતું સ્વીકાર્યું પવનકુમારજીના મિત્ર પ્રહસ્તે રસ્તામાં આનું કારણ પૂછ્યું. અને જ્યારે પ્રહસ્ત મિત્રને ખબર પડી કે પવનકુમારજી નિર્દોષ અને પવિત્ર સતી અંજનાને તરછોડીને આવ્યા છે ત્યારે તેમણે રસ્તામાંથી પવનકુમારજીને પાછા ફરીને સતી અંજનાને સાત્વના આપવા પાછા ફરવાની વિનંતિ કરી. પવનકુમારજી ત્યાંથી ઉપડી મધરાતે પોતાના મહેલમાં પહોંચ્યા. અંજના સાથે પ્રેમથી મળી, સાત્વના આપી સત્રિ ગાળી તરત જ પાછા ફર્યા. આ વાતની જાણ પોતાના માબાપને ન કરી. એનું પરિણામ એ આવ્યું કે જ્યારે અંજના ગર્ભવતી થઈ તો સાસુ સસરાએ અંજના દ્વારા પવનકુમારજીના આવવાની વાત કહેવા છતાં અને વીંટી બતાવવા છતાં પણ અંજનાને કુળકલંકિની સમજ ઘરથી કાઢી મૂકી. પિયરિયમાં પણ તેણીને કેઈએ સ્થાન આપ્યું નહીં. છેવટે કંટાળીને ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને ઘોર જંગલમાં સતી અંજના ચાલી નીકળી. છેવટે આ રીતે ૧૨ વર્ષ લગી કો સહન કર્યા. અને સતીત્વની કસોટીમાં પાર ઊતરી. જરા કઠોર થયાં હોત અને પવનકુમારને રાત્રે છતા થવાનું કહી શક્યા હોત તો સત્ય વસ્તુ સમજાત. પણ ન પવનકુમારે જાતે એમના ભાવિ દુઃખને વિચાર કર્યો, ન અંજના કડક થયાં અને ન અંજનાનાં સાસુએ વદની તે વખતે વહાર કરી. એટલે નારી જતિમાં કમળતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ સાથે બેગ પ્રસંગે કઠેરાને ગુણ ઉમેરવાની જરૂર છે. જાપ રોજ નિ ફુકુમાર' એ સૂત્ર પ્રમાણે એક બાજુ ફૂલેથી પણ કેમળ હોય અને બીજી બાજુ વજોથી પણ કઠોર હોય, તે જ નારીજાતિ સારી પેઠે ગુણોનો વિકાસ સાધી શકે. જૂના કાળમાં સ્ત્રી પુરુષને બરાબર અધિકાર હતો, પણ વચગાળામાં હિંદુધર્મમાં પુરુષને તે બ્રહ્મચર્ય પાલનને અધિકાર રહ્યો, પણ સ્ત્રીએ ગૃહસ્થાશ્રમી બનવું જ જોઈએ, એવું માનવામાં આવ્યું. મતલબ એ કે સ્ત્રીને બ્રહ્મચર્ય પાળવાને અધિકાર નહોતો આપવામાં આવ્યા. જૈન ધર્મ જેવાં ક્રાંતિકારી ધર્મમાં સ્ત્રીને સાધ્વી બનવાને અધિકાર તો જરૂર આપવામાં આવ્યો, પણ જૈન ધર્મ પરંપરામાં ગૃહસ્થજીવનમાં બ્રહ્મચારિણી તરીકે કોઈ સ્ત્રી રહે, તે પ્રત્યે પુષ્પની અપેક્ષાએ તે પ્રમાણમાં અણગમો અને ઉપેક્ષા જ બતાવવામાં આવી. કહેવાનું તાત્પર્ય એ છે કે નારીજાતિની કોમળતાને ગેરલાભ ઉઠાવી, તેના કેટલાક અધિકારો ઝૂંટવી લેવામાં આવ્યા. સ્ત્રી સાથ્વી કાર પુરુષ સાધુ કરતાં દીક્ષામાં ગમે તેટલા મોટા હોય છતાં પુરુષ સાધુ પાસે વંદના લેવાનો અધિકાર નથી, ઊલટું, વંદન કરવાં જ જોઈએ, એવું વિધાન કરવામાં આવ્યું. એ જ રીતે ‘અમુક શાસ્ત્રો નહિ વાંચવાનું, પોતાના સર્વાગીણ વિકાસ માટે મર્યાદામાં ચોકસાઈને રાખીને પણ પુરા સાધક સાથે નિવાસ અને વિહાર નહીં કરવાનું વિધાન તેને માટે લાગુ કરવામાં આવ્યું. આ રીતે સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વને સ્થાન ન રહ્યું. જૈન સંપ્રદાયો પૈકીના અમુક સંપ્રદાયમાં તો સાવીને વ્યાખ્યાન આપવાને અધિકાર પણ આપવામાં આવતો નથી. જો કે આ બધું રૂઢિવશ અથવા બાજુના સમાજની ખેતી અસરને લીધે થયું છે. આ નારીની અપમાનજનક ભૂમિકા છે. આમ એની કમળતાને દુરુપયોગ થયો. એટલે કે મળતાની સાથે અમુક પ્રસંગે કઠોરતાના ગુણને ઉમેરવાની જરૂર છે. સાથે સાથે સ્ત્રીમાં કમળતાને લીધે જે પરાશ્રિતપણું આવી ગયું અને એને લીધે નિર્બળતા, બીક, નિરાશા, નિરૂત્સાહ અને કોઈપણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩ ૯ સારું જનહિતકર કામ કરવામાં સાહસ નહીં ખેડવાની વૃત્તિ પેસી ગઈ છે, એને દૂર કરવા માટે એમાં સ્વાશ્રયીપણું અને નૈતિક હિમત ઉમેરવાની જરૂર છે. જે આ ગુણ નારીજાતિમાં હશે તો નવાં મૂલ્યોની સ્થાપના કરવામાં પુરુષ જે પીછેહઠ કરે છે, તેને બદલે નારીની પ્રેરણાથી એમાં નવું જોમ આવશે. જેમ નારીજાતિમાં અમુક ગુણે પૂરવાની અને અમુક ગુણોને દૂર કરવાની જરૂર છે, તેમ પુષમાં પણ અમુક ગુણો ઉમેરવાની અને અમુક દુર્ગોને દૂર કરવાની જરૂર છે. પુરુષમાં શૌર્યને ગુણ છે. એટલે તે માટે ભાગે મોટા–ટાં સાહસ ખેડી શકે છે. પણ શૌર્યની સાથે સાથે હિંસા, રતા, વગેરે દુર્ગણે પણ એના જીવનમાં પેસી ગયા છે માટે પુરુષમાં જે વાત્સલ્ય, ક્ષમા, દયા, કમળતા વગેરે ગુણેની ઊણપ છે, તે સ્ત્રી પાસેથી પૂરવી પડશે. પુસવમાં કુશળ બુદ્ધિ હોય છે, પણ આજે મેટે ભાગે એના ઉપયોગ બીજાને છેતરવામાં, અન્યાય કરવામાં, અનીતિપૂર્વક આચરણ કરવામાં અને અપ્રામાણિકરીતે વર્તવામાં થાય છે. એને ઠેકાણે જે નારી જાતિ પાસેથી વ્યવસાયામિકા સ્થિર બુદ્ધિ ભળે અને સાચી પ્રેરણા મળે તે આ અનિષ્ટ દૂર થાય અને બુદ્ધિને ઉપયોગ માનવજાતિના હિતમાં થાય. પુરુષમાં સાહસ અને કઠોરતાની સાથે વિવેક અને કોમછતાની ઊણપ કેટલીક વખત હોય છે, તેને દૂર કરવા માટે સાહસની સાથે વિવેક અને કઠોરતાની સાથે કોમળતાના ગુણે ઉમેરાવા જોઈએ. દઢતાને ગુણ આમ તો આવકારદાયક છે, પણ જે બીજાને રંજાડવામાં, બીજા ઉપર અત્યાચાર કરવામાં અને જૂનાં ખોટાં મૂલ્ય પર ચીટકી રહેવામાં દઢતાને ઉપયોગ થાય તો એ હિતાવહ નથી. મતલબ એ કે પુરુષ અને સ્ત્રી ગૃહસ્થાશ્રમી હોય કે સંન્યાસાશ્રમ હાય! બંનેમાં અમુક અમુક ગુણોની જે ઊણપ છે તેને દૂર કરવા માટે અરસપરસ હાર્દિક સંપર્કની જરૂર છે. એકબીજાની સાથે હાર્દિક સંપર્ક હોય તે જ એકબીજાના ગુણેની અસર અરસપરસ થઈ શકે, ગુણોને સર્વાગી વિકાસ થઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી-પુરુષ સાધકે દ્વારા અંગત વિકાસ અને સામાજિક વિકાસ વ્યક્તિ, સમાજ બને છે, સંગીન સાધના ચહે તે સ્ત્રી પુરુષ બંનેને, સુયોગ અનિવાર્ય છે. (૬) કેટલાક લેકે એમ માને છે કે પુજ્ય અને સ્ત્રી બંનેએ અંગત વિકાસ અને સમાજ વિકાસ માટે બ્રહ્મચર્ય સાધન જરૂર કરવી, પણ બંનેએ એકબીજાથી દૂર અને ડરતા રહેવું જોઈએ, પણ એ માન્યતા એમની ભૂલ ભરેલી છે. અંગત વિકાસ માટે પણ પુષ્ય સાધકને સ્ત્રી સાધિકાની જરૂર રહે છે. અને સ્ત્રી સાધિકાને પણ પુરુષ સાધકની પ્રેરણાની જરૂર રહે છે. આવા ઘણું દાખલાઓ જૂના અને નવા મળી આવે છે. જૈન સુત્રોમાં રાજીમતી સાવીએ થમિમુનિને પ્રેરણા આપ્યાને દાખલે પ્રસિદ્ધ છે. સતી રામતી અરિષ્ટનેમિ સ્વામીના દીક્ષિત થયા પછી. પોતે પણ સાધ્વી દીક્ષા સ્વીકારી ચૂક્યા હતાં. અને રૈવતગિરિ ઉપર ભગવાન અરિષ્ટનેમિના દર્શનાર્થે સાધ્વીઓ સાથે વિહાર કરીને જઈ રહ્યાં હતાં. રસ્તામાં જ જેથી આંધી આવી અને ધોધમાર વરસાદ પડવા મંડ્યો. સાધ્વીઓ વેરવિખેર થઈ ગઈ સગવશ સાવી રાજીમતી એક ગુફામાં આશ્રય લેવા માટે પહોંચ્યાં. ત્યાં પિતાના શરીર ઉપરથી પલળેલાં કપડાં ઉતારી એક બાજુ સુકવવા લાગ્યાં. એવામાં તે ત્યાં ધ્યાનસ્થ બેઠેલા મુનિ રથનેમિનું મન રાઇમતીનાં રૂપ અને સાંગોપાંગ જોઈ ચલાયમાન થયું. અને તે રામતીને વિષયવાસના સેવવા તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. પણ રાજીમતી પિતે શિયળમાં દઢ હતાં. પોતાનાં સગેપગે સકાચી, કપડાં પહેરી, તરત જ રથનેમિમુનિને અસરકારક શબ્દમાં પ્રેરણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ આપી. રથનેમિમુનિનું ચલાયમાન ચિત્ત સ્વસ્થ થયું. તેઓ પોતાની બ્રહ્મચર્ય સાધનામાં સ્થિર થયા. ગેસ્વામી સંત તુલસીને માટે તેમની પત્ની રત્નાવલિ પ્રેરણું મૂર્તિ બની હતી. જે તુલસીદાસજી એક દિવસ નારીમાં આસક્ત હતા, તે નારીની પ્રેરણાથી પરમાત્મામાં, વિશ્વની સર્વાગી સાધનામાં લીન થઈ શક્યા. જે બિવમંગળ એક દિવસ ચિંતામણિ વેશ્યા ઉપર આસક્ત હતો, તે જ શિવમંગળ એક દિવસ એ જ વેસ્યાની અમૂલ્ય પ્રેરણા પામીને ભક્ત સુરદાસ બની જાય છે. જીવનમાં સાધનાને સ્ત્રોત ઉછળી આવે છે. ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી પોતાની ઓરમાન બહેન સુંદરીને સ્ત્રીરત્ન બનાવવા ઇચ્છે છે. એ યુગ ભાઈ બહેનના લગ્ન હતો, ત્યારે એવાં લગ્નો સહજ હતાં. એમાં નિંદા કે તિરસ્કાર ન થતો. છતાં સુંદરીને જાગૃત આમા ચક્વતિ ભાઈના વૈભવથી કે તેના મહત્વથી ચલિત ન થયો, ઊલટે અખંડ જ્યોતિની પિઠે પ્રકા. એ સુંદરી પોતાના શારીરિક સૌંદર્યને મેહનું સાધન સમજી શરીરને નિસ્તેજ બનાવવા અને તેનું બ્રહ્મતેજ અંદર ઉતારી તેજવી આત્માને વધારે તેજસ્વી બનાવવા તપનું અનુષ્ઠાન કરે છે. લાંબા વખત સુધી રસાસ્વાદ ત્યજીને તે સુંદરી બહારથી જેટલી અસુંદર બની તેટલી જ અંદરથી મુંદરમય બની. તપને બળે મહાસત ભાઈને સમજાવે છે. તેની વાસના શમાવે છે. એક સ્ત્રી આત્માનું અખંડ તેજ પડતાં પુષ્પ ઉદ્ધારિત થાય છે. આ થઈ પુરા સાધકના અંગત વિકાસ માટે સ્ત્રી સાધિકા અથવા ગૃહસ્થાશ્રમી નારી દ્વારા પ્રેરણની વાત. હવે નારીના અંગત વિકાસ માટે પુરુષ સાધકના નિર્દોષ સાહચર્યની અને પ્રેરણાની કેટલી જરૂરિયાત છે? એના ઉપર આપણે વિચારીએ. આમ તો યુગેયુગોથી નારી પુસ્વાધીન જ રહેતી આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૩ * ચીલાને અથાઓને સાધક કે સ્ત્રી વિકાએ તેની તેના છે. તેણીએ કાઈ દિવસ તદ્દન સ્વતંત્ર રહી અંગત વિકાસની કલ્પના કરી નથી એટલી નમ્રતા અને કોમળતા તેમાં રહી, પણ એની સાથેસાથે બીક અને પરાધીનતા, પરાશ્રીતપણું પણ નારીમાં આવ્યું. એટલે સાધિકાનારીમાં ગૃહસ્થ નારીના આવા દોષો પેસી ગયા. તે પોતે જૂના રીટા ચીલાને બદલવા અને જૂનાં છેટાં મૂ, બેટી પરંપરાઓ અને બેટી કુપ્રથાઓને નિવારવા માટે સાહસ ન ખેડી શકી. એટલું જ નહીં, કોઈ પુરુષ સાધક કે સ્ત્રી સાધિકા તે જતનું સાહસ ખેડવા પ્રયત્નો કરે છે તેમાં એવી સ્ત્રી સાધિકાએ તેની બેટી ટીકા કરી આડખીલીઓ જ ઊભી કરી. આ રીતે સ્ત્રી સાધિકાને તેના અંગત વિકાસ માટે પુરા સાધકની પ્રેરણાની જરૂર સ્પષ્ટ રીતે દેખાય છે. ભગવાન રામચંદ્રજીના ગુણે ભગવાન શિવજીના ગુણ કરતાં પૂજ્ય છે; એમ સાંભળી સતીને રૂપમાં પાર્વતીજી રામચંદ્રની પરીક્ષા લેવા માટે નીકળ્યાં. સતીએ પરીક્ષા લેવા માટે સીતાનો વેપ સજે, અને વનમાં તે બાજુ ચાલી નીકળ્યા. જે બાજુથી રામચંદ્રજી આવવાના હતા. સીતાને વેષ સજીને બેઠેલાં સતીને જોઈને રામચંદ્રજી તો તરત કળી ગયાં. તેમણે સતીને પૂછયું “માતા, અહીં એકલાં કેમ બેઠાં છે ? શિવજી ક્યાં છે ? આ સાંભળી સતી તો આશ્ચર્યમગ્ન થઈ ગયાં. અને જવાબ આપી શિવજી પાસે આવ્યાં. શિવજીએ સતીને કહ્યું – બસ હવે તમને હું પત્ની તરીકે સ્વીકારી શકતો નથી, કેમકે તમે મારા પૂજ્ય એવાં સીતાજીનો વેષ લઈ રામચંદ્રજીની પરીક્ષા લેવા ગયાં. માટે તમે મારાં પૂજ્ય તુલ્ય છે. આ રીતે પછી તે સતીએ શિવજીને બહુ અનુનય વિનય કર્યો, પણ તેઓ પોતાના સંકલ્પ ઉપર મકકમ રહ્યા અને એટલું કહ્યું કે હું આ જન્મમાં તમને પત્ની તરીકે નહીં સ્વીકારું પણ તમે હવે તપ સાધના દ્વારા તમારા અંગત વિકાસ સાધી લેશે તો ભવિષ્યના જન્મમાં હું તમને પત્ની તરીકે સ્વીકારી શકીશ. આ રીતે સતીએ તપસ્યા કરી અને શિવજીની પ્રેરણું દ્વારા અંગત વિકાસ સાથે. ઋગવેદમાં એક સુંદર આખ્યાન ભાઈ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૪ બહેનનું મળે છે. યમ અને યમી બંને ભાઈ બહેન બને છે. બહેન યમી ભાઈ યમને કામ વાસના પિપવા માટે, અને તેને પરણવા માટે પ્રાર્થે છે. યમ ભાઈ એ અધમ માર્ગે જવાની સ્પષ્ટ ના પાડે છે. અને પોતાની બહેનને અન્ય કોઈ તરણ સાથે જોડાવા સમજાવે છે. બહેન તેને બહુ લલચાવે છે. ધમકાવે છે ને શાપ પણ આપે છે, પરંતુ ભાઈ યમ પિતાના અખંડિત તેજોબળથી એ કશાની પરવા કરતો નથી. ને પોતાના નિશ્ચયમાં મક્કમ રહે છે. આ આખ્યાનમાં પુસ્થામા દ્વારા બહેન યમીને અંગત વિકાસની પ્રેરણું મળે છે. આ છે નરની પ્રેરણા દ્વારા નારીના અંગત વિકાસના નમૂનાઓ ! એ જ રીતે નારીસાધિકાની પ્રેરણા દ્વારા પણ નરસાધકને સામાજિક વિકાસ થયો. સર્વાગી સાધના પૂરી થઈ એના દાખલાઓ પણ ઘણું મળે છે. આપણે આગળ જોયું તેમ બાહુબલિમુનિ બ્રહ્મચારી બનીને પોતે જંગલમાં એકાંતમાં જઈ ઘોર તપશ્ચર્યા કરી છતાં પણ તેમની સર્વાગી સાધનામાં કચાસ રહી ગઈ, એટલા માટે જ ભગવાન ઋષભદેવે બે સાધ્વીઓને પ્રેરણું આપવા માટે મોકલી હતી. જે ભગવાન ઋષભદેવના મનમાં એમ હેત કે પુરુષ સાધકના સામાજિક અને સર્વાગી સાધનાના વિકાસ માટે સ્ત્રી સાધિકાની કરકતા વિના ચાલશે તો પુરુષ સાધકે ઘણુ હતા તેમને જ મોકલત. પરંતુ ના: પુને સ્ત્રી અને સ્ત્રીને પુરુ પૂર્તિની જ જરૂર છે. જૈન ધર્મ વિશ્વ ધર્મ કેમ છે ? કારણકે દરેક તીર્થકરને વ્યક્તિ અને સમાજના સર્વાગી વિકાસ માટે ગૃહસ્થાશ્રમી પુરુષ અને સાધક પુરાની જેમ ગૃહસ્થાશ્રમી નારી અને સાધિકાનારીની જરૂર પડે છે. ચતુર્વિધ સંઘ (તીર્થ)ની સ્થાપના માટે આ ચારેય અંગની અનિવાર્ય જરૂર છે. જે પુરુષ સાધકે અને ગૃહસ્થાશ્રમી પુ દ્વારા જ તીર્થસ્થાપના થઈ ગઈ હોત તે તેઓ ત્રીથી તદ્દન અતડા, અલિપ્ત અને બીતા જ રહે પરંતુ બ્રહ્મચર્ય સાધનામાં સમાજના બધાંય ક્ષેત્રનાં સ્ત્રી પુરૂાના અણઉકલેલા પ્રશ્નોના ધર્મદષ્ટિએ ઉકેલ દ્વારા સર્વાગી વિકાસ માટે સ્ત્રી અને પુમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૫ બનેની પરસ્પર પૂરતા જરૂરી છે માટે સ્ત્રી સાધિકાઓ અને પુર સાધકે અતડા, અલિપ્ત અને બીતા રહેવાની જરૂર નથી. અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરને સમાજને સમરસ બનાવવા. એક નારીને ઉદ્દેશીને સંકલ્પ કરે પડ્યો હતો. એનું કારણ શું હતું? જે ઊંડાણથી તપાસવામાં આવે તો જણાશે કે ભગવાન મહાવીરને ભવિષ્યમાં સંપૂર્ણ આત્મજ્ઞાન થયા પછી સંધરચના કરવી હતી. મહાવીર સ્વામીએ જોયું કે નવ સમાજની રચના કરવા માટે એક આત્મબળી નારીને માધ્યમ બનાવ્યા વગર સંધ રચના સારી પેઠે ચાલશે નહીં. વિશેષ નારી જાતિના પ્રશ્નો લેવા માટે અને પાછળ પડી ગયેલી નારીને પ્રતિષ્ઠા આપી આગળ લાવવા માટે સ્ત્રી સાધિકા જોઈશે જ. એ દૃષ્ટિએ મહાવીર સ્વામીએ એક એવી નારીને સંકલ્પ કર્યો કે જે ક્ષત્રિય કુમારી હોય, છતાં અમુક કરો અને આફતોમાં પડી હોવા છતાં જેણે પિતાની માનસિક સમતુલા સાચવી રાખી હોય. આવી સ્ત્રી ચંદનબાળા હતી. ચંદનબાળાનું ઘડતર પણ ધારિણી માતાએ ખૂબ સારી પેઠે વિચાર અને આચારની દૃષ્ટિએ કર્યું હતું, એટલું જ નહિ, શીલ ઉપર આક્રમણ કરનાર રથીનું પ્રાણર્પણ કરીને પણ હૃદય પરિવર્તનની તક આપી હતી. ચંદનબાળાની સામે પોતાની માતાને પ્રત્યક્ષ દાખલે હતો. એટલે એનામાં એક અપૂર્વ તાકાત આવી. જોકે રથી હૃદય પલટ થયા પછી ચંદનબાળાને તે પુત્રી તરીકે માની પોતાની સાથે ઘેર લાવે છે પણ રથીની પત્નીની અદેખાઈ ચંદનબાળા પ્રત્યે વધી જાય છે. તે ચંદનબાળાને બજારમાં વેચીને સેના મેહરે લાવવા રથી પાસે હઠાગ્રહ કરે છે. છેવટે ચંદનબાળા પોતે ખુશીથી ગુલામેના ખરીદ વેચાણ થતા હતા તે બજારમાં આવે છે અને વેચાય છે. ધન્નાવાહ શેઠ નામના એક શ્રાવક ચંદનબાળાને ખરીદે છે. બ્રહ્મચારિણું છતાં ચંદનબાળાનું વાત્સલ્ય એટલું ઉછળે છે કે તે પુત્રીરૂપે ધન્નાવાહ શેઠની સેવા કરે છે. ધન્નાવાહ શેઠ પણ પિતૃવાત્સલ્ય ચંદનબાળા ઉપર રેડે છે; પણ તે શેઠનાં પત્ની મૂળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ શેઠાણીને આ વસ્તુ ઈર્ષ્યાનું કારણ બની જાય છે. મૂળા શેઠાણી એક દિવસ તક જોઈને ચંદનબાળાને અપાર કષ્ટોમાં મૂકી દે છે. ચંદનબાળા આ કટીમાંથી પસાર થાય છે. મૂળ શેઠાણી પ્રત્યે સમભાવ રાખી ભગવાન મહાવીર સ્વામીના અભિગ્રહ (સંકલ્પ માટે નિમિત્ત બને છે. એવી શક્તિશાળી વીરાંગના ચંદનબાળા આગળ જતાં ભગવાન મહાવીરના નવા સંઘમાં સાધ્વી બની મહાવીર સ્વામીને સંદેશો સ્ત્રીઓમાં ફેલાવે છે. ચંદનબાળાની આત્મશક્તિનો પર તે આ ઉપરથી જ મળી રહે છે કે ભગવાન મહાવીરના સંઘમાં ૧૪ હજાર સાધુઓ માટે ૧૧ ગણ હતા, જ્યારે ૩૬ હજાર સાધ્વીઓ માટે એકલી મહાસતી ચંદનબાળા જ પ્રવતિની રહ્યાં. ભગવાન મહાવીર સાધ્વીઓના માધ્યમ દ્વારા નવ–સમાજની સર્વાગી રચના અને વિકાસ કરવામાં સફળ બને છે. ભારતીય ધર્મોમાં જૈનધર્મે સ્ત્રીઓને પણ સાધ્વી-દીક્ષાસંન્યાસ આપવાની પહેલ કરી. સ્ત્રીઓ પુરસ્કારરૂપે આપવાની, ખરીદવાની વસ્તુ ગણાતી હતી તે સ્ત્રીઓને ભગવાન મહાવીરે સર્વોચ્ચ શિખરે મૂકી દીધી. જે ભગવાન મહાવીરે ચંદનબાળા સાધ્વીને સહગ સંધરચનામાં ન લીધું હોત તો તેમણે જયંતિ, રેવતી જેવાં અનેક નારીરત્ન મેળવીને સમાજની સર્વાગી ક્રાંતિ કરી તે ન કરી શકત. અને સાથે સાથે એમ પણ કહેવું જોઈએ કે જે ચંદનબાળાને મહાવીરને સંગ ન મળે હોત તો, એમને પણ સંપૂર્ણ આમવિકાસ ન જ થાત. કહેવાનો આશય એ છે કે ભગવાન મહાવીરે પાર્શ્વનાથ પરંપરાના ચાતુર્યામ ધમ પછી બ્રહ્મચર્યવ્રતનું પાંચમું મહાવ્રત ઉમેર્યું; છતાં બ્રહ્મચર્ય—સાધનામાં સ્ત્રી સાધિકા અને પુરા સાધક બંનેને અતડાં રાખીને; હાર્દિક સહયોગ અને પરસ્પર પૂરકપણાને અવગણ્યું નહીં બલકે, સમાજના સર્વાગી વિકાસ માટે સ્ત્રી સાધિકાને હાર્દિક સોગ અને સાશ્ચર્ય અનિવાર્યરૂપે ગયું. એટલું જ નહીં ચતુર્વિધ સંઘમાં સ્ત્રી અને પુષ્પ બંનેને એકબીજાનાં પ્રેરક પણ ગણ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ એ અને ગૃહ પુરુષોના પ્રોજ તે સધને એ જ રીતે સ્ત્રી સાધિકાને પણ સમાજના સર્વાગી વિકાસ માટે પુણ સાધકનાં સાહિત્ર્ય અને સહાગની કેટલી જરૂર પડે છે. એને સર્વોત્કૃષ્ટ દખલે તીર્થકરી મલિનાથને છે. તીર્થકરી મલિના ગૃહસ્થજીવનમાં પોતાના કુપ ઉપર મોહિત થયેલા ૬ રાજાઓને પ્રતિબધ આપી તેમની આસકિત દૂર કરી અને આ રીતે પોતાની સંઘ સ્થાપના વખતે સ્ત્રી સાધિકાઓ અને ગૃહસ્થાશ્રમી નારીઓની જેમ પુષ્ય સાધકે અને ગૃહસ્થાશ્રમી પુરુષોને પણ સંઘમાં દાખલ કર્યા. જે તીર્થકરી મલ્લિનાથ એકલી સ્ત્રી સાધિકાઓ અને ગૃહસ્થ સ્ત્રીઓને જ પોતાના સંઘમાં લેત તે સંઘને સર્વાગી વિકાસ ન થાત, કારણ કે પુરુષોના પ્રશ્નો અણુ ઉકેલ્યા રહેત. અને પરિણામે સ્ત્રી પુકાના સંઘર્ષનું કારણ એ સંધ બની જાત. જેઓ સમાજના સર્વાગી વિકાસ માટે સામાજિક કામો લે છે, તેમને એક યા બીજા પ્રકારે પુરુષ સાધકની જેમ સ્ત્રી સાધિકાની જરૂર અનિવાર્ય રૂપે પડે છે. જેઓ આ વાતને અવગણીને ચાલે છે, તેમને પાછળથી સાચું સમજાઈ જાય છે. બુદ્ધ ભગવાને પોતાની પત્ની અને પુત્રને સંભત કર્યા વિના એવાં વૈરાગ્યમાં આવી, સંન્યાસ ધારણ કર્યો. બધિલાભ થયા પછી તેમણે બૌદ્ધ સંઘની સ્થાપના કરી: પણ બૌદ્ધ સંઘમાં ઉપાસકે–ઉપાસિકાઓ અને સાધુઓને જ દાખલ કર્યા. સ્ત્રીઓને બૌદ્ધ ધર્મમાં સંન્યાસ દીક્ષા નહોતી આપવામાં આવી. બુદ્ધ ભગવાન પોતે સ્ત્રીઓને દીક્ષા આપવામાં સંઘમાં બ્રહ્મચર્યના હાસનું મોટું જોખમ જોતા હતા. પણ સમાજના સર્વાગી વિકાસ માટે અને સ્ત્રીઓને પ્રશ્નો માટે સ્ત્રી સાધિકાઓને માધ્યમ બનાવ્યા સિવાય કોઈ આરો નહોતો. એટલે બુદ્ધ ભગવાનને આ સત્ય સમજાયું અને તેમણે આખરે તે બૌદ્ધ સંઘમાં સ્ત્રીઓને પ્રવર્જિત કરવી પડી. આપણે જાણીએ જ છીએ કે ભગવાન બુદ્ધને બોધિસવ પેદા થવામાં એક સ્ત્રી અને તે પણ વારાંગના જ નિમિત્ત બની હતી. આપણે એ તો જોઈ જ ગયા છીએ કે વૈદિક ધર્મમાં સંન્યાસધર્મના આદ્યપ્રવર્તક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શંકરાચાર્યે સંન્યાસને અને બ્રહ્મચર્યને અધિકાર એક માત્ર પુરુષને આપ્યો, સ્ત્રીઓને નહીં. સ્ત્રીઓને બ્રહ્મચારિણી રહી સંન્યાસ ધર્મ પાળવાને અધિકાર નહીં આપવાને લીધે વૈદિક ધર્મની દરેક શાખાઓમાં સ્ત્રીઓમાં પરાધીનતા, પરાશ્રિતતા અને નિર્બળતા આવી. તેમનામાં અજ્ઞાનતા, રૂઢિચુસ્તતા પુરુષો કરતાં વધારે વધી. એથી સમાજની સમરસતામાં અને સર્વાગીણ વિકાસમાં ગાબડું પડયું અને એની બેટી અસર જૈનસંઘમાં પણ પડી. એ બેટી અસરને કારણે જ જેન સંઘની ભ. મહાવીરની સ્ત્રી સાધ્વી પ્રત્યેની ઉદારતામાં અગાઉ જોઈ ગયા તે મુજબ ફટકો પડ્યો છે. એટલે અરસપરસ અંગત વિકાસ અને સામાજિક વિકાસ બંને માટે સ્ત્રી અને પુરુષ બંનેની પૂરતાની જરૂર છે; તે જ બ્રહ્મચર્ય સાધના વ્યાપક અર્થમાં થઈ શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય સાધના અને નારી પ્રતિષ્ઠા ભૌતિકતા કરે છે, આત્મતત્વ દબાય ત્યાં ત્યારે મારી પ્રતિષ્ઠાય-પાછળ પડી જાય ત્યાં. મોખરે સ્ત્રી પ્રતિષ્ઠાને લાવવા યત્ન સૌ કરો: ને બ્રહ્મચર્યની સાચી, નિષ્ઠાને વિશ્વમાં ભરે. (૭) ઉપનિષદોમાં નર અને નારી બંનેને બ્રહ્મસ્વરૂપ માનવામાં આવ્યા છે. ત્યાં સ્ત્રી અને પુરામાં કોઈપણ જાતના ભેદ કરવામાં આવ્યો નથી. છતાં સમાજના વ્યવહારમાં સ્ત્રી અને પુને ભેદ કરવામાં આવ્યું છે. તેનું એક કારણ એ પણ છે કે સમાજ શાસ્ત્રીઓએ તેઓ પુરા હેવાને લીધે પુરુષને પક્ષપાત કરી સ્ત્રીને હલકી રીતે ચીતરી છે. ઘણે સ્થળે એકલી સ્ત્રીને જ કામવાસનાની પૂતળી ગણી છે, નરકનું દ્વાર ગણી છે, પણ તટસ્થ દૃષ્ટિએ જોતાં આ વાત બરાબર નથી. એ ખરું કે સ્ત્રીમાં વાત્સલ્યની માત્રા વધારે હોય છે, અને વિકાર અને વાત્સલ્યનું ઉગમસ્થાન એક જ છે એટલે પુરુષોએ સ્ત્રીના વાત્સલ્યને સારી દિશામાં વળાંક આપવાને બદલે એને ખરાબ રીતે ચીતરી વિકાર દિશામાં જ દેરી પણ ભારતીય સંસ્કૃતિના ઈતિહાસના પાના ઉપર નજર ફેરવીશું તો એ લાવ્યા વિના રહેશે નહીં કે સ્ત્રીઓ પુરુષો કરતાં પોતાનાં બ્રહ્મચર્યશીલ અને સતીત્વ ઉપર મકકમ રહી છે, પ્રાણ સમપીને પણ એમણે પોતાનું શીલ સાચવ્યું છે. એવી સતીઓના ઘણા દાખલાઓ મળે છે. આ બધું જોયા પછી એમ કહી શકાય કે સ્ત્રી એ કામવાસનાની પૂતળી નથી કે સ્ત્રી પ્રત્યે સહજ ભાવે આપણે કહી શકીશું કે એ વાત્સલ્ય મૂર્તિ છે. પુરુષો કરતાં બ્રહ્મચર્ય સાધનામાં સહેજ પણ પાછી પાની કરનારી નથી; ઊલટી આગળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ત્યારે સવાલ એ થાય છે કે બ્રહ્મચર્ય સાધનામાં સ્ત્રી સંગાથે નિર્દોષ સાહચર્ય કે સાગ લેવાની જરૂર છે ખરી? બ્રહ્મ એટલે વિશ્વાત્માઓની સર્વાગી સાધના કરતી વખતે માત્ર પુરુષના સહયોગથી ચાલી શકશે? એનો જવાબ સાફ નકારમાં છે. કારણ એ કે સ્ત્રી અને પુરુષ એ બંને સમાજ–રથનાં બે ચકે છે. પરંતુ એ બે ચ પૈકીનું એક પણ ચક્ર બરાબર ન હોય, બગડેલું હોય તે રથ ચાલી શકતો નથી. તેમજ સ્ત્રી અને પુરા એ બંને પૈકી એકને તમે પાછળ રાખશે, સમાજના દરેક પ્રશ્નોથી પરિચિત રાખશો નહીં તો સમાજર) વિષમ રહેવાનો છે, તે ગતિ કરવાનું નથી. આજે નારી જતિની દશા એટલા જ માટે અધમ થઈ ગઈ છે કે એને જે એને સ્વાભાવિક અધિકાર હતા, તે આપવામાં આવ્યા નથી અને બ્રહ્મચર્ય સાધનામાં પુરુષો દ્વારા ત છોડવામાં આવી છે. અથવા સ્ત્રીઓ સાથે ધૃણા કરવામાં આવી છે. એથી સમાજના સર્વાગી વિકાસમાં કચાસ રહે, સમાજમાં વિષમતા દેખાય એ સ્વાભાવિક છે. - સ્ત્રી જાતિમાં વાત્સલ્યની માત્રા વધારે છે, એને સ્વીકાર જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે જે એના વાત્સલ્યનો ઉપયોગ વ્યાપક દિશામાં કરવામાં આવે તો સમાજનો વિકાસ ઝડપી થાય, એ હકીક્ત છે. આજે એના વાત્સલ્યને ઉપયોગ કાંતે કુટુંબના સંકુચિત વાડામાં અથવા તો જ્ઞાતિની કે એવી સાંકડી દિવાલમાં કરવામાં આવે છે. જે એ વાત્સલ્યને કુટુંબ, જ્ઞાતિ, પ્રાંત કે ભાષાવાદથી ઉપર ઊઠીને સમાજસેવાનું વ્યાપક ક્ષેત્ર મળે તે સમાજનો સર્વાગી વિકાસ થાય. હિંદુ સમાજમાં વિધવા માતાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. જે એમના વિધવ્ય સાથે પળાતા અનિવાર્ય બ્રહ્મચર્યને સમાજસેવાના કામ, સમાજના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાના કામ સાથે જોડવામાં આવે તો સમાજનું કેટલું મોટું કામ થઈ શકે ? શકિત તે માતાઓ–બહેનેમાં પહેલી જ છે, માત્ર એ શક્તિને ખીલવવાની જરૂર છે. પણ એવાં માતાઓ અને બહેનની શકિતને જાગૃત કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ માટે કયું માધ્યમ હોવું જોઈએ એના ઉપર વિચાર કરતાં આપણી નજર સાધ્વી વર્ગ ઉપર ઠરે છે. એટલે ફલિતાર્થ એ થયો કે જે બહ્મચારી મુનિઓએ જે સમાજને સર્વાગી વિકાસ સાધવો હોય અને વિશ્વના બધાંય બ્રહ્મસ્વરૂપ આભાઓમાં સર્વાગી વિકાસ કરવા માટે વિચરણ કરવું હોય તો સ્ત્રી સાઓના માધ્યમ દ્વારા પાછળ પડી ગયેલી નારી જાતિને આગળ લાવવી પડશે. બૌદ્ધ ધર્મમાં એક વાત આવે છે, તે આ દિશામાં માર્ગદર્શક બનશે. ભગવાન બુદ્ધના શિષ્ય ઉપગુપ્તભિક્ષુ રૂપ યૌવનથી સંપન્ન હતા. એમને તેજરવી ચેહરે બ્રહ્મચર્યના તેજથી દીપતો હતો. સુજાતા નામની વેશ્યા તે સમયે મથુરા નગરની રૂપરાશિ હતી; અનેક મોટા મેટા ધનિકે તેના ઈશારા ઉપર નાચતા હતા, તેના ચરણોમાં નમી પડતા હતા. સુજાતાએ જ્યારે ઉપગુપ્તભિક્ષુનું રૂપ જોયું તે ક્ષણે જ તે તેના ઉપર મોહિત થઈ ગઈ અને નત મસ્તક થઈને ભિક્ષુને વિનવવા લાગી “દેવ ! હું આપના ચરણમાં આ શરીર સમર્પિત કરું છું. મને સ્વીકારે અને આપની સેવિકા બનાવો !” ભિક્ષુએ શાંતમુદ્રામાં કહ્યું : “અત્યારે હું તમને સ્વીકારવાનું નથી. સમય આવશે, ત્યારે હું તમારી સેવામાં હોઈશ.” એ વાતને વર્ષો વીત્યાં. એક સમય એ આવ્યો કે સુજાતાના શરીરમાં ભયંકર રોગ ફેલાયે. આખા શરીરમાંથી પરુ વહેવા લાગ્યું. તેની પાસે કોઈને બેસવાનું ગમે નહીં. સુજાતા હવે બધાની ધૃણાપાત્ર બની ગઈ. ઊલટું, જે લેક પહેલાં એના રૂપ ઉપર આસક્ત બનીને એને ચાહતા હતા, તે લેકેએ જ રાજા આગળ જઈને ફરિયાદ કરી કે “આ સુજાતાના શરીરની બદબોથી શહેરમાં રોગચાળો ફેલાશે એટલે નગરની બહાર કંઈ ખાડામાં તેને નંખાવી દેવી જોઈએ. રાજને હુકમ નીકળે. રાજપુછો તેને નગરની બહાર કઈ ખાડામાં એકાંત સ્થળે નાખીને ચાલ્યા આવ્યા. સુજાતા ત્યાં પકેપોક મૂકી રડવા લાગી, પણ ત્યાં કેણ સાંભળે ? કોઈ એની પાસેથી પસાર જ થતું નહોતું. છેવટે ઉપગુભિક્ષુના કાને સુજાતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ દુર્દશાની વાત પડી. ભિક્ષુ તરત જ ત્યાંથી ઉપડ્યા અને જ્યાં સુજાતા રુદન કરી રહી હતી, ત્યાં આવી પહોંચ્યા. સુજાતાને સંબેધવા લાગ્યા “બહેન, ગભરાશે નહીં, હું તમારી સેવામાં આવી પહોંચ્યો છું.” કાણ? હું ઉપગુપ્ત ભિક્ષુ “ઉપગુપ્તભિક્ષુએ તેની સારી પેઠે સારવાર કરી. સુજાતા સ્વસ્થ થઈ ગગ થઈને કહેવા લાગી “ધન્ય છે દેવતા! હું આપની જન્મોજન્મની ઋણી છું, હવે આપ મને તારે! ઉગારે!” સુજતા બૌદ્ધ સંઘમાં સાડવી તરીકે દીક્ષિત થઈ જાય છે. અને આ રીતે એક પાછળ પડી ગયેલી નારી જાગૃત થઈ પિતાના વાત્સલ્ય ઝરાને સમાજ સેવાના કાર્યમાં લગાડી દે છે. આ રીતે સમાજમાં લાખે વિધવા બહેનના પ્રશ્નો છે, હજારો વેશ્યા બહેનના પ્રશ્નો છે, તે ઉકેલવા માટે સ્ત્રી સાધ્વીઓના અને સ્ત્રી બ્રહ્મચારિણીઓનાં સાહચર્ય અને સહગની જરૂર ડગલે ને પગલે રહેવાની. આમ કરવાથી જ નારીજાતિમાં નૈતિક જાગૃતિ આવશે. તે પુરુષની સાથે ખભેખભા મીલાવી સમાજ વિકાસના કાર્યોમાં ભાગ લઈ શકશે. અને સ્ત્રી અને પુરા બંને સમાન ભૂમિકા ઉપર પહોંચવાથી જ સમાજ સમરસ થઈ શકશે. સ્ત્રીઓ પાછળ રહેશે અને પુરુષે આગળ વધી જશે તો સમાજવિકાસનું કાર્યક્ષેત્ર મંદ પડી જશે. પુરુષોના કાર્યમાં સ્ત્રીઓ સહકારક નહીં રહેવાથી ઊલટી વિઘકારક બની જશે. મહાત્મા ગાંધીજીએ એક વખતે પિતાના રચનાત્મક કાર્યકરને કહ્યું: “તમારે હવે જેલ જવું પડશે, છેને એટલી તૈયારી ? વિચારીને જવાબ આપશે.” પણ ગાંધીજી સમયે સમયે કાર્યકરને સૂચવતા રહેતા કે તમે આ વાત તમારે ઘેર તમારી પત્ની આગળ કરતા રહેજે. પણ કોઈએ પની આગળ આ વાત કરી નહીં. પરંતુ જ્યારે મહાત્માજીએ ઉપલી બાબતમાં જવાબ માગે, ત્યારે કાર્યકરોએ પિતાની પત્નીઓ આગળ પેલી વાત કરી. પણ પત્નીએ તે ઘડાયેલી અને સ્વરાજ્યના વિચારોથી ટેવાયેલી હતી જ નહીં, એટલે ઝઘડે કરવા લાગી. પુષો પનીઓને અસહાય છેડીને જેલ જાય, એ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ કેમેય કરીને તેમને ગળે ઉતરતી નહોતી. બધાંયે બાપુને આવીને વાત કરી કે જેલ જવાની વાત કરવાથી તે અમારા ઘરમાં મેટો ઝઘડે બે થઈ ગયું છે. મહાત્મા ગાંધીજીએ પૂછ્યું:- એમ કેમ થયું ? તમે મારી કહેલી વાત તમારી પત્નીઓ આગળ કરી નતી ?” બધાયે કબૂલ કર્યું. ત્યારે ગાંધીજીએ કહ્યું- “જ્યાંસુધી સમાજમાં સ્ત્રી જાતિમાં જાગૃતિ આવશે નહીં, ત્યાંસુધી પુરષ એકલા સામાજિક વિકાસ કરી શકશે જ નહીં.” એટલે આજે પાછળ પડી ગયેલી નારીજાતિને આગળ લાવવા માટે નારી જાતિને પ્રતિષ્ઠા આપવી પડશે. તેમને બ્રહ્મચર્ય પાલનનો અધિકાર આપીને વાહ્મચારિણી તરીકે સમાજ સેવાનાં કામમાં ખૂપવવા માટે તક આપવી પડશે. અને તેમનું ઘડતર સારી પેઠે દિલ દઈને કરવું પડશે. એ જ રીતે કોલેજમાં ભણતી અને સુશિક્ષિત નારીએમાં પશ્ચિમની હવાથી કે લક્ષ્મીનંદનેની નારીઓ તરફની ભોગપિપાસાથી નારીઓમાં જે બ્રહ્મચર્ય શિથિલતા આવી છે, તેને સુયોગ્ય દિશાએ લાવી મૂકવામાં પણ સુશિક્ષિત કુમારિકાઓએ અને સુવિદિત સાવીઓએ પરિપકવ બ્રહ્મચારી સાધુઓની રાહબરી નીચે ઘણું વિશાળ કાર્ય કરવું પડશે. માત્ર ભારતમાં જ નહીં, ભારતીય નારીઓ દ્વારા જગતભરમાં બ્રહ્મચર્યનાં નવાં મૂલ્ય ઊભાં કરવાં પડશે. આચાર્ય હરિભદ્રસૂરિને નારી પ્રતિષ્ઠાને એક દાખલે જૈન ઈતિહાસનું ઉજ્જવળ પૃષ્ઠ છે. હરિભદ્રસૂરિ ચિતડ પાસેના એક નાનકડા ગામના રાજપુરોહિતના પુત્ર હતા. સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાન હતા. એમને અભિમાન થયું કે “હું નહીં સમજી શકું તેવું જ્ઞાન છે જ નહીં.” પોતે એક દિવસ સંક૯પ કરે છેઃ “શ્ન જે જ્ઞાનને હ ન સમજી શકું અને તે જે મને સમજાવી દે તો હું તેને શિય થઈ જાઉં.” એક વખત તેઓ જૈન ઉપાશ્રય પાસેથી જઈ રહ્યા હતા. ઉપાશ્રયમાં એક વૃદ્ધ સાવી “યાકિની મહત્તરા” પ્રાકૃત ભાષાની એક ગાથાનું ઉચ્ચારણ કરી રહ્યાં હતાં. વારંવાર ધ્યાનથી સાંભળવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com શા હરિભકા હરિભદસરિ ચિતાર મહાન વિદ્વાન Page #48 -------------------------------------------------------------------------- ________________ પણ હરિભદ્ર તે ગાથાને અર્થ સમજી શક્યા નહીં. એથી તેમનું અભિમાન ઓસરી ગયું. તેઓ વિનયપૂર્વક સાધ્વીજીની પાસે જઈને ઊભા રહ્યા. સાધ્વીજી પાસેથી ગાથાનો અર્થ સાંભળી અને સમજીને તેમને ખૂબ સતાપ થયો. તેઓ પોતાના સંકલ્પ પ્રમાણે સાધ્વીજી પાસે શિષ્ટદીક્ષા આપવા માટે વિનવવા લાગ્યા. સાધ્વીજીએ કહ્યું“જૈન ધર્મના નિયમ પ્રમાણે કાઈ સ્ત્રી સાધુ પાસે અને કોઈ પુરા સાધ્વી પાસે દીક્ષિત થઈ નહીં શકે, પરસ્પર પૂરક જરૂરી બની શકશે. એટલે જે તમારે દીક્ષા લેવી હોય તે આચાર્ય પાસે ચાલે, તેઓ દીક્ષા આપશે.” સાધ્વીજીએ હરિભદ્રને આચાર્યના દર્શન કરાવ્યાં. હરિભદ્ર સાધુ દીક્ષા સ્વીકારી એટલું જ નહીં ભવિષ્યમાં જૈન ધર્મના તેઓ મહાન નિર્ધર આચાર્ય થયા. અનેક તાત્ત્વિક ગ્રંથે તેમણે પોતે રચ્યા અને આગ ઉપર ટીકાઓ અને વૃત્તિઓ લખી. પણ આ કૃતજ્ઞ આચાર્ય પ્રત્યેક ગ્રંથ કે ટીકાની અંતે પોતાના નામને બદલે યાકિની મહારાસનું” (યાકિની મહત્તરા સાવના ધર્મપુત્ર) તરીકે જ લખ્યું અને આ રીતે તેમણે આ સાધ્વીજીને પોતાની ધર્મમાતા માનીને તેમની અને સાધ્વી જગતની મહાન પ્રતિષ્ઠા કરી. પર્શનના મુખ્યગ્રંથ ઉપર ટીકા લખનારા વાચસ્પતિ મિત્રનાં જ્યારે લગ્ન થયાં, ત્યારે બીજે જ દિવસે તેમણે બ્રહ્મસૂત્રના શાંકરભાષ્ય ઉપર ટીકા લખવાનું શરૂ કર્યું. તેઓ નિરંતર તે ગ્રંથની ટીકા લખવામાં જ જાગૃત રહેતા. તેમની પત્ની તેમના આ કાર્યમાં જરાય વિન નહોતી કરતી એટલું જ નહીં બલ્ક, રાત્રિ-દિવસ એક માત્ર પતિ સેવામાં જ રહેતી. સાંજ થતાં જ ચૂપચાપ આવીને દીવો પેટાવી જતી અને વાચસ્પનિમિશ તન્મય ભાવથી લખવામાં જ સંલગ્ન રહેતા. આ રીત દિન, ભાસ અને એક–એક વર્ષ કરતાં ૧૨ વરસનાં વહાણું વહી ગયા. ટીકાની પૂર્ણાદતિને દિવસ આવ્યો, તે દિવસે તેમની પત્ની જ્યારે દી પટાવવા આવી ત્યારે તેમણે જોયું કે, “એ તે સાધ્વીની પેઠે સાદાઈ અને સંયમથી પોતાનું જીવન ગાળી રહી છે. ચહેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ તેજથી દીપી રહ્યો હતે.” વાચસ્પતિમિત્રે પૂછ્યું: “તમે આવું જીવન શા માટે વિતાવી રહ્યા છે ?” પત્નીએ કહ્યું: “આપના ઉદેશ્યની સિદ્ધિ માટે હું છેલ્લાં ૧૨ વર્ષથી આ સાધના કરી રહી છું.” મિશ્ર ચકિત થઈ ગયા. અને બોલ્યા- “ખરેખર, તમારી સાધનાને બળે જ હું આ ગ્રંથને પૂરે કરી શક્યો છું. જે આપણે સાંસારિક વાસનામાં પડી ગયાં હોત તો કશું જ કરી શક્ત નહીં, પણ હવે જે વસ્તુ લખાઈ છે તે તમને અને મને બંનેને અમર બનાવી દેશે. હું આ ટીકાનું નામ પણ તમારા નામ ઉપર “ભામતી રાખું છું. આ રીતે એક નારીની સાધનાને પરિણામે વાચસ્પતિમિએ તેને પ્રતિષ્ઠા આપી પોતે આગળ વધ્યા. અને તેમને આગળ લાવ્યા. પ્રાચીન કાળમાં આર્યનારીનું ગૌરવ જાજવલ્યમાન હતું. દરેક ધર્મ સાધનામાં ગૃહસ્થાશ્રમી નારીને પુરુષ સાથે રાખવામાં આવતી. તેના વગર કોઈપણ સાધના પૂર્ણ માનવામાં આવતી નહતી. સાથે સાથ વૈદિક કાળમાં નારીનું ગૌરવપૂર્ણ જીવન હતું. એના સાક્ષી રૂપે વેદ વચનો છે. “શ્વસુર સમ્રાજ્ઞી ભવ.” સ્મૃતિઓમાં પણ “યત્ર નાર્યસ્તુ પૂજ્ય રમતે તત્ર દેવતા” એવા વચનો નારીની પ્રતિષ્ઠારૂપે અંકિત છે. રામાયણમાં ભગવાન રામ અશ્વમેઘ યજ્ઞ આદરે છે ત્યારે સીતા વનમાં હોઈ હાજર રહી શકે તેમ નહોતાં. સીતાની પ્રતિમા બનાવી પિતાની સંગાથે રાખે છે. કારણ કે કોઈપણ ધર્માચરણ પુરુષ એક સર્વાગી રીતે કરી શકે જ નહીં. રામાયણ કહે છે: “બિનતિય વ્રત નહીં હોઈ ખરારિ.” આમ હોવા છતાં વચ્ચે ગાળામાં નારીને ખૂબ જ તિરસ્કારની દૃષ્ટિથી જોવામાં આવી. એના મૂળભૂત અધિકારથી એને વંચિત રાખવામાં આવી. જે સ્ત્રી દ્વિ: શેરમ યાત' ( સ્ત્રી અને ઢોએ વેદ નહી ભણવા જોઈએ) આવાં સૂત્રો અને નારી નરકની ખાણું” વગેરે નિંદિત વચનોથી નારીને સ્વાભાવિક વિકાસથી દૂર હડસેલવામાં આવી. અને સમાજે પોતે પણ સર્વાગી વિકાસનાં બારણું બંધ કરી દીધાં. પણ આજના બુદ્ધિવાદી સમાજનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪ સર્વાંગી કામ કરવુ છે. તથા સમાજના સર્વાંગી વિકાસ સાધવા છે, તેને માટે નરે નારીને અને નારીએ નરને તથા ખાસ તે નર દ્વારા નારીને પ્રતિષ્ઠા આપ્યા સિવાય કાઇ આર નથી.’ નારી જાતિને પ્રતિષ્ઠા આપવાથી જ એનામાં પડેલાં વાસસ્થ્ય, સેવા, કામળતા, નમ્રતા, ધ્યા, ક્ષમા, ધૃતિ વગેરે ગુણા ઉપસી આવશે, અને સમાજને મોટા ફાયદારૂપ થશે. એમ કરવાથી ઊંડી બ્રહ્મચર્ય સાધનામાં કાઇ ખાધ આવતા હોય, તેમ જણાતુ નથી ઊલટુ, નારીને તરછેાડવાથી બ્રહ્મચર્યની સાધના જે એકાંગી અને છે, તે પુનઃ નારી પ્રતિષ્ઠા સ્થાપવાથી સર્વાંગી બની શકશે અને સમગ્ર સમાજનું પૂરેપૂરું ઉત્થાન થઈ શકશે. ✩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય દ્વારા વ્યાપક સાધનામાં નારીનું સાહચર્ય વ્યાપક સાધન બ્રહ્મચર્ય દ્વારા જગે થશે; જે બ્રહ્મચારિણું-બ્રહ્મચારીને વેગ જામશે. (૮) વચગાળામાં રૂઢિચુસ્ત એ સ્ત્રીથી દૂર રહેવું, અથવા સ્ત્રીથી ડિરતા રહેવું એવો બ્રહ્મચર્યનો સાંકડે અર્થ કર્યો. એ અર્થ પ્રમાણે તેઓ સ્ત્રી દ્રોહ, અગર તો સ્ત્રી નિરપેક્ષ જીવન અથવા તે સ્ત્રી વિધી જીવન ગાળવા મંડ્યા. આ અર્થને પરિણામે તેમના અંગત જીવનની અને સમાજ-જીવનની સાધનામાં અંતરાયો ઊભા થયા. અને તેઓ માત્ર શુષ્ક જીવનમાં સાચી રહ્યા. એવી હાલત થવાથી તેઓ સમાજને સર્વાગી વિકાસ નહતા સાધી શકયા. કોઈપણ માણસ બ્રહ્મચર્ય પાળે અને તેને ઉપયોગ કશે જ સર્વાગી વિકાસના માર્ગે ન થાય અથવા બ્રહ્મચર્ય દ્વારા સંચિત વીર્યને જગત પ્રત્યે વાત્સલ્ય વહેવડાવવામાં પૂરે ઉપગ ન થાય તો તેવા બ્રહ્મચર્ય દ્વારા સંપૂર્ણશે બ્રહ્મ પ્રાપ્તિ પણ શી રીતે થઈ શકે ? આખા વિશ્વમાં વસેલા બ્રહ્મમાં આત્મીય ભાવે, વાત્સલ્યભાવે જોવાની દૃષ્ટિ તેમનામાં ક્યાંથી ખીલી શકે ? માટે જ બ્રહ્મચર્ય સાધના સ્ત્રી નિરપેક્ષ કે સ્ત્રી વિરોધી સાધન નથી. એ વસ્તુ વધુને વધુ હવે સ્પષ્ટ થઈ જાય છે. અત્યંત જૂના વખતમાં જે બ્રહ્મચારી મહાપુરુ થયા છે, તેઓ સ્ત્રીથી અતડા કે લ્હીને નહેતા રહ્યા. પણ નારીને વાત્સલ્ય મૂર્તિ માનીને તેનાથી પ્રેરણું જ લેતા હતા. ભારતની બહાર પણ આવું જ દેખાય છે. દા. ત. ઈશુ ખ્રિસ્ત બ્રહ્મચારી હતા. પણ તેઓ વાત્સલ્ય મૂર્તિ નારીઓથી અતડા નહેતા રહેતા. તેમણે પોતાના જીવનકાળમાં અનેક દુઃખી અને પછાત નારીઓનાં દુઃખે દૂર કર્યા હતાં. તેમને પ્રતિષ્ઠા આપી હતી. આજે પણ ઈશુ ખ્રિસ્તના ઈસાઈ સમાજમાં પાદરીઓ અને સાધ્વીઓ છે જ પણ ખ્રિસ્તી ધર્મમાં તો નારી જાતિને બ્રહ્મચર્ય સાધનાને અધિકાર પણ આપવામાં આવ્યું છે. અને એના પરિણામે તેઓ આજે પણ સિક્ષણ-સંસ્કાર અને શગી શુકૂવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પિતાનું આખું જીવન સમાપગી રીતે ગાળે છે. ઈશુ ખ્રિસ્ત નારી જતિને અતડી અને દૂર જ રાખત તો આ સ્થિતિ જોવા ન મળત. જેમણે જેમણે સર્વાગી સાધના કરી છે. અથવા કરવા માગે છે, તેઓએ કોઈએ બ્રહ્મચર્ય સાધનામાં સ્ત્રી જાતિથી અથવા સ્ત્રી સાધિકાથી ધૃણું નહેતી સેવી; અતડા નહાતા રહ્યા. અગર તે નારી નાગણ છે, કરડી જશે એવો ભય સેવીને નારીથી ડર્યા નહતા. અને ન કરવું જોઈએ. સ્વામી રામકૃ ણ પરમહંસના પત્ની શ્રી શારદામણિદેવી પોતાના પતિની ખૂબ સેવા કરવા લાગ્યાં. સાદાઈ અને સંયમથી રહેવા લાગ્યાં. પતિને માર્ગ એ જ મારે માર્ગ છે. પતિના સારા કામમાં હું બાધક નહિ બનું.' એમ કહીને પિતે પતિના જીવનમાં સમર્પિત થઈ ગયાં હતાં. શ્રી રામકૃષ્ણ પરમહંસ પણ બ્રહ્મચર્યની ઉત્કૃષ્ટ સાધના માટે શારદામણિને માતા સ્વરૂપે માનીને ચાલ્યા. પણ કેઈ દિવસ શારદામણિને દૂર રાખવાં કે તેમની ધૃણુ કરવી એવો વિચાર સરખોય નહોતો કર્યો. એનું પરિણામ એ આવ્યું કે એમની વ્યાપક સાધના સરળ થઈ ગઈ અને બહેનોના પ્રશ્નો ઉકેલવા માટે શારદામણિ દેવી માધ્યમ બન્યાં. રામકૃષ્ણ મિશનમાં આટલી પ્રગતિ થઈ એનું એક કારણુ રામકૃષ્ણ પરમહંસ અને શારદામણિ દેવીની સંગાથે રહીને કરેલી બ્રહ્મચર્ય સાધના હતી, તેમાં કેમ ના કહી શકાય? બંગાળના નિવાસી અરવિંદ એક દિવસ વિરક્ત થઈને વેગ સાધના કરવા ગયા. પંડીચેરીમાં પોતાને આશ્રમ બાંધીને બ્રહ્મચારી રહી ગ–સાધના કરે છે. એવામાં તેમને ફ્રાંસના વતની એક બહેનનો –જેમને પછી તેઓએ માતાજી તરીકે જાહેર કર્યા તેમને–ભેટ થ. અરવિંદ મહર્ષિની આખી આશ્રમ વ્યવસ્થાને ભાર તે માતાજીએ સંભાળ્યો. આજે પણ આશ્રમમાં અનેક સાધક-સાધિકાઓ સાધના માટે રહે છે. ટૂંકમાં બ્રહ્મચર્ય સાધનામાં અરવિંદ મહર્ષિએ સ્ત્રી જાતિને અતડી કે દૂર નહોતી રાખી બલકે સ્ત્રી જાતિમાં જે વાત્સલ્યનો ધોધ હસ્તે એને સારે વળાંક આપીને એને સદુપયોગ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ગૃહસ્થાશ્રમમાં રહીને આદર્શો બ્રહ્મચર્ય પાલનના એક દાખલો બંગાળના અશ્વિનીકુમાર દત્તને પણ છે. લગ્ન કર્યાના બે વરસ પછી એક દિવસ તે ઈશુ ખ્રિસ્તના ભકત સેંટપાલનાં વચને બહુ ઝીણવટથી વાંચી રહ્યા હતા. એમાં ઘણા ઠેકાણે દેહની પવિત્રતા સાચવવાના ઉપદેશ હતા. એમના ઉપર આ વચનેાની બહુ સારી અસર થઇ. એમને વિચાર્યું" કે હું તે વિવાહીત છું, શરીરની પવિવ્રતા કેમ રાખી શકુ? છેવટે તેમને પોતાના વિચારો પત્નીને જણાવવા માટે આઠ પાનાને પત્ર લખ્યો. પત્નીની ઉંમર તે વખતે પંદર વર્ષની હતી. પણ તે સુસ ́સ્કૃત બાળાએ અવિચલ ભાવે વાળ આપ્યા: “હું આપની સહમિ`ણી શ્રુ, આપે ધમ જીવનમાં આગે કૂચ કરવા માટે જે માર્ગે ચાલવાનું વિચાર્યું છે તે માર્ગે આપ સુખેથી વિચરા. હું કોઈ દિવસ આપના શ્રેય માર્ગોમાં બાધક નહિ અનુ બલ્કે બનતાં સુધી સહાયક જ બનવા ઇચ્છું છું. પત્નીના આવા વિચાર સાંભળીને અશ્વિનીકુમારના સકલ્પ વધારે દઢ થયા. પરિણીત હોવા છતાં પોતે પેાતાનું આખું જીવન બ્રહ્મચર્ય પાલનમાં વિતાવ્યું. તે સમાજ અને રાષ્ટ્રના હિતના માટે બ્રહ્મચારી ભાઈ–બહેનેાનુ એક મ`ડળ સ્થાપવા માંગતા હતા. એ મંડળમાં કેટલાક લેાકા દાખલ પણ થયા હતા. આ રીતે શ્રી અશ્વિનીકુમાર દત્તે બ્રહ્મચર્ય સાધનામાં પત્નીને તરછોડી નહીં, બાધક નહીંં ગણી. બલ્કે બ્રહ્મચારી ભાઈબહેનેાના મંડળમાં સાધક જ ગણી હતી. મહાત્મા ગાંધીજી સમાજની સર્વાંગી સાધના કરવા માંગતા હતા. એટલે તેમણે ગૃહસ્થાશ્રમમાં રહીને બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું .. કસ્તુરબા આ પ્રતિજ્ઞામાં ખૂબ જ સાધક બન્યાં હતાં. સ્ત્રીજાતિમાં નૈતિક હિંમત અને જાગૃતિ લાવવા માટે તેમણે કસ્તુરબાને પણ સ્વરાજ્યની લડતમાં સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને સાથે સાથે અનેક નારીઓને તૈયાર કરી. તેએ સમજતાં હતાં કે મારા વાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રસ્થાશ્રમી જીવનમાં બ્રહ્મચર્ય—સાધનામાં સ્ત્રી બાધક નહિ બને બકે સાધક બનશે. તેની સૂતેલી શકિત, વાત્સલ્ય અને સેવા ભાવના વ્યાપક સમાજ-વિકાસ માટે ઉપયોગી થશે. અને એટલા માટે જ તેમણે દારૂના પીઠા ઉપર પિકેટીંગ કરવા માટે સ્ત્રીઓને મોકલી. આજે પણ જેઓ વ્યાપક સાધના કરવા માગે છે તેઓ સ્ત્રી જાતિથી છેટા રહી અગર તે જ્હીને દૂર ભાગતા નથી બબ્બે સ્ત્રીમાં પડેલી શકિતને પ્રગટાવી તેના માધ્યમ દ્વારા સમાજમાં નારી જાતિના પ્રશ્નો ઉકેલે છે. સંત વિનેબાજ પિતે નૈષ્ઠિક બ્રહ્મચારી છે છતાં તેઓ બહેનોને સાથે રાખી તેમનું સારી પેઠે ઘડતર કરી નારી જાતિના પ્રશ્નોમાં માધ્યમ બનાવવા માગે છે. જાણવા મુજબ શ્રી દાદા ધર્માધિકારી વિમલા ઠક્કરનું ઘડતર કરી નારી જાતિના પ્રશ્નો અને સમાજના વિકાસ માટે તેને માધ્યમ બનાવે છે. મુનિશ્રી સંતબાલજી એક જન મુનિની દૃષ્ટિએ પૂર્ણ બ્રહ્મચર્ય—સાધનામાં માનતા હેવા છતાં અને બીજા અર્થમાં કહીએ તે તેમ માનીને જ વ્યાપક અને સર્વાગી સાધના માટે બહેનોને માધ્યમ બનાવી સમાજ ઘડતર કરવા અખંડ મથી રહ્યા છે. તેમની પ્રેરણાથી સ્થાપિત માતૃસમાજે નારી જાતિના વિકાસ માટે પ્રયત્નશીલ છે. એ જ રીતે એક દિગંબર જૈન મુનિ એક બહેનના માધ્યમ દ્વારા સમાજમાં નારીજાતિના ઉકળતા પ્રશ્નો લેવા માગે છે; એમ સાંભળ્યું છે. આ રીતે અનેક ટાં છવાયાં બ્રહ્મચારી સાધકે અને સાધુઓ છે, જેઓ નારી સાધિકા ક ગૃહસ્થાશ્રમી પવિત્ર નારીના નિર્દોષ સાહચર્ય દ્વારા નારીજાતિનું ઘડતર કરવામાં માને છે. અને પિતાપિતાને સ્થાને એવું વ્યાપક અને સર્વાગી કાર્ય કરી રહ્યાં છે. સદ્ભાગ્યે એ બધાંનું સંકલન તરત થઈ જાય તો ભારત પાસેની જગતની આશા જરૂર પુરાય. - જ્યારે આજે સમાજમાં ભૌતિકવાદના પ્રવાહે બહુ જોરથી ધસી આવી રહ્યાં છે, ગૃહસ્થ જીવનમાં સ્ત્રી અને પુરુષ બંને આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ પ૧ પ્રવાહોથી અંજાઈને સાચી સ્વતંત્રતાને બદલે