________________
૧૪
“મૈથુન વિરમણ અને ગૃહસ્થ માટે પરદાર વિરમણ” એવા નિષેધાત્મક શબ્દો જ મૂક્વામાં આવ્યા છે. જેથી કેટલીક વાર સામાન્ય માણસને મન એ જ શંકા ઉપજે કે બ્રહ્મચર્ય એ અભાવાત્મક વસ્તુ જ છે. પણ એની પાછળ જે રહસ્ય છે તે ઉપર વિચાર કરવાથી એ ભ્રાંતિ દૂર થઈ શકે છે. જૈનધર્મમાં બ્રહ્મચર્ય વ્રત જ શા માટે, બીજાં બધાં વ્રતો માટે પણ નિષેધાત્મક શબ્દો મૂકવામાં આવ્યા છે. એની પાછળ જેમ યુગ કારણરૂપ છે તેમ જૈન સિદ્ધાંતનું રહસ્ય એ પણું કારણ છે. કોઈ ગૃહસ્થ સાધક હોય કે સાધુ, દરેકને પહેલે ધાર્મિક પ્રયત્ન દેથી નિવૃત્ત થવાને હોવો જોઈએ. જ્યારે કોઈ પણ સાધક અપ્રમાદી બનીને આ વ્રતોને નિષેધાત્મક રીતે પોતે વ્યકિતગત જીવનમાં સારી પેઠે અભ્યાસ કરી લે છે ત્યારે એને માટે વિધેયાત્મક રીતે વ્રતસાધના કરવી સહેલી થઈ પડે છે. કેમકે વિધેયાત્મક રીતે વ્રત પાલનમાં સમાજ જીવનની સાથે વધારે સંપર્ક થાય છે. તે વખતે જાગૃતિ કે અપ્રમાદને વ્યક્તિગત જીવનમાં કરેલે અભ્યાસ તેને ખપ લાગે છે. પણ જ્યારે તેવા નિષેધાત્મક વ્રતનો અભ્યાસ થઈ જાય. પછી જે તે સાધક એનાં વિધેયાત્મક અર્થને ન અનુસરે તો સમાજની તેની સર્વાગી સાધનામાં કચાશ રહી જાય છે; તે દેખીતું છે. આજે સ્પષ્ટ દેખાય છે કે જે સાધકે બ્રહ્મચર્ય નિષેધાત્મક અર્થ પકડીને નારી પ્રત્યે ઘણું ભાવ રાખી તેને નિંદા ભાવે તિરસ્કાર કરવા ગયા છે, અને માતૃ જાતિથી અતડા કે છેટા રહેવા તથા ભાગવા ગયા છે, તેમની સર્વાગી સાધનામાં ઊણપ રહી ગઈ; એવા દાખલાઓ ભારતીય ઇતિહાસમાં ઘણાં બન્યા છે.
સંન્યાસધર્મના આદ્યપ્રવર્તક જગદગુરુ શંકરાચાર્ય જેવા સમર્થ પુરષ બ્રહ્મચર્યને આવી રીતે અભાવાત્મક અર્થ ધારીને જ પ્રથમ પ્રથમ માતૃજાતિથી અતડા રહ્યા. સ્ત્રી સાધિકાઓસંન્યાસિઓની સંસ્થા પ્રત્યે ઉદાસીન રહ્યા. તેથી સમાજની સર્વાગી સાધનામાં અંતરાય ઊભે થે. મંડનમિશ્રની પત્ની ઉભય ભારતી સાથેના શાસ્ત્રાર્થમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com