________________
અત્યાર સુધી પ્રાયઃ નિષેધાત્મક અર્થ પર જોર
બ્રહ્મચર્ય તણું અર્થો, સંકીર્ણ ન કદી કરે;
વિશાળ અર્થથી એને, સાધી સૌને સધાવજે. (૨).
આમ તે બ્રહ્મની શોધમાં કે પ્રાપ્તિ માટે જ પોતાની જીવનચર્યા રાખવી એવો બ્રહ્મચર્યને અર્થ થાય છે. અને એ અર્થમાં આપણી સામે કોઈ નિષેધાત્મક (નેગેટિવ) વાત મૂકવામાં આવી નથી. બલ્ક વિધેયાત્મક (પોઝિટિવ) વસ્તુ જ બતાવવામાં આવી છે. પણ મેટા ભાગના ધર્મોમાં અત્યાર સુધી નિષેધાત્મક અર્થ ઉપર જ વધારે જોર આપવામાં આવ્યું છે. તેને પરિણામે બ્રહ્મચારી સાધકે સ્ત્રીથી છેટા રહેવું, ડરતા રહેવું, ભાગવું અને પિતાના સ્થાને સ્ત્રીને આવવા દેવી નહીં, તેનું મેટું પણ નહિ જેવું. જે કદાચ આવી જાય તે બ્રહ્મચારીએ મેં ઉપર કપડું ઢાંકી લેવું એ એકાંતિક વિધાન વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું તેથી વ્યકિતગત ફાયદો થડે વખત દેખાયે પણ એને લીધે સામાજિક રીતે તે સ્પષ્ટ નુકસાન જ થયું. સ્ત્રીપુરુષનું અતડાપણું, ભેદભાવ, સ્ત્રી પ્રયે ધૃણાભાવ અને દેપ દર્શન જ વધ્યાં. કેટલાક ધર્મગ્રના રચયિતા પુરુષોએ બ્રહ્મચારીઓમાં બ્રહ્મચર્ય સાધના માટે સ્ત્રીઓ પ્રત્યે ધૃણ અને પરહેજી પેદા કરવા સારુ “નારી નરકની ખાણ,” નારી રાક્ષસી, નારી વિષની વેલડી, શતરંવાર ઠેર, પશુ, નારી, એ સબ તાડન કે અધિકારી” આવાં વાક્ય દ્વારા સ્ત્રી નિંદાને અનિવાર્ય ગણી હોય એમ (જાણે) લાગે છે! આવાં વિધાનને લીધે ઘણું ચિંતક ભાઈબહેને તે ગ્રામને બીજો સુંદર ભાગ પણ તજી દે છે. તેથી ઘણું નુકસાન થાય છે. જૈનધર્મ વિશ્વધર્મ છે. છતાં તેમાંના ત્રતોને પણ યુગાનુરૂપ ગઠવવાં પડશે. જૂના વ્રતોમાં મુખ્યત્વે જૈનધર્મમાં બ્રહ્મચર્યને સ્થાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com