સ્વછંદતા તરફ જઈ રહ્યા છે, એવે વખતે એ સ્વાભાવિક છે કે સ્ત્રી અને પુરૂ વચ્ચે અધિકાર માટેના વિચાર ભેદને લીધે અથવા ટી સ્વતંત્રતા માટે ઘર્ષણ ઊભાં થાય. જે આવાં ઘર્ષણ ઊભાં થાય છે તેને શમાવશે કોણ? જે બ્રહ્મચારી પુરુષો સાધકે (સાધુસંન્યાસીઓ) એકલા અતડા રહીને આ ગૂંચવાયેલા પ્રશ્નોને ઉકેલ લાવવા જશે તે એ પિતે કેટલીક બાબતોમાં અનુભવહીન હોવાથી તથા નારી પ્રશ્નોમાં ઊંડા ન ઉતરવાથી સાચી અને સંપૂર્ણ સફળતા પ્રાપ્ત નહિ કરી શકે. એટલું જ નહિ, બબ્બે સ્ત્રી માધ્યમ વિના સ્ત્રી જાતિના પ્રશ્નોમાં ઊંડા ઉતરવા જશે તે જાહેર જીવનમાં જોખમે પણ વધુ ઊભાં થવાને સંભવ રહેશે. એટલા માટે સ્ત્રીઓના આવા ગૂંચવાયેલા પ્રશ્નોમાં સ્પષ્ટ માર્ગ દર્શન આપવા માટે અને પ્રશ્નો ઉકેલવા માટે માધ્યમ તરીકે સ્ત્રી સાધિકા અથવા સાધ્વીની જરૂર રહેશે જ. વળી જે સ્ત્રી સાધિકાનું-સાધ્વીનું ઘડતર નહિ થયું હોય કે તેને સ્પષ્ટ દષ્ટિ નહિ મળી હોય તે તે સાધ્વી અલગ રહીને પૂરક તરીકેના માર્ગદર્શન આપવામાં નિષ્ફળ નીવડશે. માટે સાધ્વીના પિતાના ઘડતર સારુ અને સ્પષ્ટ વ્યાપક દષ્ટિ તેને આપવા સારુ પણ સાધ્વીઓને નિર્દોષ સાહચર્ય આપવું પડશે. આમ થવાથી જ સ્ત્રી પુરુષ વચ્ચે જે ભેદ આજે ઊભો છે–પુરુષ ઊગે છે, સ્ત્રી નીચી છે. અને એવી પેટી માન્યતા ઘર કરી બેઠી–છે તેને સંપૂર્ણપણે દૂર કરી શકાશે. અને નારીને સાચી પ્રતિષ્ઠા આપી શકાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ નારીના શરીરસ્પર્શને બદલે હૃદયસ્પર્શની જરૂર નિર્દોષ તસ્પર્શ, વર્યાં જ્યાં સ્ત્રી પુરુષને; ત્યાં નકકી હૃદયસ્પર્શ, ઘટે વિશેષ સાધવો. (૯) હવે સવાલ એ થશે કે બ્રહ્મચારી મુનિઓ અને સંન્યાસીઓ માટે સ્ત્રીના શરીરને સ્પર્શ વર્જિત શા માટે ગણો જોઈએ? આમ તે સ્ત્રી અને પુરુષને ભેદ આપણે આકૃતિ માત્રથી જ ઓળખી શકીએ. અંદર રહેલે આત્મા તે બંનેને એક છે. માટે જ જે મુનિ જિનકલ્પી છે, બ્રહ્મરૂપ છે, અને સમાજના સંપર્કમાં ભાગ્યે જ આવે છે, તેમના માટે સ્ત્રી-પુરુષ બંનેમાં કોઈ ભેદ ન હોઈ શરીરસ્પર્શ વર્જિત ગણાય નથી. દિગંબર જૈન મુનિઓ અથવા પરમહંસે માટે પણ શરીરસ્પર્શ વજિત નથી; પણ જેઓ સમાજ વચ્ચે રહીને સાધના કરે છે, જેમને પરેશે નહીં પણ પ્રત્યક્ષે સમાજ કલ્યાણ સાથે આત્મકલ્યાણ સાધવું છે, તેમના માટે સ્ત્રી-પુરુષ શરીરસ્પર્શ વર્જનની મર્યાદા હોય, એ બરાબર છે. કારણ કે એવાં સાધુસાધ્વીઓનું અનુકરણ કરવા ઘણાં લલચાવાનાં અને તેમને પિતાને પણ સ્ત્રી-પુરુષ અને જગતના અનેક પ્રશ્નો લેવાના હેઈ લેપ ન લાગે તેવું જાગૃતિભર્યું વાતાવરણ રાખવા શરીરસ્પર્શન થાય તેવી મર્યાદાને આગ્રહ જરૂરી ગણાય. પણ જેટલે અંશે શરીરસ્પર્શ ન કરવાને આગ્રહ વધુ હોય, તેટલું જ તેઓ બંને હૃદયસ્પર્શથી નજીક આવે, ખુલ્લા દિલથી એકબીજાની સંમુખ આવે, એ અનિવાર્ય જરૂરી છે, કારણ કે જેને સમાજમાં અહિંસા દ્વારા ક્રાંતિ કરવી હોય તેને માટે એ વિચારવું પડશે કે અહિંસાની, પ્રેમવાત્સલ્યની શક્તિ કેનામાં વધુ છે ? અહિંસાની શક્તિ ત્યાં જ વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૩ હોય જ્યાં બુદ્ધિ કરતાં હૃદય વિકસેલું હોય. સામાન્ય રીતે પુમાં હૃદય કરતાં બુદ્ધિ વધારે વિકસેલી હોય છે. જ્યારે સામાન્ય રીતે સ્ત્રીઓમાં બુદ્ધિ કરતાં હદય વધારે વિકસેલું હોય છે. એટલા માટે જૈન પરિભાષામાં કહીએ તો આજે બ્રહ્મચારી અને સ્થવિર કલ્પી મુનિ માટે સમાજમાં અહિંસક ક્રાંતિ કરવા માટે નારીને નિર્વિકાર શરીરસ્પર્શ કરતાં હૃદયસ્પર્શની વધારે જરૂર છે. સ્ત્રી શરીરધારી આત્માને અંગત વિકાસ માટે પણ પુરુષ શરીરધારીની હૂંફ જરૂરી રહેવાની. આવી સાચી અને સંપૂર્ણ દૂફ હૃદયસ્પર્શથી જ મળી શકે. કોઈ એમ કહી શકે કે નર અને નારીને શરીરપર્શ જે નિર્વિકારી હોય તે શા માટે બાધ ગણવો જોઈએ ? જેમણે પ્રત્યક્ષ જ શરીરસેવાનું કામ કરવું છે, તેવા વાનપ્રસ્થાશ્રમી માટે આવો નિર્વિકારી શરીરપર્શ ક્ષમ્ય ગણી શકાય, કારણ કે તેમને પ્રત્યક્ષ સહકાર્ય કરવાનું હોઈ હૃદયસ્પર્શ અનિવાર્ય નથી. પણ જેમને સમાજને નૈતિક ધાર્મિક પ્રેરણા અને માર્ગદર્શન આપીને સર્વાગી સમાજસેવા કરવી છે, બધાંય ક્ષેત્રે નિબંધ રહીને ખેડવાં છે, તેમને માટે નિર્વિકારી પણ શરીરસ્પર્શની જરૂર નથી. બીજી વાત એ છે કે જેઓ સમાજની સર્વાગી સેવા કરે છે, સમાજના અણઉકેલાયેલા પ્રશ્નોને ધર્મદષ્ટિએ જ ઉકેલવા માટે મથતા હોય છે, તેમને હૃદયને વિકાસ વધુ હોવાથી તેઓ હદયથી નજીક વધુ આવી શકવાથી નિર્વિકારી શરીરસ્પર્શ કરતાં પણ હૃદયસ્પર્શ જ તેમને માટે વધારે જરૂરી સહેજે બની રહે છે. એક વસ્તુ આજના યુગને જોઈને વિચારવા જેવી છે, તે એ કે આજે ભોગવાદી સંસ્કૃતિનું જોર વધતું જાય છે. ગૃહસ્થજીવનમાં આજે બ્રહ્મચર્ય કે સંયમની મર્યાદાને બદલે અસંયમ સ્વછંદતા અને મુક્ત સહચારનો પ્રવાહ વધતું જાય છે. વાનપ્રસ્થાશ્રમ તે લુપ્તપ્રાય જેવો થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં સંન્યાસાશ્રમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સાધકે જે નારીના નિર્વિકારી શરીર સ્પર્શના ત્યાગની મર્યાદાને નહીં સાચવે તે સમાજની શ્રદ્ધા અને વિશ્વાસ ટકી શકે કે કેમ? એ દષ્ટિ પણ વિચારણીય છે. અને આગળ કહ્યું તેમ કઈ આવા નિર્દોષ શરીરસ્પર્શનું પણ અનુકરણ કરે તે અનિષ્ટ ઊભાં થાય, માટે નિર્દોષ શરીરપર્શ પણ વજ્ય ગણવો જોઈએ. જેમણે સમાજની સર્વાગી સાધના કરી છે. અથવા કરવી છે, તેમણે નિર્દોષ શરીરસ્પર્શ કરતાં હૃદયસ્પર્શને જ વધારે મહત્ત્વ આપ્યું છે, ને આપવું જોઈએ. જો કે નારીનર હૃદયસ્પર્શમાં ભલે જુદા જુદા ખંડાની શયનની મર્યાદા સ્વીકારાય, અથવા અનિવાર્ય એવી બીજી પણ મર્યાદાઓ રખાય, એમાં વાંધો નથી. પણ નજીકના નિવાસ નજીક આહારસેવન અને સાથે વિહારની વસ્તુઓ તો કરવી જ પડશે. તે જ હૃદયસ્પર્શ વધારેમાં વધારે થઈ શકશે. સામાન્ય વિકારી માણસ નારીના સ્થૂળ શરીરસ્પર્શમાં આનંદ માને છે, સુખની કલ્પના કરે છે. જ્યારે ઉચ્ચકોટિના સાધકે હૃદયથી હૃદયના મિલનમાં જ સાચે આનંદ છે, સાચું સુખ છે, એમ માને છે, અને ખરેખર અનુભવની એરણે આ માન્યતા સાચી ઠરી છે. ઉચ્ચકેટિના દેવોમાં પણ શરીરસ્પર્શ વિના વધુ ઊંચે ઉપભોગ નરનારી કરી શકવાની વાત આવે છે. એટલે જ હૃદયથી હૃદયના સ્પર્શમાં આનંદ અનુભવનારાઓને પળે–પળે જાગૃતિ, બ્રહ્મચર્યનિષ્ઠા, અનિવાર્ય મર્યાદા અને બધી ઈદિને સંયમ સાચવો પડે તે સ્વાભાવિક છે. ગૃહસ્થાશ્રમી જીવનમાં કેશાવેશ્યામાં અત્યંત આસક્ત બનેલા ધૂલિભદ્ર પિતાના પિતાના મૃત્યુના સમાચાર સાંભળતાં આંચકા અનુભવે છે. અને કેશાવેશ્યાને છોડીને વિરાગ્ય પામી મુનિ બને છે. મુનિ જીવનમાં વર્ષો વીતી ગયાં. એક દિવસ સ્થૂલિભદ્ર મુનિ ચિંતામાં લીન થઈને વિચારે છેઃ “મેં વર્ષો સુધી ગૃહસ્થજીવનમાં કેશાને શરીરસ્પર્શ કર્યો અને વૈષયિક આનંદ લૂંટયો, પણ જે આનંદ હૃદયસ્પર્શમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૫ છે, આત્મિકસમાં છે, તે આનંદ વિષય સુખમાં ક્યાં છે ? પણ હું કેશાને તરછોડીને આજે એકલે જ આમિકરસને આનંદ લૂંટી રહ્યો છું. મારી સાથે વયિક સુખમાં રાચનાર દશાને પણ આ આત્મિકરસને અનુભવ કરાવું તો કેવું સારું?” પિતાના ગુરુ સંભૂતિ વિજય મુનિની પાસે સ્થૂલિભદ્ર મુનિ આવે છે. હાથ જોડીને બેસી જાય છે. ચાતુર્માસની વાત ચાલતાં જ બીજા ત્રણ ગુરુભાઈએ પૈકીના એક સિંહની ગુફામાં, એક સાપના રાફડા ઉપર અને એક કૂવાની અંદર ચાતુર્માસ ગાળવાની રજા માગે છે. જ્યારે સ્થૂલિભદ્ર મુનિ એક વખત્ની પ્રેમિકા કેશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ ગાળવાની રજા માગે છે. ગુરુદેવે ચારે શિને પિતાના મનનીત સ્થળે ચાતુર્માસ ગાળવાની રજા આપી દીધી. આ રીતે સ્થૂલિભદ્ર મુનિ પાટલિપુત્રમાં કેશા વેશ્યાને ત્યાં આવ્યા; અને એના મકાનમાં ચાતુર્માસ ગાળવાની રજા માગી. કોશાએ સહર્ષ ઉતરવાની રજા આપી. કોશાના મનમાં એમ હતું કે “આ સૂનું હૃદય હવે ભરાઈ જશે અને સ્થૂલિભદ્ર મારા પ્રેમના રંગમાં રંગાઈ જશે.” કોશાએ મુનિ યૂલિભદ્ર ઉપર પિતાને રંગ જમાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. તે નવા નવા પિશાકે સજીને, હાવભાવ કરીને, નૃત્યગીત કરીને સ્થૂલિભદ્ર મુનિને રિઝવવાનો પ્રયત્ન કરવા લાગી. પણ સ્થૂલિભદ્ર મુનિનું મન હવે વૈષયિક સુખને બદલે આત્મિક વિરલ સુખ અને વિરલ સંતોષ માણવામાં ઘડાઈ ગયેલું હતું, શરીરસ્પર્શને બદલે હૃદયસ્પર્શનું મહત્ત્વ અનુભવી ચૂક્યું હતું, એટલે કાશાના રાગરંગ, નૃત્ય, ગીત, હાવભાવોને સાચે વળાંક આપવા માટે તેઓ વધારે ને વધારે વાત્સલ પાથરતા ગયા. એક દિવસ કેશાએ પૂછી જ લીધું: “આ૫ આમ કેમ મને ફીકા ફેકા દેખાઓ છો ? આપની ભૂતકાળની રંગરસિયા તરીકેની રસવૃત્તિ ક્યાં ચાલી ગઈ ? મારા નૃત્ય, ગીત, હાવભાવમાં હવે કંઈ જ રસ લેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૬ નથી! શરીરસ્પર્શનું સુખ માણવાની ઈચ્છા જ થતી નથી. આમ કેમ ?” સ્થૂલિભદ્ર બોલ્યા : “મને હવે એ અનુભવ થઈ ચૂક્યો છે કે શરીરસ્પર્શ કરતાં હૃદયસ્પર્શમાં સાચે, સ્થાયી અને પૂર્ણ આનંદ છે. જેણે એ આનંદ માણ્યો હોય, તેને હવે શરીરસ્પર્શના ક્ષણિક અને મિથ્યા આનંદમાં મન જ કેમ રહી શકે ? હું તમારે ત્યાં એટલા માટે જ ચાતુર્માસ ગાળવા આવ્યો છું કે કશા હજુ શરીરસ્પર્શમાં જ રાચીને રહેતી હશે, હું તો હૃદયસ્પર્શને આનંદ લૂંટી રહ્યો છું. ત્યારે શા માટે કેશાને હૃદયસ્પર્શના આનંદને હાવ ન આપું ? કાશ ! તારામાં હાવભાવ, સૌન્દર્ય, રંગરાગ અને નૃત્યગીતની કળા છે, પણ એનાથી તેને સ્થાથી અને સાચે આનંદ મળ્યો નથી! પણ જો તું આ બધાને વાત્સલ્યભાવમાં પરિણત કરી જગતમાં વહાવશે, અને તારા શરીર અર્પણતાના ગુણને હાર્દિક અર્પણતામાં પલટી નાખશે, તો તેને સાચે અને સ્થાયી આનંદ મળશે. એટલું જ નહીં અનેક માટે સાચા આનંદની દાત્રી અને પ્રેરણામૂર્તિ તું બની રહીશ. તારું જીવન નો અને સર્વાગી વિળાંક લઈ લેશે. હું એને જ હૃદયસ્પર્શને મહાન આનંદ કહું છું. કેશા ! સન્દર્ય બાહ્યસ્પર્શની વસ્તુ નથી. એ તે હૃદયસ્પર્શની જ વસ્તુ છે. હૃદયસ્પર્શ વિનાનું શરીરસ્પર્શવાળું સૌન્દર્ય સરી જ જાય છે. વાત્સલ્યની સરિતા ખરેખર તે સમાજ અને જગત પ્રત્યે વહેવડાવવા માટે તારું સૌન્દર્ય છે, વૈષયિક સુખ માણવા માટે નહીં. એટલે હવે હું તારા શરીરને સ્પર્શ કરવા માગતા નથી, તારા હૃદયને સ્પર્શ કરવા માગું છું. અને એ જ હવે બાકી રહ્યો છે. સ્થૂલિભદ્રના એકેએક વાક્યમાં અપૂર્વ રસ કરી રહ્યો હતો. કેશાના શૃંગારિક માનસમાં વૈરાગ્યરસે હવે અડ્ડો જમાવી લીધા હતા. તરત કેશાની હૃદયતંત્રી ઝણઝણ ઊઠી. તેણુએ વિનમ્ર થઈને કહ્યું: “બસ, મુજ તન, મન, બુદ્ધિ, પ્રાણ અને હૃદયના આરાધ્યદેવ ! સર્વસ્વ ભગવાન ! હું આજે હૃદયસ્પર્શનું મહત્વ સમજી ચૂકી છું. આજથી હું હૃદયસ્પર્શની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૭ આરાધનામાં જ તલ્લીન થઈશ. આપે ચાર માસ હૃદયસ્પર્શ માને સમય આપીને મને જન્મજન્મની ઋણી બનાવી દીધી છે. હું આપની સાથે સાથ્વી બનીને આપની સંપૂર્ણ પૂરક બની નથી શકતી પણ અહીં બેઠાં પણ આપની પૂરક બનવા પૂરેપૂરી કશિશ કરીશ. મારા નાથ! આપની સાધના સફળ થાઓ ! આપે હૃદયસ્પર્શની દીક્ષા આપીને મને સાચા આનંદને માર્ગે વાળી છે, તે માટે હું આપની કૃતજ્ઞ છું.' ચાતુર્માસ પૂરું થયું. કેશા હવે વારાંગના મટીને વરાંગના ( પવિત્ર શ્રેષ્ઠ નારી ) બની ચૂકી હતી. મુનિ યૂલિભદ્રને હૃદયસ્પર્શ દીક્ષાને પુરુષાર્થ સફળ થયું ત્યારથી જે કેશાથી આકર્ષાયા તેમને કશા દ્વારા ઉદ્ધાર થયું છે. આ છે એક ધૂલિભદ્ર સાધુના ગુરુબંધુ સાધુને જ ઉન્નત નર નારી સાથે રહી ચાતુર્માસ ગાળવા છતાં, શરીર સ્પર્શને બદલે હૃદય સ્પર્શ દ્વારા સાચા આનંદની અનુભૂતિને નમૂનો! નારી, એ આમેય અર્પણતાની મૂર્તિ છે જ. એમાં નમ્રતા, કમળતા અને ક્ષમા, એ ત્રિવે ને સંયોગ પણ છે. જો એના એ ગુણોને સુવળાંક મળે તો એ ગુણે સાચા અર્થમાં ખીલી શકે. અને અનેક જીવોને ઉદ્ધાર કરી શકે એટલે આ ગુણોને હૃદય સ્પર્શની સૌથી વધુ જરૂર છે. જે નારીને સાચી હૂંફ મળે તો એ કઈ દિવસ શરીર સ્પર્શ કે શારીરિક વાસના તરફ જતી નથી, એ હકીકત છે. જો આ ગુણોને શરીર સ્પર્શને માર્ગે જ વાળવામાં આવે તો એનાથી ભવિષ્યમાં સંકુચિતતા, હઠીલાપણું, પારસ્પરિક અદેખાઈ, મોહ અને વાસના જેવા અનર્થોની પરંપરા વધવા માંડે છે. જેને અનુભવ આપણને ઘેર ઘેર અને ઠેર ઠેર જોવા મળી જાય તેવું છે. વાચકોને એક ઈતર જૈન ધર્મનું મહાપાત્ર દેખાડીએ. “સતી રાજમતી અરિષ્ટનેમિની સાથે લગ્ન થવાની ખુશીમાં હર્ષ ઘેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૮ બનેલી હતી. અરિષ્ટનેમિને જાણે રાજમતીને એ જ પ્રતિબંધ આપવાને હતો કે શરીરલગ્ન કરતાં, આત્મલગ્ન વધારે મહત્ત્વના છે, એટલે તેઓએ વષ સજીને વરયાત્રીઓ સાથે રાજમતીના પિતૃગૃહ તરફ પ્રસ્થાન કર્યું. પરંતુ રસ્તામાં જ વરયાત્રીઓને ભોજન આપવા માટે વાડામાં પુરાયેલાં પશુઓને કરુણ પિકાર સાંભળ્યું. અરિષ્ટનેમિએ ત્યાં જ ઘભીને બધાંય પશુઓને મુક્ત કરાવ્યાં. અને તે બહાને માંસાહારી વાદવ જાતિને દયાનું મહત્વ સમજાવી દીધું. પછી તેર ની નજીક આવીને જે તરત પાછા ફર્યા, એટલે રાજમતીના મનમાં મંથન જાગ્યું. પહેલાં તે તેણીએ વિચાર્યું કે હું તે કેવી અભાગિની છું કે મારાં વાગ્દાન અરિષ્ટનેમિ સાથે થયા. મેં એમને આંખે જોયા, હવે મને આમ તરછોડીને અરિષ્ટનેમિકુમાર પાછા ફરી ગયા! એવો તે મારામાં કયો દોષ હતો કે તેઓ મને છોડી ગયા ? “આમ વિચાર કરતા-કરતાં રાજમતીને એક પ્રેરણાપ્રદ વિચાર આવ્યું અને પુનજન્મોનું સ્મરણ થઈ ગયું. “ખરેખર ! મને અરિષ્ટનેમિ તરછોડીને ગયા નથી. પણ મને બોધ આપીને ગયા છે કે તું આર્ય નારીના માર્ગને અનુસરે ! આ પહેલાના આગલા આઠ જન્મમાં મેં તારે શરીર સ્પર્શ જ કર્યો, અને એને પરિણામે લાગલાગ2 બંનેને સાથે સાથ આઠ ભવ કરવા પડયા. હવે હું તારો હૃદય સ્પર્શ કરવા માગું છું, જેથી આ મારે ભવ ભ્રમણને અંત આવે અને તારે પણ મારી જેમ નજીકના ભવિષ્યમાં