________________
નારીજાતિ વિષયક પ્રશ્નોમાં તેઓને અનુભવ ન હોઈ તેઓને પોતાની તે પ્રસંગ પૂરતી હાર સ્વીકારવી પડી. અને આ રીતે શ્રી શંકરાચાર્યની સર્વાગી સાધનામાં જે ઊણપ હતી તથા નારીજાતિ વિષે જે અંગત વિકાસ અપૂર્ણ રહ્યો તેને સ્વા માટે ઉભય ભારતી નિમિત્ત બન્યાં.
એ જ રીતે પાશ્ચાત્ય દેશમાં પણ કે બ્રહ્મચર્ય સાધનાને નિષેધાત્મક અર્થ પકડીને નારીજાતિથી તદ્દન અતડા રહ્યા તેમને સર્વાગી વિકાસ કાચે જ રહી ગયું. તેમને બીજા સમાજ, રાજ્ય કે દેશ સાથે સંબંધ તૂટી જ ગયો.
યૂનાનને એક કાંઠે એજિયન સમુદ્રની અંદર એક પ્રાયદ્વીપ છે. તેનું નામ છે માઉન્ટ એથાન. આ પ્રાયદ્વીપ ૩૦ માઈલ લાંબો અને છા માઈલ પહોળો છે. આ પ્રાયદ્વીપમાં એથાનની પોતાની સરકાર છે. એનો શાસનકાળ દુનિયાની બધી સરકારોથી જૂનો છે. આ દેશની પિતાની ફેજ છે. પોલિસ છે. એનું એક માત્ર મેટું કામ છે. કોઈ પણ માદા (સ્ત્રી જાતિ)ને પ્રવેશ નહિ થવા દે. અહીં લગભગ છે હજાર ખ્રિસ્તી પાદરીઓ જટાધારી અને લાંબા પહેરણ પહેરીને ફરતા મળશે. તદ્દન નિર્વાક અને હાસ્ય વિદથી સાવ વેગળા. અહીં દશમા સૈકામાં ખ્રિસ્તી સાધુઓએ આવીને મઠ બાંધ્યા. અત્યારે વસ મઠ છે. દરેક મઠને શાસન મઠાધીશ છે. અને દરેક મઠના પ્રતિનિધિઓમાંથી ચૂંટાએલી એસેમ્બલી છે. જે આ આખા પ્રદેશ ઉપર શાસન કરે છે. સર્વોપરી શાસક પાદરી છે. તેનું નામ છે, જેરોમીન. અહીં કોઈપણ સ્ત્રી કે પશુ પક્ષી જાતિની માદા પ્રવેશ કરી શકતી નથી. શુષ્ક લાંબી પહેળી ધાર્મિક ક્રિયાઓમાં જ લીન રહે છે, આમોદ પ્રમોદ નામની કોઈ વસ્તુ અહીં નથી. આ સાધુઓ નહાતા પણ નથી. કેમકે નહાતી વખતે પિતાનું નગ્ન શરીર જોવામાં આવે તો મન વિચલિત થઈ જાય માટે.
- હવે તમે કપી શકશે કે આવા સાધુઓનો સર્વાગી વિકાસ કે સામાજિક સાધના થઈ જ કેમ શકે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com