સર્વાગીપણે ભાવિ આત્મવિકાસ થઈ શકે. અને તારા દ્વારા સમાજને પણ વિકાસ થાય. અત્યાર સુધી શરીર સ્પર્શમાં રાચવાને લીધે તારા અને મારા આત્માને એકાંગી વિકાસ, અને તે પણ બહુ જ અલ્પ માત્રમાં થેયે છે. માટે હવે જ્યારે હૃદયસ્પર્શ થશે, ત્યારે તારી, મારી અને સમાજની સર્વાગી સાધના થશે. ખરે જ એ વસ્તુ સમજાવવા માટે અરિષ્ટનેમિ તેણુ સુધી આવીને પાછા ફરી ગયા છે ! એટલે હવે તે મારે પતિવ્રતા આર્યનારીની પિઠ પતિના માર્ગને અનુસરીને એમના હૃદયને સ્પર્શ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૯ કરવો જોઈએ.. હૃદય સ્પર્શ કરવા માટે પતિના સદ્ગણોને અનુસરવું જોઈશે. આ પછી રામતીની સખીઓએ તેણીને ઘણું સમજવી. અને અરિષ્ટનેમિના અનુસરણને છોડવા માટે કહ્યું પણ રાજમતા તત્ત્વ સમજી ગઈ હતી, એટલે એકની બે ન થઈ છેવટે : GSSSBદર જ્યારે . અરિષ્ટનેમિ પિતે સાધુ દીક્ષા લઈ લે છે, અને સંપૂર્ણ આત્મજ્ઞાન થયા પછી સંધ રચના (તીર્થસ્થાપના) કરે છે, તે વખતે રાજમતી પણ તેમની પાસે જઈને સાવી દીક્ષા સ્વીકારે છે. આ રીતે હૃદય સ્પર્શ-દીક્ષાની સાથે જ નેમિનાથ ભગવાનની સાથે રાજમતીના આમલગ્ન થઈ ચૂક્યાં હતાં. અને તેણીએ ભગવાન નેમિનાથના ચતુવિધ સંધના સર્વાગીણ વિકાસ માટે મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો. એટલે આજના યુગે જેને સમાજની સર્વાગીણ સાધનાધારા આત્મવિકાસ સાધવો છેસર્વાગીબ્રહ્મચર્ય સાધવું છે; તેને માટે સ્ત્રીને નિર્વિકારી શરીર સ્પર્શ ભલે વજર્ય હોય, પણ તેને હૃદયસ્પર્શ તો ઊંડાણની આત્મીયતા સાથે વધારે પડશે. તે જ નારીમાં સૂતા પહેલા વાત્સલ્ય વગેરે અનેક ગુણોને ખીલવવાની તથા તેનામાં નૈતિક હિંમત ભરીને તેના દ્વારા સમાજના ગૂંચવાયેલા અનેક પ્રશ્નો ઉકેલી શકાશે અને પિતાનું સર્વાગી બ્રહ્મચારીપણું નકકર રૂપ ધરી શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જોખમ અને પ્રગતિ પ્રગતિ પંથમાં ઝાઝાં, સર્વત્ર જોખમો ભર્યા; સાવચેતી થકી ચાલી, પાર તે કરવાં રહ્યાં. (૧૦) ભારતીય સમાજમાં બ્રહ્મચર્યના મહત્વ વિશે બે મત નથી, પણ બ્રહ્મચર્યની વ્યવહારિક સાધના વિષે જુદા જુદા મતભેદો છે, જે સમજી શકાય છે. રૂઢિચુસ્ત કે એકાંગી મનવાળા લેકેનું તે ઠીક પણ કેટલાક વિચારક દેખાતા લેકે પણ એવા વિચારના થઈ જાય છે કે બ્રહ્મચારીએ સ્ત્રીથી તદ્દન છેટા રહેવું જ જોઈએ. વ્હાતા રહેવું જ જોઈએ. એને પડછા ન પડી જાય, એવી તકેદારી રાખવી જ જોઈએ. અને એ દષ્ટિએ તેઓ ત્યાં લગી માને છે કે બ્રહ્મચારીએ સ્ત્રીનું મોટું પણ ન જેવું, જે સ્થાને બ્રહ્મચારી રહેતા હોય તે સ્થાને સ્ત્રીને આવવા જ ન દેવી, સ્ત્રીઓ આવે તે તુરત માં પર કપડું ઢાંકી દેવું. ચોપડીમાં સ્ત્રીનું ચિત્ર હોય તે ફાડી નાખવું. સ્ત્રી વિષયક પાઠ હોય તે કાઢી નાખો. પણ આ બ્રહ્મચર્યને સાવ છીછર–ઉપલ િદષ્ટિકોણ છે. એ લેકેને પૂછવામાં આવે છે કે બ્રહ્મચર્યની સાધનાને આધાર મન છે કે માત્ર શરીર જ. જે શરીર જ હોય તે તે ખીલા પર બંધાયેલે ઘેડ પણ મનમાં ભલે વાસનાના વિચાર કરતે હોય, તે બ્રહ્મચારી જ ગણાય ને ! પણ ખરેખર તે વાસનાનું મૂળ મનમાં છે. મનને વશ કરવા માટે, ઇંદ્રિ ઉપર લગામ રાખવા માટે–ટેવાયેલી વિષયરસ રંગીલી–ઇદ્રિથી વિષયને અળગા રાખવા જરૂરી પણ છે. પણ તે પિતાની ઊણપ સમજીને, નહીં કે અધિકાઈ સમજીને. બાકી માત્ર સ્ત્રીઓથી છેટા રહીને, જેઓ બ્રહ્મચર્ય સાધના કરવા માગે છે, તેમની સફળતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ નિષ્ફળતાની સાચી કહાણી તે ભારતમાંના કેટલાંક બ્રહ્મચારીઓનાં ગુરુકુલો જ કહી દેશે. આજનાં એક-બે ગુરુકુલના કિસ્સા મારી જાણમાં છે કે ત્યાં બ્રહ્મચારીઓ ઉપર બહુ જ સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, પણ પરિણામ એ આવ્યું કે કેટલાક વિદ્યાથઓ ત્યાંથી છૂટતાં જ એ પ્રતિબંધને તોડવા લાગ્યા. અને એટલા જ જોરથી એ અનિષ્ટોનું સેવન કરવા લાગ્યા. એટલે બ્રહ્મચારીને બ્રહ્મચર્યની સાધનાને મૂળ આધાર મનની કેળવણી છે. જે મન સ્ત્રીને જોતાં જ માતૃભાવનાથી કેળવાયેલું હોય તે બ્રહ્મચર્ય સાધનામાં સ્ત્રી બાધક નથી બનતી, બલકે સાધક બની જાય છે. સંત વિનોબાજી તે એમ કહે છે કે “મારે તે આ અનુભવ છે કે મારી સામે કોઈ સ્ત્રી આવે તે મને એમ જ લાગે છે કે મારી માતા જ આવી ગઈ. એટલે મને વધારે સુરક્ષા લાગે છે; કારણ કે માતા પાસે ઊભી હોય તે આપણે ખોટાં કામ નહીં કરી શકીએ. તેમજ બ્રહ્મચારીને પણ સ્ત્રીના સાનિધ્યથી વધારે સુરક્ષિતતા લાગવી જોઈએ. મતલબ એ કે બ્રહ્મચારીને સ્ત્રી સંપર્કથી બચવું જોઈએ, એ એકાંગી (અને સર્વાગી સાધનાની દૃષ્ટિએ ખો) ખ્યાલ છે. એનાથી કૃત્રિમ મર્યાદાઓ ઊભી થાય છે, અને દંભ વધે છે. ઉપરાંત મન કેળવાતું નથી. એટલે આવી બાહ્ય સ્થૂળ-મર્યાદાઓ પાળવા છતાં માનસિક બ્રહ્મચર્યમાં કચાસ રહી જાય છે. ખરી રીતે હોવું તો એમ જોઈએ; બ્રહ્મચારીની સંમુખ કઈ સ્ત્રી આવે તે તેને માતા સમજીને તે પિતાને વધારે પવિત્ર અને સુરક્ષિત સમજે તથા તે આવેલી સ્ત્રીને પણ સુરક્ષા મળી હોય તેવો સહજભાવી બની જાય; જેમ ગાંધીજીના સહવાસથી અનેક યુવતિઓને માતા તરીકેનો સાક્ષાત અનુભવ થતો હતે. બધા બ્રહ્મચારીની દૃષ્ટિ જે આવી હોય કે “સ્ત્રી નરકની ખાણ નથી; પણ મારે માટે તે અંબા ભવાની છે, જગત જનની છે.” તો બ્રહ્મચર્યનું પાલન સાવ સહેલું થઈ જાય, અને સ્ત્રીને હૃદયસ્પર્શ વધારવા માટેની બધી જોગવાઈએ તેને માટે સહજ સ્વાભાવિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ બની જાય. આમ થાય તે સમાજના સર્વાગી વિકાસના પ્રયત્ન અબાધિત ચાલી શકે. આ પરથી રખે કોઈ એમ સમજે કે “બ્રહ્મચર્ય સાધક સ્ત્રીપુએ કોઈ પણ મર્યાદા ન રાખવી.” પુરુષ-પુરુષ વચ્ચે પણ મર્યાદાઓ જાળવવી રહેશે તે સ્ત્રી અને પુરુષના શરીરમાં ભેદ હાઈ અમુક અનિવાર્ય મર્યાદાઓ તો આગ્રહપૂર્વક રાખવી જ જોઈશે, પણ નિરર્થક અને દંભવર્ધક કૃત્રિમ મર્યાદાઓ ઊભી કરવાની જરાયે જરૂર નથી. તેથી દંભ વધે છે, ચારિત્ર્ય વધતું નથી. વળી કેટલાક લોકોનું એમ માનવું છે કે જૂના વખતમાં સ્ત્રીઓના સંપર્કથી મેટા મોટા કહેવાતા ઋષિમુનિઓનાં મન ચલિત થઈ ગયાં હતાં. આજે તો પાશ્ચાત્ય સંસ્કૃતિને ભગવાદને પ્રવાહ ભારતમાં આવી રહ્યો છે, એની અસર દરેક લેકે ઉપર થતી જાય છે. પશ્ચિમનાં કૃત્રિમ સંતતિ નિયમ, મુક્ત સહચાર, છૂટાછેડા, પર સ્ત્રી સંગમ વગેરે અનિષ્ટ ભારતમાં પણ ફેલાતાં જાય છે. આવી પરિસ્થિતિમાં જે બ્રહ્મચારી સાધુસંન્યાસીઓ સ્ત્રી સંપર્કથી દૂર ન રહે, સ્ત્રી સંગમથી વેગળા ન રહે તો તેમના માટે કેટલું મેટું જખમ છેએટલે બ્રહ્મચારી સાધુસંન્યાસીઓએ સ્ત્રીઓ સાથે સહનિવાસ (ભલે તે જુદા જુદા ખંડમાં હોય), સંપર્ક, સાધ્વીઓ સાથે સહવિહાર કે નજીક આહાર ન આદરવાં જોઈએ. ઉપર વર્ણવેલ વાત અવગણવા જેવી તે નથી, પણ એનાં બીજાં પાસાંઓ પણ છે. તેના ઉપર ઊંડાણથી વિચારવાનું ખાસ વધુ જરૂરી લાગે છે. પહેલી વાત એ છે કે સામાન્ય જનતા કરતાં સાધુસંન્યાસીઓની કક્ષા બહુ જ ઊંચી હોય છે. બ્રહ્મચારી ગૃહસ્થ કે વાનપ્રસ્થી સામાન્ય જનતા કરતાં ઉચ્ચ કક્ષાના હોય છે. બ્રહ્મચારી ગૃહસ્થ પિતાની પત્ની સાથે કુટુંબમાં રહેવા છતાં બીજાં બહેને સાથે સંપર્ક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૩ સંસર્ગમાં આવે જ છે, પ્રત્યક્ષ સેવા કરતી વખતે નિર્દોષ શરીર સ્પર્શ પણ કરતા હોય છે છતાં તે બ્રહ્મચર્ય સાધના સારી પેઠે કરી શકે છે. અને સમાજ તેના ઉપર વિશ્વાસ રાખતા હોય છે, એ જ રીતે વાનપ્રસ્થી સંત ગૃહસ્થીજીવનમાં એક કુટુંબને, જ્ઞાતિને, નગરને કે રાષ્ટ્રને હેઈ વિશ્વકુટુંબી હોવાને લીધે સ્ત્રીઓના સંપર્કમાં આવે જ છે, અને સમાજસેવા દ્વારા સર્વાગી સાધના કરે છે; સમાજ તેના ઉપર ખૂબ વિશ્વાસ રાખતા હોય છે, જ્યારે સૌથી ઉચ્ચ કોટિના જે સાધુસંન્યાસીઓ ગણાય છે, તેમને માટે નિર્દોષ શરીર સ્પર્શ વિજ્ય હોવા છતાં પણ તેના સમાજની સર્વાગી સાધના કરવામાં નારી જાતિના હૃદયસ્પર્શ અને સંપર્ક પ્રત્યે પણ સમાજ શંકાશીલ રહેશે, વિશ્વાસ નહીં રાખશે તો સામાજિક ક્રાંતિનાં કામે કોઈ દિવસ થઈ શકવાના નથી. કારણ કે સાધુસંત સિવાય ગૃહસ્થ બ્રહ્મચારી અને વાનપ્રસ્થ બ્રહ્મચારીની “વસુદૈવકુટુંબકમ' સૂત્રમાં મર્યાદા રહે. વાની જ. ગાંધીજી જેવી વિભૂતિઓની વાત જુદી છે. વળી સૌથી ઉચ્ચ માનવા છતાં સાધુસંન્યાસીઓ પ્રત્યે જો આટલે કે વિશ્વાસ ન હોય તે તેવા સાધુસંન્યાસીઓને માનવા કે પૂજવાની જરૂર પણ શી છે? બીજી વસ્તુ એ છે જે સાધુસંન્યાસીઓ આત્મકલ્યાણની સાથે સમાજ કલ્યાણ માટે પ્રયત્નશીલ છે, વસતિ વચ્ચે સમાજના પ્રશ્નો ઉકેલવા માટે સમાજની સાથે સંકળાયેલા હોય છે, એવા સાધુસંન્યાસીઓની ચકાસણું અને પરીક્ષા તે સમાજ સ્વયં કરી જ લેશે. તેમનાં આહાર-વિહાર, રહેણીકરણ અને વ્યવહાર ઉપરથી સમાજ તરત જ તારવી લેશે. પછી તેમના પ્રત્યે અવિશ્વાસ રાખવાનું કોઈ કારણ છે ખરું? વળી જે સાધુસંન્યાસીઓ, સાધ્વીઓ સામાજિક સાધના કરતાં હશે, તેમના જીવનમાં ગૂઢ ગુપ્તતા જેવી કોઈ વસ્તુ રહેશે જ નહીં. પછી જોખમનું કારણ પણ કેટલું નજીવું બની જાય છે! જે લેકે એક બાજુ સાધુ-સંન્યાસીઓ પ્રત્યે અવિશ્વાસ રાખે છે અને બીજી બાજુ પાછા તેમને વંદન કરે છે, તેમને કેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ६४ સમજવા ? વળી કેટલાંક સાધુ-સંન્યાસીઓ, સાધ્વીઓ પણ તેમના જીવનમાં બાહ્ય કૃત્રિમ મર્યાદાઓ પાળતા હોવા છતાં સર્વાગી બ્રહ્મચર્ય સાધનાની દષ્ટિએ તે નાનામેટાં ખલન પામે જ છે, એવાને જાણતા હોવા છતાં મોહવશ તેમને માને છે, અને પૂજે છે. ખરેખર મોટેભાગે લોકો સાચા સાધુ-સંન્યાસીઓ પ્રત્યે શંકાશીલ દષ્ટિથી જુએ છે, અને સમાજ ખટુ ઝેર ફેલાવવા મથે છે. આવા કાંતિપ્રતિરોધી લેકે સમાજ-સાધના માટે દિલથી તે કાંઈ વિચારતા નથી. દિલમાં તે તેઓને સાચી ક્રાંતિ પ્રત્યેને વિરોધ જ હોય છે. આ રહસ્ય સમજવું જ રહ્યું. એથી જ ભૂતકાળમાં જૈન સાધુઓએ આવાં જોખમ ખેડીને પણ આખા સમાજમાં દાખલો બેસાડ્યા છે. અને તેઓ ખરેખર સમાજમાન્ય બન્યા છે. જે સાચા માર્ગે તેઓએ જોખમો ન ખેડવાં હોત તો સમાજની સર્વાગી સાધનામાં કચાસ જ રહી જાત. કોઈ માણસ તરવાનું શીખવામાં ડૂબવાનું જોખમ છે એમ સમજીને પાણીમાં ન પડે તે કોઈ દિવસ તરવાનું શીખી જ નહીં શકે. એ જ રીતે વૃક્ષ ઉપર ચઢવામાં પડવાનું જોખમ છે એટલે કેઈએ આ જોખમ ખેડવું નહીં, એ વસ્તુ પણ બનવાની નથી. પહાડ ઉપર ચઢવામાં પગ લપસવાને ભય છે; માટે ચઢવું જ નહીં, એ વસ્તુ પણ બરાબર નથી. માણસોએ અનેક જોખમ ખેડીને જ આકાશ, પૃથ્વી અને પાણું ઉપર કાબૂ મેળવ્યું છે. જે જોખમ જ ન ખેડત તો બધા વૈજ્ઞાનિક આવિષ્કારોને મનુષ્યો ક્યાંથી કરી શકત ? માટે જોખમ ખેડીને પણ બ્રહ્મચર્યસાધના તેજસ્વી બનાવવી જોઈએ. સાચી પ્રગતિનું દ્વાર જોખમ ખેડ્યા વિના ઉધડે નહીં. જે સ્થૂલિભદ્ર મુનિને (તેમના ગુરુ આચાર્ય સંભૂતિ વિજયે). કોશા વેસ્યાને ત્યાં જવાની રજા આપવાનું જોખમ ન ખેડયું હોત તે કેશા વેશ્યાનું હૃદયસ્પર્શ દ્વારા જીવન પરિવર્તન થઈ શકતું ખરું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૫ અને બીજી વખત સ્થૂલિભદ્ર મુનિના એક ગુરુભાઈને જોખમ ખેડીને પણ રજા ન આપત તો કેશા વેશ્યાને ત્યાં એની કસોટી થઈ તે થઈ શક્ત ખરી ? એ જોખમ ખેડવાથી કોશાને મહાન કામ કરવાની તક મળી અને મહાન સાધુ પડતા પડતા અટકી ગયા. નહીં તે એ જ સાધુ બીજે ક્યાંય જઈને પતન ન પામત તેની શી ખાતરી ? એક બાજુ મુનિ સ્થૂલિભદ્ર જે વેશ્યાને ત્યાં ચાતુર્માસ નિવાસનું જોખમ ન ખેડયું હોત તો કેશા વેશ્યાનું હૃદયપરિવર્તન ન થાત. તેમજ શરીરસ્પર્શ કરતાં હૃદયસ્પર્શનું મહત્ત્વ વધારે છે તે ન સમજાત. તે જ રીતે બીજી બાજુ સ્થૂલિભદ્ર મુનિના ગુભાઈને પણ કેશા વેશ્યા સંધરવા તૈયાર ન થઈ હોત અને પ્રતિબોધ ન આપ્યો હોત તો પતનમાંથી તેને કદી ન બચાવી શકો. એટલે જ મુનિ સ્થૂલિભદ્રને આવું જોખમ ખેડવાને લીધે તેમના ગુરુ દુષ્કર-દુષ્કર તપ કહી ધન્યવાદ આપે છે. અને જૈનસંધ “નંદ ત્રિકા' કહીને તેમને તે કાળથી અખંડ રીતે ભવ્ય અંજલિ આપે છે. કહેવાને અર્થ એ છે કે અમુક જોખમે ખેડચા વગર સાચી રીતે સંપૂર્ણ સામાજિક ક્રાંતિ થતી નથી. ” કહીને તેને આપે છે. અને જૈન ભવ્ય અ જૈન સંઘમાં તો ઠેઠ ઋષભદેવ ભગવાનના કાળથી આવાં અનેક જોખમે ખેડાયાં છે. ભગવાન મહાવીરે સ્ત્રીઓને સાધ્વી દીક્ષા આપવાનું જોખમ જ ન ખેડયું હોત નારીજાતિનું જે ઉત્થાન તે યુગમાં થયું અને સમાજને સર્વાગી વિકાસ નારીજાતિના માધ્યથથી થઈ શક્યો તે ન થઈ શકત. - જિન કલ્પી જૈન મુનિઓ માટે તે અતિ ઉચ્ચ ભૂમિકાના હેઇ, સ્ત્રી શરીરને નિર્વિકારી સ્પર્શ પણ વ ગ નથી. જે કે આમાં પણ જોખમ તો હતું જ, લેકમાં પણ તે યુગમાં ટીકા થતી હતી; સુભદ્રા સતીને જીવન-પ્રસંગ એને એક નમને છે. સુભદ્રા પરણીને ઘેર આવી. ગૃહસ્થ જીવનમાં પતિવ્રતા ધર્મપરાયણ સુભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ પોતાના કુટુંબીઓની સારી પેઠે સેવા કરતી હતી. પણ તેના સાસુસસરા ઈતર ધર્મી હોઈ તેના પ્રત્યે ધૃણું દૃષ્ટિથી જોતા હતા. એવામાં એક દિવસ એક જિનકલ્પી જૈનમુનિ સુભદ્રાને ત્યાં ભિક્ષા માટે આવ્યા. જિનકલ્પી મુનિની આંખમાં કણું પડીને ખેંચી ગયું હતું, તેને લીધે આંખોમાંથી પાણી નીતરતું હતું. મુનિની આ ચક્ષુપીડા જોઈ જૈન ધર્માનુયાયી સુભદ્રાએ પિતાની જીભ વતી મુનિની આમાં પડેલા કણાને કહ્યું. તે વખતે સુભદ્રાના કપાળ ઉપર જે કુંકુમ, ચાંલ્લે હતો તે સગવશાત મુનિના અંગ ઉપર અંકિત થઈ ગયે. આમ સુભદ્રાએ ભક્તિભાવે મુનિના શરીરને નિર્વિકારી સ્પર્શ કર્યો હતું, પણ તે સ્પર્શને તેની સાસુ અને કુટુંબીઓ સહી ન શક્યા. સુભદ્રા ઉપર તેમણે ખોટું આળ ચઢાવ્યું. પરંતુ સતી સુભદ્રાએ પોતાની શીલની પૂર્ણરીતે પરીક્ષા આપી, તેમાં પાસ થઈ ત્યારે બધાયને ખાતરી થઈ ગઈ કે ખરું શું હતું? આ રીતે જોખમ ખેડવાથી જ બ્રહ્મચર્યની સાચી કસોટી થઈ શકે. અને કસોટીમાં પાર ઉતરેલા સાધુસંન્યાસીઓ અને સાધ્વીઓ જ સામાજિક ક્રાંતિ કરી શકે અને ભવ્યાંજલિના પાત્ર બની શકે અને એ રીતે છેવટે એ બધાની સાચી પ્રગતિ થઈ છે, એમાં શંકા નથી. જૈન સૂત્રોમાં એક બાજુ બ્રહ્મચારી સાધક-સાધિકા માટે નવાવાડની કડક મર્યાદા મૂકી. પણ બીજી બાજુ આ મર્યાદાને એકાંતરૂઢ કે જડ નથી બનાવી. જૈન સંઘમાં મૂળે સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય ન સચવાય તે આવાં જોખમ ખેડવાના આગ્રહે પ્રથમથી જ રાખવામાં આવ્યા છે. જૈન સુત્ર ઠાણાંગનાં પાંચમા ઠાણમાં બતાવવામાં આવ્યું છે કે પાંચ કારણોથી નિગ્રંથ કે નિગ્રંથી એક સ્થળે રહે, કાયોત્સર્ગ કરે, શયન કરે, બેસે, સ્વાધ્યાય કરે તે મર્યાદા ઉલ્લંઘન કરતાં નથી, તે પાંચ કારણો સંક્ષેપમાં આ છે. (૧) જ્યાં વસતિ ન હોય અથવા અવાંછનીય વસતિ હોય એવી મોટી અટવીમાં, (૨) ગ્રામ, નગર કે રાજધાનીમાં જ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૭. ઉતરવાનું સ્થળ ન મળે; (૩) જ્યાં ભયજનક યક્ષાદિ સ્થળ હોય, (૪) ચેર કે લૂંટારા દ્વારા રંજાડ થવાની શંકા હૈય, (૫) સાધ્વીના શીલ ઉપર આક્રમણની શંકા હોય. એવી જ રીતે બીજે સ્થળે સાધુઓ માટે આવું પણ વિધાન કરવામાં આવ્યું છે કે કોઈ સાધ્વી વિક્ષિપ્ત થઈને, કલહને કારણે, માનસિક વ્યથાને કારણે, સંકટ કે ઉપસર્ગ આવી પડ્યો હોય તેને કારણે વ્યાકુલ અને અધીર થઈને સાધુઓ પાસે આવી હોય તે સાધુઓ તેને પિતાને સ્થળે આશ્રય આપે (ભલે ત્યાં મર્યાદા સાચવવા માટે પડદે આડા કરી દેવાય,) આશ્વાસન આપે, તેનું રક્ષણ કરે. એવી જ રીતે બહ૯૯૫ સૂત્રમાં એવું પણ વિધાન મળે છે કે કઈ સાધ્વી અત્યંત રુણ હોય, તેની સેવા કરનાર બીજી કઈ સાધ્વી ન હોય એ વખતે સાધુ તેને વૃદ્ધ હોય તો માતા રૂપે માની, અને સમવયસ્ક હોય તે ધર્મબહેન માની તે નિર્વિકારભાવે સેવા શુશ્રષા કરે.” આ વિધાને ઉપરથી આ વસ્તુ ફલિત થાય છે કે બ્રહ્મચર્યને સામાજિક અને સર્વાગી સાધનાનું અંગ બનાવવા માટે, સામાજિક દષ્ટિએ પણ આવાં જોખમે ખેડાયાં છે. અલબત્ત બૌદ્ધ સંધમાં ભગવાન બુદ્ધે સ્ત્રીઓને પ્રવજિત કરવાની પહેલાં તે ના પાડી હતી. અને જોખમ ખેડવા તૈયાર નહોતા થયા, પણ જ્યારે એક દિવસ તેમના મહાન શિષ્ય આનંદ એક નારીને લઈને બુદ્ધ પાસે આવ્યા અને વિનંતિ કરી કે આ સ્ત્રી ઉપદેશ કરવા યોગ્ય છે, એને આપ દીક્ષા આપ.” છતાં બુદ્ધ ભગવાને કહ્યું કે “હું આજે આનંદના કહેવાથી એક સ્ત્રીને દીક્ષા આપી રહ્યો છું, પણ આ એક મોટું જોખમ વહેરી રહ્યો છું.' પણ સ્ત્રીઓને દીક્ષા આપવાનું જોખમ ખેડીને ભગવાન બુદ્ધ ધર્મને પ્રચાર દૂર સુદૂર દેશમાં પણ કરી શક્યા હતા, એ હકીક્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મીરાંબાઈએ પિતાના પતિ, કુટુંબ અને જ્ઞાતિને સખન વિરોધ હોવા છતાં પણ ભક્તિમાર્ગે પ્રસ્થાન કર્યું અને બ્રહ્મચારિણ રહીને, સાધુ-સંન્યાસીઓની સેવાથી અપૂર્વ આત્મજ્ઞાન મેળવ્યું. ભક્ત મીરાંબાઈએ આ કેટલું મોટું જોખમ ખેડયું હતું. અમુક સમાજને સખત વિરોધ હોવા છતાં પણ મીરાંબાઈ કસોટીમાંથી પસાર થઈ ગયાં અને અનેક બ્રહ્મચર્યમાર્ગી બહેને માટે પ્રેરણાપાત્ર બની શક્યાં. નારી જગતમાં મોટી ક્રાંતિ કરી શક્યાં. આ પ્રગતિ નાનીસૂની ન હતી. રામાયણના એક ઉત્કૃષ્ટપાત્ર રૂ૫ ભક્ત શબરી જ્યારે જ્ઞાન ઋષિના આશ્રમમાં ગઈ અને ત્યાં ઋષિના સાનિધ્યમાં રહેવાની વિનંતિ કરી, ત્યારે માતંગઋષિના શિષ્યએ સખ્ત વિરોધ કર્યો. પણ માતંગષિ સમજતા હતા કે આવી પવિત્ર નારીને આશ્રમમાં રાખવાનું જોખમ ખેડયા વગર એનું જીવન-ઘડતર થશે નહીં, એને હૂંફ મળશે નહીં. વળી સમાજ કલ્યાણને માર્ગ પણ એનામાં પડેલી વાત્સલ્ય શક્તિ સાચી દિશામાં વાળી શકાશે નહિ. મતલબ કે રખે અવળે માગે એની શક્તિ ચઢી જાય ને વેડફાઈ જાય ! માટે તેમણે આ બધું જોખમ ખેડયું. અને પરિણામે ભગવાન રામની પરમભક્ત એ બની શકી. સતી સીતાને ગર્ભવતી અવસ્થામાં એકલી અને અસહાય જોઈને વાલ્મિકી ઋષિ આશ્રમમાં ન તેડી ગયા હતા અને એને આશ્રય આપી બાળકને ઘડી આપવાનું જોખમ ન ખેડયું હત તે એટલું પવિત્ર વાતાવરણ અને ઘડતર તથા લવ અને કુશને સારા સંસ્કારે ક્યાંથી મળત? એક જુવાન જોધ બાઈને જોઈને વાલ્મિકી ઋષિ આવું જોખમ એટલા માટે જ ખેડી શક્યા કે તેમની સામે પિતાનું કર્તવ્ય અને સામાજિક વિકાસની સાધના, એ બે કલાઓ ૫ષ્ટ જ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ કરવઋષિએ જોખમ ખેડીને પણ અસહાય શકુંતલાને પિતાના આશ્રમમાં રાખી ઉછેરી મોટી કરી. અને સારા સંસ્કાર આપ્યા. જો કે એ જોખમ નાનુંસૂનું નહોતું. છતાંય એને છેવટને અંત સમાજ સાધક જ બન્યો હતો. મહાત્મા મૂલદાસ અંધકાર ભરી રાતે કુવાની પાસે પથ્થરે ભેગા કરી કુવામાં પડતું મૂકીને આપઘાત કરવાની તૈયારીમાં એક બાઈને જુએ છે. “પ્રભો ! મારી ભૂલને કારણે મારે મરવું પડે છે. સવારે કોર્ટમાં જુબાની આપવી પડશે, એના કરતાં મરવું સારું!” મૂલદાસના કાનમાં આ શબ્દો પડયા. તેઓ તરત જ તે સ્થળે આવ્યા અને તે બાઈને આશ્વાસન આપતાં તેમણે કહ્યું : “બહેન ! થેભે જરા ! તમે કેણ છે? શા માટે મારી રહ્યાં છે?” બાઈ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. બાઈએ પિતાની આપવીતી સંભળાવી. બાઈ વિધવા હતી, પણ કોઈ પુરુષે એને ભોળવીને ફસાવી હતી, અને એને ગર્ભ રહી ગયું હતું. હવે ઈજ્જત જશે, એ ભયથી બાઈ આપઘાત કરવા માગતી હતી. મૂલદાસનું હૃદય આ કરુણ પ્રસંગ જોઈને રહી ન શક્યું. તેમણે કહ્યું : “બહેન! માણસ માત્ર ભૂલને પાત્ર છે. ક્ષમાને પણ પાત્ર છે. તમારે બીજા કોઈનું નામ ન લેવું હોય તે અહીં જ ખુશીથી રહી જજો. લોકો મારા પર આક્ષેપ કરે તે ભલે કરે! મારું નામ મૂલદાસ છે. સાચું શું છે? તે તે તું, હું અને પ્રભુ જાણીએ જ છીએ.” બાઈએ કહ્યું: “મારાથી તમારું જૂઠું નામ કેમ લેવાય ? હું આમ નહીં કરી શકું?” મૂલદાસે કહ્યું: “તમારે કઈ પણ ખેસ પ્રપંચ કરવાને નથી. તમને કોર્ટમાં પૂછે ત્યારે એટલું જ કહી દેજે. “મૂલદાસને પૂ.” ત્યાં હાજર થઈ જઈશ. પ્રભુ કૃપાથી તું, સત્ય અને પેલે પુરુષ ત્રણેય બચી જશે.” “પણ આપની અમૂલ્ય પ્રતિષ્ઠા તે...” બેટી! ચિંતા કરીશ મા. લેખ્યિાતિ તે જલતરંગ સમી છે. અંતરંગ ભૂમિકા એ જ સાચી વસ્તુ છે. રામ બચાવશે, સાક્ષી રામ છે.” બીજે દિવસે મૂલદાસ કેર્ટમાં ગયા. મૂલદાસને પૂછો ! કહેતાં વેંત જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ છo ચારે બાજુથી લકે મૂલદાસ ઉપર ફિટકાર વરસાવવા લાગ્યા, ગાળો દેવા લાગ્યા. પણ મૂલદાસના મનમાં જરાય જ નહતો. સમાજ તો એ બાઈને સંધરે જ શેને ? મહાત્મા મૂલદાસ સમાજની અપ્રતિષ્ઠાની પરવા કર્યા સિવાય અને પિતે બ્રહ્મચારી હોવા છતાં બાઈને આશ્રય આપવાની દષ્ટિએ પિતાના આશ્રમમાં લઈ ગયા. સુવાવડની વ્યવસ્થા કરી. બાળકને ઉછેર થવા લાગે. સંસ્કાર રડવા લાગ્યા. એક દિવસ નગરનરેશ તે બાજુથી પસાર થાય છે. મૂલદાસને આશ્રમ જાણુને ત્યાં સંતાઈ રહીને બંનેની ચર્ચા સાંભળવા જ રહે છે. બંનેને નિર્દોષ અને પિતા-પુત્રી જેવો વ્યવહાર જોઈને સત્ય પ્રગટ થઈ જાય છે. રાજા મૂલદાસ મહાત્મા પાસે માફી માગે છે. પિતાની ભૂલ કબૂલે છે. પછી તે પૂછવું જ શું ? સમાજ હવે સોગણા આદરથી પૂજવા માંડે છે. પણ જોખમ ખેડતી વખતે ટીકા કરે છે, કસોટી કરે છે. કસોટી સેનાની તે થવી જ જોઈએ! છેવટે આટલું જોખમ ખેડવું એનું પરિણામ પણ સારું જ આવ્યું. તેમણે એક પતિત બાઈને જગત વંદનીય સાધ્વી બનાવી દીધી. મહાત્મા ગાંધીજીએ બ્રહ્મચર્યવ્રત સ્વીકારીને વાનપ્રસ્થ જીવન આરંવ્યું હતું; તે વખતે સત્યાગ્રહ-આશ્રમ સાબરમતીમાં બ્રહ્મચર્યસાધના કરનારાં સ્ત્રી પુરુષે બંને રહેતા હતા, સાથે કામ કરતાં હતાં, એક બીજાની સાથે મળવાની સ્વતંત્રતા માતા-પુત્ર કે બહેન-ભાઈ લઈ શકે છે, તેટલી જ આશ્રમવાસીઓને બાપુજી આપતા હતા. જોકે તેઓ એમ માનતા હતા કે આ પ્રયોગમાં જોખમ ઘણું છે. લેકે બ્રહ્મચર્ય સાધના કરનારા માટે આટલી ગ્ય છૂટછાટ માટે પણ ગાંધીજીની સખત ટીકા કરતા હતા. છતાંય ગાંધીજીએ જોખમ ખેડીને આવો પ્રયોગ કર્યો હતો; તેઓ પોતે જ સત્યાગ્રહ આશ્રમના ઈતિહાસમાં લખે છે કે “આજ સુધીના આશ્રમના અનુભવને આધારે હું કહી શકું છું કે જોખમ વહેરીને બ્રહ્મચર્ય પાળવાની કોશિશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ચાલું છે, તેમાં મને નિરાશાનું કારણ નથી મળ્યું. સ્ત્રી-પુરુષ બંનેને સરવાળે લાભ જ થયે છે; પણ મારે વિશ્વાસ છે કે સૌથી વધારે ફાયદો સ્ત્રીઓને થયો છે.” મતલબ એ કે ગાંધીજીએ બ્રહ્મચર્ય સાધના વખતે ઘણું બહેનને દૂફ આપી તેમનું જીવન ઘડી તેમને સમાજની સર્વાગી સાધના માટે તૈયારી કરી હતી. જે આટલું જોખમ ન ખેડ્યું હોત તે નારી જાતિની આ દેશમાં ઝડપથી જે પ્રગતિ થઈ તે ન થાત. આજે સ્કૂલે અને કોલેજોમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનું સહશિક્ષણ એક કેયડો બની ગયો છે. એને લીધે ઘણી વખત અવળાં પરિણામ પણુ આવ્યાં છે, છતાં સહશિક્ષણનું જોખમ સમાજના ટેકા સાથે સરકાર ખેડે જ છે. એમાં જે અનિષ્ટ છે, તેને દૂર કરવા માટે રચનાત્મક કાર્યકરો અને સાધુસાધ્વીઓએ ઘણું પ્રયત્નો કરવા જ જોઈએ નહીં તે એકલી સરકાર કે સાધારણ એવો સમાજ એમાંથી આરપાર ઊતરી નહીં શકે. તેવી જ રીતે હોસ્પિટલમાં રોગીઓની પરિચર્યા કરવા માટે પુરુષ પરિચારક કરતાં સ્ત્રી પરિચારિકાએ વધારે રાખવામાં આવે છે. એનું કારણ એ કે સ્ત્રીઓમાં સહેજે કોમળતા અને વાત્સલ્યની માત્રા વધારે હોય છે, એટલે રેગોની શુશ્રષા સાચી લગનીથી નસ બહેને જ વધારે કરી શકે છે. ત્યાં પણ જોખમ ઓછું નથી ઊલટું ઘણું વધારે જોખમ છે. કારણ કે તે વખતે એકાંત અને નવરાશ તથા નર નારી અંગે સ્પર્શી સતત થયા કરે છે. છતાં આવું જોખમ ખેડયા વિના છૂટકે નથી. જે કાંતિપ્રિય સાધુસાધ્વીઓ તેવાં નર્સ બહેનને સાચી પ્રેરણા આપીને ઘડતર કરે તે તે સેવામાં સાચું બ્રહ્મચર્ય તેજ ઉમેરાતાં સહજ પ્રયાસથી કેટલું બધું મોટું કામ પાર પડી જાય! આજે આંતરરાષ્ટ્રીય માનવ સમાજ પિકીના પાશ્ચાત્ય દેશોમાં સ્ત્રીઓમાં જે જાતની છૂટછાટ, મુક્ત સહચાર, મર્યાદાહીનતા, સ્વચ્છંદતા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ७२ તે અખંડ નારીઓને કે આ કામ આ વિલાસિતાને પ્રવાહ ભૌતિક નિષ્ઠાને કારણે વહી રહ્યો છે, તેને ખાળ હોય તે ભારતીય સંસ્કૃતિની ઉજ્જવલ મર્યાદાઓથી તે નારીઓને પ્રભાવિત કરવી પડશે અને પાશ્ચાત્ય નારીઓ ભારતીય સંસ્કૃતિની ઉજ્જવલ મર્યાદાઓથી ત્યારે જ પ્રભાવિત થઈ શકશે કે જ્યારે સમાજ સંસ્કર્તા ઉચ્ચ સાધુસંન્યાસીઓ પવિત્ર નારીઓને તથા સાદેવીઓને અખંડ સંપર્કમાં રાખી તેમનું અહર્નિશ ઘડતર કરશે અને તે સાધ્વીઓ તથા સંન્નારીઓને પાશ્ચાત્ય નારીઓ માટે પ્રેરક તરીકે બનવાનું જોરદાર માધ્યમ બનાવશે. આ કામ જે વેળાસર નહિ થાય તો ભારતીય સંસ્કૃતિમાં જે ઉજ્જવલ નારીમર્યાદાઓ છે, તે પણ ધીમે-ધીમે ભુંસાતી જશે, અને એક દિવસ તે તે છેક નામશેષ થઈ જશે. એટલે બ્રહ્મચર્ય સાધના માટે સાધુ સંન્યાસીઓ શરીરસ્પર્શ વર્જ્ય ગણી અમુક અનિવાર્ય મર્યાદાઓ સિવાય પવિત્ર નારીઓ ને સાધ્વીઓ સાથે નિકટ સહવાસ સાધીને જે હૃદયસ્પર્શ વધારશે નહીં, અને રૂઢિચુસ્ત સમાજની બેટી ટીકાને બેફ વહેરીને આગળ ધપશે નહીં તે આત્મકલ્યાણની સાથે સમાજ કલ્યાણની સર્વાગી સાધના કરી શકશે જ નહીં. બ્રહ્મચારિણી બહેનની સમાજમાં આજે કદર થતી નથી, સમાજની રૂઢિચુસ્ત લે કે તે અત્યારે પિતાની બહેન કે દીકરી આજીવન કુમારી રહી બ્રહ્મચર્ય સાધના કરવા માગે છે એને તેમ કરવા ના પાડે છે. વળી વિધવા બહેનોને કુટુંબમાં લેકનાં મેણાં ટેણાં ખાઈને અપમાનજનક સ્થિતિમાં રહેવું પડે છે. તેથી આ બહેને રક્ષણાકાંક્ષિણ રહે છે. તે પરિસ્થિતિને સમાજના ક્રાંતિ દર્શ સાધુસાધ્વીઓએ બદલવી હોય, અને બદલવી જ છે તે એવાં પવિત્ર બ્રહ્મચારી ભાઈઓ તથા બ્રહ્મચારિણું બહેનને સાચું માર્ગ. દર્શને હૃદયસ્પર્શ દ્વારા આપવું જ જોઈશે. ખાસ તે એવાં બ્રહ્મચારિણી બહેનોને સાચી દૂફ અને સેવાને કાર્યક્રમ મળે તે તેમનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જીવન તેજસ્વી, સ્વાશ્રયી અને વધારે પવિત્ર બને અને આવી રીતે બ્રહ્મચારિણી બહેનને તૈયાર કરવાની પરંપરાએ લેકમાં બ્રહ્મચર્ય નિષ્ઠા વધશે અને સમાજમાં બ્રહ્મચર્યની દષ્ટિવાળા સ્ત્રી-પુ પણ વધશે; એ સાવ સ્પષ્ટ છે. એટલે ક્રાંતિદર્શ સાધુસંન્યાસીઓએ આવું જોખમ ખેડીને જૂનાં ખોટાં મૂલ્યોને નિવારી નવાં સાચાં મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવા આગળ આવીને પ્રગતિ કર્યો જ છૂટકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યની સ્થળ મર્યાદાઓ ઉપર વિચાર આત્માથી નરનારીએ, મર્યાદા ગ્ય પાળવી; મર્યાદા–ઓથ (લઈ) કિંતુ, પ્રગતિ નહિ રૂંધવી. (૧૧) બ્રહ્મચર્ય સાધના કરનાર ઉચ્ચ સાધક માટે ભારતીય ધર્મોના ગ્રંથોમાં જુદી-જુદી મર્યાદાઓ બતાવવામાં આવી છે. જૈન ધર્મના રચ સાધકો માટે પણ બ્રહ્મચર્યની નવવાડો બતાવી છે. એ નવવાડમાં અને વિવિધ ધર્મોની બ્રહ્મચર્ય મર્યાદામાં મૂળે તે મન, વચન અને કાયાથી પાંચે ઈન્દ્રિયને વશમાં રાખવાની વાત આવે છે. પણ રૂઢિચુસ્ત સમાજમાં મોટે ભાગે નવવાડ કે મર્યાદાને સ્થૂળ અર્થ જ લેવામાં આવે છે. પણ કેટલાક લોકો સય-દોરાના ન્યાયે ત્રી–સંગ નહીં કરવામાં જ બ્રહ્મચર્યને આદિ અને અંત માને છે, તેઓ ખરેખર ભ્રમમાં છે. જે બધા જ ભેગો ભોગવવા છતાં માત્ર સ્થૂળ રીતે દૂર રહેવાની કોશિશ કરે છે, તેમની આ કશિશ નિરર્થક અને નિષ્ફળ બને છે. બ્રહ્મચારીએ જીભના સ્વાદે છોડવા જોઈએ, શૃંગારરસ કે વિકારવર્ધક વસ્તુઓ છેડવી જોઈએ. વિકાર વશ થઈને દૂર રહીને પણ સ્ત્રીનાં અંગોપાંગ જોવામાં કે ચિંતવવામાં પણ ચેખે બ્રહ્મચર્ય ભંગ જ છે. જૈન ધર્મમાં ઉલિખિત બ્રહ્મચર્યની નવવાડમાં આજે મોટેભાગે પ્રત્યક્ષ મર્યાદાના પાલન ઉપર વધારે જોર આપવામાં આવે છે. દાખલા તરીકે પહેલી વાતને અર્થ એમ કરવામાં આવે છે – બ્રહ્મચારીએ સ્ત્રી, પશુ અને નપુંસક રહિત સ્થાનમાં રહેવું જોઈએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૫ હવે આના ઉપર વિચારતાં, અને આજના સાધુ વર્ગના વ્યવહારને જોતાં એમ કહી શકાય કે કદાચ કોઈ કાચે સાધક હોય તે તેના બ્રહ્મચર્યને જોખમ રહે. પણ આજે જેમ વગર ઘડાયેલા જેવા– તેવાને તરત મૂડીને દીક્ષા આપવા ઉપર જોર અપાય છે, તેવી સ્થિતિ હોય તે તો આવી સ્થૂળ વાડ પણ તેવા સાધુની બ્રહ્મચર્યની રક્ષા નહીં કરી શકે. કેમ કે બ્રહ્મચર્ય માટે પણ ઘડતર, પવિત્ર વાતાવરણ અને સાધનાની જરૂર છે. જે કહેવાતા સમાજમાં અને સમાજનેતા સાધુઓની આટલી ધીરજ ન હોય અને વગર ઘડવે જ જેવાતેવાને તરત મૂંડવાની ધૂન હોય તે સમાજે અને સાધુઓએ તેનાં કટુ પરિણામે ભેગવવા જ જોઈએ. જૈન ધર્મના ધુરંધર વિદ્વાન પંડિત સુખલાલજીએ એક વખત કહ્યું હતું કે, “જૈન સાધુઓ પ્રત્યે સમાજને અવિશ્વાસ છે એટલે છે કે, કોઈ પણ ગૃહસ્થ પિતાની બહેન-દીકરીને એક રાત્રિ પણ એમની પાસે રાખવામાં સુરક્ષિતતા નથી જેત.” આવી સ્થિતિ ઉપર જૈન સમાજ ગંભીરતાથી વિચારે અને બ્રહ્મચર્યની સ્થૂળ મર્યાદાઓ પળાવવાને આગ્રહ રાખે છે, તેથી જે બિન ઘડાયેલા સાધુઓ દ્વારા જાતે દહાડે ન છૂટકે એક દહાડો ઘટ–સ્ફોટ થાય છે, તે વિષે ચેતે. જ્યારે બીજી બાજુ આજના મોટા ભાગનાં સાધુ-સાધ્વીઓમાં ખાન-પાન સંયમ, દષ્ટિ-સંયમ, પંચેન્દ્રિય સંયમ કેટલે છે, તે પણ સાધુ-સાધ્વીઓના અસ્વાથ્ય ઉપરથી પણ તરત તરી આવે છે. એટલે નવાવાડમાં મોટેભાગે પ્રત્યક્ષ સ્થૂળ મર્યાદાઓ ઉપર જોર આપવામાં આવ્યું છે, તે સાવ સ્પષ્ટ રીતે નિષ્ફળ અને અકર્મણ્ય સૂચક જ સિદ્ધ થયું છે. વળી તેથી અંગત સાધનામાં પણ હાનિ જ થઈ છે. જેમાં સ્થાનકવાસી, દેરાવાસી અને તેરાપંથી દિવસે સ્ત્રીએનું આવાગમન સાધુના સ્થાને બાધક નથી માનતા, રાત્રે બાધક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૬ માને છે. જ્યારે તેરાપંથી જેને રાત્રે પણ બહેનના આવાગમનને, બાધક નથી માનતા. સ્થાનકવાસી સાધુઓનાં નાના-નાના ગામડામાં નિવાસ દરમ્યાન રાત્રિ પ્રવચનમાં બહેનનું આવાગમન ક્ષમ્ય ગણાય. છે. તે પછી હવે આપણે એ વિચારવું જોઈએ કે બ્રહ્મચારી સાધુસાધ્વીઓ માટે નવાવાડ શા માટે બતાવવામાં આવી છે ? અને ક્યાં લગી એનું આજના યુગે પાલન થઈ શકે અગર તો એના અર્થમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે પરિવર્તન કે સંશોધન થઈ શકે કે કેમ? મૂળે તે વાડની જરૂર ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી વૃક્ષ પુખ્ત ન થાય. પરંતુ પુખ્ત થયા પછી પણ વાડ વૃક્ષની ચારે બાજુ રહે તે તેને વિકાસ જ રૂંધી નાખે. તેમ બ્રહ્મચારી સાધક પણ જ્યાં સુધી પુખ્ત ન થાય, ત્યાં સુધી (પાકી દીક્ષાવાળે સાધુ થયા પહેલાં કે પોતાને બ્રહ્મચર્ય ભંગની ભીતિ લાગે ત્યાં લગી) કદાચ નવવાની જરૂર રહે, પણ જે ઉચ્ચ સાધકના સર્વાગીણ વિકાસ માટે પણ આવી દિવાલે સાધુતા વૃદ્ધિને નામે ઊભી કરવામાં આવે તે સમાજના સર્વાગી વિકાસની સાધના તે કરી કેમ શકશે ? હા, એ વસ્તુ ખરી કે વિકારી ખાનપાન, વિકારી દષ્ટિ, સ્ત્રી શરીરસ્પર્શ, એક આસને બેસવું, એક ઓરડામાં શયન કરવું, એકાન સેવવું, વિકારી સ્મરણ, કીર્તન, સહકીડા, મનમાં અબ્રહ્મચર્યના વિચારો જ ઘળ્યા કરવા વગેરે વસ્તુઓ છોડવી તે તે સમાજમાં વિચરતા ઉચ્ચ સાધુસાધ્વી સાધકે માટે પણ અનિવાર્ય જરૂરી છે. પણુ પુની હાજરીમાં પણ સ્ત્રીઓને નહીં આવવા દેવી, સ્ત્રી સાધિકા અને બ્રહ્મચારિણી બહેને વિકાસ અને ઘડતર માટે સાથે રહેવા ઈચ્છતાં હેય, તેમને તક જ ન આપવી એ બરાબર નથી. હા, ત્યાં જાગૃતિ તે રાખવી જ જોઈએ. ખરેખર તો સમાજની સર્વાગી સાધના કરનાર બ્રહ્મચારી સાધકમાં અગુપ્તતા અનિવાર્ય હાય, જોખમ બહુ જ ઓછું રહેવાનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૭ કઈ એમ કહે કે આ રીતે જે નવાવાડની મર્યાદાને અર્થ લેવામાં આવશે તે ઘણું શિથિલાચારી સાધુ સાધ્વીઓને ટકે મળશે, તેમને માટે મર્યાદા તેડવાને માર્ગ મોકળો થઈ જશે પણ જેમાં તે સાધુ સાધ્વીની સાથે શ્રાવક શ્રાવિકાને સતત અનુબંધ હાઈ કોઈ પણ સાધુ કે સાધ્વી ઢીલાપચાં હશે તે તરત જ લેકમાં તે ઉઘાડા પડી જશે. ખરી રીતે તે જૈન આગમોએ સાફસાફ કહ્યું છે, “જે સામે આવી પડેલા ભાગને તજે છે, તે જ સાચે ત્યાગી છે.” એટલે ખોટી રીતે કે શિષ્ય શિષ્યાઓના લેભમાં જે મુંડાયાં હશે,તેઓ કાંતો આથી સુધરશે, નહીં તે દીક્ષા છોડવાની ફરજ સ્વયં તેમને માથે આવી પડશે. આમાં સરવાળે તે લાભ જ થશે. બીજી રીતે વિચારતાં પણ આમ તે નવાવાડનું સ્થૂળ રીતે પાલન કરનાર રહનેમિ અને અહંનક મુનિ એકાંત સેવનથી પડયા છે, એટલે બ્રહ્મચર્યને મુખ્ય મદાર તે મનના ઘડતર ઉપર છે. તે જ્યાં સુધી નહીં ઘડાય ત્યાં સુધી પુખ્તતા કાચી ગણાય. જૈન ધર્મમાં જેમ કરેલા અને જિનકલ્પી સાધુઓ માટે સ્ત્રીને નિર્વિકારી સ્પર્શ બાધક નહીં ગણે, તેમ સ્થવિરકલ્પી અને પુખ્ત સાધક માટે બ્રહ્મચારિણી બહેને અને સાધિકાઓ સાથે વિવેકપૂર્વકનાં નિવાસ, વિહાર અને રાત્રિપ્રવચન પ્રાર્થનામાંનાં આવાગમનને બાધક નહીં જ ગણવાં જોઈએ. જે એમ નહી થાય તે જેમને સમાજના બધાય પ્રશ્નો લેવા છે, તેઓને મહિલાઓના પ્રશ્નો માટે ગૃહસ્થ મહિલાઓ સાથે સી. સંપર્ક સાધવે પડશે, અને ગૃહસ્થ મહિલાઓ કૌટુંબિક જીવનમાં રહેતી હોઈ તેમનામાં એટલી નિઃસ્પૃહતા હશે નહીં, અને નિષ્ણુહતા, નિષ્પક્ષતા વગર મહિલાના પ્રશ્નોમાં સાચી તપાસ થઈ શકશે નહીં, એટલું જ નહીં લેપાવાને પણવધુ સંભવ જ ઊભે થશે. દાખલા તરીકે આજે વેશ્યાઓના ઉદ્ધારને પ્રશ્ન છે, વિધવા બહેનના પ્રશ્નો છે, તેવા પ્રશ્નોને એક ગૃહસ્થ મહિલા બરાબર હલ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ७८ કરી શકે; જ્યારે બ્રહ્મચારિણી સેવિકાઓ અને સાધ્વીઓ ઘડાયેલી હશે તે તેઓ આવા પ્રશ્નોમાં ઊંડાણથી નિષ્પક્ષ તપાસ પણ કરી શકશે, સમય પણ આપી શકશે અને નિર્લેપભાવે સાચે માર્ગે દોરીને ઊંચી સમાજસેવા કરી શકશે. પણ તેવી બ્રહ્મચારિણું સેવિકાઓ અને સાધ્વીઓનું ઘડતર, સહનિવાસ, સહવિચાર વગેરે વિના થવું અશક્ય છે. કારણ કે માત્ર દૂર રહી પુસ્તક વાંચી લેવાથી જીવનનું સાચું સર્વાગી ઘડતર થતું નથી. તરવાની કળા માત્ર પુસ્તક વાંચવાથી શીખી શકાતી નથી. તેના માટે તે પાણીમાં જોખમ ખેડીને પડવું જરૂરી હોય છે અને શીખવનારની સંગાથે હાજરી પણ જરૂરી હોય છે. તેમ જ ભવતરણ અને ભવિતરણ માટે પણ જોખમ ખેડીનેય જીવનનું ઘડતર કરવું જરૂરી સહેજે બની રહે છે. બ્રહ્મચારિણી ઉચ્ચ સાવીઓ દ્વારા સમાજના બધા પ્રશ્નો લેવા હોય, તેમના દ્વારા સમાજની બ્રહ્મચર્યલક્ષી બહેનનું ઘડતર કરાવવું હોય, બ્રહ્મચર્યને વિશ્વસમાજ વ્યાપી બનાવવું હોય તે એવાં તેજસ્વી યોગ્ય સાધ્વીઓનું ઘડતર બ્રહ્મચર્યની સમાજ વ્યાપી સર્વાગી સાધના કરવા માટે સાધુઓએ કરવું જ પડશે, અને એ વિચારની પુષ્ટિ કરતું સચેટ પ્રમાણ વ્યવહારસૂત્રમાં જોવા મળે છે. નિર્ચને બીજાના (આખા સમાજના) અર્થે દીક્ષા અપાવવી, મુંડિત કરાવવી, તેને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે આધુનિક સમાજના ઘડતર માટેનું શિક્ષણ આપવું, તેમના દ્વારા બ્રહ્મચર્યલક્ષી બહેનેને આવું શિક્ષણ આપી ઘડતર કરાવવું, તેમને પ્રતિષ્ઠા આપવી, તેની સાથે આહાર, વિહાર, વંદન વગેરે વ્યવહાર કરવા, તેને સાથે રાખવાં કે સાથે જુદા કક્ષમાં તેને નિવાસ કરાવો; કલ્પ છે. તથા તેવાં યોગ્ય સાધ્વીને ઉપાધ્યાયારૂપા કે . આચાર્યરૂપા બનાવવી પણ કહ્યું છે. જેમ સાધુઓ માટે સાધ્વીના ઘડતરનું વિધાન છે, એવી જ રીતે સાધ્વીઓ દ્વારા યોગ્ય સાધુના ઘડતરનું પણ વિધાન છે. તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૯ જ શીલગુણસરી જેવા આચાર્યા મળે છે કે જેમણે સાધ્વીએ પાસે વનરાજની માતાનું રક્ષણ કરાવ્યું છે. સભૂતિ વિજય જેવા આચાચેર્ચાએ સ્થૂલભદ્ર જેવા યોગ્ય શિષ્યોને માકલી ક્રશા વેશ્યાના ઉદ્દાર કરાવ્યા જ છે. ૨ ભગવાન મહાવીર સ્વામીના વખતમાં ઘણી વખત વનખડામાં સાધુસાધ્વીએ સાથે વિહરતાં અને સાથે રહેતાં એવુ જૈન શાસ્ત્રમાંના ભગવાન મહાવીરના વનપ્રસ`ગથી ફલિત થાય છે. એક વખત શ્રેણિક રાન્ન ચેલારાણી સહિત ભગવાન મહાવીરનાદન કરવા જવા ઉપડયા. રસ્તામાં તેમણે પ્રસન્નદ્ર રાજર્ષિને ધ્યાનમગ્ન જોયા, પછી ભગવાન મહાવીર પાસે ગયા, ત્યારે ભગવાન મહાવીરની સાથે જે સાધુ-સાધ્વીએ હતાં, તેમાં સાધુએએ ચેલણારાણીનું રૂપ જોઈ ને અને સાધ્વીઓએ શ્રેણિક રાજાનુ રૂપ જોઈ તે નિયાણાં કર્યાં હતાં. તે વખતે શ્રેણિક નૃપ ભગવાન મહાવીરને પ્રસન્નચંદ્ર રાજર્ષિની પ્રશંસા કરતાં તેમની ભાવિગતિ વિષે પૂછે છે. આ પ્રસંગ ઉપર ભગવાન મહાવીર બધાંય સાધુ-સાધ્વીને આ નિયાણાથી મુક્ત કરવા સખાધે છે. એ પ્રસંગથી ફલિત થાય છે કે સાધુ-સાધ્વીએ તે વખતે વનખંડમાં સાથે વિહરતાં હતાં અને ભલે જુદા જુદા વિભાગામાં રહેતાં હાય, પણ એક જ સ્થળે પ્રસંગે પ્રસંગે ભેગા થઈ ને પરસ્પરપૂરક સાધનામાં લીન બનતાં હતાં તેમ તારવી શકાય છે. કારણ કે ત્યાં ઉતરવાનું તે વનખંડના તે બગીચા સિવાય કાઈ ખીજું સ્થળ ન હતું. શહેર પણ બહુ દૂર હતું. અને એકાએક સાધ્વીએ ત્યાં વિહાર કરીને પહોંચી જતાં હોય, તેવું પણ સ્પષ્ટ વિગતે જણાતું નથી; કારણ કે રાજા શ્રેણિક તે રસ્તેથી પસાર થઈને જ આવ્યા હતા. ભગવાન મહાવીરે આ મોટાં જોખમા ખેડેલાં માટે જ તે ભગવાન બની શકા; અને જોખમનાં સ્થાનામાં પણ ઘડતર કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સાચી ક્રાંતિ કરી શક્યા. સમાજની સમૂળી નવરચના તેમણે આ નવાં મૂલ્યા ઊભાં કરવા માટે જ કરી હતી. સદ્ભાગ્યે જેમ તેમના મામાં એમના પૂર્વગામી મહાપુરુષોના ફાળા હતા તેમ પોતાનાં યુગનાં મહાન માણસાને પણ તેમને સક્રિય સાથે હતા. આ વાત તેમના પછીના મહાન નરનારી અને ખાસ કરીને ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીએ પૂરેપૂરી સમજ્યાં હતાં. તેથી જ તેમણે અપાર જોખમા ખેડીને જ સ્થિતિ ચુસ્ત જડસુપણું ધણું સામે અને નિકટમાં હોવા છતાં શકય તેટલે સધને અને ધર્મને તેજીલા તથા વહેતા રાખ્યો છે, જેમને તેમના અંકિત અનુભવા જોવા હાય તેવા નિશીથસૂત્ર, વ્યવહારસૂત્ર, બૃહત્ કલ્પસૂત્ર વગેરે શાસ્ત્રો અને તે ઉપરની ચૂણી, ટીકા, નિયુક્તિ તથા ભાષ્યમાં જોઈ શકે છે. ભગવાન પાર્શ્વનાથના સમયે તે ચાર જ મહાવ્રત સાધુ વ માટે હતાં, બ્રહ્મચર્ય વ્રતના સમાવેશ અપરિગ્રહમાં જ કરી લેવામાં આવતા હતા. અને તે વખતે તે સ્ત્રી સાધિકાએ કે માતૃજાતિથી તદ્દન છેટા અને બ્હીતા રહેતા હાય, એવા તેા કાંય ઉલ્લેખ આવતા જ નથી. પાર્શ્વનાથ ભગવાનની સાધ્વીએ પૈકીની કેટલીક સાધ્વીએ શરીર પ્રસાધન વગેરે પણ કરતી હતી; તેવું તારવી શકાય છે. આ બધું જોતાં લાગે છે । ઉચ્ચ ક્રેટિના સાધુધ્ધ માટે અનિવા મર્યાદાની જરૂર છે જ. પણ કૃત્રિમ મર્યાદાએથી તે માટેભાગે દંભ અને મિથ્યાચાર જ ઊભાં થવાનાં. માટે નવવાડ હોય કે અમુક મર્યાદા હોય, તે બધા ઉપર યુગદષ્ટિએ, એકાગ્રતાથી વિચારવું જોઈ એ. અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને અનુલક્ષીને એક દિશામાં વધુ કડક તા ખીજી દિશામાં વધુ ઉદાર-મૂળ ધ્યેયને સાચવવા માટેબનવું જ રહ્યું. ✩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યનો યુગદષ્ટિએ વિચાર પલટાતાં યુગેયુગે, મૂલો મત્યે સમાજનાં; મૌલિક સત્ય રાખીને, કર્મકાંડો ફરે બધાં. (૧૨) યુગેયુગે મૂલો બદલાય છે. પલટાય છે. એક યુગમાં, જ્યારે બ્રહ્મચર્યનું કઈ નામ પણ જાણતું નહોતું, વિવાહપ્રથા પણ આર્યોએ સ્વીકારી નહોતી, ત્યારે સ્ત્રીઓ અને પુરુષે મુક્ત સહચારની રીતે વિચરતાં. કેઈને કોઈ બંધન ન હતું; સ્ત્રી કોઈ એક પુરુષને કે પુરુષ કઈ પણ એક સ્ત્રીને જ વફાદાર ન હતાં. ધીમે ધીમે આર્ય સંસ્કૃતિમાં વિધિસરની લગ્નપ્રથા સ્વીકારાઈ. પ્રથમ પ્રથમ ભાઈ અને બહેન પણ પરણી શક્તાં! પરંતુ સંશોધન થતાં તેને લગતાં નિયમને સ્વીકારાયાં. સુખશાંતિ ને વિકાસ અર્થે લગ્ન કર્યા પછી ગૃહસ્થજીવનમાં પરિણીત સ્ત્રી સાથે પણ અમુક મર્યાદાઓ સ્વીકારાઈ ગઈ. તથા અત્યંત ઉચ્ચ સાધના કરનારાઓ અથવા પૂર્વજન્મથી અનુભવી એવા સમાજ સેવં બાળવયથી પણ પૂર્ણ બ્રહ્મચર્યની સાધના કરવા લાગ્યા. વળી પાછી આ સાધનામાં ભરતીઓટ આવતી ગઈ. છેલ્લે આપણે જોયું કે રામકૃષ્ણ પરમહંસ, અરવિંદ મહર્ષિ તથા મહાત્મા ગાંધીજી વગેરેએ બ્રહ્મચર્ય સાધનાને નવો વળાંક આપ્યો. તેઓએ બ્રહ્મચર્ય સાધનામાં કેટલાંક જૂનાં વિકાસાવરોધક મૂલોમાં પલટે લાવવા વિવિધ રીતે પ્રયત્ન કર્યો. અને એકંદરે આથી બ્રહ્મચર્ય સાધના તેજસ્વી અને દરેક પુરુષ સ્ત્રી માટે શક્ય અને વ્યવહારિક બની. સદ્ભાગ્યે આજે તે દેઈ કુમારી બહેન પણ આજીવન બ્રહ્મચારિણી રહેવા ઈચ્છે તે તેને માટે માર્ગ ખુલ્લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધીજીએ આ રીતે અનેક બહેનને તૈયાર કરી હતી. એટલે હવે “સ્ત્રીઓ બ્રહ્મચારિણી થઈ જ ન શકે, વિધવા બહેને શીલવતી હેવા છતાં અમંગળકારિણી છે, અથવા બ્રહ્મચારી પુરુષો કરતાં બ્રહ્મચારિણું સ્ત્રીઓ નીચી છે, એ જૂનાં ખોટાં મૂલેને હવે કોઈપણ વિચારક સ્વીકારવા માટે તૈયાર નથી. ઉપલી રીતે જ પુખ સાધુ સંન્યાસીઓ સાથે કઈ સાધ્વી કે બ્રહ્મચારિણું બહેન રહેવા ઇચ્છે તે રહી જ ન શકે, સાધુઓના સ્થળે રાત્રે પુરુષોની હાજરીમાં પણ માતા-બહેને પ્રાર્થના પ્રવચનમાં આવી જ ન શકે, સાવી ગમે તેવી દીક્ષામાં મોટી હોય તિય સાધુઓથી નીચી છે, માટે તેણુએ સાધુઓને વંદન કરવું જ જોઈએ એવા બધાં વિકાસાવરોધક છેટાં મૂલ્ય હવે ઝડપભેર ફેરવાઈ રહ્યાં છે. ફેરવાવાં જ જોઈએ. સ્ત્રીઓ વિષે જે નિંદજનક વચને ધર્મગ્રંથોમાં કે બીજે લખાયાં છે તેમાં પણ ફેરફાર કરવો પડશે. બ્રહ્મચારી ઉચ્ચ સાધક માટે જૈન આગમોમાં જે નવાવાડ બતાવવામાં આવી છે, તેના ઉપર પણ નવેસરથી અને સર્વાગી રીતે વિચારવું પડશે. કોઈ પણ સાધુ પ્રતિજ્ઞા લેવાથી પૂર્ણ સાધુ નથી થઈ જ, પણ પૂર્ણ સાધુ થવાને સંકલ્પ કરે છે. એટલા જ માટે દશવૈકાલિક સૂત્રમાં નવવાડને આગ્રહ કરાય છે. પરંતુ જેટલે તે આગ્રહ કર્યો છે, તેનાથી અનેક ગણે આગ્રહ નવા યુગને અનુરૂપ રહે તેવી વાત પણ બે અઢી હજાર વર્ષ પહેલાંના એ જ આગમગ્રંથમાં કહી જ દીધી છે. જેથી આપણને ખ્યાલ આવશે કે જૈન આગમોનાં સાતત્ય રક્ષા” ની સાથે સાથે પરિવર્તન શીલતાને કેટલો બધે અવકાશ સતત રહ્યા કર્યો છે. દશવૈકાલિક સત્ર સ્પષ્ટ બેલે છે. મનેઝ અને પ્રિય ભાગ પ્રાપ્ત થવા છતાં તેનાથી પીઠ ફેરવી લે છે, અર્થાત ભોગે સ્વાધીન હોવા છતાં પણ જે ત્યાગે છે, તે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૩ સાચા ત્યાગી કહેવાય છે. વસ્ત્ર, સુગંધ, આભૂષણ, સ્ત્રીઓ અને શયન વગેરે જેને સ્વાધીન નથી, એટલા માટે ભોગવી શક્રતા નથી, પણ મનમાં તેા તેના જ વિચારો કર્યા કરે છે, તે કદી ત્યાગી કહેવાતા જ નથી. ઉપલી દષ્ટિએ આજે સાચે બ્રહ્મચારી સાધક તે જ ગણાશે, જેની સામે પડવાનાં સાધના હોવા છતાં પણ પેાતાના વિચાર ઉપર દઢ રહીને અનેક જોખમેા વચ્ચે સહજ સ્થિર બન્યા હશે. જે સાધક ચારેબાજુ વાડાના બંધના ઊભા કરીને, સાધને મળતાં નથી, માટે ડે છે, અને સાચા બ્રહ્મચર્યના વિધેયાત્મક વિચાર ઉપર દૃઢરહેતા નથી તથા મનમાં ખરાબ વિચારે ધેાળ્યા કરે છે તે સાચેા સાધક ગણાશે જ નહીં. એ જ રીતે બ્રહ્મચર્ય ને સાચું તેજસ્વી અને સમાજગમ્ય પણ બનાવવાનું રહેશે. જૂના વખતમાં તે બ્રાહ્મા પણ જાગૃત હતા, સમાજમાં ાઈના ઉપર અન્યાય-અત્યાચાર થતા કે સમાજમાં અનિષ્ટ ચાલતાં તેને રાકવા નતે અહિંસક પ્રયત્ન કરતા, અથવા ક્ષત્રિયાને સ્વધર્મ પ્રેરિત કરીને તેમના દ્વારા અનિષ્ટ નિવારાવતા. જનતાના આગેવાના—મહાજના પણ જાગૃત હતા અને સાધુએ તે અત્યંત જાગૃત હતા. તે જમાનામાં યાતાયાતના ઝડપી સાધના ન હતાં, જેથી જગતની સાથેના સંપર્કો વધ્યા નહતા. લાકસંપર્ક પણ બહુ જ એ થા. નાનાંમોટાં અનિષ્ટને તે બ્રાહ્મણા, મહાજનો કે ક્ષત્રિયા જ દૂર કરી દેતા હતા, એટલે સાધુવર્ગ પાસે એટલા બધા પ્રશ્નો આવતા પણ ન હતા. માટે જ મોટેભાગે સાધુસાધ્વીએ નગર કે ગામની બહાર, બગીચા, વનખંડ, ગ્રા અથવા નિર્જન સ્થામાં નિવાસ કરતાં, એટલે જ નવવાડ પૈકી પહેલી વાડમાં કેટલાક આચાય મહાનુભાવાએ સ્ત્રી, પશુ,નપુ ંસક રહિત સ્થાનમાં સાધુએ વસવાની વાત કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ८४ હવે તે સંદર્ભ આ બદલાય છે. ભારતની જનસંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે, શહેર અને ગામોમાં બહુ જ ગીચ વસતિ થઈ ગઈ છે. લેકને રહેવાનું સ્થળ પણ બહુ જ મુશ્કેલીથી મળે છે. સાધુસાધ્વીઓ પણ વસતિની વચ્ચે જ નિવાસ રાખે છે. આવે વખતે સાધુઓ સ્ત્રી-પશુ-પંડક રહિત સ્થાનની વાત જ કર્યા કરે તે ચેડા જ વખતમાં સાધુઓને રહેવાનું સ્થળ મળવું પણ કદાચ અશક્ય થઈ જાય ! અથવા ઉપાશ્રય કે સાંપ્રદાયિક સ્થળેથી ઊંચે ઊઠી જગત ગાનમાં આવી જ ન શકાય. માટે મુખ્ય મર્યાદા પૂરેપૂરી જાળવી રાખી એટલે કે પિતપોતાની અનિવાર્ય મર્યાદાઓ પાળી સાધુસાધ્વીઓએ સર્વાગી કાર્યો સાધના માટે એવો સુધારે તે કરવો જ પડશે. જેથી દરેક નરનારીને પૂરેપૂરી અને યોગ્યતા મુજબ તક મળી રહે. શાસ્ત્રોમાં પણ નવવાડ વિષે ઉત્સર્ગ અને અપવાદ બન્ને વિધાને કર્યા છે. જેને સહેજ ઈશારે મેં પાછલા પ્રકરણમાં સ્પષ્ટ કર્યો જ છે. આજે તે યુગ અને પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે, માટે બ્રહ્મચર્ય સાધનાના જૂનાં ખાટાં અવરોધક અને એકાંગી મૂલ્યને નિવારી નવાં સાચાં મૂલ્યોને સ્થાન આપવું જ પડશે. કઈ કઈ સ્થળે અને ખાસ તે ક્રાંતિપ્રિય સાધુસાધ્વી માટે આજે જૂના કાળને અપવાદ માર્ગ ઉત્સર્ગ બનશે. અને ઉત્સર્ગ માર્ગ અપવાદ બને તે પણ નવાઈ નથી. છેદ સૂત્રમાં અગાઉની જેમ બીજા એક ઠેકાણે બતાવવામાં આવ્યું છે કે, “સાધુના પગમાં કાંટે વાગી જાય અને કાઢી શકાતું ન હોય, પણ કાઈ સાવી કાંટે કાઢવામાં કુશળ હેય તે તેની પાસેથી કઢાવી લે.” એક બાજુથી તે સ્ત્રીને નિર્વિકાર શરીર સ્પર્શ પણ સાધુઓ માટે વર્જિત છે, પણ આ પ્રસંગે તે ક્ષમ્ય ગણાય છે. “કઈ સાધ્વી નદીમાં ડૂબતી હોય અને તે વખતે કઈ સાધુ ત્યાં હાજર હેય, બીજે કઈ મદદગાર ન હોય, તે સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com કાઢી શકાતે કઢાવી લેવું. જિં છે, પણ તે વખતે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૫ તેને તરીને ખેંચીને બહાર કાઢી લાવે.' આવા આવા કપરા પ્રસંગે નિર્દોષ સ્ત્રી સ્પર્શે બાધક નથી થતા, એમ જૈન સૂત્રેા કહે છે. છતાં આજે કાંટા કાઢવા જેવી બાબતમાં કાઈ સાધુને સાધ્વી-શરીરને નિર્દોષ સ્પર્શ પણ ક્ષમ્ય નહીં ગણાય. ટૂંકમાં કાળે કાળે મૂલ્યો પલટાઈ જાય છે. વાચા જાણે જ છે કે ભગવાન પાર્શ્વનાથના યુગમાં જેમ રંગીન વસ્ત્રો પહેરવા છ્તાં પણ સાધુ અપરિગ્રહી રહેતા; તે મહાન ગણાતા, પણ આજે રંગીન વસ્ત્ર પહેરનાર મહાવીરને સાધુ અપરિગ્રહી છતાં મહાન નથી ગણાતા, તેમજ એક કાળે સ્ત્રી– પશુ–પંડક રહિત સ્થાને રહીને સમાજના પ્રશ્નોને બહુ જ અલ્પ માત્રામાં પતે કે ન સ્પર્શીતા તે જ મહાન ગણાતા. કારણ કે એ વખતે અનાસક્તિનું માપ અસ પ પણું હતું પણ આજે ચુસ્તપણે અનિવાય મર્યાદાઓ પાળવા છતાં સ્ત્રીએ દ્વ્રારા સમાજની સર્વાંગી સાધનાનાં કામેા લઈ શકે, તે સાધુ મહાન ગણાશે. કારણ કે ક્રાંતિપ્રિયતાની પહેલ સાધુ-પુરુષ કરશે અને તેવા સાધુઓએ અહિંસા દ્વારા ક્રાંતિ કરવી પડશે. જ્યારે અહિંસાની શક્તિ પુરુષો કરતાં સ્ત્રીઓમાં જ વધારે રહેવાની, માત્ર તેમનું સારી પેઠે ધડતર કરવાની જરૂર રહેશે. એટલે આજના યુગે સ્ત્રીથી ખ્વીતા રહે, વેગળા રહે તે ઊંચા નહીં, પણુ નિયમા ચુસ્ત પાળવા છતાં, રૂઢિચુસ્ત વર્ગની ટીકા સહીને પણુ જે સ્ત્રીઓ દ્વારા સ્વપર કલ્યાણનાં અહિંસક કાર્યક્રમા સફ્ળ કરી શકશે, તેવાં કાર્યો લઈ શકશે, તેમને જ ઊંચા સાધુ માનવા પડશે. આ યુગ દષ્ટિને ભૂલીને જો બ્રહ્મચર્ય સાધના કરાશે તે તે એકાંગી, અતડી અને વિકાસાવરાધ થશે. એટલે આજની નવવાડામાં આ દિએ જ વિચારવું પડશે. ટ્રકમાં વિકાર દષ્ટિએ માતાઓ બહેનાથી દૂર રહી, પળે પળે જાગૃતિ 1 રાખવી અને વાત્સલ્ય દૃષ્ટિએ નજીકમાં નજીક આવી તેમનું ઘડતર કરવું, ક્ આપવી. સમાજના પ્રશ્નો લેવા માટે સાધ્વીઓને, માતાઓને તૈયાર કરવી રહેશે. મહાત્મા ગાંધીજી ખાસ્થ્ય પ્રતિજ્ઞા લીધા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૬ વિકાર દષ્ટિએ ખૂબ જ સાવધાન રહેતા; પણ વાત્સલ્ય દષ્ટિએ તેમની ટીકા અતિશય થવા છતાં પણ તેમણે બહેનને નજીક રાખી ઘડતર કર્યું, અને તેમનામાં નૈતિક હિંમત પૂરી. કદાચ કઈ એમ કહે કે આજના ભૌતિક લાલસાના આકર્ષક જમાનામાં કાચા સાધકે માટે નવાવાડમાં છૂટ ન હોઈ શકે, ઊલટી તે કડક કરવી ઘટે. હા; કદાચ પુખ્ત સાધક માટે એટલે કે પીઢ સાધકે માટે કદાચ છૂટ સ્વીકાર્ય હોઈ શકે, પણ અમુક સાધક કાચે છે કે પુખ્ત છે? એને નિર્ણય કોણ કરશે ? જેઓ જનશાસ્ત્ર પ્રમાણે ૨૦ વર્ષની દીક્ષાના પર્યાયવાળા હોય અથવા ૬૦ વર્ષની ઉંમરના હોય, તેઓ સ્થવિર કહેવાય છે, એટલે તેવાઓને પુખ્ત ગણુને નવવાડમાં આપણે છૂટ આપી શકીશું ખરા? મને લાગે છે કે આ પ્રશ્ન ગંભીર છે અને છતાં ઘણે જ અગત્યનું છે. એના ઉપર દીર્ધદષ્ટિથી વિચાર કરવો જોઈએ. અગાઉ કહ્યું તેમ આજે યુગાનુલક્ષી દૃષ્ટિ રાખીને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે પુખ્તતા કે સ્થવિરની જે જજૂની પરિભાષા છે, એમાં સંશોધન કરવું પડશે. અને નવા સાચાં મૂલ્યો સ્થાપવા માટે, એના અર્થમાં પણ સુધારે કરવો પડશે. જનસૂત્રમાં સ્થવિર સાધુ માટે કેટલીક બીજી છૂટછાટ આપવામાં આવે છે, પણ એવો સ્થવિર જો “ગીતાર્થ” ન હોય તે તેને સ્વતંત્ર વિચરવાની ના પાડી છે, તે કોઈ ગીતાર્થ નિશ્રિત થઈને વિચરે, એવું ત્યાં વિધાન છે. “ગીતાર્થને જૈનશાસ્ત્રની જૂની વ્યાખ્યા પ્રમાણે એ જ અર્થ કરવામાં આવે છે કે જે આચારાંગ સૂત્ર કૃતાંગને જ્ઞાતા હોય, ચાર છેદ સૂત્રો ભણેલો હોય, અને પ્રાયશ્ચિત વિધિમાં પારંગત હોય.” આમાંથી ફલિત એ થાય છે કે સ્થવિર ભલે અનુભવી હોય પણ જે શાસ્ત્રજ્ઞાની અને સમાજવિજ્ઞાની- વ્યવહાર કુશળ-ગીતાર્થ ન હોય તે તે પીઢ કે મુખ તરીકે માનવામાં આવતો નથી. હવે આપણે આજના યુગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ગીતાર્થ ' (પુખ)ને નવાં મૂલ્યની દૃષ્ટિએ વિચારવો પડશે. આજે તે ખરી રીતે જોતાં જે સમાજની સર્વાગી સાધના માટે નવી સમાજ રચનાના વિજ્ઞાનમાં વિચાર અને આચાર અને દૃષ્ટિએ ઘડાયેલે, કસાયેલ હશે તથા અનુબંધ વિચારધારાની કક્ષાએ સર્વાગા દષ્ટિએ સાધના કરવા તૈયાર હશે, તે મહાન સાધક-સાધિષ્મ જ આજના યુગનાં ગીતાર્થ કે પુખ્ત ગણાશે. કદાચ તે પૈકીનાં કઈને જૂનાં શાસ્ત્રનું સ્થળ જ્ઞાન ભલે ઓછું હશે. પણ તેમાંનું તથા વિવિધ ધર્મશાસ્ત્રનું તત્ત્વજ્ઞાન તે તેનામાં હશે જ. સાથે સાથે તે સાધક કે સાધિકા એટલે કે તેવાં સાધુસાધ્વી બધાય ધર્મોના સમન્વચની દષ્ટિએ સમાજની સર્વાગી સાધના કરનાર હશે. વળી યુગની અનુબંધ વિચારધારામાં જે ચાર સંગઠને મહત્ત્વપૂર્ણ છે, તેની સાધના અને પ્રેરણા કરવા જ્યારે તે તૈયાર હશે, ત્યારે સહેજે જ તેને ચાર સંગઠનેના સંપર્કમાં આવવું પડશે, મતલબ એ કે નૈતિક જનસંગઠન, જનસેવક સંગઠન, રાષ્ટ્રીય મહાસભા (લેકશાહી ઢબનું રાજ્ય સંગઠન) અને ક્રાંતિપ્રિય સાધુસાધ્વી વર્ગ; આ ચારેય સંગઠને વચ્ચે તેની સાધના અને પ્રેરણા ચાલશે, ત્યારે જે કોઈ પણ પ્રકારની બ્રહ્મચર્ય-સાધના કે સત્યાદિ સાધનામાં ક્ષતિ કે ગડબડ હશે તે તરત જ આ ચારેય સંગઠને પિકીનું કોઈ પણ એક અથવા બધાય તેને જ્હી દેશે, ચેતવી દેશે અને તેની ક્ષતિ જરાપણ ચાલવા દેશે નહી. તેથી કાંતે તેવાં ક્રાંતિપ્રિય સાધુસાધ્વીને પિતાની ક્ષતિ સુધારવાની ફરજ પડશે અને કતે એવા ક્ષતિધારીને તે સંગઠને ફેંકી દેશે. આ નવા યુગનાં ગીતાર્થ–પુખ્ત અને યોગ્ય જે સાધુસાધ્વી હશે, તેને જ નવાવાડમાં સહેજે સહેજે પેલી છૂટ મળી ગઈ હશે. બાકીનાં જે એકાંતમાં, વ્યક્તિગત સાધનામાં કે રૂઢિવાદિતામાં જ મસ્ત છે, તેમને પુખ પણ નહીં ગણવામાં આવે, અને તેમની તેવા પ્રકારની સર્વાગી દષ્ટિ ન હોઈ તેવી છૂટ પણ તેમને સમાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ચાલવા જ નહીં દે અને આવી પુખ્તતા કે અપુખ્તતાને નિર્ણય ચાર અનુબંધવાળા સંગઠને જ કરી દેશે, એટલે આ માટે કયાંય પૂછવા દૂર જવું જ નહીં પડે. એક વાત વારંવાર પુનરુક્તિ કરીને આદિથી ઈને અંત લગી કહેવાની પ્રાપ્ત થાય છે, અને જે બ્રહ્મચારી પુખ્ત સાધુઓ માટે ખાસ વિચારણીય છે, તે એ કે આજના યુગે જ્યારે બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યોનું ખેડાણ થઈ રહ્યું છે, ત્યારે તેમણે બ્રહ્મચર્યને નિષેધાત્મક અર્થ કે સ્ત્રીઓથી દૂર રહેવું, બીતા રહેવું; એ અભાવાત્મક અર્થ છોડીને વિધેયાત્મક કે ભાવાત્મક જ અર્થ ગ્રહણ કરવો જોઈશે. મતલબ કે બ્રહ્મચર્ય એટલે “બૃહસંકલ્પમાં જ વિચરવું” એ વિશાળ અર્થ લેવાશે તે બ્રહ્મચર્ય સહેલું અને સહજ થઈ જશે. પછી તે પાંચેય ઈદ્રિયની શક્તિ વિશ્વનાં આત્માઓની સેવામાં વપરાશે પછી આવાં ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓને વિશ્વાત્માઓની અસેવાકુસેવા કે અહિત થતું હૈય, એવી કલ્પના જ શા માટે આવે ? વૈદિક ધર્મમાં આપણે મહાભારતનાં પાત્રોને જોઈએ છીએ, ત્યારે સહેજે સહેજે વિધેયાત્મક બ્રહ્મચર્યનું માર્ગદર્શન મળી રહે છે. દા.ત. જ્યારે ભીષ્મપિતામહને વિચાર આવ્યો કે પિતાના સંતોષ માટે મારે સંયમ પાળવો છે, બસ, પિતાને સંતેષ જ તેમનું બ્રહ્મ બની ગયું; અને એમાંથી તેઓ અખંડ બ્રહ્મચારી બની ગયા. એવા બ્રહ્મચારી પશ્ચિમના દેશોમાં પણ છે. એક વૈજ્ઞાનિક રાતદિવસ પ્રયોગમાં જ લીન રહેત; તેને એક બહેન હતી. ભાઈ પ્રયોગ કર્યા કરે, અને એની સેવા માટે કઈ નથી, એમ જોઈને એ બ્રહ્મચારિણું રહી ને ભાઈની પાસે જ રહી એની સેવા કરતી રહી. એ બહેન માટે બંધુ-સેવા જ બ્રહ્મ-સેવા થઈ ગઈ. જૂના વખતમાં ગુરુકુલમાં રહેનારા બ્રહ્મચારીઓનું બ્રહ્મચર્ય વેદાધ્યયનમાં એકાગ્રતાથી સધાતું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધીજીએ જનતાની સેવા કરવા માટે, નવસમાજનું ઘડતર કરવા માટે બ્રહ્મચર્ય વ્રત લીધું હતું. તેમના માટે જનસેવા એ જ બ્રહ્મસેવા બની ગઈ. એ જ રીતે પુખ્ત સાધુઓ વિશ્વની સર્વાગીસાધના દ્વારા આત્મકલ્યાણ સાથે વિશ્વકલ્યાણનું ધ્યેય સામે રાખીને ચાલે તે એ બૃહત્ સંકલ્પ જ તેમને માટે બ્રહ્મચર્ય સાધનાનું સબળ બની જશે. તેઓને ઈન્દ્રિયનિગ્રહ કર નહીં પડે, એ સહજ સાધ્ય સહેજે જ થઈ જશે. આ રીતે આજના યુગે બ્રહ્મચર્યનું સામાજિક મૂલ્ય ઊભું કરવાની જરૂર છે, જેમાંથી નરનારીના મર્યાદાપૂર્ણ સહજીવનમાંથી વિધેયાત્મક બ્રહ્મચર્ય આપે આપ ભું થઈ જ જવાનું. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરે; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાન્તિ વિસ્તરે. સંતબાલ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ આપણાં ઉત્તમ પુસ્તક લેખકઃ મુનિશ્રી સંતબાલજી જૈન દષ્ટિએ ગીતા દર્શન ભા. ૧-૨ આચારાંગ સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્ર . દશવૈકાલિક સૂત્ર ... સાધુતાનું જીવન દર્શન ... આદર્શ ગૃહસ્થાશ્રમ અનંતની આરાધના વાત્સલ્ય મંજરી નારીને ચરણે યૌવન સાધક સહચરી સન્મદા (પ્રાર્થના સંગ્રહ) કિંમત ૮-૦૦ પ-૦૦ ૧–૫૦ ૦–૭૫ પ-૦ ૦ ૩–૫૦ ૨-૦ ૦ I ૦ ૧-૫૦ ૧-૦૦ ૦ ૨-૦૦ ૧–૫૦ ૧-૨૫ ૭–૭૫ લેખકઃ મુનિ નેમિચંદ્રજી અનુબંધ વિચારધારા (ગુજરાતી) •••••• (હિન્દી) સાધુ સાધ્વીઓને (ગુજરાતી) સાધુ સાધ્વીઓને (હિન્દી) ૦ ૧-૦૦ ૦ : ૦-૬૦ : પ્રાપ્તિ સ્થાન : મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી_દિલ્હી દરવાજા બહાર અમદાવાદ-૧, (ગુજરાત) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ નંવાં માનવી માનવ હૃદયમાં ઊઠતી નવી અભિલાષાઓ, નવી આકાંક્ષાઓ, નવા વિચારોને વાર્તા, પ્રસંગચિત્ર, નિબંધ, નાટકરૂપે રજૂ કરતું માસિક. વાર્ષિક લવાજમ : રૂા. ૩-૦૦ : કાર્યાલય : હઠીભાઈની વાડી, અમદાવાદ-૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ II zlcPhilo Be Y ડાપ્તતા છે નિય) કયમિતતા, વ્ય, વી૨તા, અગ. Clb Bicche axao ના, વ્યવસ્થિત માય વ્યા, વ્યાજ વ્ય વ્યસન વિભ, Ich 6 nike :હરા ગ' ૐ: 9 195 તતા, ઉપયો/ ત્યા : શ માલિકી સત્યો સર્વધ) પાનાનપાનાગિણોત ળ it 8 સત્ય, પ્રેમ 1ણતા છે ! ઉના, સફાઈ 1 અને રેંટિયો છે મૂલ્ય : 00-10 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com